________________
(૧૩૦) , તથા પરંપર સૂત્ર સંબંધ આ પ્રમાણે છે. “am વાગાદિ વંહિ” એટલે ચારિત્રને ક્ષણ (અવસર) મેળવીને અરતિ ન કરે, તથા પ્રથમના સૂત્ર સાથે આ સંબંધ છે. “કુર્ગ છે” ઈત્યાદિ. મેં ભગવાન પાસે આ સાંભળ્યું છે કે, “ગ” ઈત્યાદિકે સાધુ અરતિ ન કરે - આ અરતિ સાધુને પાંચ પ્રકારના આચારમાં મહિના ઉદયથી કષાય, તથા પ્રેમથી એટલે માતાપિતા સ્ત્રી વિશેરેમાં સ્નેહ થતાં થાય છે, તે સમયે સંસારને સ્વભાવ જાણેલા બુદ્ધિમાન સાધુએ તે મેહને દુર કરે . જે તેમ કરે તે ચારિત્ર પળે નહિ તે શું થાય? તે કહે છે. જેમ, કંડરીકને દુઃખ થયું તેમ, સંયમમાં અરતિ કરનારને નરકગમન છે, તથા વિષયવાંચ્છામાં રતિ દુર કરીને સાધુની દશ પ્રકારની ગુરુની આજ્ઞામાં રહેવારૂપ વિગેરે સમાચારીમાં તે કંડરિકના ભાઈ પુંડરિકની માફક રતિ થાય, તે સંયમમાં અરતિ ન થાય. તેજ કહે છે – | સાધુ સંયમમાં રતિ કરે (આનંદ માને છે જેથી તેને કોઈપણ પ્રકારની બાધા (અડચણ) ન આવે; તથા આલેકમાં પણ સંયમ શિવાય બીજું સુખ છે, એવું મનમાં પણ ન લાવે. કહ્યું છે કે – . "क्षितितलशयनं वा प्रान्तभैक्षाशनं वा, सहज. परिभवो वा नीचदुर्भाषितं वा, महति फलविशेषे