________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૯ जन्या नेत्यर्थः । क्वचित्प्रवृत्त्यर्थं मोहोदयापेक्षायामपि द्रव्याश्रवत्वावच्छिन्ने मोहनीयस्याऽहेतुत्वाद्, अन्यथाऽऽहारसंज्ञावतां कवलाहारप्रवृत्तौ बुभुक्षारूपमोहोदयापेक्षणात्कवलाहारत्वावच्छिन्नेऽपि मोहस्य हेतुत्वात् केवली कवलभोज्यपि न स्यादिति दिगंबरसगोत्रत्वापत्तिरायुष्मतः।।
अथ कवलाहारस्य वेदनीयकर्मप्रभवत्वान्न तत्र मोहनीयस्य हेतुत्वं, आश्रवस्य तु मोहप्रभवत्वप्रसिद्धेर्द्रव्याश्रवपरिणतिरपि मोहजन्यैव, तत्रोदितं चारित्रमोहनीयं भावाश्रवहेतुरसंयतानां संपद्यते, संयतानां तु प्रमत्तानामपि सत्तावर्तिचारित्रमोहनीयं द्रव्याश्रवमेव संपादयति, सुमङ्गलसाधोरिवाऽऽभोगेनापि जायमानस्य तस्य ज्ञानाद्यर्थमत्यापवादिकत्वेन तज्जन्यकर्मबन्धाभावात्संयमपरिणामस्यानपायेनाविरतिपरिणामस्याभावात्तदुपपत्तेः । હોતી નથી. મિથ્યાત્વી વગેરે જીવો જે હિંસા વગેરેની પ્રવૃત્તિ કરે છે તેમાં મોહોદય પણ ભાગ ભજવે છે. પણ એટલા માત્રથી હિંસા વગેરે રૂપ દરેક દ્રવ્યઆશ્રવ પ્રત્યે મોહનીયકર્મને કારણ માની શકાતું નથી. કારણ, એ રીતે તો, આહારસંજ્ઞાવાળા મિથ્યાત્વી વગેરે જે કવલાહારની પ્રવૃત્તિ કરે છે તેમાં પણ બુમુક્ષારૂપ મોહોદય ભાગ ભજવતો હોવાથી કવલાહારની દરેક પ્રવૃત્તિમાં મોહને કારણ માનવો પડશે. અને તો પછી મોહશૂન્ય એવા કેવલીઓમાં કવલાહારનો અભાવ માનવો પડવાથી તમે દિગંબરની માન્યતાવાળા બની જશો ! માટે દ્રવ્યાશ્રવ પ્રત્યે મોહને કારણ માની શકાતું નથી.
(દવ્યાશ્રવપરિણતિ મોહજન્યા - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ: કવલાહાર વેદનીયકર્મજન્ય છે. એટલે તેની પ્રત્યે મોહનીયકર્મ હેતુ નથી. જ્યારે આશ્રવ તો મોહજન્ય હોવો પ્રસિદ્ધ છે. માટે દ્રવ્યાશ્રવપરિણતિ મોહજન્ય શા માટે ન હોય? અર્થાત્ આશ્રવ પ્રત્યે તો મોહનીયકર્મ હેતુ છે જ. એમાંથી અસંયત જીવોમાં ચારિત્રમોહનીયનો જે ઉદય હોય છે તે ભાવઆશ્રવનો હેતુ બને છે. સંત જીવોમાં તો તેઓ પ્રમત્ત હોય તો પણ ચારિત્રમોહનો ઉદય હોતો નથી, સત્તા જ હોય છે. જે સત્તા દ્રવ્યાશ્રવનો જ હેતુ બને છે. એટલે કે એ સત્તા દ્રવ્યાશ્રવને જ ઊભી કરે છે, (ભાવઆશ્રવને નહિ.) તે આ રીતે – સુમંગલ સાધુ વગેરેની જેમ આભોગપૂર્વક થતો પણ તે આશ્રવ જ્ઞાનાદિની વૃદ્ધિ વગેરે માટે હોઈ અત્યંત આપવાદિક હોય છે. અથવા “જ્ઞાનાદિની વૃદ્ધિ માટે હું આ આશ્રવ એવું છું' એવી બુદ્ધિના કારણે તે આશ્રવ આપવાદિક હોય છે. તેથી તેનાથી કર્મબંધ થતો નથી. એટલે જ હિંસા વગેરે હોવા છતાં સંયમપરિણામને પણ અખંડિત માનવાનો હોવાથી અવિરતિપરિણામનો અભાવ જ માનવો પડે છે. આના પરથી એ નક્કી થાય છે કે એ કૃત્ય ભાવાશ્રવ રૂપે પરિણમ્યું હોતું નથી. વળી, ત્યાં હિંસારૂપ આશ્રવ પ્રવર્યો છે એ તો નક્કી છે જ. એટલે એ માત્ર દ્રવ્યઆશ્રવ જ પ્રવર્યો છે એવું નિશ્ચિત થાય છે. તેથી ચારિત્રમોહસત્તા માત્ર દ્રવ્યાશ્રવની જ સંપાદક છે એ વાત સંગત થાય છે.