________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૪૫ कृत्यं गर्हणीयं प्राणातिपातादिकर्म न भवति कस्यापि प्राणिनः। तदुक्तमुपदेशपदे (७३१) - 'इत्तो उ वीयरागो ण किंचि वि करेइ गरहणिज्जंतु' त्ति। एतद्वृत्त्येकदेशो यथा - 'इतस्तु=इत एवाकरणनियमात्प्रकृतरूपाद्, वीतरागः क्षीणमोहादिगुणस्थानवर्ती मुनिः, न नैव, किञ्चिदपि करोति जीवघातादिकं सर्वं गर्हणीयं त्ववद्यं देशोनपूर्वकोटीकालं जीवनपीति' । इति हेतोः सा हिंसा जिनानां विगलितसकलगर्हणीयकर्मणां क्षीणमोहवीतरागाणां न भवतीति तव मतिः, केवलं भावप्राणातिपातनिषेधापेक्षया सविषया स्याद्, द्रव्यवधे तु निर्विषया भवति, तस्याशक्यपरिहारत्वेनागर्हणीयत्वात्, द्रव्यभावोभयरूपस्य केवलभावरूपस्य च प्राणातिपातादेव्रतभङ्गरूपत्वेन शिष्टलोकगर्हणीयत्वाद्, अशिष्टगर्हायाश्चाप्रयोजकत्वात् । क्रूरकर्माणो हि 'न स्वयंभूरयं किन्तु मनुष्य इति कथमस्य देवत्वम्? कवलाहारवतो वा कथं केवलित्वम्?' इत्यादिकां भगवतोऽपि गहाँ कुर्वन्त्येवेति । न चेदेवं तदोपशान्तमोहगुणस्थानवर्तिनो गर्हणीयप्राणातिपाताद्यभ्युपगमे यथाख्यातचारित्रविलोपप्रसङ्गः ।
હોતું નથી. ઉપદેશપદ(૭૩૧)માં કહ્યું છે કે “પ્રસ્તુતમાં કહી ગયા તેવા અકરણનિયમના કારણે ક્ષણમોહ વગેરે ગુણઠાણે રહેલા વીતરાગ મુનિ દેશોનપૂર્વક્રોડ સુધી જીવવા છતાં જીવહિંસા વગેરે રૂપ કોઈ ગઈણીય કાર્ય કરતા નથી.” તેથી જેઓના બધા ગર્દકાર્યો રુંધાઈ ગયા છે, તેવા ક્ષણમોહવીતરાગ જીવોને જીવહિંસા હોતી નથી. - આવી તમારી માન્યતા માત્ર “ભાવહિંસા તેઓને હોતી નથી.” એટલો નિષેધ કરવાની અપેક્ષાએ વિષયવાળી બને છે. અર્થાતુ આવી માન્યતાથી તેઓમાં માત્ર ભાવહિંસાનો જ નિષેધ થાય છે. દ્રવ્યવધની અપેક્ષાએ તો એ નિર્વિષય જ બને છે, અર્થાત્ તેનાથી તેઓમાં દ્રવ્યહિંસાનો નિષેધ થઈ શકતો નથી. કારણ કે દ્રવ્યહિંસા અશક્યપરિહારરૂપ હોઈ ગઈણીય હોતી નથી. તે પણ એટલા માટે કે દ્રવ્ય-ભાવઉભયરૂપ હિંસા કે માત્ર ભાવરૂપ હિંસા વગેરે વ્રતભંગસ્વરૂપ હોઈ શિષ્ટલોકોને ગહણીય હોય છે, માત્ર દ્રવ્યરૂપ હિંસા વગેરે નહિ. અશિષ્ટલોકોને માત્ર દ્રવ્યહિંસા વગેરે પણ ગણીય હોય તો એટલા માત્રથી કાંઈ કેવળીઓમાં તેનો નિષેધ થઈ શકતો નથી, કેમ કે અશિષ્ટલોકોએ કરેલી ગહ વાસ્તવિક ગણીયત્વની અપ્રયોજક હોય છે. કારણ કે ક્રૂરકર્મવાળા તેઓ તો “આ સ્વયંભૂ નથી પણ મનુષ્ય જ છે તેથી એ દેવ શેના?” અથવા “કવલાહારવાળા જીવમાં કેવલીપણું શી રીતે હોય?” ઇત્યાદિરૂપે ભગવાનની પણ ગઈ કરે જ છે. (એટલા માત્રથી ભગવાન કંઈ વાસ્તવિક ગણીય બની જતા નથી.) વળી માત્ર દ્રવ્યહિંસા જો અગહણીય ન હોય તો ઉપશાન્તમોહ ગુણઠાણે રહેલા મુનિમાંથી યથાખ્યાત ચારિત્રનો વિલોપ થઈ જવાની આપત્તિ આવે, કેમ કે તેઓમાં તો તમે પણ દ્રવ્યહિંસા (કે જે તમારા મતે ગહણીય છે તે) માની જ છે.
१. इतस्तु वीतरागो न किञ्चिदपि करोति गर्हणीयं तु ।