________________
કે દ્રવ્યથી તે કેવું છે. તથા આક્ષેત્ર કેવું છે જેમાં તનિક ( C) ભાગવત અથવા બીજા મત વાલે અથવા પતિત સાધુએ અથવા ઉત્કૃષ્ટ સાધુઓએ આ ક્ષેત્રને કેવા રૂપમાં બનાવ્યું છે. અને કાળ તે સુકાળ છે કે દુકાળ છે. અથવા વસ્તુ મળે તેમ છે કે નહીં. અને ભાવથી જેવું કે પૂછનાર માણસ મધ્યસ્થ ભાવવાળો છે. કે રાગી પી છે, વિગેરે વિચારીને જેમ તે બોધ પામે, તેવી ધર્મ કથા કરવી. ઉપરના ગુણવાળો માણસ ઘર્મ કથા : કરવાને યોગ્ય છે. બીજાને અધિકાર નથી. કહ્યું છે કે "जो हेउवायपक्खंमि, हेउओआगमम्मि आगमिओ। सो ससमयपण्णवओ सिद्धत विराहओ अण्णो॥१॥"
જે હેતુવાદ પક્ષમાં હેતુને બતાવનાર છે. આગમમાં આગમ બતાવનાર છે. તે સ્વસમયને પ્રજ્ઞાપક ઉન્નતિ કરનાર) અને બીજો સિદ્ધાંતને વિરાધક છે. (જો પૂછનાર હેતુ માગે તે હેતુ બતાવે અને યુકિતથી સિદ્ધ કરે અને આગમ પ્રમાણ માગે તે આગમ બતાવે તે બંનેને જાણનારે બીજાને ધર્મ કથા કહે તે એગ્ય છે.)
જે ઉપર પ્રમાણે ધર્મ કથાની વિધિને જાણનારો છે. તે પ્રશસ્ત છે, અને જે પુન્યવાન અને પુન્યહિનને ધર્મ કથામાં સમદષ્ટિની વિધિએ જાણે છે. તથા સાંભળનારને વિવેક કરી શકે. તેવા ગુણવાળે કર્મને વિદારણ કરનાર