________________
૧૯
કેવલીમાં દ્રવ્યહિંસાઃ ગહણીયકૃત્ય વિચાર प्रतिषेवापदविषयविभागेऽनाभोगजप्रतिषेवाया अपि परिगणनाद् । यदागमः (ठा. ७३३) दसविहा पडिसेवणा पण्णत्ता, तंजहा- दप्प १ प्पमाय २ ऽणाभोगे ३ आउरे ४ आवईइ(सु) ५ य । संकिए ६ सहसक्कारे ७ भय ८ प्पदोसा ९ य वीमंस १० त्ति ।। तस्माद् द्रव्यहिंसायाः प्रतिषेवणारूपत्वाभ्युपगमे तवाप्युपशान्तमोहस्य प्रतिषेवित्वं स्याद, इत्यप्रतिषेवित्वव्याप्ययथाख्यातचारित्रनिर्ग्रन्थत्वयोस्तत्र का प्रत्याशा? मोहोदयविशिष्टप्रतिषेवणत्वेनोत्सूत्रप्रवृत्तिहेतुमभ्युपगम्य वीतरागे मोहसत्ताजन्यप्रतिषेवणाऽऽश्रयणेऽपसिद्धान्तादिदोषा दुर्द्धरा एव प्रसज्येरन्, मोहोदयसत्ताजन्योत्सूत्रप्रवृत्तिहेतुप्रतिषेवणाभेदस्य क्वापि प्रवचनेऽश्रुतत्वात्, प्रत्युत कषायकुशीलादिपरिहारविशुद्धिकाद्युपरितननिर्ग्रन्थसंयमत्रयस्याप्रतिषेवित्वाभिधानाद् मोहोदयमात्रमपि न प्रतिषेवणाजनकमिति तत्सत्ताजन्यप्रतिषेवणवार्तापि दूरोत्सारितैवेति तस्या उत्सूत्रप्रवृत्तिहेतुत्वे मोहोदयविशिष्टत्वं तन्त्रमित्यत्र सूत्रसंमतिप्रदर्शनमत्यसमञ्जसं, ततः
શબ્દનો વિષય (વા) બનનાર વસ્તુઓના વિભાગમાં ગણેલી છે, જેમ કે ઠાણાંગ (૭૩૩) માં કહ્યું છે કે “દશપ્રકારે પ્રતિસેવના કહી છે. તે આ રીતે - દર્પથી, પ્રમાદથી, અનાભોગથી, આતુર (રોગી અવસ્થા)માં, આપત્તિમાં, શંકિત વસ્તુ અંગે, સહસાત્કારથી, ભયથી, પ્રષથી અને વિમર્શથી.” તેથી દ્રવ્યહિંસાને પ્રતિસેવનારૂપ જો માનશો તો ઉપશાન્તમોહીને પણ પ્રતિસેવક માનવા પડશે. અને તો પછી તેઓમાં અપ્રતિસેવકત્વવ્યાપ્ય એવા યથાખ્યાત ચારિત્રની અને નિર્ઝન્થત્વની હાજરીની તો આશા જ શી રાખવી? કેમ કે “જ્યાં જ્યાં યથાખ્યાત ચારિત્ર કે નિર્ઝન્થત્વ હોય ત્યાં ત્યાં અપ્રતિસેવકત્વ હોય તેવી વ્યાપ્તિ ભગવતીના ઉક્તસૂત્રથી સિદ્ધ થયેલી છે. વળી- “યથાખ્યાત ચારિત્રાદિની પ્રતિબંધક એવી ઉસૂત્રપ્રવૃત્તિ પ્રતિસેવનામાત્રથી જન્ય હોતી નથી, પણ જે મોહોદય સહકત હોય એવી વિશિષ્ટ પ્રતિસેવનાથી જન્ય હોય છે. તેથી ઉપશાન્તમોહીને મોહસત્તાજન્ય પ્રતિસેવના હોવામાં કોઈ વાંધો નથી.” ઇત્યાદિ તમે જે કહ્યું તેમાં તો અપસિદ્ધાન્ત (સિદ્ધાન્તવિરોધ) વગેરે દુર્ધર દોષો રહ્યા છે, કેમ કે પ્રતિસેવનાના (૧) મોહોદયજન્ય અને ઉસૂત્રપ્રવૃત્તિના હેતુભૂત એવી પ્રતિસેવના, (૨) મોહસત્તામાત્રજન્ય અને ઉત્સુત્ર પ્રવૃત્તિના અહેતુભૂત એવી પ્રતિસેવના ઇત્યાદિ ભેદ આગમમાં ક્યાંય સાંભળવા મળતાં નથી. ઊલટું આગમમાં તો નિર્ચન્થના કષાયકુશીલ વગેરે રૂપ ઉપલા ત્રણ ભેદોમાં અને સંયમના પરિહારવિશુદ્ધિ વગેરે રૂપ ઉપલા ત્રણ ભેદોમાં તો અપ્રતિસેવકત્વ (પ્રતિસેવનાનો અભાવ) જ કહ્યું છે. બાકી મોહનો ઉદયમાત્ર પણ પ્રતિસેવનાનો જનક નથી તો તેની સત્તા માત્રથી પ્રતિસેવના ઉત્પન્ન થઈ જાય એ વાત તો દૂર જ રહે છે, એટલે મોહસત્તાજન્યપ્રતિસેવના જેવી તો કોઈ બાદબાકી કરવા યોગ્ય ચીજ જ નથી કે જેની બાદબાકી કરવા “મોહોદયવિશિષ્ટપ્રતિસેવના ઉસૂત્રપ્રવૃત્તિ હેતુ છે ઇત્યાદિમાં
१. दशविधाः प्रतिसेवणाः प्रज्ञप्ताः तद्यथा- दर्पप्रमादानाभोगे आतुरे आपत्सु च । शङ्किते सहसात्कारे भयात्प्रद्वेषाद्विमर्शाच्च ।
(થાની સૂ૦ ૭૩૩)