________________
(૧૧)
ગીઓને શું દુઃખ થાય છે, તે બતાવે છે. પૂર્વે પણ તેજ કહ્યું છે. કે ભેગીઓને કઈ વખતે રોગ ઉત્પન્ન થાય છે. પૂર્વે બતાવ્યું કે સંસારમાં વિષયી જીવ પરિભ્રમણ કરે છે. તે જીવ આ દુઓને પણ ભેગવે છે, આ પ્રમાણે ત્રીજા ઉદેશાને સંબંધ છે. તથા એના પહેલાંના સૂત્રને આ સંબંધ છે કે બાલક જે જીવ પ્રેમમાં પીને કામ ભેગ કરે છે, તે કામ દુઃખ રૂપજ છે. તેમાં આસક્ત થએલા જીવને વીર્યને ક્ષય ભગંદર વિગેરે રેગે થાય છે. તેથી કહે છે કે કામના અભિલાષથી અશુભ કર્મ બંધાય અને તેથી જ મરણ થાય છે, પછી નરકમાં ઉત્પન્ન થાય છે. અને નરકમાંથી નીકળીને માના પેટમાં વીર્યના બીલમાં ઉત્પન્ન થઈ કલિ અર્બદ પેશી યુહ ગર્ભ પ્રસવ વિગેરેનાં દુઃખ ભેગવવાં પડે છે. ત્યાર પછી મેટો થતાં રોગ થાય છે. આ બધું અશુભ કર્મનું ફળ ઉદય આવતાં થાય છે, તે રંગે બતાવે છે, માથાનું દુખવું પેટમાં શૂળ ઉઠવી વિગેરે રોગો થાય છે. આ રોગ ઉત્પન્ન થતાં જેની સાથે તે વસે છે. તે સગાં તેને નિદે છે. અથવા ચાકરી ન થતાં સગાને તે નિદે છે, વલી ગુરૂ કહે છે, કે હે શિષ્ય! જે સગાં ઉપર મેહ રાખે છે, તે સગાં તેના ત્રાણુ રક્ષણના માટે થતાં નથી, તેમ તું પણ તેના ત્રાણ શરણના માટે થવાને નથી, એવું જાણીને તથા જે કંઈ દુખ સુખ આવે