________________
૩૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા૪૯, ૫૦
मेगे णो दव्वओ, एगे दव्वओ वि भावओ वि, एगे णो दव्वओवि णो भावओवि । तत्य अरत्तदुट्ठस्स धम्मोवगरणं दव्वओ परिग्गहो णो भावओ १ । मुच्छियस्स तदसंपत्तीए भावओ णो दव्वओ २, एवं चेव संपत्तीए दव्वओ वि भावओवि ३ चरिमभंगो पुण सुन्नोत्ति ४ ।।' इति चतुर्भङ्ग्या दशवैकालिकपाक्षिकसूत्रवृत्तिचूादौ सुप्रसिद्धत्वात् । न च द्रव्यपरिग्रहयुतस्यापि भगवतो मोहवत्त्वमिष्यते, अतो न द्रव्याश्रवपरिणतिर्मोहजन्येति भावः ॥४९॥ अनयैव प्रतिबन्धा केवलिनो द्रव्यहिंसायां सत्यां रौद्रध्यानप्रसङ्गं परापादितं परिहरनाह -
एएणं दव्ववहे जिणस्स हिंसाणुबंधसंपत्ती । इय वयणं पक्खित्तं सारक्खणभावसारिच्छा ।।५।। एतेन द्रव्यवधे जिनस्य हिंसानुबंधसंप्राप्तिः । इति वचनं प्रक्षिप्तं संरक्षणभावसादृश्यात् ।।५०।।
અને પાકિસૂત્રની વૃત્તિ - ચૂર્ણિમાં જે ચતુર્ભાગી કહેલી છે તેના દ્વારા તેને દ્રવ્યપરિગ્રહરૂપે કહેલ જ છે. તે આ રીતે – “કોઈક પરિગ્રહ દ્રવ્યથી હોય છે ભાવથી નહિ, કોઈક ભાવથી હોય છે દ્રવ્યથી નહિ, કોઈક દ્રવ્યથી અને ભાવથી બંનેથી હોય છે, અને કોઈક દ્રવ્યથી પણ અને ભાવથી પણ પરિગ્રહ હોતો નથી. એમાં અરક્તદ્વિષ્ટ સાધુનું ધમપકરણ દ્રવ્યથી પરિગ્રહ છે. ભાવથી નહિ; મૂછવાળી વ્યક્તિને તે વિષય ન મળે ત્યારે ભાવથી પરિગ્રહ છે દ્રવ્યથી નહિ; તે વિષય મળે ત્યારે દ્રવ્ય-ભાવ બંનેથી પરિગ્રહ છે અને છેલ્લો ભાંગો શૂન્ય છે.” માટે ધમપકરણો દ્રવ્યપરિગ્રહરૂપ છે જ, અને તેથી દ્રવ્યઆશ્રવરૂપ પણ છે જ. વળી કેવળી પાસે પણ રજોહરણાદિ ધમપકરણ હોય તો છે જ. તેમ છતાં તેઓમાં મોહની હાજરી સંમત તો નથી જ. તેથી સિદ્ધ થાય છે કે “દ્રવ્યાશ્રવપરિણતિ મોહજન્ય હોતી નથી.” I૪લા
આ દ્રવ્યપરિગ્રહની પ્રતિબંદીથી જ “કેવલીને જો દ્રવ્યહિંસા હોય તો રૌદ્રધ્યાન પણ માનવાની આપત્તિ આવશે” એવી સામાએ આપેલી આપત્તિનો પરિહાર કરતાં ગ્રન્થકાર કહે છે
ગાથાર્થઃ “કેવલીમાં દ્રવ્યહિંસાની હાજરી માનવામાં તો હિંસાનુબંધી રૌદ્રધ્યાન હોવાની આપત્તિ આવશે” એવું પૂર્વપક્ષવચન ઉપર મુજબની દલીલથી નિરસ્ત જાણવું, કારણ કે સંરક્ષણભાવ બંનેમાં તુલ્ય હોય છે.
-
१. नामैको न द्रव्यतः, एको द्रव्यतोऽपि भावतोऽपि, एको न द्रव्यतोऽपि न भावतोऽपि । तत्राऽरक्तद्विष्टस्य धर्मोपकरणं द्रव्यतः परिग्रहो
न भावतः १। मूच्छितस्य तदसंप्राप्तौ भावतो न द्रव्यतः २, एवं चैव सम्प्राप्तौ द्रव्यतोऽपि भावतोऽपि ३, चरमभङ्गः पुनः शून्य ૪ રૂતિ