________________
(પ) છે, તેમનું પણ ભલું થાઓ; કારણકે તેમનામાં વિસંવાદ જોઈને જિનેશ્વરના વચનમાં અમારું મન રંજીત થાય છે,
આ પ્રમાણે સમ્યફવતું સ્વરૂપ કહેલ છે, તે કહેનાર રાગદ્વેષ દૂર કરનારે થાય છે તે બતાવે છે.
ના . વિગેરે. આ તીર્થકર, ગણધર, આચાર્ય વિગેરે જે પ્રકારે ઇદ્ર ચકવતી માંડલીક રાજા વિગેરે પુન્યવાન-જીવને ઉપદેશ કરે છે. તે જ પ્રમાણે કઠીયારા વિગેરે તુચ્છ જીને પણ ઉપદેશ કરે છે. (બંનેમાં તેમને સમભાવ છે,) અથવા પૂર્ણ તે જાતિ, કુળ, રૂપ, વિગેરેથી પુણ્યવાન છે, અને નીચ જાતિ કુરૂપવાળે તે તુચ્છ છે, અથવા, વિજ્ઞાનવાળે પૂર્ણ તથા અન્ય સામાન્ય બુદ્ધિવાળે તુચ્છ છે, તે દરેકને ઉત્તમ પુરૂષ સમાનભાવે ઉપદેશ કરે છે. કહ્યું છે કે - "ज्ञानेश्वर्यधनोपतो, जात्यन्वय बलान्वितः। तेजस्वी मतिमान् ख्यातः पूर्णस्तुच्छो विपर्ययात् ॥१॥
જ્ઞાન, ઐશ્વર્ય અને ઘનવાળે, તથા જાતિવંશ, તથા બળવા, તેજસ્વી, બુદ્ધિમાન પ્રખ્યાત એ ગુણવાળે પૂર્ણ કહેવાય; અને તેથી રહિત તે તુચ્છ કહેવાય. આને પરમાથે આ છે કે, સાધુઓ, ભીક્ષુક વિગેરેને તેના કલ્યાણ માટે સ્વાર્થ રાખ્યા વિના ઊપદેશ કરે છે. તે જ પ્રમાણે ચકવર્તી વિગેરેને પણ ઊપદેશ કરે છે.