SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : ગર્હણીયકૃત્ય વિચાર ૨૩ परिनिष्ठतवचनमिदं यदेषो भवति क्षीणमोहे । उपशमश्रेण्यां पुनरेष परिनिष्ठितो न भवेत् ।।४७।। 1 परिणिट्ठियवयणमिणं ति । परिनिष्ठितवचनं संपूर्णफलवचनमेतद् यदेषोऽकरणनियमः क्षीणमोहे भवतीति । उपशमश्रेण्यां त्वयमकरणनियमः परिनिष्ठितो न भवेत्, तस्याः प्रतिपातस्य नियमात् तत्राकरणनियमवैशिष्ट्यासिद्धेः, परिनिष्ठितविशिष्टाकरणनियमाधिकारादेव क्षीणमोहादिर्वीतरागो वृत्तिकृता विवक्षित इति न कोऽपि दोष इति भावः । परिनिष्ठिताप्रतिषेवित्वफलभागित्वादेव च क्षीणमोहस्य कषायकुशीलादेर्विशेषोऽप्रतिषेवित्वं वा भगवतोऽभिधीयमानमपकृष्यमाणसकलपापाभावोपलक्षणमिति स्मर्त्तव्यम् ।।४७ ॥ ननु 'वीतरागो गर्हणीयं पापं न करोति' इति वचनाद् गर्हणीयपापाभावः क्षीणमोहस्य सिद्ध्यति, गर्हणीयं च पापं द्रव्याश्रव एव तस्य गर्हापरायणजनस्य प्रत्यक्षत्वाद् इति द्रव्याश्रवाभावस्तत्र सिद्ध एव । अत एव क्षीणमोहस्य कदाचिदनाभोगमात्रजन्यसंभावनारूढाश्रवच्छायारूपदोषसंभवेऽपि न ‘અકરણનિયમ ક્ષીણમોહજીવોમાં હોય છે' એવું વચન સંપૂર્ણફળવિષયક વચનરૂપ પરિનિષ્ઠિત વચન છે. ઉપશમશ્રેણિમાં આ અકરણનિયમ પરિનિષ્ઠિત હોતો નથી, કારણ કે તેમાંથી અવશ્ય પ્રતિપાત થતો હોવાથી તે અવસ્થામાં (જે પાછો ચાલ્યો ન જાય તેવો) વિશિષ્ટ પ્રકારનો અકરણનિયમ સિદ્ધ થયો હોતો નથી. જ્યારે ઉક્તસ્થળે તો પરિનિષ્ઠિતત્વવિશિષ્ટઅકરણનિયમનો જ અધિકાર છે. તેથી તેમાં ક્ષીણમોહ વગેરે વીતરાગની જ વૃત્તિકા૨ે વિવક્ષા કરી છે, ઉપશાન્તમોહની નહિ. માટે કોઈ દોષ નથી. પરિનિષ્ઠિત અપ્રતિસેવકત્વ રૂપ ફળની પ્રાપ્તિ થઈ હોવાથી જ ક્ષીણમોહી જીવ કષાયકુશીલાદિ કરતાં વિશેષતા ધરાવે છે એ ખ્યાલમાં રાખવું. અથવા તો ભગવાનનું આ જે અપ્રતિસેવકત્વ કહેવાય છે તે ઉત્તરોત્તર ગુણઠાણાઓમાં જે ઓછાં થતાં જતાં હોય તેવા સઘળાં પાપોના અભાવનું ઉપલક્ષણ છે, અર્થાત્ “તેઓમાં તેવા સઘળાં પાપોનો અભાવ હોય છે” એવું તે જણાવે છે એ યાદ રાખવું. ॥૪॥ (ક્ષીણમોહ જીવમાં ગર્હણીય દ્રવ્યઆશ્રવનો અભાવ-પૂર્વપક્ષ) “વીતરાગ જીવ ગર્હણીય પાપ કરતો નથી” એ વચનથી ક્ષીણમોહી જીવમાં ગર્હણીય પાપોનો અભાવ સિદ્ધ થાય છે. દ્રવ્યઆશ્રવો જ ગર્હણીય પાપ છે, કારણ કે તેઓ જ ગર્ભાપરાયણલોકને પ્રત્યક્ષ હોઈ ગર્હાના વિષય બને છે. તેથી વીતરાગમાં દ્રવ્ય આશ્રવોનો અભાવ પણ સિદ્ધ જ છે. તેથી જ ક્ષીણમોહી જીવને ક્યારેક, અનાભોગમાત્રના કારણે થયેલ સંભાવનારૂઢ મૃષાવાદાદિ રૂપ જે આશ્રવો તેની છાયામાત્ર રૂપ દોષ સંભવવા છતાં (ગર્હણીયપાપાભાવના સિદ્ધાન્તની અવ્યાપ્તિ રૂપ) કોઈ વાંધો
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy