________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૪૪ स्वोपघाताय' इति न्यायप्रसङ्गः, एवं ह्यशक्यपरिहारजीवहिंसास्थलेऽपि साध्वाचारविशेषपरिपालनार्थस्य भगवत्प्रयत्नस्य सार्थक्यसिद्धौ ‘संचेययओ अ जाइं सत्ताई जोगं पप्प विणस्संति' इत्यत्र छद्मस्थ एवाधिकृत इति स्वप्रक्रियाभङ्गप्रसङ्गात् । तस्मादाभोगादनाभोगाद्वा जायमानायां हिंसायां प्राणातिपातप्रत्ययकर्मबन्धजनकयोगशक्तिविघटनं यतनापरिणामेन क्रियते इत्येतदर्थप्रतिपादनार्थं 'न च प्रयत्नं कुर्वताऽपि रक्षितुं पारितः' इत्युक्तम् । अत एव सूत्रेऽपीत्थमेव व्यवस्थितं, तथाहि
"वज्जेमित्ति परिणओ संपत्तीए विमुच्चई वेरा । अवहंतो वि ण मुच्चइ किलिट्ठभावोऽतिवायस्स ।।" (મો.નિ. દ૨) તિા.
एतद्वृत्तिर्यथा- "वर्जयाम्यहं प्राणातिपातादीत्येवं परिणतः सन् संप्राप्तावपि कस्य? अतिपातस्य प्राणिप्राणविनाशस्येत्युपरिष्टात्संबंधः, तथाऽपि विमुच्यते वैरात् कर्मबन्धाद् । यस्तु पुनः क्लिष्टपरिणामः सोऽव्यापादयन्नपि न मुच्यते वैरादिति ।" ज्ञात्वा जीवघातस्येर्यापथप्रत्ययकर्मबन्धजनने यतनापरिणामस्य सह
પોતાને મારનારું બને એવો ઘાટ ઘડાશે, કારણ કે આ રીતે તો અશક્યપરિહારવાળી જીવહિંસા સ્થળે પણ કેવલી ભગવાનનો પ્રયત્ન સાધ્વાચારવિશેષના પરિપાલનના પ્રયોજનવાળો જ હોવાથી સાર્થક હોવો સિદ્ધ થઈ જ જાય છે. અને તેથી ‘ યો ગ ગાઉં સત્તારૂં....' ઇત્યાદિ ઓઘનિર્યુક્તિ ગાથામાં છબસ્થનો જ અધિકાર છે એવી તમારી પ્રક્રિયા ઊડી જાય છે, કેમ કે જીવરક્ષા ન થાય તો કેવલીનો પ્રયત્ન નિષ્ફળ થવાની આપત્તિ આવે એવા ભયથી તમે ત્યાં કેવલીનો પણ અધિકાર હોવો માનવા રાજી નથી. પણ ઉક્ત રીતે સાર્થક્ય માનવાથી એ આપત્તિ જ રહેતી નથી તો પછી “કેવલીનો ત્યાં અધિકાર નથી' એવું શા માટે માનવું? આમ ત્યાં કેવલીનો પણ અધિકાર હોવો અબાધિત છે તો ‘પ્રયત્ન યુર્વતાપિ..' ઇત્યાદિ વાક્ય “અનાભોગના કારણે તે જીવહિંસા થઈ છે (અને તેથી એમાં કેવલીનો અધિકાર નથી) એવું જણાવવાના તાત્પર્યમાં નથી કહેવાયું” એ વાત સ્પષ્ટ છે. ઉક્ત વાક્ય તો એ જણાવવાના તાત્પર્યમાં કહેવાયું છે કે “આભોગથી કે અનાભોગથી થઈ જતી તે હિંસામાં પ્રાણનાશ નિમિત્તે થનાર કર્મબંધની ઉત્પાદક જે શક્તિ યોગમાં હોય છે તેનો જયણાના પરિણામથી નાશ કરાય છે (અને તેથી તાદશ કર્મબંધ થતો નથી)” તેથી જ સૂત્રમાં પણ આવી જ વ્યવસ્થા દેખાય છે. જેમ કે ઓઘનિર્યુક્તિ (૬૧)માં કહ્યું છે કે “જીવહિંસા વગેરેને વજું એવા પરિણામવાળો થયેલો જીવપ્રાણાતિપાત થવા છતાં કર્મબંધરૂપ વૈરથી મુક્ત રહે છે. જયારે ક્લિષ્ટ પરિણામવાળો થયેલો જીવ તો જીવને કદાચ ન મારે તો પણ કર્મબંધથી છૂટી શકતો નથી.” વળી બીજાઓનો અભિપ્રાય તો એવો છે કે “જાણ્યા પછી
- - - - - - - - - - - - - - - - - १. संचेतयतश्च यानि सत्त्वानि योगं प्राप्य विनश्यन्ति । २. वर्जयामीति परिणतः सम्प्राप्तौ विमुच्यते वैरात् । अव्यापादयन्नपि न मुच्यते क्लिष्टभावोऽतिपातस्य ॥
-
-
-
-
-
-