________________
૩૬
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧
जीवघातहेतुत्वाद्, न पुनः फलोपहितयोग्यतयापि, कारणानामभावात् ।
तथाऽशुभत्वं प्रमत्तयोगानामेव, तदभिव्यञ्जकं तु प्रमत्तयोगानां फलवच्छुभाशुभत्वाभ्यां द्वैविध्याभिधायकमागमवचनमेव । तथा हि 'तत्य णं जे ते पमत्तसंजया ते णं सुहं जोगं पडुच्च णो आयारंभा जाव
रंभा । असुहं जोगं पडुच्च आयारंभावि जाव णो अणारंभत्ति' । अत्रापि प्रमत्तसंयतानां सामान्यतः प्रमत्ततासिद्ध्यर्थं तदीययोगानां स्वरूपयोग्यतयाऽऽभोगपूर्वकजीवघातहेतुत्वं वक्तव्यं, कादाचित्काशुभयोगजन्यारम्भकत्वसिद्ध्यर्थं चाभोगोऽपि घात्यजीवविषयत्वेन व्यक्तो वक्तव्यः, तद्वत एव कस्यचित्प्रमत्तस्य सुमङ्गलसाधोरिवापवादावस्थां प्राप्तस्यात्माद्यारम्भकत्वात्, संयतत्वं च तस्य तदानीमपवादपदोपाधिकविरतिपरिणामस्यानपायाद् । न चैवमप्रमत्तसंयतस्य भवति, तस्यापवाद
કેવલીના યોગો આભોગપૂર્વક થતાં જીવઘાતના સ્વરૂપયોગ્ય હેતુ જ બની રહે છે ફળોપધાનયોગ્ય નહિ, કેમ કે સહકારી કારણોનું સાન્નિધ્ય ન સાંપડવાથી તેઓ ક્યારેય સદ્ભૂત જીવઘાતરૂપ ફળની ઉત્પત્તિ કરી શકતાં નથી.
(પ્રમત્તના યોગો જ અશુભ હોય - પૂર્વપક્ષ)
(તથા પૂર્વપક્ષીનો આ પણ એક મત છે કે) પ્રમત્તના યોગો જ અશુભ હોય છે (અર્થાત્ અપ્રમત્તના નહિ) એ વાત પ્રમત્તના યોગોના ‘ફળતઃ શુભ અને અશુભ’ એવા બે પ્રકાર જણાવનાર આગમવચનથી જણાય છે. તે આગમવચનનો ભાવાર્થ – “તેમાં જેઓ પ્રમત્તસંયત હોય છે તેઓ શુભ યોગની અપેક્ષાએ આત્મારંભી વગેરે હોતા નથી, અનારંભી હોય છે અને અશુભયોગની અપેક્ષાએ અશુભયોગમાં હોય ત્યારે આત્મારંભી વગેરે હોય છે અનારંભી હોતા નથી.” આ બાબતમાં પણ ઊંડો વિચાર કરવાથી જણાય છે કે પ્રમત્તસંયતોની બે અવસ્થા હોય છે. અશુભયોગ વખતે આરંભક અવસ્થા અને તે સિવાયના કાળમાં અનારંભક અવસ્થા. આ બંને અવસ્થા વખતે તેઓમાં સામાન્યતઃ પ્રમત્તતા તો હોય જ છે. તેથી તે પ્રમત્તતા તેઓમાં બાધિત ન થઈ જાય એ માટે તેઓના યોગોને આભોગપૂર્વક થતાં જીવઘાતના સ્વરૂપયોગ્ય હેતુ માનવા પડે છે તેમજ ક્યારેક અશુભયોગ વખતે તેઓમાં આવતા આરંભકત્વની સિદ્ધિ માટે તેઓમાં ઘાત્યજીવવિષયક વ્યક્ત આભોગ પણ માનવો જ પડે છે, કારણ કે આભોગપૂર્વક થતાં જીવઘાતનું ફળોપધાયક કારણ બનનાર યોગો જ અશુભ હોઈ આરંભકત્વ લાવી શકે છે. તેથી આભોગવાળા જ કોઈક સુમંગલસાધુની જેમ અપવાદ અવસ્થાને પામેલા પ્રમત્તસાધુ આત્મારંભક વગેરે બને છે. વળી આભોગપૂર્વક પણ જીવઘાત હોવા છતાં જ્ઞાનાદિની વૃદ્ધિ કે રક્ષા માટે અપવાદપદે એ પ્રવૃત્તિ હોઈ વિરતિપરિણામ ખંડિત થતો નથી અને તેથી સંયતપણું પણ જળવાઈ રહે છે. (તાત્પર્ય એ
१. तत्र ये ते प्रमत्तसंयतास्ते शुभं योगं प्रतीत्य नो आत्मारम्भा यावदनारम्भाः । अशुभं योगं प्रतीत्यात्मारम्भा अपि यावन्नो अनारम्भा કૃતિ ।