________________
૧૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪ स्वीकर्त्तव्या इति वाच्यं, तथाविधप्रयत्नस्यैव जीवरक्षोपायत्वात्, केवलिनाऽपि तदर्थमुल्लङ्घनप्रलङ्घनादिकरणात् । तदुक्तं प्रज्ञापनायां समुद्घातानिवृत्तस्य केवलिनः काययोगव्यापाराधिकारे 'कायजोगं झुंजमाणे आगच्छेज्ज वा गच्छेज्ज वा चिट्टेज्ज वा णिसीएज्ज वा, तुअट्टेज्ज वा, उल्लंघेज्ज वा, पलंघेज्ज वा, पाडिहारियं पीढफलगसेज्जासंथारगं पच्चप्पिणेज्जत्ति ।।' (पद-३६) अत्र 'उल्लंघेज्ज वा पलंघेज्ज वा' इत्येतत्पदव्याख्यानं यथा - 'अथवा विवक्षिते स्थाने तथाविधसंपातिमसत्त्वाकूलां भूमिमवलोक्य तत्परिहाराय जन्तुरक्षानिमित्तमुल्लङ्घनं प्रलङ्घनं वा कुर्यात् । तत्र सहजात्पादविक्षेपान्मनागधिकतरः पादविक्षेप उल्लङ्घनं, स एवातिविकटः प्रलङ्घनमिति ।' स च जीवरक्षोपायप्रयत्नो निर्ग्रन्थेन ज्ञात एवेति तस्याशक्यपरिहारजीवहिंसायां तद्रक्षाविघटको नानाभोगः किन्त्वशक्तिः, सा च योगापकर्षरूपा निर्ग्रन्थस्नातकयोः स्थानौचित्येनाविरुद्धति प्रतिपत्तव्यम् । यदि च तादृशरक्षोपायाः केवलियोगा एव,
અવશ્ય જીવરક્ષા થવી જોઈએ.)
(નિર્ગસ્થને પણ શાસ્ત્રવિહિત ઉપાયનો અનાભોગ ન હોય) સમાધાનઃ આવી શંકા યોગ્ય નથી, કારણ કે ઉલ્લંઘનાદિ શાસ્ત્રવિહિત આચાર રૂપ તેવો પ્રયત્ન જ જીવરક્ષાના ઉપાયભૂત છે. (જે નિર્ગસ્થને પણ જ્ઞાત જ હોઈ તેમાં તેનો અનાભોગ હોતો નથી.) કારણ કે કેવલીને પોતાના કેવલજ્ઞાનરૂપ આભોગથી તે ઉલ્લંઘનાદિ જ તે ઉપાય તરીકે દેખાય છે. તે પણ એના પરથી જણાય છે કે કેવલી પણ જીવરક્ષા માટે ઉલ્લંઘન-પ્રલંઘનાદિ પ્રયત્ન જ કરે છે. બીજા કોઈ પ્રકારનો વિશેષ ઉપાય નહિ. પ્રજ્ઞાપનામાં કેવલી મુદ્દઘાતમાંથી બહાર નીકળેલા કેવલીના કાયયોગ વ્યાપારના અધિકારમાં કહ્યું છે કે “કાયયોગને પ્રવર્તાવતા કેવલી આવે, જાય, ઊભા રહે, બેસે, પડખું ફેરવે, ઉલ્લંઘન કરે, પ્રલંઘન કરે કે અલ્પકાળ માટે લીધેલા પીઠ-ફલક-શપ્યા-સંસ્મારક વગેરે પાછા આપે. (આવી પ્રવૃત્તિ કરે.)” અહીં ‘પદ્ધબેન વા પતંઘેન્ન વા' એ પદની વ્યાખ્યા એવી કરી છે કે, “અથવા વિવક્ષિત સ્થાનમાં સંપાતિમ જીવોથી વ્યાપ્ત થયેલી ભૂમિને જોઈને તે ભૂમિનો પરિહાર કરવા જીવરક્ષા માટે ઉલ્લંઘન કે પ્રલંઘન કરે. એમાં સાહજિક ડગલાથી કંઈક મોટું ડગલું ભરવું એ ઉલ્લંઘન છે અને અત્યંત મોટી ફાળ ભરવી એ પ્રલંઘન છે.” જીવરક્ષાના ઉપાયભૂત આ પ્રયત્નને નિગ્રંથ જાણતો જ હોય છે. તેથી અશક્યપરિહારવાળી જીવહિંસામાં તેની રક્ષા જે નથી થતી તેમાં કારણ અનાભોગ નથી હોતો પણ તેવી અશક્તિ જ હોય છે. યોગના અપકર્ષ (ઓછાશ) રૂપ તે અશક્તિ નિર્ચન્થ અને સ્નાતક બંનેમાં પોતપોતાના સ્થાનના ઔચિત્ય સાથે કોઈપણ જાતના વિરોધ વિના હોવી સંભવે છે એવું માનવું જોઈએ.
=
=
=
=
=
=
=
=
१. काययोगं युञ्जान आगच्छेद्वा, गच्छेद्वा, तिष्ठेद्वा, निषीदेद्वा, त्वगवर्तयेद्वा, उल्लङ्घयेद्वा, प्रलङ्घयेद्वा, प्रातिहारिकपीठफलकशय्यासंस्तारकं
प्रत्यर्पयेदिति।