________________
કેવલીમાં દ્રવ્યહિંસા : દ્રવ્યાપરિગ્રહની પ્રતિબંદી
૨૯ संयमपरिणामानपायाद् द्रव्यत्वम्, अन्यावस्थायां त्वनाभोगाद् । अप्रमत्तसंयतानां त्वपवादानधिकारिणां घात्यजीवविषयकाभोगप्रमादयोरभाव एवेत्यर्थादनाभोगसहकृतमविशेषितं मोहनीयं कर्मव जीवघातादिकारणं संपन्नम्। (इति) तयोरेकतरस्याभावेऽप्यप्रमत्तसंयतानां द्रव्याश्रवो न भवत्येवेति । ततः प्रमत्तान्तानां प्रमादाद् अप्रमत्तानां तु मोहनीयानाभोगाभ्यां द्रव्याश्रवपरिणतिरिति सिद्धं, इति मोहं विना द्रव्याश्रवपरिणतिर्न स्वकारणप्रभवा केवलिनः संभवतीति चेत्? तत्राह
इतरथा द्रव्याश्रवपरिणतेर्मोहजन्यत्वनियमे, द्रव्यपरिग्रहेण वस्त्रपात्ररजोहरणादिलक्षणेन युतो जिनो मोहवान् भवेत्, द्रव्यहिंसाया इव द्रव्यपरिग्रहपरिणतेरपि त्वन्मते मोहजन्यत्वाद् । न च धर्मोपकरणस्य द्रव्यपरिग्रहत्वमशास्त्रीयमिति शङ्कनीयम्, ‘दव्वओ णाम एगे परिग्गहे णो भावओ, भावओ
રક્ષાના અભિપ્રાયના કારણે સંયમપરિણામ દૂર ન થતો હોવાથી તે પ્રવૃત્તિ માત્ર દ્રવ્યાશ્રવ રૂપ બને છે, અપવાદ સિવાયની અવસ્થામાં અનાભોગના કારણે તે માત્ર દ્રવ્યાશ્રવરૂપ બને છે. જયારે અપ્રમત્તસંયત તો અપવાદના અનધિકારી હોઈ તેઓને ઘાત્યજીવવિષયક આભોગનો અભાવ હોય છે (કારણ કે આભોગપૂર્વકની હિંસા સંયતોને તો માત્ર અપવાદપદે જ હોય છે), અને અપ્રમાદ હોવાથી પ્રમાદનો પણ અભાવ હોય છે. તેથી અર્થપત્તિથી જણાય છે કે અનાભોગસહકૃત એવું અવિશેષિત મોહનીયકર્મ જ જીવઘાતાદિનું કારણ બને છે, તેથી અનાભોગ અને મોહનીયકર્મ એ બેમાંથી એકના પણ અભાવમાં અપ્રમત્તસંયતોને દ્રવ્યાશ્રવ હોતો જ નથી. આમ “પ્રમત્ત સુધીના જીવોને પ્રમાદથી અને અપ્રમત્તજીવોને મોહનીયકર્મ-અનાભોગથી દ્રવ્યાશ્રવપરિણતિ હોય છે એ વાત સિદ્ધ થાય છે. તેથી કેવલીઓને મોહરૂપ કારણ ન હોવાથી દ્રવ્યાશ્રવપરિણતિ સંભવતી નથી. (જો કે કેવલીને અનાભોગ પણ હોતો નથી. તેમ છતાં “અનાભોગ અને મોહરૂપ બંને કારણો ન હોવાથી' એમ ન કહેતાં માત્ર “મોહરૂપ કારણ ન હોવાથી' એવું એટલા માટે કહ્યું છે કે પૂર્વપક્ષીને ક્ષણમોહ જીવની પણ કેવલી તરીકે ગણતરી કરી તેનામાં પણ દ્રવ્યાશ્રવપરિણતિનો અભાવ સિદ્ધ કરવો છે જેમાં અનાભોગ તો હોય છે.)
(દ્રવ્યાશ્રવને મોહજન્ય માનવા સામે દ્રવ્યપરિગ્રહની પ્રતિબંદી - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષઃ આવા પૂર્વપક્ષનો જવાબ આપવા ગ્રન્થકાર ઉત્તરાર્ધમાં “રા' ઇત્યાદિ કહે છે - ઇતરથા દ્રવ્યાશ્રવપરિણતિ જો નિયમા મોહજન્ય હોય તો વસ્ત્ર-પાત્ર-રજોહરણાદિરૂપ દ્રવ્યપરિગ્રહયુક્ત જિન પણ મોહવાળા હોવાની આપત્તિ આવશે, કેમ કે દ્રવ્યહિંસાની જેમ દ્રવ્યપરિગ્રહપરિણતિ પણ તમારા અભિપ્રાય પ્રમાણે મોહજન્ય છે. - ધર્મોપકરણને દ્રવ્યપરિગ્રહરૂપે માનવું જ શાસ્ત્રીય નથી, તેથી તેની હાજરીથી કેવલીમાં મોહની હાજરી સિદ્ધ થતી નથી એવી શંકા ન કરવી, કારણ કે દશવૈકાલિકસૂત્ર
- - - - - - १. द्रव्यतो नामैकः परिग्रहो न भावतः, भावतो
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-