________________
(૭૯).
અથવા મૂળ તે મેહનીય કર્મ અથવા તેને ભેદ કામ (સંસારી ઈચ્છા) છે, તેનું સ્થાન શબ્દ વિગેરે વિષય ગુણ છે અથવા મૂળ તે શબ્દાદિક વિષય ગુણ છે, તેનું સ્થાન ઈષ્ટ અનિષ્ટ વિષય ગુણના ભેદવડે વ્યવસ્થામાં રહેલે ગુણ રૂપ સંસારજ છે.
અથવા આત્મા પિતે શબ્દાદિ ઉપગથી એક પણે હેવાથી તે ગુણ છે અથવા મૂળ તે સંસારમાં તેના સ્થાન રૂપે શબ્દ વિગેરે છે, અથવા કષાયે છે, તથા ગુણ પણ શબ્દાદિક અથવા કષાયથી પરિણત થએલે આત્મા સંસારનું મૂળ છે, તેનું સ્થાન શબ્દાદિક છે, અને ગુણ પણ તેજ છે, તેથી બધી રીતે સિદ્ધ થયું કે જે ગુણ તેજ મૂળ સ્થાન છે. - પ્રશ્ન –સૂત્રમાં વર્તન કિયાને નથી લીધું છતાં શા માટે પ્રક્ષેપ કરે છે ?
ઉત્તર–જ્યાં કઈ વિશેષ ક્રિયા લીધી ન હોય ત્યાં પણ સામાન્ય ક્રિયા હોય છે, તેથી પહેલાંની ક્રિયાને લઈને વાક્ય સમાપ્ત કરાય છે, એ પ્રમાણે બીજે પણ જ્યાં સાક્ષાત્ ક્રિયા ન લીધી હોય ત્યાં પણ પૂર્વની સામાન્ય લેવી, અથવા મૂળ તે આદ્ય (પ્રથમ) અથવા પ્રધાન છે, અને સ્થાન તે કારણ છે, તેમાં મૂળ અને કારણે એ બેને કર્મધારય સમાસ કરીએ; તે એ અર્થ થાય કે જે શબ્દાદિ