________________
કેવલીમાં દ્રવ્યહિંસા : ગર્હણીયકૃત્ય વિચાર
૨૩
परिनिष्ठतवचनमिदं यदेषो भवति क्षीणमोहे । उपशमश्रेण्यां पुनरेष परिनिष्ठितो न भवेत् ।।४७।।
1
परिणिट्ठियवयणमिणं ति । परिनिष्ठितवचनं संपूर्णफलवचनमेतद् यदेषोऽकरणनियमः क्षीणमोहे भवतीति । उपशमश्रेण्यां त्वयमकरणनियमः परिनिष्ठितो न भवेत्, तस्याः प्रतिपातस्य नियमात् तत्राकरणनियमवैशिष्ट्यासिद्धेः, परिनिष्ठितविशिष्टाकरणनियमाधिकारादेव क्षीणमोहादिर्वीतरागो वृत्तिकृता विवक्षित इति न कोऽपि दोष इति भावः । परिनिष्ठिताप्रतिषेवित्वफलभागित्वादेव च क्षीणमोहस्य कषायकुशीलादेर्विशेषोऽप्रतिषेवित्वं वा भगवतोऽभिधीयमानमपकृष्यमाणसकलपापाभावोपलक्षणमिति स्मर्त्तव्यम् ।।४७ ॥
ननु 'वीतरागो गर्हणीयं पापं न करोति' इति वचनाद् गर्हणीयपापाभावः क्षीणमोहस्य सिद्ध्यति, गर्हणीयं च पापं द्रव्याश्रव एव तस्य गर्हापरायणजनस्य प्रत्यक्षत्वाद् इति द्रव्याश्रवाभावस्तत्र सिद्ध एव । अत एव क्षीणमोहस्य कदाचिदनाभोगमात्रजन्यसंभावनारूढाश्रवच्छायारूपदोषसंभवेऽपि न
‘અકરણનિયમ ક્ષીણમોહજીવોમાં હોય છે' એવું વચન સંપૂર્ણફળવિષયક વચનરૂપ પરિનિષ્ઠિત વચન છે. ઉપશમશ્રેણિમાં આ અકરણનિયમ પરિનિષ્ઠિત હોતો નથી, કારણ કે તેમાંથી અવશ્ય પ્રતિપાત થતો હોવાથી તે અવસ્થામાં (જે પાછો ચાલ્યો ન જાય તેવો) વિશિષ્ટ પ્રકારનો અકરણનિયમ સિદ્ધ થયો હોતો નથી. જ્યારે ઉક્તસ્થળે તો પરિનિષ્ઠિતત્વવિશિષ્ટઅકરણનિયમનો જ અધિકાર છે. તેથી તેમાં ક્ષીણમોહ વગેરે વીતરાગની જ વૃત્તિકા૨ે વિવક્ષા કરી છે, ઉપશાન્તમોહની નહિ. માટે કોઈ દોષ નથી. પરિનિષ્ઠિત અપ્રતિસેવકત્વ રૂપ ફળની પ્રાપ્તિ થઈ હોવાથી જ ક્ષીણમોહી જીવ કષાયકુશીલાદિ કરતાં વિશેષતા ધરાવે છે એ ખ્યાલમાં રાખવું. અથવા તો ભગવાનનું આ જે અપ્રતિસેવકત્વ કહેવાય છે તે ઉત્તરોત્તર ગુણઠાણાઓમાં જે ઓછાં થતાં જતાં હોય તેવા સઘળાં પાપોના અભાવનું ઉપલક્ષણ છે, અર્થાત્ “તેઓમાં તેવા સઘળાં પાપોનો અભાવ હોય છે” એવું તે જણાવે છે એ યાદ રાખવું. ॥૪॥
(ક્ષીણમોહ જીવમાં ગર્હણીય દ્રવ્યઆશ્રવનો અભાવ-પૂર્વપક્ષ)
“વીતરાગ જીવ ગર્હણીય પાપ કરતો નથી” એ વચનથી ક્ષીણમોહી જીવમાં ગર્હણીય પાપોનો અભાવ સિદ્ધ થાય છે. દ્રવ્યઆશ્રવો જ ગર્હણીય પાપ છે, કારણ કે તેઓ જ ગર્ભાપરાયણલોકને પ્રત્યક્ષ હોઈ ગર્હાના વિષય બને છે. તેથી વીતરાગમાં દ્રવ્ય આશ્રવોનો અભાવ પણ સિદ્ધ જ છે. તેથી જ ક્ષીણમોહી જીવને ક્યારેક, અનાભોગમાત્રના કારણે થયેલ સંભાવનારૂઢ મૃષાવાદાદિ રૂપ જે આશ્રવો તેની છાયામાત્ર રૂપ દોષ સંભવવા છતાં (ગર્હણીયપાપાભાવના સિદ્ધાન્તની અવ્યાપ્તિ રૂપ) કોઈ વાંધો