________________
(૨૧૩) પાત્ર શબ્દ લેવાથી પાંતરની શુદ્ધિ બતાવી. કંબલ શબ્દથી આવિક (
) પાતરાને નિગ ગુચ્છા વિગેરે બતાવ્યા, તથા સવાર સાંજ કે રાતના કારણ વિશે ખુલ્લામાં નીકળવું પડે. તે એઢિવાની કામળ પણ સૂચવી તેજ પ્રમાણે પાદ પુંછન તે રજે હરણ (એ) જાણ, આ સૂત્રથી ઓઘ ઉપધિ અને ઉપગ્રહીક ઉપધિ બતાવી તેજ પ્રમાણે વસ એષણા તથા પાષણ પણ સૂચવી.
અવગ્રહ કહે છે. જેની આજ્ઞા લઈને ક્ષેત્રમાં ફરાય; તે અવગ્રહ છે. તે પાંચ પ્રકારે છે. (૧) ઇંદ્રને અવગ્રહ (૨) રાજાને અવગ્રહ (૩) ગામના માલીક પટેલ વિગેરેને અવગ્રહ (૪) ઘરવાલાને અવગ્રહ (૫) પ્રથમ ઉતરેલા સાધુને અવગ્રહ આ પ્રમાણે અવગ્રહની બધી પ્રતિમાઓ સૂચવી, તેથી તેનું પણ સમર્થન કર્યું, અને અવગ્રહના કલ્પનું વર્ણન આ સૂત્રમાં કહે છે–
કટાસણ કહે છે. - કટ શબ્દથી સંથારે જાણ. અને આસન શબ્દથી આનંદક વિગેરે બેસવાનાં આસન જાણવાં, જેનામાં બેસાય, તે આસન છે. અને તેજ શય્યા છે. તેથી આસન શબ્દથી શષ્યા પણ જાણવી, તેનું સ્વરૂપ કહ્યું. ઉપર બતાવેલ સાધુને ઉપયોગી સર્વ વસ્ત વસ્ત્ર વિગેરે તથા આહાર વિગેરે આરભ -