________________
(૮૩) એજ પ્રમાણે કઈને મનમાં થાય કે આ મારે પિતા છે. તેથી તેને તે સંબંધી રાગદ્વેષ થયે છે. જેમકે તેજ પરશુરામને બાપ ઉપર પ્રેમ હોવાથી તેને હણનારા ઉપર દ્વેષ લાવીને. સાતવાર ક્ષત્રિઓને મારી નાખ્યા.
અને તેથી ક્ષત્રિય પુત્ર. સલૂમ ચક્રવત્તિ એ. એક વીસ વાર બ્રાહ્મણને માર્યો. - કઈ પ્રાણી બેનના માટે કલેશ પામે છે. કેઈ સ્ત્રી સાટે રાગદ્વેષ કરે છે. જેમકે ચાણકય નામના બ્રાહ્મણે બેન તથા બનેવી વિગેરે એ પિતાની સ્ત્રીનું કરેલું અપમાન સાંભલી તેની પ્રેરણાથી “નંદરાજા પાસે દ્રવ્ય માટે જતાં નંદરાજાએ તેનું અપમાન કર્યું તેથી ચાણક્ય ધમાં આવી નંદનું કુળ ક્ષય કરી નાખ્યું, (ચાણક્યની સ્ત્રી તેના બને. વીને ત્યાં ગયેલી ત્યાં ગરીબીથી તેનું અપમાન થયું, સ્ત્રીએ પિતાના પતિ ચાણક્યને વાત કરી. તેથી ધન લેવા નંદરાજા પાસે ગયો ત્યાં ધનને બદલે અપમાન મળ્યું તેથી ચાણકયે નંદરાજાના કુળને નાશ કર્યો.)
. કઈ વિચારે છે કે મારે પુત્ર જીવતા નથી. તે છવાડવા બીજા આરંભે કરે છે, કોઈ પ્રાણી મારી દીકરી દુઃખી છે, એવા રાગ અથવા શ્રેષથી ઘેલ જે બની પરમાર્થને ન જાણુતે એવાં એવાં કૃત્ય કરે છે કે જેના વડે આલેક પરલેકમાં નવાં દુખેને ભગવે છે.