________________
(૮)
મૂળ કષાય છે. કારણ કે નરકના છ તિર્યંચના જીવે તથા મનુષ્ય અને દેવતા એ ચાર ગતિરૂપ સંસાર વૃક્ષનું જ સ્કંધ (થડ) છે, તથા ગર્ભ નિષેક કલલ અબ્દ(વીર્ય અને લેહીથી બંધાતુ શરીર) માંસની પેશી વિગેરે તથા જન્મ જરા ( બુઢાપા ) અને મરણ આ સંસારઝાડની શાખા (ડાળીઓ) છે, અને દ્રારિદ્ર વિગેરે અનેક દુખેથી ઉત્પન્ન થયેલા પાંદડાને સમૂહ છે. વળી વહાલાને વિયાગ, અપ્રિયને સંબંધ, પૈસાને નાશ, અનેક વ્યાધિ વિગેરે રૂપ સેંકડે કુલેને સમૂહ છે, તથા શરીર અને મન સંબંધી અત્યંત પીડાજનક દુઃખને સમૂહરૂ૫-ફળ છે. આ બધું સંસારરૂપ-ઝાડનું વર્ણન કર્યું, તે સંસાર-ઝાડનું મૂળ કષાયે છે. કારણકે, કષ એટલે સંસાર. અને આ એટલે લાભ. જેનાથી સંસારને લાભ થાય છે, તે કષાય છે. આ પ્રમાણે જ્યાં જ્યાં નામ નિપન્ન નિક્ષેપમાં તથા સૂત્ર આલાપક નિપામાં જે જે પદને સંભવ થશે (જરૂર પડશે) ત્યાં ત્યાં તે તે પદ નિર્યુક્તિકાર સાચા મિત્ર બનીને વિવેકથી કહેશે. लोगोत्तिय विजआत्ति य, अज्झयणे लक्खणं तु
गुण मूलं ठाणंतिय, सुत्तालावेय निप्पण्णं ॥
મિ. . રવા