________________
४०
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ गारस्य नाविकादिव्यापादनप्रवृत्तिः, साऽपि परमार्थपर्यालोचनायां पुष्टालम्बनैव, तत्कृतोपसर्गस्य ज्ञानादिहानिहेतुत्वाद्, ज्ञानादिहानिजन्यपरलोकानाराधनाभयेन प्रतिषिद्धप्रवृत्तेः पुष्टालम्बनमूलत्वात्, केवलं शक्त्यभावभावाभ्यां पुष्टालम्बनतदितरापवादयोः प्रशस्ताप्रशस्तसंज्वलनकषायोदयकृतो विशेषो द्रष्टव्यः । ज्ञानादिहानिभयं च केवलिनो न भवति, इति तस्य नापवादवार्ताऽपि । यच्च धर्मोपकरणधरणं तद्व्यवहारनयप्रामाण्यार्थ, व्यवहारनयस्यापि भगवतः प्रमाणीकर्तव्यत्वात् ।
ઇત્યાદિ પ્રસંગમાં ધર્મરુચિ અણગારની નાવિક વગેરેને મારી નાખવાની જે પ્રવૃત્તિની વાત છે તે પણ પરમાર્થથી વિચારીએ તો પુષ્ટઆલંબનથી થયેલી હોવી જ જણાય છે, કારણ કે તે નાવિકાદિએ કરેલ ઉપસર્ગ જ્ઞાનાદિની હાનિ કરનાર હતો. “અહીં જ્ઞાનાદિની હાનિ થશે તો પરલોકમાં આરાધના નહિ મળે' ઇત્યાદિ ભયના કારણે કરાતી પ્રતિષિદ્ધ પ્રવૃત્તિ પુણલંબન મૂલક હોય છે. એમાં પણ તે હાનિને, અપવાદનું સેવન કર્યા વિના અટકાવવાનું જો સામર્થ્ય ન હોય તો એ હાનિ પુષ્ટ આલંબનરૂપ બને છે, અન્યથા નહિ. પુષ્ટ આલંબનને પામીને થયેલું અપવાદસેવન પ્રશસ્ત બને છે, અપુષ્ટ આલંબનને પામીને થયેલું અપવાદસેવન અપ્રશસ્ત બને છે. આવી વિશેષતા સંજવલન કષાયના વિચિત્ર ઉદયના કારણે આવે છે એ જાણવું. (અપવાદસેવન વિના પણ જ્ઞાનાદિની હાનિને અટકાવવાનું સામર્થ્ય હોવા છતાં થતું અપવાદનસેવન સંજવલન કષાયની અપેક્ષાએ કંઈક તીવ્ર રસના ઉદયથી થાય છે અને તેથી એ અપવાદસેવન અપ્રશસ્ત બને છે.)
(પણ વ્યવહારને પ્રમાણ ઠેરવવા હોય છેપૂર્વપક્ષ) કેવલીઓને તો જ્ઞાનાદિની હાનિ થવાનો પ્રશ્ન જ હોતો નથી, તેથી પુષ્ટ આલંબન હાજર ન હોઈ અપવાદસેવનનું નામમાત્ર પણ હોતું નથી. (પુષ્ટ આલંબન વગેરે જ, સ્વરૂપે સાવદ્ય એવા પણ અપવાદ વિષયને નિરવદ્ય બનાવે છે. માટે પુષ્ટ આલંબનની ગેરહાજરીમાં તો એ સાવદ્ય જ રહેવાથી સાવઘપ્રવૃત્તિની આપત્તિ આવે.) માટે જ કેવળીઓ ધમપકરણને પણ જે રાખે છે તે પણ અપવાદ તરીકે નહિ, કિન્તુ “વ્યવહારનય પણ પ્રમાણ(સંમત) છે” એવું વ્યવસ્થાપિત કરવા રાખે છે, કારણ કે ભગવાને વ્યવહારનયને પણ પ્રમાણ કરવાનો હોય છે.
શંકા: ઠાણાંગમાં કેવલીનું સ્વરૂપ વર્ણવતાં એમ કહ્યું છે કે “કેવલી ભગવંતો, તેઓએ “આ સાવદ્ય છે એવી જેના માટે પ્રરૂપણા કરી હોય તેનું સેવન કરતા નથી.” તેથી, કેવલી ભગવાન્ વ્યવહારને પ્રમાણ ઠેરવવા માટે ધમપકરણ રાખે છે એવું માનીએ તો પણ તેઓનું આ સ્વરૂપ હણાઈ જવાની આપત્તિ તો આવશે જ, કારણ કે કેવલીએ નવ પ્રકારના પરિગ્રહને જે સાવદ્ય તરીકે પ્રરૂપ્યો છે તેમાં આની પણ સાવદ્ય તરીકેની પ્રરૂપણા થઈ જ ગયેલી છે.
(કેવલીને અનેષણીયગ્રહણ પણ આપવાદિક નથી: પૂર્વપક્ષ) સમાધાનઃ (પૂર્વપક્ષ ચાલુ) આવી આપત્તિ આવતી નથી, કારણ કે તેમણે રાખેલા ધર્મોપકરણ