________________
૩૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ तरसकलकारणराहित्येन विवक्षितकार्याऽजनकत्वात्' । परं स्वरूपयोग्यता एकस्मिन्नपि कारणे सजातीयविजातीयानेकशुभाशुभकार्याणां नानाप्रकारा आधाराधेयभावसम्बन्धेन सह जाताः कारणसमानकालीनाः, फलोपहितयोग्यतास्तु स्वरूपयोग्यताजनिता अपि कादाचित्का एव, तदितरसकलकारणसाहित्यस्य कादाचित्कत्वात्। यच्च कादाचित्कं तत्केषाञ्चित्कारणानां कदाचिदपि न भवन्त्येव, तेन फलोपहितयोग्यताः केषाञ्चित्कारणानां संभवन्त्योऽपि कादाचित्क्य एव मन्तव्याः। अत एव केवलिनां योगा अशुभकार्यमानं प्रति सर्वकालं स्वरूपयोग्यताभाज एव भवन्ति, न पुनः कदाचिदपि फलोपहितयोग्यताभाजोऽपि, अशुभकार्यमात्रस्य कारणानां ज्ञानावरणोदयादिघातिकर्मणामभावेन तदितरसकलकारणसाहित्याभावात् । शुभकार्याणां तु यथासंभवं कदाचित्फलो
કહેવાય છે. અને સામગ્રીની વિકલતાને લીધે ફળવાનું ન બને તો સ્વરૂપયોગ્ય કારણ કહેવાય છે, કારણ કે તે સ્વયં કારણરૂપ હોવા છતાં ઇતર સકલ કારણોનું સાંનિધ્ય પ્રાપ્ત થયું ન હોવાથી કાર્યનું અજનક જ રહે છે. વળી એમાં એ પણ વિશેષતા હોય છે કે “એક જ કારણમાં પણ, સજાતીય-વિજાતીય અનેક શુભ – અશુભ કાર્યોની અનેક પ્રકારની સ્વરૂપયોગ્યતાઓ તે કારણની પોતાની ઉત્પત્તિ થઈ હોય ત્યારે સાથે જ આધાર-આધેયભાવ સંબંધથી તેમાં ઉત્પન્ન થઈ ગયેલી હોય છે અને તેથી સ્વરૂપયોગ્યતાઓ કારણને સમાનકાલીન હોય છે. (કારણ ટકે ત્યાં સુધી ટકનાર હોય છે, જ્યારે ફળોપહિતયોગ્યતાઓ સ્વરૂપયોગ્યતાજનિત હોવા છતાં સ્વરૂપયોગ્યતાને સમકાનકાલીન હોતી નથી (અને તેથી કારણને સમાનકાલીન હોતી નથી) કિન્તુ ક્યારેક જ ઉત્પન્ન થાય છે, કારણ કે બીજા સઘળાં કારણોના સાન્નિધ્યની પણ તેને અપેક્ષા હોય છે, જે સાંનિધ્ય ક્યારેક જ પ્રાપ્ત થાય છે. વળી જે (ફળોપહિતયોગ્યતા) કાદાચિત્ક હોય તે તો કોઈક કોઈક (સ્વરૂપયોગ્ય) કારણમાં (કે જેને ઇતર સકલ કારણસામગ્રીનું સાંનિધ્ય જ ક્યારેય સાંપડવાનું નથી તેમાં) ક્યારેય ઉત્પન્ન જ ન થાય એવું પણ બને છે. તેથી “ફળોપહિતયોગ્યતા સામાન્યથી દરેક સ્વરૂપયોગ્ય કારણોમાં નહિ પણ કોઈ કોઈ સ્વરૂપયોગ્ય કારણમાં સંભવે છે અને તેમાં પણ તે કાદાચિત્ય જ હોય છે એ જાણવું.
(કેવળીના યોગો જીવઘાતાદિ અશુભના ફળોપધાયક ક્યારેય ન બને - પૂર્વપક્ષ) તેથી જ કેવલીઓના યોગો કોઈપણ અશુભ કાર્ય પ્રત્યે હંમેશા સ્વરૂપયોગ્ય જ રહે, અને ક્યારેય પણ ફળોપહિતયોગ્ય ન બને એ વાત અસંભવિત રહેતી નથી. અને તેથી વાસ્તવિકતા તેવી જ બને છે, (એટલે કે કેવળીના યોગો ક્યારેય જીવઘાતાદિરૂપ અશુભના ફળો પધાયકકારણ બનતા નથી, એટલે કે કેવળીના યોગોથી ક્યારે જીવઘાતાદિ થતા નથી, કારણ કે અશુભકાર્યમાત્રની સામગ્રીમાં જ્ઞાનાવરણીય આદિ ઘાતકર્મનો ઉદય સામેલ હોય છે, જેનો કેવળીઓમાં અભાવ હોઈ (તે અશુભકાર્યના ઘાતકર્મના ઉદયાદિરૂપ તે) ઇતર સકલ કારણોના સાંનિધ્યનો પણ યોગોમાં હંમેશા અભાવ જ રહે છે. જ્યારે