________________
૧૪
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૪૪ वर्जनाऽभिप्रायस्य भगवत उचितप्रवृत्तिप्रधानसामयिकफलमहिम्नैव संभवाद्, अन्यथाऽनेषणीयपरिहाराभिप्रायोऽपि भगवतो न स्याद्, अनेषणीयस्यापि स्वापेक्षया क्लिष्टकर्मबन्धहेतुत्वानिश्चयात्, तथा च तत्थ णं रेवतीए गाहावइणीए मम अट्ठाए दुवे कवोअसरीरा उवक्खडिया तेहिं णो अट्ठो त्ति' अनेषणीयपरिहाराभिप्रायाभिव्यञ्जकं प्रज्ञप्तिसूत्रं (श. १५) व्याहन्येत, तस्माद्यथोचितकेवलिव्यवहारानुसारेण वर्जनाद्यभिप्रायस्तस्य संभवत्येव, प्रयत्नसाफल्यं तु शक्यविषयापेक्षया न त्वितरापेक्षयेति मन्तव्यम् । एतेन-'केवलज्ञानोत्पत्तिसमय एव केवलिना सर्वकालीनं सर्वमपि कार्यं नियतकारणसामग्रीसहितमेव दृष्टं, तत्र केवलिना निजप्रयत्नोऽपि विवक्षितजीवरक्षाया नियतकारणसामग्र्यामन्तर्भूतो दृष्टोऽनन्तर्भूतो वा? आद्ये केवलिप्रयत्नस्य वैफल्यं न स्यात्, तस्य तस्या
વગેરે રૂપ જે બાબતો સ્વરૂપત વર્જનીય હોય છે તેમાં ભગવાનનો વર્જનાભિપ્રાય ઉચિતપ્રવૃત્તિની પ્રધાનતાવાળા સામાયિક ફળના પ્રભાવે જ સંભવે છે. (પછી ભલેને જીવહિંસા વગેરેથી પોતાનું અનિષ્ટ થવાનો ભય ન પણ હોય!) નહીંતર તો ભગવાનને અષણીય (અકથ્ય) પિંડનો પરિહાર કરવાનો અભિપ્રાય પણ માની શકાશે નહિ, કારણ કે પોતાની અપેક્ષાએ તો અનેષણીય પિંડનો પણ ક્લિષ્ટ કર્મબંધના અહેતુ તરીકે જ નિશ્ચય થયો હોય છે. અને તો પછી ત્યાં ગાથાપતિની સ્ત્રી રેવતીએ મારા માટે બે કૂષ્માંડ ફળ રાંધ્યા છે તેનું મારે પ્રયોજન નથી (અર્થાત્ તે ન લાવવા).' ઇત્યાદિ વચનથી અષણીય પરિવારના અભિપ્રાયને વ્યક્ત કરનાર પ્રજ્ઞપ્તિના પંદરમાં શતકનું સૂત્ર હણાઈ જાય. તેથી યથોચિત કેવલીવ્યવહારને અનુસરીને વર્જનાદિઅભિપ્રાયનો તેઓમાં પણ સંભવ હોય જ છે. અને એ અભિપ્રાયપૂર્વક જ તેઓનો ઉલ્લંઘન - પ્રલંઘનાદિ પ્રયત્ન હોય છે, જે શક્યવિષયની અપેક્ષાએ સફળ હોય છે, બીજા વિષયની અપેક્ષાએ નહિ એ વાત સ્વીકારવી જોઈએ...
(કેવલીએ સ્વપ્રયત્નને કેવો જોયો હોય?) પૂર્વપક્ષ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય એ જ સમયે કેવલીને સર્વકાલીન સર્વ કાર્યો પોતપોતાની નિયતકારણસામગ્રીયુક્ત દેખાઈ જાય છે. તેમાં કેવલીને પોતાનો પ્રયત્ન પણ વિવક્ષિત (અશક્યપરિહારરૂપ જીવહિંસાન્થલીય) જીવની રક્ષારૂપ કાર્યની નિયતકારણ સામગ્રીમાં અંતર્ભત (સામેલ) તરીકે દેખાયો હોય કે અનંતર્ભત (સામેલ નહિ) ? પહેલો વિકલ્પ માનવામાં તેઓનો પ્રયત્ન નિષ્ફળ ન બની શકે, કારણ કે તે પ્રયત્ન જીવરક્ષાની નિયતકારણસામગ્રીમાં અંતર્ભત દેખાયો છે. (કવળીએ જેને જીવરક્ષાના નિયતકારણ તરીકે જોયો છે તેવા સ્વપ્રયત્નથી જીવરક્ષા થવી જ જોઈએ એ વાત સ્પષ્ટ જ છે.) બીજો વિકલ્પ માનવામાં વિવક્ષિત જીવરક્ષા માટે કેવલીનો પ્રયત્ન જ ન સંભવે, કેમ કે કેવલીએ તેને તેની સામગ્રીમાં અનંતભૂત (અનુપાય) તરીકે જોયો છે. કેવળીએ જેને જીવરક્ષાના અકારણ તરીકે જોયો હોય
- - १. तत्र च रैवत्या गाथापतिन्या मदर्थ द्वे कपोतशरीरे (कूष्माण्डफले) उपस्कृते ताभ्यां नार्थ इति ।
-
-
-
-
-
-