________________
મૂળસ્થાન તેજ ગુણ એમ કહ્યું, તેથી શું સમજવું તે કહે છે ઈતિએ ગુણઠી” વિગેરે અહી ઈતિ શબ્દ હેતુના અર્થમાં છે. એટલે જે શબ્દાદિ ગુણથી પરીત. (વ્યાપ્ત) આત્મા છે. તે કષાયના મૂળ સ્થાનમાં વર્તે છે. અને બધાએ પ્રાણીઓ ગુણના પ્રજન વાલી છે. તથા ગુણના રાગી છે. તેથી ગુણેની પ્રાપ્તિમાં અથવા પ્રાપ્ત થઈને નાશ થતાં ઇચ્છા અને શેક વડે તે ઘણા પરિતાપ વડે શરીર તથા મનના સંબંધી દુઃખ વડેહારી જઈને વારંવાર તે તે સ્થાનમાં ઉદ્યમ કરે છે. અને ત્યાં પ્રમત્ત બને છે. અને પ્રમાદ છે તે રાગદ્વેષનું સ્વરૂપ છે. અને રાગ વિના પ્રાયઃ દ્વેષ થતું નથી તથા રાગ પણ ઉત્પત્તિથી માંડીને અનાદિ ભવના અભ્યાસથી માતા પિતા વિગેરે સંબંધી થાય છે. તે બતાવે છે. કેઈને
માયામે” એટલે માસંબંધી રાગ સંસારના સ્વભાવથી માતાએ ઉપકાર કરવાથી તેના ઉપર પગ થાય છે. અને તે રાગ થતાં મારી મા ભૂખ તરસથી ન પીડાઓ તેટલા માટે તેને દિકરો ખેતી, વેપાર, નેકરી વિગેરે બીજા જીવને દુખ આપનારી ક્રિયા આરંભે છે, અથવા તેને ઉપઘાત કરવા વાળી તે ક્રિયામાં વર્તતાં અથવા માતા વિગેરે અકાર્યમાં પ્રવર્તતાં દ્વેષ થાય છે. તે આ પ્રમાણે છે.
જેમકે. “જમદગ્નિ રૂષિની સ્ત્રી રેણુકામાં અંનત વીર્ય રાજાને દુરાચાર જોઈ પરશુરામને દ્વેષ થયે (અને પરસ્પર મહાન અનર્થ કર્યો)