________________
(૭૮)
પરંપર સૂત્ર સંબંધ આ પ્રમાણે છે. “સેજ પુણ” વિગેરે એટલે જે પિતાની બુદ્ધિવડે અથવા તીર્થંકરના ઉપદેશથી, અથવા તીર્થકર શિવાય બીજા આચાર્ય પાસેથી સાંભળીને જે જાણે અને તેને વિચાર કરે, તે જે ગુણ છે, તે મૂળ સ્થાન છે, એમ બીજા સૂત્ર સાથે સંબંધ છે, તથા પહેલા સૂત્ર સાથે આ સંબંધ છે. “સુર્યમેઆઉસંતેણું” ઈત્યાદિ મેં ભગવાન પાસે આ પ્રમાણે સાંભળ્યું વિગેરે છે.
પ્રશ્ન–મેં શું સાંભળ્યું ?
ઉત્તર–જે ગુણે સેમૂલ ઠાણે ઇત્યાદિ જે ગુજરાતીમાં સર્વનામ છે, તે એક વચનમાં છે. તે એમ સૂચવે છે કે જેના વડે ગુણાય ભેદાય અથવા વિશેષ બતાવે તે ગુણ છે અને અહીં તે શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ, વિગેરે છે, અને મૂળ એટલે તે નિમિત્ત કારણ છે, અને પ્રત્યય તે પય છે, તે જેમાં રહે તે સ્થાન છે. મૂળમાં સ્થાન તે મૂળસ્થાન છે, અને તે વાકનું વિવેચન કરનાર છે, તેથી તે ન્યાયે જે શબ્દાદિક કામ ગુણ છે, તેજ સંસારરૂપ ચાર ગતિ નારક તિર્યંચ, મનુષ્ય, દેવનું મૂળ છે, તે મૂળ કારણ કષાયે છે, તેઓનું સ્થાન એટલે આશ્રય છે, તે આશ્રય જ્યારે સુંદર અથવા કઠેર શબ્દ વિગેરે પ્રાપ્ત થાય ત્યારે કષાયને ઉદય થાય છે અને તેથી સંસાર છે.
અથવા મૂળ તે કારણ અને તેજ આઠ પ્રકારનાં કર્મ છે તેનું સ્થાન આશ્રય તે કામ ગુણ છે.