________________
૨૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૬, ૪૭ त्ति । तथा च इतो वचनादप्रतिसेवाया जिनानां सिद्धिः, प्रतिषेवारूपपापस्यैव प्रवृत्तेः पूर्वगुणस्थानेष्वपकर्षतारतम्याज्जिनानां तदत्यन्तापकर्षसंभवाद्, न तु द्रव्यवधस्य प्रतिषेधः, तस्यापकर्षतारतम्यादर्शनाद्। न हि सम्यग्दृष्टिदेशविरत्यादियोगाज्जायमानायां द्रव्यहिंसायामपकर्षभेदो दृश्यते येन जिनेषु तदत्यन्ताभावः सिद्ध्येद्, अभ्यन्तरपापप्रतिषेवणे तु प्रतिगुणस्थानं महानेव भेदो दृश्यत इति केवलिनि तदत्यन्ताभावसिद्धिरनाबाधैवेति ।।४६।।
नन्वेवं वीतरागपदेनोपशान्तमोहोऽपि (उपदेशपद)वृत्तिकृता कथं न गृहीतः? तस्याप्यप्रतिषेवित्वाद् इत्याशङ्कायामाह -
परिणिट्ठियवयणमिणं जं एसो होइ खीणमोहंमि । उवसमसेढीए पुण एसो परिणिट्ठिओ ण हवे ।।४७।।
ઉદયમાં આવતી નથી એમ ક્ષીણમોહી વગેરેને અકરણનિયમનો પ્રકર્ષ પ્રાપ્ત થયે, પુનઃ પાપમાં પ્રવૃત્તિ થતી નથી.”
('ફ થી પ્રતિસેવનાના અભાવની સિદ્ધિ, નહિ કે દ્રવ્યહિંસાના) આમ આ વચન પરથી જિનોમાં અપ્રતિસેવાની સિદ્ધિ થાય છે. (દ્રવ્યહિંસાના અભાવની નહિ), કારણકે પ્રતિસેવારૂપ પાપની જ પ્રવૃત્તિઓનો પૂર્વ-પૂર્વ ગુણઠાણા કરતાં ઉત્તરોત્તર ગુણઠાણામાં વધુ ઘસારો દેખાતો હોવાથી કેવલીમાં તેના જ અત્યંત અપકર્ષ (સર્વથા અભાવ)નો સંભવ સિદ્ધ થાય છે, નહિ કે દ્રવ્યહિંસાના અત્યંત અપકર્ષનો. તે પણ એટલા માટે કે અવિરતસમ્યકત્વી - દેશવિરતિ વગેરે ઉત્તરોત્તર ગુણઠાણાવાળા જીવોના યોગથી થતી દ્રવ્યહિંસામાં કાંઈ તેવી ઉત્તરોત્તર હાનિ દેખાતી નથી કે જેથી કેવળીઓમાં તેની સંપૂર્ણ હાનિ (અત્યંતાભાવ) સિદ્ધ થઈ જાય. હિંસાની પરિણતિ વગેરે રૂપ અત્યંતર પાપની પ્રતિસેવામાં તો તે તે ગુણઠાણાઓમાં મોટો ભેદ દેખાય જ છે. તેથી કેવલીમાં તેના અત્યંત અભાવની સિદ્ધિ નિરાબાધ જ રહે છે. I૪૬ll
આ રીતે તો ઉપદેશપદના અધિકૃત શ્લોકમાં રહેલ “વીતરાગ' પદથી ઉપશાન્તમોહીનું પણ ગ્રહણ વૃત્તિકારે કેમ ન કર્યું? કારણ કે એ પણ અપ્રતિસેવી હોય છે એવી શંકાને મનમાં રાખીને પ્રથકાર કહે
( ૩ વીરો...' માં ઉપશાન્તમોહનું ગ્રહણ કેમ નહિ?) ગાથાર્થઃ “અકરણનિયમ ક્ષીણમોહ ગુણઠાણે હોય છે' એવું વચન પરિનિષ્ઠિત વચન છે. ઉપશમશ્રેણિમાં એ પરિનિષ્ઠિત હોતો નથી.