________________
૩૯
કેવલીમાં દ્રવ્યહિંસાઃ યોગ અંગે વિચારણા पहितयोग्यतापि स्यात्, तथैव तदितरसकलकारणसाहित्यस्य सम्भवादिति न कश्चिद्विरोधः । ___ इत्थं चापवाददशायां प्रमत्तसंयतानां योगानां फलोपहितयोग्यतयाऽऽभोगपूर्वकजीवघातहेतुत्वेन यथाऽशुभत्वं तथा केवलिन आपवादिकस्य धर्मार्थमत्या धर्मोपकरणस्य धरणेऽपि त्वन्मतनीत्याऽऽभोगपूर्वकपरिग्रहग्रहणस्य फलोपहितयोग्यतया हेतूनां योगानामशुभत्वापत्तिः स्फुटैवेति । ___ अथ यद्यपवादेन धर्मोपकरणग्रहणं भगवतोऽभ्युपगम्यते तदा स्यादयं दोषः, अपवादं च केवलिनः कदापि नाभ्युपगच्छामः, तस्य प्रतिषिद्धप्रतिषेवणात्मकत्वेन स्वरूपतः सावद्यत्वात्, निरवद्यत्वं चास्य पुष्टालम्बनप्रतिषेवितस्य रोगविशेषविनाशकस्य परिकर्मितवत्सनागस्येव प्रायश्चित्तप्रतिपत्त्यादिना सोपाधिकमेव । याऽपि 'गंगाए णाविओ णंदो' इत्यादिव्यतिकरोपलक्षितस्य धर्मरुचेरन
શુભકાર્ય પ્રત્યે તેના યોગો યથાસંભવ ક્યારેક ફળોપહિતયોગ્ય પણ બને છે, કેમ કે તે કાર્યની ઇતરસામગ્રીનું (જેમાં જ્ઞાનાવરણાદિના ઉદયાદિનો સમાવેશ નથી તેનું) સાંનિધ્ય સંભવિત છે. આમ કેવળીના યોગો ફળોપહિતયોગ્યતાનો અભાવ હોઈ જીવઘાતાત્મક દ્રવ્યહિંસા રૂપ ફળ ક્યારેય ઉત્પન્ન કરતાં નથી એમ માનવામાં કોઈ વિરોધ નથી. (ગ્રન્થકારે દેખાડેલો પૂર્વપક્ષનો મત પૂરો થયો.)
ઉત્તરપક્ષઃ અપવાદ અવસ્થાને પામેલા પ્રમત્તસંયતના યોગો આભોગપૂર્વક થતા જીવઘાતના ફળોપહિતયોગ્ય હેતુ બનતા હોઈ તમારા આવા મત પ્રમાણે જેમ અશુભ છે તેમ ધર્મના પ્રયોજનની બુદ્ધિથી આપવાદિક ધમપકરણ રાખવામાં કેવલીના યોગો પણ પરિગ્રહના આભોગપૂર્વક થતા ગ્રહણના ફળોપહિતયોગ્ય હેતુ બનતા હોઈ, તમારા અભિપ્રાય મુજબ સ્પષ્ટપણે અશુભ સિદ્ધ થાય છે.
(કેવલીનું ધર્મોપકરણધારણ આપવાદિક હોતું નથી. - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ કેવલી ભગવંતો ધમપકરણનું જે ગ્રહણ કરે છે તે અપવાદપદે કરે છે એવું માનીએ તો તેઓના યોગો અશુભ હોવાની આ રીતે આપત્તિ આવે, પણ તેવું અમે માનતા જ નથી, કારણ કે કેવલીઓને ક્યારેય પણ અપવાદ હોવો જ અમે સ્વીકારતા નથી. તે આ રીતે - ઉત્સર્ગપદે જેનો નિષેધ હોય તેનું વિશેષ કારણોની હાજરીમાં પ્રતિસેવન કરવું એ અપવાદ કહેવાય છે. આનો ઉત્સર્ગથી જે નિષેધ કર્યો હોય છે તે જણાવે છે કે એ સ્વરૂપે સાવદ્ય હોય છે. તેમ છતાં જેમ સ્વરૂપે મારક એવું પણ વત્સનાગ (ઝેર) પરિકર્મિત કર્યા પછી, વિશેષ પ્રકારના રોગવાળી અવસ્થામાં તે રોગને નાબૂદ કરીને જીવાડનાર બને છે. તેમ જ્ઞાનાદિની હાનિનો પ્રસંગ ઊભો થએ છતે તેની રક્ષા-વૃદ્ધિ વગેરે રૂપ પુષ્ટ આલંબનને પામીને પ્રાયશ્ચિત્ત સ્વીકાર વગેરે રૂપ પરિકર્મ સહિત તેનું ઉત્સર્ગપદે નિષિદ્ધનું) સેવન કરવાથી એ નિરવદ્ય બની જાય છે. આમ અપવાદના વિષયભૂત તે પુષ્ટઆલંબન - પ્રાયશ્ચિત્તસ્વીકાર વગેરે ઉપાધિના કારણે જ નિરવદ્ય બને છે. ધર્મરુચિ અણગારના કથાનકમાં “Iણ વિશો તો
૨. ગાયાં નાવિશે ના