________________
કેવલીમાં દ્રવ્યહિંસા : દ્રવ્યાશ્રવપરિણતિ વિચાર
<0
प्रत्यक्षत्वेन त्वन्मतेऽगर्हणीयत्वात् तत्सामान्येऽनाभोगस्य हेतुत्वाभावात् । मोहाजन्यागर्हणीयपापेऽनाभोगस्यान्यत्र च तत्र मोहस्य हेतुत्वात्र दोषः इति चेत् ? न, गर्हणीयपापहेतोर्मोहस्यागर्हणीयपापहेतुत्वाभावाद्, अन्यथा तज्जन्यगर्हणीयागर्हणीयोभयस्वभावैकपापप्रसङ्गादिति न વિગ્વિવેત્ ।।૪૮ાા
द्रव्याश्रवस्य मोहजन्यत्वमेव व्यक्त्या निराकुर्वन्नाह
-
णियणियकारणपभवा दव्वासवपरिणई ण मोहाओ ।
इहरा दव्वपरिग्गहजुओ जिणो मोहवं हुज्जा ।।४९ ।। निजनिजकारणप्रभवा द्रव्यास्रवपरिणतिर्न मोहात् ।
इतरथा द्रव्यपरिग्रहयुतो जिनो मोहवान् भवेत् ।।४९।।
૨૫
द्रव्याश्रवाणां प्राणातिपातमृषावादादीनां परिणतिः निजनिजानि कारणानि यानि नोदनाऽभिघातादियोगव्यापारमृषाभाषावर्गणाप्रयोगादीनि तत्प्रभवा सती न मोहान्मोहनीयकर्मणो भवति मोह
ગર્હાપરાયણલોકોને અપ્રત્યક્ષ હોઈ તમારા મતે અગર્હણીય જ છે. તેથી દ્રવ્યહિંસાથી શૂન્ય એવું ‘માત્ર હિંસાના પરિણામ' રૂપ અભ્યન્તરપાપ પણ અગર્હણીય છે જેની પ્રત્યે અનાભોગ હેતુ નથી. કેમ કે અશુદ્ધ અધ્યવસાયરૂપ અગર્હણીયપાપ પ્રત્યે મોહ હેતુભૂત છે. - અગર્હણીયપાપ બે પ્રકારના છે, મોહથી જન્ય અને અજન્ય. તેમાં મોહથી અજન્ય અગર્હણીય પાપ પ્રત્યે અનાભોગ એ હેતુ છે અને તે સિવાયના અગર્હણીયપાપ પ્રત્યે મોહ હેતુભૂત છે. તેથી કોઈ દોષ નથી - એવું પણ ન કહેવું, કારણ કે ગર્હણીયપાપનો હેતુભૂત મોહ એ અગર્હણીયપાપનો હેતુ બની શકતો નથી. નહીંતર તો ‘તેનાથી ગર્હણીયઅગર્હણીય ઉભયસ્વભાવવાળું એકજાતીય પાપ જ થાય છે' એવું માનવાની આપત્તિ આવી પડશે.તેથી ‘વીતરાગને દ્રવ્યઆશ્રવનો અભાવ હોવો ઉક્ત વચનથી સિદ્ધ થાય છે' એવી વાત ફેંકી દેવા જેવી 9.118411
દ્રવ્યાશ્રવ મોહજન્ય હોવાની માન્યતાનું જ વ્યક્ત રીતે નિરાકરણ કરતાં ગ્રન્થકાર કહે છે - (દ્રવ્યાશ્રવપરિણતિ સ્વકારણજન્ય, નહિ કે મોહજન્ય)
ગાથાર્થ : દ્રવ્યાશ્રવપરિણતિ પોતપોતાની કારણસામગ્રીથી પેદા થયેલી હોય છે, મોહથી નહિ. નહીંતર તો દ્રવ્યપરિગ્રહથી યુક્ત એવા જિન મોહવાળા હોવાની આપત્તિ આવે.
પ્રાણાતિપાત-મૃષાવાદ વગેરે દ્રવ્યાશ્રવોની પરિણતિ પોતપોતાના – નોદન-અભિઘાત-સંયોગાદિરૂપ યોગવ્યાપાર, મૃષાભાષાવર્ગણાપ્રયોગ વગેરે રૂપ સ્વકારણોથી ઉત્પન્ન થાય છે. માટે એ મોહજન્ય