________________
૨૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૯ प्रमादेषु यो रागद्वेषो प्रमादत्वेनोपात्तौ तौ योगानां दुष्प्रणिधानजननद्वाराऽऽरंभिकीक्रियाहेतू ग्राह्यो, तयोश्च तथाभूतयोः फलोपहितयोग्यतया जीवघातं प्रति कारणत्वस्य कादाचित्कत्वेऽपि स्वरूपयोग्यतया तथात्वं सार्वदिकमेव । यद्यपि सामान्यतो रागद्वेषावप्रमत्तसंयतानामपि कदाचित्फलोपहितयोग्यतयापि जीवघातहेतू भवतस्तथापि तेषां तौ न प्रमादौ, यतनाविशिष्टया प्रवृत्त्या सहकृतयोस्तयोरारंभिकीक्रियाया अहेतुत्वात्, तदप्यनाभोगसहकृतयतनाविशिष्टयो रागद्वेषयोर्योगानां दुष्प्रणिधानजनने सामर्थ्याभावात्, सम्यगीर्यया प्रवृत्त्या तयोस्तथाभूतसामर्थ्यस्यापहरणात् । न चैवं प्रमत्तानां संभवति, तेषामयतनया विशिष्टयोस्तयोर्योगानामशुभताजनकत्वेनारम्भिकीक्रियाहेतुत्वाद् । अत एव प्रमत्तानां विनाऽपवादं जीवघातादिकं प्रमादसहकृतानाभोगजन्यम् । तदुक्तं दशवैकालिकवृत्तौ (अ. ४) - 'अयतनया चरन् प्रमादानाभोगाभ्यां प्राणिभूतानि हिनस्तीति ।' ततः संयतानां सर्वेषां द्रव्याश्रव एव भवति । तत्र प्रमत्तसंयतानामपवादपदप्रतिषेवणाऽवस्थायामाभोगेऽपि ज्ञानादिरक्षाऽभिप्रायेण
વિરોધવાળા છે. એટલે જ અહીં રાગ-દ્વેષ પણ જે પ્રમાદ તરીકે કહ્યા છે તે સામાન્યથી રાગ - દ્વેષ ન સમજવા, (કારણ કે તે તો અપ્રમત્તમાં પણ હોય છે), પણ યોગનું દુષ્મણિધાન કરવા દ્વારા આરંભિકીક્રિયાના હેતુ બનનાર રાગદ્વેષ જાણવા. આવાં તે બે (રાગ-દ્વેષ) જીવહિંસા પ્રત્યે ફળોપધાયક યોગ્યતાવાળા કારણ તરીકે ક્યારેક જ બનતાં હોવા છતાં સ્વરૂપયોગ્યકારણ રૂપે તો હંમેશા હોય જ છે. જો કે સામાન્યથી તો અપ્રમત્તસંયતના રાગદ્વેષ પણ ક્યારેક જીવઘાતના ફળોપધાયક યોગ્યતાવાળા કારણરૂપ બની જાય છે, છતાં પણ તેઓના ફળોપધાયક બનેલા પણ તે બે પ્રમાદરૂપ બનતા નથી, કેમ કે જયણાયુક્ત પ્રવૃત્તિથી સહકૃત એવા તે બે આરંભિકીક્રિયાના અહેતુ જ રહે છે, અર્થાત્ જયણાયુક્તપ્રવૃત્તિ તે રાગદ્વેષને આરંભિકીક્રિયાના હેતુ બનવામાં પ્રતિબંધક બને છે.) આવું પણ એટલા માટે છે કે અનાભોગ-સહકૃતજયણાયુક્ત રાગદ્વેષમાં યોગોનું દુષ્મણિધાન પેદા કરવાનું સામર્થ્ય હોતું નથી, કારણ કે સમ્યમ્ ઇર્યા (સમિતિ) યુક્ત પ્રવૃત્તિથી તે બેનું તેવું સામર્થ્ય દૂર કરાયેલું હોય છે. પ્રમત્તજીવોના રાગદ્વેષ આ રીતે પ્રમાદરૂપ ન બનવા સંભવતા નથી, કેમ કે તેના અજયણાથી યુક્ત એવા તે બે (રાગદ્વેષ) યોગોમાં અશુભત્વ લાવનાર હોઈ (એટલે કે યોગોનું દુષ્મણિધાન કરનાર હોઈ) આરંભિકી ક્રિયાના હેતુભૂત બને છે. તેથી જ પ્રમત્તજીવોથી અપવાદ સિવાય થયેલા જીવઘાતાદિ પ્રમાદસહકૃતઅનાભોગજન્ય હોય છે. દશવૈકાલિકસૂત્ર (અ. ૪) ની વૃત્તિમાં કહ્યું છે કે “અજયણાથી વિચરતો તે પ્રમાદ અને અનાભોગ (રૂપ કારણો) થી જીવોને હણે છે.” તેથી બધા સંયતોને દ્રવ્યાશ્રવ જ હોય છે એ વાત નક્કી થાય છે.
(પ્રમત્ત - અપ્રમત્તની દ્રવ્યાશ્રવપરિણતિના હેતુઓ પૂર્વપક્ષ) તેમાં પ્રમત્ત સંયતોને અપવાદપદે થતી પ્રતિસેવા વખતે આભોગ હોવા છતાં પણ જ્ઞાનાદિની