________________
(૨૧)
देवकुरु सुसमसुसमा, सिद्धी निम्भय दुगादिया चेव। कल भोअणुज्जु वंके, जीवमजीवे य.भावमि ।१७२।
ક્ષેત્ર ગુણતે દેવ કુરૂ વિગેરે જુગલીઆનાં ક્ષેત્ર છે. ત્યાં સદાએ કલ્પ વૃક્ષ રહે છે, કાળ ગુણમાં સુખમ સુખમ વિગેરે નામના આરા જાણવા, જેમાં કાળે કરીને વસ્તુમાં ફેરફાર થાય છે. ફળ ગુણમાં સિદ્ધિ ગતિ છે. પર્યવ ગુણમાં નિર્ભજના (નિશ્ચિત ભેદ) છે. ગણના ગુણમાં બે ત્રણ ચાર વિગેરેનું ગણવું છે. કરણ ગુણમાં કળા કૌશલ્ય છે, અભ્યાસ ગુણમાં ભેજન વિગેરે છે. ગુણ અગુણમાં સરળતા છે, અને ગુણ ગુણમાં વક્રતા છે, ભવગુણ અને શીલગુણને ભાવગુણને વિષય લેવાથી જીવનું ગ્રહણ લેવાથી તેમાં સમાવેશ થઈ ગયે છે, તેથી ગાથામાં જુદું બતાવ્યું નથી. ભાવગુણ તે
જીવને નારક વિગેરે ભવ જાણુ, શીલગુણમાં જીવને ક્ષમા વિગેરે ગુણ યુકત આત્મા લે, અને ભાવગુણ તે જીવ અને અજીવને જાણ, આ પ્રમાણે છેડામાં બતાવી તેની વિશેષ ળ્યાખ્યા કરે છે.
ક્ષેત્રે ગુણ દેવકુરૂ, ઉત્તરકુરૂ, હરિ વર્ષ, રમ્યક, હેમવત, હૈરણ્યવત આ છ યુગલિકનાં ક્ષેત્ર છે. તે સીવાય છપન્ન અંતર દ્વીપ છે. તેમાં પણ યુગલિક છે, તેઓને ખેતી વિગેરે કૃત્ય કરવા વિના જે જોઈએ તે કલ્પ વૃક્ષમાંથી મળી શકે છે, તેથી તે