________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જીવરક્ષાપ્રયત્નનો વિચાર
न च प्रयत्नं कुर्वताऽपीत्यनेन प्रयत्नवैफल्यसिद्धिः, निजकायव्यापारसाध्ययतनाविषयत्वेन तत्साफल्याद्, अन्यथा तेन केवलिनो वीर्याविशुद्धिमापादयतो निर्ग्रन्थस्य चारित्राविशुद्ध्यापत्तेः तस्याप्याचाररूपप्रयत्नघटितत्वाद, यतनात्वेन चोभयत्र शुद्ध्यविशेषात् ।
न चाशक्यजीवरक्षास्थलीययतनायां तद्रक्षोपहितत्वाभावो रक्षोपायानाभोगस्यैव दोषो, न तु निम्रन्थस्य चारित्रदोषः, स्नातकस्य तु केवलित्वान्न तदनाभोगः संभवतीति तद्योगा रक्षोपहिता एव
આપત્તિ આવે છે, તે એટલા માટે કે કેવલી ભગવાન પણ ક્ષુત્પિપાસાને જીતવા માટે પ્રયત્નો તો કરે જ છે. વળી તેઓને એના સાચા ઉપાયની જાણકારી તો હોય જ છે. માટે તે પ્રયત્નની સફળતા રૂપ વિજય થઈ જ જવો જોઈએ, તેથી ભૂખ તરસનો અનિરોધ તો કેવલી ભિન્ન સાધુઓને જ હોવો જોઈએ! આવું બધું આપણે કહીએ અને તેથી એના વારણ માટે પૂર્વપક્ષી જો એમ કહે કે પૂર્વવત્ “માર્ગમાં અવસ્થાન એ જ સફળતા છે' તો જીવરક્ષા અંગે પણ એ ઉત્તર સમાન જ છે.
(નિર્ગસ્થનું ચારિત્ર પણ અશુદ્ધ બનવાની આપત્તિ) વળી, “યત્ન વુર્વતાપિ' એટલા વૃત્તિગત વચનોથી પણ ‘અધિકૃત જ્ઞાનીનો પ્રયત્ન નિષ્ફળ બને છે' એવું કાંઈ સિદ્ધ થઈ જતું નથી કે જેથી તે જ્ઞાની નિષ્ફળતાના પ્રયોજક વર્યાન્તરાય કર્મથી યુક્ત હોવો સિદ્ધ થવાથી કેવલી ભિન્ન જ હોય એવું ફલિત થાય. કારણ કે પોતાના કાયવ્યાપારથી જે સિદ્ધ થઈ શકે તેમ હોય છે, તેવી જયણા જ તે પ્રયત્નનો મુખ્ય વિષય હોય છે. અને તે તો એ પ્રયત્નથી સંપન્ન થઈ જ જતી હોવાથી પ્રયત્ન સફળ જ હોય છે. બાકી “જીવની રક્ષા થાય તો જ પ્રયત્ન સફળ કહેવાય અને તેથી ‘પ્રયત્ન પુર્વતાપિ.' ઇત્યાદિ જે કહ્યું છે તેનાથી પ્રયત્નવૈફલ્ય સિદ્ધ થાય છે. એવું કહીને “આ વાત જો કેવલી સંબંધી હોય તો કેવલીનું વીર્ય પણ અશુદ્ધ (નિષ્ફળતાથી કલંકિત) હોવાની આપત્તિ આવે” એવું જેઓ કહે છે તેઓના અભિપ્રાયે તો નિર્ઝન્થનું (ઉપશાન્તમોહીનું) ચારિત્ર પણ અવિશુદ્ધ હોવાની આપત્તિ આવશે, કેમ કે તેનું ચારિત્ર પણ આચારરૂપ પ્રયત્નથી ઘટિત (ગૂંથાયેલું) હોય છે જે પ્રયત્ન નિષ્ફળ જવામાં કલંકિત બને જ છે. તેના પ્રયત્નથી જીવહિંસા ન અટકવા છતાં જયણાનું પાલન તો થઈ જ જાય છે, તેથી એ પ્રયત્નરૂપ આચાર શુદ્ધ જ રહે છે એવું તો નિગ્રંન્થની જેમ કેવલી વિશે પણ કહી જ શકાય છે.
શંકા: જ્યાં જીવરક્ષા શક્ય નથી તેવા સ્થળે કરેલી જયણાથી જીવરક્ષારૂપ ફળ સંપન્ન ન થવામાં રક્ષાના ઉપાયનો અનાભોગ જ મુખ્ય ભાગ ભજવે છે. તેથી તે નિષ્ફળતા નિર્ગસ્થના ચારિત્રના દોષરૂપ નથી. (ભલે જ્ઞાનના દોષરૂપ હોય !) પણ સ્નાતક તો કેવલી હોવાથી તેને અનાભોગ સંભવતો નથી. તેથી તેનાથી જો જીવરક્ષા ન થાય તો, એમાં એના યોગોની જ નિષ્ફળતા જવાબદાર બને છે જે ચારિત્રના કલંકરૂપ બને છે. તેથી તેના યોગોને તો રક્ષાનું ફળોપધાયક કારણ જ માનવા જોઈએ. (અર્થાત્ તેનાથી