________________
કેવલીમાં દ્રવ્યહિંસા : ગર્હણીયકૃત્ય વિચાર
૧૫
नियतकारणसामग्र्यन्तर्भूतत्वेन दृष्टत्वाद्, द्वितीये विवक्षितजीवरक्षार्थं केवलिनः प्रयत्न एव न भवेत्, केवलिना तत्सामग्र्यनन्तर्भूतत्वेन दृष्टत्वादिति न च प्रयत्नं कुर्वताऽपि रक्षितुं नं पारितः' इति वचनं छद्मस्थसंयतमधिकृत्यैव - इति कल्पनाऽप्यपास्ता, स्वव्यवहारविषयनियतत्वेनैव केवलिना स्वप्रयत्नस्य दृष्टत्वादिति दिक् ।। ४४ ।।
-
ननु जीवहिंसा गर्हणीयाऽगर्हणीया वा ? अन्त्ये लोकलोकोत्तरव्यवहारबाधः । आद्ये च गर्हणीयं कृत्यं भगवतो न भवतीति भगवतस्तदभावसिद्धिः - इत्याशङ्कायामाह
खणे मोहे णियमा गरहाविसओ ण होइ किच्चति ।
साण जाणंतिमई दव्ववहे होइ णिव्विसया ।। ४५ ।। क्षीणे मोहे नियमाद् गर्हाविषयो न भवति कृत्यमिति ।
सा न जिनानामिति मतिर्द्रव्यवधे भवति निर्विषया ।। ४५ ।।
खीणे मोहेति । क्षीणे मोहे - निस्सत्ताकीभूते मोहनीयकर्मणि, नियमात् - निश्चयेन गर्हाविषयः
તેવા પ્રયત્નને તેઓ જીવરક્ષા માટે ન જ કરે એ વાત નિઃશંક છે. માટે જેનાથી જીવરક્ષા થવાની નથી એવો જીવરક્ષાનો પ્રયત્ન છદ્મસ્થને જ સંભવિત હોઈ 7 7 પ્રયત્રં ઇત્યાદિ વચન પણ છદ્મસ્થસંયતને આશ્રીને જ છે.
ઉત્તરપક્ષ : આવી તમારી કલ્પના પણ નિરસ્ત જાણવી, કેમ કે કેવલી પોતાના પ્રયત્નને સ્વવ્યવહારના વિષયમાં નિયત તરીકે જ જુએ છે. અર્થાત્ જીવરક્ષાદિ અંગે પોતાનો જે ઉલ્લંઘનાદિ વ્યવહાર હોય તે વિશે પોતાનો પ્રયત્ન અવશ્ય થવાનો છે એવું જોયું હોય છે. અને તેથી એ રીતે જ પ્રયત્ન કરે છે તેમજ તે પ્રયત્ન સફળ પણ થાય જ છે. II૪૪॥
(કંઈ હિંસા ગર્હણીય ? દ્રવ્ય કે ભાવ ?)
જીવહિંસા ગર્હણીય છે કે અગહણીય ? લૌકિક અને લોકોત્તર વ્યવહારનો બાધ થતો હોવાથી અગર્હણીય તો માની શકાતી નથી. તેથી ગર્હણીય માનીએ તો ભગવાનને તેનો અભાવ હોય છે એ સિદ્ધ
થઈ જાય છે, કેમ કે ભગવાન્ ગર્હાકાર્ય કરતાં નથી. આવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ : મોહ ક્ષીણ થએ છતે ગર્હાના વિષયભૂત કૃત્ય હોતું નથી. તેથી કેવલીને જીવહિંસા હોતી નથી, આવી માન્યતા દ્રવ્યવધમાં નિર્વિષય બની જાય છે.
મોહનીય કર્મ સત્તામાંથી ઉખડી ગયા પછી કોઈપણ જીવને ગઈવિષયભૂત હિંસાદિકાર્ય નિયમા
૨. અયં ‘ન’રોધિજો માતિ ।