________________
૩૫
કેવલીમાં દ્રવ્યહિંસાઃ દ્રવ્યપરિગ્રહની પ્રતિબંદી
अपवादोपगमे पुनरित्थं नूनं प्रतिज्ञाहानिस्ते ।
प्राप्नुवन्ति अशुभयोगा एवं च जिनस्य तव मते ।।५१।। 'अववाओवगमे पुण' त्ति । अत्र भगवतो द्रव्यपरिग्रहे, अपवादोपगमे अपवादाङ्गीकारे पुनस्ते= तव प्रतिज्ञाहानिः। 'अपवादप्रतिषेवणं च संयतेष्वपि प्रमत्तस्यैव भवति' इति तव प्रतिज्ञेति । च-पुनः, एवं धर्मोपकरणसद्भावेनापवादतो द्रव्याश्रवाभ्युपगमे, तव मते जिनस्याशुभयोगाः प्राप्नुवन्ति ।
इदं हि तव मतम्
योगानामशुभत्वं तावत्र जीवघातहेतुत्वमात्रेण, उपशान्तगुणस्थानं यावदप्रमत्तसंयतानां कदाचित्सद्भूतजीवघातसंभवेन तत्थ णं जे ते अपमत्तसंजया ते णं णो आयारंभा णो परारंभा णो तदुभयारंभा अणारंभा' (भग. श. १ उ. १) इत्यागमप्रतिपादितानारंभकत्वानुपपत्तिप्रसक्तेः अशुभयोगानामारंभकत्वव्यवस्थितेः, किन्तु फलोपहितयोग्यतया घात्यजीवविषयकाभोगपूर्वकजीवघातहेतुत्वेन । अत्र 'फलोपहितयोग्यतया' इति पदं केवलियोगानामशुभत्वनिवारणार्थमेव, तेषां स्वरूपयोग्यतयैव यथोक्त
કેવલીભગવાનનો દ્રવ્યપરિગ્રહ તો કારણિક હોઈ અપવાદરૂપ હોય છે” એવું માનવામાં “અપવાદસેવન સંયતોમાં પણ પ્રમત્તને જ હોય છે' એવી તમારી પ્રતિજ્ઞા હણાઈ જશે. વળી આમ ધર્મોપકરણની હાજરી હોવાના કારણે અપવાદથી દ્રવ્યાશ્રવ સ્વીકારવામાં, કેવળીઓમાં અશુભ યોગોની હાજરીની તમારા મત મુજબ આપત્તિ આવશે. કારણ કે તમારો મત આવો છે –
(યોગો અશુભ શી રીતે બને? પૂર્વપક્ષવિચારણા) પૂર્વપક્ષઃ યોગો જીવઘાતના ફળોપહિતયોગ્ય હેતુ બનવા માત્રથી અશુભ બની જતાં નથી, કિન્તુ ઘાત્યજીવવિષયક આભોગ પૂર્વક થતાં જીવઘાતના ફળોપધાનયોગ્ય (ફળોત્પત્તિ કરી આપનાર યોગ્યતાવાળા) હેતુ બનવાથી અશુભ બને છે. જો આવું ન માનીએ તો ભગવતીસૂત્રમાં (શ. ૧ ઉ. ૧) જે કહ્યું છે કે જેઓ અપ્રમત્ત હોય છે તેઓ આત્મારંભી હોતા નથી, પરારંભી હોતા નથી, તદુભયારંભી હોતાં નથી, અનારંભી હોય છે. તે અસંગત બનવાની આપત્તિ આવે. તે આ રીતે - ઉપશાન્તમોહ ગુણઠાણા સુધીના અપ્રમત્ત સંયતોના યોગથી પણ ક્યારેક જીવઘાત થઈ જવો સંભવે છે. અર્થાત્ તેના યોગો પણ ફળોપહિતયોગ્ય ક્યારેક બની જાય છે. તેથી એટલા માત્રથી જો એ યોગો અશુભ થઈ જાય તો તો અપ્રમત્ત સાધુઓને આરંભક પણ કહેવા પડે, કેમ કે અશુભયોગો જ જીવને આરંભક બનાવે છે. આના પરથી નક્કી થાય છે કે તાદશ જીવઘાતનો ફળોપહિતયોગ્ય હેતુ બનનાર યોગ જ અશુભ છે. આમાં ફળોપહિતયોગ્ય એવું જે કહ્યું છે તે કેવલીના યોગો અશુભ ન ઠરી જાય એ માટે જ કહ્યું છે.
- -
.. १. तत्र ये तेऽप्रमत्तसंयतास्ते नो आत्मारम्भा नो परारम्भा नो तदुभयारम्भाः अनारम्भाः।।