________________
તેટલાજ કાળમાં નિપજાવે છે. અને તે પાંચ ઇદ્રિ સ્પર્શ રસ ઘાણ ચક્ષુ અને શ્રોત્ર એમ છે. તે પણ દ્રવ્ય અને ભાવ એમ દરેક બે ભેદે છે. તેમાં દ્રવ્ય ઈદ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એમ બે ભેદે છે. નિવૃત્તિ પણ અંતર અને બાહ્ય એમ બે ભેદે છે.
જેનાથી નિર્વાહ થાય તે નિવૃત્તિ છે. અને તે કેનાથી નિર્વાહ થાય છે.? તેને ઉત્તર-કર્મ વડે નિર્વાહ થાય છે.
તેમાં ઉત્સેધ ( લેકમાં વપરાતું માપ આંગળીનું) અંગુળના અસંખ્યય ભાગ જેટલા શુધ્ધ આત્મ પ્રદેશના પ્રતિનિયત ચક્ષુ વિગેરે ઇદ્રિના સંસ્થાન વડે જે વૃત્તિ અંદર રહેલી છે તે નિવૃત્તિ જાણવી.
તે આત્મા પ્રદેશમાં જ ઇંદ્રિયના વ્યપદેશ ( ) ને ભજનાર જે પ્રતિનિયત સંસ્થાન વાલો નિર્માણ નામના પુદગળ વિપાક વાલી (કર્મપ્રકૃતિવડે) વધેકિ (સતાર માફક) વિગેરે વિશેષ રૂપવાલે (ઇંદ્રિય વિભાગ) અને અંગે પાંગ નામના કર્મવડે બનાવેલ જે છે તે બહારની નિવૃત્તિ જાણવી.
(આ ઉપર જે વર્ણન કર્યું તે શરીરની અંદર અને બહાર જયાં જે ઈદ્રિય રહેલી છે તેનું બંને પ્રકારનું વર્ણ ન બતાવ્યું છે, બહારની ઇદ્ધિ દરેકની દેખાય છે પણ અંદરની તે આત્મ જ્ઞાની જાણી શકે છે ) ઉપરની બતાવેલી નિર્વત્તિ બે પ્રકારની