________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૦ प्रायेण सर्वकालमशुभत्वमेव सिद्ध्यति, इति हन्तव्यचरमजीवहननं यावद्धिंसानुबन्धिरौद्रध्यानप्रसङ्गः' - इत्येतद्वचनं परस्य प्रक्षिप्तं, संरक्षणभावस्य संरक्षणानुबन्धिरौद्रध्यानस्य सादृश्याद् द्रव्यपरिग्रहाभ्युपगमे भगवतस्तुल्ययोगक्षेमत्वात् । शक्यं ह्यत्रापि भवादृशेन वक्तुं छद्मस्थसंयतानां परिग्राह्यवस्तुविषयकानाभोगसहकृतमोहनीयलक्षणसहकारिकारणवशेन कायादिव्यापाराः परिग्रहग्रहणहेतवः, अत एव च परिग्राह्यवस्तुविषयकाभोगसहकृततथाविधमोहनीयक्षयोपशमादिसहकारिकारणविशिष्टाः परिग्रहत्यागहेतव इत्यनाभोगमोहनीयाभावे केवलियोगानां परिग्रहग्रहणे केवलज्ञानमेव सहकारिकारणमिति यावत्केवलिनो धर्मोपकरणधरणं तावत्संरक्षणानुबन्धिरौद्रध्यानमक्षतमेवेति । द्रव्यपरिग्रहेऽभिलाषमूलसंरक्षणीयत्वज्ञानाभावान रौद्रध्यानमिति यदि विभाव्यते तदा द्रव्यहिंसायामपि स्वयोग
એક જ માનવાનું રહે છે. અને તેનાથી જીવઘાત થાય છે એવો તો તમારો અભિપ્રાય છે જ. માટે તેમાં સર્વકાલે અશુભત્વ જ હોવું સિદ્ધ થાય છે. એટલે પોતે હણવા યોગ્ય ચરમ જીવની હત્યા ન થાય ત્યાં સુધી તેના યોગો જીવહિંસા માટે જ વ્યાપૃત રહેતાં હોઈ ત્યાં સુધી હિંસાનુબંધી રૌદ્રધ્યાન હોવાની આપત્તિ આવશે.
દ્રવ્યપરિગ્રહના કારણે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનની આપત્તિ - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ આવું પૂર્વપક્ષ વચન દ્રવ્યપરિગ્રહયુક્ત કેવલી ભગવાનને પણ મોહનો અભાવ હોય છે એવું જે પ્રતિપાદન કર્યું તેનાથી નિરાકૃત જાણવું. કારણ કે એ રીતે, કેવલીમાં દ્રવ્યપરિગ્રહ જે માન્યો છે તેના સંબંધી સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન માનવાની પણ આપત્તિ સમાન જ છે. તે પણ એટલા માટે કે તમારા જેવા તો આને અંગે પણ કહી શકે છે કે “છબી સાધુઓના કાયાદિ વ્યાપારો પરિગ્રાહ્ય વસ્તુ સંબંધી અનાભોગથી સહકૃત મોહનીયરૂપ સહકારી કારણવશાત્ પરિગ્રહ સ્વીકારના હેતુભૂત બને છે, અને તેથી જ પરિગ્રાહ્યવસ્તુવિષયક આભોગથી સહકૃત એવા મોહનીય કર્મના તથાવિધ ક્ષયોપશમાદિરૂપ સહકારી કારણવિશિષ્ટ થયેલા તે યોગો પરિગ્રહત્યાગના હેતુભૂત બને છે. હવે કેવલીમાં તો અનાભોગ અને મોહનીયનો અભાવ જ હોય છે. અને તેમ છતાં તેઓને દ્રવ્યપરિગ્રહનું ગ્રહણ તો હોય જ છે. માટે માનવું પડે કે તે પરિગ્રહના ગ્રહણમાં કેવલજ્ઞાન જ કેવલીના યોગોને સહકારી બને છે. તેથી જેમ દ્રવ્યહિંસા માનવામાં કેવલીના યોગોમાં એક સાથે શુભત્વ-અશુભત્વ હોવાની આપત્તિ, પરસ્પર પ્રતિબધ્યપ્રતિબંધકભાવ ધરાવતાં તે બેમાંથી એકની જ હાજરી માનવામાં અશુભત્વની હાજરીની સિદ્ધિ, વગેરે રૂપ જેવી કલ્પનાઓ કરી હતી તેવી કલ્પના દ્રવ્યપરિગ્રહ અંગે પણ કરવી પડશે. અને તેથી કેવલીઓએ
જ્યાં સુધી ધર્મોપકરણ ધારી રાખવાના હોય ત્યાં સુધી સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનની હાજરી અબાધિત રહેશે. - પરિગ્રહ અંગેનું “આ મારે સંરક્ષણીય છે' એવું જ્ઞાન અભિલાષાપૂર્વક હોય તો જ રૌદ્રધ્યાન પ્રવર્તે છે. કેવલીઓને દ્રવ્યપરિગ્રહ અંગેનું સંરક્ષણયજ્ઞાન અભિલાષપૂર્વક હોતું નથી. માટે એ રૌદ્રધ્યાન