________________
(૧૨૮)
અનર્થ સમજવાં અથવા આત્માને માટે જે પ્રયોજન છે. તે આત્માર્થ છે. અને તે ચારિત્રનું અનુષ્ઠાન જાણવું. અથવા
આથત” તે અપર્યવસાન (અનંતપણા) થી મોક્ષજ છે. તે મોક્ષ અર્થ છે. તેને સાધી લે. અથવા આયત્ત (ક્ષ) તેજ જેનું પ્રયોજન છે એવા પૂર્વે કહેલા સમ્યફ દર્શન જ્ઞાન ચારિત્ર છે. તેમાં નિવાસ કર એટલે શાસ્ત્રોક્ત રીતિએ અનુષ્ઠાન વડે તું આરામ, અને પછી પણ વય ના વીતી હોય તે વિચારીને અવસર મેળવીને કાન વિગેરેનું જ્ઞાન ઓછું થતું જાણીને આત્માર્થને આત્મામાં ધારણ કરજે.
અથવા તે આત્માર્થડે એટલે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ આત્માર્થડે આત્માને રંજીત કરજે. તેમાં આનંદ માનજે) અથવા આયતાથે જે મિક્ષ છે. તેને ફરીથી સંસારમાં ન આવવું પડે તે માટે શાસ્ત્રમાં કહેલી વિધિએ અનુષ્ઠાન કરીને આત્માવડે (મેક્ષને) પાજે. '
આ પ્રમાણે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે. મેં શ્રી વર્ધમાનસ્વામી પાસે અર્થથી જે સાંભળ્યું. તે હું તને સૂત્ર રચવા વડે કહું છું. આ પ્રમાણે બીજા અધ્યયનને પહેલે ઉદેશે સમાપ્ત થયે.
બીજો ઉદેશે. - પહેલા ઉદ્દેશીને બીજા ઉદ્દેશા સાથે આ પ્રમાણે સંબંધ છે કે વિષય-કષાય તથા માતા-પિતા વિગેરેને પ્રેમ વિશે