________________
કેવલીમાં દ્રવ્યહિંસા : યોગો અંગે વિચારણા
૨૭
<
या तु तेषामारंभिकी क्रिया सा न जीवघातजन्या, किन्तु प्रमत्तयोगजन्या 'सव्वो पमत्तजोगो आरंभोत्ति' वचनात्, अन्यथाऽऽरंभिकी क्रिया कस्यचित्प्रमत्तस्य कादाचित्क्येव स्यात्, तत्कारणस्य जीवघातस्य कस्यचित्कादाचित्कत्वात्, अस्ति चाऽऽरंभिकी क्रिया प्रमत्तगुणस्थानं यावदनवरतमेव । किञ्च यदि जीवघातेनाऽऽरंभिकी क्रिया भवेत्तदाऽपरोऽप्रमत्तो दूरे, उपशान्तवीतरागस्याप्यारंभिकी क्रिया वक्तव्या स्याद् अस्ति च तस्य सत्यपि जीवघाते ईर्यापथिक्येव क्रिया, इति न जीवघातात्संयतस्यारंभिकी क्रिया, किन्तु प्रमत्तयोगादिति स्थितम् ।
स च प्रमत्तो योगः प्रमादेर्भवति । ते च प्रमादा अष्टधा शास्त्रे प्रोक्ताः अज्ञानसंशयविपर्ययरागद्वेषमतिभ्रंशयोगदुष्प्रणिधानधर्मानादरभेदात् । ते चाज्ञानवर्जिताः सम्यग्दृष्टेरपि संभवन्तोऽतः प्रमत्तसंयतपर्यन्तानामेव भवन्ति न पुनरप्रमत्तानामपि प्रमादाप्रमादयोः सहानवस्थानात् । तेनेहाष्टसु
(સંયતની આરંભિકી ક્રિયા પ્રમત્તયોગજન્યા, નહિ કે જીવઘાતજન્યા - પૂર્વપક્ષ)
વળી સંયતોમાં જે આરંભિકી ક્રિયા હોય છે તે પણ જીવઘાતજન્ય હોતી નથી, કિન્તુ પ્રમત્તયોગજન્મ હોય છે એ વાત ‘સર્વ પ્રમત્તયોગ આરંભ છે' ઇત્યાદિ વચનથી જણાય છે. બાકી એ જો જીવઘાતજન્મ જ હોય તો આરંભિકી ક્રિયા કોઈક પ્રમત્તને ક્યારેક જ સંભવે, કારણ કે તેના કારણભૂત જીવઘાત કો'કને ક્યારેક જ હોય છે. અર્થાત્ જે પ્રમત્તથી જ્યારે જીવઘાત થાય ત્યારે જ તે પ્રમત્તમાં આરંભિકી ક્રિયા માની શકાય, અન્યદા નહિ. પણ એવું મનાતું તો નથી, કારણ કે પ્રમત્તગુણઠાણા સુધી એ ક્રિયાને નિરંતર માનેલી છે. વળી જો જીવઘાતથી આરંભિકી ક્રિયા થતી હોય તો તો બીજા અપ્રમત્તની વાત તો બાજુ પર રહી, ઉપશાન્તમોહી જીવમાં પણ આરંભિકી ક્રિયા માનવી પડશે, (કેમ કે એનાથી પણ જીવઘાત થઈ જાય છે.) જ્યારે તેનામાં તો જીવઘાત થવા છતાં પણ ઇર્યાપથિકી જ ક્રિયા માની છે. તેથી “કોઈ પણ સંયતમાં જીવઘાતના કારણે આરંભિકી-ક્રિયા હોતી નથી, પણ પ્રમત્તયોગના કારણે હોય છે’ તે વાત નક્કી થઈ.
(પ્રમત્તયોગ અંગે પૂર્વપક્ષ વિચારણા)
તે પ્રમત્તયોગ પ્રમાદોના કારણે પ્રવર્તે છે. પ્રમાદો શાસ્ત્રમાં આ આઠ પ્રકારે કહ્યા છે - અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ, દ્વેષ, મતિભ્રંશ, યોગદુપ્રણિધાન અને ધર્મનો અનાદર. અજ્ઞાન સિવાયના સાત પ્રમાદો તો સમ્યક્ત્વની હાજરીમાં પણ સંભવે છે. માટે એ સાત પ્રમાદો પ્રમત્તસંયતગુણઠાણા સુધીના જીવોમાં સંભવે છે, અપ્રમત્તજીવોમાં નહિ. તે પ્રમાદો અપ્રમત્ત જીવોમાં એટલા માટે સંભવતા નથી કે તેઓમાં તો અપ્રમાદ હોય છે, જ્યારે પ્રમાદ અને અપ્રમાદ સહઅનવસ્થાન (સાથે ન રહેવા રૂપ)
૨. સર્વ: પ્રમત્તયોગ આરમ્ભ કૃતિ ।