________________
૧૧
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જીવરક્ષાપ્રયત્નનો વિચાર तदनाभोगश्च निर्ग्रन्थस्य तद्विघटक इति वक्रः पन्थाः समाश्रीयते तदा प्रेक्षावतामुपहासपात्रताऽऽयुष्मतः, यत एवमनुपायादेव तस्य तद्रक्षाभाव इति वक्तव्यं स्यात्, न तूपायानाभोगादिति, कारणवैकल्यमेव हि कार्यविघटने तन्त्रं, न तु कारणज्ञानवैकल्यमपि । न च केवलियोगानां स्वरूपत एव जीवरक्षाहेतुत्वमित्यपि युक्तिमद्, उल्लङ्घनप्रलङ्घनादिवैफल्यापत्तेः, केवलियोगेभ्यः स्वत एव जीवरक्षासिद्धौ तत्र तदन्यथासिद्धेः, अनुपायविषयेऽपि क्रियाव्यापाराभ्युपगमे च कोशादिस्थितिसाधनार्थमपि तदभ्युपगमप्रसङ्गात् । यदि च साध्वाचारविशेषपरिपालनार्थ एव केवलिनोऽसौ व्यापारो न तु जन्तुरक्षानिमित्तः, तस्याः स्वतः सिद्धत्वेन तत्साधनोदेशवैयर्थ्यात्, जन्तुरक्षानिमित्तत्वं तूपचारादुच्यते, मुख्यप्रयोजनसिद्धेश्च न तद्वैफल्यमिति वक्रकल्पना त्वयाऽऽश्रीयते तदा 'स्वशस्त्रं
(કેવલીના યોગોને જ જીવરક્ષાના ઉપાય મનાય?) પૂર્વપક્ષ કેવલીના યોગો જ અશક્યપરિહારસ્થાનીય જીવરક્ષાના ઉપાયભૂત છે અને તેથી કેવલીથી તો જીવરક્ષા થઈ જ જાય છે) તેમજ તે ઉપાયો અંગેનો નિર્ચન્થનો અનાભોગ જ તે જીવરક્ષા થવા દેતો નથી. માટે એ જીવરક્ષા ન થાય તો પણ નિર્ઝન્થનું ચારિત્ર અશુદ્ધ થતું નથી.
ઉત્તરપક્ષ આવો કુટિલ માર્ગ જો અપનાવશો તો તમે ડાહ્યા માણસોમાં હાંસીપાત્ર જ બનશો, કારણ કે તો તો પછી ઉપાય ન હોવાના કારણે જ જીવરક્ષા ન થઈ એમ તમારે કહેવું પડશે, નહિ કે ઉપાયનો અનાભોગ હોવાના કારણે, કેમકે કાર્ય ન થવામાં કારણની વિકલતા જ જવાબદાર હોય છે, નહિ કે કારણના જ્ઞાનની (વિકલતા અભાવ) પણ. વળી કેવલીના યોગો સ્વરૂપે જ જીવરક્ષાના હેતુભૂત છે એવું માનવું પણ યોગ્ય નથી, કેમકે તો પછી ઉલ્લંઘન-પ્રલંઘન વગેરે વ્યર્થ બની જાય, કારણ કે કેવલીના યોગોથી સ્વતઃ જ જીવરક્ષા થઈ જતી હોવાથી તેના માટે તે ઉલ્લંઘનાદિ તો અન્યથાસિદ્ધ જ છે. તેથી, “જે જીવરક્ષાના ઉપાયભૂત નથી એવા પણ ઉલ્લંઘનાદિની પ્રવૃત્તિ તેઓ જીવરક્ષા માટે કરે છે એવું જો માનશો તો ખજાનો ભેગો કરવા અને જાળવી રાખવા માટે તેઓ એ પ્રવૃત્તિ કરે છે એવું પણ માનવું પડશે.(પછી ભલેને ઉલ્લંઘનાદિ એ ખજાનો ભેગો કરવો વગેરેના ઉપાયભૂત ન હોય !)
(હિંસાફળાભાવની પ્રરૂપણામાં કેવલીનો પણ અધિકાર છે જ) કેવલી ભગવાન ઉલ્લંઘનાદિની જે પ્રવૃત્તિ કરે છે તે તેના વિશેષ પ્રકારના સાધ્વાચારના પરિપાલન માટે જ કરે છે, નહિ કે જીવરક્ષા માટે, કેમ કે જીવરક્ષા તો સ્વતઃ જ સિદ્ધ થઈ જતી હોવાથી તેને સિદ્ધ કરવાનો ઉદ્દેશ વ્યર્થ બની જાય. તેમ છતાં છદ્મસ્થ સાધુઓ જીવરક્ષા માટે તે પ્રવૃત્તિ કરતાં હોવાથી કેવલીની પણ તે પ્રવૃત્તિ ઉપચારથી જીવરક્ષા નિમિત્તે થયેલી કહેવાય છે. તેમજ તેનાથી જીવરક્ષા સિદ્ધ થતી ન હોવા છતાં સાધ્વાચારપરિપાલન રૂપ તેનું મુખ્ય પ્રયોજન તો સિદ્ધ થઈ જ જાય છે. માટે એ પ્રવૃત્તિ નિષ્ફળ પણ રહેતી નથી. આવી વક્ર કલ્પનાનો જો તમે આશ્રય લેશો તો તમારો પોતાનું શાસ્ત્ર