________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ ગણીયકૃત્ય વિચાર
૨૧ क्षयोपशमविशेषः, स च ग्रन्थिभेदादारभ्याऽऽक्षीणमोहं प्रवर्द्धते, यथा यथा च तत्प्रवृद्धिस्तथा तथा पापप्रवृत्त्यपकर्ष इति क्षीणमोहे मोहक्षयरूपस्याकरणनियमस्यात्यन्तोत्कर्षस्य सिद्धौ पापप्रवृत्तेरत्यन्तापकर्ष इति तत्र पापप्रवृत्त्यत्यन्ताभावः सिद्ध्यतीति सूत्रसन्दर्भेणैव तत्र (उपदेशपदे) स्फुटं प्रतीयते । તથાદિ
पावे अकरणणियमो पायं परतन्निवित्तिकरणाओ । णेओ य गंठिभेए भुज्जो तयकरणरूवो उ ।।६९५ ।। कियदन्तरे च - देसविरइगुणठाणे अकरणणियमस्स एव सब्भावो । सव्वविरइगुणठाणे विसिट्ठतरओ इमो होइ ।।७२९ ।। जं सो पहाणतरओ आसयभेओ अओ य एसो त्ति । एत्तोच्चिय सेढीए णेओ सव्वत्थवी एसो ।।७३० ।। एत्तो उ वीयरागो ण किंचि वि करेइ गरहणिज्जं तु । ता तत्तग्गइखवणाइकप्पमो एस विण्णेओ ।।७३१।।
જેવો વિશેષ પ્રકારનો ક્ષયોપશમ એ અકરણનિયમ છે. તે પ્રન્થિભેદથી માંડીને ક્ષીણમોહ ગુણઠાણા સુધી પ્રકર્ષ પામતો જાય છે. જેમ જેમ તે પ્રકર્ષ પામે છે. તેમ તેમ પાપપ્રવૃત્તિઓ ઓછી થતી જાય છે. ક્ષીણમોહ ગુણઠાણે અકરણનિયમનો મોહક્ષયરૂપ અત્યંત ઉત્કર્ષ થવાથી પાપપ્રવૃત્તિનો અત્યંત અપકર્ષ થાય છે. અર્થાત્ ત્યાં પાપપ્રવૃત્તિનો અત્યંત અભાવ થયો હોવો સિદ્ધ થાય છે. આ વાત આજુબાજુના સૂત્રસંદર્ભ પરથી ઉપદેશપદમાં જ સ્પષ્ટ રીતે જણાય છે. તે આ રીતે - ૬૯૫મી ગાથામાં કહ્યું છે કે – “અબ્રહ્મસેવન વગેરે રૂપ પાપ અંગે પૂર્વોક્ત સ્વરૂપવાળો અકરણનિયમ એ, ઘણું કરીને તે પરની=અન્ય દર્શનીઓની તે પાપથી નિવૃત્તિ કરનારો હોવાથી “અકરણનિયમ” કહેવાય છે. એને ગ્રન્થિભેદ થયે છતે પાપો ફરીથી ન કરવા રૂપ જાણવો.” વળી આગળ કહ્યું છે કે (૭૨૯-૭૩૧) “પરસ્ત્રી-પરપુરુષનો ત્યાગ વગેરે રૂપ અકરણનિયમની દેશવિરતિ ગુણઠાણે હાજરી હોય છે એ જણાવ્યું. અને એ અકરણનિયમ માવજજીવ માટે સમગ્ર પાપના ત્યાગરૂપે સર્વવિરતિ ગુણઠાણે વિશિષ્ટતર બને છે, કેમ કે તે સર્વવિરતિ પરિણામ વિશેષ સ્વરૂપ હોઈ અતિશય પ્રશસ્ત હોય છે અને તેના કારણે આ (અકરણનિયમ) પણ વિશેષ પ્રકારનો હોય છે. આ ઉત્તરોત્તર વિશિષ્ટતર આશયના કારણે જ શ્રેણિમાં પણ સર્વત્ર આ અકરણનિયમ (જે જે ક્ષીણ થાય છે તેને પુનઃ કરવાનું ન હોવાથી) જાણવો. આ અકરણનિયમના વિશિષ્ટ પ્રભાવે જ વીતરાગ જીવો જીવહિંસા વગેરરૂપ કાંઈ પણ ગહણીય કૃત્ય કરતાં નથી. તેથી તે તે ગતિની ક્ષપણા જેવો તે (અકરણનિયમને) જાણવો. એટલે કે જેમ ક્ષીણ થઈ ગયેલ નરકગતિ વગેરે પુનઃ
,
,
,
,
,
,
,
,
,
,
,
,
१. पापेऽकरणनियमः प्रायः परतन्निवृत्तिकरणात् । ज्ञेयश्च ग्रन्थिभेदे भूयस्तदकरणरूपस्तु । २. देशविरतिगुणस्थानेऽकरणनियमस्यैव सद्भावः। सर्वविरतिगुणस्थाने विशिष्टतरश्चायं भवति ॥
यत्स प्रधानतर आशयभेदोऽतश्च एष इति । इत एव श्रेण्यां ज्ञेयः सर्वत्राप्येषः॥ इतश्च वीतरागो न किञ्चिदपि करोति गर्हणीयं तु । ततस्तत्तद्गतिक्षपणादिविकल्प एष विज्ञेयः॥