________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ વર્જનાભિપ્રાયનો વિચાર कारित्वप्रतिपादनार्थं 'न च प्रयत्नं कुर्वताऽपि रक्षितुं पारितः' इत्युक्तमित्यपरे ।
यत्तु 'वर्जनाऽभिप्राये सत्यनाभोगवशेन जायमानो जीवघातो द्रव्यहिंसात्मको न कर्मबन्धहेतुः, वर्जनाऽभिप्रायस्य कारणं तु 'जीवघाते नियमेन दुर्गतिहेतुकर्मबन्धो भवती'त्यभिप्राय एव, अन्यथा सुगतिहेतुषु ज्ञानादिष्वपि वर्जनाऽभिप्रायः प्रसज्येत । केवलिनस्तु वर्जनाऽभिप्रायो न भवत्येव, सर्वकालं सामायिकसातवेदनीयकर्मबन्धकत्वेन दुर्गतिकर्मबन्धाभावस्य निर्णीतत्वात् । तस्माज्जीवघातस्तज्जनितकर्मबन्धाभावश्चेत्युभयमप्यनाभोगवन्तं संयतलोकमासाद्यैव सिद्ध्यति', इति परस्य मतं तदसद्, वर्जनाऽभिप्रायस्य भगवतः प्रज्ञापनावृत्तावेवोक्तत्वात्, स्वकीयदुर्गतिहेतुकर्मबन्धहेतुत्वाज्ञानेऽपि स्वरूपेण वर्जनीये
પણ થઈ જતો જીવઘાત સાંપરાયિક કર્મબંધને અટકાવી ઈર્યાપથપ્રત્યયિક કર્મબંધનો જનક બને એમાં જયણા પરિણામ સહકારી બને છે.” એવું જણાવવા માટે “ર = પ્રયત્ન' ઇત્યાદિ કહ્યું છે.”
(કેવલીને પાપકર્મબંધાભાવનો નિર્ણય હોવાથી વર્જનાભિપ્રાય ન હોયઃ પૂર્વપક્ષ) પૂર્વપક્ષઃ “હું આ જીવહિંસાને વજુ ઇત્યાદિરૂપ વર્જનાભિપ્રાયની હાજરીમાં અનાભોગવશાત્ થઈ જતો જીવઘાત દ્રવ્યહિંસારૂપ હોઈ કર્મબંધનો હેતુ બનતો નથી. વર્જનાભિપ્રાય ઊભો થવાનું કારણ તો “જીવઘાત જો થાય તો અવશ્ય દુર્ગતિના હેતુભૂત કર્મબંધ થાય છે આવા અભિપ્રાયને જ માનવું પડે છે, કેમકે નહીંતર તો સુગતિના હેતુભૂત જ્ઞાનાદિ વિશે પણ વર્જનાભિપ્રાય ઊભો થઈ જાય. તેથી કેવળીઓને તો ક્યારેય વર્જનાભિપ્રાય સંભવતો જ નથી, કેમ કે તેઓને તો હમેશાં ‘મારે તો એક સમય સ્થિતિવાળો શાતાવેદનીય કર્મબંધ જ થતો હોવાથી દુર્ગતિના હેતુભૂત કર્મબંધ હોતો જ નથી' એવો નિશ્ચય હોય છે. અર્થાત્ તેઓને તે કર્મબંધ કે દુર્ગતિગમન રૂપ અનિષ્ટનો સંભવ જ ન હોવાથી જીવહિંસા વગેરેને વર્જવાનો અભિપ્રાય ઊભો થતો નથી.) તેથી કેવલીને, જો જીવઘાત થતો હોય તો એ તો કર્મબંધનો હેતુ બની જ જાય. (કારણ કે વર્જનાભિપ્રાયની હાજરીમાં જ તે કર્મબંધનો જનક બનતો નથી). પણ કેવલીને (સાંપરાયિક) કર્મબંધ તો હોતો નથી, તેથી માનવું પડે છે કે કેવળીને જીવઘાત જ હોતો નથી. અને તેથી જ જીવઘાતથી થનાર સાંપરાયિક કર્મબંધનો કેવલીને જે અભાવ હોય છે તે વર્જનાભિપ્રાયની હાજરીના કારણે થયેલો હોતો નથી. (પણ જીવઘાતના અભાવના કારણે થયેલો હોય છે.) તેથી વર્જનાભિપ્રાયને આગળ કરીને, સૂત્રમાં જે જીવઘાત અને કર્મબંધાભાવ કહ્યા છે તે અનાભોગયુક્ત સંયતજીવોની અપેક્ષાએ જ સંભવે છે એ માનવું જોઈએ.
(અષણીય વગેરેનો વર્જનાભિપ્રાય હોવો શાસ્ત્રસિદ્ધ - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ: તમારો આવો મત ખોટો છે, કારણ કે કેવલી ભગવાનને વર્જનાભિપ્રાય હાજર હોય છે એવું પ્રજ્ઞાપનાવૃત્તિમાં જ કહ્યું છે. “જીવહિંસા વગેરે મને દુર્ગતિમાં ધકેલી શકે એવા કર્મબંધના હેતુ બની શકતા નથી એવું જાણવા છતાં અને તેથી પોતાને માટે ફળતઃ વર્શનીય નહિ એવી પણ) જીવહિંસા