Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. ચારિત્રની સાથે સંબંધ હોવાને કારણે અપ્રશસ્ત કિયાઓને નગ્રહ કરે તે ઈચ્છનીય છે. સમિતિમાં સક્રિયામાં પ્રવર્તન મુખ્ય હોય છે. તેનું તાત્પર્ય એ છે કે પ્રશસ્ત ક્રિયાઓમાં પણ મનનું નિયમન કરવું, મૌન ધારણ કરવું, અને શારીરિક ક્રિયાઓનું નિયમન કરીને જીવનું રક્ષણ કરવું તે અનુક્રમે મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ છે. શલ્ય એટલે કાંટે અથવા એવી જ કે ઈ તીક્ષણ વસ્તુ,કે જે શરીરને વાગતાં જ શરીર તથા મનને અસ્વસ્થ કરી નાખે છે, અને કે ઈ પણ કાર્ય કરવા માટે આત્માને એકાગ્ર થવા દેતી નથી, તેથી આત્મા શલ્યથી આડખીલી ભેગવ્યા કરે છે. તે શલ્યના ત્રણ પ્રકાર છે માયા મિથ્યા, અને નિદાન એ ત્રણે ભાવશલ્ય છે. બાણ આદિ બહાર ભેંકાતી વસ્તુઓ દ્રવ્યશલ્ય છે. વતી બનવાને માટે તે જરૂરી છે કે તેણે ત્રણે ભાવશલ્યને સંપૂર્ણ પરિત્યાગ કરવો જોઈએ. જ્યાં વતી બનવાનું વિધાન છે ત્યાં તે વતી આત્માને તે શલ્યને સંપૂર્ણ રીતે પરિત્યાગ કરવાને આદેશ એ કારણે છે કે તેના પ્રભાવથી અવ્રત પણ વ્રતના જેવા લાગે છે. માત્ર અહિંસા આદિ વ્રત અંગીકાર કરવાથી જ કોઈ સાચો વતી બની જતું નથી. સાચે વ્રતી બનાવને માટે તેણે એ શાને તદ્દન પરિત્યાગ કરવો આવશ્યક છે જેમ કે-સ્વસ્થ મનુષ્યના પગ આદિમાં વાગેલ કાંટે તેના ચિત્તને અસ્થિર બનાવી નાખે છે અને લક્ષ્યથી વ્યગ્ર કરી નાખે છે. એ જ પ્રમાણે એ શલ્ય પણ વતીને પોતાના વતની સાચી આરાધતા કરવા રૂપી. લયથી અકુશલ પરિણામ યુકત તથા વ્યગ્ર બનાવે છે વ્રતને અંગી. કાર કરવા તે એક વાત છે અને તેમને પોતાના જીવનમાં ઉતારવા તે અલગ વાત છે.
આ શલ્યના સદ્વાવમાં વતી પિતાની માનસિક સ્થિતિનું સમતોલપણું ગુમાવી બેસે છે. તેથી વ્રતની આરાધનાને માટે માનસિક સ્વાધ્ય બરાબર રાખવું તે શલ્યોને અભાવ હોય તેજ સંભવી શકે છે વ્રતનું પાલન કરવામાં કપટ ઢગ, અને ઠગવાની વૃત્તિ રાખવી તેનું નામ માયા શલ્ય છે દેવા દકેની ત્રાદ્ધિનું અવલોકન કરીને કે તેનું વર્ણન સાંભળીને મનમાં એ સંક૯૫ કરો કે મને પણ બ્રહ્મચર્ય આદિ તે આચરવાથી તે ઋિદ્ધિ પ્રાપ્ત થશે, તેનું નામ નિદાન શલ્ય છે. તે નિદાનશલ્ય મોક્ષરૂપ ફળનો ઉછેદ કરનાર હોય છે. વ્રતનું પાલન કરતી વખતે પણ સત્ય પર શ્રદ્ધા ન રાખવી, અથવા અસત્યનો આગ્રહ રાખવો તે મિથ્યાદર્શન શલ્ય છે. માનકષાય અને લેભકષાયથી ઉત્પન્ન થયેલ અશુભ ભાવોની ગુસ્તાનું આત્મામાં અસ્તિત્વ હોવું તેનું નામ ગૌરવ છે. ગૌરવના ત્રણ પ્રકાર છે-ઝિદ્ધિગૌરવ રસગીરવ અને સાત ગૌરવ. તે ગૌરવ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરાવવાના કારણરૂપ કમને હેતું હોય છે. નરેન્દ્ર આદિ દ્વારા પૂજવાનું
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૦