Book Title: Shrutasagarna Bindu
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
Catalog link: https://jainqq.org/explore/001974/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - મૃતસાગoો બિંદુ સુનંદાબહેન વોહોરા For Private & Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસાગરનાં બિંદુ સુનંદાબહેન વોહોરા મહાપુરુષોના વેદનમાંથી, વંદનામાંથી અને વાત્સલ્યમાંથી ગ્રંથોનું સર્જન થાય છે. એ ગ્રંથો સાક્ષાત શ્રુતસાગર છે. જ્ઞાનીજનોનું કૃપામૃત છે. અનાથ કૌન હૈ યહાં ત્રિલોકનાથ સાથ હૈ, દયાલુ દીનબંધુકે બડે વિશાલ હાથ હૈ. Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક : શ્રુતસાગરનાં બિંદુ પ્રકાશક : ગુણાનુરાગી મિત્રો, અમેરિકા પ્રકાશન વર્ષ : વી.સં. ૨૫૨૫ વિ.સં. ૨૦૫૫ ઈ.સ. ૧૯૯૮-૯૯ માગશર વદ ૧૦ શ્રી પાર્શ્વનાથ કલ્યાણક પૃષ્ઠસંખ્યા પ્રથમ આવૃત્તિ : ૨૨૦૦ સુનંદાબહેન ૫, મહાવીર સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ ૩૮૦૦૦૭ ફોન નં. ૬૫૮૯૩૬૫ ઉર્વશી વિરેનભાઈ Urvashi viran Shah 821, East artesia Blvd Carson CA 90746 U.S.A. Tel. 310-326, 5685 Damini Narendra Shah 1609 Kristin Cir Lansdale 19446 U.S.A, Tel. 215-361-1544 : ૮+૨૦૮ પ્રાપ્તિસ્થાન : દક્ષાબહેન મહેતા ૩૯, માણેકબાગ, સુરેન્દ્ર મંગળદાસ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૧૫ ફોન ૪૦૭૯૧૦ Kalpna P. Shah 992 Mc nair Dr Lansdale Pa 19446 U.S.A. જૈન પ્રકાશન મંદિર ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ફોન : ૧૩૫૬૮૦૬ મુખપૃષ્ઠ : વી. રામાનુજ ટાઇપસેટિંગ : ઇમ્પ્રેશન્સ જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૨૩૫૯૮૬૬ મુદ્રક : ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૪ ફોન ઃ ૩૮૭૫૪૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ -- ---- ------- - શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ નમઃ ~ --------------------- ------------ સ્વ. પૂ. બા શ્રી શારદાબહેન ચંદુલાલ શાહ તથા સ્વ. પૂ. શ્રી બાપુજી ચંદુલાલ નાગરદાસ શાહના સ્મરણાર્થે. પૂ. માતુશ્રી સુધાબહેન ગોપાલદાસ તુરખીયા, પૂ. પિતાશ્રી ગોપાલધસ જેચંદભાઈ તુરખીયાના શ્રેયાર્થે. ---- -- - --- ----- ------- -- - -- દુન્યવી જીવનમાં વડીલોની છત્રછાયા ચંદન જેવી શીતળ હોય છે. વળી તેમના તરફથી મળેલું સંસ્કારધન આ સંસારની વિષમતામાં રક્ષાકારી છે. સ્વર્ગસ્થ પૂ. બા તથા બાપુજીના સ્મરણાર્થે તથા પૂજ્ય માતા અને પિતાના શ્રેયાર્થે પ્રસ્તુત પુસ્તકમાં યોગદાન કરીને, અમે આપના ઋણનું પાલન કરવાની તક લીધી છે. પ્રસ્તુત પુસ્તક આત્મભાવનાથી ભરપૂર છે. તમે સૌ મિત્રો તેને આવકારજો, વાંચજો તેમાંથી નિર્દોષ આનંદ મળશે. હાર્દિક શુભ ભાવનાથી અમે આ ભેટ તમારા હસ્તમાં મૂકીને કૃતાર્થ થઈએ છીએ. - -- - -- --- --- Yogi and Anand Shah યોગી-આનંદ શાહ 120 Ranch wood PI બંધુબેલડી અભય અને સાગર શાહ Dimand Bar CA 91765 U.S.A પરિવારના વંદન Tel. 909 - 860 - 5792 - - - - - -- --- Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ હાર્દિક નિવેદન શ્રી તીર્થંકર પરમાત્માની વાણીમાંથી બોધનો જે ધોધ વરસ્યો તે પૂ. ગણધરોએ ઝીલ્યો. એ શ્રુત સાગરને મુનિવરોએ ગાગરમાં ભર્યો. અને જિજ્ઞાસુ જીવો માટે એ કૃપામૃત ગ્રંથારૂઢ થયું. બિંદુરૂપે મળેલું આ શ્રુતજ્ઞાન, બિંદુ સાગરમાં હોય ત્યારે સાગરનું નામ પામે છે. તેવો તેનો મહિમા છે. શ્રતમહ મખિલ સર્વ લોકેક સારી - આ પંચમકાળના અનેક પ્રપંચોથી ગ્રસ્ત, અસાર એવા સંસારમાં જીવો માટે સાર શ્રુતજ્ઞાન છે. જે ભવતારક છે. જિનવાણી માતા છે. માતાનો વાત્સલ્યમય ખોળો બાળકનું સર્વસ્વ છે. તેમ ભવ્યાત્માઓ માટે જિનવાણી એ વાત્સલ્યનું ઝરણું છે. સર્વસ્વ છે. ખેતરમાં ચણતાં પક્ષીઓને કેટલું જોઈએ ? ખેડૂતના ખળામાં વેરાયેલા દાણા પક્ષીઓ માટે પૂરતા છે. તેમ જિજ્ઞાસુઓ માટે ગ્રંથમાં સંગ્રહિત જિનવાણી અમોઘ સાધન છે. સંતોની સેવા, નિશ્રા, ભક્તિ અને આદરમાંથી જે કંઈ પ્રાપ્ત થયું તે અપૂર્વ છે. તેની ઋણમુક્તિ માટે સાહિત્ય લેખન લગભગ બાર વર્ષથી થતું રહ્યું છે. તેમાં પૂ. આચાર્યશ્રી ભદ્રંકર વિજય મ.સા. પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણ વિજય મ.સા. પૂ. આચાર્યશ્રી ચંદ્રોદયસૂરી મ.સા. પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્ત વિજય મ.સા. પૂ. પંન્યાસજી શ્રી અભયશેખર મ.સા. જેવા ગીતાર્થ જનોનું માર્ગદર્શન અને પ્રેરણા મળતા રહ્યા છે. સ્વ. પંડિત શ્રી પન્નાલાલ ગાંધી, પંડિત શ્રી ધીરજલાલ મહેતાનો પણ આવકાર મળતો રહ્યો. અને નિર્દોષ આનંદ સાથે લેખન અવિરત ગતિએ થયું. લગભગ પચાસ જેવાં પુસ્તકોનું સર્જન થયું. પ્રસ્તુત પુસ્તકની પ્રેરણામાં પૂ. પન્યાસજીનો ગ્રંથ આત્મોત્થાનનો પાયો સવિશેષ છે. અન્ય ગ્રંથોના સ્વાધ્યાયની શ્રુતિ, સ્મૃતિ, અને અનુભૂતિરૂપ આ શ્રુતસાગરનાં બિંદુઓ પ્રગટ થયા છે. મહાપુરુષોએ જે વ્યક્ત કર્યું તેનો બોધ સ્વયં તેમની વાણી સાથે વરસ્યા કરે છે. એવા ધૃત સાગરના અત્યંત અલ્પ બિંદુઓનો આ સંગ્રહ ખૂબ આનંદદાયક નીવડ્યો છે. એ સાગરનાં બિંદુ વડે હૃદય કોમળ બને. અને જીવન કમળ જેવું નિર્લેપ બને તે ફળશ્રુતિ છે. સ્વાધ્યાયના પાંચ પ્રકારો વડે પ્રાપ્ત થતું શ્રુતજ્ઞાન આત્મપ્રદેશોનું સંવેદન જાગૃત કરે છે. જે કોઈ શ્રુતસાગરમાં ડૂબકી મારશે તેને અવશ્ય આ અનુભૂતિ થશે. Page #7 -------------------------------------------------------------------------- ________________ પૂ. પન્યાસજીનો મુખ્ય ધ્વનિ છે આત્માને સાંભળો, (શ્રુતિ) તેનું જ સ્મરણ કરો (મૃતિ) જેનું શ્રવણ અને સ્મરણ થાય તેનો અનુભવ થવો એ સ્વાભાવિક છે. એ અનુભવ આત્માના જ્ઞાનસ્વરૂપને પ્રગટ કરે છે. તે આત્મજ્ઞાન વડે આ ભવસમુદ્ર તરવો સરળ છે. આ જન્મે જેને આવી શ્રદ્ધા થાય છે, તે સમીપે મુક્તિગામી જીવને સંસાર સાગર તરવાનું સરળ છે. માટે તે જીવ ! પ્રમાદ ત્યજી જાગૃત થા. વ્યતીત કરેલા જીવન પર દૃષ્ટિ કર તો તારો અંતરધ્વનિ તને સાદ આપશે કે તેં શું મેળવ્યું ? અને શું ગુમાવ્યું ? હે જીવ ! જો તારી બાજી ખોટમાં હોય, તો હજી સમય છે ચેતી જા. અને એક લગની લગાવ. હવે કામ એક આત્માર્થનું. તારો આ નિર્ણય આ વિશ્વમાં રહેલા સતનો તને સહયોગ કરી આપશે. પછી તને જંગલ મંગલ લાગશે. સંયમ સુખદ લાગશે, વૈરાગ્ય વિમળ લાગશે. તપ તૃપ્તિ આપશે. પ્રસ્તુત ગ્રંથમાં તમને આવા અનેક પ્રકારના રસપ્રદ વિષયો મળી રહેશે. પ્રિય જિજ્ઞાસુ ! તમે સૌ પ્રથમ અનુક્રમ જોઈ લેજો પછી તમારા રસ-રુચિ અને ગ્રહણ શક્તિ પ્રમાણેનો વિષય પસંદ કરીને વાંચજો. ક્રમમાં વાંચવું એવું આ ગ્રંથનું લેખન નથી. મનની મોજ પ્રમાણે વાંચજો. લગભગ તેર વર્ષથી ગ્રંથમાં અનેક રીતે આપ સૌનો સહયોગ પ્રેરણાદાયી રહ્યો. સવિશેષ તમે સૌએ વિવિધ ગ્રંથોનું વાંચન – અભ્યાસ કર્યો તે આનંદદાયક છે આવકારદાયક છે. અને શ્રેયસ્કર છે. તેથી તમારા સૌનું અભિવાદન કરું છું. અત્યાર સુધીના પુસ્તકલેખનમાં આ પુસ્તક જાણે શિખરના કળશરૂપ છે એવું જણાયું છે. આરાધનાના માર્ગે લઈ જનારાં ઘણાં તત્ત્વો, પદાર્થો અને બોધ તેમાંથી મળી રહેશે. માટે વાંચજો વંચાવજો. પ્રત્યક્ષ અને પરોક્ષ સહયોગ માટે પુનઃ અભિવાદન કરું છું. કસવાળા ઘણાખરા વાક્યો “આત્મોત્થાનનો પાયો' ગ્રંથનાં છે. એ ગ્રંથ અધ્યાત્મનો વૈભવ છે. વાંચશો તો લાભદાયી છે. ઈતિ શિવમ્ શુભેચ્છક - સુનંદાબહેન Page #8 -------------------------------------------------------------------------- ________________ ( ચરણેષુ ) પરમપૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યને. પૂ. પંન્યાસજી કે જેમના પ્રત્યક્ષ દર્શનનો લાભ આ સાધકને પ્રાપ્ત થયો ન હતો. પરંતુ તેમના કૃપામૃતને પામેલા સાધકોનું મિલન પ્રેરણાદાયી રહ્યું. વળી પૂ. શ્રીના દર્શનથી વંચિત રહેવાનો અફસોસ આંશિકપણે શમવાનો યોગ મળી ગયો, તેમના સાહિત્યનો. સવિશેષ આત્મોત્થાનનો પાયો પૂ. શ્રીએ તેમાં જાણે આત્મવૈભવનો રસથાળ પીરસી દીધો છે. તેનાં વાંચન, મનન અને અનુપ્રેક્ષા ઘણા શ્રેયસ્કર નીવડ્યા. તેથી વિશેષ કંઈ ન કહેતાં તેની ઋણમુક્તિ માટે પ્રસ્તુત પુસ્તક તેમના ચરણમાં અર્પણ કરું છું. વિનીત સુનંદાબહેન પૂજ્ય શ્રી પન્યાસજીની શુભાશીષ હું નિશ્ચયથી આત્મસ્વરૂપ છું, આવી અખંડ શ્રદ્ધાવાળાને સર્વ કોઈ પોતાના આત્માના જ અંશ દેખાવા લાગે છે. અર્થાતુ પોતાના આત્માના સ્વરૂપ જેવુંજ, બીજાના આત્માનું સ્વરૂપ ભાસે છે. તેથી તેના દિલના દરિયામાં વિશ્વ મૈત્રીનાં મોજાઓ ઉછળવા લાગે છે. અને આચારમાં મૈત્યાદિ ભાવનાઓ સ્પષ્ટપણે વર્તાવા માંડે છે. આત્મસ્વરૂપની સાચી શ્રદ્ધાનું આ ફળ છે. સુવાસ વગરના ફૂલ જેવો છે શ્રદ્ધા વગરનો આચાર, સુવિચારને સદાચારમાં ઢાળનારી શ્રદ્ધા સહુની આંખ બનો. સૌ સુખી થાઓ. Page #9 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ૧૯૯૮ની અમેરિકાની નવમી . સત્સંગયાત્રા સૌ જિજ્ઞાસુ મિત્રોની શુભભાવનાથી સાનંદ સંપન્ન થઈ. પુસ્તક પ્રકાશનમાં મિત્રોના અર્થસહયોગનું સાતત્ય જળવાયું છે તે સ્વ-પર માટે શ્રેયસ્કર છે. તે સૌનું અભિવાદન કરું છું. પ્રસ્તુત પુસ્તકનો સહભાગી પરિવાર ૧. શ્રી દામિનીબહેન નરેન્દ્રકુમાર રસિકલાલ મૂળ અમદાવાદના હાલ ફીલાડેલફીયા અમેરિકા ૨. યોગીની આનંદકુમાર લોસ એંજલીસ અમેરિકા ૩. કુ. આશાબહેન મહેતા n ન્યુયોર્ક ૪. શ્રી રમેશભાઈ શાંતિલાલ શાહ પરિવાર એડીસન પીસ્કાટવે અમેરિકા - ૫. શ્રી લક્ષ્મીબહેન ધરમશી = ન્યુજર્સી ૬. શ્રી ધર્માબહેન દીપકભાઈ = ફ્લોરીડા ૭. શ્રી ભાનુબહેન સુબોધભાઈ તથા પરિવાર ૮. સંઘવી પરિવાર, અમદાવાદ તરફથી નકલ ૫૦૦ ૩૫૦ ૨૫૦ પૂજ્ય શ્રી ભદ્રગુપ્તસૂરિશ્રીના શુભાશીષ ભૌતિક સુખોની વિવશતાથી મુક્ત અને દુઃખોના ભારથી મુક્ત એવા ઋષિ, મહર્ષિ અને મહાત્માઓએ જે શાસ્ત્રો લખ્યાં, સુયોગ્ય જીવોને ભણાવ્યાં, અને જીવોએ નિર્વાણમાર્ગનું અવલંબન લીધું. શાસ્ત્રોનું અધ્યયન પરિશીલન મનને શાંતિ આપી શકે છે. શાસ્ત્રોનો અભ્યાસ જ સુખોને કામનાથી અને દુઃખોના ભયથી મુક્ત કરે. માટે શાસ્ત્રોને જીવનસાથી બનાવો. શાસ્ત્રોના માર્ગદર્શનને જ માન્ય કરો. સૌનું મંગળ થાઓ, ૨૫૦ ૨૫૦ ૫૦ ૧૦૦ ૧૦૦ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૧. આત્મસ્વરૂપ મંથન ૧થી ૨૫ દેહ અને આત્માનો સંબંધ સંસારિણી મુક્તાશ્ચ 1 અશુદ્ધિ ક્યારથી ? આત્મામાં અવસ્થાન D આત્મપરિચય D મધુરમ-મધુર શું છે ? u સ્વાધ્યાય 2 આત્માનું અમરત્વ [ શુદ્ધ દૃષ્ટિ g તત્ત્વજ્ઞાનથી આત્મદર્શન B આત્માનુભવ - આત્મસાક્ષાત્કાર p. વિચારદશા શું છે ? ૨. સ્વસ્વરૂપમય મોક્ષમાર્ગ ૨૬થી ૪પ આત્માનુભવનો ઉપાય ઘ ચિત્તવૃત્તિઓનું વિલીનીકરણ D આનંદની પ્રાપ્તિ કેમ થાય ? ચૈતન્યની ભક્તિનો મર્મ આત્મશાંતિ કેમ થાય ? n સુખદુઃખનું મૂળ ? | રાગની લીલા | આત્મપ્રેમથી નિર્વિકલ્પતા, નિઃસંગતા 1 આત્મદર્શન-તત્ત્વદર્શન તત્ત્વવિચાર. ૩. ધર્મપરિચય - ધર્મની યથાર્થતા ૪૬થી ૬૪ જગતવાસી જીવો કઈ દિશામાં જઈ રહ્યા છે ? B અવિદ્યાનો સંસ્કાર કેવી રીતે દૂર થાય ? g આત્મા ધર્મમય છે તેનો પરિચય. | અધર્મ શું છે ? 1 ધર્મવૃક્ષનાં ફળ, ધર્મનું રહસ્ય ગૂઢ છે ધર્મથી પ્રગતિ વિશ્વનીય છે | ધર્મનો મર્મ D વિચાર વિસર્જન સંભવ છે ? | ધર્મ એક સાહસ છે ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. 1 વસ્તુનો સ્વભાવ ૪. આણાએધમ્મો ૬૫ ધર્મ પામ્યાની કસોટી આશામાં છે આજ્ઞાનું પણ વિજ્ઞાન છે. પ્રભુ યોગ ક્ષેમકર છે. 7 ધર્માધનાનો ધોરી માર્ગ B વિશાળતાની ચાવી 1 વીતરાગ પ્રરૂપિત ધર્મનો પ્રભાવ ધર્મનું સત્વ-તત્ત્વ 1 ધર્મ પરમાત્મા પ્રત્યેનો સ્નેહ છે ૫. તત્ત્વમંથન ૮૨થી ૧૦૪ ધર્મ કે તત્ત્વ પામ્યાની કસોટી કેમ કરશો ? D નૈસર્ગ અને અધિગમ 1 આત્મોત્થાન એક જન્મનું કાર્ય નથી શ્રદ્ધેયની શ્રદ્ધા તે દર્શન છે. બીજું શ્રદ્ધેય તત્ત્વ નિગ્રંથગુરુ D સ્વભાવથી ધર્મ એક છે. D બુદ્ધિજ્ઞાનનું અંગ છે. 1 જ્ઞાન શા માટે આચરણમાં મૂકી શકાતું નથી D એનો ઉપાય શું ? | જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પુરુષથી થાય n સૂત્રોનો પ્રભાવ કેમ જણાતો નથી ? | સુખપ્રાપ્તિ દુ:ખમુક્તિ . Page #11 -------------------------------------------------------------------------- ________________ 8 ૬. શ્રતમહ મખિલ સર્વ લોકેક સાર ૧૦૫થી ૧૨૫ શાસ્ત્રમહિમા n ભયંકરતાથી બચવાના ઉપાય | અનુકંપા જેવા ધર્મો સીમાબદ્ધ કેમ થયા ? ઘ શાસ્ત્રો-સર્વજ્ઞનો બોધ B સમ્યગદર્શન n અધ્યાત્મ અને સ્વપરહિત 9 અધ્યાત્મ અને ધ્યાન D ઉત્તમતા તરફ આગળ વધો n તત્ત્વ પ્રતીતિ. n અધ્યાત્મ જીવનનો સાર. સ્વતઃ સિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા ૧૨૬થી ૧૪૯ કરણી તેવી ભરણી D કારણ તેવું કાર્ય 9 કર્મના ભેદ-પ્રભેદ p. પાપનું ઉગમસ્થાન p ક્યાંક અટકો પછી સાચી દિશામાં વળો n પુણ્યથી પુણ્યની વૃદ્ધિ – ગુણથી ગુણની વૃદ્ધિ = શુદ્ધિ g જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ D પુણ્યપાપ D કર્મસિદ્ધાંત ઉપકારી છે. ૮. અહિંસા પરમો ધર્મ ૧૫૦થી ૧૬૫ દ્રવ્ય અહિંસા, ભાવ અહિંસા ] અહિંસામાં પરમાર્થ પરાયણ જીવન. D અહિંસા હિંસાનું નિદાન [ દુષ્ટ અધ્યવસાયના અનેક પ્રકારો | અહિંસા અને આત્માનું ઐક્ય 2 આત્મજ્ઞાન અને અહિંસા ] અહિંસા સંયમ તપ _ અણમોલ વારસો 9 સર્વોત્તમ તત્ત્વો સમાપત્તિ. ૯. માનવજીવન ઉત્તમ છે ૧૬૬થી ૧૮૩ ગૃહસ્થધર્મ 1 પ્રજ્ઞાવંતનો આચાર D દોષ દીવાલ છે ગુણ એ દ્વાર છેn જીવોને જગત કેવું ભાસે છે ! ] મન શું છે? ગૃહસ્થ જીવનનું પ્રેરકબળ – સદાચાર u ત્યારે શું કરવું ? શિવ સંકલ્પમસ્તુ. ૧૦. સુખ ક્યાં સમાણું ૧૮૪થી ૨૦૮ સુખ અને દુઃખ કલ્પના છે સુખ ક્યાં છે ? n એવા સુખનું દર્શન કરો. ૧૧. અધ્યાત્મનું રહસ્ય શુદ્ધ દૃષ્ટિ છે યોગનું સામર્થ્ય ઘ દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ અવલંબન n દેહબુદ્ધિ ક્યારે છૂટે ? ] સ્વધર્મ પરધર્મ. Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુભ્યો નમઃ ૧. આત્મસ્વરૂપ-મંથન વિશ્વ સચરાચર છે. જડ અને ચૈતન્યાત્મક છે. જીવ અને જડ પદાર્થોવાળું છે. આ બે પદાર્થ કે વસ્તુમાં વિશ્વની સમસ્ત લીલાનો સમાવેશ થાય છે. દૃશ્યમાન જડને, પુગલ કે અજીવ કહેવામાં આવે છે. તે રૂપ અને રૂપાંતરવાળું છે. અદૃશ્યમાન ચૈતન્ય આત્મા તરીકે પ્રસિદ્ધ છે. વળી વિશ્વમાં ચૈતન્ય ન હોય તો કંઈ વિચારવા કે કહેવાનું રહેતું નથી. અને ચૈતન્યસ્વરૂપ આત્માનો વિચાર કરશું તો બધું જ વિચારવું પ્રયોજનભૂત થશે. સંસાર જડ અને ચૈતન્યના યુગલિક લક્ષણવાળો છે, અથવા જન્મ-મ૨ણ, હર્ષ-શોક, સુખ-દુઃખ, ઊંચ-નીચ, સત્ય-અસત્ય, પ્રકાશ-અંધકાર, શીત-ઉષ્ણ, એમ અનેક દ્વંદ્યાત્મક છે. છતાં એ સર્વ પદાર્થો કે પ્રકારોમાં ચૈતન્ય-સ્વરૂપ આત્માની વિશેષતા છે. માટે પ્રસ્તુત ગ્રંથમાં આપણે આત્માના પરિચયથી પ્રારંભ કરીશું. પૂ. પન્યાસજીએ પણ આત્મોત્થાનનો પાયો આ ગ્રંથનો આત્મ-સ્વરૂપથી પ્રારંભ કર્યો છે ? ધર્મનિષ્ઠ માનવની આત્મા પ્રત્યે દૃષ્ટિ થાય છે ત્યારે તેને વિચાર આવે છે કે આ દ્રશ્યમાન દેહ તે હું નથી પણ ચૈતન્યસ્વરૂપ આત્મા છું. આત્મા રહિત દેહ લાશ મનાય છે. આવા બોધને પરિણામે તેને પ્રશ્ન ઊઠે છે કે આત્મા કેવો પદાર્થ છે ? તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કેવો છે, તેનું સામર્થ્ય શું છે ? જિજ્ઞાસાથી પૂછાયેલા આ પ્રશ્નોના જવાબ આ રહ્યા : હે ચેતન ! તને સપ્તધાતુના પરમાણુઓથી ભરેલા આ દેહમાં જે સ્ફુરણાઓ જણાય છે, એ દેહમાં રહેલું અચિંત્ય તત્ત્વ જે પદાર્થોને જાણવા-જોવાની શક્તિ ધરાવે છે તે આત્મા છે. વળી શરીર તો જડ પુદ્ગલ પરમાણુઓનો પુંજ છે. જેના નિમિત્તથી સુખદુઃખનો અનુભવ કરનાર છે તે આત્મા છે. વાસ્તવમાં આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. દ્રવ્યથી આત્મા ચૈતન્યસ્વરૂપ છે સર્વ પ્રકારોથી અસંગ છે. જ્ઞાનાદિ આત્મસ્વરૂપ × ૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવમાં રહેવાવાળો છે. અતિ પવિત્ર અને ઇન્દ્રિય-અગોચર સૂક્ષ્મ તત્ત્વ છે. કોઈ યંત્ર, તંત્ર કે મંત્રથી તે જણાતો નથી. વિશ્વમાં તેને સરખાવીને ઓળખાવી શકાય તેવું સાધન નથી. માટે કહેવું પડે કે આત્મા તો આત્મા જ છે તેનું સ્વરૂપ વચનાતીત છે. ઇન્દ્રિય-અગોચર છે. છતાં પ્રગટ લક્ષણવાળો છે. . ક્ષેત્રથી આત્મા જે જે શરીર ધારણ કરે છે તે શરીર જેટલા અવગાહન-ક્ષેત્રવાળો છે. છતાં પોતાના જ આત્મ પ્રદેશમાં રહે છે. કાળથી, શરીર છૂટી જવા છતાં નિત્ય રહેવાવાળો અમર અને અજન્મા છે. ભાવથી નિર્વિકલ્પ, જ્ઞાતા-દ્રષ્ટા છે. જ્ઞાનસ્વરૂપે પૂર્ણ અને શુદ્ધ જ્ઞાનનો સ્વામી છે. તો પછી આત્માને જાણવો કેવી રીતે ? આત્મા ચાલતો નથી પણ ચાલવાની ફુરણા જ્યાંથી આવે છે તે આત્મા છે. આત્મા બોલતો નથી પણ વચનની ફુરણા જ્યાંથી આવે છે તે આત્મા છે. અર્થાત્ આત્મા કોઈ દૈહિક ક્રિયા કરતો નથી પણ પુદ્ગલના - શરીરના સંયોગે જે વિકલ્પવિશેષ થાય છે તે સંચારનું તત્ત્વ આત્મા છે, છતાં તે સર્વ ક્રિયા પુગલના સંયોગવાળી છે. આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવાથી જાણવા-જોવાની શક્તિ ધરાવે છે. જ્ઞાતા-દ્રષ્ટા રૂપે રહે છે. તે દેહ-ઇન્દ્રિયથી નિતાંત ભિન્ન છે. 0 દેહ અને આત્માનો સંબંધ છે સંસારમાં સામાન્ય માનવોને શરીર જ આત્માપણે જણાય છે. તેઓ દેહ અને આત્માની ભિન્નતા જાણી, સમજી કે અનુભવી શકતા નથી. કોઈ વિરલ મહાત્માઓએ તપ અને સંયમના બળે તેનું સંશોધન કર્યું. ત્યારે તેઓ શુદ્ધાત્માનો અનુભવ પામી શક્યા. સંસારમાં કોઈ સાધન આત્માનો અનુભવ કરાવી શકે તેમ નથી. આત્મામાં જ રહેલું શુદ્ધ જ્ઞાન આત્માનો અનુભવ કરી શકે; તેને માટે કિંમત ચૂકવવી પડે છે. ૦ સંસારને બદલે સંયમ. ૦ ભોગને બદલે યોગ. ૦ બુદ્ધિને બદલે શ્રદ્ધા. ૨ ૪ શ્રતસાગરનાં બિંદુ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૦ ચિંતાને બદલે ચિંતન. ૦ રાગને બદલે વિરાગ. ૦ ગૃહવાસને બદલે વનવાસ. ૦ દેહબુદ્ધિને બદલે આત્મબુદ્ધિ. ટૂંકમાં દેહ અને આત્મા બંને સ્વભાવથી - લક્ષણથી – ક્રિયાથી ભિન્ન છે. આત્મા દેહ નથી પણ દેહમાં રહેનારો દેહી છે. સંસારયાત્રામાં શરીર એ આત્માને રહેવાનું સ્થાન છે. છતાં તે દેહરૂપ થતો નથી. સૂર્ય પૃથ્વીને પ્રકાશે છે પણ પૃથ્વીરૂપ થતો નથી. તેમ આત્મા દેહને ધારણ કરે છે કે જણાવે છે, પણ દેહરૂપે થતો નથી. આત્મા અને દેહની ભિન્નતા શું છે ? આત્મા અવિનાશી; દેહ વિનાશી દરેક જન્મ દેહ આદિવાળી અને મરણથી અંતવાળો. આત્મા ઉત્પન્ન થતો નથી માટે અનાદિ; નાશ પામતો નથી માટે અનંત છે. શરીર ચક્ષુથી દેખાય તેવું રૂપી છે; આત્મા ચક્ષુઅગોચર છે. શરીર પર અને વિજાતીય છે; આત્મા સ્વ અને સ્વગુણ વડે સજાતીય છે. શરીર ભોગ્ય છે; આત્મા ભોક્તા છે. શરીર જણાવા યોગ્ય છે; આત્મા જાણવાવાળો છે. શરીર રોગ અને મરણના સ્વભાવવાળું છે; આત્મા અરોગી અને અમર છે. આ સર્વ હકીકત બુદ્ધિમાનને સમજાય તેવી છે, પરંતુ જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેને માટે કોયડો છે. કોઈ પુણ્યયોગે કે સગુરુના બોધ બુદ્ધિમાન સમજવા પ્રયત્ન કરે તો સમજાય તેવું છે. ' અરે ભાઈ ! છેવટે તે કોઈ મરણ તો જોયું હશે, ત્યારે તું જે દેહને આત્મરૂપ માનતો હતો તે દેહ તારી સમક્ષ પડ્યો હોવા છતાં તેનો નિકાલ કરવા પ્રયત્ન કરે છે, તે જ જણાવે છે કે આ શરીર અને આત્મા ભિન્ન હતા તેથી આયુષ્યકર્મ પૂરું થતાં આત્મા દેહ ત્યજી તારે આત્માને કોની સાથે સરખાવવો છે ? મેરુપર્વત સાથે ? સ્વયંભૂરમણ સમુદ્ર સાથે ? આકાશ સાથે ? ચક્રવર્તી આદિ સાથે ? આ પદાર્થો સાથે આત્માના બળવીર્યની તુલના થઈ શકે તેવી નથી. એ સર્વ પદાર્થોને આત્મા ઉલ્લંઘી શકે તેમ છે. પરંતુ પૂર્ણ શુદ્ધ અને પૂર્ણ જ્ઞાન પ્રગટ્યા વગર આ સામર્થ્ય પ્રવર્તતું આત્મસ્વરૂપ : ૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ નથી. અને એ સામર્થ્ય પ્રગટે ત્યારે તેવું કંઈ કરવાની કૂતુહલવૃત્તિ - રહેતી નથી. આત્મા સ્વગુણના અનંત આનંદમાં સમાઈ જાય છે, પછી આવા કોઈ પ્રયોજનની આવશ્યકતા હોતી નથી. તે નિસરણી ચઢે ત્યારે એક પગ ઉપાડીને બીજા પગથિયે મૂકે, એમ એવા ક્રમને અનુસરે ત્યારે તું ઉપર પહોંચે છે. તેમ તારે આ ક્ષેત્રે પણ સંસારમાંથી તારા પગને-વિચારને ઉપાડવો પડે અને સત્સંગ આદિમાં ગોઠવવો પડે, ત્યારે તું આત્માના સ્વરૂપનો સ્પર્શ કરી શકે. આત્મા આવો શુદ્ધ અને બળવાન છતાં કર્મને આધીન કેમ રહે છે ? દેહમાં આત્મબુદ્ધિ કેમ કરે છે ? એનું સામર્થ્ય કર્મના ઉદયમાં હતપ્રભ કેમ થાય છે? તારો પ્રશ્ન વિચારણીય છે. કર્મ બળવાન છે કે આત્મા બળવાન છે ? આત્માનું જ્ઞાન તો સૂર્ય સમાન પ્રકાશિત છે. પરંતુ સૂર્ય વાદળાંથી ઢંકાઈ જાય, તેમ મોહનીય કર્મના સંયોગે આત્મજ્ઞાન અજ્ઞાન રૂપે પ્રવર્તવાથી બાહ્ય દૃષ્ટિએ કર્મ કઠિન અને બળવાન દેખાય છે. જો દૃષ્ટિ અંતર પરિણતિ તરફ વળે તો તે જ્ઞાન કર્મને નાશ કરી શકે. અને આત્માનું સામર્થ્ય પ્રગટ થાય. જેમ પર્વતની કઠિન શિલાઓ પણ ઝરણાના વહેતા પાણીના વેગથી તૂટી જાય છે. તે શિલાઓ રેતીના રૂપમાં પરિવર્તન પામે છે. તેનું કારણ વર્ષાનું કે ઝરણાનું પાણી છે. સ્પર્શ વડે જણાતો કઠણ પત્થર પણ કોમળ પાણી વડે રેતી બની જાય છે. તેમ શુદ્ધ જ્ઞાન વડે આત્મા કઠિન કર્મોને તોડી શકે છે. કર્મોને આધીન આત્મા નિર્બળ લાગે છે. પરંતુ અંતરદષ્ટિ વડે જોતાં બળવાન આત્મા જ્ઞાન-ધ્યાનાદિ વડે કર્મોને તોડે છે. ભલે તે મોહનીય કર્મ દીર્ઘ સ્થિતિવાળું હોય તો પણ અંતવાળું છે. જ્યારે આત્મા અનંત સ્વભાવવાળો છે. એટલે ગમે તેવા કર્મોનો અંત આવી શકે છે, પરંતુ આત્માનો અંત આવતો નથી. , “આ રીતે આત્મા અવિનાશી મહાનમાં મહાન, બળવાનમાં બળવાન, સર્વજ્ઞાનમાં શિરોમણી અને નિરવધિ સુખથી પરિપૂર્ણ છે.” ૦ “સંસારિણો મુક્તાશ્ચ” છે, જીવનની બે અવસ્થાઓ. ૧. શુદ્ધ, ૨. અશુદ્ધ સામાન્ય રીતે કર્મ પ્રકૃતિ અનંત હોવાથી જીવની અધ્યવસાયજનિત અવસ્થાઓ અસંખ્ય છે. પરંતુ મુખ્યપણે સંસારી અને સિદ્ધ-મુક્ત એમ ૪ : શ્રુતસાગરનાં બિંદુ For Privace & Personal Use OM Page #16 -------------------------------------------------------------------------- ________________ બે અવસ્થાઓ છે. ૧. સંસારી એટલે અશુધ્ધ કર્મયુક્ત અશુધ્ધ અવસ્થા. ૨. સિધ્ધ, કર્મ મુક્ત શુદ્ધ અવસ્થા. જોકે સંસારીની અશુદ્ધ અવસ્થાના ઘણા પ્રકાર છે. પૂર્ણતા પામતાં પહેલાં શુદ્ધ અવસ્થાઓના કેટલાક ભેદ પડે છે. ચોથા ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. શુદ્ધ નિશ્ચયનયે પ્રગટ સિદ્ધ અવસ્થા શુદ્ધ છે. જીવમાત્રની સત્તામાં આ સિદ્ધ અવસ્થા રહેલી છે. તેમાં કોઈ ભેદ નથી. આત્મા સત્તા અપેક્ષાએ શુદ્ધ છે. અને સંસારમાં તેની અવસ્થા અશુદ્ધ છે. શુદ્ધ હતો અને પછી અશુદ્ધ થયો તેમ નથી પણ વર્તમાન દશામાં જે રાગાદિની મલિનતા છે તે અશુદ્ધિ છે. તે અશુદ્ધ અવસ્થાને દૂર કરી શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કરવી તે માનવજીવનનું વિશેષ કર્તવ્ય છે. શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કેવી રીતે થાય ? રાગાદિ ભાવકર્મ અને જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મની જોડીની જંજીરમાં આત્મા જકડાયો છે. તે સર્વ કર્મથી મુક્ત થવા આત્મજ્ઞાન જ પરમ, પ્રથમ, પરમાર્થ અને પ્રયોજનભૂત સાધન કે કારણ છે. વાસ્તવમાં સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણે સાધન સંયુક્ત છે. આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાનની મુખ્યતા બતાવી છે, પરંતુ એ જ્ઞાનના મૂળમાં સમ્યમ્ શ્રદ્ધા-દર્શન રહેલું છે. વળી સમ્યગુ દર્શન અને જ્ઞાનનું નિર્મળત્વ ચારિત્રથી થાય છે. ચારિત્ર એટલે સંયમ, વીતરાગતાની વિશેષતા છે. એવું ચારિત્ર સત્ ક્રિયાથી નિર્માણ થાય છે. ભૂમિકા પ્રમાણે ક્રિયા બાહ્ય અને અંતરંગ બે પ્રકારે છે. બાહ્ય ક્રિયામાં ભૂમિકા પ્રમાણે આવશ્યકાદિ ક્રિયાઓ સત્સંગ, સ્વાધ્યાય, અર્થાત્ પાંચ સમિતિ વિગેરે છે. અંતરંગ ક્રિયામાં ગુપ્તિ, ધ્યાન, એકાંત, મૌન અને શુદ્ધીકરણ છે. આમ જ્ઞાન અને ક્રિયા બંને યુગલ છે. જેમાંથી મુક્તદશા સાધ્ય બને છે. મૂળમાં તત્ત્વાદિનું શ્રદ્ધાન સમ્યગુ જોઈએ. સાચું જ્ઞાન ક્રિયા સહિત હોય.' સાચી ક્રિયા જ્ઞાન સહિત હોય” અશુદ્ધિ ટાળવા શુદ્ધિ માટે જે જે ઉપાયો યોજવા તે ક્રિયા છે. હિંસાદિ અસત્ ક્રિયા છે. અહિંસાદિ સત્ ક્રિયા છે. તમે જ્ઞાનમાર્ગે જવાના છો. તો તમારે શાસ્ત્રજ્ઞાનનો આધાર લેવો. પડશે. સ્વાધ્યાયાદિ કરવા પડશે. એકાંતમાં સ્વરૂપનું લક્ષ્ય કરવું પડશે. આત્મસ્વરૂપ * ૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ આ સર્વે ક્રિયા છે, જેના વડે શુદ્ધિ થતાં જ્ઞાનસ્વરૂપે પ્રગટ થાય છે. તમે ધ્યાનમાર્ગી છો. તો તમારી પાસે ધ્યેયનું જ્ઞાન જરૂરી છે, એકાંતે બેસવાની ક્રિયા જરૂરી છે. પ્રારંભમાં અવલંબન જરૂરી છે. આ સર્વે ક્રિયા છે, ત્યાર પછી જ્યારે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા થાય છે ત્યારે ક્રિયા સહજપણે છૂટી જાય છે અને ધ્યાન અવસ્થા બને છે. આથી એમ સમજવું કે જ્ઞાનાદિ પ્રયોજનમાં તે તે રૂપ અવસ્થા થતાં પહેલાં ક્રિયાનો ક્રમ હોય છે. અને ક્રિયામાં જો ધ્યેયનું લક્ષ્ય હોય તો જ્ઞાન તેમાં નિહિત હોય છે. સ્વરૂપના લક્ષ્ય વગર જ્ઞાન કે ક્રિયા એક કાર્યકારી બનતાં નથી. શાસ્ત્રોમાં જ્યાં જે પદાર્થનું નિરૂપણ કરવાનું હોય તેની વિશેષતા જણાવી હોય છે, પરંતુ એકાંતે થતું કોઈ વિધાન સમ્યગું હોતું નથી. ક્રિયા કરતાં કરતાં મુક્તિ થશે. અથવા જ્ઞાન મેળવો; જ્ઞાનથી મુક્તિ થશે આ એકાંત-નિરૂપણ છે. આત્મા અશુદ્ધ જ છે કે શુદ્ધ છે તે એકાંત-નિરૂપણ છે. બંને કથન અપેક્ષિત છે. એકાંત દુરાગ્રહ સંસારનું કારણ છે. અનેકાંતનો બોધ મુક્તિનું કારણ છે. એટલે કહ્યું છે કે જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ જ્ઞાનયોગીમાં જ્ઞાનક્રિયાનું સમત્વ થાય છે. જ્ઞાની પણ ભૂમિકા પ્રમાણે કાર્ય કરે છે, પરંતુ દુરાગ્રહ રહિત, અકર્તાભાવે, સાક્ષીભાવથી કાર્ય કરે છે, દર્પણ જેમ અવિકારી છે, તેમ જ્ઞાની વ્યવહાર કરતાં છતાં લેખાતા નથી, સર્વાત્મમાં સમદષ્ટિ હોવાથી તેઓ આત્માનંદથી ભરપૂર છે, તેથી તેમને વિશ્વદર્શન પણ બ્રહ્માનંદથી ભરપૂર જણાય છે. અને સમસ્ત વિશ્વનું રાજ્ય મળે તો તે તેમને તૃણવત્ છે. માટે આપણી ઉપાસના એ પદ્ધતિની થાય તો વાસના દૂર થતાં સ્વરૂપદર્શન થાય. ૦ અશુદ્ધિ ક્યારથી? ૦ અશુદ્ધિથી આત્માને શું હાનિ થઈ ? " અશુદ્ધિ એ જ સ્વયં આત્માને સંસારના પરિભ્રમણનું દુઃખદાયક ફળ છે અને સ્વસ્વરૂપનું વિસ્મરણ છે. પુણ્યયોગે સંસારનાં કાર્યો કથંચિત નિર્વિઘ્ન થતાં હોય ત્યારે જીવને આ દુ:ખદાયક હાનિનું ભાન થતું નથી. છતાં રોગ, શોક, સંતાપ, વ્યાકુળતા જેવા કારણો એ આ અશુદ્ધિથી થયેલા દોષોનું પરિણામ છે. આત્મા સ્વયં આનંદ અને ૬ * શ્રુતસાગરનાં બિંદુ Page #18 -------------------------------------------------------------------------- ________________ સુખમય છે. પછી તેને શોક-સંતાપ શા માટે હોય ? આ સર્વ વ્યવહારિક - દુન્યવી હાનિ છે. - હવે પારમાર્થિક હાનિનો વિચાર કરીએ જેમાં મહદ્ અંશે જગતના જીવો અંધારામાં છે. સંસારી જીવમાં દીર્ઘકાળની, પુરાણી અશુદ્ધતાને કારણે ઘણા દોષ પોતાનું ઘર કરીને બેઠા છે. તે પૈકી બે દોષી અત્રે દર્શાવ્યા છે. ૧. આત્મલક્ષી શુભક્રિયામાં પ્રમાદ અને સાંસારિક હેતુ સહિત અશુભ ક્રિયામાં તત્પરતા કે ઉદ્યમ. ૨. જ્ઞાનસ્વરૂપ એવા આત્માનું અજ્ઞાન અને પરસ્વરૂપ એવા દેહાદિમાં આત્મસ્વરૂપનો ભ્રમ. આવા દોષને પરિણામે જ્યારે જ્ઞાનનો મહિમા સાંભળે છે ત્યારે આવશ્યકાદિ, દાનાદિ જેવી ક્રિયામાં પ્રમાદ કરે છે. તે કરવામાં અજ્ઞાન કે જડતા માને છે તેથી તેનું જ્ઞાન શુષ્ક જ્ઞાન હોય છે અને જ્યારે ક્રિયાનો બોધ સાંભળે છે ત્યારે જ્ઞાન પ્રત્યે ઉપેક્ષા કરે છે. અને કેવળ ક્રિયાકાંડને જ ધર્મ માની લે છે. આથી પૂર્વના દોષોમાં વૃદ્ધિ થાય છે. અને સન્માર્ગને ચૂકી જાય છે. આમ પોતાને મળેલા જીવનરથને ધર્મમાર્ગે એક પૈડાથી ચલાવવા માગે છે, કે જે સંભાવના નથી. મોક્ષ – પરમાર્થમાર્ગમાં આત્મજ્ઞાન રહિતનું જગતનું જ્ઞાન પણ અજ્ઞાન છે. અને દ્રવ્ય-ભાવ ઉભય અહિંસારહિત ક્રિયા ભાવશૂન્ય છે. અસત્ છે. અજ્ઞાન અને અસત્ પરમાર્થમાર્ગનાં બાધક કારણો છે. આત્માર્થી જીવોએ તે બંનેનું યથાર્થ સ્વરૂપ સમજીને એકની પણ ઉપેક્ષા કર્યા વગર યથાશક્તિ આરાધનામાં જીવન ગાળવા પ્રયત્ન કરવો.” જ્ઞાનપ્રાપ્તિ કેમ થાય ? તું વ્યવહારજીવનવાળો છે ને ? તો તું જ જવાબ શોધ કે તને ઇતિહાસ વગેરેનું વ્યવહારજ્ઞાન કેમ થાય ? વ્યવહારજ્ઞાનમાં શિક્ષકની આજ્ઞા અને બોધ વડે જ્ઞાન થાય. ઘરમાં વડીલોની આજ્ઞા અને બોધ વડે જ્ઞાન થાય. ભાઈ ! પરમાર્થમાં પણ આમ જ છે. જ્ઞાનપ્રાપ્તિ ગુરુજનના અનુગ્રહ વગર ન થાય. કુંભે બાંધ્યું જળ રહે જળ વિણ કુંભ ન હોય જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ વિણ જ્ઞાન ન હોય.” આત્મસ્વરૂપ + ૭. Page #19 -------------------------------------------------------------------------- ________________ ગુરુ આજ્ઞાપાલનથી તેમના અનુગ્રહ વડે જ્ઞાન ધ્યાન વગેરેની પ્રાપ્તિ સરળપણે સંભવ છે. મોક્ષમાર્ગ એક છે પણ તે માર્ગમાં જરૂર બની ૧. આજ્ઞાપાલક, ૨. આજ્ઞાકારક. આજ્ઞાપાલકનો અપૂર્વ સ્નેહ અને આજ્ઞાકારકનો અનન્ય અનુગ્રહ બંનેના મિશ્રણથી મોક્ષમાર્ગ સાધ્ય બને છે. શુદ્ધ આત્મદ્રવ્ય સ્વયં મોક્ષસ્વરૂપ છે. વિશ્વમાં મૂલ્ય આ આત્મદ્રવ્યનું છે. શુદ્ધપણે આત્મદ્રવ્ય પ્રગટ થવામાં ઘણાં રહસ્યો ખૂલે છે. તે છે શ્રદ્ધા સહિતની અંતર-બાહ્ય ક્રિયા. શ્રદ્ધાનું મૂળ નિસ્પૃહ ભક્તિ. ભક્તિનું મૂળ જેની ભક્તિ કરવાની છે તે ભગવાનના અચિંત્ય સામર્થ્યનું જ્ઞાન. આ સર્વ રહસ્યોમાં આત્મદ્રવ્યની મુખ્યતા છે. તે આત્મા અને પરમાત્માનો પરિચય કરાવનાર ગુરુજનો પ્રત્યે આદર અને આજ્ઞાપાલનની મુખ્યતા છે. પ્રભુના અનુગ્રહ વડે આત્મજ્ઞાન, સક્રિયા અને શ્રદ્ધા વગેરે ઉત્પન્ન થાય છે એવો નિર્ણય સમ્યગ્દષ્ટિ જીવને દઢ હોય છે. ૦ સ્થળ-કાળ નિરપેક્ષ આત્મામાં અવસ્થાન ૦ આત્મામાં સ્થિરતા એ મુક્તિના સોપાનરૂપ અનુષ્ઠાન છે. આત્મામાં સ્થિર થવું એટલે જ્યાં સૂર્ય-ચંદ્રાદિના પ્રકાશની કે કાળની ગણતરી માટે યંત્રની જરૂર નથી; આવશ્યકતા નથી. કારણકે આત્મા સ્વયં જ્ઞાનપ્રકાશયુક્ત છે. આત્મદ્રવ્ય અત્યંત સ્થિર છે. બહાર ભમતો ઉપયોગ અંતરમાં સ્થિર થાય છે ત્યારે તે અનંતગુણમય આત્મવૈભવનો સ્વામી બને છે. તે દ્રવ્ય અચિંત્ય, ગુપ્ત છે, છતાં તેનો વૈભવ અનુભવાત્મક છે. પણ ત્યાં કોઈ વિરલ વ્યક્તિ જ પહોંચે છે. દરેક આત્મા સ્વસ્વરૂપે છે. તમારા આત્મામાં તમે વસો છો. તેનાથી તમે તદ્દન સમીપ છે, તેથી તેને પ્રાપ્ત કરવો સરળ અને સુગમ છે. પરંતુ પરપદાર્થના પરિચયે જીવને તે દ્રવ્યના વૈભવ પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ કે સામર્થ્ય આવ્યું નથી. અર્થાત્ અશ્રદ્ધા, સંશય અને વિપર્યયને કારણે તેનું દર્શન દુર્લભ થયું છે. આત્મામાં સ્થિર થવાથી જીવ એવા સ્થળમાં સ્થિત થાય છે, કે જે સ્થળે સૂર્ય, ચંદ્ર કે અગ્નિના પ્રકાશની આવશ્યકતા રહેતી નથી.” આત્મભાવનું મૂલ્યાંકન : અમૂલ્ય : જેનું મૂલ્ય થઈ ન શકે, જેને કોઈ પદાર્થ સાથે સરખાવી ૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #20 -------------------------------------------------------------------------- ________________ ગર, થિી. તે વી ન શકાય તે અનન્ય. જે કોઈ યંત્રથી માપી ન શકાય તેવું અમાપ તે છે આત્મતત્ત્વ, કેવળ અનુભવાત્મક તત્ત્વ. ઇન્દ્રિયોથી અગોચર; બુદ્ધિથી અગમ્ય. વ્યવહારમાં પણ સાગર, પૃથ્વી કે શૈલેશ પર્વતનું કોઈ ફૂટપટ્ટીથી કે ગજથી માપ નીકળી શકતું નથી. તે સ્વીકારવું જેમ સહજ છે. તેમ ચૈતન્ય શક્તિનું માપ કોઈ યંત્ર કે તંત્રથી કરવું તે અશક્ય છે. કદાચ દુન્યવી વસ્તુની ચકાસણી આપણે અપેક્ષિત પદાર્થોથી કરી શકીએ. જેમકે કેવાં વસ્ત્રો સારાં, કેવા પદાર્થો ઉત્તમ. કેવા દેશ-પ્રદેશો સુંદર વગેરે. પરંતુ ચૈતન્યના મૂળ સ્વરૂપમાં આવો ભેદ પાડી શકાતો નથી. ચૈતન્યરૂપ આત્મા તેના ગુણોથી વ્યક્ત થાય છે. દયા, પ્રેમ અહિંસા વાત્સલ્ય, મૈત્રી વગેરે ગુણો આત્મસાત્ થવા માટે મહાત્માઓ પૂરું જીવન ખપાવી દે છે. તેનાથી શું લાભ એ બૌદ્ધિક પ્રશ્ન અસ્થાને તે અશથથી કરી એક જંતુની દયા ખાતર. અહિંસા ખાતર મુનિઓએ દેહને ત્યજી દીધા છે. કેમ ? તેમને માટે સ્વ-પર જીવત્વની સમાનતા છે. એ આત્મભાવ છે. આત્મભાવ પૂર્ણ સમર્પણતાનું સૂચક છે. એટલે આત્મભાવને પૂરો ભાવ આપવાથી જ ભવનિસ્તાર થતો હોય છે. ભવનિસ્તારથી ભવસ્થિત સંસારસ્થ બધા જીવોને એકાંતિક અભયનું દાન અનંતકાળ પર્યત થતું જ રહે છે. આ રીતે આત્મભાવનું મૂલ્ય અમૂલ્ય છે.” આત્મભાવ – સ્વભાવ પરભાવ - વિભાવ સ્વભાવ સ્વાશ્રયી છે પરભાવ પરાશ્રયી છે ભાવ મૂળ ચેતના છે, ભૌતિક જગતના જડ પદાર્થોમાં રૂપ, રંગ કે સ્પર્શાદિ હોય છે પણ ભાવ નથી. જડ જગત ભાવશૂન્ય છે. આશ્ચર્ય એ છે કે ભાવશૂન્ય જડ પદાર્થો સાથે ભાવસ્વરૂપ ચેતનાનું તાદાત્મ થાય છે. આથી વિવિધ પદાર્થોથી ભરેલા બજારો જીવંત લાગે છે. જ્યાં મનુષ્ય દીનહીન થઈને દોડ્યા જ કરે છે. શું એ પદાર્થો કે તે પ્રત્યેના પરભાવ આપણને બોલાવે છે ? વગર આમંત્રણે કેવું જબરજસ્ત આકર્ષણ પેદા થાય છે. પણ ભાઈ ! તે પદાર્થોની પ્રાપ્તિથી કે વૃદ્ધિથી તારો ઉત્થાન નથી. આત્મસ્વરૂપ * ૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ જીવના ઉત્થાન અને પતનનો આધાર સ્વભાવ અને વિભાવ પર છે. જો જીવ સ્વભાવમાં છે તો સમ્રાટ છે. જીવ જો પરભાવમાં છે તો દરિદ્રી છે. સ્વભાવમાં રાગાદિ રહિત પવિત્રતા છે. તેથી તે નિર્દોષ પ્રેમ જેવા શુદ્ધ ભાવોથી ભરપૂર છે. મૈત્રી આદિ ભાવનાઓથી કોમળ છે. આત્મભાવથી સમતાસ્વરૂપ છે. સ્વલક્ષણપૂર્ણ જ્ઞાનમય છે. શક્તિથી અનંત જેમ ગૃહસ્થને ગૃહત્યાગ કરી બહાર ભટકવું પડે તે દુઃખદાયક છે, તેનાથી પણ વિશેષ દુઃખદાયક યોગીને સ્વભાવ ત્યજીને પરભાવમાં રખડવું તે છે. સ્વભાવમાં જવાનો પ્રારંભ કેમ કરવી ? સંસારભાવને કારણે અનાદિકાળથી જીવ સ્વભાવથી મૂત થઈ દૂર નીકળી ગયો છે. તેથી ઇન્દ્રિયો દ્વારા અનેક પદાર્થોથી લૂંટાઈ રહ્યો છે. કષાયો દ્વારા સંક્લેશ પરિણામ વડે પરભાવમાં પીડા પામતો રહ્યો છે. આહારાદિ સંજ્ઞાને કારણે પરવશતાની જંજીરમાં જકડાઈ ગયો છે. આવી પરભાવયુક્ત દશાથી તે સમ્રાટ છતાં કંગાળ દશા ભોગવે છે. ગૃહસ્થ સ્વભાવમાં જવા અર્થાત્ સ્વનો યોગ કરાવી આપનારા દાન, શીલ, તપ અને ભાવમાં જીવનને જોડી દેવું. જીવન જેમ જેમ દાનાદિ અનેક ભાવમાં જોડાશે તેમ તેમ અશુભભાવનો ત્યાગ થશે. શુભભાવમાં ટકવાથી આત્મવિચાર થશે. જે સ્વભાવ પ્રત્યે લઈ જશે. દાનમાં કેવળ ધનનું માધ્યમ કે માહાસ્ય નથી; તે દ્રવ્યદાન છે. સ્વભાવમાં જવા ભાવદાન છે તે દાન ઉત્કૃષ્ટ એ રીતે થાય છે કે કેવળ હુંની ચિંતા સર્વની ચિંતામાં, પરહિતચિંતામાં પરિણમન પામે છે. એટલે સ્વાર્થજનિત ભાવોનો ત્યાગ થઈ સમાનભાવનું નિર્માણ થાય છે. હું દેહ છું તેવું દેહાદિનું સ્વામિત્વ ટળે છે. શીલ : ઇન્દ્રિયો અને મનનો સંયમ છે. સંયમ દ્વારા મનને આત્મભાવમાં જોડવું તે શીલ છે. સ્વનો યોગ છે. આત્માનો આત્મરૂપ અધિકાર પ્રગટ થાય છે. તપ : આત્મા પર લાગેલી અશુદ્ધિને તપાવીને દૂર કરે છે. સ્વભાવરૂપ નિર્મળતા પ્રગટ થાય છે. ભાવ : આત્માની પવિત્રતા આત્માને બોલતો કરે છે. સ્વભાવને પ્રગટ કરે છે. ૧૦ * શ્રુતસાગરનાં બિંદુ Page #22 -------------------------------------------------------------------------- ________________ “હું શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે અન્ય કંઈ મારું નથી, પરમાણુ માત્ર જરી અરે.” આહારાદિ સંજ્ઞાઓનું મન, વચન અને કાયા પર પ્રભુત્વ છે. દાનાદિ વડે જ્યારે ભાવ નિ:સ્વાર્થ બને છે ત્યારે તે સંજ્ઞાઓનું સ્વામિત્વ વિરમે છે. આત્મભાન જાગૃત થાય છે. ગિર દાનથી દરિદ્રતા જાય છે. જ શીલથી લઘુગ્રંથી જાય છે. મિ તપથી ક્ષુદ્રતા જાય છે. * ભાવથી પામરતા જાય છે. જીવો પ્રત્યેના અમૈત્રીભાવનો ત્યાગ કરવો તે માર્ગ છે, માર્ગાનુસારિતા છે. તેનાથી આત્મભાવનું (સ્વભાવનું) મંગળમય પ્રભાત ઊઘડે છે.'' 0 આત્મ-પરિચય 0. હું કોણ છું ? સંસારી જીવો પાસે એનો કોઈ જવાબ નથી. કદાચ તમે સાંભળ્યું હોય કે હું આત્મા છું તો પણ જીવને તેનો પરિચય નથી. જીવની તદ્દન સમીપ કોઈ વસ્તુ હોય તો તે આત્મા છે. યદ્યપિ જીવ અને આત્મા એક જ છે. એ આત્મા દેહમાં રહેલો છે. હરવાફરવાની કે શ્વાસની ક્રિયાથી તેને જાણવો તે કેવળ બાહ્ય ઉપચાર છે. પરમ શુદ્ધ તત્ત્વરૂપે તેનો પરિચય નિર્વિકલ્પ સમાધિરૂપ તપ વિના મોટા મહાત્માઓ પણ તેને જાણી શક્યા કે માણી શક્યા નથી. શ્વાસ આદિ ગુગલના સંયોગમાં થતી ક્રિયા છે. તે ક્રિયા બંધ થતાં જીવનો વર્તમાન દેહ સાથે સંબંધ નષ્ટ થાય છે. પરંતુ સદા જીવની સાથે રહેતું જે તત્ત્વ છે તે શુદ્ધ ચૈતન્ય છે, તે જ્ઞાનમય છે. તે જ્ઞાન સ્વ-પર--પ્રકાશક છે. એટલે આત્મા પર પદાર્થોને જાણે છે. અને સ્વસ્વરૂપને પણ જાણે છે. પર પદાર્થને તન્મય થઈને કે તેમાં પ્રવેશ કરીને જાણતો નથી. પરંતુ જ્ઞાનમય ગુણને કારણે જાણે છે; જ્યારે આત્મા આત્માને તન્મયપણે જાણે છે. આત્માની જ્ઞાનમય શક્તિ વિશ્વવ્યાપી છે. દેહના સંબંધથી દેહ પ્રમાણ છે. પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થ આત્મા છે (આત્મ ગુણ) જીવ માત્ર ઇચ્છાવાન છે. એ ઇચ્છા અનેક ભેદવાળી છે. એ અનેક ભેદયુક્ત ઈચ્છા બંધનનું કારણ છે. પરંતુ એ ઇચ્છા કરવાવાળો આત્મસ્વરૂપ * ૧૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્વયં ઇચ્છનીય છે. એવું જ્યારે દૃષ્ટિમાં આવે એક જ ઇચ્છા શેષ રહે છે, કે શુદ્ધાત્માને પ્રાપ્ત કરવો. તેવી તીવ્ર જિજ્ઞાસા સમ્યગ્દર્શન છે. કોઈ ભ્રમથી કહે કે મારા ગજવામાં એક હજાર રૂપિયા છે તે મારે મેળવવા છે. એવું આત્માની બાબતમાં બન્યું છે. મારે મારો આત્મા પ્રાપ્ત કરવો છે. આ હકીકત આશ્ચર્યજનક છતાં સાચી છે. કારણ કે દેહાદિ કર્મની પ્રકૃતિથી યુક્ત આત્મા અશુદ્ધ છે. અને વિચારવાન જીવની ઇચ્છા શુદ્ધાત્મા પ્રાપ્ત કરવાની છે. વાસ્તવમાં પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. ચીંથરે ઢાંકેલો હીરો ચીંથરું ફેંકી દીધા પછી વેચાણમાં મૂકે તો તેની કિંમત થઈ શકે. આવા શુદ્ધાત્માને પ્રાપ્ત કે પ્રગટ કરવા મહાપરાક્રમ કે તપ આદરવાં પડે છે. પરદ્રવ્ય સાથે થયેલી ગાઢ મૈત્રી ત્યજીને મનને આત્મભાવમાં જોડવું પડે છે તે મહાપરાક્રમ છે. પરદ્રવ્ય સંબંધી સર્વ સુખબુદ્ધિનો કે તે મેળવવા સંબંધી સર્વ ઇચ્છાઓના ત્યાગરૂપી તપ કરવું પડે છે. સ્વાત્મા કેવી રીતે જણાય ? કર્મ અને ક્લેશ સહિત મલિન મન વડે આત્મા જણાતો નથી. પરમાત્માના ધ્યાન વડે મનશુદ્ધિ થતાં પ્રતીતિ આવે છે કે હું આવો શુદ્ધાત્મા છું. પરમાત્માના ધ્યાન વડે આત્માની પ્રતીતિ થવાથી આત્મધ્યાન સરળ બને છે. પરમાત્માના ધ્યાન વડે પ્રતીતિ અને આત્મધ્યાન વડે અનુભવ થાય છે. “આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.'' પરમાત્માના ગુણમય સ્વરૂપમાં એક આંખની પલક જેટલો સમય તદાકાર થાય તો પ્રથમ કર્મોનો ઢગલો ક્ષીણ થઈ જાય છે. કર્મોનો હ્રાસ થવાથી જીવની ક્ષયોપશમલબ્ધિ પ્રગટ થાય છે પછી વિશુદ્ધિ કરતો આત્મા વીતરાગભાવનાથી ભૂષિત થઈ મોહનાં વાદળોને વિખેરી નાખે છે. શુદ્ધ આત્મધ્યાનના આ સામર્થ્યને જાણીને દુ:ખ અને આવાગમનવાળી સર્વ ઇચ્છાઓનો ત્યાગ કરી શુદ્ધાત્મામાં વૃત્તિને જોડવી. એકવાર બહારની સર્વ ઇચ્છાઓથી મન મુક્ત થાય છે ત્યારે તેને અવશ્ય આત્મિક સુખનો અનુભવ થાય છે. પોતાથી પોતાનું સુખ જ્ઞાનીને સ્વસંવેદ્ય છે. જેમાં અન્ય પદાર્થ કે નિમિત્તની આવશ્યકતા નથી. સ્વસંવેદ્ય આત્મિક સુખની પ્રાપ્તિ એ માનવજીવનની સાર્થકતા છે. જ્ઞાની શાતા હોવાથી સ્વને જાણે છે, અજ્ઞાની પરને જાણવાનો ભ્રમ સેવે છે. આત્માના શુદ્ધ પરિણામ 6 ૧૨ * શ્રુતસાગરનાં બિંદુ Page #24 -------------------------------------------------------------------------- ________________ જે રીતે વેદનમાં આવે છે, તે વેદ્યસંવેદ્યપદ છે. વેદન એટલે આત્માના ગુણોનું સંવેદન છે. તે સમ્યગૃષ્ટિને હોય છે. કષાય વેદન કરવા યોગ્ય નથી તેમ થવું તે અજ્ઞાન છે. જ્ઞાનીને કષાયનો જેટલો રસ છે તે વેદનમાં આવે છે પણ જ્ઞાની તેને હેય માને છે. જ્ઞાનીને હેય - ઉપાદેયનો વિવેક વર્તે છે. 0 મધુરમ્ - શું મધુર છે ? ૦. વિશ્વમાં મધુરતમ જો કોઈ દ્રવ્ય હોય તો તે શુદ્ધ ચૈતન્ય છે. જે આ મધુરતાનો સ્વાદ માણે છે તેને જગતના ઉત્તમ ગણાતા પદાર્થો પણ નિરસ લાગે છે. છતાં દેહધારીને જે જે પદાર્થોની આવશ્યકતા રહે તે કુદરતનો નિયમ તેને પૂરી પાડે છે. એ મધુરતાના આનંદમાં જીવને પછી શરીર પણ ઉપાધિજનક લાગે છે. જો નિરામય આત્મિક સુખ મળતું હોય તો ભલા શરીર કે ઇન્દ્રિયોની પરાધીનતા શા માટે ? આત્મા સર્વનો છે એ ભાવના પણ મધુરતા છે. જેમ સજ્જ ગૃહસ્થ માને છે કે અન્ય સાધનોમાં પરિવારાદિક સર્વનો હક્ક છે, ધન, ધાન્ય તો જેના વડે તે સર્વે શોભે છે તે આત્મા પણ સર્વનો છે. સત્ત્વશીલ વ્યક્તિ ધન, તન, બુદ્ધિ, બળ વગેરેને પોતાનાં માનતો નથી, તેમાં સ્વાર્થપરાયણતા છે. તેમ આત્મા એ ઉપકારી તત્ત્વ છે. આ આત્મા સૌના સુખનું કારણ બનો એવો ઉદાત્ત ભાવ તે જ્ઞાન છે. આ ભાવ જેટલો વિસ્તાર પામે છે તેટલું જીવન વિકાસ પામે છે. કૃપણ માનવની જેમ આત્મધનને દેહાદિ સુખની સ્વાર્થજનિત મર્યાદામાં ગોંધી રાખવા જેવું નથી. આત્મભાવ વિસ્તરીને પૂર્ણ બને છે. “દેહદૃષ્ટિથી જોતાં હું દાસ છું, જીવદષ્ટિથી જોતા હું આત્મા છું અને આત્મષ્ટિથી જોતાં પરમાત્મા છું એવો મારો દઢ મત છે.” દેહમાં રહેલા દેહીને જગત સાથેના વ્યવહારમાં ઇન્દ્રિયો સાધન છે. જગતનાં દેશ્ય પદાર્થોને જોવાનું બાહ્ય સાધન ચક્ષુ છે. અંતરંગ સાધન ઉપયોગી છે. ચમાં ચર્મચક્ષુનું આવરણ દર્શાવે છે. મનુષ્ય જો કાળાં ચશ્માં પહેરે તો તેને દેશ્યજગત કાળું દેખાય છે. અર્થાત્ જેવા રંગનાં ચશ્માં પહેરે તેવું જગત તેને દેખાય છે. કારણ કે તેનું જ્ઞાન આવરિત છે. તે પ્રમાણે મનુષ્ય જગતને જે દૃષ્ટિથી જુએ તેવું જગત તેને ભાસે છે. શણગાર સજેલી યુવતીને જોઈને યોગીને વૈરાગ્ય પેદા થાય છે કે આત્મસ્વરૂપ * ૧૩. Page #25 -------------------------------------------------------------------------- ________________ આ દેહનું સૌંદર્ય નશ્વર છે, ભોગીને તે યુવતી જોઈને કામના જાગે છે. સોની તે યુવતીનાં ઘરેણાંના ઘાટ જુએ છે. યુવતી એક જ હોવા છતાં જોનારની દૃષ્ટિના ભેદથી અભિપ્રાયમાં ભેદ દેખાય છે. આ દશ્યજગતને જ્ઞાની જુએ છે અને અજ્ઞાની પણ જુએ છે. જ્ઞાની દશ્યને ઉપયોગથી જુએ છે. અજ્ઞાની ઉપભોગદષ્ટિથી જુએ છે. મહદ્ અંશે માનવો બહિર્મુખ હોવાથી તે પોતાને દેહદૃષ્ટિથી જુએ, તેથી તે મિત્રો, સ્વજનો કે જગતના જીવોને પણ દેહદૃષ્ટિથી જુએ છે. અને દેહદૃષ્ટિ પૂર્વગ્રહવાળી હોવાથી તે સૌને પૂર્વગ્રહથી જુએ છે. એટલે તે જીવો સાથે આત્મીયતા રાખી શકતો નથી. પરંતુ વિષમતા આવે છે. દેહમાં આત્મા વિદ્યમાન હોવા છતાં દૃષ્ટિ દેહ પ્રત્યે હોવાથી તેને આત્મભાવ રહિત દેહ જેવું અત્યંત શુદ્ર જીવન જીવવું પડે તે જીવનું દાસત્વ છે. અને જ્યારે તે જીવદેષ્ટિથી - ચૈતન્યદૃષ્ટિથી જુએ છે ત્યારે તેનો આત્મા મહિમાવંત બને છે, તેથી તેને સૌમાં આત્માનો મહિમા આવે છે તેથી તે સત્ત્વશાલી જીવન જીવે છે. તત્ત્વદૃષ્ટિનો પ્રકાશ નિર્ણયાત્મક છે. પુદ્ગલમાં સુખ નથી. પાંચ ઇન્દ્રિયોમાં સુખ નથી. આત્મા સિવાય અન્યત્ર સુખ નથી. આત્મામાં જ સુખ છે. આવી શ્રદ્ધાયુક્ત દષ્ટિ છે. વળી જ્યારે તે વિશુદ્ધ મનથી જુએ છે ત્યારે તે પોતાને અને સૌને પરમાત્મ-સ્વરૂપ માને છે. અર્થાત્ જેવી તમારી દષ્ટિ તેવી સૃષ્ટિ તમને જણાય છે. સમ્યગ્દષ્ટિવંત - આત્મષ્ટિવંતને સમગ્ર વિશ્વ સાથે આત્મીયતા હોય છે. તેથી કોઈની સાથે દ્વેષ કે વેર કરી શકતો નથી, તેથી તેનું જીવન નિષ્પાપ બને છે, તે પરમ સુખનો સ્વામી બને છે. - વાસ્તવમાં આ સમગ્ર વિશ્વ તમારું જ છે, કારણ કે પૂર્વે અનેક વાર જન્મ ધારણ કરી સર્વ જીવો સાથે તું માતા-પિતા આદિ સંબંધ ધારણ કરતો આવ્યો છું. તે દરેક સમયે માતા-પિતાએ તને સ્નેહ કર્યો છે તો તું હવે શા માટે કોઈની સાથે પણ વેરસંબંધ કરે છે. એ સ્નેહને છેહ દેનાર તારો આ દેહ છે, દેહનો સ્વાર્થ છે, દેહાભિમાન છે, દેહદૃષ્ટિ છે, અને પૂર્વગ્રહ રહેલો છે. એથી તો તારી કુટુંબભાવના ધરાશાયી બનતી જાય છે. સ્નેહની જગાએ તું નિષ્કારણ ૧૪ x ધૃતસાગરનાં બિંદુ Page #26 -------------------------------------------------------------------------- ________________ વેર ઊભું કરે છે. તેમાં તને કંઈ સુખ નથી માટે દૃષ્ટિ બદલી નાખ. દેહને બદલે વિદેહની ભાવના કેળવ અર્થાત્ દેહ રહિત એવા શુદ્ધાત્માની દષ્ટિ કેળવ. પુરાણું દેહાભિમાન એકાએક ગલિત નહિ થાય, માટે તારે તે પ્રત્યે આત્મબુદ્ધિ કેળવવી પડશે. તે માટે દેહાતીત દશાયુક્ત મહાત્માનો મહિમા જાણવો જોઈશે. આયુષ્ય પૂરું થતાં દેહ છૂટી જશે. તે તારા હાથમાં નથી. દેહાસક્તિથી તને પુનઃ પુનઃ દેહ મળશે. દેહનો સ્નેહ થશે. એમ ઘટમાળ ચાલ્યા જ કરશે. ' હવે દેહભાવથી મુક્ત થવાની તારી ભાવના થઈ હોય તો સંયમ આદિ સક્રિયાનો અભ્યાસ કર. દેહમુક્ત થવાની પ્રબળ ભાવના કર. અંતે દેહમુક્તદશા પ્રાપ્ત થશે. દેહ રૂપી ભાજન કર્મ રૂપી ઈધનનું માધ્યમ છે, તેમાં રહીને આત્મા રૂપી જળ બળ્યા જ કરે છે. દેહ રૂપી ભાજનને તેના સ્નેહને જો તું છોડી દે તો આત્મજળ સ્વયં પેલા ધનને ઠારી દેશે. તે માટે તારે સૌપ્રથમ દેહાત્મ બુદ્ધિનો ત્યાગ કરીને આત્મબુદ્ધિને પ્રાધાન્ય આપવું. દેહાદિ સંયોગો કર્મ રૂપી ઈધનમાં બળતામાં ઘી હોમાય તેમ કર્મ રૂપી અગ્નિને પ્રદીપ્ત કરે છે. આવું ભાન જ્યારે જીવને થાય છે, ત્યારે તેનામાં ધર્મ રૂચિ જાગૃત થાય છે, તેથી તપ, જપ, જ્ઞાન, ધ્યાન, સગુરુબોધ, પરમાત્મદર્શન-ભક્તિ વડે તે કર્મની ભભૂકેલી જ્વાળાને શાંત કરે છે. જેમજેમ ધર્મભાવના વૃદ્ધિ પામે છે, તેમતેમ કષાયો અને વિષયોથી વિરક્તિ થાય છે. હિંસાદિ પાપો ઘટે છે. આત્માનું શુદ્ધ જ્ઞાન કષાયના સંયોગે અજ્ઞાનરૂપે પરિણમે છે. એ જ્ઞાન જ્યારે વિષયોમાં ભળે છે ત્યારે તે જીવ હિંસાદિ પાપોમાં પ્રવૃત્ત થાય છે, પરિગ્રહાદિમાં મૂછથી આવૃત્ત થાય છે. અર્થાત્ વિષય-કષાય-યુક્ત જ્ઞાનનું પરિણમન એ અધર્મનું કારણ બને છે. અને આત્મરૂપ પરિણમન ધર્મનું બીજ બને છે. અધર્મથી દુઃખરૂપ સંસાર છે. અને ધર્મથી સુખરૂપ મુક્તિ છે. પરદ્રવ્યમાં રમનારું ચિત્ત પરદ્રવ્યમય બને છે, ત્યારે સ્વરૂપનું વિસ્મરણ થાય છે. એ ચિત્ત જ્યારે શુદ્ધાત્મામાં તન્મય થાય છે ત્યારે તે સ્વરૂપને પ્રાપ્ત કરે છે. હાથ પર કિંમતી હીરાની પહેરેલી વીંટી, અરે પગમાં પહેરેલા ચમકવાળા જૂતાને પણ બે-ચાર વાર જોવામાં ચિત્ત લલચાય છે, મન આત્મસ્વરૂપ * ૧૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ મલકાય છે. જો તે ચોરાઈ જાય તો ઉગ થાય છે. અને આ અચિંત્ય સામર્થ્યવાન ચૈતન્યસ્વરૂપ આત્માનું મૂલ્ય શું ? તેના તરફ દષ્ટિ કેટલી વાર જાય છે. તેના ઐશ્વર્ય પ્રત્યે માન કેમ નથી થતું ? તેના ગુણોના માહાસ્યનું જ્ઞાન નથી, તે ભુલાઈ ગયો છે. પરપદાર્થથી લૂંટાઈ ગયો છે. વિષય-કષાયોથી ચોરાઈ ગયો છે. છતાં જીવ કેવો નિશ્ચિત થઈને ફરે છે. ન કંઈ ફિકર ન કંઈ ચિંતા. “આત્મદ્રવ્યના અચિંત્ય સામર્થ્ય, પરમ ઐશ્વર્ય તેમજ અનંત જ્ઞાનાદિ ગુણોનું ચિંતન થતું નથી ત્યાં સુધી ક્ષણભંગુર અને લાગણી વિનાના પરદ્રવ્યોનું ચિંતન મીઠું લાગે છે. માટે સર્વ કાર્યમાં આત્મષ્ટિપૂર્વક રસ લેવો. તે જ આત્માને સરસ રીતે માણવાનો સરળ ઉપાય છે.” ૦ સ્વાધ્યાય ૦ સ્વાધ્યાયનો અર્થ શાસ્ત્રપદ્ધતિએ ઘણો વિશદ છે. અત્યંતર તપમાં સ્વાધ્યાયની મુખ્યતામાં સ્વ પ્રત્યે લઈ જતા ચિત્તને સ્વમાં સમાવી દેતું અધ્યયન પાંચ પ્રકારના અભિગમમાંથી પસાર થાય છે. તે સ્વાધ્યાયની વિશદતાનાં સૂચક છે. શાસ્ત્રને પાને ચઢેલાં એ રહસ્યોનો ક્રમ આત્મસાત્ થાય ત્યારે વાસ્તવમાં સ્વાધ્યાય થાય છે. શ્લોક, સૂત્ર કે શબ્દાદિ પાઠ કરવા તે સ્વાધ્યાયની પ્રારંભની ભૂમિકા છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા આ પાંચ પ્રકારનું સેવન થયા પછી સ્વઅધ્યયનની ભૂમિકા આવે છે. સદ્દગુરુ પાસે બોધ-વાચના લેવી, તેમાં સૂક્ષ્મપણે પ્રશ્નચર્ચા કરવી. ત્યાર પછી તે વાચનાનું પુનરાવર્તન-રટણ-સ્મરણ કરવું. સ્મરણ પછી તે તે વિષયમાં ચિંતન કરી ભાવના ઊંડાણમાં જવું અને ત્યાર પછી પરિણામ ધર્મમય બને તે ધર્મકથા થઈ કહેવાય, પછી તે સાધકના જીવનમાં ધર્મકથા-સકથા સિવાય અન્ય કથાને સ્થાન ન હોય ત્યારે સ્વાધ્યાય આત્મસાત્ થાય. આ પ્રકારે સ્વાધ્યાયની ભૂમિકા થયા પછી શાસ્ત્રબોધ શાસ્ત્રયોગરૂપે પરિણમે છે. શુદ્ધિ વગરનું શાસ્ત્રજ્ઞાન માન પેદા કરે છે. માટે પ્રથમ સ્વનું – સ્વરૂપનું અધ્યયન કરવું. સ્વરૂપમાં શુદ્ધ ચૈતન્યનો અનુભવ થાય ત્યારે આત્મા જ પરમાત્મા છે તે સમજાય છે. તે સ્વાધ્યાયનું માહાસ્ય છે. પાર્થિવ જગત સાથેનું તાદાભ્ય તૂટે ત્યારે સ્વરૂપનો યોગ થાય છે. પાર્થિવ જગતનાં સાધનો મેળવવા કર્મ કરવું પડે છે. સ્વરૂપ પ્રત્યે ૧૬ * શ્રુતસાગરનાં બિંદુ Page #28 -------------------------------------------------------------------------- ________________ જવા ચિંતનનું પ્રાધાન્ય છે. પરપદાર્થનું ચિંતન હિતકારી નથી. તેમાં વૃત્તિનું જોડાવું તે વિભાવ છે. વિભાવ કર્મબંધનું કારણ છે. વિભાવ-પરિણતિને દૂર કરવા સ્વ-ભાવ પરિણતિ માટે સ્વાધ્યાય છે. “દેહાધ્યાસ એ વિભાવ છે. શરીરનું અધ્યયન તે વિભાવ છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણ તે સ્વાધ્યાય છે, એ આત્માનો અધ્યાય તે સાચું ચિંતન છે.” ૦ આત્માનું અમરત્વ ૦ આત્મદશા અત્યંત સૂક્ષ્મ અને શુદ્ધ હોવાથી તે અમૂર્ત પણ છે. અને જીવ સર્વ પદાર્થોને ચર્મચક્ષુથી જોવાના અભ્યાસવાળો હોવાથી તેને આત્માના સ્વરૂપ વિષે શ્રદ્ધા જામતી નથી, તેથી તે જેમ પોતાને ચૈતન્ય સ્વરૂપે જાણતો નથી તેમ અન્યને ચૈતન્યસ્વરૂપે સ્વીકારી શકતો નથી. ચૈતન્યની સદાકાળ વિદ્યમાનતા પણ તે જાણી શકતો નથી અને તેથી તે સદા ભય સહિત જીવે છે. કોઈ જીવ અન્યને જીવતદાન આપી શકતો નથી પણ અભયદાન જરૂર આપી શકે છે. જો તારાથી જીવો અભય છે તો તું પણ નિર્ભય છે. દેહાધ્યાસી હંમેશાં ભયયુક્ત હોય છે, પોતે ભયથી બચવા અન્યને ભય પેદા કરે છે. સબળથી હંમેશાં નિર્બળને ભય પેદા થાય છે. માટે મહાત્માઓએ દેહના કષ્ટને સહીને પણ અભયદાનનું વાતાવરણ પેદા કર્યું. પ્રેમ અને સમતાને વિકસાવી, મહાત્માઓએ જીવો સાથે મૈત્રીસંબંધ બાંધ્યો તેથી તે જીવો અભય પામ્યા અને મહાત્માઓ નિર્ભય થયા. જ્ઞાનસ્વરૂપ આત્માની આ ફળશ્રુતિ છે. જીવદ્રવ્યનો એવો સ્વભાવ છે કે તે ગમે તેટલાં કર્મોથી કે દેહથી આવૃત્ત હોય તો પણ પોતાના ચૈતન્યત્વનો પોતાની સજાતીયતાનો ત્યાગ કરતો નથી. વળી શુદ્ધતા અને સિદ્ધતા જીવની નિજઅવસ્થા છે તે સામાન્ય (મૂળ સ્વરૂપે) હોવાથી સદા એ જ અવસ્થામાં રહે છે જે વિશેષપણું છે, (પર્યાય) તે મલિન છે. સામાન્ય (મૂળ) સ્વભાવથી આત્મા અમર, નિર્ભય, નિર્મળ અને સિદ્ધસમ છે, આવું માહાસ્ય આવે. શ્રદ્ધા થયે શુદ્ધાત્માનું ધ્યાન સંભવ બને છે. જીવ જીવવાની જાણવાની અને સુખની ઝંખના કેમ રાખે છે ? જીવ સ્વયં સત્સદા રહેનારું, અવિનાશી તત્ત્વ હોવાથી પ્રા યે જીવ ગમે તે દશામાં જીવવા ઇચ્છે છે. રોગી કે મરતો માનવ ઔષધિ . આત્મસ્વરૂપ * ૧૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ લેવા ઇચ્છે છે તે જીવવાની ઇચ્છાને કારણે. નાનું જંતુ પણ જીવવા ઇચ્છે છે. દરેકની ભયજનક સ્થિતિનું એક કારણ કથંચિત જિજીવિષા જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી તેનું લક્ષણ જાણવાનું છે માનવ વિચારશક્તિ યુક્ત હોવાથી તે જાણવા ઇચ્છે છે. જીવની અંતરંગ દશા કે સ્વરૂપનો મૂળ ગુણ આનંદ છે. તેથી તે સુખ ઇચ્છે છે. સંસારમાં અનેકવિધ શ્રમ કે કષ્ટ કરીને પણ જીવ સુખ મેળવવા પ્રયત્ન કરે છે. અધ્યાત્મ ક્ષેત્રે તપ, જપ, સંયમ, કષ્ટ આદિ કરીને તે સુખ ઇચ્છે છે. સંસારમાં સાધનોથી મળેલું સુખ પરાધીન છે. તપ, જપ સંયમાદિથી સ્વરૂપદશાનું મળતું સુખ સ્વાધીન છે. - જીવ સ્વયં સચ્ચિદાનંદ છે, છતાં સંસારમાં જીવ સાથે કર્મો દૂધ-પાણીની જેમ એકમેક થઈને રહે છે તેથી તેના સ્વરૂપ-આનંદને તે અનુભવી શકતો નથી. જેમજેમ કર્મો નષ્ટ થતાં જાય છે, તેમતેમ તે સ્વરૂપના આનંદનો અનુભવ મેળવે છે. છતાં પણ સંપૂર્ણપણે મોહનીય કર્મ નાશ થાય ત્યારે તે સ્વરૂપરમણતા પામે છે, ત્યારે તે પૂર્ણાનંદ પામે છે. ક્રોધાદિ કષાયોથી દૂષિત જ્ઞાન પૂર્ણાનંદને બાધક છે. જ્યારે જ્ઞાનરૂપી પર્યાય આત્માના સ્વરૂપને ભજે છે, તેમાં જ સમાય છે, ત્યારે જ્ઞાન નિરાવરણ થાય છે, એ અવસ્થામાં પૂર્ણાનંદ પ્રગટ થાય છે. જીવ જ્યારે જ્ઞાન-સ્વરૂપથી વિમુખ થાય છે ત્યારે જાણેલા પદાર્થોમાં રાગાદિ કરે છે, તેથી તેનાં જ્ઞાનાદિ ટકી શકતાં નથી. યદ્યપિ જ્ઞાન અને આત્મા અભિન્ન છે, છતાં એ એ જ્ઞાનમાં રાગાદિ ભળે ત્યારે જ્ઞાન સ્વયં અજ્ઞાનરૂપે પરિણમે છે. માટે યોગીજનો નિરંતર ઉપયોગને આત્મામાં જોડી રાખવા પ્રયત્નશીલ હોય છે. સાધકને ઇન્દ્રિયોને વિષયોથી રોકીને ચિત્તને વિકલ્પરહિત કરીને, સ્વરૂપ-સ્થિરતાનો અભ્યાસ થાય છે, ત્યારે આત્મિક કે તાત્ત્વિક સ્વરૂપ અનુભવમાં આવે છે. જ્યાં સુધી આત્માના અનંત જ્ઞાનાદિ ગુણોનું ચિંતન થતું નથી ત્યાં સુધી ક્ષણિક અને પર દ્રવ્યોનું ચિંતન જીવને મીઠાશ પેદા કરે છે તે અજ્ઞાન છે. સર્વ કાર્યમાં આત્મષ્ટિ કાર્યકારી થાય તો આત્મા જ સ્વયં સરળ રીતે પ્રકાશિત થાય છે. આત્માનું વિસ્મરણ થતાં જ ઉપયોગ પરને પકડે છે, એમ પરાશ્રયને અંગીકાર કરીને આત્મા શુભાશુભ ભાવવાળો થાય છે, તેના પરિણામે ૧૮ ૪ શ્રતસાગરનાં બિંદુ Page #30 -------------------------------------------------------------------------- ________________ તે સંસારનું પરિભ્રમણ પામે છે. જેટલું તે સ્વાશ્રયનું લક્ષ્ય કરે છે, તેટલો ત્રિકાળી જ્ઞાનમય સ્વરૂપમાં જ પરિણામ પામે છે, તે વિકલ્પરહિત નિર્વિકલ્પ શુદ્ધ ભાવવાળો બને છે. જ્યાં સુધી આત્મા સ્વાશ્રયી સ્વનો બોધ નથી પામતો ત્યાં સુધી તે અન્ય ગમે તે ઉપાય યોજે તો પણ તે મિથ્યાદષ્ટિ છે. પરાશ્રય કરીને પદાર્થોનો દાસ થઈને ચારે ગતિમાં રખડે છે. સ્વ પ્રત્યેની દૃષ્ટિ, તત્ત્વષ્ટિ, સ્વાશ્રયભાવનું શ્રદ્ધાન છે તે આત્મલક્ષી પુરુષાર્થને જાગૃત કરે છે તે વડે જીવ મુક્તિ પામે છે. ૦ શુદ્ધ દૃષ્ટિ છે “નિશ્ચયદષ્ટિ હૃદય ધરીજી પાળે જે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રનો પાર.” કર્મથી આવૃત્ત જીવ મહદ્ અંશે અશુભ ભાવયુક્ત હોય છે. એ અશુભ ભાવને દૂર કરવા કથંચિત શુભભાવનું અવલંબન છે. એ વ્યવહાર છે, છતાં તેના લક્ષ્યમાં નિશ્ચયર્દષ્ટિ હોવી અત્યંત જરૂરી છે. દૃષ્ટિમાં શુદ્ધ નિશ્ચયનો પ્રકાશ ધારણ કરી, ત્રિકાળી ધ્રુવ, સદા શાશ્વત, જ્ઞાયકસ્વરૂપ સ્વવ્યક્તિત્વના પૂર્ણબોધને ધારણ કરીને જે વ્યવહાર-ધર્મારાધન કરવામાં આવે તે શુદ્ધ વ્યવહાર. આ નિશ્ચયર્દષ્ટિ પરાશ્રયના આધારવાળી, પરથી મને સુખ મળશે તેવી ભિક્ષુક વૃત્તિને, મનની પામરતાને મૂળમાંથી દૂર કરવાનું સામર્થ્ય આપે છે. એ પરાશ્રય છૂટતાં આત્મા સમદષ્ટિવંત થાય છે. શુદ્ધનય, નિશ્ચયનય, તત્ત્વદૃષ્ટિનું અધ્યાત્મદર્શન સર્વમાં સમાનતા લાવે છે, કારણ કે આ નય સર્વવ્યાપ્ત છે. તે પદાર્થના મૂળ સ્વરૂપને સ્વીકારે છે તેમાં કંઈ ભેળવણી કરતું નથી. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યની ભેળવણી કે ભાવની ભેળવણી રહિત, અર્થાત્ આત્મા અને કર્મનું ભળવું, આત્મા અને રાગાદિનું ભળવું શુદ્ધ નયને માન્ય નથી. શુદ્ધનય આત્માની સામાન્ય સત્તાને સ્વીકારે છે, કર્મયુક્ત વિશેષ સત્તાને સ્વીકારતો નથી. અર્થાત્ એ સર્વે વ્યવહારનયનાં કથન છે. શુદ્ધનયનું અધ્યાત્મદર્શન સર્વવ્યાપ્ત છે તેથી વિષયના વિષમૂલક સંબંધને નિવારવાનું અમોઘ ઔષધ છે.” વળી જ્યારે અન્ય વ્યક્તિત્વને શુદ્ધનયનું લક્ષ રાખ્યા વગર વ્યવહારનયથી જોવામાં આવે ત્યારે ઊંચ-નીચ, શુભ-અશુભ કે વૈર-ઝેર આત્મસ્વરૂપ : ૧૯ For Private, & Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ જેવાં વંદો ઊભાં થાય છે. જ્યારે શુદ્ધનય કંથી મુક્ત એવી ચેતનાનું દર્શન કરાવે છે ત્યારે વેર કે વિષમતાઓનો અભાવ થઈ, એકરૂપતા અને સમતાનાં દર્શન સુલભ બને છે, માનવીને સાચા સુખ માટે આ દૃષ્ટિ જરૂરી છે. જગતમાં જે કંઈ ભેદ દેખાય છે. તે કર્માધીન છે. તે વૈષમ્ય અને અસ્વાભાવિક છે. શુદ્ધ ચેતનામાં આવા ભેદ નથી. સાધક જ્યારે આવી વિષમતાનો અભ્યાસ છોડી દે છે ત્યારે વિષમતા સ્વયં દૂર થઈ જાય છે. “આ રીતે ભગવાન મહાવીર સ્વામીનું અધ્યાત્મદર્શન પ્રત્યેક વ્યક્તિની નૈશ્ચયિક શુદ્ધતા અને સ્વતંત્રતાનું પ્રતિપાદન કરે છે, તેના પરિણામે સમસ્ત ચૈતન્યજગતમાં એકરસતા અને સમત્વની સ્થાપના થાય છે.” ત્યારે જીવ ને જગતનો સંબંધ સ્વાભાવિક અમૃતમય બને છે. મૈત્રીભાવના વ્યાપક બને છે. જ્યાં જુઓ ત્યાં ચૈતન્યનું અનુપમ સૌંદર્ય દર્શિત થાય છે. ૦ તત્ત્વજ્ઞાનથી આત્મદર્શન ૦ જેની દેહાત્મબુદ્ધિ ટળી છે તેવો અંતરાત્મપણે વિશ્વાસ ધરાવતો સાધક તત્ત્વજ્ઞાન વડે, આત્મદષ્ટિ વડે પરમાત્મદર્શન પામે છે. જે દર્શન સ્વસમ્મુખ થઈ આત્મદર્શનનું કારણ બને છે. ભાઈ ! દુન્યવી જ્ઞાન ભલે કમ્યુટર, માનવયંત્ર કે અન્ય અજબની શોધો કરે તો પણ તે જ્ઞાન દેહ, વાણી, મન, વિચાર કે બુદ્ધિ સુધી પહોંચશે. દેહાદિને તૃપ્તિ આપશે, છતાં પણ આ ચૈતન્ય-જ્ઞાયકને તે વડે પરિતૃપ્તિ સંભવ નથી. કારણ કે દુન્યવી જ્ઞાન ગમે તેટલું વિકસે તો પણ યંત્રને આધીન છે. તે ચૈતન્યની સમાનતાને સ્વીકારી શકે તેમ નથી. જે જ્ઞાનમાં ચૈતન્યનો સંકેત કે સંચાર છે એવું દુન્યવી જ્ઞાન જ્ઞાની સ્વીકારી શકે તેમ નથી. તે ચૈતન્યસ્વરૂપ આત્માને તૃપ્તિ કેવી રીતે આપી શકે ? એથી એમ સ્વીકારવું રહ્યું કે આત્મા આત્મજ્ઞાન વડે જ પરિતૃપ્ત થઈ શકે. માનવજીવન એટલે દેહ, મન, વાણી, હૃદય અને આત્મા એ સર્વનું એકમ છે. હવે દેહાદિ જડ પદાર્થો ચેતનાથી સંચારવાળા હોવાથી બોધ પામતા જણાય છે. કથંચિત તૃપ્તિ પામે છે, દેહાદિના સર્વ સંચારમાં ચેતનાની મુખ્યતા છે, તેને તેનો કોઈ અંશ સ્પર્શે નહિ તો દેહાદિ ૨૦ * શ્રુતસાગરનાં બિંદુ Page #32 -------------------------------------------------------------------------- ________________ જડ પદાર્થોને તૃપ્તિ આપવાથી શું ? વાસ્તવમાં તેમને તૃપ્તિ સાથે કોઈ સંબંધ નથી. આત્મદર્શન કે આત્મજ્ઞાન ક્લેશથી મુક્ત થવાનું અને પરિતૃપ્ત થવાનું અનન્ય સાધન છે, જગતના જીવો પ્રત્યે મૈત્રીભાવથી સમાનતા, સ્વસ્વરૂપ પ્રત્યે સમત્વભાવ અને સિદ્ધ ભગવંતો પ્રત્યે અત્યંત બહુમાન, આવું સર્વતોમુખી સમત્વ જેણે ધારણ કર્યું છે, તેવા મહાત્માઓના મુનિજનોના ચરણોમાં સમ્રાટો પણ નમે છે. તે સમ્રાટો પાસે અઢળક સમૃદ્ધિ છે, પરંતુ પરિતૃપ્તિ તો મહાત્મા-સમ્રાટો પાસે છે. ““હું અચિંત્ય મહિમાવાન આત્મતત્ત્વ છું' આ ભાવ તેમના અંતરંગને આનંદરૂપે પરિતૃપ્ત કરે છે. માટે માનવભવ પામ્યા પછી આપણા દરેકનું પ્રધાન કર્તવ્ય આત્માને ઓળખવાનું, કે આત્મદર્શનનું હોવું જોઈએ.” હવે જે આત્મસન્મુખ નથી, કે જેને હું આવા અનુપમ તત્ત્વરૂપ છું તેવું ભાન નથી એ પરિતૃપ્તિનું કે અવ્યાબાધ આનંદનું સુખ કેવી રીતે પામી શકે ? જેને સ્વનું આત્મભાન નથી તે અન્ય જીવને આત્મસ્વરૂપે કેવી રીતે સ્વીકારી શકે ? અને જો આત્મસ્વરૂપે સ્વીકારી ન શકે તો દયા, વાત્સલ્ય કે પ્રેમ કેવી રીતે રાખી શકે ? જેમ જેમ દયાભાવ વધે તેમ તેમ વિષયોનો સંબંધ, કષાયોની ઉત્તેજના શમી જાય, ત્યાર પછી જીવન નિર્દોષ અને નિષ્પાપ બને. આત્મભાનથી આત્મરતિ, આત્મતિથી વિષયવિરક્તિ, વિષયવિરક્તિથી પરિભ્રમણમુક્તિ આવા ક્રમ માટે શુદ્ધભાવ યુક્તિ છે એ યુક્તિ પરમાત્માની ભક્તિ વડે નિર્માણ થાય છે. આત્મભાન એ આત્મજ્ઞાનનો સંકેત છે. આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપને પ્રગટ કરનાર લક્ષણ ઉપયોગ છે. એ ઉપયોગમાં રાગાદિના પૂર્વ સંસ્કારો ભળેલા છે. આત્મજ્ઞાનના સંસ્કારો વડે તે નિર્મૂળ થાય છે. વળી સામાયિક જેવા સમત્વથી નિરવઘ પ્રવૃત્તિ દ્વારા નવા સંસ્કારોને રોકી શકાય છે. આત્મજ્ઞાન વડે હિતાહિતનું ભાન નિરંતર ટકે છે. આત્માને હું શુદ્ધ આત્મસ્વરૂપ છું તેવો બોધ પરિણામ પામે છે. ત્યારે તેનામાં ભેદજ્ઞાન કાર્યકારી બને છે કે ! જ હું શરીર નહિ પણ શરીરી છું. ના હું દેહ નહિ પણ દેહી છું. આત્મસ્વરૂપ * ૨૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ હું મરણાધીન નહિ પણ અમર છું. મા હું અંધકારમય નથી, પ્રકાશપુંજ છું. ના જડ નથી, પણ ચૈતન્યસ્વરૂપ છું. આથી મને શસ્ત્ર છેદી ન શકે, અગ્નિ બાળી ન શકે, જળ મને ભીંજવી ન શકે કે હવા મને ઉડાડી ન શકે. આવું મારું સામર્થ્ય જ્ઞાન ક્યાં આવરાય છે ? ક્યાં જકડાય છે ? નહિ કરવાનાં કાર્યોનું પુનરાવર્તન કેમ થાય છે ? તેના પરિણામે જીવ કેવી રીતે બંધાય છે ? જીવને બાંધનાર અવિદ્યા અને તૃષ્ણા છે. જ્ઞાનસ્વરૂપ આત્માના ઉપયોગ-પરિણામમાં સંશય ભળે છે, કે હું આ દશ્યમાન દેહ છું કે અન્ય છું ? અથવા વિપર્યાય બુદ્ધિ ભળે છે કે આ દેખાય છે તે જ દેહ છું. આત્મા મને જણાતો નથી. વળી એ જીવને એવો કોઈ વિચાર-અધ્યવસાય ઊઠતો જ નથી કે હું કોણ છું? મારું શું કર્તવ્ય છે ? આમ અવિદ્યા-અજ્ઞાનથી ઘેરાયેલા જીવને બંધન થાય છે. અજ્ઞાનને કારણે જે કંઈ વૃત્તિ કે પ્રવૃત્તિ થાય છે તેમાંથી સંસ્કાર ઉત્પન્ન થાય છે. એ સંસ્કાર જીવને આશા, અપેક્ષા અને તૃષ્ણા ઉત્પન્ન કરે છે. એ તૃષ્ણા જીવના જન્મ-મરણના ચક્રાવાનું કારણ બને છે. આત્મજ્ઞાન વડે અવિદ્યા દૂર થાય છે. નિષ્કામ કર્મ વડે તૃષ્ણાના સંસ્કાર દૂર થાય છે. જે જ્ઞાનમાં સંશયાદિ ભળે છે તે અજ્ઞાન છે, જે જ્ઞાન રાગાદિ સંસ્કાર રહિત છે તે જ્ઞાન છે. સામાયિક આદિ ક્રિયા નિષ્કામ કર્મ છે. ૦ આત્માનુભવ - આત્મસાક્ષાત્કાર ૦ આત્માનુભવ કે આત્મસાક્ષાત્કાર કયા બળ પર કરશો ? બહારનાં નિમિત્તો અવલંબન છે. પરંતુ અવલંબનની નિષ્ઠા માટે પ્રથમ એ સ્વીકાર કરવો કે હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું. દ્રવ્યથી હું પરમાત્મસ્વરૂપ છું. આપણો આત્મા શુદ્ધપણે પ્રગટ નથી કે અનુભવમાં નથી, તેથી આત્મા પરમ શ્રદ્ધા વડે પ્રગટ થયેલા શુદ્ધાત્માઓને અર્થાત્ અરિહંત ભગવંતને તેમના શુદ્ધ આત્મદ્રવ્યથી, શુદ્ધ કેવળજ્ઞાન-ગુણથી તથા શુદ્ધ સ્વભાવપરિણમનરૂપ પર્યાયથી - અવસ્થાથી જાણે તો તે પોતાના ૨૨ x ધૃતસાગરનાં બિંદુ Page #34 -------------------------------------------------------------------------- ________________ આત્માનો સાક્ષાત્કાર કરી શકે. અરિહંત પરમાત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયનું યથાર્થ જ્ઞાન થતાં, તેમનું ધ્યાન થાય છે, ત્યારે આત્માના મોહાદિ ક્ષય થાય છે. અરિહંતના ધ્યાનથી આત્માને પરમાત્માના ગુણોનો સંસર્ગ થાય છે. ત્યાર પછી આત્મા અને પરમાત્મા વચ્ચે ઐક્ય અભેદ થાય છે તે આત્મસાક્ષાત્કાર છે. જ્ઞાનયોગ અને ધ્યાનયોગ અન્યોન્ય સહચારી છે. સવિશેષ જ્ઞાનમાર્ગમાં ધ્યાનયોગ ઉપકારી છે. વળી મુક્તાવસ્થાની પ્રાપ્તિનું સાધન ધ્યાનયોગ છે. આથી ધર્મધ્યાનરૂપ નિર્મળ પરિણામ શુક્લધ્યાનનું કારણ બને છે અને શુક્લધ્યાન કેવળજ્ઞાન અને નિર્વાણનું કારણ બને છે. જ્ઞાનમાર્ગનું મુખ્ય સાધન શ્રવણ અને મનન છે. તે પછી શુદ્ધ પરિણામ - યોગ વડે ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં આત્માને આનંદસ્વરૂપનું વેદન થાય છે. આથી શુદ્ધસ્વરૂપના સર્વ સંશયો ટળી જતાં તેનું જ્ઞાન સંશયાદિરહિત થાય છે. તે જ્ઞાનયોગમાં વિચારશૂન્ય સ્થિતિ હોવા છતાં આનંદસ્વરૂપ આત્મા પ્રગટ હોય છે. તેવા સાધકને નિદ્રામાં પણ આત્મા પ્રગટ છે. વળી માનસશાસ્ત્રનો નિયમ છે કે તમે જે વૃત્તિમાં નિદ્રામાં જશો તેવૃત્તિ નિદ્રાવસ્થામાં અંતરમનમાં રહે છે. તે ક્વચિત સ્વપ્નાકાર પામે છે. નિદ્રાનું અર્થઘટન નિદ્રા એ આહારની જેમ શરીરનું આવશ્યક અંગ છે. નિદ્રામાં ક્લેશ, સંતાપ, આવેશ, ક્રૂરતા કે કષાયો સર્વ શાંત થઈ પડ્યા રહે છે તે અપેક્ષાએ સત્ત્વગુણ છે પરંતુ નિદ્રામાં ઉપયોગ અત્યંત સુષુપ્ત થાય છે તેથી તે તમોગુણ છે. એટલે નિદ્રા સુખદ લાગવા છતાં તે દર્શનાવરણ કર્મની પ્રકૃતિ ગણવામાં આવે છે. આથી સત્ત્વગુણ યુક્ત તમોગુણ છે. તમોગુણી કે રજસગુણી પ્રવૃત્તિથી નિવૃત્તિ તે નિદ્રા આપી શકે છે. જો કે તે સમયે આત્મા તે ગુણથી મુક્ત તો નથી જ. ૦ વિચારદા શું છે ? ૦ જૈનદર્શનનું વિજ્ઞાન કહે છે, આત્મા કાયયોગના સંયોગે મનોવર્ગણા ગ્રહણ કરે છે તે વિચારરૂપે પરિણમે છે અર્થાત્ મનની એક દશા એ વિચાર છે. મનનાં વિવિધ પાસાંઓ છે, ચિત્ત, વિકલ્પ બુદ્ધિ, અહંકાર, આત્મસ્વરૂપ × ૨૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ભાવ, લાગણી ઇત્યાદિ મન એ વિકલ્પોનો પૂંજ છે. વગર ખોટકાયે એ વિચારતંત્ર યંત્રની જેમ ચાલ્યા જ કરે છે. તેની નિરર્થકતાનો પાર નથી. આ વિચાર-સંગ્રહ પરિગ્રહ છે. અન્ય ઈદ્રિયોની અપેક્ષાએ મન સૂક્ષ્મ છે તેથી વિચાર સંગ્રહ પણ સૂક્ષ્મ છે. વિચારથી મુક્ત થવા ધ્યાનનું અવલંબન છે. મન-ભાવ આત્મામાં જોડાય છે ત્યારે વિચારો શાંત થાય છે. પ્રારંભમાં શાસ્ત્રબોધ કે સત્સંગથી સવિચારણા જાગૃત થાય છે. મન શાંત થતાં તત્ત્વની અનુભૂતિ થાય છે. મનની નિરવતામાં અનંતગુણ આત્મા પ્રગટે છે. ચંચલ મન હંમેશાં આઘાત-પ્રત્યાઘાતવાળું હોય છે. તે શાંત થાય છે ત્યારે જ ઉપયોગ-ભાવમન સત્યને કે તત્ત્વને ગ્રહણ કરે છે. મનનું આત્મામાં વિલીન થવું તે જ જ્ઞાનદેષ્ટિ - તત્ત્વદૃષ્ટિ આત્મસ્થિરતા કે પ્રશાંતાવસ્થા છે. તમે વિચારને કે મનને શોધવા જશો કે તે પ્રત્યે ધ્યાન આપશો ત્યારે તે ક્ષણે તે ગાયબ થઈ જશે, કારણ કે મન અને વિચાર અભેદ વસ્તુ છે અને આત્મસાક્ષાત્કારનું સાધન નિર્વિચારદશા છે. અજ્ઞાનાવસ્થામાં મહામૂંઝવણ એ છે કે આ આત્મા શું છે ? ક્યાં છે ? અનુભવમાં કેમ આવતો નથી ? પણ જ્યાં આ ચિત્ત-મનયુક્ત ચેતના સ્વયં નિર્વિચારદશામાં આવે છે ત્યારે આત્મા તો જ, તે દશાનો અનુભવ તે સ્વયં આત્મા છે. વિચાર એ બહારથી આવતી મલિનતા છે તેથી સ્વાનુભૂતિમાં બાધક છે. તે મલિનતા જો અટકી જાય તો જે શેષ રહે છે તે શુદ્ધ ચૈતન્ય છે. પરંતુ વિચારના ગંજના ગંજ ખડકાઈ ગયા છે, તે સંસ્કારરૂપે ઘર કરીને રહ્યા છે. તેને છોડવા મુશ્કેલ છે, પરંતુ અસંભવ નથી. પ્રારંભમાં અસમાંથી સદ્ પ્રત્યે મનને વાળવું પડે છે તે સત્સંગ જેવા નિમિત્તથી સુલભ છે. ત્યાર પછી તે શુદ્ધતત્ત્વના પક્ષમાં લક્ષ કરે છે. એટલે શાંત થઈ જાય છે. અર્થાત્ નિર્વિચાર થઈ જાય છે. ત્યારે આત્મા સાક્ષાત્કાર થાય છે. વિચારની સીમા ય સુધી છે, બહાર જણાતા પદાર્થો સાથે અનુસંધાન વિચાર વડે શક્ય બને છે. તે વિચાર વડે અજ્ઞાત કે અરૂપી એવો પદાર્થ જાણી શકાય. વિચાર શ્રુતજ્ઞાન સુધી પહોચે, શાસ્ત્રાર્થ કરી શકે, પણ આત્માને જાણવાનું સાધન માત્ર જ્ઞાન છે. વિચાર શક્તિ છે, તમે એને કેવું વહેણ આપો છો તે પ્રમાણે એ શક્તિ હિતાહિતને અનુસરે છે. વિચાર એ મનની નીપજ છે. જો ૨૪ : શ્રુતસાગરનાં બિંદુ Page #36 -------------------------------------------------------------------------- ________________ તમે વિચારના સ્વામી બનો છો તો તમે તેને પકડી રાખો છો. અર્થાત્ વિચાર છોડતા નથી. જો તમે વિચારના ગુલામ બનો છો તો વિચાર તમને પકડે છે. જેમ દોરડે બાંધેલી ગાય સીધી ચાલે. માલિક આગળ અને ગાય પાછળ ચાલે છે, પણ તોફાને ચઢેલી ગાય આગળ દોડે માલિક પાછળ દોડે તેમ વિચારનું છે. વિચાર તમારા કાબૂમાં છે, આત્મા આગળ વિચાર પાછળ દોરાય છે. એટલે વિચાર આત્મવિચાર બને છે. પણ તમે વિચારના ગુલામ છો તો વિચારની પાછળ તમે દોડો છો. વિચાર એ મનમાંથી ઊઠતા તરંગ છે. તેને તમે સાક્ષીભાવે જુઓ એના ગમા-અણગમાને જોડશો તો બંધન છે. વિચાર પર વસ્તુના આધારે ટકે છે. વસ્તુ એની એ જ હોય પણ તમારી વાસના તેના ભેદ પાડે છે. સોનાની બંગડીમાં સોનીને સોનું દેખાય. ભોગીને ઘાટ દેખાય, યોગીને પૃથ્વીનો વિકાર દેખાય. તમે તેમાં જોડાતા નથી. વિચાર શમવા માંડે છે. વિચારનું લક્ષણ આવાગમનનું છે. મનરૂપી ધર્મશાળામાં તે રહે છે વસી જાય છે, વિચારની પરંપરા ચાલે છે. જો તમે વિચારને અંતર તરફ વાળો છો તો તે સ્વકીય બની તમને ઊર્ધ્વગામી બનાવે છે. તમે તેને પ૨માં જોડો છો તે પરકીય બની તમારામાં અશાંતિ પેદા કરે છે. જે વિચાર સત્ પ્રત્યે વળે છે, તે વિવેકરૂપે પ્રગટ થાય છે. એ વિવેક પ્રજ્ઞાવંત થઈ સ્વરૂપ પ્રત્યે લઈ જાય છે. છતાં વિચાર વિચાર છે. તેના પ્રવાહમાં ન તણાય તેને તાત્ત્વિક જીવન જીવવું સહેલું બને છે. વિચારના સાક્ષી થવાથી વિવેકદૃષ્ટિ ખૂલી જાય છે. પછી અમૂર્ત આત્મા સ્વાનુભવનો વિષય બને છે. આત્મવિચાર સિવાયના વિચારો ઊઠે તેને લેશમાત્ર સ્થાન ન આપતા, આત્મનિષ્ઠામાં મગ્ન રહેવું. એનું જ નામ પોતાની જાતને ઈશ્વરને અર્પણ કરવી તે પ્રભુની શરણાગતિ છે.'' * આત્મસ્વરૂપ × ૨૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૨. સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ ) શાસ્ત્રાર્થ : સમ્યગદર્શન – સમ્યજ્ઞાન - સમ્યગ્રચારિત્ર એ ત્રણે મળીને મોક્ષમાર્ગ છે. (તત્ત્વાર્થાધિગમ) શુદ્ધ જીવનની અપેક્ષાએ વિષયવૈરાગ્ય, કષાયત્યાગ, આત્મરાગ એ મોક્ષમાર્ગ છે. (પંન્યાસજી આત્મોત્થાનનો પાયો) વાસ્તવમાં આ વિધાનનું એકમ મોક્ષમાર્ગ છે. જેમાં સમ્યગદર્શનાદિ ફલિત થાય છે. વિષયવૈરાગ્ય : વિષય પ્રત્યેથી વિરક્તિ થતાં, રાગાદિ ભાવ નષ્ટ થતાં, વિષયલોલુપતા ટળી જતાં એના મૂળમાં રહેલું મોહનીય કર્મ હણાય છે, ત્યારે દૃષ્ટિનો વિકાર દર્શનમોહ ટળી જીવમાં સ્વરૂપ શ્રદ્ધાન થાય છે, એ શ્રદ્ધાનનો આલાદ વિષયની તુચ્છતાના બોધને દૃઢ કરે છે. કષાયત્યાગ : સ્વરૂપના અનાદર જેવા કષાયો, સંસારભાવ, પદાર્થો પ્રત્યેની આસક્તિ, આહારાદિ સંજ્ઞાઓની તીવ્રતા જેવા દોષોનો ત્યાગ થવાથી ચારિત્ર-મોહનીય હણાય છે એટલે પરિણતિમાં વૈરાગ્યભાવના દઢ બને છે, ચિત્તશુદ્ધિ પરિપક્વ થાય છે. - આત્મરાગ : જગતના પદાર્થોનું આકર્ષણ વિકર્ષણ પામે છે, ત્યારે ઇન્દ્રિયો વગેરે પણ વિશ્રામ પામે છે. આત્મરાગ : જીવ જ્યારે વિષયોના વિકારથી કે કષાયના ક્લેશથી વિરામ પામે છે, ત્યારે તેને પોતાના સ્વાભાવિક સ્વરૂપનો આંશિક બોધ થાય છે, તે બોધ ખૂબ આનંદદાયક હોવાથી જીવને પ્રથમ રાગનું સ્થાનાંતર થાય છે. પરમાં ઢળતા રાગનું વહેણ હવે સ્વ પ્રત્યે વળે છે. પછી તો જીવને એક રટણ થઈ જાય છે. “તૂહી તૂહી' આત્માથી સૌ હીન એ તેનો પ્રાણ બને છે. આમ મોક્ષમાર્ગને બાધક વિષય, કષાય અને રાગ હતપ્રભ થાય છે, અને વૈરાગ્ય, ત્યાગ અને આત્મજ્ઞાન ત્રણેનું ઐક્ય આત્માને સ્વસ્વરૂપે પ્રગટ કરે છે. ચિત્તને એવા ચૈતન્યમાં એકાગ્ર કરવાથી તૃષ્ણાજનિત સર્વ અનાત્મ ચેષ્ટાઓ નષ્ટ થાય છે. ભોગ-તૃષ્ણા પ્રત્યેથી મુક્ત રહેવું એ ૨૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #38 -------------------------------------------------------------------------- ________________ ચિત્તની પરિપક્વ અવસ્થા છે. ત્યારપછી આત્મપુરુષાર્થ સાચી દિશાનો બને છે. વળી મુક્તિ માટેના પરમ પુરુષાર્થ માટે આત્મજ્ઞાન જ અમોઘ સાધન છે. આત્મજ્ઞાન સ્વ-આશ્રયી હોવા છતાં તેની પ્રાપ્તિ માટે જે આત્મારામ છે, નિષ્કામી છે, વૈરાગ્યવાસિત છે તેવા મહાત્માઓની નિશ્રા, આજ્ઞા અત્યંતાવશ્યક છે. પણ આ આત્મજ્ઞાન તો અમારા માટે દૂરનું છે, અમારી ભૂમિકામાં આ તત્ત્વની પાત્રતા આવે તેવું કેમ બને ? સાંભળ, પ્રથમ તો તું ગૃહસ્થ ધર્મના નિભાવવાળો છું. તેમાં દાનની આવશ્યકતા છે, તે ધન, ન્યાયસંપન્ન હશે તો જેવું ધન તેવું તું અન્ન કે અન્ય વસ્તુ મેળવી શકીશ. માટે પ્રથમ જીવનમાં સદાચારી થવું જેથી ધર્મની ભાવના ટકી શકે. ધન છે તો દાનને સાથે રાખો, તન છે તો સત્પુરુષોની સેવા કરો, મન છે મૈત્રી જેવી સંભાવના કેળવો. વળી સાથેસાથે તપ, વ્રત, જપ, સત્સંગ, શાસ્ત્રબોધ અને પ્રભુસેવા વડે જીવનને ઊર્ધ્વગામી બનાવવા નિરંતર પ્રયાસ કરો. અમૂર્ત એવું ચૈતન્ય જ આપણે છીએ, અર્થાત્ આપણે દેશ્યની ઉપાધિરહિત ચૈતન્ય છીએ. એ જ પૂર્ણ છે, તે સિવાય પૂરું વિશ્વ અપૂર્ણ છે. એ પરમ તત્ત્વનો સ્વીકાર આત્માનું અનુસંધાન કરાવશે. ‘તમે ચૈતન્ય હું ચૈતન્ય. સઘળા પ્રાણીમાત્ર ચૈતન્ય છે.' આવી કુશાગ્ર બુદ્ધિ જ ઉપદેશના સારને ગ્રહણ કરશે, પછી તમે સ્વયં સારભૂત આત્મત્ત્વને પામશો. અંતરદૃષ્ટિ : આત્મતત્ત્વનો સ્પર્શ અંતરદષ્ટિ વડે થાય છે. આ અંતરદષ્ટિ શું છે ? દશ્યજગતને જોવા ચર્મચક્ષુ છે, તે તમે જાણો છો. અદશ્ય જગતને જોવા જ્ઞાનચક્ષુ તે અંતરદૃષ્ટિ છે. એ અંતરની શુદ્ધતમ દશામાં અનંત શાંતિ અને શક્તિરૂપે પરમાત્મા – શુદ્ધાત્માનો વાસ છે, અર્થાત્ તમે સ્વસ્વરૂપે ત્યાં છો, તમારું એ શાશ્વત સ્થાન છે. તે કેમ અનુભવાતું નથી ? કારણ કે આપણી અંતરશક્તિ બહારના પદાર્થોમાં એકાકાર થઈ ગઈ છે તેથી આપણો સંબંધ સ્વરૂપ સાથે થતો નથી. “પ્રીતિ અનંતી પર થકી જે તોડે હો તે જોડે એહ” દેશ્યપદાર્થોના રંગ, રૂપ ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે કારણ કે તે સ્વયંભૂ અને અવિનાશી નથી. વિનાશી છે, તેથી તેનું કંઈ જ મૂલ્ય સ્વસ્વરૂપમય મોક્ષ – મોક્ષમાર્ગ * ૨૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ નથી. ચૈતન્યનું મૂલ્ય જાણેઅજાણે જીવમાત્રને છે, પરંતુ જડ પદાર્થોનું મૂલ્ય સર્વ-સામાન્ય નથી. જેમકે માનવને એક તોલાની સુવર્ણની વીંટીની કિંમત છે, હાથી ૫૨ પૂરી અંબાડી સુવર્ણની છે, તેનું હાથીને મૂલ્ય નથી પણ બોજો છે. આ પ્રમાણે જ્ઞાનીઓએ રંગરૂપજન્ય પદાર્થોના સંયોગમાં બોજો જોયો. તેથી તેમણે તેનું મૂલ્ય ન માન્યું. તેથી તેમના જીવનમાં ક્લેશ અને સંતાપ દૂર થઈ ગયા. ક્લેશ અને સંતાપનું કારણ ચૈતન્ય નથી કે જડ પદાર્થો નથી. પણ જીવને જડની જેટલી મૂર્છા છે તેટલો સંતાપ છે. વાસ્તવમાં આપણી અંતરગુફામાં અંતરાત્મપણે પરમતત્ત્વ પ્રસ્થાપિત છે, તે જ આનંદ અને સુખથી પૂર્ણ છે, તેની સાથેનું તાદાત્મ્ય તે આનંદ અને સુખનું પ્રદાન કરશે. પરંતુ તેની સાથે આપણું જોડાણ થવું જોઈએ. તે કેમ થાય ? ભાઈ ! પર પદાર્થો સાથેનો તારો તાદાત્મ્ય સંબંધ ઘણો પુરાણો છે. તે બહિર્ભાવ એકાએક છોડી શકાતો નથી. કોઈ ગુરુગમે અભ્યાસ કરવાથી તેમ થવું સંભવ છે. તે માટે તમારે મનને બહારમાંથી અંદર લઈ જવું પડશે, ત્યારે તે મન સંસારભાવથી છૂટીને સ્વરૂપાનુસંધાન કરશે. તુચ્છનો ત્યાગ કરી અમૂલ્યને મેળવવાનું છે. ત્યાગમાં કંઈ કરવાનું નથી, કેવળ જ્ઞાતાપણે તમારું ટકવું ત્યાગને સહજ બનાવે છે. જેમ દુઃસ્વપ્ન જાગૃત થતાં દૂર થઈ જાય છે, તેમ જ્ઞાનનું સહજ પરિણામ ત્યાગ છે. ૦ આત્માનુભવનો ઉપાય ૦ “રે. આત્મ તારો આત્મ તારો શીઘ્ર એને ઓળખો'' શી રીતે ઓળખવો, તેનો ઉપાય શો ? આત્મ તારો કે ઓળખો અર્થાત્ આત્મઅનુભવ છે. જેમ દરેક ઇન્દ્રિયોને પોતાના વિષયોનું ભાન છે, તેમ આત્માનું ભાન થવાનું એક વિશિષ્ટ સાધન છે, માનવને બુદ્ધિનું અનુપમ સાધન મળ્યું છે. એ બુદ્ધિ અહમ્ વગેરેથી મુક્ત થઈ જ્ઞાનરૂપે-પ્રજ્ઞારૂપે પરિણમે છે ત્યારે એ પ્રજ્ઞા સ્વયં આત્માનુભવ બને છે. આત્માના અનુભવ માટે વારંવાર તેનું સામર્થ્ય, મહિમા, ઐશ્વર્ય ૨૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #40 -------------------------------------------------------------------------- ________________ અને જ્ઞાનસ્વરૂપ લક્ષ્યમાં રહેવું જોઈએ. દેહાદિ સર્વ પદાર્થોથી ભિન્ન, સ્વસ્વરૂપ નહિ છોડતું એ ચૈતન્ય છે તેમ જાગૃતપણે ભાસ્યમાન થવું જોઈએ. વ્યવહારિકપણે પણ આત્મા જાણનાર તત્ત્વ છે. સ્વ-પર-પ્રકાશી છે. બાળાદિ ત્રણે અવસ્થાનું જ્ઞાન આત્માને હોય છે. ચૈતન્યસહિત સજીવ કહેવાતું શરીર ચૈતન્યરહિત શબ કહેવાય છે. આત્મા ગત્યાંતર જાય, સ્થળાંતર કરે, અવસ્થાંતર થાય છતાં તે ચૈતન્યસ્વરૂપે એનો એ જ રહે છે. આત્માને પદાર્થના જ્ઞાન માટે કંઈ જવું પડતું નથી. એ જ્યાં છે ત્યાં જ તેનો જ્ઞાનપ્રકાશ કાર્ય કરે છે. અપૂર્ણ જ્ઞાનની અવસ્થામાં ઇન્દ્રિયો કે બાહ્ય પદાર્થોનું અવલંબન જરૂરી થાય છે. છતાં આત્મપ્રકાશ વડે જ સર્વ પદાર્થોનું જ્ઞાન થાય છે. આ પ્રમાણે આત્માને જ્ઞાનસ્વરૂપે વારંવાર વિચારવાથી બાહ્ય પદાર્થોનું આકર્ષણ છૂટી જાય છે અને આત્મલક્ષ્ય દઢ થતાં આત્માનુભવ થાય છે. આત્માનુભવની ફલશ્રુતિ આત્માનુભવ વગર પરમાર્થ કે પરમ શાંતિ પ્રાપ્ત થતી નથી. જેના આધારે શરીર પણ ચેતનવંતું જણાય છે. જેમ સોનામાં ભળેલું ત્રાંબુ સોનાની ઉપમા પામે છે, તેમ શરીરમાં રહેલી આ અનુપમ વસ્તુનું અખંડ સ્મરણ અભ્યાસ વડે શક્ય છે. શરીરનો અનાદિકાળથી થયેલો નિરંતર અભ્યાસ તેનું સ્મરણ કેવું ગજબનું રખાવે છે ? રાત્રિએ ભરનિદ્રામાં એક મચ્છરનો જરા માત્ર ચટકો તરત દેહનું ભાન કરાવે છે એ પ્રમાણે આત્માનો અભ્યાસ અખંડપણે કેળવી શકાય. જોકે પ્રારંભના અભ્યાસકાળમાં આત્માનું સ્મરણ અખંડ બનતું નથી. ભલભલા યોગીઓને પણ મને હંફાવ્યા છે. મનમાં પડેલા અનેક સંસ્કારો વચ્ચે અંતરાય થઈને આડા આવશે. પરંતુ એ જ મન વડે કરેલો દેઢ સંકલ્પ સફળ બને છે, આ જન્મમાં આરંભેલું કાર્ય પૂર્ણ થવા બીજા જન્મો માગી લેશે, છતાં પણ આ જન્મમાં આત્માનો આદર, પ્રેમ બળવાન બનાવવા જેથી આત્માનુભવ શક્ય બને. આત્માનુભવનાં અન્ય સાધનો આત્માનુભવ માટે વિષય, કષાયોની મંદતા સહિત વૈરાગ્યની અત્યંતાવશ્યકતા છે. વૈરાગ્યથી વાસિત થયેલું મન આત્મધ્યાનમાં પ્રવૃત્ત થાય છે. આત્મધ્યાન એ શ્રેષ્ઠ અને ચરમ સાધન છે. પ્રથમ અશુભ સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ * ૨૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન છૂટી મન શુભ ધ્યાનમાં આવે છે. શુભ ધ્યાનની ભૂમિકામાં બોધ વડે ધર્મધ્યાનમાં પ્રવેશ પામે છે. જે શુક્લધ્યાનનું કારણ બને છે. શુક્લધ્યાન આત્માના પૂર્ણ જ્ઞાનને પ્રગટ કરે છે. પ્રારંભમાં ધ્યાન સમયે વિચારો-તરંગો ઊઠશે પણ તેના પ્રવાહમાં તણાઈ ન જતાં પ્રયત્નપૂર્વક જપ કે મંત્રમાં મનને જોડી દેવું, જેથી નિરર્થક વિચારો રોકાઈ જશે. છતાં ધ્યાન માટેની ભૂમિકા ત્યારે જ બંધાય છે કે જ્યારે જગતના પદાર્થોનું આકર્ષણ ઘટે છે, અનાસક્તિ કે વિરક્તિના ભાવ દેઢ હોય છે. આમ વૈરાગ્યના ભાવ અને જપનું અવલંબન પુષ્ટ થાય ત્યારે આત્માનુભવ સરળ બને છે. વળી જો આપણા વિચાર અને વિકલ્પ આપણને સ્વાધીન હોય તો આત્મશાંતિ સુલભ છે આપણે જ્યારે જે વિચાર કરવા હોય તે કરીએ, નિરર્થક વિચાર ત્યજી શકીએ, તેવી માનસિક દશા પેદા કરી શકીએ તો શુદ્ધ ધર્મ શું છે તે સમજાય છે. વ્રત, તપ કે જપ કરીને અહીં સુધી પહોંચવાનું છે. તે તે ધર્મના પ્રકારો બાહ્યપણે પૂર્ણ થાય ત્યારે માની ન લેવું કે ધર્મ પામી ગયા. પરંતુ આત્મશાંતિ, વિભાવથી મુક્ત એવી આત્મસમતા, કે સદા સાવધાન ઉપયોગ જેવી દશા આવે ધર્મની પ્રાપ્તિ થઈ છે તેમ માનવું. મનમાં તરંગો, વિકલ્પો કે વિચારો ઊઠતા જ રહે તો તેની સાથે રાગાદિભાવ ભળશે, તે ભાવોથી ચંચળતા પેદા થશે. એ ચંચળતા આત્મશાંતિને વિચલિત કરશે. આપણી મનઃસ્થિતિને વિચલિત કરનાર વિષય અને કષાયોની બેધારી તલવાર ઝીંકાય છે, તે સમયે આપણી પાસે આત્મસાધન રૂપી ઢાલની બે બાજુ હોવી જોઈએ તે છે વૈરાગ્ય અને જપ જે આત્માની નિરંતર રક્ષા કરે છે. વૈરાગ્ય વિષયોની રક્ષા કરે છે, અને જપની શુદ્ધિ કષાયોની રક્ષા કરે છે. આત્મા દેહ અને ઇન્દ્રિયોના વિષયોમાં રમવાને બદલે સ્વગુણમાં રમણતા કરશે ત્યારે આત્મશાંતિ સ્વાભાવિક બનશે. “દેહમાંના દેહીના અનુભવની તીવ્ર તાલાવેલીને વ્યક્તિની સમગ્રતામાં જન્માવવા માટે ઇષ્ટમંત્રનો જાપ અને અનિષ્ટકર વિચાર-વાણી આદિનો સદંતર ત્યાગ અત્યંત જરૂરી છે.” ૦ ચિત્તવૃત્તિઓનું વિલીનીકરણ ૦ માનવને મળેલું ચિત્ત આશ્ચર્યકારી અને અદ્ભુત સાધન છે. ચૈતન્યને ૩૦ * શ્રુતસાગરનાં બિંદુ Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કરતું ચિહ્ન ચૈતન્ય છે. એ ચિત્ત ચૈતન્યથી દૂર થઈ અનેકવિધ વૃત્તિઓમાં રોકાય છે, ત્યારે ભ્રમણની ભયંકરતા સર્જાય છે. એ જ ચિત્તને એવી વૃત્તિઓથી પાછું વાળી ચૈતન્યમાં જ વિલીનીકરણ કરવું. કારણ કે આ ચિત્તવૃત્તિ સચ્ચિદાનંદનું વિકારી સ્વરૂપ છે. તેનું વિલીનીકરણ થતાં તે સ્વયં સચ્ચિદાનંદમય થાય છે. બીજી રીતે વિચારીએ તો વૃત્તિઓ ચિત્તનું સહભાવી અસ્તિત્વ છે, માટે તે વૃત્તિઓને જ નિર્મળ અને સ્થિર કરવી, તો એ ચિત્ત અચિંત્ય એવા ચૈતન્યની ચિત્તિ શક્તિને પ્રગટ કરશે. વૈરાગ્યથી ચિત્તવૃત્તિ નિર્મળ થાય છે, અને જપના અભ્યાસ દ્વારા સ્થિર થાય છે. અથવા એ અભ્યાસ માટે ચિત્તવૃત્તિનો સંયમ જરૂરી છે. બાહ્ય પદાર્થો પ્રત્યેના રાગ કે આકર્ષણની ઉપેક્ષા તે વૈરાગ્ય છે. વળી જ્ઞાનસહિત તમસાદિ પ્રકૃતિઓનો અભાવ થાય છે તે વૈરાગ્ય છે. આ ત્રણે પ્રકૃતિઓ એ આત્માની જ અવસ્થા છે, આત્માના તાત્ત્વિક જ્ઞાન વડે જ એ પ્રકૃતિઓ પ્રત્યે વિતૃષ્ણા જાગે છે. વળી તૃષ્ણા જેટલી વધારો તેટલી વધે છે. ઇન્દ્રિયો વિષયો તરફ દોડે નહિ તે માટે મૈત્રી આદિ ભાવનાઓથી મનને ભાવિત કરવું. ત્યાર પછી સાધક આત્મસ્વરૂપમાં વિરામ પામે છે. તે સ્થિતિ સાધક માટે કૃતકૃત્ય છે. ચિત્તવૃત્તિઓનો નિરોધ કે સંયમ કરવો તે યોગ છે. વૈરાગ્ય દ્વારા ચિત્તને ધ્યેયમાં જોડવું તે યોગાભ્યાસ છે. આત્મા સૂક્ષ્મ છે. તેથી પ્રથમ ઇન્દ્રિયોના સંયમ દ્વારા ગુણસ્વરૂપમાં જઈને આત્મસાક્ષાત્કાર જેવા સૂક્ષ્મમાં જવાય છે. ત્યાર પછી સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવી આત્મરમણતા થાય છે. તે જ આત્માનો આનંદ છે. એ આનંદ તે મોક્ષ સુખનું એક સોપાન છે. 0 આનંદની પ્રાપ્તિ કેમ થાય ? ૦ આત્માનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે. એ સ્વરૂપ અંતરંગ હોવાથી આપણને બાહ્યપણે દેખાતું નથી. તેનું કોઈ પ્રકારે સ્થૂલ રૂપ થતું નથી. ચૈતન્યસ્વરૂપ સ્વયં સૂક્ષ્મ છે. દેહાદિ બાહ્ય પદાર્થો આપણને દેખાય છે, વળી તેના વડે સુખ કે આનંદ મેળવવાનો જીવને અભ્યાસ છે. તેથી તે હંમેશાં બાહ્ય પદાર્થોથી આનંદ મેળવવા પ્રયત્ન કરે છે. તે પદાર્થો પર તેને આસક્તિ પેદા થાય છે. પછી જીવ ત્યાં રોકાઈ જાય છે. એથી પોતાની નજીકમાં નજીક પોતાનું જ આનંદપૂર્ણ, અદ્ભુત સ્વરૂપ હોવા છતાં તેને તે જાણી કે માણી શકતો નથી. એટલે તેને શોધવા જવાય છે. ત્યાર ( ગુલાસ્વરૂપમાં જ આત્મા સૂક્ષ્મ છે સ્વસ્વરૂપમય મોક્ષ – મોક્ષમાર્ગ * ૩૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ તે બહાર પ્રયત્ન કરે છે, અને તેમાં નિષ્ફળ જાય છે, ત્યારે અત્યંત અશાંતિનો અનુભવ કરે છે. તો પછી આનંદસ્વરૂપ ચૈતન્યનો અનુભવ કેવી રીતે કરવો ? કેવું આશ્ચર્ય છે કે પોતાના જ આનંદસ્વરૂપને શોધવા માનવે મૂંઝાવું પડે છે; જેમ ગજવામાં મૂકેલી કિમતી વીંટીનું વિસ્મરણ થતાં માનવ મૂંઝાઈને આખું ઘર ઊંચુંનીચું કરી નાંખે, તેમ જીવ પોતામાં રહેલા આનંદસ્વરૂપનું વિસ્મરણ થવાથી કે અજ્ઞાનને કારણે સારી સૃષ્ટિમાં દોડે છે. વાસ્તવમાં તેને બાહ્ય પદાર્થ માટે જેટલો પ્રેમ છે, તેટલો ચૈતન્ય પ્રત્યે પ્રેમ નથી. ચૈતન્યના અનુભવ માટે ચૈતન્યની ભક્તિ કરવી. પ્રથમ એ ચૈતન્યને આપણે જાણવું જોઈએ, તે જાણવા માટે આપણી પાસે મન અને બુદ્ધિનું સાધન છે. બુદ્ધિને તીક્ષણ અને નિર્મળ કરવાથી તે ચૈતન્યને ગ્રહણ કરે છે. સ્થૂલ કે કુટિલતાયુક્ત બુદ્ધિ ચૈતન્યને ગ્રહણ કરી નહિ શકે. પરંતુ બુદ્ધિની સરળતા એમ જાણે છે કે મારી શારીરિક તમામ પ્રવૃત્તિ ચેતનાના આધાર પર થાય છે, જો આ ચેતના ન હોય, તો શરીર શબ બની જાય તો આપણી સર્વ ક્રિયાઓ નિષ્ઠાણ બની જાય. અરે ! તું કોણ અને ક્યાંથી આવ્યો એ સઘળું અસ્તિત્વ જ ટળી જાય. અને શબ બનેલા શરીરનો હવાલો અગ્નિ-સંસ્કારને મળી જાય. ચેતનાની અદ્ભુતતા કેવી છે ? વિશ્વમાં સર્વ વિલાસ આ ચેતનાના આધારે થાય છે. ચેતના જ પોતાને યોગ્ય શરીર બનાવી લે છે, તેમાં રહેવાની મુદત પૂરી થતાં તે તેને ત્યજી દે છે. આપણે એક લોહીનું ટીપું કે કેળા જેવા ફળ પણ બનાવી શકતા નથી. સૃષ્ટિમાં સર્વત્ર ચેતનાનું આધિપત્ય છે. તેને કોઈ ઉત્પન્ન કે નાશ કરી શકતું નથી. તે સ્વયંભૂ છે તત્ત્વદૃષ્ટિથી વિચારતાં ચેતના કેવળ શુદ્ધ પદાર્થ છે. તેની સમાનતા ધરાવતો વિશ્વમાં કોઈ શુદ્ધ પદાર્થ નથી. વિશ્વમાં પદાર્થો પરિવર્તનશીલ છે, તેમ ક્ષણિક છે, ક્યાંક મલિનતાના દોષવાળા છે, પરંતુ આ ચેતના અનાદિકાળથી દેહ ધારણ કરે છે, છોડે છે, આ જન્મમાં આ શરીરમાં પાંચ, પચાસ, કે સો વર્ષ રહેશે તો પણ તે ચૈતન્યરૂપે જ રહેશે. દેહ તમારા આયુષ્યકર્મનું પ્રદર્શન બાળાદિ વયથી કરતું જ રહેશે. માનવયંત્ર જેવાં ગમે તેવાં યંત્રોનો ચાલક માનવ છે એટલે ચૈતન્યયુક્ત પદાર્થ છે. નાનાં યંત્ર કોઈ મોટું યંત્ર ચલાવી શકે તેમ ૩૨ * શ્રુતસાગરનાં બિંદુ Page #44 -------------------------------------------------------------------------- ________________ માટે આ અતી મહત્વનું નિત નથી. ચેતનાને ચલાવવા માટે સાધનની જરૂર નથી. વળી તેને જાણવા માટે અન્ય સાધનની જરૂર નથી, તે સ્વયં સ્વ-પરપ્રકાશક જાણનાર છે. આવું અદ્ભુત સાધન આપણી પાસે છતાં આપણે તેના પ્રત્યે લક્ષ્ય નથી. તેના નિરંતર વિસ્મરણની સજા આપણે ભોગવતા જ આવ્યા છીએ. પરંતુ જો આપણે આ ચૈતન્યનું નિરંતર સ્મરણ કરીએ અને એ અભ્યાસ દૃઢ થાય તો દેહના કષ્ટ વખતે ચૈતન્યનું સ્મરણ એ દેહના કષ્ટથી આપણને દૂર રાખશે. જો આપણો જીવ દેહાદિની આસક્તિમાં અટવાયો તો ચૈતન્યનું સ્મરણ રહેવું અસંભવ છે. કારણ કે આસક્તિ, મોહ, અજ્ઞાન એ પણ આત્માની વૈભાવિક શક્તિ છે. શક્તિ શક્તિરૂપે કાર્ય કરે. પછી તે આત્મહિતનું હો કે અહિતનું હો. એ શક્તિને આપણે કેવું વહેણ આપીએ છીએ તે વિચારણીય છે. એ શક્તિને ચૈતન્ય તરફ વાળીએ તો ચૈતન્ય પ્રત્યે ભક્તિ થશે, દેહાદિની આસક્તિ ઘટશે. ૦ ચૈતન્યની ભક્તિનો મર્મ ૦ માનવને જ્યાં પ્રીતિ થાય ત્યાં ભક્તિ થાય. પુદ્ગલના પદાર્થોની પ્રીતિ રુચિ મનને તે પ્રત્યે મોહ-માયા પેદા કરે છે. તે પછી તે તે પદાર્થો મેળવવા માનવ પ્રયત્ન કરે છે. હવે જો પારમાર્થિક સાધનો કે માર્ગ પ્રત્યે પ્રીતિ કે રુચિ થાય તો માનવ તેની પ્રાપ્તિ માટે તેની ભક્તિ અવશ્ય કરે. તે માટે ભક્તિને યોગ્ય સર્વતોમુખી તેવા વીતરાગની ભક્તિ છે, સાથે નિગ્રંથગુરુજનોની ભક્તિ, ત્યાર પછી તે ઉભય તત્ત્વોમાં જેની ભક્તિ છે તેવા ભક્તિમાનોની ભક્તિ માનવને ચૈતન્ય પ્રત્યે પ્રીતિ-રૂચિ પેદા કરે છે.. એવું બને કે સાધક વર્ષો સુધી સત્સંગાદિ કરે છતાં તેને સમાધાન મળતું નથી. ચેતન્ય પ્રત્યે અનન્ય ભાવ પરિણમતો નથી. ત્યારે પ્રભુભક્તિ પ્રત્યે વિશેષ ભાવના કરીને તે દિશામાં ગતિ કરવી. જેથી આત્મા કે પરમાત્માનું અર્થાત્ શુદ્ધ ચૈતન્યનું સ્મરણ થતાં ઉપયોગ-મન આનંદથી પુલકિત બને, એક ક્ષણ પણ તેનું વિસ્મરણ જીરવી ન શકાય. મેળામાં આંગળીથી છૂટું પડેલું બાળક કેવી આતુરતાથી માને શોધે છે ? ગમે તેવા મનગમતા પદાર્થો આપો તો પણ તેનું એક જ રટણ હોય છે “મારી મા'. એ પ્રમાણે સાધકને ચૈતન્યનું વિસ્મરણ વિરહની વેદના પેદા કરે, એક જ રટણ શુદ્ધાત્મા, સોહ, આત્માથી સૌ હીન સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ * ૩૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ જેમ બાળકને માનું મિલન સુખદાયી લાગે છે. તેમ સાધકને ચૈતન્યની ભક્તિ સુખદાયક છે. જગતના કેટલાક પદાર્થો જોઈને માનવ આશ્ચર્યચકિત થાય છે, તેથી તે પદાર્થને જોતાં તે કેવું અદ્ભુત છે તેવી પ્રસન્નતા અનુભવે છે. હિમાચલ પ્રદેશના ઉત્તુંગ હિમશિખરો, ગંગાસાગરનો પ્રવાહ, વનરાજીનું કુદરતી સૌંદર્ય. હવે વિચારો કે એવી અભુત વસ્તુને જોનાર ચૈતન્ય કેવું અદ્ભુત હશે ! આવો મહિમા લાવી જે વારંવાર ચૈતન્યનું નિરંતર સ્મરણ કરે છે તેને આત્મશાંતિનો અનુભવ થાય છે ભલે પછી સંસારી જીવન હોય, પરંતુ આ જ્ઞાન તેના મોહ અને ક્ષોભને સમાવી દે છે. આ થઈ સ્વ ચૈતન્યની ફળશ્રુતિ. ચૈતન્યની ભક્તિની બીજી ફળશ્રુતિ ચૈતન્યમાત્ર સાથે એકતા. સર્વ જીવો પ્રત્યે સમાનતા. જે પરિણામ સ્વરૂપની અભેદતા અને વૈશ્વિક ચૈતન્ય સાથે પણ અભેદતા આપશે જે સાધકને સિદ્ધિદશા પ્રત્યે લઈ જાય છે. અશાંતિ, મોહ, શોક, સંતાપને વધારનારી કે ઉપજાવનારી ભેદબુદ્ધિ છે. ચૈતન્યની નિર્ભેળ અને નિર્મળ ભક્તિ અર્થાત્ સર્વ અપેક્ષારહિત ભક્તિ, નિષ્કામભક્તિ સર્વ ભેદનું ઉમૂલન કરી સ્વરૂપની અભેદ દશાને પામે છે. “ચૈતન્યનો મહિમા જોવો, ચૈતન્યના કારણે સર્વત્ર તુલ્યતાનો (સમાનતાનો) અનુભવ કરવો, એ સુખ અને શાંતિ મેળવવાનો સર્વ દેશકાળમાં અનુભવસિદ્ધ માર્ગ છે.” ૦ આત્મશાંતિ કેમ થાય ? ૦ સંસારના પ્રસંગો, પ્રકારો, વ્યવહાર અને વ્યાપાર સર્વ શુભાશુભ ઉદયકર્મ ઉપર આધારિત છે, અર્થાત્ પરાધીન છે, તેમાં શાંતિની અપેક્ષા કેવી રીતે રખાય ? પ્રસંગાદિ આપણી ધારણા પ્રમાણે પાર પડતા નથી, તેથી પ્રતિકૂળતા આવતાં જીવ અશાંત બને છે. શુભના સંયોગને આપણે શાંતિ માની લીધી છે, તે સંયોગો બદલાતાં જીવ અશાંતિનો અનુભવ કરે છે. તે પછી ભલે તે ધર્મમાર્ગની રુચિવાળો હોય, તો પણ તેને આત્મશાંતિ પ્રાપ્ત થઈ નથી. માનવમાત્ર સુખશાંતિ ઇચ્છે છે છતાં તેને દુ:ખ અને અશાંતિ કેમ મળતાં હશે ? કોઈ સંતસમાગમે જો તે સમજે કે અશાંતિનું મૂળ ૩૪ x ધૃતસાગરનાં બિંદુ Page #46 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન છે. વાસ્તવમાં પ્રતિકૂળતા મને સૂતેલાને જગાડે છે, આ સમય વહ્યો જાય છે. પૂર્વકૃત કર્મવિપાકનું આ નાટક છે. મારે તેમાં અટકવા જેવું કે ખેદ પામવા જેવું નથી. પરંતુ સમતાપૂર્વક તેનો સ્વીકાર કરી લેવો. એ કટોકટીના સમયે ધર્મનો સહારો લઈ, કર્મની વિચિત્રતાને જાણી સંતોએ આપેલા મર્મ વડે તેમાંથી બહાર નીકળવું તો શાંતિનો અનુભવ થશે. વાસ્તવમાં શાંતિ-અશાંતિનો આધાર આપણા જ મન-ચિત્ત-હૃદય રૂપી સ્થાન છે. કેવળ બાહ્ય પરિસ્થિતિ અશાંતિ પેદા કરે તો તો જીવ ક્યારે પણ શાંતિ ન પામે. કારણ કે સંસાર તો ધંધથી ભરેલો છે, ત્યાં શાંતિ ક્યાંથી હોય ? વળી બાહ્ય પરિસ્થિતિ સ્વતંત્ર છે. દરેક પદાર્થોનું પરિણમન સ્વતંત્ર છે. તેને કોઈ ફેરવી શકતું નથી. એટલે સમજવું કે શાંતિ આપણા અંતરની વસ્તુ છે. સ્વાધીન શાંતિ ક્યાં છે ? સ્વાધીન શાંતિનું સ્થાન તારો આત્મા છે. તારું વર્તમાન જીવન દેહ અને આત્માની વચ્ચે છે, હવે જો તું આત્માના આધાર પર, ગુણાત્મક વલણ પ્રત્યે કે જ્ઞાનમય ઉપયોગનો આધાર લે તો અવશ્યઆત્મશાંતિ પ્રાપ્ત થાય છે. હવે જો તું દેહાધ્યાસી થઈ દેહનો આધાર લે, તો દેહ અને તેની પ્રકૃતિ સ્વતંત્ર દ્રવ્ય છે. અથવા કર્માધીન છે, તે તારા કાબૂમાં રહે તેમ નથી તે તને શાંતિ નહિ આપે. દેહના આધારે જીવવું એટલે ખાવું-પીવું, હરવું-ફરવું વગેરે, તે સર્વ ક્રિયામાં મૈત્રી આદિ ભાવના ન હોય. અહિંસાદિ ઉપયોગ ન હોય તો શાંતિ કેવી રીતે મળે ? યદ્યપિ આત્માને આધારે જીવતાં સંયમ અપનાવવો પડે, તે પ્રારંભમાં કષ્ટદાયક લાગવા છતાં પરિણામે શાંતિદાયક છે. શાંતિ એ આત્માનો ગુણ અને આત્માનું સ્વરૂપ હોવાને લીધે આત્માના આધારે જીવન જીવનારને શાંતિનો જ અનુભવ થયા કરશે.” તમે કોના આધારે જીવો છો ? તમારી પાસે બે પદાર્થો છે : એક આત્મા; બીજો દેહ. બંને એક ક્ષેત્રમાં છે. જીવન આત્માને આધારે જીવાય તો જ તેમાં મનુષ્યત્વ છે. અન્ય આધારની કલ્પના, કલ્પના જ છે. દેહથી માંડીને ધનાદિ, માતાપિતા કે અન્ય પાર્થિવ સુખના સર્વ આધારો સ્વયે નિરાધાર છે, તે સ્વયંભૂ સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ * ૩૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ નથી. તે તમને કેવી રીતે આધાર આપશે ? સર્વ સૃષ્ટિનું અધિષ્ઠાન ચૈતન્ય છે એટલે જે આત્માને આધારે જીવે છે તે આત્મત્વ પ્રાપ્ત કરી પરમતત્ત્વને પામે છે. દેહને આધારે જીવવામાં તમારે શું કરવાનું છે ? ખવરાવવું, પીવરાવવું, પહેરાવવું, નવડાવવું, ફેરવવું. છતાં આ ઔદારિકાદિ શરીર જ કર્માધીન છે, દેહ માંગ કરે તે પ્રમાણે જીવવું પરાધીનતા છે. તમે જ્યારે આત્માને આધારે જીવવાનો દઢ સંકલ્પ કરો છો તેની સાથે જ તમારામાં ત્યાગ-સંયમની ફુરણા થાય છે, આત્મશક્તિની પ્રેરણા તમને દેહાદિક સંજ્ઞાઓથી પાછા વાળે છે. પ્રારંભમાં તેમાં કષ્ટ પડે તો તમને અંતરમાં અલ્પાંશે શાંતિનું વદન થવાથી તમારો પુરુષાર્થ વિકસે છે. જ્યારે તમે આત્માનો આધાર લો છો ત્યારે તમને તેમાં શાશ્વતતાનો, સ્વાધીનતાનો ભાવ જન્મે છે તે સાધક જ્યારે દેહાદિના આધારે જીવતા જગતનું સ્વરૂપ જુએ ત્યારે સર્વત્ર ક્ષણિકપણું, મિથ્યાપણું, નિઃસારપણું જણાય છે. સૃષ્ટિનું આવું સ્વરૂપ જોતાં સાધકને ઉદાસીનતા, નિર્વેદ કે વૈરાગ્ય આવે છે, એથી સંસારનાં કાર્યો કરવા છતાં તેને મનમાં આત્માથી સૌ હીન છે તેવો ભાવ સતત રહ્યા કરે છે, અને તે જે ભાવ તેની શાંતિને સ્થિર રાખે છે. કાર્ય કર્યું, પ્રસંગે પ્રસંગે તેની વિચારમાળા ગણ્યા કરે છે કે હું કોણ ? દેહ શું છે ? આત્મા શું છે ? બંનેના સંયોગ-વિયોગનું કારણ શું છે ? મારી સ્વાભાવિક સ્થિતિ શું છે ? મારી શાંતિ ક્યાં છે ? અશાંતિનું કારણ શું છે ? આવા સંશોધનને કારણે તેને સમજાય છે, કે દેહના સંબંધે તેને સ્વરૂપભ્રાંતિ થઈ હતી. મારું સ્વરૂપ જ શાંતિમય છે. પ્રત્યક્ષપણે જ જણાય છે કે ચૈતન્ય જ શાશ્વત અને અખંડ છે. જાગતા કે ઊંઘતાં, હરેકપણે તેનો ધબકાર હું અનુભવું છું. હવે મને ભ્રમ શા કારણે થાય ? આમ તેને શાંતિનો અનુભવ થાય છે. માટે જીવે હંમેશાં ચેતનાના-જ્ઞાનના આધારે જીવવા પ્રયત્ન કરવો. માનવજીવનમાં વિચારશક્તિ અણમોલ સાધન છે, એ વિચાર જો આત્માને આધારે છે તો તે સને અનુસરે છે, સદ્વિચારને આચાર અનુસરે છે. આચાર-વિચારનો મેળ એ જ શાંતિનું પ્રેરકબળ છે. તે વિચારોનું સ્તર ઊંચું છે, જેમકે હું હંમેશાં સત્ય બોલીશ, સૌની સાથે ઉદારતા અને પ્રેમથી રહીશ તો તેનું સત્ત્વ પ્રગટ થાય છે. પરંતુ પ્રસંગ આવે અસત્ય બોલે, કૃપણ થાય કે વેરઝેરમય આચાર કરે તે ૩૬ x ધૃતસાગરનાં બિંદુ Page #48 -------------------------------------------------------------------------- ________________ તેવું વિચાર – આચારનું અંતર તેને ક્યારે પણ શાંતિ આપી શકે નહિ, નિર્બળ બનાવે. સવિચારોને ટકાવવા માટે અન્ય પ્રેરણા જરૂરી છે અને તે છે ત્યાગ, સંયમ, શીલ ઇત્યાદિ. વૈરાગ્ય વડે જેમ વિષયવાસના શમે છે, પદાર્થોની આસક્તિ ઘટે છે, તેમ શીલ કે બ્રહ્મચર્ય આદિ સંયમ વડે આચાર-વિચારમાં સમત્વ જળવાય છે, તે સમત્વ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શાંતિને ધારણ કરવામાં મહા બળવાન સાધન છે. આ રીતે આત્મા વડે જીવતા આત્મા સાચા સ્વરૂપે પ્રગટ થાય છે. વળી દેહને આધારે જીવી દેહને સુખ આપવા પ્રયત્ન કરો ત્યારે પણ દેહ બિચારો જડ હોવાથી તેને કંઈ સુખ પહોંચતું નથી અને સંયમ કરો ત્યારે દેહને કંઈ દુઃખ પહોંચતું નથી. પરંતુ મનમાં રહેલી મોહની પ્રકૃતિએ જીવને ભ્રમ પેદા કર્યો છે, અને જીવે તે ભ્રમ સ્વીકારી લીધો છે, તેથી પોતે જ મહાન સમ્રાટ હોવા છતાં નિર્બળને પકડી રાખે છે. અને ત્યાં સુખ માનવા પ્રયત્ન કરી અંતે દુ:ખ પામે છે. આવી પ્રતીતિને ધારણ કરી ચેતનના આધારે જીવનને દોરી જવું. ૦ સુખ દુઃખનું મૂળ ૦ ઘણા પ્રકારે સંશોધન કરીને મહાત્માઓએ જગતના ભવ્ય જીવોને સુખ અને દુઃખના મૂળનું રહસ્ય આપ્યું કે આત્માનું અભાન કે અજ્ઞાન તે દુઃખનું મૂળ છે, આત્માનું ભાન અને જ્ઞાન એ સુખનું મૂળ છે. અજ્ઞાન કેમ ટળે ? જ્ઞાન કેમ પ્રગટે ? આગમ-સત્શાસ્ત્રો, આત્માદિ તત્ત્વયુક્ત ગ્રંથો વડે આત્મઅજ્ઞાન ટળે. અને જિનમૂર્તિના દર્શન-પૂજન દ્વારા આત્મજ્ઞાન મળે. આગમો આત્માનું અજ્ઞાન શું છે તે બતાવે છે, જ્ઞાનની ચાવી આપે છે. મૂર્તિ આત્માનું સ્વરૂપ દર્શાવે છે, જે જ્ઞાનનું કારણ બને છે, ત્યારે જ્ઞાનસ્વરૂપ આત્મા સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે છે. આગમના કથનારા અરિહંત-તીર્થકર છે, આગમના રચનારા ગણધરો છે, તેને લેખનમાં ઉતારનારા મુનીશ્વરો છે. “અર્પદ્ વત્ર પ્રસૂત, ગણધર રચિતં દ્વાદશાંગ વિશાલ, ચિત્ર બડ્યર્થ યુક્ત, મુનિગણ વૃષભૈર્ધારિત બુદ્ધિ અભિઃ” તીર્થકરાદિનું અસ્તિત્વ, ભવ્ય જીવોના જ્ઞાન માટે છે. તીર્થકરો, ગણધરો સિદ્ધિપદને પામ્યા છે, તેથી તેઓએ સિદ્ધિગતિની કેડીને કંડારી સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ ૪ ૩૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ છે. માટે આત્મજ્ઞાન અને આત્મભાન માટે તેઓનું દર્શન-પૂજન મહિમાવંત છે. તેવો મહિમા આવવાથી જીવમાં શ્રદ્ધા પ્રગટે છે, એ શ્રદ્ધા તારો પથપ્રદીપ બને છે. આત્મશ્રદ્ધા જ્ઞાનને આત્મરૂપે યોજે છે. ત્યારે આત્માનું જ્ઞાનસ્વરૂપ પ્રકાશમાં આવે છે, એ આત્મજ્ઞાન વડે આત્મસ્વરૂપ અનુભવગમ્ય થાય છે એ અનુભવ મન, વચન અને કાયાના પૌલિક સાધનો કરતાં નિરાળો છે, મનાદિના રાગાદિના વિકલ્પોથી વિરક્તિ થયા સિવાય આત્માનુભવ થતો નથી. અહો ! આવું અનુભવનું અનુપમ દ્વાર ખોલવા માટે પ્રભુ પ્રત્યે, વૈશ્વિક ચૈતન્ય પ્રત્યે, અનન્ય પ્રેમનો સાદ પૂરતો છે. બીજાં સાધન બહુ કર્યા પણ પાર ન પામ્યો. આ પ્રેમના સાદ વડે તું પરમ તત્ત્વને, પરમ શાંતિને પ્રાપ્ત કરીશ. બસ આ જન્મમાં એક દાવ લગાવી દે. પૌલિક પદાર્થોના પ્રેમને એક વળાંક આપી દે, અને પરમાર્થ પ્રત્યે, વિશ્વ પ્રત્યે સાચા પ્રેમથી સમર્પિત થઈ જા એ જ તારો આત્મિક અનુભવ બનશે. રાગ સીમિત છે, પ્રેમ અસીમ છે. આનંદ પૂર્ણ છે. ભાઈ ! એ મળ્યા પછી તને શું જોઈએ ? o રાગની લીલા ૦ વિષયોની કામનાથી રાગ સીમિત છે. કામરાગમાં વ્યક્તિના સંબંધોમાં રાગ સીમિત છે. સ્નેહરાગમાં અને ધર્મક્ષેત્રમાં ગયો તો ત્યાં તને ગુરુની નિશ્રા આવશ્યક છે, પરંતુ ત્યાં તને માલિકીભાવ આપ્યો, મુખ્ય શિષ્યત્વનું અહમ્ પેદા થયું કે અન્ય તરફ ઢષ પેદા થયો તો ત્યાં રાગ સીમિત થયો દૃષ્ટિરાગમાં. આમ મનુષ્ય પોતાને મળેલું અનન્ય પ્રેમસ્વરૂપ તત્ત્વ ક્ષુદ્ર પ્રકારોમાં વિખેરી નાખે છે. ઘણા ખાડામાં ભરાયેલું પાણી ખાબોચિયાનું ઉપનામ પામી સુકાઈ જાય છે, સરોવરમાં એકત્ર થયેલું પાણી સરોવરને સૌંદર્ય આપે છે, પ્રાણીમાત્રની તૃષા છિપાવે છે. ભાઈ ! તારો અમુક વિષયમાં અમુક વ્યક્તિમાં સીમિત થયેલો રાગ જેને તું પ્રેમ કહે છે, તે ખાબોચિયા જેવો છે. પ્રસંગની લીલામાં એ ધરતી સુકાઈ જાય છે, તારો એ રાગ સીમામાંથી બહાર નીકળે છે ત્યારે તે પ્રેમનું ઉપનામ પામી પવિત્રતાનું નિર્માણ કરે છે. તારી પાસે આવો પ્રેમ નથી અને કેવળ શાસ્ત્રના જ્ઞાનની સ્મૃતિ છે, તે તને જ સ્વયં શુષ્ક બનાવશે, તારું જીવન પ્રેમતત્ત્વથી સ-રસ હોવાને બદલે નિરસ બનશે, જે તને છઠ્ઠી આંગળી જેવું પીડાદાયક હશે. ૩૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #50 -------------------------------------------------------------------------- ________________ જાડું દોરડું સિંહ કે હાથી જેવા બળવાન પશુને બાંધીને પરાધીન બનાવે છે, તે દોરડું સૂતરના તારથી વિખરાયેલું હોય તો તે વડે પશુને વશ કરી શકાતું નથી. પ્રેમનું અમુક સીમાના રાગમાં વિખરાઈ જવું તે વિકૃત સ્વરૂપ છે. અનેક પદાર્થોમાં વિખરાઈ ગયેલા રાગભાવને કેવળ નિર્દોષ પ્રેમના બળ વડે મનરૂપી માતંગને વશ કરી શકાય છે. વશીકરણ થયેલા મન વડે આત્માનુભવ શક્ય બને છે. મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ જાણું, આનંદધન પ્રભુ મારું આણો, તો સાચું કરી માનું. હો કુંથુજિન મનડું કિમ હી ન બાજે.” સંપૂર્ણ જીવરાશિ સાથે નિર્દોષતાથી જોડનારું મહાવશીકરણ પ્રેમતત્ત્વમાં રહેલું છે. સમગ્ર તત્ત્વજ્ઞાનની પરિપક્વતા, નિષ્કર્ષ એ પ્રેમતત્ત્વ છે. સ્વ-સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, નિરવધિ આનંદથી ભરેલું, અને અનિર્વચનીય અમૂલ્ય શિરોમણી તત્વ આ પ્રેમ છે. જગતના જીવો એને વિકૃત સ્વરૂપ આપી આત્મસાત કરવા મથે છે, પણ એવી વિકૃતિથી દૂર સુદૂર આ પ્રેમતત્ત્વ તેમના હૃદયમાં સ્થાન લઈ શકતું નથી તેથી જીવો રાગના આવેગને પ્રેમ માની ભ્રમિત થઈ અંતે દુઃખ પામે છે. પણ વસ્તુમાં વેરવિખેર થયેલા આ પ્રેમને સ્વતત્ત્વમાં જોડવામાં આવે તો તે પાર્થિવ જગતના પ્રપંચને ત્યજી આત્માનુભવ પામે, એવું આ અમોઘ સાધન છે. સુખદુઃખના કંદથી ઉપરની અવસ્થા આ પ્રેમતત્ત્વ છે. એ તત્ત્વ આત્મામાં ધારણ થાય છે, ત્યારે સઘળી સ્થિતિમાં આત્મા સુખી છે. એ પ્રેમતત્ત્વ જેને સ્પર્શે નથી તે સુખદુઃખના ચક્રમાં ફસાઈ જાય છે. “આત્મપ્રેમ એ જ્યાંત્યાં ઢોળી નાખવા જેવી મામૂલી વસ્તુ નથી, જેના પ્રેમના વિષય તરીકે આત્મા છે તેનું જીવતર ધન્ય છે.” ૦ આત્મપ્રેમથી – નિર્વિકલ્પતા – થી નિઃસંગતા ૦ જગત વ્યવહારમાં જ્યારે અન્યોન્ય સાચો કે નિર્દોષ પ્રેમ અનુભવનો વિષય બને છે, ત્યાં શું અને કેમ એવા વિકલ્પો ઊભા થતા નથી. વૈતથી મુક્ત થઈ જીવ અદ્વૈતને રહે છે ત્યારે ત્યાં એકનું અસ્તિત્વ અનુભવે છે, તે આત્મપ્રેમ છે. તેમાં કેવળ “તૂહીનો પોકાર છે. ત્યાર પછી અંતરનિર્વિકલ્પતા આવે છે, તે જગતના વ્યવહારથી બાહ્ય પ્રકારોથી નિઃસંગ થાય છે. આમ અંતર નિર્વિકલ્પતા અને બાહ્ય નિઃસંગતા સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ : ૩૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ ઊભય વડે હું આત્મસ્વરૂપ છું તેવી નિર્મળ દશા સિદ્ધ થાય છે. તેમાં મન અને બુદ્ધિના તરંગો બાધક છે, મન અને બુદ્ધિ જ્યાં અટકે ત્યાં આત્માધ્યાસનો પ્રારંભ થઈ સ્વરૂપદશા પ્રગટ થાય છે. નિર્વિકલ્પતા અને નિઃસંગતાનું પરિણામ સ્વાનુભૂતિ છે. અનાભ્યાસે કરી નિર્વિકલ્પતા અને નિઃસંગતા દુઃસાધ્ય હોવા છતાં અભ્યાસથી સાધ્ય બને છે. મન એ વિકલ્પનો ખજાનો છે, વિકલ્પનો આધાર રાગદ્વેષ છે. રાગદ્વેષ એ અજ્ઞાનની નીપજ છે. જ્ઞાનમાં મોહ પ્રકૃતિનું મિશ્રણ એ અજ્ઞાન છે. એ અજ્ઞાન બુદ્ધિ વડે કાર્યશીલ બને છે. આ મન અને બુદ્ધિના વ્યાપારને ઉપશમ કરવાથી વિકલ્પો શમે છે. વળી જેમ જીવ જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય પ્રત્યે લક્ષ્ય કરે છે તેમ તેમ વિકલ્પ શમે છે. વિકલ્પના બે પ્રકાર છે ? શુભ વિકલ્પ અશુભ વિકલ્પ. સાધકે પ્રથમ અશુભ વિકલ્પોને શુભ ચિંતન કે અનુષ્ઠાન દ્વારા શુભ વિકલ્પોમાં પરિવર્તિત કરવા જોઈએ. અશુભ વિકલ્પ અને નિર્વિકલ્પ દશાની વચ્ચે શુભ વિકલ્પ સેતુ બને છે. શુભ વિકલ્પમાં રોકાયેલું મન ક્રમે કરીને અન્ય બોધના પરિણમનથી શાંત થાય છે, અથવા મોહજનિત રાગાદિ ભાવો શાંત થતાં ઉપયોગ નિર્વિકલ્પ થાય છે. આ અંતરંગ અવસ્થામાં બાહ્ય નિઃસંગતાની આવશ્યકતા છે. નિઃસંગતા એટલે અંતરમાં પરભાવથી અને બહારમાં પદાર્થોથી દૂર થવું. સંસારના કોઈપણ પ્રકારનો સંગ કુસંગ છે. જેમ લીમડાના ગમે તે પ્રકારને સેવો એ સર્વ પ્રકારે કડવાશ આપે છે, તેમ સંસારને અંતર કે બાહ્ય ગમે તે પ્રકારે સેવો તે કુસંગ છે. કુસંગથી છૂટવા અને નિઃસંગ થવામાં સત્સંગ સેતુ છે. સત્સંગ દ્વારા આત્મારૂપી સનો સંગ થવાથી જીવ નિઃસંગ થાય છે. જેવો અભ્યાસ તેવો અધ્યાસ બને છે. અધ્યાસ એટલે આત્મ-ઐક્યતા છે. જીવને દીર્ઘકાળથી દેહનો અભ્યાસ છે તેથી તે દેહાધ્યાસી બન્યો છે. હવે જો તે આત્મસન્મુખ થઈ તેનો અભ્યાસ કરે કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું તો દેહાધ્યાસ ટળી આત્મધ્યાસ થવો સંભવ છે. દેહાદિમાં ઉપયોગની એકતા તે મિથ્યા દર્શન છે, તે વૈરાગ્ય વડે નિવારી શકાય છે. આત્મા સાથે તત્ત્વસ્વરૂપ એકતા - શ્રદ્ધા સાચું દર્શન છે. આમ સ્વરૂપના લક્ષ્યનો અભ્યાસ અને વૈરાગ્ય વડે કાર્ય ૪૦ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #52 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિ છે. “સહજ સ્વભાવ રમણતાની પરિણતિ વડે સહજાનંદ સુલભ છે. તે માટે ઉક્ત બે ગુણોની સાધના અનિવાર્ય છે.” વિશ્વાત્મા સ્વાત્મા વૈશ્વિક ચૈતન્યને સ્વાત્મતુલ્ય અનુભવવું તે મનુષ્યત્વના સત્ત્વની સાર્થકતા છે. સર્વાત્મમાં સમષ્ટિ એ ઉપદેશનો સાર છે. વિશ્વવ્યાપક ચૈતન્ય લક્ષણથી સમાન હોવાથી તે સ્વાત્મા છે તેમ અનુભવવું તે સાધકની સિદ્ધિ છે. દેહ દેવળમાં બેઠેલા ચૈતન્ય મહારાજાનું મિલનમાં નજરાણું જરૂરી છે. તે નજરાણું છે જ્ઞાનમય બોધ, ચિત્તની નિર્મળતા. કામનાઓ અને વાસનાઓથી ભરેલું ચિત્ત એ આત્માનો અનાદર સૂચવે છે. જેમ સોનાને તપાવવામાં આવે ત્યારે અગ્નિ તેના સર્વ પ્રદેશે ઓતપ્રોત થઈ જાય છે, તેમ ચિત્ત જો ચૈતન્યમાં અભેદપણે રહે, ઐક્યતા કરે તો તેની અચિંત્ય શક્તિ આવિર્ભાવ પામે છે અને વાસનાઓ, કામનાઓ કે ઇચ્છાઓ સ્વયં પલાયન થઈ જાય છે. પરંતુ સંસારના પ્રકારો કે પ્રસંગોનું સેવન કરવું અને આત્મામાં અભેદ થવું અસંભવ છે, માટે સંસારના પ્રયોજનને મૂકી, એકાંતમાં બેસી વૃત્તિઓને શમાવી દેવી. ત્યારે ચિત્ત અને ચૈતન્ય અભેદસ્વરૂપમાં સ્થિતિ કરી અખંડ આનંદ અનુભવશે. - “પ્રભુમુખ સ્વભાવ સુણું જો માહરો, તો પામે પ્રમોદ એહ ચેતન ખરો. થાયે શિવપદ આશ રાશિ સુખવૃંદની સહજ સ્વતંત્ર સ્વરૂપ ખાણ આણંદની.” ભાઈ ! ગુણના ખજાનારૂપી આત્માની વાત સાંભળવી કોને ન ગમે ? તેમાં શિવપદની પ્રાપ્તિની સદ્ભાવના છે, તે સદ્ભાવના તને ગુણોનો ખજાનો ખોલી આપશે. તેનું મૂલ્ય એટલે ઉદાસીનતા, ઇચ્છાઓનો ત્યાગ, અથવા પ્રભુવચનમાં તત્પર, પ્રભુઇચ્છા એ જ મારું જીવન, એ આત્મસંયમ, આત્મસમર્પણ, આત્મનિવેદન છે. પછી સર્વ સિદ્ધિ તારા ચરણમાં ઝૂકશે. અસદ્ ઇચ્છાઓ એ અતૃપ્તિની માંગ છે, કાંઈ અભાવની માંગ છે. સાંસારિક સુખો સમૃદ્ધિ મળવા છતા તૃપ્તિ થતી નથી. તેને વધુ સ્વસ્વરૂપમય મોક્ષ મોક્ષમાર્ગ ૨ ૪૧ - Page #53 -------------------------------------------------------------------------- ________________ મેળવવાની માંગ થાય છે તે અતૃપ્તિની માંગ છે. જેને દરિદ્રતા વરી છે તેને પણ કંઈ મેળવ્યું છે, તે વસ્તુના અભાવમાંથી ઊભી થયેલી માંગ છે. આથી એમ સમજાય છે. ભિખારી જ ભિખારી છે તેવું નથી પણ રાજા-મહારાજા સૌ ભિખારી છે, ત્યાગી-વૈરાગી પણ ભૂલ ખાઈ જાય જો અંતરમાં માંગ પડે તો. રાજા-શેઠ સૌ મંદિરમાં જઈને વધતી સામગ્રીની માંગ કરે છે, ભિખારી દરવાજે દીનદશાથી માંગે છે. આમ સૌ માંગે છે. આથી જ્ઞાની પુરુષો કહે છે, માંગ, ઇચ્છાઓનો ત્યાગ-નિરોધ ક. છતાં ઇચ્છા વગર ના રહેવાય તો પરમાર્થની ઇચ્છા કરજે. જેમાંથી પૂર્ણત્વનું અમીઝરણું વહેતું થશે. પછી અતૃપ્તિ અને અભાવ બંને ટળી જશે. સર્વ સિદ્ધિનો સ્વામી સ્વયં તું જ છે. તેમાં તારું સન્માન છે. સાધન-સામગ્રીનો અભાવ દરિદ્રતા છે, પરંતુ વસ્તુ હોવા છતાં વધુ મેળવવાની ઈચ્છા, અતૃપ્તિ એ ભયાનક દરિદ્રતા છે. જીવનની જરૂરિયાત સિવાય જેને કંઈ મેળવવાની ઇચ્છા નથી એ જરૂરિયાત પણ સંતાપયુક્ત નથી. તે મનુષ્યને અમીર બનાવે છે. તમારી ગરીબી અને અમીરી તમારા મનમાં પડી છે. અર્થાત્ કલ્પનામાં પડી છે. તે તમને મળેલા મહા જીવનની કિમતી ક્ષણોને વ્યર્થ બનાવે છે. ઇચ્છા શાંત કેમ થાય ? આત્મા કે પરમાત્માના ધ્યાન વડે ઇચ્છા શાંત થાય છે. પરમાત્માના ગુણોનું કીર્તન જ એવું છે, જે તને આત્મપરાયણ બનાવે છે, તેથી ઇચ્છાઓનો અંત આવે છે. પરમાત્માના આદર, સન્માન દર્શનથી આત્મદર્શન સુલભ થતાં મિથ્યાદર્શન ટળી જાય છે. તેની સાથે ઇચ્છાઓ શમી જાય છે. ૦ આત્મદર્શન-તત્ત્વદર્શન ૦ આત્મદર્શન એટલે સ્વ-પરિચય. તત્ત્વદર્શન : આત્મા તત્ત્વરૂપ છે. તેનું તાત્ત્વિક દર્શન. આથી આત્મતત્ત્વ આપણને અભિપ્રેત છે. પરંતુ મિથ્યાત્વાદિ દોષ, કષાયાદિ દોષો, પ્રમાદાદિ દોષો, અઢાર પાપજનિત દોષો સહિત આત્મદર્શન કે તત્ત્વદર્શન થતું નથી. પ્રારંભની સાધનામાં ભલે પાપ-પુણ્યનું કે શુભાશુભભાવનું મિશ્રણ હોય પણ શ્રદ્ધામાં તો આશ્રવાદિ દોષ હેય અને સ્વરૂપલક્ષી ગુણો ઉપાદેય છે. આથી શ્રાવકને ઉચિત ગુણો, માર્ગને ૪૨ * શ્રુતસાગરનાં બિંદુ Page #54 -------------------------------------------------------------------------- ________________ અનુસરતા ગુણો, ક્ષમાદિ ગુણો કે સમ્યગદર્શનાદિ ગુણોના સહયોગથી આત્મદર્શન કે તત્વ દર્શન થાય છે. અર્થાત્ દોષરહિત ગુણો સહિત એ અનુપમદર્શન સંભવ છે. કેવી રીતે? દોષની અંશમાત્ર પણ અનુમોદના, બચાવ કે પક્ષપાત હશે અને ગુણોની અંશમાત્ર પણ ઉપેક્ષા, અપ્રશંસા કે અનાદર હશે તો આત્મદર્શન અસંભવિત છે. તેને સ્થાને દોષની નિરંતર ગર્તા – નિંદા – ઉપેક્ષા હશે, અને ગુણોની નિરંતર અનુમોદના, આદર અને પ્રશંસા હશે તો શુદ્ધ તત્ત્વદર્શન પ્રગટ થશે. સંસાર એ દોષનું નિવાસસ્થાન છે, મોક્ષ એ ગુણોનું પરમધામ છે, તેનો બોધ એ ધર્મ છે, જેના વડે પાપોનો પરિહાર થાય છે. દુષ્કૃત્ય અને દુર્ભાવ વડે પાપ થાય છે અને પોષાય છે. તે દુ:ખનું કારણ છે. સુકૃત્ય અને સદ્ભાવના વડે ગુણો વૃદ્ધિ પામે છે. દયારૂપ ધર્મની મુખ્યતા સુખનું કારણ છે. દયામાં દુઃખીના દુઃખનિવારણની મુખ્યતા છે. અહીંથી ધર્મ પ્રારંભ થાય છે. દયાનું ફલક ખૂબ ઉદાર છે. અહિંસા, સંયમ-તપ, શીલ સંતોષ ક્ષમાદિ, દાન, પરોપકાર, સ્નેહ તેમાં સમાય છે. “સાચા હૃદયની દુકૃત ગહમાંથી જે અગ્નિ (શક્તિ) પેદા થાય છે, તે ચીકણાં કર્મોને પણ ભસ્મીભૂત કરી નાંખે છે અને તીવ્ર સુકૃતાનુમોદનામાં પરિણમીને સુકૃતસાગર સમા શ્રી અરિહંત પરમાત્માના ચરણમાં સમર્પિત કરી દઈને શુદ્ધ ધર્મમાં રમમાણ કરે છે. ૦ તત્ત્વવિચાર ૦ તત્ત્વદર્શન થતાં પહેલાં તત્ત્વવિચારથી ભૂમિકા બંધાય છે. તે તત્ત્વવિચાર આરંભ પરિગ્રહાદિની અલ્પતા, પાર્થિવ પદાર્થોથી અનાસક્તિ, કષાયોની મંદતા થવાથી ઉદ્દભવે છે. ધર્મમાર્ગનું એ પ્રવેશદ્વાર છે. માનવ વિચાર સહિત અવસ્થાવાળો છે. પરંતુ તે વિચારનું વહેણ યથાસ્થાને ન હોવાથી તે વિચાર તેને તત્ત્વરૂપે પરિણમતો નથી. કારણ તે વહેણ આર્તધ્યાનરૂપ વિકલ્પોના વેગવાળું છે. જેમાં સ્વ-સુખદુઃખની સંકુચિતતા યુક્ત સ્વાર્થ હોય છે. તત્ત્વવિચાર વડે આ વહેણ બદલાય છે, તે સ્વની ચિંતાને બદલે સર્વની ચિંતામાં વ્યાપક બને છે. એથી આત્માનો મૂળ ગુણ સમત્વભાવ અત્યંત પુષ્ટ થાય છે. અનંત ગુણમય પથાન આર્તબા હોય છે. વધતામાં અને સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ : ૪૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં અભેદ થવાથી સકળ કર્મનો ક્ષય થાય છે. સ્વ-સુખદુઃખનું કેન્દ્ર દેહ છે, તેની ચિંતા તે આર્તધ્યાન છે. દૈહિક સુખની ખુશી છે, તે રૌદ્રધ્યાનનું કારણ છે. મૈત્રી આદિ ભાવનાઓથી આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ થાય ત્યારે ધર્મધ્યાનમાં પ્રવેશ થાય છે. ઉપયોગની સ્થિરતા અને શુદ્ધતા વડે શુક્લધ્યાન આવે. આવા ત્યાગ અને ગ્રહણરૂપ ધર્મ માટે મનોલય - મનની ગુપ્તિ જરૂરી છે. ૦ સ્વાર્થજનિત વિચાર આર્તધ્યાનનો હેતુ છે. ૦ સર્વના હિતનું ચિંતન ધર્મધ્યાનનો હેતુ છે. ૦ આત્મતત્ત્વનું ધ્યાન શુક્લધ્યાનનો હેતુ છે. પાપ ન કરવાની વૃત્તિ અને જાગૃતિ, સ્વાર્થના ત્યાગનું અને સર્વના સુખનું કારણ બને છે. અજીવ પદાર્થોનું આકર્ષણ પાપવૃત્તિને ઉત્તેજિત કરે છે માટે તેનાથી વિરક્ત થઈ ચેતનસ્વરૂપ આત્માનો પૂર્ણતાની દૃષ્ટિથી આદર સેવવો જોઈએ. ચેતના સ્વરૂપે જીવમાત્રમાં રહેલું તત્ત્વ અભેદ છે તેમ જાણી સમગ્ર જીવરાશિ પ્રત્યે પ્રીતિ કરવી. આમ પૂર્ણતાની દૃષ્ટિ અતૃપ્તિનો ત્યાગ કરે છે, અને અભેદરૂપ આદર દ્વેષાદિનો ત્યાગ કરે છે. અપૂર્ણતાનો અંધકાર જીવે પોતાના મનમાં ઊભા કરેલા જગતમાં વ્યાપેલો છે, છતાં તે કર્મના સંયોગવાળો છે. જે આવા અંધકારમાં અથડાય છે તેનું જીવન ભારરૂપ બને છે. પરંતુ જેની દૃષ્ટિ પૂર્ણ – અચલ – ધ્રુવ એવા શુદ્ધાત્મા પ્રત્યે છે, તેમને સ્વરૂપ અનુભૂતિ સ્વાભાવિક હોય છે. અનાદિકાળનો સાંયોગિક અંધકાર ક્ષણમાત્રમાં અલોપ થઈ જાય છે. પ્રકાશમય અમૃતની પ્રાપ્તિ થાય છે. જેને સંસાર દુ:ખરૂપ લાગ્યો છે, વૈરાગ્યની વિશેષતા છે, તેને એ અમૃતની પ્રાપ્તિ થાય છે. કારણ કે વૈરાગ્ય આત્મસ્વભાવની વિશેષતા તમારું મનમંદિર છે, તો મગજ-માથું ઉત્તમાંગ છે. તેમાં તમે શું ભરો છો ? મન મંદિર છે તો તેમાં શુદ્ધાત્મસ્વરૂપ પરમાત્માને પધરાવો. માથું ઉત્તમ અંગ છે તો તેમાં ઉત્તમ તત્ત્વનો સંગ્રહ કરો. મંદિરમાં પત્ર-પુષ્પ ફળ જેવા પદાર્થો પણ શુદ્ધ અને ઉત્તમ લઈ જવાની પ્રણાલિ છે. તેમ મનમંદિરમાં મૈત્રી આદિ ભાવનાઓ, દયારૂપ ધર્મ અને પરોપકાર જેવી શુભ વૃત્તિઓ લઈ જવી જોઈએ. ચૌદરાજ લોકના સંસ્થાનમાં લોકાગ્રે સિદ્ધશિલા-પવિત્રતમ સ્થાન છે, ૪૪ * શ્રુતસાગરનાં બિંદુ Page #56 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધાત્માઓનો વાસ છે. મનુષ્યના સંસ્થાનમાં અગ્રભાગે મસ્તક – ઉત્તમાંગ છે. ત્યાં શુદ્ધ તત્ત્વનો શુદ્ધ ભાવનો વાસ થવો જોઈએ. ઉત્તમમાં ઉત્તમ ભળે અભેદની પ્રાપ્તિ સહજ બને. કોઈપણ પદાર્થને કેવળ એકાંતે હેય કે ઉપાદેય માનવો તે વિવેકરહિત છે. સંસાર દુઃખથી ભરેલો છે, છતાં જ્ઞાનીઓનાં હૃદય સુખથી પરિપૂર્ણ છે. સંસાર અસાર છે, તે સંસારમાં ધર્મનો મહિમા સારભૂત છે. દેહ કેવળ અશુચિથી ભરેલો અને તિરસ્કારયુક્ત છે તે દેહધર્મનું બાહ્ય નિમિત્ત છે. તેથી માનવજન્મની દુર્લભતા કહી છે. સ્ત્રી અશુચિથી ભરેલી માંસના લોચાયુક્ત છે તેમ જાણવું અને જોવું. આવો તિરસ્કાર ઉપજાવવાથી બ્રહ્મચર્ય રક્ષિત નથી રહેતું. કારણ કે દેવલોકમાં જન્મ થતાં ત્યાં દેવીનું મિલન થશે ત્યારે તે દેહ તો અશુચિમય નથી. અને મનમાં અશચિનો તિરસ્કાર કેળવ્યો છે તે અહીં છૂટી જશે. સ્ત્રીભોગનું આકર્ષણ પેદા થશે. વળી દેહ તો પુરુષ કે સ્ત્રી કોઈનો પણ અશુચિમય છે. તેમાં થોડું અંતર ભલે હો. પરંતુ મૂળમાં નિર્ણય એ કરવાનો છે આત્મા જ સ્વયં સુખથી પરિપૂર્ણ છે, તેને સ્ત્રી કે કોઈ પણ પદાર્થ સુખ આપી શકે તેમ નથી. સ્વથી જ સુખ પામે તેવું તત્ત્વ છે. સંસારમાં રહેતા ગૃહસ્થ પુરુષ કુટુંબમાં મા, બેન, પત્ની ઇત્યાદિ સંબંધોથી સાથે રહે છે. જે સ્થાને જે છે તેનો સ્વીકાર કરી ગૃહસ્થ ધર્મને નિભાવે છે. બહેન કે મા પ્રત્યે અશુચિની ભાવના કરીને તેને દઢતા રાખવી પડે છે તેવું નથી માત્ર સ્ત્રી પ્રત્યે જુગુપ્સાભાવ કેળવીને ક્યાં સુધી ટકશો ? દેવલોકમાં નહિ ટકાય, તો પછી તિર્યંચમાં એવી વિચારશક્તિ મળવાની નથી. ત્યાં પ્રકૃતિવશ સંબંધો હોય છે. એટલે પોતાના સંયોગથી પેદા થયેલી તિર્યંચમાદાને સિંહાદિ અમુક સમય પછી ભોગવે છે. માટે સ્ત્રીએ પુરુષ પ્રત્યે આત્મભાવની કે મૈત્રીભાવની મુખ્યતા કરવાની છે. યદ્યપિ દેહભાવથી મુક્તિ માટે અશુચિભાવના સહાયક છે. છતાં તેનું વિધેયક તત્ત્વ વિચારવું જરૂરી છે. સ્ત્રી આદિ પુદ્ગલ માત્ર હેય છે. સ્વાત્મા ઉપાદેય છે તેથી ત્યાગી-યોગી નિર્જરાનું સર્જન કરે છે, અને પાપને નષ્ટ કરે છે ભોગી પુણ્યને નષ્ટ કરે છે, પાપનું સર્જન કરે છે. સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ ૪૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩. ધર્મપરિચય - ધર્મની યથાર્થતા ': ' , ધનદો ધનાર્થિનાં પ્રોક્તઃ કામદઃ સર્વ કામિનામું ધર્મ એવાપવર્ગસ્થ પારર્થેણ સાધકઃ “ધર્મ ધનના અને ધન આપે છે. કામના અર્થીને સર્વ ઈચ્છિતની પ્રાપ્તિ કરાવે છે. પરંપરાએ ધર્મ એ મોક્ષનો સાધક છે.” ' અર્થાતુ ધર્મ ચિતામણિ તુલ્ય છે. તમારા હાથમાં ચિંતામણિ હોય અને તમને રાજ્ય મેળવવાની ઇચ્છા થાય તો રાજ્ય મળે, તમે વનમાં મુસાફરી કરો અને ચિતવો કે અહીં જો સિંહ આવે તો ખાઈ જાય. તમારા હાથમાં ચિંતામણિ છે. ત્યાં સિંહ આવશે તમને ખાઈ જશે. તમે કોઈ સત્કાર્યની ભાવના કરો તે પૂર્ણ થશે. તમે જેવું ચિંતવો તેવાં તમારા કર્મોનું નિર્માણ થાય છે, સત્કાર્યના વિચારો સુખનું નિર્માણ કરે છે. અસત્કાર્યના વિચારો દુઃખનું નિર્માણ કરે છે. પુણ્યયોગ તમે ધર્મમાર્ગની રુચિવાળા થયા છો. તેને યોગ્ય અનુષ્ઠાન કરો છો, પરંતુ મનમાં ચિંતવો કે મને ધનાદિ મળે, સંસાર સુખરૂપ ચાલે, તો ધર્મભાવનાથી પરિણત થયેલું પુણ્ય ધનાદિનું સાધન બને છે. તમે અન્ય ઇચ્છાઓ કરો તો તે ઇચ્છાઓ કથંચિત પૂરી થાય છે. - સાચો શોધક કે સાધક ચિંતામણિ તુલ્ય ધર્મ હાથમાં આવ્યા પછી દુઃખદાયી સંસારને ઇચ્છતો નથી પણ સ્વરૂપમય મોક્ષને ઇચ્છે તો તેને વિશેષ સાધના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. જીવને થાય કે મારો સંસારરથ સુખમાં ચાલે છે પછી મારે ધર્મ કરવાની શી જરૂર છે ? ભાઈ ! તારો સંસારરથ રાગદ્વેષના પૈડા પર ચાલે છે તેમાં સુખ જ હોય તેવું નથી. દુઃખમિશ્રિત સુખનું નામ સંસાર છે. એવા દુઃખમૂલક સંસારમાં તારું રક્ષણ કરનાર ધર્મ છે. જેમ તને કોઈ જગાએ નોકરી મળે અને જો તું તે બરાબર કરે તો તને લાભ છે. ન કરે તો નુકસાન છે. ધર્મ દ્વારા સ્વરૂપના સાચા સુખની પ્રાપ્તિ માટે તને માનવજન્મ મળ્યો હવે જો તું ધર્મ નહિ કરે તો તને લાભ ન થાય. ૪૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #58 -------------------------------------------------------------------------- ________________ T પણ તારો મનુષ્યજન્મ વ્યર્થ જવાનું નુકસાન જરૂર થાય. બાળક જેમ શાળાએ જાય, ત્યાં સારી રીતે ભણે તો લાભ, ન ભણે તો નુકસાન. જેમ એવો વ્યવહાર છે, તેમ પરમાર્થ કહે છે તું ધર્મ ન કરે તો ચાલે તેમ ન માનવું, પણ ન કરે તો નુકસાન જ છે. આત્મિક લાભ તો નથી જ. માનવજન્મ ચેતના પર આવેલાં મલિનતાનાં આવરણ દૂર કરવા માટે છે. ઉત્તમતાના શિખરે પહોંચવા માટે છે. બધી જ દિવ્યતા પ્રગટ થવા માટે છે. ઘણા પરિશ્રમે તે માનવદેહરૂપી ઉત્તમ ભવ મેળવ્યો છે, તે ભવ શુદ્ધિનું પ્રયોજન સિદ્ધ કરવા માટે છે. સંસારનું કોઈ સાધન તે પ્રયોજન સિદ્ધ કરી શકે તેમ નથી. જો હાથમાં આવેલું આ ચિંતામણિ રત્ન પડી ગયું, એળે ગયું તો તારા ભાગ્યે દુઃખો જ રહેશે. બુદ્ધિમાન માનવ સમુદ્રના ખારા પાણીને પીવાની ચેષ્ટા કરતો નથી. કેમકે તે જાણે છે કે ખારાં પાણીથી તૃષા છીપતી નથી. ધર્મ તારામાં એવો પ્રકાશ પાથરે છે કે સાંસારિક વિષયો વડે ક્યારે પણ તૃષ્ણાની પૂર્તિ થતી નથી. જેમ ઉધઈના મૂળને દૂર ન કરો તો ઉધઈ રાતોરાત વૃદ્ધિ પામે છે, તેમ તૃષ્ણાને મૂળમાંથી દૂર ન કરો તો તે વૃદ્ધિ જ પામે છે. જેમ કારેલાના બીને સાકરનું પાણી સિંચો તો પણ તેમાંથી ઊગતું કારેલું કડવું જ હોય, તેમ સાંસારિક વિષયો કદાચ તને પુણ્યયોગે મળ્યા હોય તો પણ તેનું બીજ તૃષ્ણાજનિત છે. એ તૃષ્ણાની નીપજ આકુળતા છે. આકુળતા દુઃખની સહોદરા છે. તારી પાસે એક બાજુ સંસાર છે, પરિભ્રમણના હેતુઓ છે. તો બીજી બાજુ મોક્ષ અને મોક્ષના ઉપાયો છે. તેમાં મૂળ ઉપાય ધર્મ છે. ધર્મ એટલે શું ? ધર્મ શબ્દ ખૂબ વ્યાપક છે. તે અનેકવિધ ઉપમા પામે છે. અત્રે આપણને પરમાર્થમૂલક ધર્મ અભિપ્રેત છે. તે સિવાયની ઉપમા પામેલા ધર્મો સંસારના હેતુ છે. “યતોડગ્યુદય નિઃશ્રેયસસિદ્ધિ સ ધર્મ જેનાથી અભ્યદય અને નિઃશ્રેયસની સિદ્ધિ થાય તે ધર્મ. સર્વ દર્શનકારોએ સામાન્યતઃ ધર્મના આ અભિગમને સ્વીકાર્યો છે. ધર્મ સંસારી જીવોના ઉત્થાન માટે છે. સંસારમાં પૌદ્ગલિક અને પારમાર્થિક બે પડખાં છે. તેથી જેમાં પૌદ્ગલિક વિકાસ છે તે અભ્યદય છે. અને જેમાં નિશ્ચયથી પારમાર્થિક વિકાસ છે તે નિઃશ્રેય છે. ધર્મપરિચય - ધર્મની યથાર્થતા * ૪૭ WWW.jainelibrary.org Page #59 -------------------------------------------------------------------------- ________________ ધર્મથી પૌગલિક-ભૌતિક અભ્યદય (આબાદી) છે. તેમ આધ્યાત્મિક શ્રેય પણ છે. બંનેમાં સુખનું પ્રયોજન છે. તે સુખ બે પ્રકારનાં છે. એક પૌદ્ગલિક ભૌતિક પદાર્થોના સંયોગથી મળતું સુખ અને બીજું પૌગલિક ભૌતિક પદાર્થોના સંયોગ વગર મળતું આત્મિક – આધ્યાત્મિક સુખ. બંને સુખમાં ધર્મની મુખ્યતા છે. જે ધર્મ પુણ્યલક્ષી છે તે ભૌતિક સુખનું કારણ બને છે. તે પરાધીન હોવાથી અંતવાળો છે. આધ્યાત્મિક સુખ નિર્જરાલક્ષી ધર્મથી છે. તે સ્વાધીન હોવાથી સુખની પૂર્ણતા સુધી લઈ જનારો છે, જેનો અંત નથી. નિઃશ્રેયસનાં સુખો આત્મઆશ્રયી હોવાથી તે નિરુપાધિક છે. ૦ આજે જગતવાસી જીવો કંઈ દિશામાં જઈ રહ્યા છે? ૦ આજનો યુગ વૈજ્ઞાનિક છે. તેણે અનેકવિધ શોધો દ્વારા ભૌતિક સુખની સમૃદ્ધિની વૃદ્ધિ કરી છે. અને માનવ તેનાથી અત્યંત પ્રભાવિત થયો છે. આમ ભૌતિક સુખોની તેના સાધનોની પ્રતિષ્ઠા અમર્યાદપણે વધી ગઈ છે. - ભૌતિક, સુખની ગ્રી કેવળ સ્પર્શ, ગંધ, વર્ણાદિ ઉપર રચાઈ છે. તેની નવીનતા વિવિધતા અને સુંદરતાએ માનવને ગજબનું આકર્ષણ પેદા કર્યું છે. તે એ સર્વ પ્રકારોમાં એવો ખોવાઈ ગયો છે, કે કથંચિત ધર્મને માનવને શોધવો હોય તો કઠણ પડે ! કારણે તે સર્વે સામગ્રીમાં સુખ માનીને ખોવાઈ ગ છે. જેમ ભૂંડને કાદવ એવો પ્રિય છે કે તેને કોઈ દેવ સ્વર્ગમાં લઈ જાય તો ત્યાં તેને સુખ ન ઊપજે. તેમ માનવને ધર્મથી સુખ મળે એમ કોઈ સમજાવે તો પણ તેને તે વાત સમજાય નહિ. અજ્ઞ માનવને એ ખબર જ નથી કે તેને આ ભૌતિક જગતનાં સુખો કેવી રીતે મળ્યાં ? વળી કોઈને એ સુખો ઈચ્છવા છતાં પણ દૂર રહે છે તેનું શું કારણ ? વળી એ સુખ એવું છેતરામણું છે કે ' તે દુઃખનું ચિતરામણ કરીને જાય છે. કેવી રીતે? ભૌતિક સુખની સામગ્રી પૌદ્ગલિક પદાર્થોની છે. ભલે વિજ્ઞાને તેને અદ્યતન રૂપ આપ્યું. તે સ્પર્ધાદિયુક્ત સાધન છે. તે સાધનો પાપ કર્યા વગર, પરને પીડા ઉપજ્યા વગર બનતાં કે મળતાં નથી. નાનામોટા ૪૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #60 -------------------------------------------------------------------------- ________________ જીવોના પ્રાણ લઈ તેમનાં શરીર-શબ દ્વારા સ્પર્ધાદિ સાધનો બને છે. વસ્ત્ર, પાત્ર, અલંકાર, પ્રસાધન, આહાર, પીણાં એમ અનેક ચીજો તમે જ્યાં જ્યાં નજર નાંખો ત્યાં આ સામગ્રીનો ઢગલો મૃગજળો જોઈ શકો છો. મૃગની મૃગજળ પાછળ દોડવાથી તૃષા વધી જાય છે અને જળનો આભાસ તેને દોડાવે છે. છેવટે જળના અભાવને બદલે આભાસથી તે મરે છે, તેમ તારે માટે છે. પાપથી કે પરપીડાથી ઉત્પન્ન સાધનો સુખ કેવી રીતે આપે ? પાપને માર્ગે સુખની શોધ તે અવળો અને ખોટનો ધંધો છે. તે આજે નહિ સમજાય અને કાલે પણ નહિ સમજાય. જ્યારે દુઃખદ પરિસ્થિતિ પેદા થશે ત્યારે તું વિવશ થઈને ઉપાય નહિ કરી શકે. એ માર્ગે દોડનારા ક્યારે પણ સાચા સુખની પ્રાપ્તિ કરી નહિ શકે. અને જન્મ વ્યર્થ જશે. વનનાં હરણાં જળના અભાવે મરતાં નથી. પણ જળના આભાસે મૃગજળ પાછળ દોડીને મરે છે. સુખનો ખરો માર્ગ પરપીડા નથી પરંતુ પરહિતચિંતા છે. હિંસા, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મનો લેશમાત્ર પરપીડારૂપ જ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ સુખનો માર્ગ છે. આ જન્મે કે કોઈ જન્મે એ સમજ્યા, સ્વીકાર્યા કે શ્રધ્યા વગર છૂટકો નથી. વાસ્તવમાં તે સ્પર્શાદિ ભૌતિક સાધનો જ કેવળ સુખનાં કે દુઃખનાં કારણો નથી પરંતુ તેની પાછળ રહેલા તારા શુભાશુભ મનોભાવ મૂળ કારણ છે. ભૌતિક સાધનના સંયોગમાં સુખ અને વિયોગમાં દુઃખ તે તારી કલ્પના છે. ભ્રમ છે. સુખદુઃખનું મૂળ કારણ શું છે ? બાહ્ય જગતમાં દોડતો માનવ આ કારણનું સંશોધન કરી નહિ શકે. કારણ કે આ સંશોધનનું મૂળ સ્થાન અંત:કરણ છે, જેની તરફ મોટા વૈજ્ઞાનિકોની પણ દૃષ્ટિ ગઈ નથી. કારણ કે એ સંશોધન લેબોરેટરીનો વિષય નથી. કોઈ યંત્ર પણ કાર્યકારી નથી. ચેતનામાં રહેલું શુદ્ધ જ્ઞાન આનું સંશોધન કરી શકે છે. વળી ચર્મચક્ષુ જેવી સ્કૂલ દષ્ટિ પણ ત્યાં કાર્યરત નથી થતી. સૃષ્ટિમાં પ્રાણીમાત્રના સુખદુ:ખની વિચિત્રતાને જોઈ માનવી ક્ષોભ પામે છે, ત્યારે ક્યારેક તેના નિમિત્તોને સ્વીકારે છે. તે નિમિત્તો જ કર્મનું નામ પામે છે. પ્રાજ્ઞપુરુષોએ પોતાના શુદ્ધ જ્ઞાનમાં આ કારણોને તાદશ્યપણે જાણ્યાં ધર્મપરિચય - ધર્મની યથાર્થતા * ૪૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ છે અને તેને બોધરૂપે પ્રગટ કર્યા છે. શરીરાદિના સુખદુ:ખનાં બાહ્ય કારણો શુભાશુભ કર્મનાં ફળ છે અને અંતરંગ કારણ શુભાશુભ ભાવ છે. કર્મ એ પૌદ્ગલિક સૂક્ષ્મ પદાર્થ છે. પરભાવ એ આત્માના અજ્ઞાનની નીપજ છે આમ પરભાવ અને કર્મ બંને જીવના સુખદુ:ખનું કારણ છે. શુભ ભાવ થવાનું કારણ દયા, પરોપકારાદિ સુકૃત્યોરૂપ સામાન્ય ધર્મ છે. જે સુખનું પ્રદાન કરે છે. અશુભ ભાવ હિંસા, કૃતજ્ઞતા આદિ દુષ્કૃત્યોરૂપ અધર્મ છે. જે દુઃખનું પ્રદાન કરે છે. જીવમાત્ર શુભાશુભ ભાવ કરવા માટે સ્વતંત્ર છે. તેમાં પણ જો બીજાનું સુખ તારું દુઃખ બનતું હોય તો તેને દૂર કરવાનો ઉપાય તને ક્યાંથી મળશે ? માટે તું એક વાતનો સ્વીકાર કર ભોજનનાં દ્રવ્યોથી પેટ ભરી શકાય મન ન ભરી શકાય; મનને ભરવાનો ઉપાય માત્ર સંતોષ છે. સાંસારિક સુખનું કારણ ધર્મ છે, પરંતુ સ્કૂલ દષ્ટિએ તે બોધરૂપ થતો નથી. તે જાણવા માટેનાં જ્ઞાનચક્ષુ કોઈ વિરલ વ્યક્તિને હોય છે. કારણ કે તેની પાસે તત્ત્વનો અભ્યાસ છે. તત્ત્વનો બોધ હોવાથી તે જીવી જાણે છે, કે વૈજ્ઞાનિક ક્ષેત્રે ભૌતિક સુખોનો થયેલો વિસ્તાર પાપજનક છે. તેથી તે ત્યાગવા યોગ્ય છે. પરોપકારાદિ શુભ ભાવ વડે થયેલા પુણ્યકર્મથી મળતાં સુખો ભૌતિક છતાં અપેક્ષાએ અલ્પ દોષવાળાં હોય છે. વળી તે સુખો પણ તેમને ગારવ-લોલુપતા પેદા નથી કરતાં તેથી નિર્દોષ છે. જગતનો માનવી દાળમાં મીઠું કે ગોળ વધુ હોય તો બોલે, પગમાં જોડો ડખે તો સીસકારી પાડે, પરંતુ સંપત્તિ વધે ત્યારે બોલતો નથી. “જે ભૌતિક સુખોની ઉત્પત્તિમાં નાશ નથી, રક્ષણમાં ક્લેશ નથી, વર્તમાનમાં દુઃખ નથી. અનાગતકાળે દુર્ગતિ નથી. અનાયાસે જેની સિદ્ધિ છે, અનીતિપૂર્વકના ભોગોમાં જેનો દુર્વ્યય નથી. ધર્મ ઉન્નતિ અને ધર્મની વૃદ્ધિમાં જ જેનો શુભોપયોગ છે; એવાં સુખોની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યરૂપી ધર્મના સંબંધથી છે. તે ઉત્તરોઉત્તર શુભ ગતિની પ્રાપ્તિના નિમિત્તભૂત બનીને જીવને અંતે મોક્ષના અવ્યાબાધ સુખોની પ્રાપ્તિ કરાવે છે. તેનું જ નામ નિઃશ્રેયસ છે.” 0 અવિદ્યાનો સંસ્કાર કેવી રીતે દૂર થાય ? ૦ અવિધા - અજ્ઞાન, જ્ઞાનવડે દૂર થાય, જેમ પ્રકાશ થતાં અંધારું ૫૦ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #62 -------------------------------------------------------------------------- ________________ દૂર થાય છે. જ્ઞાન સ્વયં આત્માનુભવપણે પ્રગટ થાય છે. તે પ્રત્યક્ષ ચૈતન્ય-ચિત્તિતત્ત્વ છે. આત્માનુભૂતિ વગર પરમાનંદની પ્રાપ્તિ નથી. કુદરત કે વર્ષા ખેડૂતે શું વાવ્યું તે પૂછતી નથી. ખેડૂતે જે વાવ્યું તેવું તેને મળે છે. તેમ મનુષ્ય શું કરવું તે કર્મ કહેતું નથી, જે અજ્ઞાનમય જીવે છે તે રઝળે છે. જ્ઞાનમય જીવે છે તો છૂટે છે. અમાસથી પૂનમ થતાં પંદર દિવસ લાગે, પણ પાપ કે અજ્ઞાનથી છૂટવા પળનો જ સવાલ છે. તપથી કાયા સુકાય તે બાહ્ય ભૂમિકા છે. તપથી કર્મ સુકાય તે આંતરિક ભૂમિકા છે. તપથી કાયા સુકાય તેમ કર્મ સુકાવાં જોઈએ. સંસારનો ત્યાગ કરવા છતાં અંતર પરિણતિ નથી થતી પરંતુ જાગૃત થવાથી સંસાર છૂટી જાય છે. આત્મા ધર્મમય છે તેનો પરિચય કેવી રીતે થાય ? વિશ્વ આપણા નેત્રના માપવાળું નથી, કે બુદ્ધિના વિષય જેટલું નથી. વિશ્વ દૃશ્ય અને અદશ્ય એમ બે વિભાગમાં વહેંચાયેલું વિરાટ છે. દેશ્યપદાર્થો જોવા, સાંભળવા કે જાણવા ચક્ષુ આદિ ઇન્દ્રિયો પર્યાપ્ત છે. પરંતુ અદશ્ય પદાર્થો ઇન્દ્રિયગોચર નથી, છતાં પદાર્થો શેયરૂપ તો છે જ. તે જોવા માટે યુક્તિ, અનુમાન કે અન્ય પદાર્થોની સહાય લેવી પડે છે. જેમ કે વૃક્ષનું મૂળ આપણે જોઈ શકતા નથી, પરંતુ વૃક્ષનાં પાંદડાં લીલાંછમ છે, તેના પર ફળફૂલ આવે છે, તેથી આપણે નિર્ણય કરી શકીએ છીએ કે વૃક્ષ જીવંત છે. તે પ્રમાણે દૂર રહેલો અગ્નિ ધુમાડા કે ઉષ્ણતાથી જણાય છે. જેમ અદશ્ય એવું વૃક્ષનું મૂળ ફળફૂલ આદિથી ઓળખાય છે. તેમ ધર્મીને તેના લક્ષણથી જાણી શકાય છે. કોઈ જીવે પૂર્વે સેવેલો ધર્મ વર્તમાનમાં તેની મળેલી સંપત્તિ આદિથી ઓળખાય છે. તે જીવનો વર્તમાન ધર્મ તે ઔદાર્ય આદિ ગુણોથી ઓળખાય છે. અંતરમાં રહેલા ગુણોને ઔદાર્ય, આદિ ગુણો દ્વારા જાણે વાચા મળે છે, ધર્મનો બોધ તેને અધ્યાત્મયોગમાં લઈ જાય ધર્મ રૂપી વૃક્ષના મૂળમાંથી ઉદારતા, પ્રેમ, પરહિતચિંતા જેવા ગુણો ફળફૂલની જેમ ઊગી નીકળે છે તે ધર્મના મૂળને જણાવે છે. ભૂતકાળમાં સેવેલો ધર્મ વર્તમાનની સુખસંપત્તિ દ્વારા પ્રગટ થાય ધર્મપરિચય - ધર્મની યથાર્થતા જ પ૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ છે, વર્તમાનમાં અંતરમાં રહેલો ધર્મ ગુણો દ્વારા પ્રગટ થાય છે. અને અન્યત્ર દેવ-માનવનાં સુખ મળવાં તે આગામી પરિણામ છે. ધર્મઆરાધના ધર્મના પ્રણેતા કોણ છે ? તેમણે ધર્મ કેવી રીતે આપ્યો ? ધર્મ એ પરમ તત્ત્વ છે. પરમ તત્ત્વના દાતા પરમાત્માં હોય. એ ધર્મ આજ્ઞાસ્વરૂપ છે. તે આજ્ઞા આત્મકલ્યાણરૂપ હોવાથી વાત્સલ્યમય છે. - આપણા જીવનને બે પાસાંથી જોઈએ તો આજ્ઞાનો આરાધક પ્રથમ સુખનો પછી પરમ સુખનો સ્વામી બને. આજ્ઞા-વિરાધક દુઃખ; અતિદુઃખનો ભાજક બને છે. અર્થાત્ જિનાજ્ઞાની આરાધના સંસારથી પાર કરે છે. જિનાજ્ઞાની વિરાધના સંસારની યાત્રા ચિરંજીવી બનાવે છે. સામાન્ય જીવો ધર્મારાધકને ધર્મી માને છે, સુખી માનતા નથી. તપ બહુ કરે છે. ખુલ્લા પગે ચાલે છે. આમ જાણી બાહ્ય સુખના રસિયા ધર્મમાર્ગમાં આવતા નથી. શરીરમાં થયેલા રોગને જાણવો પડે, તેનું નિદાન કરવું પડે. ઔષધ સાથે પથ્ય પાળવું પડે, અપથ્યનો ત્યાગ કરવો પડે ત્યારે રોગમુક્તિ થાય, તેમ ભાઈ ! તારે આ ભવરોગને જાણવો પડે, કર્મજન્ય પરિસ્થિતિ મહારોગ છે. તેનું નિદાન જિનાજ્ઞા છે, પથ્ય ધર્મ છે, અપથ્ય અધર્મ છે, ધર્મરૂપ પથ્યનું સેવન અને અધર્મરૂપ અપથ્યનો ત્યાગ કરવો * જોઈએ. ધર્મ શું છે, એનો કંઈક ખ્યાલ આપ્યા પછી હવે અધર્મ શું છે, તે જાણવું જરૂરી છે. માર્ગે જતાં ગંતવ્ય સ્થાનને જાણવું પડે, અને જે માર્ગે જવાનું નથી તે માર્ગને પણ જાણવો પડે. જેથી ખોટે માર્ગે ચઢી જવાય નહિ. ૦ અધર્મ શું છે? ૦ સ્વચ્છંદ, અવિવેક એ અધર્મના સહોદર બંધુ છે. તેના વગર અધર્મ ટકે તેમ નથી. સ્વચ્છંદ એટલે હિતાહિતના ભાન વગર વર્તવું. જીવનમાં કોઈની આમન્યા નથી તે સ્વચ્છંદ છે; સ્વેચ્છાચાર છે. મોહવશ જીવ અંધકારમાં ફાંફાં મારે છે. જન્માંધને માર્ગ કાપવા અન્ય દેખતાનો સહારો જરૂરી છે. તેમ મોહાંધને સર્વજ્ઞનાં બોધવચનો, ગુરુજનોની આજ્ઞા સહારો બની માર્ગે પહોંચાડે છે. પરંતુ તે વચનોનો સ્વીકાર ન કરવો તે અધર્મ છે. પર જ શ્રુતસાગરનાં બિંદુ Page #64 -------------------------------------------------------------------------- ________________ કેવળ અંગત સુખમાં રાચવું, તેમ કરતાં અન્યને દુ:ખ પડે છે તેનો વિચાર ન કરવો, પોતાની ઇચ્છા મુજબ વર્તવું તે અવિવેક છે; સ્વછંદ છે. પરમાર્થથી વિચારીએ તો અજ્ઞાનમય અવસ્થામાં વર્તવું, જિનાજ્ઞાનું માહાત્ય ન હોવું, કેવળ અધમ વૃત્તિઓનું પોષણ કરવું તે અવિવેક છે. મને માનવજીવન મળ્યું છે, તે ગુણોથી શોભે છે, તેવા ગુણોને તો તે જાણતો નથી, અહંકારમાં અટવાતો પોતાનું જ અહિત કરે છે. સર્વોચ્ચ હિતકારી એવા સમસ્ત વિશ્વવત્સલ પરમાત્માની મંગળ ભાવના છે કે વિશ્વના જીવો પૂર્ણ સુખ પામો. કથંચિત જીવમાત્રનું ગજું આટલું વિશ્વવ્યાપક ન હોય, સર્વોચ્ચ તત્ત્વને સમર્પિત થઈ પ્રથમ ભલે તું તારું સ્વહિત કરી લે. પછી તને તેમાં સુખ લાગે તો સર્વ જીવોના સુખની ભાવના કરજે. વ્યક્તિ ફક્ત પોતાના સુખમાં જ રાચે છે તેની વ્યક્તિગત ઇચ્છા વિશ્વહિતની ઇચ્છાના વ્યાપને ટકરાઈને પાછી વળે છે અને પોતાનું જ અહિત કરે છે. પરંતુ નિસ્પૃહભાવે સર્વના હિતની કરેલી ઇચ્છા વિશ્વેચ્છા સાથે ભળીને તારા હિતને ચિરસ્થાયી બનાવે છે. આ સર્વેમાં ધર્મની મુખ્યતા છે. મને જ સુખ મળો એ ઇચ્છા માત્ર અધર્મ છે. ધર્મનો પ્રારંભ ક્યાંથી કરવો ? વીતરાગની પ્રણાલિમાં શ્રમણ સંસ્કૃતિનું પ્રાધાન્ય છે, સાધુ ન થવાય તો શ્રાવક રહેજે, આ આદર્શ છે. સાધુ જન્મતા નથી. જન્મીને પ્રથમ ગૃહસ્થ બને છે. આથી ગૃહસ્થને ધર્મનો પ્રારંભ દાનધર્મથી બતાવ્યો. દાન એટલે કંઈ આપવું એટલું પર્યાપ્ત નથી, પરંતુ અન્યનું દુઃખ દૂર કરવું, સુખ આપવા પ્રયત્ન કરવો. છતાં સૌની સાથે મૈત્રીભાવ રાખવો, લેનારો નીચો અને આપનારો ઊંચો એવો ભેદ પ્રભુના માર્ગમાં નથી. સાધુ છકાય જીવની રક્ષા વડે અભયદાન રૂપી ધર્મ પાળે છે. ૦ ધર્મવૃક્ષનાં ફળ ૦ ઔદાર્ય (ઉદારતા) દાક્ષિણ્ય, પાપ-જુગુપ્સા, નિર્મળ બોધ, જનપ્રિયતા સમ્યકત્વનાં પાંચ લક્ષણ જેવા શ્રાવકના આ પાંચ ગુણો છે. જેના અંતરમાં ધર્મ છે તેના જીવનમાં આ ગુણની પ્રાપ્તિ થાય છે. ૧. ઔદાર્ય - ઉદારતા ઉદારતા પ્રેમપૂર્વક કંઈક આપવું. વળી આપવા છતાં પણ હજી ધર્મપરિચય - ધર્મની યથાર્થતા ૪ ૫૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ આપવાનું ઘણું બાકી રહે છે, તેવી ભાવના તે ઔદાર્ય છે. દાનવિધિ પણ આપવાનો જ ગુણ છે. દાન અને ઔદાર્યમાં કંઈક અંતર છે. અન્યને જેની જરૂર છે તેને સ્નેહપૂર્વક અપાય છે તે દાન છે. અને દાતાને હળવા થવા માટે આપવું છે તે ઔદાર્ય છે. લેનારને જરૂર છે માટે આપું છું, તેવું દાન અધૂરું છે. પરંતુ મારે આપવું છે તેવો જેને મહિમા છે તેનું દાતૃત્વ યથાર્થ છે. કારણ કે સૃષ્ટિ ૫૨ જન્મ ધારણ કરીને મેં ઘણું લીધું છે. હવે મને આપવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે, તો આપીને કૃતાર્થ થાઉં ! ઋણને હળવું કરું ! જો તમે સાધન-સંપન્ન છો તો પ્રભાતે ઊઠી દેવગુરુનું સ્મરણ કરી વિચારો કે આજે મને પરોપકારનો શું અવસર મળશે ? શરીરથી હું શું સેવા કરીશ ? કેવી દયા પાળીશ ? કેવાં દાન કરું ? મનથી સર્વ જીવોના સુખની ભાવના કરું. સુકૃત્યોનું અનુમોદન કરું. ચિત્તની નિર્દોષતાને ગ્રહણ કરું. મનને પવિત્ર રાખું. વચનથી હિત, મિત અને સત્ય બોલું. માયા કે અહં રહિત વાણીનું વહન કરું. જે વાણી પ્રેમ અને અહિંસાનું માધ્યમ પામી પરા-પરમ બને છે. આવા પ્રયોગથી તીર્થંકરની વાણી પાંત્રીસ ગુણોથી ગાજી ઊઠી. વાણીનો મહિમા અને દિવ્યતા પ્રગટ થવાનો અવસર માનવને મળ્યો છે. અર્થાત્ ત્રણે યોગ વડે ઉદારતા વહેતી રહે. જેનું જળસિંચન ધર્મના વૃક્ષને થાય, અને તે વૃક્ષ ઉપર મોક્ષનું ફળ બેસે. ૨. દાક્ષિણ્ય : કુશળતા; શક્તિનો યથાર્થ ઉપયોગ. ઉદારતાના ફળનું પરિપક્વ થવું તે દાક્ષિણ્ય છે. દાન કોઈની પ્રેરણા કે પ્રસંગથી થાય છે. ઉદારતા સ્વતઃ ગુણરૂપે હોવાથી સહજ જ દાનકાર્ય થતું રહે છે. જ્યારે કોઈને કોઈ પણ વસ્તુની જરૂર હોય, તમારી આપવાની સાધનશક્તિ હોય અને તેનો નકાર કરતાં સંકોચ થવો તે દાક્ષિણ્ય. અન્યનું કાર્ય ભાર કે સ્વાર્થ રહિત ઉદારતાપૂર્વક કરવું કુશળતા છે. ૩. પાપજુગુપ્સા : ઉદારતા અને કુશળતા હોય ત્યારે સાથે પાપ કે પાપકાર્યથી પાછા પડવાનું વિના પ્રયાસે બને છે. ભલા ! જો પાપનો પાપકાર્યનો ૫૪ * શ્રુતસાગરનાં બિંદુ Page #66 -------------------------------------------------------------------------- ________________ પક્ષપાત થઈ જાય તો ઉદારતા અને કુશળતાનું ઉમૂલન થઈ જાય. માટે પાપભીરુતા એ તો સાધકના માર્ગનો સાથી છે. દાક્ષિણ્ય પાપથી બચાવે છે અને ઉદારતા પુણ્યકાર્યો કરાવે છે. ૪. નિર્મળબોધ : ત્યાર પછી નિર્મળબોધને ગ્રહણ કરવા જેવો ગંભીર બને છે. જેવો બોધ સાંભળે છે તેવું આચરણ કરવા તે સહેજે પ્રેરાય છે. ૫. જનપ્રિયતા : ઉપરના પાંચ ગુણનું સેવન પાપનો પરિહાર કરે છે, એટલે પુણ્યયોગનો વિકાસ થાય છે. એ ગુણવિકાસ જનપ્રિયતાનો હેતુ બને છે. તેને અન્ય સાધન વડે જન પ્રિયત્વની જરૂર નથી પડતી. તેનું અસ્તિત્વ જનપ્રિયત્ને આકર્ષે છે. ૦ ધર્મનું રહસ્ય ગૂઢ છે ૦ દાનથી પ્રારંભ થતાં ધર્મમાં મૂળ હેતુ સર્વ જીવહિતાય છે. પોતાનું સુખ અબોધ એવાં જંતુ પણ ઇચ્છે છે. શું માનવ પણ એટલી જ મર્યાદામાં જીવન પૂર્ણ કરશે ? મનુષ્યના જીવનની વિશાળતા એ છે કે સુખને વહેંચવું. ઈચ્છાઓને શુભ સંકલનમાં પરિવર્તિત કરવી. સર્વનું સુખ ઇચ્છવાનો જેમ વિસ્તાર થશે, તેમ તારું મન તેનાથી પરિપૂર્ણ બનશે ત્યારે તારી પાસેથી સર્વ આધિ, વ્યાધિ, ઉપાધિનાં દુઃખો નાસી જશે. પૂંઠ કરશે. તારા આત્માનો એકેએક પ્રદેશ સુખથી ભરાઈ જશે. દુન્યવી સર્વ સુખો પણ શરીરધારી હશે ત્યાં સુધી તેના ચરણના કિંકર બનશે. અને અશરીરી તો પૂર્ણ, અનંત, અવ્યાબાધ સુખનો સ્વામી થશે. એ સુખ તારા જ્ઞાનનો વિષય નહિ બને તે શ્રદ્ધાનો વિષય છે. શુભ સંકલ્પ યુક્ત ઇચ્છાને ભાવના કહે છે જે સર્વના સુખમાં સમાય છે. ત્યારે સ્વાર્થ રહિત સ્વ-અર્થ સાધ્ય બને છે – તેની ફળશ્રુતિ મિથ્યાત્વની ગ્રંથિ ભેદાઈને જીવ સમ્યક્ત્વના ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. સમ્યકત્વનો સ્પર્શ તાત્ત્વિક હોવાથી સૂક્ષ્મબોધને ગ્રહણ કરે છે. તે આગળના ગુણસ્થાનકનાં દ્વાર ખોલી આપે છે. જિનાજ્ઞાયુક્ત આરાધનાથી અંતના ગુણસ્થાનકે આરૂઢ થઈ મુક્ત થાય છે. આ જ ધર્મની વિશેષતા છે. ધર્મના પ્રારંભથી જ મુક્તિના અંશનું નિર્માણ થાય છે. ધર્મની ઉપાસનાનું સામર્થ્ય એ છે કે બાધક તત્ત્વોનો છેદ કરે, આશા તૃષ્ણાનો દોર તૂટી જાય છે. ભય, ચિંતા, શોક દૂર થાય છે. ધર્મપરિચય - ધર્મની યથાર્થતા * પપ Page #67 -------------------------------------------------------------------------- ________________ મોહ, રાગ, દ્વેષ, અજ્ઞાન જેવાં દુષ્ટ બળો નિર્બળ બને છે. પૂરો શુદ્ધાત્મા ઉપયોગમાં નજરાય છે, છવાય છે. આ જ જીવનની સમગ્રતા છે. એ જ ધર્મ સ્વભાવભૂત છે. તેને પછી અધર્મના આચરણ સાથે કોઈ મેળ જામતો નથી. આમ કંઈ ત્યાગ કરીને, આપીને શરૂ કરેલો દાનધર્મ સર્વના હિતમાં સ્થાન લે છે. તે દ્વારા ઉત્તરોઉત્તર બુદ્ધિ અહંકાર રહિત સને અનુસરે છે. પછી મન સ્વયં પરમાત્માને સમર્પિત થઈ અમન બને છે. એ આરાધનાનું અંતિમ ચરણ છે. સમ્માણ વત્તિઓએ અરિહંતોનું સન્માન શ્રેષ્ઠ દાનનો ભાવ છે. અરિહંતનું સન્માન કરવાથી, વિશ્વના સમસ્ત જીવોનું સન્માન થઈ જાય છે. કારણકે પ્રભુના જ્ઞાનમાં સર્વ જીવોનું હિત ઝિલાઈ રહ્યું છે. અરિહંતના સન્માનમાં સર્વ ગુણોનું સન્માન થઈ જાય છે. કારણ કે અરિહંત સર્વગુણસંપન્ન છે. આ જ ધર્મનું ગૂઢત્વ છે. અત્યંત ઉદાત્ત ફળશ્રુતિ છે. સિતાર જેવું નિર્જીવ સાધન આંગળીના સ્પર્શથી ઝંકૃત થઈ ઊઠે છે. તું પ્રભુની સેવા વખતે ઝંકૃત થાય છે ? શું ખૂટે છે ? ભાઈ તું જ્યારે દાન કરે છે, ત્યારે તું જે વસ્તુ અન્યને આપે છે તે તારી મટી જાય છે, તેમ તું જ્યારે અરિહંતને સમર્પિત થાય છે, ત્યારે તારું મન તું તેમને આપી દે છે, તો તારી તેના પર કોઈ માલિકી નથી. પછી હું કરું - મેં કર્યું નું અહમ્ સ્વયં વિસર્જિત થઈ જાય છે. મનની માલિકી મટી રાગાદિની માલિકી કેવી રીતે રહેશે ? તેનું સ્થાન સ્વાત્માલ્યભાવના લેશે. આમ દાન મહાદાનેશ્વરી પુરવાર થાય છે. આવાં દાન જીવમાં વિવેક-નમ્રતા લાવે છે તેથી દાની માની થતો નથી, નમ્રતા તેનો આદર્શ બને છે. ધર્મની મહાન ઈમારતનો પાયો નમ્રતા છે. તાડનું વૃક્ષ ઊંચે જઈને પણ સુંદર ફળ આપે છે. દાનાદિ વડે તું સન્માનને યોગ્ય બને તો પણ તારામાં વિવેકનું ફળ જ તને લાભદાયી છે. નમ્રતા સંયમને લાવે છે. સંયમ કર્મને રોકે છે, સંયમ જીવને તપ અભિમુખ કરે છે, તે તપ કર્મને બાળે છે. એમ જીવ મોક્ષગામી બને છે. કર્મના સ્વરૂપનું જ્ઞાન પણ જરૂરી છે. કર્મની ભયંકરતા જોઈ જીવ પાપથી પાછો પડે છે. નમ્ર બને છે. પૂર્ણતા ૫૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #68 -------------------------------------------------------------------------- ________________ પામતાં સુધી જીવ દેવગુરુ કરતાં ઘણો પાછળ છે તેમ માને છે. એટલે આઠ પ્રકારના મદથી તે દૂર રહે છે. 0 ધર્મથી પ્રગતિ વિશ્વાસનીય છે ) બુદ્ધિમાન માનવ જીવનમાં પ્રગતિ ઇચ્છે છે. તે પ્રગતિની ભૌતિક ક્ષેત્રે સીમાબંધી છે. ભલે તે ક્ષેત્ર આ દુનિયામાં મહાન ગણાય. વળી તે પ્રગતિ કે સુખ આજીવન પૂરતા મર્યાદિત રહે છે. તેનો વિશ્વમાં પ્રસાર થાય તો પણ તે આખરી નથી. ભૌતિકવાદી કહે છે, મારું સુખ બીજાની નજરે ન ચઢે તો તેનું મૂલ્ય શું ? પરમાર્થી કહે છે, બીજાની નજરે ન ચઢે તેવું એક સુખ છે, પણ તેની તને ખબર નથી. ધર્મથી થતી પ્રગતિ સ્થાયી અને ચિરંજીવી છે. વાસ્તવમાં યથાર્થ પ્રગતિ કરવામાં જે સહાયભૂત તત્ત્વ છે તે ધર્મ છે. ધર્મના બાહ્ય પ્રકારો જોઈને બુદ્ધિમાન તેમના ધર્મના મર્મને ન સમજે તે સ્વાભાવિક છે. કારણ કે મોટા સમૂહમાં થતો બાહ્યાડંબર કેવળ ઉત્સવપ્રિયતાવાળો હોય છે. તેવા જીવોમાં પરના હિતની ચિંતા, વિવેક, ઉદારતા, ક્ષમાદિ ગુણો ન જણાય ત્યારે કેવળ જોનારને તેમાં ધર્મ દેખાતો નથી. વાસ્તવમાં બાહ્યાડંબર તે ધર્મ નથી પરંતુ સમૂહ માટે એ ધર્મની પ્રેરણાની તક છે. યદ્યપિ તે પણ ધર્મનું બાહ્ય ખોખું જ છે. ચૈતન્યના વિશ્વાસ અને સૂક્ષ્મ બોધ વિના ધર્મ હૃદયમાં ધારણ થતો નથી. ધર્મ કંઈ કલ્પનાનો પદાર્થ નથી. પરંતુ તે પ્રચંડ શક્તિ છે. જેમ વૃક્ષનું મૂળ જીવંત હોય ત્યારે પાંદડાં – ડાળો વિકસતાં રહે છે. તેમ ધર્મની મૂળ શક્તિ ચેતનાને વિકસતી રાખે છે. બધાં જ દુ:ખ અને બધી જ સમસ્યાનો ઉકેલ આવે છે. એ ધર્મને હૃદયમાં ધારણ કરવાથી શક્તિ બને છે. ધર્મ સ્વયં આત્મરૂપ છે. તેને ધારણ કરવો એટલે અચિંત્ય શક્તિસંપન્ન તત્ત્વને હૃદયમાં ધારણ કરવું, છતાં તેનો કોઈ ભય કે ચિંતા નહિ. કેવળ પૂર્ણ શ્રદ્ધા વડે હૃદયને ભરી દેવું અને પછી શ્વાસપ્રશ્વાસમાં તેનું જ રટણ. “હું શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે” “હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું.” આ તથ્યને એકાંતે બેસીને તું રટ્યા કરે, ઘૂંટ્યા કરે, તો તે તથ્ય ધર્મપરિચય - ધર્મની યથાર્થતા જ ૫૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ ભાવરૂપે પરિણમી તને પરમ વિશ્વનીય પદમાં લઈ જાય. આખરે આત્મા કે આત્મધર્મ સ્વયં તું જ છું. ગોળ અને ગળપણ જેવો આ સંબંધ છે. તેવો આત્મામાં વિશુદ્ધ સ્નેહ – પરિણામ છે. તે સમગ્ર જીવરાશિ પ્રત્યે આત્મીયતા લાવે છે. એ જ્યાં જુએ કે જાણે ત્યાં તેને ચૈતન્યનું વિશુદ્ધ સ્વરૂપ જણાય છે. ધર્મ એ કલ્પના છે, પલાયનવાદ છે, મંદબુદ્ધિવાળાનું આશ્વાસન છે, એમ કહેનારા સ્વયં ધર્મ વગર દુઃખી છે, દુઃખમાં શું કામ વધારો કરતા હશે ? વિષ સ્થૂલ છે, દેહને મારે છે. વિષ ખાનારનો આત્મા દેહ છોડે છે, મરતો નથી. કારણ કે આત્માનો ધર્મ મૃત્યુ નથી પણ અમૃત છે, તે અમર આત્માનું ગુપ્ત સાધન છે. તેમ અધર્મ વિષ છે, તે જન્મો સુધી મૃત્યુ જ આપે છે. જેની દૃષ્ટિ નશ્વર પદાર્થોમાં ગૂંચાયેલી છે. તેના હૃદયમાં ધર્મની પ્રતિષ્ઠા જામતી નથી. સમસ્ત સંસાર પુદ્ગલની પ્રતિષ્ઠામાં ડૂબેલો છે. જે એ પ્રતિષ્ઠાથી પાછો વળે તેના હૃદયમાં ધર્મ શક્તિરૂપે ધારણ થાય છે. તે ધર્માત્મા ધર્મના ધ્યાન દ્વારા અમૃતપાન કરે છે. માટે કહેવું જોઈશે કે ધર્મ મહાસત્તા છે. ધર્મનું અધિષ્ઠાન ચૈતન્ય હોવાથી ધર્મનું સ્વરૂપ પણ ગહન, ગૂઢ અને શક્તિ પ્રદાન છે. કેવળ શાસ્ત્રાભ્યાસ આ ધર્મને પરિણત નહિ કરે. પરંતુ તેની સાથે દેવગુરુ, ભક્તિ, ઉપાસના, સમભાવ, જાગૃતિ અત્યંતાવશ્યક છે. તેમ થવા માટે મોહને ટાળવો પડે. દીર્ઘ કાળથી તે સાથે રહ્યો પરંતુ કંઈ સફળ થયું નહિ. માટે હવે જીવ ! તું જ કરવટ બદલી નાંખ. અને શબ્દ પણ બદલી લે, “મોહ નહિ મોક્ષ' મોહ શું છે ? તે કળાતો નથી, તેને કેમ જીતવો ? હે જીવ ! તને તારા સિવાય અન્ય પદાર્થમાં સુખનું આકર્ષણ પેદા કરાવે છે, મારાપણાની પ્રીતિ કરાવે. સુખ નથી ત્યાં સુખબુદ્ધિ કરાવે છે. સંયમમાં કષ્ટ મનાવે છે. દેહ પર નેહનો મેહ વરસાવી દે છે. તું મૂઢ થઈને તે સાચું માને છે. તે મોહ છે, તને કળવા જ દેતો નથી કે તેનાથી તારું અહિત છે. યદ્યપિ મોહ જીતવો દુરારાધ્ય અને દુસ્તર છે. અસાધ્ય નથી. પરંતુ હાલ તારું ગજું તેને જીતવાનું નથી તે સમજી શકાય તેવું છે. પણ જેણે તેને જીત્યો છે તેવા મોહવિજેતા અરિહંતાદિનો તું સેવક બની જા. મોહના કિંકરને બદલે તારે આવા સમયે સત્પુરુષનું કિંકરત્વ ૫૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #70 -------------------------------------------------------------------------- ________________ કરવું શ્રેયકારી છે. સમર્થ તારક અરિહંતાદિના સેવક બનવું તે પણ મોટું પદ છે. કારણકે તેમની ભક્તિ ઉપાસના વડે તેમનો અનુગ્રહ થતાં મોહ જે તારો સ્વામી હતો તે તારો સેવક બને છે. તું જ કહે આ કેવો ચમત્કાર ? જેમ આકાશને ગજથી માપી ન શકાય, ગજ માપથી મર્યાદાવાળી વસ્તુ માટે છે. તેમ ધર્મની મહાસત્તા એટલી વિરાટ છે કે ત્યાં બુદ્ધિનો ગજ ચાલતો નથી. પરંતુ ત્યાં સમર્પણનો ભાવ જ કાર્યશીલ બને છે. શ્રી તીર્થંકરાદિની આ મહાસત્તા સાથે અભેદતા થઈ છે, અથવા કહો કે તેઓ મહાસત્તાના પ્રતિનિધિ છે. તેથી તેમના અનુગ્રહ વડે તું એ ધર્મની મહાસત્તાને શરણે જઈ શકે છે. ધર્મસત્તાના પ્રતિનિધિપદેથી પરમાત્માએ સમસ્ત જીવસમૂહના સુખ માટે ઉત્કૃષ્ટ વાત્સલ્યભાવનો પ્રસાર કર્યો. સર્વ જીવો સુખ પામો, સુખનાં સાધન પામો, સુખનો ઉપાય મેળવો. કોઈ સમર્થ સમ્રાટનું શરણું મળે તેને તેના આખા સામ્રાજ્ય અને સૈન્યનું બળ મળે છે. તેમ જે તીર્થંકરની ઉપાસના કરે છે તેની સહાયમાં ધર્મસત્તા કામ કરે છે. તે છેક મુક્તિ સુધી પહોંચાડે છે. “ધર્મસત્તાનું ધ્યેય શુદ્ધીકરણનું છે, માટે જે કંઈ થયું છે, થાય છે અને થશે, તે સારા માટે જ હશે. એમ અનાસક્તભાવે માનવું. પુણ્યના ફળની આકાંક્ષાનો નિષેધ છે. શુભકાર્ય પણ અનાસક્તભાવે કરવું. આસક્તિ રાગ છે. યદ્યપિ તે ધર્મમાં રાખવાનો છે. જિનાજ્ઞાના પાલનમાં રાખવાનો છે, પરંતુ તે સંબંધી ફળાદિમાં રાગ રાખવાનો નથી.” જિનાજ્ઞાનું પાલન કરવું કે ધર્મસત્તાને ગ્રહણ કરવી તે કોઈ પરાધીનતા નથી. પરંતુ અજ્ઞાનવશ જિનાજ્ઞાની વિરાધના થઈ હોય કે ધર્મ-મહાસત્તાની અવગણના થઈ હોય તેને કારણે જે બંધન થયાં છે, તેનાથી મુક્ત થવા માટે એ ઉત્તમ ઉપાય છે. ધર્મ મહાસત્તાને અનુસરતી ક્રિયા તાત્ત્વિક હોવાથી તે સક્રિયપદની પ્રાપ્તિનું નિમિત્ત બને છે. તો શું વિશ્વમાં જે દુરાચાર ચાલે છે, તે દુરાચારી પરમાત્માનું નામ લે તો તેના કાર્યમાં ધર્મ મહાસત્તા સહાય કરે ! ના, ધર્મ મહાસત્તા તેને દુરાચાર કરવામાં સહાય ન કરે, પણ દુરાચાર કરવાની બુદ્ધિનો નાશ કરવામાં સહાય કરે. ધર્મપરિચય - ધર્મની યથાર્થતા : ૫૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૦ ધર્મનો મર્મ ૦. ધર્મ શું છે ? ધર્મ મહાસત્તાનું કાર્ય આપણે વિચાર્યું. ધર્મનો મર્મ વિચારતાં એ સમજવું અત્યંત જરૂરી છે કે ધર્મ એ તર્કનો વિષય, વિચાર કે કામના નથી. પરંતુ ધર્મ એ બોધનું પરિણમન છે. વિચાર કે ચિંતન વડે એ ધર્મની અનુભૂતિ થતી નથી. કારણ કે નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપનો બોધ એ ધર્મ છે. તે વિચારથી સમજી શકાય ચિંતનથી તેનો મર્મ સમજાય પરંતુ સ્વભાવરૂપ ધર્મની અનુભૂતિ તો શુદ્ધ ચૈતન્યનો બોધ છે કે હું સ્વરૂપમય છું. વિચાર મનોજન્ય છે, ચૈતન્ય મન અને ઇન્દ્રિયથી ઉપર છે. વિચારની ભૂમિકાથી જે મુક્ત થઈને ચિત્તની સ્વસ્થ અવસ્થામાં ટકે તેને જ્ઞાનમય ઉપયોગમાં આત્માનો સાક્ષાત્કાર થાય. વિચારની સાથે બુદ્ધિની સભાનતા છે. તે સારુંખોટું મૂલવે છે. આ વિચારો સારા અને આ વિચારો ખોટા એમ જીવને વ્યસ્ત રાખે છે. એટલે જીવ નિર્વિચાર અવસ્થા સુધી પહોંચતો નથી. વાસ્તવમાં વિચાર મનોવર્ગણાની રચના છે, તે ચૈતન્યની જાતના નથી. તેથી તે સીમાબદ્ધ છે. તેથી વિચાર કે ઇન્દ્રિયોથી જે જણાય તે સીમિત હોય, તે અસીમ એવા ચૈતન્યને કેવી રીતે જાણે ? ઉપયોગ લક્ષણયુક્ત ચૈતન્ય, ઉપયોગ-પ્રજ્ઞા વડે ગ્રહણ થાય, ઉપયોગ ભલે સમયવર્તી છે પરંતુ સ્વકીય છે. તેથી એક સમયની ઉપયોગની શુદ્ધતામાં સંપૂર્ણ ચૈતન્યનો સાક્ષાત્ થાય છે. જેણે એકને સંપૂર્ણ જાણ્યો તે સર્વને જાણે તેવું વિજ્ઞાન છે. આત્માને જાણવામાં ચર્મચક્ષુ કામયાબ નથી, શુદ્ધ ઉપયોગ, સમાધિ અવસ્થા એ આત્માને સાક્ષાત્ કરવાની આંખો છે. પરંતુ ઉપયોગમાં ઉદયકર્મોની મલિનતા ભળેલી છે, તેથી આંખમાં ઝામરનું પાણી ભરાય, ત્યારે પદાર્થ જોઈ શકાતા નથી. તેમ જ્ઞાનચક્ષુ-ઉપયોગમાં મલિનતા ભળે. આત્માની અનુભૂતિ સંભવ નથી. ઉપયોગની મલિનતા એ ચિત્તવૃત્તિઓ છે, તેનો નિરોધ થાય જ્ઞાનચક્ષુ ખૂલે છે ત્યારે આત્મદર્શન થાય છે. , ૦ વિચાર વિસર્જન સંભવ છે? ૦ વિચાર એ જીવની વિકસિત અવસ્થાનું ચિહ્ન છે. અર્થાત્ મનુષ્યને અદ્દભુત વિચારશક્તિ મળી છે. છતાં તે સીમાબદ્ધ હોવાથી અસીમ ૬૦ - શ્રુતસાગરનાં બિંદુ Page #72 -------------------------------------------------------------------------- ________________ એવા ચૈતન્યના સાક્ષાનું કારણ બનતી નથી. કેવળ માત્ર વિચારશક્તિથી જ માનવનો વિકાસ પૂર્ણ નથી થતો, એ તો પ્રારંભની ભૂમિકા છે. તેથી વિચારના વિસર્જન પછી પૂર્ણનું દર્શન સંભવ છે. વિચાર તો ઊઠશે, તેને માત્ર તમે જુઓ પણ ભળો નહિ, કે વિચાર કેવા છે, વિચારનો બોજ પણ રાખો નહિ. સાધનામાં વિચારને માત્ર જોવાથી સ્થિરત્વ આવે છે, ત્યાર પછી ક્રમશ: વિચાર શાંત-વિલીન થાય છે. એ અવસ્થામાં શૂન્યાવકાશ થાય છે. ત્યાર પછી જીવન ચૈતન્ય પ્રકાશ વડે આલોકિત થાય છે, તે પૂર્ણતાને પામે છે. માટે ભાઈ, બહારથી અંદર જવું. શૂન્ય થવું. તેમાં ટકવું તે સાહસ છે. અનાદિકાળની જીવનરેખાને રૂપાંતરિત કરવાની છે, કરવટ જ બદલી નાંખવાની છે. તે મહા સાહસ છે. પણ તે સંભવ છે. એટલા માટે સ્વભાવરૂપ ધર્મને સાહસ કહ્યો છે. 0 ધર્મ એક સાહસ છે ) લોકોક્તિ કે રૂઢિગત ધર્મની આ વાત નથી, પરંતુ જીવનને પૂરેપૂરું સતના રંગે રંગવું તે સાહસ છે. જીવનમાં ધર્મનો બોધ જીવનને રૂપાંતરિત કરે છે. તમે પૂર્વે હતા કે કાલે હતા તેવા આજે રહી શકતા નથી. પૂર્વોક્ત વિભાવની દશાને ઓગાળતા ઓગાળતા ઝીરો પર લાવવાની છે. તેમાં જો કંઈ પ્રમાદ થાય, ક્ષતિ થાય તો વચમાં કેટલાયે અંતરાયો ઉપસ્થિત થઈ જાય. કરતાં જાળ કરોળિયો ભોંય પડી પછડાય. વણ તૂટેલે તાંતણે તે પાછો ઉપર ચઢી જાળું કરે છે. કારણ કે તાંતણો હજી તૂટ્યો નથી તેમ વિભાવદશાને ઉલ્લંઘતો જીવ સ્વભાવ તરફ ઝૂકે છે, અંતરમુખ થાય છે, તેમાં તેના બોધના પરિણમનની શ્રદ્ધાનું સાતત્ય રહે છે, તેથી અંતરાયોને દૂર કરતો તે ઉપર ચઢે છે. તેથી એ સાધનાકાળમાં સસમાગમ, મહપુણ્ય અને વૈરાગ્યને આધાર કહ્યો છે. ત્યાર પછી એ માર્ગે ઉપાડેલો પગ - સાહસ સ્વબળને પ્રગટ કરીને પૂર્ણતા સુધી પહોંચાડે છે. એટલા માટે સ્વભાવધર્મની ઉપાસના કષાયી જીવો માટે નથી. સ્વર્ગાદિની આશંસાવાળા લોભી જીવો માટે નથી કે કર્મના દુ:ખથી ડરવાવાળા જીવો માટે નથી. સુખ અને દુઃખના વાઘા ઉતારીને, જેઓ ધર્મના મેદાનમાં ઊતરે છે તેઓ સાહસિક છે. ધર્મપરિચય - ધર્મની યથાર્થતા * ૬૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ તમારી પાસે એક જ પાત્ર છે, તેમાં દૂધ ભર્યું છે, હવે તમારે ઘી ભરવું છે, તો દૂધને જતું કરવું પડશે. સારી વસ્તુ મેળવવા તેનાથી ઊતરતી વસ્તુને ત્યજવી પડે. તેમ પૂર્ણને, શાશ્વતને પામવા માટે તમારે અપૂર્ણને, ક્ષણિકને છોડવાં પડે. અર્થાત્ બાહ્ય વસ્તુઓનો, તેમાં થતી આસક્તિઓનો ત્યાગ કરવો પડે. હે ચેતન ! તારું ઐશ્વર્ય કેવું છે ? તું દરિયાકિનારે બહાર પડેલું રેતમિશ્રિત જલકણ નથી. તું સ્વયં અમૃતસાગર છું. અપૂર્ણ નહિ પૂર્ણ છું. હું બિંદુ નહિ, પણ સિંધુ છું. એ સત્યને સાર્થક કરવા માટે આપણે પૂર્ણમાં વિલીન થવું પડશે. કારણ કે સાચો વિરામ પૂર્ણમાં છે.” પુનઃ પુનઃ જન્મ-મરણ, સ્વર્ગ અને પાતાળની ક્વચિત મનુષ્યલોકની પુનઃ પુનઃ યાત્રામાં ક્યાંયે વિરામ નથી. જન્મ ધારણ કરવો, કર્મના ધક્કે ચઢવું, ગમે ત્યાં સુખની શોધ કરવી. તેમાં ક્યાં આરામ મળે ? નવો જન્મ નવી વાત, ત્યાં નિરાંત ક્યાં મળે ? એક વાર ભાઈ, દુ:સાહસ કરી લે, તેમાં તને જે વિરામ મળશે તે પૂર્ણ અને અપૂર્વ હશે. સાહસ પછી શું ? ભૌતિક જગતમાં માનવ દ્વારા થતા સાહસ પાછળ પ્રાપ્તિની કંઈક ઝંખના પડી હોય છે. તે સાહસમાં તે વ્યક્તિ પૂરી જિંદગી ખર્ચે છે, તેમાં કારકિર્દીનું મહત્વ તેને મળે છે, છતાં તેમાં સ્થાયીપણું નથી કારણ કે તે ક્ષેત્રે વળી અન્ય બીજું સાહસ પ્રગટ થાય છે. એમ પરંપરા ચાલે છે, પણ કંઈ પૂર્ણતા મળતી નથી. ધર્મના સાહસમાં સ્વનું મંગળ, પરનું મંગળ સમાય છે. પૂર્ણતા સુધી લઈ જાય છે, ત્યાં એક ચરમ સીમાની સમાનતા હોય છે. વૈયક્તિક પૂર્ણતા અને છતાં સમાનતા. આવો ધર્મ તીર્થંકરાદિ ગણધરાદિએ સ્વયં સ્વીકાર્યો, અનુભવ્યો, અને તેનું સ્વામીત્વ ઉપદેશ્ય. ૦ ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે ) રૂઢિના, માન્યતાના, મતપંથના માળખામાં પુરાયેલા ધર્મ વડે કાર્યની સિદ્ધિ નથી, કારણ કે તેમાં ઉત્કૃષ્ટ મંગળ નથી. એ મર્યાદાઓને ઉલ્લંઘી જે પ્રારંભથી જ સ્વભાવરૂપ ધર્મનું શિક્ષણ પામે છે, તેને સમજાય છે કે ધર્મ મર્યાદિત માળખાનું તત્ત્વ નથી. પણ ધર્મ અચિંત્ય શક્તિસંપન્ન દર કે શ્રુતસાગરનાં બિંદુ Page #74 -------------------------------------------------------------------------- ________________ છે. તે કાર્ય અવિરત ગતિથી ચાલે છે. એવા ધર્મને ધારણ કરવામાં સત્યનિષ્ઠા, પૂર્ણ શ્રદ્ધા જોઈએ. ગળપણ વગર મીઠાઈ ન બને તેમ એવી શ્રદ્ધા રહિત ધર્મથી મંગળ ન થાય. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા માટે ભૌતિક પદાર્થોથી પ્રભાવિત થયેલા મનનું પ્રમાર્જન કરવું પડશે ત્યાર પછી ધર્મની તાત્ત્વિકતા ગ્રહણ થાય છે. તે માટે બાહ્ય રૂઢિની આવશ્યકતા નથી. તને અવલંબનની જરૂર પડશે તે માટે જિનવચનનો બોધ, સદ્ગુદ્ધિ, આંતરિક જિજ્ઞાસા, ઊહાપોહ, સ્વસંવેદન અભ્યાસ અને વૈરાગ્યની આવશ્યકતા છે. ધર્મારાધનાના માટે બે રાહ છે ૧. શ્રુતરૂપ ધર્મ ૨. ચારિત્રરૂપ ધર્મ શ્રુત સર્વજ્ઞના જ્ઞાનનો પ્રવાહ છે. તે શ્રુતરૂપ ધર્મ વસ્તુના સ્વભાવને જણાવે છે. ચારિત્રધર્મ તેમાં પૂર્તિ કરે છે. શ્રુત વડે થયેલા વસ્તુના સ્વભાવથી આચરણ સહજ બને છે. તે આચરણ જ મોક્ષમાર્ગનું પથિક બને છે. એ વસ્તુના સ્વભાવને ધર્મ કહેવાય છે. સ્વભાવરૂપ ધર્મ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યાત્મક છે. વસ્તુમાત્ર સ્વભાવમાં રહીને પરિણમન કરે છે. મીઠાની ગાંગડી પાણીમાં પડે, ઓગળે, પાણીના તમામ પ્રદેશને ખારાશ આપે પરંતુ પોતાની ખારાશ ન ત્યજે. પોતાના સ્વભાવમાં રહીને પરિણમન કરે તેવો વસ્તુનો સ્વભાવ છે. અર્થાત્ પૂર્વપર્યાયનો વ્યય થાય, નવી પર્યાય ઉત્પન્ન થાય છતાં મૂળ વસ્તુ જેમ છે તેમ રહે. જગતમાં જડ અને ચૈતન્ય બે પદાર્થો છે, જડ જડરૂપે પરિણમે, ચેતન ચેતનરૂપે પરિણમે. આત્માએ આ જન્મે માનવશરીર લીધું, પૂર્વના શરીરનો વ્યય થયો. આત્મા એ જ ચૈતન્યસ્વરૂપે રહ્યો. વળી ભવાંતરે નવું શરીર લેશે. એમ પરિણમન થયા કરે છે. ચેતનમાં પાંચ ભાવો છે. ઔદાયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, પારિણામિક, જીવને કર્મ સાથે સંબંધ થાય છે. તે બધા ઔદયક છે. તે ભાવને ત્યજીને ક્ષાયિકભાવ તરફ ગતિ કરાવનાર વસ્તુ સ્વભાવરૂપ ધર્મ છે, તે દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. ૦ વસ્તુનો સ્વભાવ ૦ વસ્તુનું ટકીને બદલાવું તે ધર્મ છે. અર્થાત્ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એમ વસ્તુની ત્રણે અવસ્થાનું જ્ઞાન અને શ્રદ્ધાન આચરણ કરાવે ધર્મપરિચય ધર્મની યથાર્થતા ૪ ૬૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ છે. કેવળ ઉત્પાદ અને વ્યય રાગદ્વેષના ઉત્પાદક છે. ધ્રૌવ્ય - ત્રિકાળી નિત્ય ધર્મ મધ્યસ્થ પરિણામ કરાવે છે. છતાં પણ કેવળ ધ્રૌવ્યને જ માને તો તેમાં ભ્રમ પેદા થાય છે, પૌદ્ગલિક પદાર્થો અને ચેતનની અવસ્થાઓ બદલાય છે, પરંતુ સ્થૂલ ઉપયોગમાં એ વાત સમજાતી નથી. આ અવસ્થાઓને સમજવા માટે સૂક્ષ્મ બોધ જરૂરી છે. પહેલી અવસ્થાનો વ્યય-નાશ બીજી અવસ્થાનું ઉત્પન્ન થવું તે ઉત્પાદ, મૂળ વસ્તુનું સ્વભાવમય રહેવું તે ધ્રૌવ્ય. ઘડો હાથમાંથી પડી ગયો, ઠીકરાં થયાં, અવસ્થા બદલાઈ, માટી તો માટીરૂપ છે, પ્રાણીનો દેહ બદલાય છે. અવસ્થા બદલાય છે. આત્મા એ જ રહે છે. વસ્તુ બદલાય નહિ તો પણ અવ્યવસ્થા થાય, જેમકે મરણ ન હોય તો દેહ બદલાય નહિ અને જર્જરિત દેહથી માનવ સુખેથી જીવી શકતો નથી. દેહ છૂટે નહિ તો નિર્વાણ સુધી પણ પહોંચતો નથી. જીવની અવસ્થા બદલાય છે ત્યારે તો જીવ સંસારી મટી સિદ્ધ થાય છે, મિથ્યાષ્ટિ મટી સમ્યગદૃષ્ટિ થાય છે. પાપની સજા રૂપે માનવ મટી નારક કે તિર્યંચ થાય છે. પુણ્ય યોગે દેવ થાય છે. આત્મા ચેતનારૂપ સ્વભાવમાં રહે છે. એ પ્રમાણે જડ પદાર્થોનું છે, સોનાની લગડીનો વ્યય થઈ બંગડી થાય છે. સોનું સોના રૂપે રહે છે. બીનો જમીનમાં વ્યય થાય છે, બહાર અંકુર રૂપે પ્રગટ થાય છે. પદાર્થ રૂપે ટકે છે. કાચી કેરી અવસ્થા બદલાઈને પાકી થાય છે. આમ જો અવસ્થાઓ બદલાય નહિ તો, વ્યવસ્થા ચાલે નહિ. જગત નિયમથી, વસ્તુના સ્વભાવથી, તેમાં થતાં સ્વકીય પરિણમનથી ચાલે છે, તેને માટે કોઈ નિમાર્તા છે નહિ તેવું વસ્તુનું સ્વરૂપ છે. ૬૪ * શ્રુતસાગરનાં બિંદુ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪. આણાએધમ્મો રાગદ્વેષ, હર્ષશોક વગેરે વંદના ઉત્પાદક ઉત્પાદ વ્યય ધર્મો છે. માટે ત્રિકાળી ધ્રુવ એવા અખંડ ચૈતન્યનું શ્રદ્ધાન જીવને સ્વભાવ તરફ લઈ જાય છે. જે સ્વભાવનો સ્વીકાર કરે છે તેનો મોહ ટળી જાય છે. માત્ર પોતે જ્ઞાનસ્વરૂપે રહે છે. તે જ્ઞાન અને શ્રદ્ધામાં સ્થિર થાય છે. આ સ્થિરતા ચારિત્ર છે. જેટલા અંશે સ્થિરતા ઉત્પન્ન થાય, તેટલા અંશે ધર્મ છે. જેટલા અંશે અસ્થિરતા છે તેટલો અધર્મ છે. અધર્મને ટાળવાનું, ધર્મ પાળવાનું સાધન વસ્તુ સ્વભાવના જ્ઞાન અને શ્રદ્ધામાં છે. હે ચેતન ! તારું સામર્થ્ય કંઈ અનાજના ફોતરા જેવું તુચ્છ નથી. આત્મા સ્વયં અત્યંત મહિમાવંત દ્રવ્ય છે. તે અરૂપી હોવાથી અજ્ઞાનવશ સ્વયં સ્વથી અપરિચિત રહે છે. તેથી તેને ઓળખાવનાર પરમાત્માની ભક્તિની મુખ્યતા છે. તે જ્ઞાનની અપેક્ષા રાખે છે. તે જ્ઞાન શુદ્ધાત્માનું છે. પરમાત્માના નામસ્મરણથી શુદ્ધાત્માનું સ્મરણ જાગે છે. પરમાત્માના દર્શનનું માહાભ્ય પણ એ જ છે કે દર્શનથી દર્શન થાય છે. સમ્યગ્રષ્ટિથી જીવને આવી દઢ શ્રદ્ધા હોય છે. આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ પ્રભુના દર્શન અને સ્મરણથી થાય છે. તેમાં પણ પ્રભુનો અનુગ્રહ જરૂરી છે. તેથી ભવ્યાત્માને પ્રભુઉપાય છે. આ શ્રદ્ધાનો વિસ્તાર આજ્ઞા છે. આજ્ઞાપાલનમાં મુક્તિની સરળતા છે. આજ્ઞા હકારવાચક - વિધેયક અને નકારવાચક નિષેધક બે પ્રકારે છે. અહિંસા નિષેધક છે, હિંસા કરવી નહિ. સત્ય વિધેયક છે, સત્ય બોલવું, આચરવું. સર્વ વિધેયક અનુષ્ઠાન ત્રિવિધ યોગ અને ત્રિકરણ વડે થાય છે. મન, વચન, કાયા ત્રણે યોગમાંથી કોઈ એક યોગ વડે અનુષ્ઠાન કરે અને બીજા બે યોગ ન જોડાય તો અનુષ્ઠાન અપૂર્ણ બને. જેમકે કાયા વડે કોઈ શુભ ક્રિયા કરે, પરંતુ વચનમાં વિવેક ન જાળવે, મનમાં અશુભ ચિંતન કરે તો તે ત્રિવિધ યોગનું જોડાણ ન થયું. તે પ્રમાણે કરવું – કરાવવું અને અનુમોદવું ત્રણે કરણ અનુષ્ઠાનમાં આણાએધો * ૯૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ હોય તો અનુષ્ઠાન પૂર્ણ બને, પોતે સત્કાર્ય કરે, પરંતુ બીજા પાસે તે જ સત્કાર્ય કરાવવા ઇચ્છે નહિ અને કોઈ કરતું હોય તો અનુમોદન ન કરે તો તે અનુષ્ઠાન અપૂર્ણ રહે. આમાં વિધેયક આજ્ઞા છે. તે પ્રમાણે જે કાર્યો કરવાયોગ્ય નથી, તે મનથી, વચનથી કે કાયાથી ન કરે. તે કાર્ય જેમ પોતે કરે નહિ, અન્ય પાસે કરાવે નહિ અને કરતાને અનુમોદન પણ ન કરે તે નિષેધાત્મક આજ્ઞાનું પાલન છે. જેમકે ચોરી જેવાં કાર્યો મનાદિ ત્રણે યોગ વડે ન કરે. કરાવે નહિ અને કરનારને સારું કહે નહિ, તે આજ્ઞાપાલન છે. આ સ્થૂલ પ્રકારોને સાધકે સૂક્ષ્મપણે પણ ઉપયોગ રાખી પાળવાના છે. કદાચ બાહ્ય કોઈ પાપમય કાર્ય ન કરે પણ રાગ કે સ્વાર્થને કારણે તેવા કાર્યમાં માનસિક વલણથી તે પ્રત્યે તરફેણ કરે, બહારથી તેવા કાર્યમાં ભળે નહિ પણ મનથી નિરાળા રહેવામાં ક્ષતિ થાય તો પણ દોષ લાગે. 0 ધર્મ પામ્યાની કસોટી આશામાં છે ) આજ્ઞા ધર્મ છે, અર્થાત્ ધર્મ શાસ્ત્રાજ્ઞાથી બંધાયેલો છે, તે સામાન્ય કથન છે. ધર્મ અંતરાત્મા વડે આજ્ઞાથી બંધાયેલો છે, તે વિશેષ અર્થ છે. શાસ્ત્ર દિશાસૂચન કરી શકે, પરંતુ દિશા પકડવાની પસંદગી સાધકે સ્વયં કરવાની છે. એ પસંદગી શુદ્ધ બુદ્ધિ વડે થવી જોઈએ. તો જ તે અંતરાત્મા સુધી પહોંચી શકે તે પ્રમાણે આત્મસાત્ થયેલો ધર્મ મુક્તિદાતા બની શકે. જગતના પદાર્થોમાંથી મનને ખેંચી અંતરાત્મપણે વિકસિત કરવું અંતરાત્મામાં સ્થિર કરવું. ત્યાર પછી પરમાત્મભાવને ધારણ કરવો તે પરમપદ પામવાનો સાચો માર્ગ છે. તપ, સંયમ, મૈત્રી આદિ ભાવના વડે પરમાત્મભાવનું ભાવન થાય છે, જ્યારે હૃદય પ્રભુમય બને છે ત્યારે સઘળાં પાપો છૂટી જાય છે. પાપ કર્મબંધનું કારણ છે. સર્વજ્ઞા દેવોની આજ્ઞા પાપને છોડી દેવાની છે. ધર્મનું આચરવાની છે. આજ્ઞાધારી વિનયશીલ હોય. વળી આજ્ઞા જેમ ધર્મ છે તેમ વિનય તે ધર્મનું મૂળ છે. વસ્ત્રહીન દેહ સુંદર હોય તો પણ શોભા પામતો નથી. તેમ વિનયહીન આરાધક આરાધન પામતો નથી. માન કષાયનું નિવારણ વિનયથી થાય છે. અહંકાર આઠે કર્મોને ખેંચી લાવે છે. એવા માન-અહંકારનો પ્રતિસ્પર્ધી ગુણ વિનય છે. ૬૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #78 -------------------------------------------------------------------------- ________________ જિનાજ્ઞા એક વિશાળ તત્ત્વ છે, તેમાં વિનયાદિ અને ઉત્તમતાઓ રહેલી છે. સ્વચ્છંદ એ મહાદોષ છે. મિથ્યાત્વની લગોલગ રહેવાવાળો છે તે પણ આજ્ઞા વડે નિવારી શકાય છે. આજ્ઞા એ અભુત શરણ છે, તેથી જીવ નિશ્ચિતપણે આરાધના કરી શકે છે. સ્વાતંત્ર્ય સાથે પરમાર્થને સંબંધ રહે તો તે સ્વભાવરૂપ ધર્મ બને છે, પણ પરમાર્થ રહિત સ્વતંત્રતા સ્વછંદમાં પરિણમે છે. સ્વાતંત્ર્ય એ જીવમાત્રનો ગુણ છે, પરંતુ તે જિનાજ્ઞાનુસાર છે તો શ્રેય છે. પરંતુ સ્વમતિ અનુસારી સ્વાતંત્ર્ય સંસારની વૃદ્ધિ કરે છે. આજ્ઞા શું છે ? કી સમ્યગૂ પ્રકારનો સંયમ આજ્ઞા છે. આ ઈચ્છાનિરપેક્ષ તપ એ આજ્ઞા છે. બોધ સહિત ત્યાગ એ આજ્ઞા છે. જ તેનું અંતિમ ફળ મોક્ષ તે આજ્ઞા છે. વળી તત્ત્વનું યથાર્થ જ્ઞાન આજ્ઞા છે. સર્વજ્ઞના વચનને દઢપણે અનુસરવું તે આજ્ઞા છે. મોક્ષાભિલાષ એ આજ્ઞા-પાલનનો અધ્યવસાય છે. આ સર્વ પ્રકારો સ્વચ્છંદનો પરિહાર કરનારા છે. આજ્ઞાનો અસ્વીકાર એ અહંકાર છે. આજ્ઞાપાલનનો અધ્યવસાય નમસ્કાર છે. જીવને મળેલું ઈચ્છા-સ્વાતંત્ર્ય આજ્ઞારહિત હોવાથી અનર્થ સર્જાય છે. જનમાનસ અનાદરથી આવૃત્ત થયેલું છે. એ સ્વાતંત્ર્ય સ્વચ્છંદતામાં પરિણમે છે ત્યારે વિનય તો જાણે સદીઓ પહેલાનું કોઈ જૂનું અલંકાર હોય તેવું જણાય છે. પોતાની વૃત્તિઓનો દાસ સ્વાતંત્ર્યનો અધિકારી કેવી રીતે બને ? ઇચ્છા સ્વાતંત્ર્યથી ઉત્પન્ન થયેલાં સ્વચ્છંદતાનો પરિહાર દેવગુરુના ગુણવત્ પારતંત્ર્યથી સંભવ છે. ઝૂકો જ્યાં મૂકવાનું છે ત્યાં મૂકો, વચમાં આવતા અહંકારને તોડો, છોડો, હજી આપણું જીવન ઘણી પ્રાથમિક કક્ષામાં છે. હજી આપણે એ ભાનમાં જ આવ્યા નથી કે જે પદાર્થોનું મૂલ્ય તારી આંખ બંધ પછી તારે માટે ફૂટી બદામ જેટલું નથી તેને માટે પૂરી જિંદગી વ્યર્થ કરી નાંખીએ છીએ. એક કલ્પના કરો કે તને કોઈ દેવ પૂછે કે તારે દુકાન જોઈએ કે મંદિર ? તું વણિકબુદ્ધિ શું વિચાર કરે ? મન તને કેવી રીતે ફોસલાવે, દુકાન હશે તો મંદિર તો એક નહિ બેચાર બાંધીશ. પણ મંદિર હશે ને દુકાન નહિ હોય તો શું કરીશ ? અર્થાત્ સંસાર આણાએધમ્મી x ૬૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ સાચવતાં ધર્મ થઈ જાય તો વાંધો નથી. દુકાન કમાવાનું સાધન છે, મંદિર પુણ્ય કમાવાનું સાધન છે. એટલી જ તારી માન્યતા હશે તો ધર્મનો સ્પર્શ ક્યાં થશે ? સંસાર અને સ્વરૂપધર્મ સાથે નહિ ચાલે. તારા મનમાં સંસારની જમાવટ છે ત્યાં સુધી ધર્મ જામશે કેવી રીતે ? પરમાર્થ ધર્મની ગલી એ અપેક્ષાએ સાંકડી છે, તેમાં બેનો સમાવેશ નથી. મનમાં ધર્મની સ્થાપના માટે આજ્ઞા-ગુણવત્ પાતંત્ર્ય સદુપાય છે. સ્વાતંત્ર્ય એક માનવની સંસ્કૃતિ છે. પણ તેનો સદુપયોગ થાય તો કલ્યાણકારી છે. અગર તેમાંથી સ્વચ્છેદ પેદા થાય તો તે વિનાશકારી છે. તેવા અયોગ્ય બંધનથી છૂટવા પવિત્ર પુરુષોના યોગબળનું પાતંત્ર્ય પણ લાભદાયી છે. યોગ્યને નમવું, તેની આજ્ઞા સ્વીકારવી તે યોગ્યનું ગુણવત્ પાતંત્ર્ય છે. આરાધકને માટે આજ્ઞા સાપેક્ષ આરાધના જ તરણોપાય છે. ગુરુ જિનાજ્ઞાને ત્રિવિધ સમર્પિત છે, તેમની આજ્ઞા – ગુણવત્ પારતંત્ર્ય ઉપકારી છે. આજ્ઞાપાલન ગૃહસ્થને પોતાને સ્થાનેથી થાય છે. વડીલોની આજ્ઞા તે પણ જિનાજ્ઞાનું અંગ છે. ત્યાંથી શિક્ષણ શરૂ થાય છે. તે પરમાર્થ આજ્ઞામાં પૂર્ણ થાય છે. આજ્ઞાસાપેક્ષ થતાં અનુષ્ઠાનો મુક્તિ સુધીના હેતુઓ બને છે. આજ્ઞાધારીનાં પાપસ્થાનકો, તેના કારણે થતું પરિભ્રમણ અટકે છે. આજ્ઞાનું વિરાધન અચૂક અહિતકર છે, માટે વર્યુ છે. આજ્ઞાને જીવન – પ્રાણ ગણીને જીવે તેનું જીવન ધન્ય છે. મોહરાજા અને તેની સેના જીવને જડમાં લપટાવે છે. આસક્ત બનાવે છે. શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા જીવને જડના રાગમાંથી છોડાવીને શિવપુરીના માર્ગે આગળ લઈ જાય છે. અર્થાતુ મહામોહજેતા તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન કરનારો આત્મા અંતે મોહવિજેતા બને છે.” પ્રેમ વાસનાથી મુક્તિદાયક છે, ધ્યાન વિચારથી મુક્તિ અપાવે છે. વાસનાથી પ્રેમ વિષમય બને છે. જ્યાં વાસના વિકાર નથી ત્યાં અમૃત છે. સ્વેચ્છાથી સમર્પિત આ પ્રેમ પતિપત્ની, ભાઈ-ભાઈનો નથી એવો પ્રેમ ગુરુ અને પરમાત્માથી પ્રગટ થાય છે. મનુષ્ય – મનુષ્યમાં પ્રેમ સીમિત થઈ જાય છે. પ્રેમમાં માગ નથી. ગુરુ પાસે પણ જ્ઞાનની કે સમાધિ જેવી માંગ નથી. સમર્પિત ગુરુએ તમારું સમર્પણ સ્વીકાર્યું. ખુશી ૬૮ * શ્રુતસાગરનાં બિંદુ Page #80 -------------------------------------------------------------------------- ________________ મનાઓ. ગુરુને ધન્યવાદ આપો. તમારું સમર્પણ સમાધિ બનશે. માનવનું મન એવું ચાલાક છે, કે તે મનમાં ગણતરી ઊભી કરે છે, ત્યાં શિષ્ય સાવધ રહેવું. પ્રેમમાં માંગ નહિ દાન છે, તમારી પરમાત્મા પાસે પણ માંગ નથી. માંગની લેશમાત્ર વાસના પરમાત્મા સુધી નહિ લઈ જાય. હું પાપથી ભરેલો છું મને પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થાય ? તેવી નિર્બળતા પણ છોડો. આપણાં પાપ કરતાં પરમાત્મા મોટા છે. તું પાપને ગોખવાનું છોડી દે, અને પરમાત્મા પ્રત્યે ઝૂકી જા. રોહિણીય ચોર-લૂંટારો હતો. પાપથી ભરેલો હતો, પરમાત્મા પાસે પહોંચી ગયો. સમર્પણ થઈ ગયો, ઝૂકી ગયો. પરમાત્માએ તેને વાત્સલ્યથી સ્વીકાર્યો, રોહિણીય ધન્ય બની ગયો. પાપ કરતાં પરમાત્મા મહાન છે, તને ઝૂકતાં આવડવું જોઈએ. એ આ દૃષ્ટાંત પરથી સમજાશે. આપણો જન્મ આપણી ઇચ્છાપૂર્તિ માટે નથી. પરંતુ પ્રભુની આજ્ઞા-ભાવના પૂરી કરવા માટે છે. સર્વ જીવો સુખ પામે, મુક્તિ પામે તેવી પ્રભુની ભાવનાને તારે લૂંટવાની છે. આપણા વ્યક્તિગત વિકલ્પોનું શમન આ ભાવનાથી થશે. તેમાં તારે ક્ષત્રિય થવું પડશે. હું બધું નહિ પણ અન્યને બચાવું. મને કંઈ મળવું તે વણિકબુદ્ધિ છે. ઝૂકી પડવું તે ક્ષત્રિયવટ છે. ધર્મના ધોરી માર્ગે જવાનું સાહસ ક્ષત્રિયતામાં છે. ગણતરી કરવાનું કામ વણિકબુદ્ધિનું છે. તેમ સત્યની વિશાળતા ગણતરીથી માપી શકાતી નથી. જેમ દરિયાની સપાટી કોઈ ગજથી માપી શકાતી નથી. ૦ આજ્ઞાનું પણ વિજ્ઞાન છે ૦ જે જીવો તીર્થંકરની આજ્ઞા આરાધે છે, તે તેમના પક્ષકાર બને છે તેથી તેઓ તેમના અનુગ્રહને પામે છે. અને જે આજ્ઞાની વિરાધના કરે છે, તે સંસારના પક્ષકાર બની તેમના નિગ્રહના ભાગી બને છે. એ આજ્ઞાનો અર્ક સર્વહિત ચિંતારૂપ મૈત્રી છે. તેમાં સર્વ આજ્ઞાનો સમાવેશ થાય છે. પરમાત્માની ભક્તિનો વિસ્તાર વિશ્વમૈત્રી છે. તીર્થંકર દેવો વીતરાગ છે, તેઓ નિગ્રહ-અનુગ્રહ કેવી રીતે કરે ? વીતરાગને સમસ્ત જીવરાશિ સ્વતુલ્ય છે, તેમને નિગ્રહ-અનુગ્રહ ન હોય પરંતુ તેમના પુણ્યાતિશયોને કારણે નિગ્રહ-અનુગ્રહ સહેજે બને છે. આરાધકને રક્ષણ મળે છે. વિરાધકને કોઈ દુઃખ આપતું નથી. આણાએધમ્મો ૬૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ પરંતુ વિરાધક પોતે જ વિરાધનાને કારણે પાપપ્રકૃતિનું ઉપાર્જન કરી દુઃખ ભોગવે છે. માટે તીર્થંકરની આજ્ઞાના આરાધક થવું, તેમની આજ્ઞાની શરણાગતિ સ્વીકારવાથી સંસારયાત્રા નિર્વિને સમાપ્ત થઈ જાય શરણ એટલે નિશ્ચિતતા, આશ્રય, આધાર, અવલંબન. એકાર્યવાચક શબ્દો છે. તે શરણગ્રહણની પદ્ધતિ સૂચવે છે. પરમાત્માનું શરણ ધર્મનું શરણ છે, પરમાત્માનો ધર્મ વ્યવહારથી પરોપકારસ્વરૂપ છે. તે ઉપાય છે. નિશ્ચયથી ઉપકાર મોક્ષ પામવો તે છે, વ્યવહારથી અન્યને તેવો જ ઉપદેશ કરવાનો છે. ૦ પરમાત્મા યોગક્ષેમંકર છે) ૦ યોગ : અપ્રાપ્તનો યોગ કરાવી આપનાર. ક્ષેમકર : પ્રાપ્ત થયું છે. તેને રક્ષણ કરનાર, પરમાત્માનું અસ્તિત્વ જ યોગક્ષેમંકરનું છે. એવા પરમાત્માની શરણાગતિ બુદ્ધિમાનોને થવી દુર્લભ છે. પરમાત્માની શરણાગતિ બેધારી તલવાર પર ખુલ્લા પગે ચાલવા જેવી છે. જીવ પર મોહનું સામ્રાજ્ય ઘેરું છે. શરણાગતિ સ્વીકારવા તેનું મન ખુશી નથી. હૃદય અચકાય છે. તો પણ એ મોહનું મારણ એ શરણ છે. વાસ્તવમાં સંસારમાં કંઈ મેળવવામાં ઘણી તકલીફ છે. પ્રભુના શરણે જવામાં કંઈ તકલીફ નથી. પરંતુ અહંકારને એને શરણે જવું પરવડતું નથી. પરંતુ જિનાજ્ઞા જ એ અહંકારને પીગળાવે છે. આજ્ઞાનુસાર જે કંઈ થાય છે તેમાં અકર્તા ભાવની મુખ્યતા છે. મેં વ્રત, તપ કર્યા મેં દાન કર્યાં મેં સત્કાર્યો કર્યાં તેમ વચન નીકળે નહિ. જિનાજ્ઞાઆરાધક કહે દેવગુરુના અનુગ્રહ થયું. આજ્ઞાપાલનના લક્ષે થતું કોઈ કાર્ય નાનું નથી કે મોટું નથી. જિનાજ્ઞા જ મુખ્ય છે. તેના અધ્યવસાય નિર્જરાના હેતુ બને છે. માટે હું કરું મેં કર્યું એવા ભાવને દૂર કરી, હું આજ્ઞાપાલનને પૂર્ણપણે પાળે તેવી ભાવના કરવી. આજ્ઞાની વિરાધના એ જન્મ-મરણનું શિક્ષાત્મક આમંત્રણ છે. આજ્ઞાને શીરસાવંદ્ય જાણનાર પરમાત્માના વાત્સલ્યનો અધિકારી બને છે, ધર્મમહાસત્તા તેનું રક્ષણ કરે છે, અને તેને શિવપુરીમાં પહોંચાડે છે. જિનાજ્ઞા શિવપુરીની ટિકિટ છે. જેમ રેલ્વેમાં મુસાફરી કરનાર ટિકિટ લે પછી ગંતવ્ય સ્થાને પહોંચાડવાની જવાબદારી રેલ્વેતંત્રની છે. તેમ ૭૦ ૪ શ્રતસાગરનાં બિંદુ Page #82 -------------------------------------------------------------------------- ________________ જિનાજ્ઞા વડે શરણું લેનારને શિવપુરી પહોંચાડવાની જવાબદારી ધર્મ-મહાસત્તાની છે. આશ્રવ – સંવર : આજ્ઞાધારકને કર્તુત્વાભિમાન છૂટે ત્યારે જ આત્મશુદ્ધિ થાય છે. આજ્ઞાનો ઉદેશ છે કે આશ્રવ નિરોધ અને સંવર ઉપાદેય આત્માના આશ્રવનું જે જોડાણ થયું છે તે તોડવાનું છે. આત્મ-પરિણામ આશ્રવનાં કારણો સાથે એકમેક થયાં છે. “પ્રીતિ અનંતી પર થકી જે તોડે હો તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા એકત્વતા હો દાખી ગુણગેહ.” જિનાજ્ઞા આશ્રવથી ભેદ કરી સંવર નિર્જરા ધર્મમાં જોડે છે. પ્રારંભમાં અશુભ આશ્રવને છોડી દે છે, પછી શુભાશ્રવમાં અટકે છે. કારણ કે તે શુભ ભાવોને કરવા જેવા માને છે. શુભ ભાવો આશ્રય હોય તો તે કેવી રીતે ઉપાદેય થાય ? અશુભ ભાવથી દૂર થવા, શુભ ભાવ વચમાં ભૂમિકા પ્રમાણે આવે છે. જ્ઞાની તેને ઉપાદેય માનતા નથી પરંતુ તેનો સદુઉપયોગ કરી પરિણતિ સંવર નિર્જરા પ્રત્યે વાળે છે. આમ સર્વ પ્રકારે સર્વ પ્રયત્નથી આશ્રવ ત્યજવાયોગ્ય છે. અને સર્વદા સર્વ પ્રયત્ન વડે સંવર સેવવાયોગ્ય છે. આશ્રવોનો ત્યાગ કરે સંવર ધર્મ આરાધે તેમને સાચું શરણ પ્રાપ્ત થાય છે. આશ્રવ અપાયકારક હોવાથી તેની અનુપ્રેક્ષા તે હેયતાનું ચિંતન છે. સંવરની ઉપાદેયતાનું ચિંતન તે ધર્મધ્યાનપ્રેરક છે. આશ્રવનું પરિણામ સંસાર છે, સંસારસેવન પરપીડાનું પ્રયોજન છે. તે પાપમૂલક છે. માટે સંસાર હેય છે. મુક્તિ ઉપાદેય છે કારણ કે મોક્ષનું સ્વરૂપ સ્વ-પરઉપકારક છે. માટે પવિત્ર છે. સ્વ-ઉપકારી મોક્ષ ઉપાદેય છે, અને પરપીડાકારી સંસાર હેય છે, આવી સમજ તે સમ્યજ્ઞાન છે, તેવી શ્રદ્ધા-પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. અને તેવી ઉપકારકબુદ્ધિ પ્રમાણે વર્તન તે સમ્મચારિત્ર છે. અત્યંત ઉપકારક અને ઉપાદેય મોક્ષને પામેલા જીવોનું શરણ લેવું. તેમના પ્રત્યે પ્રીતિ-ભક્તિ કરવી, તેમની આજ્ઞા ધારણ કરવી તે સમ્યકત્વ છે. મોક્ષ આદિ અનંત છે. જીવની અપેક્ષાએ મોક્ષનો પ્રારંભ છે અંત નથી. સંસાર અનાદિ છે તેનો પ્રારંભ નથી અંત છે. આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મોક્ષ ઉપકારક અને ઉપાદેય છે તે શ્રદ્ધા દઢ કરવી. મોક્ષ છે, તેનો ઉપાય છે આણાએધમો + ૭૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ આત્મા મોક્ષસ્વરૂપ છે, વાદળામાં છુપાયેલા સૂર્યની જેમ મોક્ષસ્વરૂપ કર્મોના આવરણમાં આવૃત્ત છે. તે સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણો વડે પ્રગટ થાય છે. સર્વ જીવમાં સમાન ભાવ તે ગુણોને ચરિતાર્થ કરે છે. દેહધારીને મન, વચન, કાયાની પ્રવૃત્તિ હોય છે તે દ્વારા જો પરને પીડા થાય તો જીવને તે પાપ માટે થાય છે. તે પ્રવૃત્તિઓ ઉપકાર માટે થાય તો પુણ્ય માટે થાંય છે. પુણ્ય સુખનું કારણ છે, પાપ દુઃખનું કારણ છે. દેહધારી માટે આ બે અવસ્થા છે. પરપીડાનો પરિહાર થાય, ત્યાર પછી સંવર અને નિર્જરા ધર્મ મુક્તિનું કારણ બન્ને છે. ૦ ધર્મારાધનાનો ધોરીમાર્ગ ૦ ધર્મમાર્ગમાં જીવના સંસ્કાર પ્રમાણે અનેક સાધનો છે. મૂળ સાધન દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. તે સાધનની પ્રાપ્તિ માટેની કેટલીક ભૂમિકાઓ છે. જ્ઞાન, ધ્યાન, ભક્તિ-પ્રેમ ધોરી માર્ગે લઈ જનારા છે. જ્ઞાનનું કામ જાણવાનું છે. ધ્યાનનું કાર્ય આત્મભાવમાં ઠરવાનું છે. ભક્તિ, પ્રેમતત્ત્વની પ્રાપ્તિ કરાવે છે. પ્રેમમાર્ગ ભક્તિરૂપ હોવાથી સરળ છે કારણ કે માનવને પ્રેમની પ્રતિષ્ઠા છે, અભ્યાસ છે. સંસારક્ષેત્રે તે પ્રેમથી ઘણા સંબંધો બાંધે છે, પરંતુ તેમાં નિર્દોષતા ટકતી નથી. ગુરુ અને પરમાત્મા એ બે તત્ત્વો એવાં છે કે ત્યાં પ્રેમ સ્થાયી બને છે. અને પરિણામે વસ્તુની પ્રાપ્તિ કરાવે છે. વળી પ્રેમરૂપ ભક્તિમાર્ગ માનવને સહારો છે, ભગવાન અને ભક્ત એમ બે છે. ભગવાન અને ભક્ત એક જ દિશામાં ચાલે છે, ભગવાન માર્ગે પહોંચ્યા છે, ભક્ત તેમના આશ્રયે પણ માર્ગમાં છે. માટે વિરલ મહાત્માઓને બાદ કરતાં મહદ્અંશે જીવો ભક્તિમાર્ગને આરાધે છે, આશ્રય લે છે. ધ્યાનમાર્ગ ઘણા સાહસનું કાર્ય છે. કેવળ ચઢાણ છે. એ માર્ગે સ્વયં એકની જ યાત્રા છે. સહારા વગર સ્વમાં સ્થિર થવાનું સાહસ છે. પણ સંભવ છે. ભક્તિથી જીવ માર્ગે ચઢે છે પરંતુ ધ્યાન પૂર્ણતાએ પહોંચાડે છે. ધર્મારાધનાનો ધોરી માર્ગ પ્રેમ છે જે જીવોમાં સદ્ભાવ પેદા કરે છે. અન્યોન્ય નિર્દોષતાથી જોડે છે. આ પ્રેમ વિશ્વમૈત્રીમાં ફેલાય છે. ધર્મધ્યાન મૈત્રીભાવ વડે સાધ્ય બને છે. માનવચેતનાને લાગેલી મલિનતા મૈત્રીભાવથી દૂર થાય છે. આત્માની અનંત શક્તિ ક્યાં ઢંકાઈ ગઈ ૭૨ * શ્રુતસાગરનાં બિંદુ Page #84 -------------------------------------------------------------------------- ________________ છે ! સમસ્ત વિશ્વ જેમાં ઝળકે તેવી જ્ઞાનસ્વરૂપ ચેતનાના પ્રકાશ પર કેવો અંધકાર વ્યાપી ગયો છે ! કષાયો, કર્મો, ક્લેશો, કામનાઓ, કુસંસ્કારો, જેવા મલિન પદાર્થો વડે ચેતનાનો પ્રકાશ ઢંકાઈ ગયો છે. દેવના શરીરના પુદ્ગલો ભલે શુભ હોય. માનવશરીર ભલે અશુચિથી ભરેલું હોય છતાં માનવનું આસન ઘણું ઊંચું છે. ચેતનાશુદ્ધિની અભુત શક્તિની સંભાવના માનવને જ મળી છે. માનવ સમસ્ત વિશ્વના જીવસમૂહ સાથે સમાન ભાવનો - મૈત્રીભાવનો સાક્ષાત્કાર કરે છે. માનવ મન કોઈ અદ્દભુત તત્ત્વ છે. જ્યારે તે સ્વાર્થજનિત વૃત્તિઓથી આવૃત્ત થાય છે, ત્યારે સંકુચિત થઈ અણુ જેવું નાનું બને છે, ત્યારે તેમાં કોઈ ઉચ્ચ તત્ત્વની કે અન્યની પ્રવેશબંધી થાય છે. તે કોઈની નજીક જઈ શકતું નથી કોઈને પોતાની નજીક રાખી શકતું નથી. તેમાં પોતાને પણ કંઈ વિશ્રામ નથી. એ મનમાંથી સ્વાર્થનો કાદવ-મળ નીકળી જાય છે ત્યારે તે બ્રહ્માંડ જેવું વિશાળ બને છે. મૈત્રી આદિ ભાવથી રંજિત થયેલું ચિત્ત સમગ્ર વિશ્વમાં પોતાના પ્રેમભાવનો પ્રસાર કરે છે. હૃદય વિરાટ અને વિશાળ બને છે ત્યારે વિશ્વ પોતામય - મૈત્રીમય બને છે. તેના હૃદયમાં સર્વનો પ્રેમ સમાય છે, છતાં તેમાં અવકાશ રહે છે. હે માનવ ! તું વિચાર કર કે જો હું મારા હૃદયમાં કોઈને સ્થાન નહિ આપું તો મને કોના હૃદયમાં સ્થાન મળશે ! એ જ હૃદયની ભાવનાઓ વિશાળ થાય તો તેમાં કેટલાંયે બ્રહ્માંડો સમાઈ જાય. એ વિશાળતાનો આનંદ અવર્ણનીય છે. સમગ્ર વિશ્વ તેને પ્રેમમય, મૈત્રીમય, અનુભવમાં આવે છે. સંસાર ક્લેશથી ભરપૂર હોવા છતાં તે સંપૂર્ણપણે નિરામય ચિત્તવાળો રહે છે. એના પ્રદેશ પ્રદેશે આનંદના ફુવારા ઊડે છે. જીવને આવા સુખ-આનંદની પૂરી સંભાવના છતાં જીવ હૃદયને સાંકડું શા માટે બનાવતો હશે ? શું તેને સુખ પ્રિય નથી ? સુખ તો પ્રિય છે પણ તેને સાચા સુખનું અજ્ઞાન છે. અને અહંકાર છે. એ અહંકારનું ગુંજન જ્યારે નીરવતા પામશે ત્યારે તું ધર્મના ધોરી માર્ગે નિષ્કટક ચાલ્યો જઈશ ત્યારે તારી મંજિલ પૂરી થશે. ૦ વિશાળતાની ચાવી શું છે ? – તું તારામાંથી, તારા સ્વાર્થમાંથી થોડો બહાર નીકળ. હું અને મારું નહિ, પણ સર્વત્ર મૈત્રી, આવી આત્મિક ઉદારતાથી વિશાળતાનો પ્રારંભ આણાએધમ્મો * ૭૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ થશે. ધર્મના સર્વ પ્રકારો હૃદયની વિશાળતા, કોમળતાને પૂર્ણપણે સાધ્ય કરવા માટે છે. તે ચિત્તશુદ્ધિનો દ્યોતક છે. રાગ-દ્વેષના ભાવો પ્રથમ તો તારા ચિત્તને ડહોળી નાંખી ડહોળા પાણી જેવું વ્યર્થ બનાવે છે. મૈત્રી જીવને પ્રથમ સમતામાં લઈ જાય છે, તે ચિત્તશુદ્ધિનું માધ્યમ બને છે. તેનાં અહિંસા અને પ્રેમ જેવાં તત્ત્વો ખીલી ઊઠે છે. ત્યારે તું અન્યના દોષોને સહજ જ ક્ષમાભાવે સ્વીકારે છે, તારા દોષોને તું તરત જ ખમાવે છે. આવી નમ્રતા તને પરમાત્મભાવ સુધી લઈ જાય છે તે તારી કૃતાર્થતા છે. ગૃહસ્થને ઘરની મોકળાશ ગમે છે. કારણ કે સૌનો સમાવેશ સુખેથી થાય છે, તેમ હૃદયની વિશાળતા હળવાશ લાવે છે, તેમાં સૌનો પ્રેમ સમાય છે, તે ચાવી છે. ભાઈ ! તું એક; તારે પીડા લાખો, સાધકને, ભક્તને એક જ પીડા પ્રભુ ક્યારે મળે ? પરમાત્મદર્શન ક્યારે થાય ? કર્મના ભારથી ભરેલો માનવ પરમતત્ત્વ ગમે તેટલું વિશાળ છતાં તેમાં સમાઈ શકતો નથી. પરમ તત્ત્વ અસીમ વિશાળ છતાં તારા નાના હૃદયમાં સમાઈ જશે, જો તે હૃદય નિર્મળ હશે, પાપમાં નિર્બળ હશે તો. માટે તું અહમૂથી ફેલાવાને બદલે પ્રેમથી ફેલાઈ જા. જ્ઞાની પણ 'નો ઉપયોગ કરે છે, ત્યારે તેમાં શુદ્ધતત્ત્વ નીતરતું હોય છે, અજ્ઞાની હું' કહે ત્યારે અહં નીતરતું હોય છે. તમે તમારા અવગુણના માલિક છો, તે તમને ના પસંદ પડે તો તેને કાઢી મૂકો, નહિ તો તમારે તેની ગુલામી ભોગવવા તૈયાર રહેવું. અહંકારથી ફૂલેલા કે ક્રોધ ભરેલા તને કદાચ તું તાકાતવાળો લાગે પરંતુ તે સમજી લેજે તારું મન અત્યંત નબળું છે. માટે ક્ષમા વીરોનું ભૂષણ મનાય છે. ક્રોધ કાયરનું દૂષણ છે. અગ્નિથી તપેલા લોઢાને જેમ કોઈ હસ્તસ્પર્શ કરતું નથી. તેમ ક્રોધાગ્નિથી પ્રજ્વલિત તારા મનને કોઈના પ્રેમનો સ્પર્શ થઈ શકતો નથી. ત્યારે તું એમ ન માનતો કે હું તાકાતવાન છું. તારી એ તાકાત તારા જ દુઃખમાં પરિણમશે ત્યારે સંભવ છે કે તું પેટે ચાલનારું પ્રાણી હોઈશ. ત્યાં તારી કોઈ તાકાત કામ નહિ લાગે. અહંકારાદિ વડે મન ઘણું સંકીર્ણ થાય છે, ત્યારે સમજવું કે તેમાં કોઈ પરમતત્ત્વનો વાસ કે પ્રકાશ સંભવ નથી. અહંકાર સાથે ઘણા દોષો વડે મન અનેક છિદ્રોયુક્ત છિન્નભિન્ન હોય છે. ૭૪ * શ્રુતસાગરનાં બિંદુ Page #86 -------------------------------------------------------------------------- ________________ કૂવાકાંઠે પહોંચેલા મુસાફરને તૃષા લાગી, તેણે બાલ્ટી કૂવામાં નાખી, બાલ્ટી કૂવામાં ડૂબી, પાણી ભરાયું. પરંતુ બાલ્ટી ઉપર આવતાં સાવ ખાલી હતી કારણ કે છિદ્રોવાળી હતી. તેમ તું લાખ ધર્મઅનુષ્ઠાન કરે પણ કર્તાભાવનો અહં તારા મનમાં છિદ્રો પાડશે તેથી તે સદા ખાલી રહેશે. પરમતત્ત્વ તેમાં સ્થાન લઈ નહિ શકે. માટે પહેલાં મનને શુદ્ધ કરી લે. અરે એવા છે વીતરાગ ને રાગ ન લૅષ લગારે જેને સર્વ સમાન.” પૂ. પન્યાસજીએ આ ઉક્તિ પર સુવર્ણ કળશ ચઢાવી દીધો. “વીતરાગ એટલે આત્મામાં જ આત્માની વૃત્તિને અનુભવનાર પૂર્ણ પુરુષ.” આ વચનનું શ્રવણ, ચિંતન પણ જીવને ધન્ય કરી દે. મન એવા વીતરાગ પર ઓવારી જાય. એવા પૂર્ણ પુરુષની આરાધના જીવને પૂર્ણતા સુધી પહોંચાડી દે છે. તેમના વચનને હૃદયમાં લખવાથી, આજ્ઞાપણે સ્વીકારવાથી આરાધક આરાધ્ય જેવો થાય છે. વીતરાગ પૂર્ણપુરુષ છે, તેમનાં નામસ્મરણથી, વચનથી આરાધન થાય છે, અર્થાત્ તેમના વચનોનું જીવનમાં આચરણ કરવાથી આરાધના સાર્થક બને છે. - છટકી જાય તેવો પારો થર્મોમીટરમાં બંધાય છે, તેમ વિચલિત મન આરાધનાથી બંધાય છે તે આરાધનાનાં અંગો મૈત્રી આદિ ભાવયુક્ત ક્ષમાદિ ધર્મો છે. ધર્મધ્યાનરૂપી ચિંતન છે. તે ક્રમે કરી જ્ઞાનને પ્રગટ કરે છે. જ્ઞાનનો અંશ સમ્યગુ-મતિજ્ઞાન છે. પૂર્ણ કેવળજ્ઞાન છે. ઘડામાં ઘડાનું આકાશ છે. આલોકનું આકાશ વિરાટ છે. ઘડાના આકાશમાં વાદળાં ગાજે નહિ. પક્ષી ઊડે નહિ. વીજળી ચમકે નહિ, મેઘધનુષની શોભા થાય નહિ. આકાશમાં એ સર્વેની સંભાવના છે. તેમ મતિજ્ઞાનમાં સ્વસંવેદન કે પૂર્ણતાનો પ્રકાશ ન હોય. કેવળજ્ઞાનમાં શાશ્વતતા પ્રગટ થાય છે, બધું જ પૂર્ણ છે. અગાધ છે. એ વીતરાગ-પૂર્ણ પુરુષનું સ્વરૂપ છે. “સુખના કારણનું કારણ ધર્મ છે. કારણના કારણને જોવા સૂક્ષ્મ દષ્ટિ અને તત્ત્વની ખરી જિજ્ઞાસા હોવી જોઈએ. તત્ત્વ જિજ્ઞાસુ શાસ્ત્રાભ્યાસ વડે તે ચક્ષુને પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્ર એ સર્વજ્ઞના વચન સ્વરૂપ છે. આણાએ ધમ્મો * ૭૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ ધર્મને પ્રત્યક્ષ કરવામાં બીજા ચક્ષુ એ કેવળ જ્ઞાનરૂપી ચહ્યું છે. અને શ્રુત ચક્ષુ વડે કારણના કારણને જાણી શકાય છે.” ૦ વીતરાગ પ્રરૂપિત ધર્મનો પ્રભાવ છે વિશ્વમાં પૃથ્વી આદિ અનેક તત્ત્વો છે, પ્રાણી માત્રમાં પ્રકૃતિ અને ચેતના છે. પ્રાણી પ્રકૃતિવશ છે, જ્ઞાની ચેતના વશ છે. બંનેમાં મહાસત્તાનો નિયમ સમાન છે, ચેતના લક્ષણથી સમાન હોવા છતાં પૃથ્વી આદિની પ્રકૃતિ – ચેતના સુષુપ્ત છે, અજાગૃત છે. અન્ય પ્રાણીઓની ચેતનાનું પણ એમ જ છે. બુદ્ધજનોની ચેતના જાગૃત છે. નિશ્ચયથી લક્ષણે સમાન હોવા છતાં વિરલ સ્થાને જ ચેતના જાગૃત છે. જેની ચેતના અત્યંતપણે જાગૃત થઈ જાય છે તેઓ દ્વારા ધર્મપ્રભાવના થતી રહે છે. તેનો વિશ્વ ઉપર ઘણો પ્રભાવ પડે છે. સૂર્યચંદ્રનું નિયમસર પ્રકાશવું. પૃથ્વીનું સ્વયં સ્થિર રહેવું. ભયાનકતાઓનું શમી જવું આમ ધર્મની મહાસત્તાની કરુણાનો સ્રોત વહેતો રહે છે. સર્વજીવહિતની ભાવના ઘણી સામગ્રી માંગે છે. વ્યક્તિ સાપેક્ષ ચારિત્રધર્મનું નિર્માણ છે. તે સમભાવથી પ્રારંભીને સર્વવિરતિ સુધીનો છે. શ્રાવક માટે વિરમણવ્રત – સંક્ષેપ ધર્મ છે. સાધુ માટે સર્વ જીવોના હિત-રક્ષણ ધર્મ છે. સવિશેષ ક્ષમાદિ ધર્મો સર્વના હિતમાં પ્રેરક બળ છે. સર્વ જીવોને દુઃખથી મુક્ત કરવાના ભાવ, પૂર્ણ સુખ પ્રાપ્ત થાય તેવા ભાવની શુદ્ધિ માટે ક્ષમાદિ દસ ગુણની આવશ્યકતા છે. જો ક્ષમાદિ ગુણ ન હોય તો સર્વ જીવના હિતવિષયક ભાવ ટકે નહિ. અપરાધી પ્રત્યે ગુસ્સો થાય. વિરોધી પ્રત્યે દ્વેષ થાય. માયા કપટ થઈ જાય, તેથી સર્વજીવના હિત માટે જીવને ક્ષમા, સરળતા, નમ્રતા, સંતોષ જેવા ગુણોની સામગ્રી જોઈએ. તો જ વિશ્વવ્યવસ્થાનું સમતુલન ટકી રહે. સહન કરવું તે કાયરતા નથી. સ્વાત્મ વિજય છે. પ્રતિકૂળતાનો ઉપસર્ગનો સ્વીકાર સાધુતામાં છે. પ્રતિકારમાં નથી. પ્રતિકારમાં પાપ થઈ જાય છે. અનુકૂળતા શોધવામાં સાધુતાનો લોપ થાય છે. સહવું એ જ્ઞાન, ધ્યાન, તપ, જપની નીપજ છે. તેમાં જિનાજ્ઞા ગર્ભિત છે. કર્મગ્રસ્ત અને દુ:ખગ્રસ્ત જીવો પ્રત્યે અનુકંપા રાખી તેમના અપરાધોને સમભાવે સહન કરવા તે સાચી ક્ષમા છે. વળી ગમે તેવા પાપી જીવો પ્રત્યે પણ તિરસ્કારવૃત્તિ ન થવી તે સાધુતા છે. જિનાજ્ઞાનું બહુમાન ૭૬ * શ્રુતસાગરનાં બિંદુ Page #88 -------------------------------------------------------------------------- ________________ જેઓ સહવામાં કાયર છે, ખમવામાં નબળા છે, તેઓ સંસારમાં સબડવાના છે. કારણ કે સહ્યા સિવાય ખમ્યા સિવાય, કોઈ જીવ શિવપદને લાયક બનતો નથી કર્મઋણ, વિશ્વત્રણ ચૂકવવાનો ઉત્તમ માર્ગ સહવું તે છે, ખમવું તે છે. તેનો પ્રતિકાર તે સંસાર, અને સ્વીકાર તે ધર્મ છે.” ૦ ધર્મનું સત્ત્વ-તત્ત્વ છે ધર્મનું તત્ત્વ સવિચાર – આત્મવિચાર છે. સત્ત્વ સદાચાર-શુદ્ધાચાર છે, જેમ પદયાત્રા ક્ષેત્રનું અંતર કાપે છે, અંતરશુદ્ધિ દોષોનું અંતર કાપે છે. તેમ સત્ત્વ અંતરાત્મા પ્રત્યે લઈ જાય છે, તત્ત્વ પરમાત્મા પ્રત્યે લઈ જાય છે. સંસારનો ત્યાગ કરવો તે સાત્ત્વિકતા છે. સંસારના સ્વરૂપ પ્રત્યે જાગૃત થવું તે તાત્ત્વિકતા છે. નહિ તો વનમાં પણ સંસાર હાજર થશે. જાગ્યા પછી ધરતીના કોઈ છેડે તમને સંસાર સ્પર્શ નહિ કરે. આચાર અને વિચાર ધર્મની બે પાંખો છે. સવિચાર વગર સદાચાર સંભવ નથી, અને સંસારભાવનો, આરંભ, પરિગ્રહના સંક્ષે વગર આત્મવિચાર સંભવ નથી. આત્મ-વિચાર વગર શુદ્ધાચાર સંભવ નથી. આચાર-વિચાર અન્યોન્ય સાપેક્ષ છે. જીવશુદ્ધિની તીવ્ર જિજ્ઞાસા આચાર-વિચારના સત્ત્વને અને તત્ત્વને ટકાવે છે. સપુરુષોના વિચાર-વચન સત્ય હોય, તેમણે સ્વ-પરનું જે સ્વરૂપ ઉપદેશ્ય તેને ગ્રહણ કરવું, સમજવું, વિચારવું, આચરવું. જિનેશ્વર પ્રણીત જૈન વિચારનું સ્વરૂપ નિર્દોષ છે, કારણકે તેનું કથન કરનાર નિર્દોષ છે. તેમાં એકાંગીપણું, અપૂર્ણતા કે અસત્યનો આત્યંતિક નિષેધ છે. પૂર્વાપર અવિરોધ વચન છે, અત્યંત હિતકારી છે. જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન જગત છે, જીવ છે, કર્મ છે. ત્રણે અનાદિ – અનંત છે. જીવ અને કર્મનો સંયોગ છે તે સંસાર છે, જગત છે. જીવથી કર્મનો વિયોગ થવો તે મોક્ષ છે. આ તત્ત્વજ્ઞાનમાં જીવનું સ્વરૂપ સમજાય છે. જીવ અનાદિ – અનંત છે, વિભાવથી સ્વકર્મનો કર્તા છે, કર્મના ફળનો ભોક્તા છે. તે ફળના પરિણામે સંસારની ચારે ગતિમાં ભ્રમણ કરે છે. સમ્યગ્ગદર્શનાદિ ગુણ વડે મોક્ષને પામે છે. કર્મના આવરણવાળો આણાએધમ્મો * ૭૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ જીવ સંસારી છે; આવરણ રહિત મુક્ત છે. જગત પંચાસ્તિકાયસ્વરૂપ છે. જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. પાંચે અસ્તિકાયનું સ્વપરિણમન તે જગતનું સ્વરૂપ છે. એ જગત સ્વસ્વરૂપે ટકનારું અને પર્યાયરૂપે ઉત્પન્ન તથા નાશ થનારું છે, અર્થાત્ નિરંતર પરિવર્તનશીલ છે. પાંચ અસ્તિકામાં કાળ ઉમેરતાં ષટ દ્રવ્યમય જગત છે. આ છે દ્રવ્યો પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમન કરે છે, તે સંસારનું સંચાલન છે. તેમાં ઈશ્વરકર્તાની જરૂર નથી. ધર્મસત્તા અને કર્મસત્તા પોતાના નિયમથી કાર્યશીલ છે. જીવ અજ્ઞાનવશ કર્મને બાંધે છે અને જ્ઞાન થતાં કર્મથી મુક્ત થાય છે. રાગાદિ ભાવયુક્ત જીવ અજ્ઞાની છે, રાગાદિ ભાવથી મુક્ત જ્ઞાનદશા છે. અજ્ઞાની રાગમાં ભળે છે, રાગમય થાય છે. જ્ઞાની રાગની અવસ્થાને જાણે છે, રાગમાં તન્મય થતાં નથી, તેથી રાગાદિ અવસ્થાઓને તેઓ ઉલ્લંઘી જાય છે, આ ધર્મ છે. આ સત્ય છે, એ સત્ય વિશ્વવ્યાપક છે, અનંત છે તેથી તે સીમિત દેશકાળમાં કે વ્યક્તિમાં વ્યક્ત થઈ ન શકે. તેને ધારણ કરનાર પરમાત્માસ્વરૂપ છે. 0 ધર્મ પરમાત્મા પ્રત્યેનો સ્નેહ છે – સ્નેહ : ચરણ, શરણ, ગ્રહણ, સમર્પણ, આજ્ઞાધારણ આદિ સ્થાનો છે. તે સ્થાનમાં જીવ નિર્ભય હોય છે કારણ કે ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. જિનેશ્વર ધર્મ : શુદ્ધ-પૂર્ણ આત્મસ્વરૂપ તે સર્વરૂપ પ્રાપ્ત જિનેશ્વરના ચરણને - બોધને ગ્રહણ કર્યા પછી કોઈ જીવ કર્મ બાંધતો નથી. તેના પરિણામે પ્રભુના પ્રકાશ સંવર નિર્જરામાં સ્થાયી થાય છે. આથી જીવનો પરનો કર્તાભાવ છૂટી જાય છે. હું પરનો નહિ પર મારા નહિ એવો નિશ્ચયબોધ તે ધર્મ પરિણામ છે. ધર્મક્રિયા એ સાધન છે, તે ધર્મ નથી. ધર્મક્રિયા શુભ પરિણામયુક્ત હોય તો પુણ્યનું સાધન છે. પાપક્રિયા પાપ કરવાનું સાધન છે. પાપી કર્તાભાવ વડે અસદ્ અભિમાનના કારણે ધર્મક્રિયામાં પણ પાપ કરે છે. ધર્મી સંસારની પાપક્રિયાયુક્ત પ્રવૃત્તિ કરતાં પણ નિર્જરા કરે છે. કારણ કે તેમને પરનો કર્તાભાવ નથી. ધર્માનું ચિત્ત ક્રિયા શોધતું નથી, પણ ૭૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના ચરણને કે શરણને શોધે છે. ક્રિયા કર્મના ઉદયથી થાય છે. ધર્મ સંભાવના વડે થાય છે એટલે અહમાદિ દોષોનો પરિહાર થઈ જાય છે. પરમાત્મ સ્વરૂપે પ્રગટ થયેલા પરમાત્મા લોકાલોકપ્રકાશક છે. વિરાટ સ્વરૂપે પ્રગટ થયા છે. તેમના ચરણનું શરણ, તેમને કરેલા નમસ્કાર સકલ જગતને હિતકારક મોહને મારક, ભવથી તારક, મોક્ષની પ્રાપક છે. એ નમસ્કારનો અનુભવ પામરને પરમ તરફ લઈ જાય છે, કથીરને કુંદનરૂપ કરે છે. વામન વિરાટ બને છે. જિનપદ – નિજપદની એકતા સધાય છે. આમ ભગવંતનો અનુગ્રહ મુક્તિનો એક અદ્ભુત સંકેત છે. એ અનુગ્રહ પણ મહામહિમાવંત છે. ભગવંતનાં વચન-બોધસ્વરૂપનો બોધ કરાવે છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે, મહિમા મેરુ સમાન. જિનેશ્વર હૃદય નયણ નિહાળે જગધણી, પેખે પરમ નિધાન. જિનેશ્વર કથીર કુંદન કેવી રીતે બન્યું ? કાયરને ભાગ્યે ક્યાંથી આ કાયરનો સથવારો; કથીરને કુંદન કરી દીધું સ્પર્શમણિ કર તારો. પરમાત્માના શરણમાં જનારને સત્યનો બોધ થાય છે. વાસ્તવમાં ધર્મ એટલે સત્ની શોધ. માનવના મન અને બુદ્ધિથી ઘણે ઊંડે અનંત સસ્વરૂપ રહેલું છે. તે સત્ કથીરને કુંદન કરે છે. માનવ અને ભગવાન વચ્ચેનું અંતર કાપે છે. આ અંતર ધર્મથી, સતથી, વિવેકથી કે શ્રદ્ધાથી કપાય છે. વિરાટ સ્વરૂપ પ્રત્યે બુદ્ધિથી પહોંચવું શક્ય નથી. ત્યાં પહોંચવાનાં સાધનો આત્મિક છે. અહમ રહિત શુભ ભાવના છે. સર્વજ્ઞ પરમાત્માએ ધર્મ એટલે સ્વભાવ કહ્યો છે. એ ધર્મને જીવનના વ્યવહારમાં ઉતારવા ક્રિયા, વિધિ અને આચારની જરૂર છે. અવિકસિત ચેતનાથી ઉપરની જે શક્તિઓ છે, તે શ્રદ્ધા વડે પ્રગટ થાય છે, સક્રિય બને છે. બુદ્ધિ બાહ્ય સાધન છે, શ્રદ્ધા આંતરિક સત્યને આધારિત છે. એ શ્રદ્ધા જ પામરમાંથી પરમ પ્રત્યે, વામનથી વિરાટ પ્રત્યે લઈ જાય છે. સ્વ સર્વમાં વિસ્તરતું જાય છે. આણાએધખો * ૭૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ માનવજન્મ થતાં પહેલાં જીવ કેટલાય તિર્યંચાદિ સ્થાનોએથી પ્રકૃતિ અને વિકૃતિનો વળગાડ લઈને જન્મ્યો છે. તેથી તેની ભૂમિકામાં હજી ઘણી ક્ષુદ્રતાઓ અને પાશવતાઓ રહેલી છે. તે દૂર ન થાય તો વળી પાછા તે જ સ્થાનોએ તારે પાછા ફરવું પડે. એવી અવદશાથી ઊગરવાનો ઉપાય ધર્મ છે. તારા પોતામાં રહેલું જ્ઞાન છે. ક્ષુદ્રતા અને પાશવતા અધર્મ છે, તે જીવને ધર્મની અરુચિ કરાવે છે. ધર્મરુચિ થતાં જ આત્મા ધર્મ પ્રાપ્ત થાય તેવો યોગ શોધે છે. તેવા યોગમાં આત્મગુણોને વિકસાવે છે, જતન કરે છે. ગુણવાનો તેને સ્વાત્મતુલ્ય વહાલા લાગે છે. ધર્મીએ બાહ્ય ક્રિયા કે આડંબરથી ધર્મી હોવાની માન્યતા કરવી નહિ. પોતાની કસોટી ગરજનો પાસે કરાવવી. પોતાની વાણી-વર્તનમાં ધર્મ પ્રગટ થવો જોઈએ. જેમ વૃક્ષનું મૂળ તેનાં પાંદડાં, ડાળી ફળ, ફૂલથી ઓળખાય છે, તેમ તારું મૂળ અને કુળ તારા ગુણોના પ્રાગટ્યથી ઓળખાવું જોઈએ. બેચાર જગાએ બેચાર ધર્મની વાતો સાંભળી લેવી તે ધર્મ કહેવાતો નથી. સમાજમાં માનપ્રતિષ્ઠા મેળવવા સમયનો - ધનનો વ્યય કરી મૂલ્ય ચૂકવવું પડે છે, તો પછી અત્યંત મહિમાવંત ધર્મ મેળવવા માટે તેના અધિકારી બનવા પાત્રતા કેળવવી પડે, મનુષ્યજન્મની ક્રિયા જ ધર્મની ભાવના સાથે રહેલી છે. ધર્મ પામ્યાનો આનંદ તને જગતની વસ્તુનો અભાવ મુકાવી દે છે. તું તૃપ્ત બને છે. પૂર્ણાનંદમય સ્વરૂપમાં યથાર્થ દષ્ટિ થતાં બાહ્ય સુખદુ:ખ સ્પર્શતાં નથી. આવી દષ્ટિ ધર્મપ્રાપ્તિની સૂચક છે. જે પામવા માટે ઘણા આંતરે માનવજન્મ મળે છે. તે સિવાય અન્ય જન્મમાં પૂર્ણ ધર્મ પામવો શક્ય નથી. આ જન્મની સાર્થકતા ભૌતિક વિકાસથી નથી, પરંતુ ધર્મની - સ્વભાવની પ્રાપ્તિથી સાર્થકતા છે. અજ્ઞાનવશ અનાદિથી સંસારની ચારે ગતિમાં રખડ્યો. એ સંસાર ખરેખર ભયંકર છે, શુદ્ધોપયોગ વડે જ તેને તરી શકાય છે. શુદ્ધ ધર્મની ચાર અપેક્ષાઓ ૧. વિધિયુક્ત દાન ૨. યથાશક્તિ અહિંસાદિ સદાચાર ૩. ઈદ્રિય વિષયો અને કષાયોનો પરિહાર ૪. પંચ પરમેષ્ઠિ નમસ્કાર અર્થાત્ દાન, શીલ, તપ અને ભાવરૂપ આ ધર્મ છે. પરિભ્રમણની વ્યાધિથી પીડાતા જીવને પીડારહિત થવાનો આ ઉપાય છે. ધન વડે એ ઉપાય શક્ય નથી. ૮૦ * શ્રુતસાગરનાં બિંદુ Page #92 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ધર્મ જેને સ્પર્શે છે, તે કર્મમુક્ત થવા આ ઉપાયો યોજે છે, જિનાજ્ઞાને આધીન વર્તે છે, તેને માટે આ માર્ગ સરળ છે. સંસારની સેવાથી કંઈ હિત ન થાય. સંસારની સેવા એટલે જડની સેવા, જડનો રાગ. જેટલો જડનો રાગ તેટલો જીવનો દ્વેષ કે અનાદર થવાનો. ખોટો સિક્કો એક હાથથી બીજા હાથમાં ફરતો રહે પણ તેને કોઈ રાખવા ન ઈચ્છે તેમ જડનો રાગ ખોટો, તે એક ગતિમાંથી બીજી ગતિમાં ફેરવે. પણ ધર્મને ધારણ ન કરે. સંસારી જીવ યોગ-ઉપયોગયુક્ત છે. અનાદિ યોગ ક્રિયારૂપ હોવાથી આશ્રવ છે. અને ઉપયોગ ચેતનાના લક્ષણરૂપ જ્ઞાનવ્યાપારરૂપ હોવાથી સંવર નિર્જરારૂપ છે. શુદ્ધોપયોગ એ ધર્મરૂપ હોવાથી મોક્ષનો ઉપાય છે. બાહ્ય વિધિ – નિષેધો ધર્મનું બાહ્ય સ્વરૂપ છે. આંતરિક ધર્મ જિન પરિણતિમય નિજ-પરિણતિ છે. ચેતના – ઉપયોગ જેટલો નિજપરિણતિમાં લીન થાય તેટલો જિનભાવની નિકટ થાય, તે મુક્તિ છે. એટલે ધર્મને સ્વભાવ કહ્યો છે. પરભાવ કે વિભાવ સંસાર છે. આત્મશક્તિ ઉચ્ચ અને શુદ્ધ છતાં, સાંસારિક વૃત્તિઓ પાસે ટકતી કેમ નથી ? આત્મશક્તિ એટલે આધ્યાત્મિક શક્તિ, તે જો વાસ્તવમાં તમારામાં પ્રગટ થઈ હોય તો સાંસારિક વૃત્તિ પરાજય પામે. પરંતુ અધ્યાત્મ શક્તિ અને વિચારમાં ઘણો ફરક છે. અધ્યાત્મ કેવળ કલ્પના કે વિચાર હશે તો તે ટકી નહિ શકે. તમને લાગશે કે કેટલીય વિચારણા કરી છતાં ક્રોધ જીતી જાય છે. ક્ષમા ટકતી નથી. કારણ કે તમે ચિત્તમાં ક્રોધને ધારણ કરેલો છે. ક્ષમાને ધારણ કરી નથી. પ્રકાશની હાજરીમાં અંધકાર કેવી રીતે ટકી શકે, તેવું સત્ય એ છે કે ક્ષમા જો તમારા સ્વભાવરૂપે પરિણમી હોય તો ક્રોધ કેવી રીતે ટકે ? માટે મારામાં આધ્યાત્મિકતા છે, ધાર્મિકતા છે તેવો ખોટો ખ્યાલ છોડી દેવો. ક્રોધાદિ અતિ શુદ્ર છે, ક્ષમા આત્માની શક્તિ છે. તેની હાજરીમાં ક્ષુદ્રતા ટકી નહિ શકે. વાસ્તવમાં ક્ષમા સ્વભાવરૂપે હોય તો. આણાએધમો * ૮૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ - પ. તવ મંથન ૦ ધર્મ કે તત્ત્વ પામ્યાની કસોટી કેમ કરશો? ૦ સોનાની શુદ્ધતાને કસોટીના પથ્થર પર કસવામાં આવે છે, તેમ જીવ ધર્મ કે તત્ત્વ પામ્યો તેની કસોટીનાં બે માધ્યમ છે. ૧ આંતરિક ચિત્તશુદ્ધિ, ૨. બાહ્ય વ્યવહારશુદ્ધિ; બંને અન્યોન્ય સંબંધ ધરાવે છે. નીતિપરાયણ સદાચારી વ્યક્તિ વ્યવહારશુદ્ધિ જાળવે, પરંતુ જો તેનું ચિત્ત કષાયરહિત શુદ્ધ ન હોય તો તેની વ્યવહારશુદ્ધિ યથાર્થ નથી. તે પ્રમાણે કષાયભાવની મંદતા રાખે અને વ્યવહારશુદ્ધિ ન હોય તો તે યથાર્થ નથી. વાસ્તવમાં આંતરિક શુદ્ધિ વ્યવહારશુદ્ધિ વગર ટકતી નથી અને વ્યવહારશુદ્ધિ આંતરિક શુદ્ધિ વગર ટકતી નથી. સ્વભાવરૂપ ધર્મનું પરિણમન એટલે સમગ્રપણે જીવન આત્મભાવે રંગાઈ જાય. આવો આત્મભાવનો રંગ જીવને સર્વ પદાર્થોથી, રાગાદિ ભાવથી નિઃસંગ બનાવે છે. ધર્મનું પરિણમન એટલે સમ્યગુદર્શન જ્ઞાનાદિ પરિણામ. પ્રવૃત્તિરૂપ ધર્મ તે દાન-શીલ-તપ ક્રિયારૂપ ધર્મ શુભાશ્રવનું કારણ બને છે. ઉપયોગરૂપ ધર્મ શુદ્ધ ભાવ) સંવર નિર્જરારૂપ બને આત્મા નિજગુણથી પૂર્ણ છે તેવી તત્ત્વ દષ્ટિ અભાવ કે અતૃપ્તિને દૂર કરી, નિર્લોભતા લાવે છે. તેથી ક્રોધાદિ કષાયો પણ શાંત થાય છે. સ્વભાવરૂપ પરિણતિ થાય છે. સ્વભાવ એટલે કંઈ પણ અભાવનો અભાવ. કંઈ પણ બહારથી મેળવવાની આકાંક્ષા થતી નથી, પૂર્ણ શાંતિનો અનુભવ તે ધર્મનું ફળ છે. ધર્મારાધના નવકોટિએ પૂર્ણ બને છે. ત્રણ યોગ અને ત્રણ કરણનું અન્યોન્ય જોડાણ નવ કોટિ (પ્રકાર) બને છે. મન, વચન અને કાયા ત્રણ યોગ વડે કરવું, કરાવવું અને અનુમોદવું. આ પ્રકારે ધર્મારાધના પૂર્ણ બને છે. એક પણ પ્રકારમાં ક્ષતિ આવે ધર્મારાધના અપૂર્ણ રહે છે. ત્રણે યોગમાં મનની મુખ્યતા છે. છતાં દરેક પ્રવૃત્તિમાં કાયાની ચેષ્ટા મુખ્ય દેખાય છે, તેમાં મનની શુદ્ધતા ભળે ત્યારે ક્રિયા ફળે છે. દરેક ક્રિયામાં કાયાની મુખ્યતા હોવાથી તેને સંયમમાં રાખવી જરૂરી ૮૨ * કૃત સાગરના બિંદુ Page #94 -------------------------------------------------------------------------- ________________ છે. સ્કૂલ કાયા જો વશમાં ન રહે તો વચન અને મન વશમાં કેવી રીતે રહે ? કાયા અને વચન કરતાં મન સૂક્ષ્મ છે, અને ચંચળ પણ છે. ચંચળ મન વિકલ્પોનો પુંજ છે, જે દુર્ગતિદાયક છે. એ જ મન શાંત બને તો સતિનું કારણ છે, અને શુદ્ધ બને તો મોક્ષનું કારણ છે. મનને વશ કરવા માટે પ્રથમ કાયા અને વચનને વશ કરવાં જોઈએ. કદાચ કાયા નિર્બળ હોય તો કાયિક ક્રિયા ઓછી થાય, પણ જો મન બળવાન હોય તો ધર્મારાધના થઈ શકે છે. કર્મક્ષય કરનારા સંવરાદિ ધર્મમાં મનોબળ વડે કર્મમળ કપાય છે. માટે મનને સત્કાર્યોમાં, સન્ક્રિયામાં જોડેલું રાખવું. કર્મક્ષયકારક અનુષ્ઠાનો અન્યોન્ય પૂરક છે, માટે આરાધનાને યોગ્ય દરેક અનુષ્ઠાનનું સેવન કરવું. સામાયિક કરે અને નવકારમંત્રનું આરાધન ન કરે, ભાવપૂજા સ્તુતિ ચૈત્યવંદન કરે, અને દ્રવ્યપૂજા ન કરે, પાપ થતાં રહે અને પ્રતિક્રમણ ન થાય, તપ કરે અને આહારશુદ્ધિ ન રાખે. ધ્યાન કરે પણ દર્શન ન કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે પણ સામાયિક ન કરે, કરવામાં ન માને તો તે શાસ્ત્રોક્ત પદ્ધતિ નથી પણ મનઘડંત પદ્ધતિ છે. તેમાં તત્ત્વનું યથાર્થ દર્શન નથી તેથી તે ધર્મરૂપ પણ નથી. ધર્મારાધના મતિકલ્પનાનો કે સ્વૈચ્છિક પદ્ધતિનો વિષય નથી. પરંતુ જિનઆણાયુક્ત માર્ગ છે. મતિની અલ્પતા અને શાસ્ત્રોની ગહનતાનું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ. ધર્મારાધનામાં વિકાસ પામેલા સાધકને શાસ્ત્રોક્ત અનુષ્ઠાન હોય, તેમાં તેની આરાધના સૂક્ષ્મ બનતી જાય ત્યારે શુદ્ધતા વૃદ્ધિ પામે. કોઈ ક્રિયાની ગૌણતા મુખ્ય થાય પણ મૂળ પ્રણાલિ બાધા ન પામે. ૦ નૈસર્ગ અને અધિગમ ૦ કેટલાક જીવોને એવું લાગે છે કે સામાયિક આદિ કરીએ પણ તેમાં ભાવ આવતો નથી, અવિધિ અને આશાતના જેવા દોષો થઈ જાય છે. તેથી તે ન કરવું સારું, અથવા સમજ આવે ત્યારે કરીશું. ભલે અજ્ઞાનથી તેમ થાય તો પણ ક્રિયાદિ છોડી દેવાતાં નથી, પણ અજ્ઞાન ત્યજી સમજ કેળવવાની છે. કારણ કે સમ્યગ્દર્શનાદિ ગુણોની ઉત્પત્તિ નૈસર્ગથી (સ્વાભાવિક) અને અધિગમથી (નિમિત્તથી) તત્ત્વ મંથન ૮૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ બંને પ્રકારે છે. નૈસર્ગથી થતાં પહેલાં સર્વ જીવને અધિગમ થયેલો હોય છે. ક્રિયાઓ એ તે માર્ગે જવાનો અભ્યાસ છે. એ અભ્યાસ તે અભિગમનું કારણ છે એ અધિગમનાં કારણો કેવળ શાસ્ત્રજ્ઞાન કે અભ્યાસ પૂરતા સીમિત નથી, ગુણસ્થાનકની ભૂમિકાને યોગ્ય ક્રિયાઓ સમ્યગદર્શનાદિ ગુણોની પ્રાપ્તિને સહાયક બને છે. જો નિસર્ગ સાથે અધિગમને જોડવામાં ન આવે તો સાધકની સાધના અહંકાર કે પ્રમાદથી દૂષિત થાય છે માટે ગુરુની નિશ્રામાં ધર્મારાધનાની વિધિ ગ્રહણ કરવી. ભૂમિકા પ્રમાણે આરાધના કરતા રહેવું. નહિ તો મનઘડત ધર્મથી કેવળ અહંકારનું પોષણ થશે. અને અવશ્ય કરવા જેવાં સામાયિક - ભક્તિ – દાનાદિ ક્રિયાઓની અરૂચિ આરાધનાને નિષ્ફળ બનાવશે. વળી તત્ત્વદ્રષ્ટિરહિત ક્રિયાઓ કે દાનાદિ ધર્મ પણ છાર પર લીંપણ જેવા છે. ધર્મક્રિયાઓ ભાવશુદ્ધિ સુધી પહોંચવી જોઈએ. સામાયિક, કે દાનાદિ ક્રિયાઓ રહિત તત્ત્વદેષ્ટિ ભ્રમ પેદા કરશે. તે તે સમયની ક્રિયાથી મનાદિ શક્તિનો સંચય અને વિકાસ થાય છે. તેમાંથી સમત્વભાવ વૃદ્ધિ પામે છે. ક્રિયા અને તત્ત્વદેષ્ટિ અન્યોન્ય પૂરક છે. ' તે તે ક્રિયાનાં સૂત્રો-અર્થ સાથે ઉપયોગ જોડાયેલો રહે તો ભાવનિર્મળતાનો હેતુ બને, તત્ત્વદૃષ્ટિ પણ તેને માટે છે. બંનેની કાર્યનિષ્પત્તિ સમત્વ છે. ક્રિયાઓના નિમિત્તે સામૂહિક સાધનાની એકવાક્યતા જળવાય છે. નબળા મનના જીવોને પ્રેરણા મળે છે. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે પણ પ્રવચન, ઉપદેશ, ભક્તિ જેવાં કાર્યો યોજવાં પડે છે, તે સર્વે ક્રિયાનું માહાભ્ય સૂચવે છે. વ્યવહારષ્ટિનો ઉપકાર સૂચવે છે. અહિંસાદિ સક્રિયા વડે તત્ત્વજ્ઞાનનો પ્રારંભ થાય છે. તેમાંથી તત્ત્વદેષ્ટિ નિષ્પન્ન થાય છે. એનું લક્ષ્ય બોધિ, સમાધિ કે સદ્ગતિ છે. તત્ત્વજ્ઞાનના પાયા ઉપર થતી ક્રિયાઓ વડે આ પંચમકાળના અંત સુધી ધર્મ ટકી રહેશે. તત્ત્વજ્ઞાનમાંથી જે સમત્વનો બોધ થાય તે આચરણમાં આવે છે. આચરણ રહિત શુષ્ક જ્ઞાન દીર્ઘકાળ ટતું નથી. પરંતુ સાથે તપ, જપ, દાન, આવશ્યક ક્રિયાઓનો એકધારો પ્રવાહ તત્ત્વજ્ઞાનને જીવંત રાખશે. સામૂહિક ક્રિયામાં અવિધિ, અવિવેક, આકુળતા જેવું જણાય ત્યારે સહસા એમ કહેવું કે અવિધિથી કરવું એના કરતાં ના કરવું સારું, અથવા સમજપૂર્વક થાય ત્યારે જ કરવું. આ બંને સ્વમતિકલ્પના છે. ૮૪ * શ્રુતસાગરનાં બિંદુ Page #96 -------------------------------------------------------------------------- ________________ અગ્નિથી દઝાય છે માટે રસોઈ આદિ કરવાં નહિ એમ કહેતા નથી. પરંતુ સમજ અને જાગૃતિપૂર્વક રસોઈ આદિ કાર્ય થતાં રહે છે. તેમ ક્રિયા આદિ કરવામાં સમજ પેદા થવા સંભવ છે. ન જ કરવું તે પ્રમાદ કે અહંકારને પોષવા જેવું છે. કારણ કે અભ્યાસથી ક્રિયા શુદ્ધ બને છે. પરંતુ તેનો ત્યાગ કરવાથી શુદ્ધિ પેદા થવાની નથી કે માર્ગની રુચિ પણ થવાની નથી. અશુભ ક્રિયાથી અશુભ ભાવ પેદા થવાનો છે. અશુભ ક્રિયા તમારા ભાવને ખેંચીને દૂષિત કરે છે, માટે શુભ ભાવ માટે તમારે પ્રયત્ન કરવો પડે. તેથી શુભ ભાવને યોગ્ય જે પ્રસંગ કે જે ક્રિયાનો યોગ મળે તેને અવસર માની મનને શુભ ભાવથી ભરી લો. એક સિતાર જેવું સાધન તમારી આંગળી વડે ઝંકૃત થઈ ઊઠે છે, તો પછી તમારી ભાવના શુભ નિમિત્ત વડે ખીલી ઊઠશે માટે શુભ અવસરની એક પણ તકને જતી ન કરવી. - સત્સંગ, સદ્ભાવ, તત્ત્વદૃષ્ટિ આદિનો આદર તમે કેવી રીતે કરશો ? પરિણતિ અંતરંગ લક્ષણ છે. વળી તે તો પળેપળે બદલાતી અવસ્થા છે. તમે તેનું માપ કેવી રીતે કાઢશો ? હવે તમારે તે અનુષ્ઠાનમાં સમજ કે વિશ્વાસ કરવો છે તો ધીરજ સહિત પ્રવૃત્તિથી-ક્રિયાથી જ કરી શકશો, ત્યાર પછી અભ્યાસ વડે તમે ભાવશુદ્ધિ સુધી પહોંચશો. સમૂહમાં કે કુટુંબમાં સંસ્કારી મનુષ્યોનો પ્રથમ પરિચય તેમની બાહ્ય ચેષ્ટાથી થશે. જેઓને સર્વજ્ઞ દેવ, નિગ્રંથ ગુરુ, દયારૂપ ધર્મમાં વિશ્વાસ છે. જેઓ જીવતાં બોધિના અને મરતાં સમાધિના સાધક છે. તેમની ક્રિયા બાધક કેવી રીતે હોઈ શકે ? વળી કોઈ વાર એવું બને કે બાહ્ય ક્રિયા કરનારામાં. અજ્ઞાનવશ દંભ, સ્વાર્થ, માન, મહત્ત્વાકાંક્ષા, કપટ જેવા દુર્ગુણો હોય. તત્ત્વદૃષ્ટિરહિત જીવોમાં આવી નબળાઈ હોય છે, પરંતુ તે ક્રિયાના ત્યાગથી દૂર નહિ થાય, પરંતુ ક્રિયા સાથે તત્ત્વજ્ઞાનના બોધથી દૂર થશે. તેમની ક્રિયાઓ અધર્મ નથી. પરંતુ તેનું અજ્ઞાન અધર્મ છે. માટે જીવને કે ક્રિયાને બાદ કરવાનો નથી. પરંતુ અજ્ઞાન અને અધર્મને દૂર કરવાના છે. ક્રિયા કરવામાં દંભ જ છે તેવી એકાંત માન્યતા કરવી નહિ. શુભ ક્રિયા બાહ્ય હોવા છતાં તે અશુભ કિયાને છોડવામાં ઉપકારી છે. ચોરે બેસીને નિંદા કરવા કરતાં ઉપાશ્રયે પ્રવચન સાંભળવું સારું છે. અશુભ સ્થાનોએ પત્તાબાજીમાં સમય ગાળવાને બદલે મંદિરમાં સ્તુતિ તત્ત્વ મંથન * ૮૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ કરવી સારી છે. પ્રથમ અશુભના પથરાને દૂર કર, પછી હળવો થા, અને શુભ પ્રવૃત્તિ કર તો તારામાં રહેલી શુભ ભાવનાની શક્તિ જાગૃત થશે, માટે નિરર્થક ચર્ચા અને વાદ છોડી ભૂમિકા પ્રમાણે આવશ્યક કરણી કરતો થઈ જા. ૦ આત્મોત્થાન એક જન્મનું કાર્ય નથી ) સમજણ વગર “સીતારામ સીતારામ' બોલતો પોપટ અન્ય પંખીઓ કરતાં સન્માનનીય મનાય છે. સાચા સાધકો શાસ્ત્રોના પાઠ કરતાં આત્મિક આનંદ અનુભવે છે. એ દૃષ્ટિ વગરના જીવો કેવી રીતે સમજી શકે ! તેઓ માને છે કે આ પોપટિયું રટણ છે, તે વિચાર તેમને જ બાધક છે. ભૌતિક અને વ્યવહારિક શિક્ષણમાં ઘણો વિકાસ જણાય છે. તેટલો વિકાસ આત્મોત્થાનના શિક્ષણનો નથી દેખાતો. કારણ કે આત્માને તત્ત્વ પ્રત્યે વાળવો જીવો માટે દુર્લભ છે. છતાં મહાપુરુષો, યુગપ્રધાનોની ઉપસ્થિતિ તેવા શિક્ષણનાં સ્થાનોને ટકાવી રાખે છે. આત્મોત્થાન કોઈ એક જન્મનું કાર્ય નથી માટે કોઈના આચાર કે ચારિત્રની શિથિલતા જોઈને નિરર્થક છે તેમ ન માનવું પરંતુ વારંવાર સંયમના પ્રયત્નથી શ્રતધર્મની આરાધના કરીને જીવ ચારિત્રધર્મનું નિર્માણ કરે છે. શ્રતધર્મ કે ચારિત્રધર્મનું નિર્માણ કંઈ વ્યક્તિથી થતું નથી માટે શાસન-સંઘનું પ્રાધાન્ય હોવું જોઈએ. વ્યક્તિઓના આધાર પર સંઘનું કલ્યાણ નથી પોતાના ગુરુપદ કે વ્યક્તિવિશેષતા માટે પુણ્યના આધાર પર જે સંગઠનો થાય છે, તે હિતકારી નથી. વ્યક્તિ સાપેક્ષ સંઘ ન કહેવાય તે સંગઠન છે, તેના દ્વારા યથાર્થ ધર્મનું નિરૂપણ ન થાય. સંઘ ચતુર્વિધ જ યથાર્થ કહેવાય. શાસનમાં કદાચ થોડી વ્યક્તિઓની નબળાઈ હોય તો પણ સંઘની ગૌણતા એ ધર્મની ગૌણતા છે. વળી સંગઠનોમાં કદાચ કશી નવીનતા દેખાય, ક્રિયાઓ ગૌણ હોય, ત્યાગ-વૈરાગ્યની અનાવશ્યકતા મનાય એ ખૂબ લોભામણી અને બિહામણી પરિસ્થિતિ છે. ધર્મના બહાને ધર્મનું જ ઉમૂલન છે. અનેક જીવોને તે હાનિકારક છે, માટે ધર્મમાર્ગનો યથાર્થ નિર્ણય કરવો. જૈનદર્શન નવકારથી શરૂ થાય છે અને મોક્ષથી પૂર્ણતા પામે છે, તેમાં ઘણા શુદ્ધ વિધાનોનો સમાવેશ છે. તેમાં જાતિ ૮૬ * કૃતસાગરનાં બિંદુ Page #98 -------------------------------------------------------------------------- ________________ કે વેશના ભેદ નથી. “વ્યક્તિ કરતાં સંઘબળ વિશેષ છે, વ્યક્તિના જ્ઞાન કે ગુણ કરતાં સંઘનું જ્ઞાન કે ગુણ વિશેષ હોય છે. વ્યક્તિની આરાધના મર્યાદિત થઈ જાય છે. સંઘની આરાધના વ્યાપક છે. વ્યક્તિની પવિત્રતા કરતાં સંઘની પવિત્રતા વિશેષ છે.” અજ્ઞાનીઓના સમૂહને સંઘ ન કહેવાય. શ્રી સંઘને અજ્ઞાનીઓનો સમુદાય ન કહેવાય. ગુણહીન સમુદાયને હાડકાનો માળો કહ્યો છે તે સાપેક્ષ છે. છતાં આવું કથન જે તે વ્યક્તિ કરવાને પાત્ર નથી એમ કહેવાનો અધિકાર ભવભીરુ ગીતાર્થ પ્રવચનવત્સલ એવા મુનિઓને જ હોય. તે સિવાય માર્ગે ચાલતા દરેક રાહદારીને માટે એવું કંઈ પણ બોલવાની ચેષ્ટા એ અધર્મ છે. અનંત સંસારનું કારણ છે. કોઈ જ્ઞાન સહિત જન્મતું નથી. વળી ધર્મમાર્ગ જ્ઞાન અને ક્રિયાથી પ્રારંભ થાય છે તો પણ પ્રથમ તો ક્રિયાની જ મુખ્યતા છે. પહેલાં જ્ઞાન કે સમજ લઉં અને પછી ક્રિયા કરું તે શક્ય નથી. મા શું છે એ સમજું પછી મા” ને મા કહું એમ બાળક કહે તો તે યથાર્થ નથી. જિનેશ્વરપ્રણીત ધર્મક્રિયાઓની વિશાળતા અને સૂક્ષ્મતા સમજવા આપણે અલ્પમતિ બાળક જેવા છીએ. મન:પર્યવ જ્ઞાનયુક્ત સંયતિ પણ પોતાને નાના માને છે. માટે આપ્તપુરુષના વચનમાં વિશ્વાસ કેળવવો. અસદ્ આગ્રહનો ત્યાગ કરવો. અસદ્ આગ્રહથી વિદ્યા, વિનય, વિશુદ્ધિ, વિશદતા, ઉદારતા, સિદ્ધાંત બોધ નષ્ટ થાય છે. દુઃખે કરીને, અહંકારને ત્યજીને પણ તેનાથી દૂર રહેવું. કોઈ પણ વ્યક્તિ અસગ્રહને વશ થઈ, કોઈ એકાંત પક્ષને પકડીને નિત્યની આવશ્યક કરણી જેટલા આવેશથી ત્યજી દે છે, પણ જ્યારે સમજ પેદા થશે ત્યારે ઘણા બળ વડે તે જ સક્રિયાઓ કરવી પડશે. તે સિવાય તેને બીજી કઈ ક્રિયાઓ માર્ગે ચઢાવશે ? ધર્મક્રિયા વડે આત્માની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. તત્ત્વજ્ઞાનના અભ્યાસ, વડે મોહ અને અજ્ઞાનનો નાશ થાય છે. ત્યારે આત્માનું અનંતજ્ઞાન પ્રગટ થાય છે. ધર્મમાર્ગે વિકાસક્રમ શ્રદ્ધા, સજ્ઞાન, સદ્વર્તન અને સધ્યાન આ ચાર વિકાસનાં અંગો છે. શ્રદ્ધા કે સાચી જિજ્ઞાસા વગર સજ્ઞાન થતું નથી. જ્ઞાન વડે તત્ત્વ મંથન ૪ ૮૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ 0 આચાર સમ્યગ્ બને છે. સર્તનવાળો ચિત્તની સ્થિરતા પામે છે એટલે તે ધ્યાનદશા પ્રાપ્ત કરે છે. • કેવળ એક આસને સ્થિર બેસવું તે ધ્યાન નથી. ધ્યાનના અસંખ્ય પ્રકાર છે. યદ્યપિ ધ્યાન પહેલાંની સર્તન આદિ ભૂમિકા વગર ધ્યાનદશા થવી શક્ય નથી. કોઈ પણ એક અંગ વડે શરીર મનાતું નથી, પૂરાં અંગો વડે શરીર મનાય છે. તેમ શ્રદ્ધા, જ્ઞાનાદિ વડે ધર્મમાર્ગ પૂર્ણ મનાય છે. ધ્યાનમાર્ગમાં અન્ય અનુષ્ઠાનો પૂરક હોય છે. ૦ શ્રદ્ધેયની શ્રદ્ધા તે દર્શન છે ૦ પ્રથમ શ્રદ્ધેય વીતરાગ છે. વીતરાગ એટલે જેણે રાગાદિ દોષો ઉપર સંપૂર્ણ વિજય મેળવ્યો છે. જગતત્રયના જીવો પ૨ જેની પવિત્રતાનો પ્રભાવ છે. ઇન્દ્રિયોનાં સુખોના રાગનો ત્યાગ કરવો સર્વત્ર કઠણ મનાય છે, તેના પર પણ જેનો વિજયડંકો વાગે છે, તે વીતરાગ છે. જેમના મનમાંથી રાગ ગયો છે, તનમાંથી રોગ ગયો છે. ઇન્દ્રિયોમાંથી ભોગ ગયો છે, તેવા વીતરાગની ભક્તિ વેધક રસ છે. વેધક રસમાં જેમ ત્રાંબાને સુવર્ણ બનાવવાની શક્તિ છે, તેમ રાગાદિના સંપૂર્ણ વિજેતા અનંત ગુણોના ધારક વીતરાગની ભક્તિનો વેધક રસ જીવને પામરમાંથી પરમ બનાવે છે, રાગી મટી વીતરાગી બને છે. “રાગી પોતાના રાગપાત્રના દોષને જોતો નથી. દ્વેષી પોતાના દ્વેષપાત્રના ગુણને જોતો નથી. ગુણ અને દોષને યથાર્થપણે જાણવા માટે વીતરાગ થવું જોઈએ. ‘વીતરાગ’ થવા માટે વીતરાગને નમવું જોઈએ. વીતરાગ પ્રત્યેની યથાર્થ ભક્તિ કેળવવાથી વીતરાગ થવાય છે. વીતરાગ પ્રત્યેની ભક્તિનું પ્રેરક તત્ત્વ રાગ દ્વેષરહિત થવાની ઉત્કટ ઇચ્છા જ છે.” ૦ બીજું શ્રદ્ધેય તત્ત્વ-નિગ્રંથ ગુરુ ૦ સંપૂર્ણ રાગરહિત વીતરાગ છે, અને જે સતત વીતરાગ બનવાને પ્રયત્નશીલ છે તે નિગ્રંથ છે. ગ્રંથ : ગાંઠ, પરિગ્રહાદિની ગાંઠ, મૂર્છાની ગાંઠ. દેહાદિકથી માંડીને કોઈપણ પદાર્થ પરની મૂર્છાનો આત્યંતિકપણે ત્યાગ કરવો તે નિગ્રંથતા છે. સંસારત્યાગ થયા પછી પણ અંતરંગ પરિણતિ પ્રત્યે દૃષ્ટિનું સ્થાપન થયું નથી, ભલે બાહ્ય ત્યાગ થયો હોય પરંતુ ઉપકરણાદિ કોઈ પદાર્થની મૂર્છા એ નિગ્રંથતાને બાધક છે. પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિના ધારક મૂળ ગુણ ઉત્તર ગુણના ૮૮ * શ્રુતસાગરનાં બિંદુ Page #100 -------------------------------------------------------------------------- ________________ ધારક નિગ્રંથ ગુરુ છે. વીતરાગ સંપૂર્ણ દોષરહિત છે, નિગ્રંથ આંશિક દોષસહિત છતાં દોષરહિત થવાના પ્રયત્નમાં લાગેલા છે. વિદ્યમાન દોષને આધીન ન થવું અને જાગૃત રહેવું તે અત્યંત આત્મબળનું કાર્ય છે. દોષની ઉપેક્ષા કરી ગુણો પ્રત્યે સતત પ્રવૃત્ત રહેવું તે સર્વ જીવોથી બનવું સરળ નથી, પરંતુ વીતરાગનો શ્રદ્ધાવાન અનુયાયી તેમ કરવાને સમર્થ બને છે. નિગ્રંથ પુરુષોની ભક્તિથી દોષરહિત થવાનું પરાક્રમ સાધ્ય બને છે. નિર્ગથે પાળેલા શ્રુતજ્ઞાન અને ચારિત્રધર્મ પણ શ્રદ્ધેય છે. વીતરાગ પરમાત્માના વચન - બોધનો શાસ્ત્રમાં સંગ્રહ કરી, જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન કરાવવું તે શ્રુતજ્ઞાન છે એ વચનમાં અપૂર્વ શ્રદ્ધા તે સમ્યગૃષ્ટિનો પ્રાણ છે. એ વચનની પ્રતીતિ ચારિત્રનું નિર્માણ કરે છે. અન્યની પીડાનો પરિહાર. સર્વ જીવો પ્રત્યે સમભાવ, પ્રેમનીતરતો ભાવ એ ચારિત્રધર્મનાં અંગો છે. એવા ચારિત્રધર્મ પર શ્રદ્ધા તે અનુપમ બીજ છે એવા ચારિત્રશીલ મહાત્માઓનો સંસર્ગ ભવ્ય જીવને ધર્મની પ્રાપ્તિનું શ્રદ્ધેય તત્ત્વ છે. શ્રદ્ધા ગુણ છે, ગુણ ગુણીમાં રહે છે, તે ગુણી આત્મા છે, એ આત્માની શુદ્ધિ તે સ્વરૂપશુદ્ધિ છે. સંસારી જીવમાં કર્મમળ દૂધપાણીની જેમ એકમેક થઈને રહ્યા છે. તેનો વર્તમાનની આ દશાનો સ્વીકાર કરી, કર્મમળથી છૂટો પાડવાનો પુરુષાર્થ એ શ્રદ્ધાની પ્રતીતિ છે. શ્રદ્ધેય પદાર્થોની અને શ્રદ્ધાવાન આત્માની શુદ્ધિ બંને જૈનશાસનને અભિપ્રેત છે. પૂર્ણતાની પ્રાપ્તિના હેતુવાળી પ્રવૃત્તિ મોક્ષગામી બને છે. પ્રવૃત્તિ તે પૂર્ણરૂપ નથી પરંતુ પૂર્ણતા પ્રત્યે લઈ જનારી હોવાથી કાર્યનો કારણમાં સમાવેશ થાય છે. . મુક્તિમાર્ગમાં આગળ વધવા માટે સૌથી જરૂરી વસ્તુ સત્યમાં મમત્વ, અસત્યનું અમમત્વ. એવી સમજણ જ્યારે પ્રગટે છે, ત્યારે જીવમાં સ્યાદાદની રુચિ જાગે છે. ત્યાર પછી સ્યાદ્વાદી પુરુષોનાં વચનો અને નિરૂપણો અમૃત સમાન લાગે છે.” ૦ સ્વભાવથી ધર્મ એક જ છે ) જગતમાં સ્વભાવથી ધર્મ એક જ હોય. આરાધકો અને આરાધનાની વિવિધતાથી તેના અનેક ભેદ છે. શ્રાવક હો કે સાધુ, ધર્મ તો એક તત્વ મંથન ૪ ૮૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ જ છે પરંતુ પાળનારની મર્યાદાથી તેમાં અણુવ્રત અને મહાવ્રત એવા ભેદ છે. સ્કૂલ અને સૂક્ષ્મ એવા ભેદ છે. પરંતુ બે વિરુદ્ધ વસ્તુ એક કાળે એક જ અપેક્ષાથી એક જ ધર્મરૂપ ન હોઈ શકે. જેમકે અહિંસા ધર્મ છે તો હિંસા અધર્મ છે. હિંસા અને અહિંસા બંને ધર્મરૂપ બની શકતા નથી કે અધર્મરૂપ બની શકતા નથી. સાધુ અને શ્રાવક બંને ભૂમિકાએ ધર્મનો આચાર યથાર્થ હોવો જોઈએ, ગૃહસ્થ સાધુની જેમ સર્વથા અહિંસા આદિના પાલનનો આગ્રહ રાખે તો તે શક્ય નથી. ગૃહસ્થને યોગ્ય વ્યાપાર, ગૃહિણીને યોગ્ય ગૃહકાર્ય કરવામાં જો એકાંતદોષ માને તો પોતે સાધુ ન બને પરંતુ યાચક બની માનહાનિ ભોગવે. તેવો ગૃહસ્થ કુટુંબને અને સમાજને ભારરૂપ થાય છે. ગૃહસ્થ ધર્મકાર્યમાં પણ તીર્થયાત્રા, પૂજા કે ઉત્સવોમાં દોષ માને તો સંઘબળ તૂટી જાય અને સાધુજનો ઉપદેશ અને આદર્શનું કાર્ય છોડી તે તે કાર્યો કરે તો સાધુધર્મમાં દોષ આવે, માટે ભૂમિકા અનુસાર જે શાસ્ત્રવિધાનો છે તે પ્રમાણે કરવાં જોઈએ. સંપૂર્ણ અહિંસાના પાલન માટે સર્વ જીવોના પ્રાણવધ વર્જ્ય છે. પરંતુ ગૃહસ્થોને માટે તે શક્ય નથી તેથી ત્રસ જીવોની હિંસાનો ત્યાગ અને અન્ય પ્રવૃત્તિમાં યતના બતાવી છે. અહિંસાની જેમ સત્ય અને અચૌર્ય પણ ગૃહસ્થ સૂક્ષ્મપણે પાળી શકતો નથી. છતાં તેણે વ્યવહાર કે વ્યાપારમાં અસત્ય અને ચોરીનો ત્યાગ કરવો જરૂરી છે. ગૃહસ્થ સંસારીઓથી ઘેરાયેલો છે, તેઓ સર્વે નીતિપરાયણ હોતા નથી, ત્યારે અનિવાર્ય સંયોગોમાં તેને સૂક્ષ્મ અસત્ય કે ચોરીનો દોષ આવે છે. છતાં તે પાપભીરુ હોય તો જાગૃત રહે છે. ગૃહ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન ન કરી શકે ત્યારે સ્વદારાસંતોષ વ્રત એ તેને માટે શ્રેષ્ઠ છે, તેથી પરસ્ત્રીસેવન જેવા પાપથી તે બચી જાય છે. તે જ રીતે કુટુંબ નિર્વાહ માટે તેને પરિગ્રહની આવશ્યકતા રહે છે પણ પરિગ્રહની મૂરચ્છનો દોષ જાણે છે. તેથી પરિગ્રહમાં પરિમાણ કરે છે. ભૂમિકા પ્રમાણે ધર્મનું આચરણ કરનારો ઉપર ઉપરની ભૂમિકાને પ્રાપ્ત કરે છે. ૯૦ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૦ દરિદ્રતા – દુન્યવી અને પારમાર્થિક ૦ ધન, અન્ન, વસ્ત્રાદિના અભાવની દરિદ્રતા નારી નજરે જણાય છે. ધર્મ અને વિવેકની દરિદ્રતા જ્ઞાનચક્ષુ વડે જાય છે. દરિદ્રતાના અનેક પ્રકાર છે. રૂ૫, બળ, ઐશ્વર્ય, સમૃદ્ધિ વગેરેના અભાવે માણસો તે તે પ્રકારની દરિદ્રતા ભોગવે છે, તેમાં કેટલીક કાલ્પનિક છે અને કેટલીક વાસ્તવિક હોય છે. ધનાદિની વિપુલતામાં સુખ જ છે તેમ નથી. સંતોષનું દારિદ્ર જીવને સુખ માણવા દેતું નથી. કારણ કે મનુષ્યનું સુખ કેવળ ધનથી જ મનાતું નથી. પરંતુ સાથે પુણ્યવંતો પરિવાર, આરોગ્ય, મિત્રો વગેરેનો સહયોગ પણ જરૂરી છે. આર્થિક દરિદ્રતા કષ્ટદાયક છે, પરંતુ તેનું મૂળ તો ધર્મની દરિદ્રતામાંથી રોપાયું છે; તેથી આર્થિક દરિદ્રતા કરતાં ધાર્મિક દરિદ્રતા દૂર કરવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. અલ્પમતિ જનો ભલે તે દેશનાયકો કે સમાજનેતા હોય પરંતુ તેઓ ધાર્મિક દરિદ્રતા પ્રત્યે સજાગ નહિ થાય તો તેમના ગમે તેવા પ્રયાસ છતાં આર્થિક દરિદ્રતા ટળવાની નથી. આર્થિક દરિદ્રતા ઘટતી નથી અને ધાર્મિક દરિદ્રતા વધતી જાય છે. તે ભાવિમાં અતિ કષ્ટદાયક બનશે. આર્થિક દરિદ્રતા કદાચ ઘટી, પરંતુ સાત્ત્વિક, ધાર્મિક, પારમાર્થિક દારિદ્ર વૃદ્ધિ પામ્યું તો સંપત્તિ છતાં લોકો સુખી નહિ હોય. ધન કરતા ધર્મ ઉત્તમ વસ્તુ છે. તેથી ધર્મ સુખનું કારણ છે. જો સંસ્કારનો વિસ્તાર નહિ થાય તો સાધન છતાં જીવો દુઃખી હશે. ધન હશે તો ધર્મ થશે તે માન્યતા મોહજનિત છે. રુચિ અને વિવેક હશે તો ધર્મ થશે. ધર્મ વિનાનું ધન અધોગતિ આપે છે, જ્યારે ધન વિનાનો ધર્મ પણ ઊર્ધ્વ ગતિ જ આપે છે. ધર્મહીનનાં ધન, બળ, સુખ કે આરોગ્ય અધિક સમય ટકતાં નથી. ધર્મ એ સુખ-શાંતિનું મૂળ છે, તે આચરેલો ધર્મ છે. ધનની દરિદ્રતા એક જન્મનું દુ:ખ છે. ધર્મની દરિદ્રતા અનેક જન્મોનું દુઃખ બની જાય છે ? “નિશ્ચયથી આત્મસ્વરૂપ છું' આ ઉદ્ગાર સમ્યગૃષ્ટિ આત્માના છે. સામાન્ય રીતે સંસારીનાં વચનોની રમત છે હું પતિ છું, પત્ની છું, પિતા છું, માતા છું, પુત્ર તત્ત્વ મંથન * ૯૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ છું, પુત્રી છું વગેરે અનેક સંબંધો અને સંબોધનથી ઘેરાયેલો આત્મા ક્યારે પણ સ્વરૂપ સંબોધનમાં જઈ શકતો નથી. સમ્યગુદૃષ્ટિ આત્મા સંસારી જીવનના ઉદયવાળો છતાં હું શુદ્ધ સ્વરૂપ આત્મા છું, એ મર્યાદા ત્યજી દેતો નથી. સમગ્ર જીવસૃષ્ટિમાં પૂરી માનવજાતિ બુદ્ધિમત્તા ધરાવે છે. સિંહ કે વાઘ મનુષ્યને ભલે ફાડી નાખે, મનુષ્ય ભલે તેનાથી ભયભીત રહે, છતાં સિંહ-વાઘ મનુષ્યને પૂરવા પાંજરું બનાવવાનો નથી. મનુષ્ય શરીરના બળથી નહિ પરંતુ બુદ્ધિના બળ વડે સિંહ-વાઘ જેવા પ્રાણીને પિંજરામાં પૂરી બકરી જેવો બનાવી દે છે. મનુષ્યની એ શક્તિથી તે શ્રેષ્ઠ કહેવાયો નથી. પરંતુ બુદ્ધિની વિશેષતાથી તે શ્રેષ્ઠ જાતિનો મનાયો છે. બુદ્ધિ આંતરિક વસ્તુ છે, તે ઇન્દ્રિયો દ્વારા જણાતી નથી. બુદ્ધિ વડે મનુષ્ય ભૌતિક જગતમાં આશ્ચર્યકારી આવિષ્કારો પ્રગટ કર્યા છે. છતાં આ બુદ્ધિથી આગળનું એક તત્ત્વ છે, જેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. યદ્યપિ બુદ્ધિમાં કાર્ય તો જ્ઞાનનું જ છે. સામાન્ય રીતે બુદ્ધિ એ માનવજાતિનું સત્ત્વ છે. તે નષ્ટ થાય કે વિપરીત માર્ગે વપરાય તે પહેલાં તેનું રક્ષણ કરવાની જરૂર છે. કેવળ માનવદેહના સંસ્થાનમાં મળતી આ બુદ્ધિને અસને હવાલે કરવા જેવી નથી. બુદ્ધિ સર્જનાત્મક શક્તિ છે. તેના દ્વારા કંઈ સર્જન કરો, પરંતુ એને નિરર્થક ન વેડફો. તમે જે સ્થાને છો તે સ્થાને બુદ્ધિનો ઉપયોગ સ્વ-પર હિતમાં થવા દો, કોઈ પરોપકારમાં જોડો. લેખનમાં, ગીત ગાવામાં, કુદરત સામે અમદષ્ટિથી જોવામાં, આમ નિરંતર તેનો સઉપયોગ થવાથી જે વિનાશજનક આવેગો છે તે સર્વે શાંત થશે. બુદ્ધિ સર્જનાત્મક બનશે. સબુદ્ધિ કે અસદ્દબુદ્ધિનો આપણા જીવન ઉપર, ચિત્ત ઉપર ઘણો પ્રભાવ પડે છે. મહદ્ અંશે મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ ધનપ્રાપ્તિમાં ઈન્દ્રિયસુખની પ્રાપ્તિમાં, વળી તેને કારણે જળ પ્રપંચમાં કરે છે. તેનાથી આગળ વધીને ભૌતિક ક્ષેત્રમાં સાધનસામગ્રી વધે તેના સંશોધનમાં કરે છે. કેટલાક સબુદ્ધિયુક્ત માનવો જનસમૂહની સુખાકારીમાં ઉપયોગ કરે છે. આ સર્વ ક્ષેત્રથી ઉપરનું એક ક્ષેત્ર છે. તે સત્વનું છે શુદ્ધ બુદ્ધિ તે ક્ષેત્રને સ્પર્શ કરે છે, ત્યારે જીવનમાં પૂર્ણ સત્ય પ્રગટ થવાની ૯૨ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #104 -------------------------------------------------------------------------- ________________ સંભાવના ઊભી થાય છે. માટે જે અસતુ છે તેનો ત્યાગ કરવાનો; સમાં બુદ્ધિને જોડવાની છે. તેને માટે વારંવાર સ્વભાવનું સ્વરૂપનું ચિંતન થવું જરૂરી છે. બુદ્ધિ માનવદેહમાં રહેલા ચૈતન્યનું ઉત્તમ સાધન છે. તેને હણાઈ જતાં, વેડફાઈ જતાં બચાવવાનું માનવમાત્રનું કર્તવ્ય છે. તે સુવિકસિત કરવી તે માનવસમૂહની સેવા છે. વિપર્યાસ ન થાય તે માટે તત્ત્વજ્ઞાનની જરૂર છે એ તત્ત્વજ્ઞાનની રુચિ પ્રત્યે દુર્લક્ષ્ય થવું હાનિકારક છે. માટે તત્ત્વજ્ઞાનની યથાર્થ શ્રદ્ધાને કેળવવી. ૦ બુદ્ધિ જ્ઞાનનું અંગ છે બુદ્ધિમાં જ્યારે વિપર્યાલ આવે છે ત્યારે તે અજ્ઞાનરૂપે પરિણમે છે. વારંવાર જ્ઞાનસ્વરૂપ આત્માનો વિચાર કરવાથી બુદ્ધિની શક્તિનું વલણ તે તરફ થાય છે. અગર અજ્ઞાનનાં પરિબળો તેને ખેંચી લે છે. વ્યવહારમાં વસ્તુ અમૂલ્ય તેમ તેની રક્ષા જરૂરી બને છે. માટીનું કોડિયું તેલ અને દીવેટના યોગે પ્રકાશ આપે છે. વીંટીમાંનો હીરો આંગળીને શોભા આપે છે. પરંતુ કોડિયું ઓસરીમાં પડી રહે તો કંઈ ફિકર થતી નથી. અને વીંટીનું મૂલ્ય છે તેથી તેનું સ્થાન તિજોરી બને છે. ' તેમ બુદ્ધિ જીવનનું સત્વ છે. જ્ઞાનને વ્યક્ત થવાનું સાધન છે. તે લૂંટાઈ ન જાય તેમ તેનું રક્ષણ થવું જોઈએ. બુદ્ધિની રક્ષા યથાર્થ શ્રદ્ધા વડે સંભવ છે. બહિર્મુખ કે વિપર્યય બુદ્ધિ આત્માના જ્ઞાનગુણને વિકસિત નહિ કરે પરંતુ સમ્ય શ્રદ્ધા કરે તે એક સિદ્ધાંત છે. જ્ઞાન અને શ્રદ્ધા આત્માના જ ગુણો છે. જેની શ્રદ્ધા સમ્યગું તેનું જ્ઞાન સમ્યગૂ રહેવાનું છે. બંનેનું સ્થાન એકજ છતાં શ્રદ્ધા દૃષ્ટિના વિકારને નષ્ટ કરે છે. જ્ઞાન સમજને – બોધને નવપલ્લવિત રાખે છે. સમ્યગુ શ્રદ્ધા રહિત જ્ઞાન સમ્યપણે પ્રગટતું નથી. જ્ઞાન હોવા છતાં તે અજ્ઞાન મનાય છે. યદ્યપિ બંને ગુણો અન્યોન્ય પૂરક છે. જીવાદિ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા તે સમ્યગુ શ્રદ્ધા છે. બોધનું પરિણમન તે સમ્યજ્ઞાન છે. મિથ્યાત્વની મંદ દશા થતાં જે જ્ઞાન અયથાર્થ જ્ઞાન હતું, તે પરિવર્તિત થઈને જ્ઞાનરૂપે પરિણમે છે. આત્મા મિથ્યાત્વની દશામાં હોવા અસદ્ગતનો અભાવ છે, મિથ્યાત્વ અતિ મંદ છે, તેથી તે જીવ તે સ્થાને હોવા છતાં સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિનો અધિકારી બની તત્ત્વ મંથન ૪ ૯૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ શકે છે. જીવ માત્ર અભ્યાધિક જ્ઞાનયુક્ત જ છે પરંતુ સમ્યમ્ શ્રદ્ધા કે યથાર્થ શ્રદ્ધા જ જ્ઞાનને સમ્યગુ રૂપે પરિણાવે છે માટે શ્રદ્ધા સભ્યમ્ બની રહે તે માટે નિરંતર પુરુષાર્થ કરવો. શાસ્ત્રોનું વિશાળ જ્ઞાન ધરાવનારની દૃષ્ટિ કે શ્રદ્ધા સમ્યગૂ નથી તો તે જ્ઞાન તેને ભવમુક્તિ માટે થતું નથી. પરંતુ અહંકારયુક્ત તે જ્ઞાન તેને ડુબાડનારું થાય છે. સોનાની તલવાર શસ્ત્ર કહેવાય છે, અલંકાર મનાતી નથી. તેના યથાર્થ ઉપયોગથી અજ્ઞાન વ્યક્તિ તે શસ્ત્ર વડે પોતે જ ઘાત પામે છે. તેમ જ્ઞાન સાથે સમ્યગુ શ્રદ્ધા ન હોય તો તે અજ્ઞાનરૂપે જ્ઞાનસ્વરૂપ આત્માનો ઘાત કરે છે. શાસ્ત્રજ્ઞાન વડે જ્ઞાની મનાવનાર આત્મજ્ઞાનરહિત, કે સમ્યગુશ્રદ્ધા રહિત, કદાચ આ લોકમાં લોકપ્રશંસા પામે, તો પણ લોકસંજ્ઞા ભલું કરનાર નથી. અને પોતાની ગતિ કે સ્થિતિ પણ સુધરનાર નથી. જ્ઞાન તો લોકો અનેક પ્રકારનું ભેગું કરી તેનું પોટલું માથા પર લઈને ફરે. દુન્યવી લાભ પણ મેળવે. તેવા પ્રકારો સભ્યશ્રદ્ધારહિત હોવાથી તેને તેમાં આત્મલાભ નથી. ભણેલ નવ પૂર્વ પણ જીવને જાણ્યો નહિ. તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ મહિ.” નવ પૂર્વનું જ્ઞાન સંયમ અને ક્ષયોપશમના આધારે પ્રગટ થતું હોવા છતાં યથાર્થ શ્રદ્ધાના અભાવે પુણ્ય સુધી પહોંચી ત્યાં જ અટકી જાય છે અને અલ્પજ્ઞાની સભ્યશ્રદ્ધાયુક્ત હોવાથી આત્મશ્રેય સાધી જાય છે. આથી એમ સમજવું કે જ્ઞાન કરતાં સમ્યગુશ્રદ્ધા દુર્લભ છે. કારણ કે તે શ્રદ્ધા માટે દુન્યવી સ્વાર્થ, અભિપ્રાય, સ્વચ્છંદ ત્યજીને મૈત્રી આદિ શુદ્ધ ભાવનાનું અંતરંગ સામર્થ્ય જોઈએ છે. જ્ઞાનની પ્રાપ્તિમાં દુન્યવી યશ, લાભ, પુરસ્કાર જેવા હેતુઓ પણ કાર્ય કરે છે. તેની આશામાં તે બાહ્ય ઘણો પરિશ્રમ કરે છે અને ઊંચી પદવીઓ મેળવે છે. શ્રદ્ધા એ અંતરંગ સાધન હોવાથી તેમાં અંતરંગ શુદ્ધિની વિશેષતા છે. અંતરંગ શુદ્ધિ ભૌતિક વિષયોના ત્યાગથી સંભવ છે. તત્ત્વની યથાર્થ સમજથી સંભવ છે. બુદ્ધિના વિકાસને કે ક્ષયોપશમને જ્ઞાન કહેવું કે તે વ્યક્તિને જ્ઞાની કહેવી તે પરમાર્થમાર્ગની પ્રણાલિ નથી. પરંતુ તેના તત્ત્વના યથાર્થ નિર્ણય અને શ્રદ્ધાથી તેની પરીક્ષા થાય છે. જ્ઞાન હોય પરંતુ તેની ૯૪ * શ્રુતસાગરનાં બિંદુ Page #106 -------------------------------------------------------------------------- ________________ રુચિ ભૌતિક પદાર્થમાં, દુન્યવી સુખોમાં હોય તો તે પરમાર્થ જ્ઞાન નથી. ધનાદિ દુન્યવી પદાર્થોની રુચિવાળો શુષ્ક જ્ઞાની પાપપ્રવૃત્તિથી ઘેરાયેલો હોય, અને યથાર્થધર્મની રુચિવાળો ભલે તેની પાસે શાસ્ત્રોનું કે તત્ત્વનું જ્ઞાન નથી પણ તેનું જીવન નિષ્પાપ છે, તો તે સન્માર્ગનો આરાધક છે. માટે સમ્યગુશ્રદ્ધાયુક્ત જ્ઞાન તારક છે, અને મિથ્યા કે વિપરીત શ્રદ્ધાયુક્ત જ્ઞાન ભ્રામક છે. રુચિના આધાર પર જીવોના બે વર્ગ વિચારી શકાય. એક છે સાંસારિક દુન્યવી વૈષયિક રુચિવાળો વર્ગ જેનું સંખ્યાબળ ઘણું મોટું છે. બીજો વર્ગ છે આત્મિક પારમાર્થિક લોકોત્તર સુખની રુચિવાળો, જેનું સંખ્યાબળ ઓછું છે. છતાં પણ સંખ્યાબળથી આ સુખની તુલના થઈ શકતી નથી. કાચના ટુકડાનો મોટો કોથળો ભર્યો હોય તો પણ તેનું મૂલ્ય નથી. એક જ સાચો હીરો મૂલ્યવાન છે. પૃથ્વીને પ્રકાશવા એક સૂર્ય પર્યાપ્ત છે. જગતને ઉદ્યોત કરવા એક સપુરૂષ પર્યાપ્ત છે. બંને વર્ગના જીવોનો પરિચય દુન્યવી સુખની રુચિવાળાને ધન ગમે છે ધર્મ નથી ગમતો. ધનવાન ગમે છે, ધર્મવાન કે ગુણવાન નથી ગમતા. ધનપ્રાપ્તિની પ્રવૃત્તિ ગમે છે તેટલી ધર્મપ્રાપ્તિની પ્રવૃત્તિ નથી ગમતી. સાંસારિક પ્રસંગો અને પ્રકારો તેને ગમે છે. ધાર્મિક પ્રસંગો-ઉત્સવો તેને ધમાલ લાગે છે, રુચતા નથી. ધર્મીજનોના સંપર્કથી તે દૂર ભાગે છે, અને સાંસારિક જનોના સંપર્કમાં કલાકો ગાળે છે. જ્ઞાનીજનો કહે છે એ જીવોની કરુણા હો ! કરુણા હો ! કરુણા હો ! પારમાર્થિક કે આત્મિક સુખની અભિલાષાવાળાને ધનની ગૌણતા છે, ધર્મની મુખ્યતા છે. હીરા ઝવેરાત આદિ તુચ્છ લાગે છે, ધર્મ, ધર્મનાં સાધનો મૂલ્યવાન લાગે છે. તેને ધનવાંછુનું જીવન વ્યર્થ લાગે છે. ધર્મવાનનું જીવન સાર્થક લાગે છે. ધની અને ધર્મીમાં તે જમીન આસમાન જેવું અંતર જુએ છે. આવો ભેદ અંતરંગ રુચિને કારણે પેદા થયો છે. સૌ સુખના અભિલાષી છે, પરંતુ સુખની માન્યતા અને રુચિમાં ઘણું અંતર છે. આંતરિક રુચિના આ ભેદમાં બાહ્ય સાધનો અને સંયોગોનો મહત્ત્વનો તત્ત્વ મંથન ૪ ૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ ફાળો છે. પૂર્વકર્મકૃત પ્રકૃતિનો સંસ્કાર પણ તેમાં ભાગ ભજવે છે. સવિશેષ વર્તમાનનો સંયોગ અને પુરુષાર્થ પણ રુચિમાં મહત્ત્વના છે. અધમ રુચિવાળા જીવો ઉત્તમ મનુષ્યો પ્રત્યે વિરોધવાળા અભાવવાળા રહેવાના. તેમના સંપર્કથી દૂર રહેવાના કારણ કે લોકોત્તર પારમાર્થિક ક્ષેત્રનું તેમને માહાલ્ય આવ્યું નથી. આવી ચિભેદની અધમતા ટાળવા માટે સમ્યગૂ શ્રદ્ધા જ ઉત્તમ સાધન છે, તે સંતોના સમાગમ વડે પ્રાપ્તવ્ય છે. સમ્યમ્ શ્રદ્ધારહિત બુદ્ધિની વૃદ્ધિ કે જ્ઞાન અધર્મમાં વધારો કરશે. સંસાર – અધર્મ જીવનભર ચાલતો રહે છે. તેથી ધર્મ પણ જીવનભર હરેક ક્ષણે ચાલવો જોઈએ. ૦ જ્ઞાન શા માટે આચરણમાં મૂકી શકાતું નથી ? ) ધર્મરુચિવાળા કંઈક અંશે ધર્મારાધન કરવાવાળા પણ કોઈવાર એમ કહે છે કે અમે ધર્મ જાણીએ છીએ, અધ્યાત્મ શું તે જાણીએ છીએ પરંતુ તે પ્રમાણે થઈ શકતું નથી. અર્થાત્ જ્ઞાન આચરણમાં મૂકી શકાતું નથી. તેથી નૈતિક જીવનનું મૂલ્ય પણ ટકતું નથી. પૂરી ભારતભૂમિ જાણે અનૈતિક તત્ત્વોથી છવાઈ ગઈ છે. ક્યાંય આછું કિરણ હોય તો પણ તે પ્રકાશમાં આવતું નથી. સામાન્ય રીતે મનુષ્યનું જીવન આંતરિક વિવશતામાં પસાર થાય છે. શાસ્ત્ર કહે છે પ્રકૃતિવશ જીવન છે. પ્રકૃતિને પરિવર્તિત કરવાની છે. નિંદાત્મક વલણને પ્રશંસાનાં પુષ્પો સુધી પહોંચાડવાનું છે, ક્રૂરતાને કરુણાના વહેણ સુધી લઈ જવાની છે, તેને પ્રેમમાં પરિવર્તિત કરવાનું છે. અગર તો આ મનુષ્યચેતના ગાઢ અંધકારમાં વિલીન થઈ જશે પછી અનંતકાળ સુધી સૂર્યનું એક કિરણ મળવું સંભવ નહિ બને. મનુષ્યનું જીવન આંતરિક વિવશતાથી દોરવાય છે. તેમાંથી તૃષ્ણાઓ, વાસનાઓ પેદા થાય છે, તે પ્રમાણે તે પ્રવૃત્તિ કરે છે. વૃત્તિઓને યોગ્ય રીતે વાળવામાં ન આવે તો જીવનને હાનિ પહોંચે છે. વૃત્તિઓના વહેણને ખાળી ન શકાય તો વાળવાનો પ્રયત્ન કરવો, તે જ્ઞાન દ્વારા સંભવિત છે. નીતિ દ્વારા ચારિત્રનું ઘડતર થાય છે. . એ જ્ઞાન કેવળ મસ્તકનો ભાર બનવો ન જોઈએ. અહંકાર ગુમાનનું પોટલું બનવું ન જોઈએ. પોપટિયું રટણ બનવું ન જોઈએ પરંતુ તે જ્ઞાન ગુણ રૂપે પ્રગટ થવું જોઈએ. તોડ નહિ જોડ કરવાવાળું જોઈએ. ૯૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #108 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન બોધરૂપ થવું જોઈએ. તે બોધ અનુભવને આધારે પ્રગટ થતો રહે. જેમ રસોઈઘરમાં કામ કરતી મહિલાને જ્ઞાન છે, અનુભવ છે કે અગ્નિથી દઝાય છે. તેથી રોજે અગ્નિનો ઉપયોગ કરવા છતાં દાઝી જતી નથી. જાગૃત રહે છે. તેમ જાગૃત માનવ સંસારની પ્રવૃત્તિ કરે છે પણ જાગૃત હોવાથી વાસનાઓથી કે વૃત્તિઓથી પ્રભાવિત થતો નથી. જ્ઞાન પ્રતીતિ – અનુભવરૂપ હોવું જોઈએ. તે પ્રતીતિ ચારિત્રનું નિર્માણ કરે છે. જ્ઞાન વડે જો કે નીતિમત્તા કે ચારિત્રનું નિર્માણ ન થાય તો જ્યારે આંતરિક આવેગોની આંધી ઊઠશે ત્યારે અનુભવ કે આચરણરહિત ઉપલકિયું જ્ઞાન આવૃત્ત થઈ જશે. બુદ્ધિ પીછેહઠ કરે છે. આવેગો સામે હારી જવાય છે. તોફાન શમ્યા પછી ખેદથી ઘેરાઈ જઈએ છીએ. ૦ એનો ઉપાય શું ? ) પ્રત્યેક સાધકને માટે આ પ્રશ્ન વિચારણીય છે. માટે વિચારવું કે મારા મનનો ઝુકાવ ક્યાં છે ? ધનપ્રાપ્તિમાં છે ? યશપ્રાપ્તિમાં છે ? વિષયવાસનામાં આવૃત્ત છે ? જેની તમારા પર નિરંતર અસર રહે છે તે તમારી પ્રતીતિની આછી રેખાને છિન્નભિન્ન કરે છે. ધનાદિની મૂચ્છ તમને અસત્ય, પ્રપંચ માયા જેવા અશુદ્ધ ભાવોથી ભરી લે છે. ત્યાં તમારા જ્ઞાન પર એક ભયંકર અંધકાર વ્યાપી જાય છે. મનના આવેગો શમાવવા નિરંતર સંયમમાં રહેવું જોઈએ. શુદ્ધ સ્વરૂપનું તેના ગુણોનું નિરંતર ચિંતન ટકવું જોઈએ. આવેગો તક લઈ લે તે પહેલાં શુદ્ધ સંસ્કાર કે ચિંતન દ્વારા મનને કેળવી લેવું. મનની કેળવણી વિચાર અને આચારના સુમેળથી થાય છે. વિચાર અને આચારની સપાટીનું અંતર વિદ્વાનને પણ અંધકાર તરફ ધકેલી દે છે. ભલે વર્તમાનમાં આચરણની નબળાઈ લાગે તો પણ તેનો આદર્શ ઊંચો રાખવો. આદર્શ ઊંચો હશે તો આચરણને ઉપર લઈ જશે. વિચારને ટકાવી રાખશે. આત્મવિચાર એ ચેતનાનું જ અંગ છે. વિચાર સાથે ચિંતન મનને જોડવાથી વિચાર પરિપક્વ બને છે. ત્યારે તે વિચારને વળગી રહેવાની નિષ્ઠા પેદા થાય છે એટલે આધાર સહજ બને છે. જેમકે સત્ય બોલવું, મૌન રાખવું, અભક્ષ્ય આહારનો ત્યાગ કરવો. દાન કરવું, દેહ મૂર્છા ઘટાડવી, વ્યક્તિ આવા વિચાર કરે, પછી તે તત્ત્વ મંથન * ૯૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ તે આદર્શો કેમ પાર પાડવા તેનું વારંવાર ચિંતન કરે અને પ્રસંગે પ્રસંગે કાર્ય કર્યું તે વિચારમાં નિષ્ઠા રાખે. એટલે વિચાર જ સ્વભાવ બને છે પછી તેને સત્ય બોલવાનો કે મૂચ્છત્યાગનો વિકલ્પ નહિ ઊઠે, તેનાથી તે કાર્ય આચાર સ્વાભાવિકપણે થઈ જશે. એટલે વિચાર અને આચાર અન્યોન્ય પૂરક બની જશે.. શ્રદ્ધાબળ જ્ઞાનની કાયા છે શ્રદ્ધાના અભાવે જ્ઞાનમાર્ગમાં ટકતું નથી. શ્રદ્ધારહિત જ્ઞાનમાં તત્ત્વદૃષ્ટિનો અભાવ છે. વ્યવહારમાં અગ્નિથી દઝાય છે તે જ્ઞાન હોવાથી તેનાથી જીવ દૂર રહે છે. પાપ દુઃખ આપે છે તે જ્ઞાન હોવા છતાં શ્રદ્ધાને અભાવે જીવ પાપથી મુક્ત નથી રહેતો અર્થાત્ જ્ઞાન શ્રદ્ધા વડે પરિણત થાય છે. પાપથી દુ:ખ પડશે એમ જ્ઞાન જણાવે છે, શ્રદ્ધા કહે છે માટે પાપ ન કરવું. શ્રદ્ધામાં દેઢતા, નિષ્ઠા અને નિશ્ચળતા રહેલા છે. તે શ્રદ્ધાળુજનોના સંસર્ગથી તેમના બોધથી જીવનમાં વણાઈ જાય છે. કારણ કે તેમના સંસર્ગથી નિશ્ચય થાય છે કે પુરુષોએ કહ્યું છે તે સાચું છે. આવી શ્રદ્ધાને કારણે જીવમાં વિવેક, ધૈર્ય અને સાહસ પ્રગટાવે છે. તેથી ખરી કસોટીને સમયે જીવ ધર્મમાં દઢતાપૂર્વક ટકી જાય છે. સ્વપ્ન પણ અસતું કે માયાનો આશ્રય લેતો નથી. જ્ઞાનીજનોના સંપર્કથી કે પૂર્વના વિશેષ આરાધનના બળ વડે નૈિસર્ગિકપણે જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિની દઢ શ્રદ્ધા છે, તેને આ જગત સુવર્ણન કરીને કોઈ દેવ વરદાનથી આપે તો પણ તેનું મસ્તક નકાર સૂચવે. આત્મશ્રદ્ધાના આફ્લાદમાં સુવર્ણનું જગત તેને તૃણવત્ લાગે છે. તેમાં મારાપણાનો ભાવ જન્મતો નથી, તેથી તેમાં લાભ કે હાનિ થાય તો પણ હર્ષ-શોક થતો નથી. સમ્યમ્ શ્રદ્ધાયુક્ત સમ્યગ્દષ્ટિ આત્મા સંસારમાં છતાં આ પ્રકારે અબંધક રહે છે. સમ્યગૃષ્ટિ આત્મા સર્વને આત્મવતું જાણે છે. તે આત્મશ્રદ્ધાની પરિપક્વતા છે. એ શ્રદ્ધા વિશ્વમૈત્રીમાં વિસ્તરે છે. સત્પુરુષના વચનની અપૂર્વ શ્રદ્ધા, આજ્ઞાની અપૂર્વ રુચિ તેને સ્વરૂપ શ્રદ્ધામાં દઢ કરે છે. તે જેમ આત્મસ્વરૂપને જાણે છે, શ્રદ્ધે છે, સમજે છે તેમ કર્મની સત્તા, આત્મા અને કર્મનો સંબંધ, બંધ-મોક્ષની વ્યવસ્થાને સૂક્ષ્મ વિચારણાથી જાણે છે, સમજે છે, શ્રદ્ધા છે, જ્યાં જ્યાં જે આચરવા જેવું છે તે આચરે છે. આથી એની જીવનસંપત્તિ વૃદ્ધિ પામે છે. આપત્તિ દૂર રહે ૯૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #110 -------------------------------------------------------------------------- ________________ છે. તે સંપત્તિ તેનું હૃદય છે, તે જગતના જીવો પ્રત્યે અત્યંત મૃદુ અને કરુણાયુક્ત હોય છે, અને સ્વ સંયમ માટે વજ જેવું કઠણ હોય “સુવાસ વગરના ફૂલ જેવો છે, શ્રદ્ધા વગરનો આચાર. વિચારમાં દૈવત પણ શ્રદ્ધા જ સ્થાપે છે. વિચારને આચાર સાથે જોડનારા સુદૃઢ પુલનું કામ પણ શ્રદ્ધા જ કરે છે. સુવિચારને સદાચારમાં ઢાળનારી શ્રદ્ધા સહુની આંખ બનો.” શ્રદ્ધા પાંખ છે તો જ્ઞાન આંખ છે સામાન્ય રીતે મનુષ્યમાં જ્ઞાનની ઘણી અલ્પતા છે. શારીરિક રચના પ્રમાણે પણ માનવમગજના અતિ અલ્પ (સેલ) જ્ઞાનગ્રંથિઓ કાર્યશીલ હોય છે. બાહ્ય જગતમાં આપણે રોજે જે વસ્તુઓ જોઈએ છીએ તેનું જ્ઞાન પણ ધરાવતા નથી. આપણે જ્યાં રહીએ છીએ તે શેરી કે ગામનું અતિ અલ્પ પ્રમાણમાં જ્ઞાન આપણે ધરાવીએ છીએ. બાહ્ય જગતના પદાર્થોને પણ વિશદતાથી જાણવા માટે યોગ્યતા કેળવવી પડે છે. - ભોજનને જોવામાત્રથી ઉદરપૂર્તિ નથી થતી, પરંતુ તેનો યોગ્ય પ્રમાણે આહાર કરવાથી ઉદરપૂર્તિ થાય છે. તેમ બાહ્ય વસ્તુઓને જોવામાત્રથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી પણ તેનું સંશોધન કરવાથી જ્ઞાન મળે છે. કોઈ ક્રિયાત્મક શ્રમથી અને જિજ્ઞાસા વડે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, પોતાની શક્તિનો વિકાસ થાય છે. આત્મિક વિકાસની દૃષ્ટિએ આત્મામાં રહેલા અપાર જ્ઞાનને પામવા માટે સતત તે પ્રત્યે ક્રિયાશીલ રહેવું પડે. ભૂમિકા પ્રમાણે બાહ્ય અનુષ્ઠાન-ક્રિયા જોડવા જોઈએ. ઉચિત ક્રિયાની ઉપેક્ષા અજ્ઞાન પ્રત્યે લઈ જાય છે. જ્ઞાન અલ્પ અને અહંકાર મોટો બને છે. આત્માની અમાપ શક્તિને પ્રકાશમાં લાવવા માણસે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૦ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પુરુષથી થાય છે જ્ઞાન કથંચિત શાસ્ત્રમાંથી મળે છે, પરંતુ જ્ઞાનનો મર્મ જ્ઞાનસ્વરૂપ જ્ઞાનીની નિશ્રાથી સમજાય છે. કારણ કે જ્ઞાનનો ઉપયોગ નિશદિન આત્મામાં છે. આચારમાં સમત્વ છે. વાણીમાં અપૂર્વ બોધની સરવાણી ઝરે છે. તેઓ નિર્ભય અને સ્વતંત્ર છે, તેમને કોઈ પદાર્થની માંગ નથી. “આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ કૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. તત્ત્વ મંથન ૪ ૯૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ આથી જ્ઞાનીને નિરાશ્રવ-અબંધક કહ્યા છે. ચારિત્રની સ્થિરતા ભૂમિકા પ્રમાણે વિકસે છે, પરંતુ અભિપ્રાય જ્ઞાન અને શ્રદ્ધા સમ્યગુ પ્રકારે પરિણમ્યા છે. તેથી જ્ઞાનીને આશ્રવ થતો નથી. કારણ કે તે રાગાદિ ભાવના કર્તા નથી જ્ઞાતા છે, તેથી તેમનું કર્મ બંધનકર્તા નથી. પરંતુ તેમનો પ્રત્યેક ઉદય કે કર્તવ્ય મુક્તિદાયક જ છે. આથી જેને મુક્તિનો અનુભવ છે તે જ જીવોને મુક્તિનો માર્ગ બતાવી શકે. આવા જ્ઞાની રાગાદિ ભાવની ગ્રંથિથી મુક્ત હોવાથી નિગ્રંથ છે. આ નિગ્રંથ મહાત્મા આપ્તપુરુષ – વિશ્વાસનીય છે. સંસારી જીવની નીચેની ભૂમિકાથી ઠેઠ મુક્તિની પ્રાપ્તિ સુધીના સર્વ સાધન માટે જ્ઞાની આપ્તપુરુષ છે. પારસમણિ જેવા છે. અવિશ્વાસનું પાતળું પડ પણ જેનામાં નથી તે તેનો સ્પર્શ કરે તો સ્વયં જ્ઞાનસ્વરૂપને પામે છે. આત્મા વિકલ્પની કે ઉપાધિરહિત નિર્વિકલ્પ છે તે જાણવા માટે નિર્વિકલ્પ સમાધિસ્થ જ્ઞાની પુરુષનું સાન્નિધ્ય અતિ જરૂરનું છે. તેમની નિશ્રામાં તેમના મન વચન કાયાની અદ્ભુત ચેષ્ટાનું જે ચિંતન મનન કરે છે, તે તેના જેવો થાય છે. તેમ થવામાં પ્રથમ આંતરિક સાધન પરમ વિવેક છે. હું કંઈ જ જાણતો નથી તેવી દૈન્યતા જોઈએ. સર્વ પ્રકારની માન્યતા ત્યજીને જે એક ભવ આવા સતપુરુષને ચરણે ગાળે છે તે અવશ્ય મુક્તિને વરે છે. સંપૂર્ણ શરણાગતિ એ જ જ્ઞાનીને ઉપાસવાનો ઉપાય છે, પરંતુ જો તે પોતાની અલ્પ બુદ્ધિ વડે જ્ઞાનીને માપવા જાય તો તે પોતાની મૂર્ખાઈ પ્રગટ કરે છે. જ્ઞાની ઓળખવા જ્ઞાન નહિ પણ વિનય જરૂરી છે. કદાચ પ્રારંભમાં તું તેમની આરાધના ન કરી શકે તો વાંધો નહિ પરંતુ વિરાધના તો ન જ કરતો. કારણકે જ્ઞાનસ્વરૂપ આત્માની વિરાધના જીવને પોતાના આત્મસ્વરૂપથી વિમુખ બનાવે છે. જે અનંત સંસારનું કારણ બને છે. તેનું નિવારણ પરમાત્માની સંપૂર્ણ શરણાગતિમાં રહેલું જ્ઞાનીનો અનુભવ આત્મભાવોના અવલંબનને આધારિત છે, એ વિશ્વમૈત્રી, પૂર્ણ કરુણા. અહિંસા અને નિસ્પૃહતા વડે પ્રગટ થાય છે. આત્મભાવ આત્મીયતાને સૂચવે છે. જ્ઞાની-જ્ઞાનસ્વરૂપે રમણ કરે છે ત્યારે કંઈ આકૃતિ બદલાતી નથી. તેમની આત્મીયતા આત્મલાભ સાથે જગત જીવોને આત્મભાવનું પ્રદાન કરે છે. ૧૦૦ * કૃતસાગરનાં બિંદુ Page #112 -------------------------------------------------------------------------- ________________ ભાવ જેટલો વધુ પવિત્ર, વધુ સૂક્ષ્મ, તેટલી તેની શુભ અસર પ્રગટ થવાની છે. સ્વભાવની શુદ્ધતાની અલ્પાધિકતા સાથે જીવનની ઉન્નતિનો કે અવનતિનો આધાર છે. આત્મશક્તિ અમાપ છે, અચિંત્ય છે, અને અનંત છે અને તેથી તે શાશ્વત અને શુદ્ધ છે. શરીરની રચના કર્મના પુદ્ગલો - કાચા માલમાંથી થયેલી છે, તેથી તે નશ્વર છે. આવો બોધ થયેલ જીવને ભૌતિક જગતનું આકર્ષણ છૂટી જાય છે. શુદ્ધાત્મા જ પ્રાપ્તવ્ય છે તેવી દઢ રુચિ સમ્યગુદર્શનને ઘાતક છે. સ્વાધીન કે સર્વસંગ પરિત્યાગીને આત્માનો અનુભવ થાય છે. ૦ સૂત્રોનો પ્રભાવ કેમ જણાતો નથી ૦ મહર્ષિઓએ કહ્યું કે - 0 “જિન થઈ જિનવરને આરાધે તે સવિ જિનવર હોવે રે.” ૦ “ઈક્કોવિ નમુક્કારો જિણવર વસહસ્સ વદ્ધ માણસ્સ.” 0 “સંસાર સાગરાઓ તારેઈ નવ નારી વા.” ૦ “એસો પંચ નમુક્કારો સવ્વ પાવ પણાસણો.” આ વિધાનો સત્ પુરુષોએ નિરૂપણ કર્યા છે. તેથી તે સત્ય જ હોય, છતાં એ પ્રમાણે બનતું જોવામાં કેમ આવતું નથી અથવા વિપરીત કેમ બને છે ? “જિન થઈ જિનવરને આરાધે તે સવિ જિનવર હોવે રે,” જિનવરને આરાધતા કોઈ જિનવર થતાં કેમ જોવામાં આવતા નથી ! હે સુજ્ઞ ! જિનવરને આરાધવા એટલે હૃદયમાં વસાવવા, સર્વસ્વ અર્પણ કરવું. મન વચન કાયાના યોગ તેમાં જોડી દેવા, જિનવરના વિરહાગ્નિમાં બળવું. તેમની આજ્ઞામાં વર્તવું. જિન થવું એટલે પાત્ર થવું. જિનવર તો વીતરાગ છે. નિઃસ્પૃહ છે, હિતસ્વી છે તેમને ભજવામાં આટલી શરત શા માટે ? તારી વાત તદ્દન સાચી છે. તેઓ નિઃસ્પૃહ છે એટલે તને સાચો રાહ બતાવે છે. લોભ લાલચમાં રોકતા નથી. હિતસ્વી છે માટે તેને પ્રારંભમાં જ સંસારના પ્રપંચથી મુક્ત થવા એ સર્વે વિધાનો બતાવ્યાં છે. જિન થવા મૂલ્ય ચૂકવવું પડે. એક ધનપતિ થવા કે યશકીર્તિ તત્ત્વ મંથન * ૧૦૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ મેળવવા તું શું ચૂકવે છે ? અહીં તો તારે જિનપતિ થવું છે તેનું મૂલ્ય ચૂકવવું પડે. એ સર્વે મૂલ્યો તારા હિતમાં છે. રોગને મૂળમાંથી નષ્ટ કરનારા છે. આ કાર્ય એક જન્મનું નથી તેથી તાત્કાલિક ફળ દેખાતું નથી. માટે ધૂણી ધખાવીને સર્વસ્વનું સ્વાર્પણ કરીને જો કે પછી તને શું પ્રાપ્ત થાય છે ? “ધાર તલવારની સોહલી દોહલી, ચૌદમા જિન તણી ચરણ સેવા. ધાર પર નાચતા દેખ બાજીગરા સેવના ધાર પર રહે ન દેવા” જીવ ! હવે તને સમજાયું ને ? તલવાર ઉપર બાજીગરો નાચી શકે તે તો સહેલું છે, પરંતુ જિનવરની સેવા કઠિન છે. કારણ કે મનગમતો સંસાર અને સંસારના પદાર્થ ત્યજવા પડે છે. સૌ પ્રથમ તો પ્રભુને હૃદયમાં વસાવવા પડે. જે હૃદયમાં પવિત્રતમ પ્રભુને વસાવવા હોય તે હૃદયમાંથી મલિનતા, વાસના, કૂડો, કચરો, અહમ્, મમત્વ દૂર કરવા પડે. પ્રભુમય બની પ્રાર્થના વડે તે કચરો દૂર થવો સંભવ છે. - સર્વસ્વ અર્પણ કરવું પડે. પ્રભુ અનંત ગુણાત્મક છે, તેમને તારા જડ પદાર્થો ખપે નહિ. તારે તારા શુદ્ધ ભાવને પ્રભુને અર્પણ કરવો પડે. અશુભ વિચારો, વાણી વિલાસો, અને વિકારોરહિત, નિસ્પૃહ ભાવે અર્પણ થવું પડે, તે પ્રારંભમાં કઠિન છે. પરિણામ સુખદ છે. મન, વચન, કાયાના ત્રિવિધ યોગ જોડવા પડે. મન પ્રભુની આજ્ઞામાં, તન સંયમમાં અને વચન મૌનમાં રહે. ત્રણે યોગ પરમ તત્ત્વ સાથે જોડાય ત્યારે જિન થઈ જિનવરની આરાધના થાય. પતિપરાયણ સતીને પતિના વિયોગનો વિરહાગ્નિ કેવો સંતાપ પેદા કરે છે ! તેમ તું જ્યાં સુધી પ્રભુપરાયણ બને ત્યાં સુધી વિરહાગ્નિમાં તપીને કર્મોને અંતરાયોને નષ્ટ કરીને પરમાત્માના દર્શન અવશ્ય પામીશ. “ઈક્કોવિ નમુક્કારો” વર્ધમાન સ્વામીને કરેલો એક નમસ્કાર પણ જીવને તારે છે. જીવે નમસ્કાર તો ઘણા કર્યા. લાખો જપ કર્યા, છતાં તરવાનું લક્ષણ કેમ જણાતું નથી ? હે સુજ્ઞ ! નમસ્કાર તો કર્યા પણ તેમાં જે વિધાન જોઈએ તે ચૂકી ગયો. નમસ્કાર મંત્ર તારક જ છે તેવી પરમ શ્રદ્ધાનો અભાવ, ૧૦૨ : શ્રુતસાગરનાં બિંદુ Page #114 -------------------------------------------------------------------------- ________________ અનાસક્ત ભાવ, પૌદ્ગલિક પદાર્થોમાં સુખબુદ્ધિની મંદતા, લોકોત્તર ભાવના, જેવાં પૂરક પરિબળોની ત્રૂટિ હોવાથી મંત્ર ફળવાન ન થયો. સમય, સ્થાન, એકાગ્ર ચિત્તની નિયમિતતા પણ તેમાં આવશ્યક છે. એ આરાધન સમયે પણ ચિત્ત ઉપર મોહનું સામ્રાજ્ય તો વ્યાપેલું રહ્યું. અંતરંગ વૃત્તિના વહેણને પૌદ્ગલિક પદાર્થોથી પાછું વાળીને આત્મસત્તા પ્રત્યે ઝુકાવવું જોઈએ. તેની પાત્રતા નમસ્કાર મંત્રની આરાધનાને સફળ બનાવે છે. ભલે તેને માટે થોડા જન્મો ચૂકવવા પડે, પણ કોઈ એક જન્મે કાર્ય સિદ્ધિ અવશ્ય થાય. “એસો પંચ નમુક્કારો સવ્વપાલ્વ પણાસણો.’’ પંચ પરમેષ્ઠિને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરે છે, અર્થાત્ વિશ્વમાં નવકારમંત્રથી નાશ ન પામે તેવી કોટિનું પાપ નથી તો પછી જીવોનાં પાપો-દુઃખો નાશ પામતાં કેમ નથી ? ભાઈ ! તું જ વિચાર કે તારી જીવનચર્યામાં તને જેટલો અસહ્માં પાપમાં વિશ્વાસ છે તેટલો નમસ્કારમંત્રમાં વિશ્વાસ છે ? ડગલેપગલે માયાચાર, પ્રપંચ આદરે અને તેનાથી લાભ થાય છે તેમ માને તો તને નવકાર કેવી રીતે ફળે ? નવકારમંત્ર અર્થશાન વગર ગણે છે, તે તો કદાચ ફળથી વંચિત રહે, પરંતુ સવિશેષ તો શ્રદ્ધા અને સંવેગરહિત ગણે છે તેથી નવકારમંત્ર ઉત્તમ ફળદાયક છતાં જીવો શુભ ભાવના સંસ્કાર સુધી કથંચિત પહોંચે છે. તેમાં વળી લૌકિક ભાવ હોય તો મંત્ર પાપનાશક બનતો નથી. નવકાર મારો પ્રાણ છે, તેમાં જ મારું હિત છે તે શ્રદ્ધા, મારે અન્ય પ્રકારો ત્યજી આ જ આરાધન કરવા જેવું છે તેવો સંવેગ ભાવ હોય તો ભૂમિકા પ્રમાણે નવકા૨-નવપદ ફળે. શાન પંચપરમેષ્ઠિના સ્વરૂપનું, તેમના ગુણોનું સૂક્ષ્માતિસૂક્ષ્મ જ્ઞાન ધરાવે, પરંતુ પાપથી રહિત થવા માટે મારે આ જ સાધન છે તેવું આંતરિક · કે શ્રદ્ધા ન થાય તો પણ નવકાર મુક્તિદાયક થતો નથી. યદ્યપિ નવકારમંત્રની સાધનામાં અન્ય અંગો છે. સંયમ, તપ, અનાસક્તિ, લોકોત્તર માર્ગની રુચિ સવિશેષ ભાવશુદ્ધિ છતાં સંભવ છે કે ઘણા સંક્લેષ પરિણામ થાય, દુર્વિચારથી ઘેરાઈ જાય ત્યારે નિરંતર નવકારમંત્ર રટણ કરવાથી તેની તીવ્રતા જરૂર ઘટશે. કર્મસત્તાનાં મૂળ ઢીલાં કરવાં અને આત્મશક્તિને કાર્યશીલ બનાવવી. તેવા સમયમાં જેમ જૂના ઘરની જગાએ નવું ઘર ઊભું કરનારને જૂના ઘરના બધા જ તત્ત્વ મંથન ૧૦૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ કાટમાળને દૂર કરવો પડે, પોતે પણ બહાર નીકળવું પડે તેમ કર્મસત્તાના કાટમાળને ખસેડી, મારાપણાના ભાવને છોડે ત્યારે તે જ જગાએ જેમ નવા સુંદર મકાનનું સર્જન થાય છે તેમ ધર્મસત્તાનું સર્જન થાય છે. 0 સુખપ્રાપ્તિ-દુઃખમુક્તિ ૦ અરિહંત પરમાત્માએ પ્રકાશ્ય છે કે જ્યાં સુધી સંસારપરિભ્રમણ મટે નહિ, ત્યાં સુધી દુઃખનો અંત થાય નહિ. તેઓ સ્વપુરુષાર્થ વડે સર્વકર્મથી મુક્ત થઈ અવ્યાબાધ સુખ પામ્યા અને જગતના જીવોને કર્મમુક્ત થવાનો માર્ગ બતાવ્યો જે માર્ગ આરાધીને જીવો દુઃખરહિત થયા, વર્તમાનમાં થાય છે, ભવિષ્યમાં થશે અને અનંતસુખને પામ્યા, પામે છે, અને પામશે. અરિહંત પરમાત્મા દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનો પારમાર્થિક ઉપાય પ્રત્યક્ષ જાણે છે. અધિકારી જીવો તેમના કહેવાથી જાણે છે. અરિહંત સર્વજ્ઞ કે તેમના આજ્ઞાધારી સિવાય એવો પારપાર્થિક માર્ગ જેઓ બતાવે છે તે શ્રદ્ધેય નથી. તેવા અપૂર્ણ જ્ઞાનીઓના માર્ગે ચાલવામાં અકલ્યાણ છે. સર્વજ્ઞ બતાવેલો માર્ગ કષ્ટપૂર્ણ હોય તોપણ તે આદરણીય છે. અજ્ઞાનીનો કે અલ્પજ્ઞાનીનો બતાવેલો માર્ગ સુખદ લાગતો હોય તો પણ તે અનાદરણીય છે. સર્વજ્ઞના માર્ગને અનુરૂપ સંયમાદિ બતાવવામાં આવે તેમાં અનાભ્યાસને કારણે તે પ્રારંભમાં કષ્ટદાયક લાગે છતાં પરિણામે તે સુખકર્તા છે. અજ્ઞાની જનોની દૃષ્ટિ સાચા માર્ગ પ્રત્યે નથી. પ્રશંસા, અપેક્ષા કે અનુયાયીઓનાં સંખ્યાબળ પ્રત્યે તેમની દૃષ્ટિ છે. પોતે આત્મજ્ઞાનના ધારક નથી. દુઃખમુક્તિનો સાચો ઉપાય તેઓ જાણતા નથી. પોતે સંયમાદિમાં શિથિલ હોય એવાં કારણોથી સમૂહને સંયમાદિ કરવા જેવાં નથી. આંખ બંધ કરી બેસો, જ્ઞાન કરો. આંખ ખોલો તો શાસ્ત્ર સ્વાધ્યાય કરો, જ્ઞાન કરો, એ જ સાચું છે. સમૂહ પણ બે મણની તળાઈમાં સૂતા ધર્મ કરવા માગે છે તેને આવું ગમી જાય છે પણ આ પદ્ધતિ ભવભ્રમણ વધારનારી છે. સ્વાધ્યાય-શ્રવણથી શાસ્ત્રનું અર્થજ્ઞાન થાય પણ શ્રદ્ધા, સંવેગ, સંયમ, જેવા સાધનનું સેવન ન હોય તો વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ તે સમજ્યો નથી. શ્રદ્ધા આદિ રહિત અંતઃકરણનું સામર્થ્ય જ વૃદ્ધિ પામતું નથી. અંતઃકરણ ભાવ, ઉપયોગરૂપ છે. તે સિવાયના સાધન-ક્રિયા દ્રવ્યક્રિયા છે. ભાવ અને વ્યક્રિયા ઉભય તે તે સ્થાને યોગ્ય છે. ૧૦૪ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૬. શ્વતમહ મખિલ સર્વ લોકૈક સાર ) શાસ્ત્રમહિમા શાસ્ત્રનો સ્રોત, - શ્રુતસરિતાની જન્મોત્રી તીર્થંકર પરમાત્માનો વચનબોધ છે. સાગર સમાં એ વચનોને ગણધરોએ પોતાના માનસપટની ગાગરમાં ઝીલ્યા અને ઉપશમ સ્વરૂપ એવા મુનિજનોએ જગતના જીવોના કલ્યાણ માટે ગ્રંથારૂઢ કર્યા. જિનવાણી અનંત અનંત ભાવ, ભેદ, નય અને પ્રમાણોથી યુક્ત છે. તીર્થંકરના વિરહકાળમાં સમસ્ત વિશ્વના જીવોને હિતકર છે. ભવોદધિથી તરવાને નાવ સમાન છે. અલ્પમતિ જનો તેનો તાગ પામી ન શકે પણ પ્રભુવચનના વિશ્વાસે જીવ પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. આ કાળમાં જિનવાણી સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે. “જિનવરની વાણી મોહવલ્લી કૃિપાણી પ્રણમો હિત આણી મોક્ષ તણી એ નિશાણી.” સંસાર પરિભ્રમણનું કારણ મોહ છે, જિનવરની વાણી એ મોહની વેલને જ છેદી નાંખવા સમર્થ છે. “શાસ્ત્રો પરમ શ્રદ્ધેય છે. સર્વજ્ઞ સર્વદર્શી શ્રી તીર્થંકરદેવ કથિત શાસ્ત્રો એ સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિનું સાધન છે.” શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુવડે જેઓ ત્યાગ કરવા લાયક અને આદર કરવા લાયક પદાર્થોને નિરંતર સમ્યગ્ પ્રકારે જુએ છે તેઓ આ વિશ્વમાં ચક્ષુવાળા છે. વિશ્વમાં જ્ઞાન એ પ્રકાશ છે. અજ્ઞાન એ અંધકાર છે.” માનવજન્મ મળ્યો, અન્ય સામગ્રી મળી છતાં અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયેલો અભિશાપને જ આધીન છે. આંખવાળો હોય પણ અજ્ઞાન હોય તો સોનું કે પિત્તળ, હીરો કે કાચનો ભેદ જાણતો નથી, તે જ પ્રમાણે અજ્ઞાની પોતાના હિતાહિતને જાણતો નથી. ધર્મશાસ્ત્રો અખંડ સત્યને દેશકાળના ભેદથી રજૂ કરતા મણકા છે. તે શાસ્ત્રો જિજ્ઞાસા અને શ્રદ્ધાને પુષ્ટ કરનાર ઉત્તમ કારણ છે, ભલે શાસ્ત્રો સત્યના અંશને પ્રગટ કરે, પરંતુ તે શાસ્ત્રોના શ્રુતજ્ઞાન વડે પાત્ર “શ્રતમ: અખિલ સર્વ લોકેક સાર” x ૧૦૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ જીવો પોતાને અનુભવની એરણ પર ચઢાવી પૂર્ણતા પ્રાપ્ત કરે છે. અંશની પ્રતીતિ વડે પૂર્ણમાં લઈ જનારા આ સત્તાસ્ત્રોનો મહાન ઉપકાર વ્યવહાર જીવનમાં પણ અંધાપાનું દુઃખ અતિ કઠિન છે. ધર્મજીવનમાં અજ્ઞાનરૂપ અંધકાર વર્તમાન જીવનને અતિ દુઃખદાયી બનાવે છે. ચક્ષુનો અંધાપો આ જન્મ પૂરતો દુઃખદાયી છે, અજ્ઞાનનો અંધકાર કોણ જાણે કેટલીયે જિંદગીઓને ભરખી જશે ? સંસારમાં અનેક પ્રકારની પાપલીલાઓ અજ્ઞાનને કારણે ચાલી રહી છે. પરંપરાથી ચાલ્યું આવતું અજ્ઞાન કેટલાંયે કષ્ટોની પરંપરા સર્જે છે તેનું જ્ઞાન કરાવવા શાસ્ત્રો અને શાસ્ત્રકારો સમર્થ છે. મિથ્યાજ્ઞાન તો દૂર રહો પરંતુ હિતાહિતનું અજ્ઞાન પણ ભયંકરતા સર્જે છે. અભક્ષ્યાહાર, પાપાચરણયુક્ત વ્યાપાર, હિંસાદિ કૃત્યો, દુરાચરણ પરિણામે દીર્ધકાળનાં દુ:ખને આમંત્રણ. ૦ એ ભયંકરતાથી બચવાના ઉપાય ? ૦ સાચી સમજ, સમ્યગુજ્ઞાન એ એકમાત્ર ઉપાય છે. શાસ્ત્રોની કાર્યશીલતા સમ્યજ્ઞાન કરાવવાની છે. સમ્યજ્ઞાન કોને કહેવું ? આ કાળમાં જેટલા મત તેટલા પંથ છે. ત્યાં સમ્યગૃજ્ઞાન કોને કહેશો ? દરેક પોતાના મતને જ્ઞાન કહેશે. તે બરાબર નથી. જેમ કુશળ માનવ વ્યવહારમાં પોતાનું અહિત થાય તેવા પ્રસંગો કે પ્રકારોથી દૂર રહે છે. તેમ પરમાર્થ ક્ષેત્રે કસોટી છે કે જેનાથી આત્મહિત થાય તેવું જણાય તે સમ્યગૃજ્ઞાન, આત્મઉત્થાન પ્રત્યે ન લઈ જાય તે અજ્ઞાન. જેનાથી માયા-પ્રપંચ વધે, આગ્રહ-દુરાગ્રહ વધે, મૈત્રીને બદલે વાડાબંધી વધે, મારું સાચું છે તેના આચારને બદલે પ્રચાર વધે, અધ્યાત્મના પરિણામને બદલે વાણીવિલાસ વધે, બાહ્યાડંબર દ્વારા ભોળાજનોને ધર્માભાસ પ્રત્યે લઈ જવામાં આવે. સાચા સાધકને આમાંનું કંઈ અભિપ્રેત નથી. આ કાળમાં સર્વજ્ઞ પરમાત્માની શુદ્ધ પરંપરાએ જે શાસ્ત્રો મળ્યાં તેનો સઉપયોગ કરવો. આ કાળમાં સશાસ્ત્રો નથી તેમ ભ્રમ ન કરવો. જો કે સમ્યજ્ઞાન કોને કહેવું તે પ્રશ્નની જેમ અહીં એ પ્રશ્ન થશે કે સત્શાસ્ત્રો કોને કહેવાં ? આ કાળ પૂર્ણ કેવળજ્ઞાનીની ઉપસ્થિતિનો નથી. ક્ષયોપશમ કે ૧૦૬ * શ્રુતસાગરનાં બિંદુ Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ સ્વરૂપ નિઃસ્વાર્થ ગીતાર્થજનોએ ઉત્સૂત્રતાના પાપને લક્ષ્યમાં રાખી જે શાસ્ત્રોનું નિરૂપણ કર્યું તે આપણે માટે શ્રદ્ધેય છે. “જે શાસ્ત્રો જગતમાં જેવું છે તેવું સ્વરૂપ જણાવે છે અને જે શાસ્ત્રનું એક પણ વચન પ્રત્યક્ષ જગતથી વિરુદ્ધ જતી એક પણ વાતનું સમર્થન કરતું નથી તે શાસ્ત્રો સર્વજ્ઞ પરમાત્માનાં કહેલાં છે. જેમાં જગતનું સત્ય સ્વરૂપ બતાવવા માટે સ્યાદ્વાદનો આશ્ચય છે. એકાંત નિરૂપણ નથી. તે શાસ્ત્રકારોનાં શાસ્ત્રો પરમ શ્રદ્ધેય છે.” વળી જે શાસ્ત્રો હિંસા જેવાં કાર્યોને ધર્મમાં સામેલ કરે તેને ધર્મ તરીકે સમજાવે તો તે શાસ્ત્રો સર્વજ્ઞપ્રણીત સિદ્ધ થતાં નથી. હિંસા સર્વ દેશ અને સર્વ કાળે સર્વ જીવો માટે સ્વ-પર અહિતકર અને અનિષ્ટક છે. આવા અન્ય નિવેદનો અસત્ય અને અશ્રદ્ધેય છે. એકાંત દુરાગ્રહ રહિત નિત્યાનિત્ય, શુદ્ધા-શુદ્ધ, નિત્ય પરિણામી જેવા પદાર્થના સ્વરૂપને સ્યાદ્વાદશૈલીથી નિરૂપણ કરનારાં શાસ્ત્રો સભ્યજ્ઞાનના અમૂલ્ય ખજાનાથી ભરેલાં છે. પાપી પોતાના પાપથી દુ:ખ ભોગવે છે, તે પાપી પ્રત્યે પણ અનુકંપા અને પાપ પ્રત્યે સજાગતા તે શાસ્ત્રનો હેતુ છે. લોકોત્તર વ્યવહાર છે. પાપીને સજા કરવાનો ઇજારો લૌકિક વ્યવહારનું ન્યાયતંત્ર છે. ૦ અનુકંપા જેવાં ધર્મો સીમાબદ્ધ કેમ થયાં ? ૦ કોઈપણ જીવનો વધ કરવો, તેના પ્રાણનો ઘાત કરવો, તેને રિબાવવો, તેવી હિંસા મહા અધર્મ છે. કોઈ પ્રકારે તેને ધર્મ કહેવો તે અજ્ઞાન છે. ધર્મને નામે ચઢાવીને હિંસક કાર્યોને પણ અહિંસામૂલક ગણાવવાં તે અજ્ઞાન છે. તે અસનિરૂપણ છે. આવાં વિધાનો કેવળ જૈનેતરો માટે છે તેમ આંખ આડા કાન ન કરવા. એથી કર્મ ભૂલથાપ ખાતું નથી. એક સમય એવો હતો કે રેશમનાં વસ્ત્રો નિર્દોષ મળતાં હતાં. જંગલમાં કોશેટા ઝાડ ફરતા તાર બાંધતા, તે આદિવાસીઓ લઈ આવતા તેમાંથી રેશમ બનતું. આજે માંગ વધી, મોહ વધ્યો. આજે એક મીટર રેશમ બનાવવામાં સાતથી દસ હજાર કોશેટાને પાણીમાં ઉકાળવામાં આવે છે. તે જાણવા છતાં છકાય જીવની રક્ષાવાળા પણ જાહેરાત કરે કે રેશમી વસ્ત્ર પહેરી પૂજા વિધિ વગેરે કરો, પ્રસંગે તેઓ પણ ધર્મને પાને ચઢાવી તેવાં વઓનો (ઉપકરણ માટે) ઉપયોગ “શ્રુતમ: મખિલં સર્વ લોકૈક સારમ્' × ૧૦૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ કરે, તો તે વિચારણીય છે. તે પ્રમાણે કસ્તૂરીનો ઉપયોગ ધર્મક્રિયામાં ઉત્તમ દ્રવ્ય તરીકે થાય છે. આજે તેની માંગ વધી, શ્રીમંતાઈ વધી એવાં દ્રવ્યોનો ઉપયોગ વધ્યો. મૃગને મારીને જે વસ્તુ મળે તેને ઉત્તમ દ્રવ્ય કેવી રીતે કહેશો ? તે પ્રમાણે વરખનો પ્રશ્ન, અંબર જેવા પદાર્થો માછલીના કલેજામાંથી મેળવાય છે. મોતી બનાવવામાં પણ ઘણી જ હિંસા છે. આવા પ્રશ્નો દયાનું મૂલ્ય વૃદ્ધિ પામે તે માટે વિચારણીય છે. પાંજરાપોળના જીવોને છોડાવવા જેટલી દયા સંકુચિત નથી. તેનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. સશક્ત અને અશક્ત બંને જીવો તેનું ક્ષેત્ર છે. જે કાળે તે પદાર્થો નિર્દોષ મળતા હતા તે કાળે તે વસ્તુનો ઉપયોગ થતો, તે જ વસ્તુઓ જ્યારે જાહેરમાં આવી કે એ સર્વે પદાર્થોમાં ઘણો દોષ છે. હિંસા છે, ત્યારે તેને સ્થાને બીજાં સાધનો યોજવાને બદલે, ધર્મને નામે તેનો બચાવ કરવમાં શું હિત છે ? તે વિચારણીય છે. કદાચ એમ માનવામાં આવતું હોય કે ગૃહસ્થને સ્વરૂપ હિંસા, સ્થાવર હિંસાનો દોષ હોય છે. છતાં તેમાં જયણા ધર્મ બતાવ્યો, અને ત્રસકાય જીવની હિંસા ન કરવી તેવો ધર્મ બતાવ્યો. આગળ બતાવ્યા તે સર્વ પ્રકારો ત્રસ, અને પંચેન્દ્રિય જીવોની હિંસાને લગતા છે. ગૃહસ્થજીવન ઘણાં પાપોથી ભરેલું છે તેમાં આ પાપ ખપી જશે કે ઉમેરો થશે ? કર્મ ભૂલથાપ ખાશે કે ધર્મને નામે છે જવા દો. ગૃહસ્થને તેનું પાપ ન લાગે ? ' અરે ધર્મક્રિયા શુદ્ધ હોય, પાપદોષરહિત હોય અને જીવના પરિણામ દોષસહિત હોય તો પણ તે દુર્બાન મનાય છે, અને અશુભ કર્મ બંધાય છે માટે ધર્મક્રિયા દ્વારા અને એ પ્રસંગોથી જ સાચું શિક્ષણ મળવું જોઈએ. ગૃહસ્થ પોતાના સંસારના પ્રસંગોમાં જે કંઈ આવા પદાર્થો વાપરે છે, તેમાં તેનો રાગ છે તેથી દોષ છે. જેટલો રાગનો ભાગ છે તેટલો પદાર્થોની હિંસાનો દોષ છે. તેમ ધાર્મિક પ્રસંગોમાં પણ કંઈક શુભ ભાવ હોય અને વિશેષ અયતના હોય તો વિચારણીય છે. શ્રી શત્રુંજય તીર્થમાં શ્રી આદેશ્વર દાદાને શેરડીના રસથી પ્રક્ષાલન થતું, તે રસ જ્યાં એકઠો થતો, છાંટા ઊડતા ત્યાં દિવસો સુધી કીડી જેવાં જંતુઓનો નાશ થતો. ઘણાં વર્ષો સુધી આના પ્રતિબંધનો વિવાદ ૧૦૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #120 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યો. કીડીઓના પુણ્ય, કે પાપથી બચવાના ભયે તે વિધિમાં પ્રતિબંધ મૂક્યો. તેથી સમાજને કે ધર્મને કંઈ હાનિ થઈ નહિ. અષ્ટપ્રકારી આદિ પૂજા વિધિનું માહાત્મ્ય પૂર્ણપણે જળવાવું જોઈએ. તે તે ક્રિયાઓ જીવને ભાવ પ્રત્યે લઈ જનારી છે. પ્રક્ષાલપૂજા, પુષ્પપૂજા વગેરે જે તે સ્થાને યોગ્ય છે. આ પ્રશ્નો એટલા માટે વિચારણીય છે કે આનો વ્યાપ વધતો જાય છે. વિવેકશૂન્યતા પણ વધતી જાય છે. પ્રતિમાજીને પુષ્પ ચઢાવું, પુણ્ય કમાઉં, પણ પગ તળે ચગદાતાં પુષ્પોને વાંકો વળીને યોગ્ય જગાએ મૂકવાનો ઉપયોગ જવલ્લે જ જોવામાં આવે છે. ચંદન-કેસરમાં પણ વિવેક રાખી દુર્વ્યય અટકાવવો જરૂરી છે. આ પ્રશ્નો સૂક્ષ્મ રીતે વિચારણીય એટલા માટે છે કે આવાં કારણો સામાન્ય માનવને દયાહીણો બનાવી નહિ દે ? ધર્મક્ષેત્રે આનો વિચાર થશે તો કર્મક્ષેત્રે એ જ શ્રાવક વિચારતો થશે. અગર તે મનને મનાવી લેશે કે ધર્મક્ષેત્રે બિનજરૂરી અતિશય દિવા શોભા આપે છે. હજારોના ખર્ચે પુષ્પોથી સુશોભન કરવામાં આવે છે. તો સંસારના પ્રસંગે પણ વટ પાડી દઈએ ? ધર્મક્ષેત્રે કરીએ તો પુણ્ય થાય તેવો ભ્રમ સેવે, અને સંસાર ક્ષેત્રે તે કંઈ ઓછું કરે તેવું જવલ્લે જ બને. ધર્મ પ્રસંગો જ પ્રતીક બનવા જોઈએ. પૂજા સિવાય સુશોભન જેવામાં પુષ્પોને બદલે અન્ય સુશોભન, રેશમી વસ્રને બદલે અન્ય શુદ્ધ વસ્ત્રો એમ કંઈક પ્રયોગ કરે તો તે સંસારના ક્ષેત્રે પણ પહોંચે. ભવ્યાત્માઓ કંઈ વિચારતા થાય અને વિવેકશીલ બને. આ કોઈ આખરી મંતવ્ય નથી પરંતુ અનુકંપાની ભાવના વિસ્તૃત બને તે માટે વિચાર વિનિમય માટે પ્રસ્તુત કરેલ છે. “આંખો ધોખો ખાઈ જાય તે બને, બુદ્ધિ દગો આપે તે બન્ને પણ સર્વજ્ઞ પરમાત્માનું વચન કે વચનોના સમૂહરૂપ શાસ્ત્રો ત્રણ કાળમાં કોઈ એક પણ જીવને દગો દેતું નથી, એટલું જ નહિ પરંતુ સગી મા કરતાં પણ સવાયા હેતથી તેની આંગળી ઝાલનારા જીવને હેમખેમ સંસારથી પાર કરે છે.” ૦ શાસ્ત્રો એટલે સર્વજ્ઞ પરમાત્માનો બોધ ૦ “આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ ત્યાં આધાર સુપાત્ર” “શ્રુતમ: મખિલં સર્વ લોકૈક સારમ્' × ૧૦૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રાભ્યાસનું ફળ : ૧. હું ઘણું જાણું છું, સમજું છું, એવો અહંભાવ ઘટતો જાય. ૨. જો શ્રદ્ધા સહિત શાસ્ત્રાર્થ સમજે તો મન શુદ્ધ અને વિશાળ બનતું જાય. ૩. હૃદયમાં કોમળતા આદિ ભાવો જાગે. પ્રાણીમાત્રનું હિત જોવામાં અને આત્મભાવે સેવા કરવામાં પ્રવૃત્ત રહે. ૪. ક્ષણભંગુર અને અનિત્ય એવા સંસારની વસ્તુઓની મોહમાયા નીકળી જાય. ૫. સમગ્ર સૃષ્ટિમાં જે મહાન ચૈતન્યશક્તિ વહી રહી છે તેને આત્મવત્ માનવાથી જીવનમાં સાચી શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થાય. દોષોને નિંદવા વડે અહંભાવ ગળે, ગુણગ્રહણતા વડે મનની વિશાળતા વધે, અને ચતુઃ શરણ વડે જીવમાત્ર પ્રત્યે આત્મીયતા થાય. જ્યાં સુધી જીવને પોતાપણાનો રાગ છે ત્યાં સુધી તે પોતાના દોષને જોઈ શકતો નથી. જ્યાં સુધી વૈષ છે ત્યાં સુધી તે અન્યના ગુણને જોઈ શકતો નથી. યદ્યપિ સર્વથા રાગદ્વેષરહિત ગુણોને યથાર્થપણે જાણવાની શક્તિ વિતરાગ પુરૂષમાં હોય છે. - રાગ-દ્વેષ જોડકા બંધુ છે. વૈષની ઉત્પત્તિનું મૂળ રાગ છે. આવા કપરા રાગદ્વેષના મૂળને છેદવાનું એકમાત્ર સાધન જ્ઞાન છે. જ્ઞાન દર્શન વડે કાર્યશીલ થાય છે. દર્શન એટલે ચિત્તશુદ્ધિ, તે સંયમ વડે થાય છે. સંયમ અહિંસાદિના પાલનથી ટકે છે. અંધારામાં પડેલી દોરડી પૂરા દેહમાં રહેલા આત્મપ્રદેશોમાં સર્પના ભ્રમથી ભય પેદા કરે છે, અજવાળામાં પડેલો જીવતો સર્પ એટલો ભય પેદા કરતો નથી કારણ કે અજવાળું તમારી હામ છે કે યોગ્ય જગાએ ખસી જઈશું. અંધકારમાં કલ્પિત સર્પનો ભય વિશેષ હતો કારણ કે ક્યાં ખસી જવું તે દેખાતું ન હતું. આ પ્રમાણે સંસારરૂપી રાત્રિમાં અજ્ઞાનના અંધકારમાં અનેક ભયો રહેલા છે. જ્ઞાન પ્રકાશ થતાં સંસાર તો એનો એ જ છે પણ તેમાં ક્યાં ખસી જવું, લેપાવું નહિ તે સમજાય છે. સંસારનો ઉદય હોય ત્યાં સુધી જે કંઈ કરવું પડે તે રાગાદિરહિત જ્ઞાન પ્રકાશ વડે કરે ૧૧૦ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #122 -------------------------------------------------------------------------- ________________ તે સંસારને ક્ષીણ કરે છે. જ્ઞાન એને કહે છે કે રાગદ્વેષ સમયે હાજર રહી રાગદ્વેષ થવા ન દે, એવી પ્રતીતિ વર્તે. માટે શ્રુતજ્ઞાનના સ્વાવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. પછી પરપદાર્થરૂપ ઇન્દ્રિયો, મન તેના દ્વારા થતી વૃત્તિ અને પ્રવૃત્તિને મર્યાદામાં લાવવી. મતિજ્ઞાનના ઉપયોગને આત્મસન્મુખ કરવો. વચમાં ઊઠતા વિકલ્પોમાં ઉપયોગને ભેળવવો નહિ. તેમ વિકલ્પ રહિત થતાં આત્મા અનુભવાય. શ્રદ્ધાય તે સમ્યજ્ઞાન – સમ્યગદર્શન છે. | સર્વ પરપદાર્થોથી આત્મા જુદો છે તેવું શ્રુતજ્ઞાન વડે જાણીને વારંવાર તેનું ચિંતન કરવું. પરદ્રવ્યની રુચિ ટળે જ્ઞાનસ્વરૂપમાં રુચિ થાય ત્યારે પુરુષાર્થ ઊપડે છે. સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના થાય. તીવ્ર જિજ્ઞાસા પ્રગટે એનો મહિમા આવે સ્વરૂપ પ્રાપ્તિનો નિર્ણય થાય. o સમ્યગુ દર્શન ૦ રત્નત્રયમાં પ્રથમ સ્થાને, નવપદમાં છઠ્ઠા સ્થાને સમ્યગદર્શન છે. અર્થાત વસ્તુનું યથાર્થ દર્શન. વિશ્વમાં મૂળ ઉપાદેય વસ્તુ એક જ છે આત્મા.” જેનું દર્શન સમ્યફ નથી તે આત્મા હર પળે કર્મબંધથી બંધાતો જાય છે. ભવભ્રમણને આડે બંધ સમ્યગદર્શન વડે થાય છે. ભવભ્રમણનો બંધ મિથ્યા દર્શનથી થાય છે. મનુષ્યનાં સઘળાં અંગ સાજાં હોય પણ જો તે ચક્ષુહીન હોય તો તેનું જીવન દુઃખમય છે, તેમ સમ્યગદર્શનરહિત આત્મા અનંત દુ:ખનું ભાજન બને છે. દર્શનરહિત જીવનનો અંધાપો જીવને મોહગ્રસિત બનાવે છે, તેથી તે જીનવાણીથી અને જીવતત્ત્વથી દૂર રહે છે. સમ્યગુદર્શનનો મહિમા ભવના છેદ કરવાના સામર્થ્યનો છે. મિથ્યાદર્શનના પરિચયે જીવ અનાદિકાળથી રખડ્યો. તે મિથ્યાદર્શન તથારૂપ સ્વરૂપ પ્રતીતિ થતાં સમયમાત્રમાં જાત્યાંતર થઈ સમ્યગુદર્શન રૂપે પ્રગટ થયું તેને નમસ્કાર હો. તે નમસ્કારમાં અવિરતિ સમ્યગૃષ્ટિ, દેશવિરતિ સમ્યગૃષ્ટિ અને સર્વવિરતિ તથા અરિહંત સિદ્ધ સર્વને નમસ્કાર થઈ જાય છે. કારણ કે તે સર્વ ભૂમિકાએ સમ્યગદર્શનથી માંડીને કેવળદર્શન સુધીનો મહિમા . આવી જાય છે. તમે જૈનદર્શનની ઉદારતા તો જુઓ ! પાપ કરનાર પાપી જો કૃતમઃ અખિલ સર્વ લોકેક સાર” x ૧૧૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ તીવ્ર રસથી પાપ ન કરે તો સમ્યગૃષ્ટિ આત્મા પણ તેનો ગુણ પ્રમોદ કરે છે. પાપ તીવ્ર ભાવે ન કરે એટલે શું ? પાપબુદ્ધિથી પાપ ન કરે. સંસારસુખ ભોગવે છતાં આસક્ત નહિ. એનો અંતરંગ આદર તો મુક્તિ પ્રત્યે છે એથી તે ભવમુક્તિના આરાધકો પ્રત્યે અત્યંત પ્રમોદ રાખે છે એ પાપપંકમાં ઊભો છતાં તેનું મુખ સમતિ સન્મુખ છે. સંસારમાં આસક્ત નથી પણ સંતુષ્ટ છે. જેના હૃદયમાં સમ્યગદર્શનનો નિવાસ છે, તે મહાત્માઓના હૃદયમાં મુક્તિના સાધકોનું અપૂર્વ સ્થાન છે અને આ જ સાધકોનો સ્વયં મહિમા છે. સર્વાત્મમાં સમદષ્ટિ એ સમકિતનું ઝળકતું મૂલ્ય છે. સમકિતવંત આત્માને અન્ય જીવો આ તત્ત્વ પામે તેઓ પ્રમોદ છે. પરમાર્થપંથીનો નાનો સરખો ગુણ પણ તેમને સંતોષ આપે છે. કારણ કે તે ગુણો દ્વારા તેઓ સાધકો સાથે આત્મીયતા માણે છે. પાપબુદ્ધિ કે પાપની તીવ્રતા ઘટે છે, તેમ તેમ ઉત્તમ પુણ્યની વૃદ્ધિ થાય છે. પાપના પ્રક્ષાલનથી જીવમાં નિર્ભયતા પેદા થાય છે. અહિંસાના પાલન વડે અન્ય જીવરાશિમાં આત્મવત્ ભાવ થાય છે. સત્યના પાલન વડે સૌમ્યતા આવે છે. અચૌર્યના પાલન વડે સંતોષ જન્મે છે. બ્રહ્મચર્યના પાલનથી સાધક સંયમી બને છે, પરિગ્રહની મૂચ્છના ત્યાગથી મહાપાપથી નિવૃત્ત થાય છે. આમ પાપ પલાયન થતાં પુણ્ય અર્થાત્ સાત્ત્વિકતા વડે ભાવશુદ્ધિને સાધ્ય કરી સમ્યગદર્શનને પ્રગટ કરે છે. જેને આ દર્શનની પ્રાપ્તિ નથી થઈ તે અનંત દુઃખનું ભાજન છે. સમ્યગદર્શન વગરનું જ્ઞાન પણ અજ્ઞાન છે તે પણ મહાદુઃખનું કારણ છે. સમ્યગદર્શન થતાં જ્ઞાન સ્વયં સમ્યજ્ઞાન બને છે. તે જ્ઞાન વડે કેવળજ્ઞાન સુધીની યાત્રા નિર્વિને થઈ જીવ શિવત્વ પામે છે. દુષ્કૃત્યની ગર્તાથી પાપ ક્ષીણ થાય છે. સુકૃતની અનુમોદનાથી ઉત્તમ પુણ્યનો સંગ્રહ થાય છે. જે સમ્યગદર્શનની પ્રાપ્તિમાં કારણ બને છે. તમે સુકૃતનું હાર્દિક અનુમોદન કરો, વિશ્વનાં તમામ સુકૃત્યોમાં તમારો ભાવ ભાગીદાર બને છે. સમ્યગ્દષ્ટિ એટલે તત્ત્વગ્રાહી-સારગ્રાહી દૃષ્ટિ. સમ્યગૃષ્ટિ દરેક પ્રસંગે, દરેક નિમિત્તે આત્મહિતકર તત્ત્વને શોધી લેવાની વિચક્ષણતા – કુશળતાવાળો હોય છે. કારણ કે તેને તત્ત્વનું યથાર્થદર્શન છે. તે યથાર્થદર્શન મોહનું મારણ ભવનું તારણ, અને વિભાવનું મારણ છે. ૧૧૨ : શ્રુતસાગરનાં બિંદુ Page #124 -------------------------------------------------------------------------- ________________ તે માટે તત્ત્વની અપૂર્વ શ્રદ્ધાને સમ્યગ્ગદર્શન કહ્યું છે. બાહ્ય પ્રકારના ઔપચારિક અનુષ્ઠાનો કે રુચિ કથંચિત વ્યવહાર સમકિત સુધી લઈ જાય પણ જો નિશ્ચય સમકિતનું કારણ ન બને તો તે વ્યવહાર સમકિત પણ જીવને હિતકર નથી. નિશ્ચય સમકિતની પ્રાપ્તિ જીવના પ્રબળ પુરુષાર્થથી થાય છે, તે પહેલાં દેવાદિનું શ્રદ્ધાન વગેરે હોય છે પરંતુ આત્મતત્ત્વ રુચિની મુખ્યતા વગર એવો પુરુષાર્થ ઊપડતો નથી કે જે નિશ્ચય સમકિતપણે પ્રગટ થાય. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છતાં મિથ્યાત્વ સહિત હોવાથી તે સમ્યગદર્શનને ઉપકારી નથી. આ ગુણને આવરનારું કારણ દર્શનમોહનીય કર્મની તીવ્રતા છે. ત્યાં સુધી નવ પૂર્વનું જ્ઞાન કે ક્રોડ પૂર્વનું ચારિત્ર પણ મિથ્યાદર્શન-જ્ઞાન રૂપ મહર્ષિઓએ કહ્યું છે માટે સમગ્ર શક્તિ વડે સર્વ અનુષ્ઠાનના ભાવને એ દિશામાં લઈ જઈ પુષ્કળ પુરુષાર્થ વડે સમ્યગુદર્શન પ્રાપ્ત કરવું. સમ્યગુદૃષ્ટિ આત્માને શુદ્ધ નિજાત્મા જ આરાધ્ય છે, પૂર્ણ સુખ-આનંદના વેદનથી ભરપૂર સ્વભાવ જેને રુચ્યો તેને જગતના કોઈ પદાર્થો રુચે નહિ. આવા સ્વભાવ સુખનો નિર્ણય અને સંવેદન તે સમ્યકત્વ છે. શુદ્ધાત્માનું જ્ઞાની પાસે શ્રવણ કરવું. મનન કરવું અને નિદિધ્યાસન વડે સંવેદન કરવું તે સમ્યકત્વનું અનુષ્ઠાન છે. નિશ્ચયનયના વિષયભૂત શુદ્ધાત્માને ભૂલવો તે મહામોહજન્ય મૂઢ દશા છે. વ્યવહારનયના આશ્રયે અશુદ્ધાત્માને એકાંતે સત્ય માનવો તે અજ્ઞાનતા છે. અંતરમુખ થઈ ઉપયોગને સ્વભાવનો આશ્રય કરાવવો, પરપદાર્થનો આશ્રય છોડવો તે શુદ્ધોપયોગ ક્રિયાત્મક છે. તેના નિમિત્તે પ્રગટ થતું સમ્યગદર્શન શુદ્ધ પરિણતિ – અવસ્થા છે. શુદ્ધોપયોગ સાધના છે શુદ્ધ પરિણતિ સાધ્ય છે માટે શુદ્ધાત્માનો દ્રવ્ય, ગુણ, પર્યાયથી નિર્ણય કરી તેમાં જ સ્થિર થવું તે મોહક્ષયનો ઉપાય છે. એવા શુદ્ધાત્માનો બોધ અને પરિણમન કરાવે તે જ્ઞાન છે. વીતરાગ ભગવાનનાં દર્શન કરવાં એટલે તેમના જ્ઞાનમય આત્માનાં દર્શન કરવાં. અરિહંતનું આવું દર્શન આત્માનું સહજ દર્શન બને છે. સ્વાભાવિક અહિંસા, તપ, સંયમ શુદ્ધ આત્મદ્રવ્યની જ અવસ્થાઓ છે. આત્મા સ્વભાવથી જ જ્ઞાનગુણથી ભરપૂર છે. તેથી તે નિરંતર શ્રુતમઃ અખિલ સર્વ લોકેક સાર” x ૧૧૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાનંદ ચિદાનંદનો અનુભવ કરે છે. જ્ઞાન સ્વયે સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે. અજ્ઞાની પર સાથે જ્ઞાનની એકતા કરે તો તેમાં આત્મપ્રસિદ્ધિ થતી નથી. માટે જ્ઞાન-ઉપયોગને સ્વસમ્મુખ કરી આત્માને જાણવો. આત્માને લક્ષ્ય બનાવીને આરાધન કરવું. જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે તે આત્મા અનંત ગુણયુક્ત છે એ જ્ઞાન પરને જાણે ત્યારે પણ જ્ઞાન આત્મા સાથે એકરૂપ છે. પરને જાણે પણ પરરૂપ થાય નહિ એ જ્ઞાન જ્યારે અભેદ આત્માનું લક્ષ્ય કરી એમાં જ ઉપયોગને જોડશે ત્યારે તે અભેદરૂપ થશે. વ્યવહારથી ભેદ ભલે હો. પરંતુ લક્ષણ અને લક્ષ્ય એક રૂ૫ થતો અભેદસ્વરૂપ આત્મા અનુભવમાં આવે છે. ૦ અધ્યાત્મ અને સ્વ-પરહિત ૦ અધ્યાત્મ એટલે આત્મહિતની સાધના. એનો અર્થ એટલો કે એવો સંકુચિત નથી કે જે સ્વાર્થમાં લઈ જાય. વાસ્તવમાં “હિત” શબ્દ ખૂબ વિશાળ, વ્યાપક અને વિકાસશીલ છે. જેમાં મારું હિત કે તારું હિત, મારા તારાના ભેદોની કલ્પિત સત્તા ત્યાં છે નહિ. આંતરિક વિચારોની શુદ્ધિ આત્મ શક્તિમાં સંકલિત થાય છે, ત્યારે જીવન સત્યથી પ્રકાશિત બને છે, ત્યાં મારાતારાના કલ્પનાજનિત ભેદ ક્યાંથી હોય ? હિતનો અર્થ છે વિકાસ કે આત્મશક્તિના પુરુષાર્થનો સાચો ઉપયોગ, તેમાં નિમિત્ત છે જગતના અન્ય જીવો. કારણ કે માનવજીવનમાં સ્કૂલ કે સૂક્ષ્મપણે અન્ય જીવોની સહકારિતા રહેલી છે. તે પ્રત્યેનો કૃતજ્ઞતાનો ભાવ જે વિવેક પેદા કરે છે તે વિકાસ છે. સ્વ-પરનું હિત એ ઢાલની બે બાજુ જેવા છે, તે અન્યોન્ય નિરપેક્ષ નથી. ઉપાદન-શક્તિને કેળવવામાં પણ ઉત્તમ મહાત્મા, પરમાત્મા આદિનો કેટલો સહકાર છે. અન્ય જીવોના કે મહાપુરુષોના ઉપકારનો બદલો આપણે કેવી રીતે વાળશું ? જગતના જીવો દુઃખમુક્ત કેમ બને ? પરમોન્નતિ કેમ સાધે ? તેવા સર્વોત્તમ ભાવ વડે જીવનને આગળ વધારવું. તે માટે સ્વને બદલે સર્વેને કેન્દ્રમાં રાખવાનું ગુરુગમથી જાણી લેવું. આરાધકે આરાધનાની વાસ્તવિકતા માટે મોહનો ક્ષયોપશમ પ્રથમ કરવો જરૂરી છે. અહમ – (હું) મમત્વ (મારું)ની પકડ જેમ છૂટે તેમ કર્મનું જોર ખૂટે, ત્યારે આરાધના લક્ષ્યાંકનું ફળ બને. લુહારના હથોડા ૧૧૪ * શ્રુતસાગરનાં બિંદુ Page #126 -------------------------------------------------------------------------- ________________ કે સાધન વડે કાપડ ન સિવાય તેમ પૌગલિક સંસ્કાર વડે કર્મના સમૂહને દૂર ન કરાય. આરાધના સમયે વૃત્તિમાં ઊઠતા વિકારોના સૈન્યને દૂર કરવાનું લક્ષ્ય ન થાય તો અનાદિનો એ સંસ્કાર પ્રબળ બની અંતરાય ઊભો કરશે માટે અંતરંગ શક્તિનું વહેણ બદલવા પંચપરમેષ્ઠિનું શરણ સ્વીકારવું. કારણ કે તે નિરંતર વહેતું અબાધિત પ્રેરક તત્ત્વ છે. આત્મકલ્યાણ એ સ્વાર્થજનિત તત્ત્વ નથી. “આપણે માટે આત્મ કલ્યાણ જરૂરી છે, પરકલ્યાણ થાય તો કરો” આવી વિચારણાએ એવું વલણ પેદા કર્યું કે પરહિતચિંતા જે માનવજીવનની ઉત્તમતાનું લક્ષ્ય હતું, તીર્થકર જેવા પદનું દ્યોતક હતું, તે વિસરાઈ ગયું. આત્મકલ્યાણમાં ચિત્ત શુદ્ધિની દૃષ્ટિએ લોકસંપર્કથી દૂર રહેવું તે સાપેક્ષ વિચરાણા છે. તેનો અર્થ એ ન હતો કે પરહિતચિંતા એ પરપંચાત હોઈ આત્મકલ્યાણને ઘાતક છે. વાસ્તવમાં આપણું કલ્યાણ અને અન્યનું કલ્યાણ જુદું નથી. બરણીમાં ભરેલા ગોળ કે ડબ્બામાં ભરેલા ગોળના ગળપણમાં તફાવત નથી. પરહિતચિંતા રહિત આરાધના ““આત્મવત્ સર્વ ભૂતેષુ''ના ઉચ્ચતમ આરાધક ભાવથી લોકોને વંચિત કરવાનું દુઃસાહસ છે. આત્મકલ્યાણ અને પરકલ્યાણ પ્રાથમિક ભૂમિકાના જીવો માટે પોતાની ભાવશુદ્ધિ માટે સાપેક્ષ છે. સ્વ-પર કલ્યાણમાં ભેદ નથી. ભેદબુદ્ધિ કે ભેદજ્ઞાન પોતાના દેહાદિનું મમત્વ દૂર કરવા માટે છે. આત્મભાવના વિકાસ માટે સંપૂર્ણ જીવતત્ત્વને લક્ષ્યમાં રાખી અભેદતા કેળવવાની છે. એકાંગી ભેદજ્ઞાન એ મિથ્યાજ્ઞાન છે, તેવા સ્થૂલબુદ્ધિમાનોએ પરમાત્મ તત્ત્વના માહાભ્યને ગૌણ કર્યું. “પરમાત્મા નિરંજન છે, તે આપણું કંઈ ભલુ કરતા નથી.” તેવો ભ્રમ પેદા થયો, ભલે તેઓ કર્તાભાવથી મુક્ત છે. પરંતુ તેમનું અસ્તિત્વ જ ઉચ્ચતમ શક્તિયુક્ત છે કે તેઓ કંઈ કરે નહિ તો પણ તેમના સ્મરણમાત્રથી જીવની શક્તિઓને વિકસવાની સહાય મળે. સાચા અર્થમાં તેઓના પૂર્ણ શુદ્ધ થયા પછી જ સતધર્મનો પ્રસાર થાય છે. બંધાયેલો અન્યને કેવી રીતે મુક્ત કરી શકે ? પરમાત્માનું અસ્તિત્વ તમારી ભાવનાને પ્રેરક છે. તેમના સ્મરણ અને આજ્ઞાપાલન વડે તેનું અસ્તિત્વ સ્વરૂપ લક્ષે તમારા સંવેદનમાં આવે છે. “શ્રુતમઃ અખિલ સર્વ લોકેક સારમુ” * ૧૧૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૦ અધ્યાત્મ અને ધ્યાન ૦. અધ્યાત્મ જીવનમાં ધ્યાનની શક્તિ અગત્યની છે. વાસ્તવિક નિર્જરા ધર્મધ્યાનાદિથી થાય છે. અધર્મ કે અશુભધ્યાન વડે સંસારનું સાતત્ય પ્રબળ બને છે. ધર્મ ધ્યાનાદિ વડે સંસારનો નિસાર છે, હવે કેવળ મન કે ચિત્તને જ ધ્યાનનું મુખ્ય કારણ માનીએ તો સંસારના પ્રાણીમાત્રને ચિંતન કરવા માટે મન નથી. મન કેવળ સંજ્ઞી પંચેન્દ્રિયને હોય છે તો પછી એકેન્દ્રિયાદિ જીવોનો સંસાર કોના આધાર પર હોઈ શકે ? તેનું કારણ આર્તધ્યાન હોય તો કયા મન વડે તે આર્તધ્યાન કરી શકે ? આવા પ્રકારનો સૂક્ષ્મ અભ્યાસ ન હોવાથી ધ્યાનને કેવળ ચિત્તનો, ચિત્તશુદ્ધિનો, ચિત્તની એકાગ્રતાને શુભધ્યાનનું સ્વરૂપ માની, કેવળ ચિત્ત ઉપર જ ભાર મૂક્યો, પરંતુ ચિત્તશુદ્ધિ માટે બીજા આચારો જોઈએ તેની ઉપેક્ષા થઈ. એવું ધ્યાન કથંચિત થોડી એકાગ્રતા લાવે પરંતુ ધ્યાનરૂપ બની કર્મક્ષયનું કારણ ન બને. ધ્યાન : આત્મશક્તિના જ્ઞાનાદિ પ્રવાહને બહિર્મુખ થતો અટકાવી અંતર્મુખ બનાવે છે. તેનું કોઈ પણ સાધન બહિર્મુખ ન બને તેવી સજાગતા તે ધ્યાનની આરાધના થઈ. અગ્નિના સંયોગે પાત્રમાં ઊકળતા પાણીના પ્રદેશો ઉપરનીચે થયા કરે છે તેમ આત્મદ્રવ્યના અસંખ્ય પ્રદેશોમાં મન, વચન, કાયાની યોગજન્ય પ્રવૃત્તિથી પ્રતિ સમયે સ્પંદન થાય છે, આવું અવિરત સ્પંદન તે ચંચળતા છે. તેનાથી કાર્મણવર્ગણાના પુદ્ગલો, આત્મામાં રાગાદિ પરિણતિના આધારે આકર્ષાઈને આત્મપ્રદેશોમાં સ્થાન લઈ લે છે. પ્રકૃતિરૂપે સ્વયં પરિણમે છે પરંતુ આત્મ પ્રદેશો અને કર્મ પરમાણુ એક ક્ષેત્રે હોવાથી આત્માને તે પ્રકૃતિઓનું આવરણ થાય છે. આત્મદ્રવ્ય નિત્ય અખંડ અને ધ્રુવ છે. જો તેના પ્રદેશોમાં ચંચળતા ન હોત તો કાર્મણવર્ગણાને પેસવાની જગા ન મળત, તો આત્મા કર્મથી લેપાઈ ન જાત, જેમ લોખંડનો ગોળો ઘન છે. પરંતુ સ્થિર પડ્યો છે તેમાં અગ્નિનો પ્રવેશ થતાં ટિપાઈને તેના ઘાટ ઘડાય છે, તેમ આત્મપ્રદેશો ઘન અને સ્થિર હોવા છતાં યોગજન્ય પ્રવૃત્તિથી સ્પંદન પામીને ચંચળતાના દોષથી કામણવર્ગણાને ગ્રહણ કરી છે. આત્માની શક્તિ મન, વચન, કાયા દ્વારા બહિર્મુખ થાય છે. ન બધાનની માં ઉક ૧૧૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #128 -------------------------------------------------------------------------- ________________ રાગાદિના અશુભધ્યાને સંસાર ઊભો થાય છે. ચંચળતાની તીવ્રતાને કારણે કર્મોના પુદ્ગલો આત્મપ્રદેશો સાથે વધુ ને વધુ પ્રવેશ પામે છે. આત્માની યોગજન્ય બહિર્મુખી ચંચળતા તે અશુભ ધ્યાન, તે ચંચળતા ઘટે તેમ તેમ આત્મા અશુભ ધ્યાનથી દૂર થઈ શુભધ્યાનમાં આવે. મન, વચન, કાયાના ત્રણે યોગને સ્થિર કરવામાં આવે ત્યારે આત્મપ્રદેશો અપેક્ષાએ સ્થિર થાય, તો અશુભ ધ્યાન નષ્ટ થાય, પણ આ સ્થિતિ તો ચૌદમાં ગુણસ્થાનકની છે પરંતુ જીવ જ્યારે અધ્યાત્મ સન્મુખ થાય છે ત્યારથી સ્થિરતાનો આંશિક પ્રારંભ થાય છે. જે ભૂમિકાએ યોગજન્ય પ્રવૃત્તિની સર્વથા નિગ્રહની ભૂમિકા ન હોય, ત્યારે આત્મશક્તિને અશુભ પ્રત્યે જતી અટકાવવા યોગોની પ્રવૃત્તિને શુભ માર્ગે વાળવી. કદાચ જ્ઞાનના ક્ષયોપશમના આધારે ચિંતનશક્તિ વિકસી હોય તો પણ મનની વાસનાઓ ઊઠે ત્યારે ચિંતન જ કેવળ તેને રોકી નહિ શકે માટે ચિંતન સાથે કાયા અને વચનને સંયમાદિ દ્વારા કેળવ્યાં હોય તો મનને વશમાં કરી શકાય. યોગજન્ય પ્રવૃત્તિમાં વધુ પ્રબળતા મનની છે. છતાં તે મન કાયાના અધ્યાસ જેટલું જૂનું નથી. કાયાનો અધ્યાસ કે મમત્વ ન છૂટે ત્યાં સુધી મનથી કરેલા ચિંતન આદિ ક્યાં સુધી ટકશે ? ક્વચિત પંચેન્દ્રિય યુક્ત કાયામાં મળતા આ મન સાથે આટલો બધો સંઘર્ષ શા માટે ! સાથે સાથે કાયાનો સંયમ કેળવવો તે શુભધ્યાનની પ્રાથમિક ભૂમિકા કપડાનો મેલ કાઢવો છે, તો પ્રથમ તેને ભીનું કરવું પડે છે. ત્યાર પછી સાબુના પરમાણુઓ તેમાં એકમેક થાય છે, શુદ્ધ સાબુ અને અશદ્ધ કપડું બંને પ્રારંભમાં મિશ્ર થાય છે. ત્યાર પછી સાબુના પરમાણુઓ કપડાના મેલને છૂટો પાડી દે છે, ત્યાર પછી સાબુ પણ તે લિન થયો હોય છે, તે વળી પાણી વડે કાઢી નાંખવાથી કપડું સ્વચ્છ થાય છે. તે પ્રમાણે મલિન મનને પ્રથમ નવકાર જેવા અવલંબનમાં જોડવું પડે છે. તે પહેલાં મનને ભક્તિ જેવા સાધન વડે ભીનું કરવું પડે છે, ત્યાર પછી નવકારનો ભાવ તેમાં ભળે છે. નવકારનો ભાવ ભળવાથી મનની મલિનતા દૂર થાય છે. એ મલિનતા દૂર થવાથી “શ્રતમ: અખિલ સર્વ લોકૈક સાર” x ૧૧૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ નવકારનું તક્ષણ કાર્ય પૂરું થવાથી મન આત્મભાવમાં લય પામે છે. સાધનાનો આ ક્રમ સેવ્યા વગર, કે તે તે પ્રકારોને સુજ્ઞ જનોના ઉપદેશથી જેટલા વેગથી જીવ છોડી દે છે, તે વળી જ્યારે સમજ પેદા થાય છે, ત્યારે વધુ પુરુષાર્થથી તે માર્ગમાં પુનઃ આવવું પડે છે. પ્રાથમિક ભૂમિકાના આ અનુષ્ઠાનોનો ભક્તિ આદિનો ત્યાગ કરવાથી, તેનો અપલાપ કરવાથી કે ““પૂર્વે એવા નિમિત્તો મળ્યા હતા છતાં કંઈ કામ થયું નહિ માટે હવે પોતાનો આત્મા પરમાત્મા, પોતાનો આત્મા જ ગુરુ, અન્યના નિમિત્તની જરૂર નથી.” એવું કહેનારાને હજી આત્મા પરમાત્મારૂપે પ્રગટ અનુભવમાં આવતો નથી. જે સપ્તમ ગુણસ્થાનકે નિશ્ચયથી ઉપાદાનની પરિણતિ કાર્યસાધક છે. ત્યાં નિમિત્ત માત્ર હાજર હોય છે. પરંતુ તમારે તે પહેલાના ગુણસ્થાનકે પ્રશસ્ત નિમિત્તની જરૂર નથી, એવી વાતો અજ્ઞાનની વૃદ્ધિ કરનારી છે. ઉપાદાન અને નિમિત્ત બંને પોતપોતાના સ્થાને મહત્ત્વના છે. પ્રાથમિક ભૂમિકાએ નિમિત્તનું માહભ્ય હોવું જોઈએ. ઉપાદાનના કાર્યરૂપ પરિણતિની કાર્યશીલતાનું ઘડતર તે વખતે પ્રશસ્ત નિમિત્તથી થાય છે, માટે તે ભૂમિકાએ નિમિત્તથી પ્રધાનતા માનવી યથાર્થ છે. સાતમા ગુણસ્થાનક કે આગળની ભૂમિકાએ નિમિત્ત દ્વારા ઉપાદાનમાં કાર્યશીલતારૂપ પરિણતિની પરિપક્વતા થયેલી હોઈ ઉપાદાનનું મહત્ત્વ માનવું. જીવમાત્રના કે પદાર્થના ઉપાદાનમાં શક્તિ તો રહેલી છે, માટી તળાવ ઉપર પડી છે, પરંતુ કાર્યસિદ્ધિ થતી નથી. તે સમયના નિમિત્તથી કાર્યશીલતા પ્રગટ થાય છે. આરાધનાનો માર્ગ પણ તેમ છે. સ્વઃ ઉપાદાનનું કાર્ય દેખાય છે, તે ઘડો તૈયાર થયા પછીની હકીકત છે, ઘડાનું ઘડતર ઘડો થતાં પહેલાં નિમિત્તની કાર્યશીલતાના સહકારથી છે. ચરમદેહી મહાત્માઓનું અંતના ભવમાં સ્વપુરુષાર્થના બળે પોતાના ઉપાદાનમાં કાર્ય સિદ્ધ થતું દેખાય છે તે સર્વે મહાત્માઓને તે પહેલાની ભૂમિકાએ નિમિત્તોની કાર્યશીલતાનો સહકાર મળ્યો હોય છે. ૦ ઉત્તમતા તરફ આગળ વધો ૦ વર્તમાનમાં આધુનિકતા વિકસતી જાય છે. આહારાદિ, વસ્ત્રાદિ, ગૃહાદિ, પ્રસંગો વગેરેમાં માનવને નિત નવીનતા ગમે છે. તેમાં તે જીવનના શક્તિ અને સમયને ખર્ચે છે. છતાં જીવનના ઉત્તમ મૂલ્યો માટે જીવનની તે શક્તિઓને પોતાના વિચાર-વિવેકને જે દિશામાં વાળવા ૧૧૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #130 -------------------------------------------------------------------------- ________________ જોઈએ તેના માટે માનવ જવલ્લે જ વિચારે છે. કદાચ રુચિ અનુસાર અલ્પાધિક ધાર્મિક ક્રિયા કરે, તેવા પ્રસંગોમાં ધનાદિનો વ્યય કરે પરંતુ વિચારશક્તિનું વહેણ જે ઉત્તમતા તરફ લઈ જવું જોઈએ તેમાં તેની અલ્પતા રહી છે. જીવનની સાચી દિશાનો નિર્ણય ન હોવાથી કે આત્મદષ્ટિ ન હોવાથી જીવનની શક્તિનો વાસ્તવિક ઉપયોગ કરવાને બદલે એ જ જૂની પદ્ધતિઓમાં “અંધો અંધ પલાયના ન્યાયે મનાતો વિકાસનો પંથ જ અવરોધરૂપ બની જાય છે. આ પરિસ્થિતિનું સર્જન સ્વરૂપનું લક્ષ્ય ચૂકી જવાથી થયું છે. શુદ્ધ સ્વરૂપનું ભાન જ કર્મસત્તાના મૂળને દૂર કરશે. શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય અજ્ઞાનદશાની હયાતિમાં કરવાનું છે માટે પ્રબળ પુરુષાર્થની આવશ્યકતા છે. શુદ્ધ દશાને પામેલા પંચપરમેષ્ઠિનું સ્મરણ તે લક્ષ્યને દઢ કરવામાં સહાયક છે. નમસ્કાર મહામંત્રનું સ્મરણ આપણી શક્તિઓને સાચી દિશામાં વાળવાનું બળ આપી સ્વરૂપ લક્ષ્યનો નિર્ણય દેઢ કરાવે છે. કારણ કે પંચ પરમેષ્ઠિઓ જ શુદ્ધાત્માનું સ્વરૂપ છે. રૂઢિગત પ્રણાલિઓ સાથે જે જીવન જોડાઈ ગયું છે, તે યંત્રવત્ બનતું જાય છે. બાહ્ય ક્રિયામાં નવીનતાનો પુષ્કળ ઉમેરો થતો જાય છે. આંતરિક અવસ્થામાં ઉત્થાન થતું નથી. બાહ્ય આધુનિકતાથી સંસારી ખુશ અને સાધક પણ ખુશ ? તેમાં જેમ સંસારીને આત્મલાભ નથી તેમ સાધકને કે કોઈને પણ નથી. માટે રૂઢ થયેલા વિભાવ ભાવને અભાવનું લક્ષ્ય બનાવી મન શુદ્ધિ, સમભાવ, જેવા ઉત્તમ મૂલ્યોનું સ્થાપન કરવું. આત્માને પરભાવથી મુક્ત કરવો. ૦ તત્ત્વપ્રતીતિ ૦ સમ્યમ્ શ્રદ્ધાનો સાર તત્ત્વપ્રતીતિરૂપ છે. ઉપયોગ અન્ય પદાર્થને જાણવામાં રોકાય ત્યારે પણ આ પ્રતીતિ કાયમ રહે છે. રામ દશરથના પુત્ર હતા અને સીતાના પતિ હતા. જ્યારે પિતા સાથે સંપર્કમાં હોય ત્યારે પતિ તરીકે પ્રતીતિ હોય છે. ' છદ્માસ્થ – સંસારીને તત્ત્વપ્રતીતિ શ્રુતજ્ઞાનને આધારે હોય છે. જ્ઞાની અન્ય પદાર્થોને પ્રતીતિ સહિત જાણે છે, છતાં તે પદાર્થો તેમને પ્રયોજનભૂત નથી. તેથી તત્ત્વની શ્રદ્ધામાં જીવાદિ સાત તત્ત્વોને શ્રદ્ધાન કહ્યું છે. “શ્રુતમઃ મખિલ સર્વ લોકેક સારમું” * ૧૧૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ પુણ્યાતિશયો વડે શ્રી અરિહંતનું, તપ સંયમાદિ વડે ગુરુજનોનું અને અહિંસા વડે ધર્મનું માહાત્મ્ય જાણે, પરંતુ આત્મલક્ષે દ્રવ્ય-ગુણ-પર્યાય વડે તેઓનું માહાત્મ્ય આવે ત્યારે તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. આથી દેવાદિ તત્ત્વત્રયને યથાર્થપણે જાણે, તે જીવાદિતત્ત્વોને યથાર્થપણે જાણે પછી હેય ઉપાદેયની યુક્તિથી સ્વ-પરના ભેદનું ચિંતન કરી, એક આત્માને જ ગ્રહણ કરે ત્યારે આત્માનુભૂતિ થાય છે. તેમાં આશ્રવ નિરોધ, સંવર નિર્જરાનું સેવન, ભેદ વિજ્ઞાન સહિત તત્ત્વ પ્રતીતિથી આત્માનુભવ થાય છે. નિજ શુદ્ધાત્માનું અભેદરૂપથી જ્ઞાન કરવું, શ્રદ્ધા કરવી અને તેમાં લીન થવું તે નિશ્ચય રત્નત્રય છે, તે જ રીતે સમ્યજ્ઞાનદર્શન ચારિત્રસ્વરૂપ આત્માને ગ્રહણ કરવો નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. રત્નત્રયીને અભિન્ન જાણે તે વ્યવહારમોક્ષમાર્ગ અને આત્માને અભિન્ન જાણે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, આવો વ્યવહાર નિશ્ચયનું કારણ છે માટે ઉપાદેય છે, અને નિશ્ચય એ વ્યવહારનું ફળ છે માટે તે ઉપાદેય છે. સર્વજ્ઞદેવ વિણ દર્શન નહિ, નિગ્રંથ ગુરુ વિણ જ્ઞાન નહિ. ધર્મ વિણ ચારિત્ર નહિ એ આપણો મુદ્રાલેખ છે. હું એક સ્વાધીન તત્ત્વ છું તેવો વિવેક જન્મે, સૂક્ષ્મ વિચારણા કરે, તો બાહ્ય જગતથી તેના પદાર્થોથી પ્રભાવિત થયેલ આપણી શક્તિઓ એ પરાધીનતામાંથી મુક્ત થઈ અભેદ આત્માનું દર્શન કરે તેને માટે નિરંતર જાગૃતિ એ ઉપાય છે. સંસારમાં જ વ્યસ્ત જીવથી એ કેવી રીતે બને ? જો આ પ્રશ્ન સાચી જિજ્ઞાસામાંથી જન્મ્યો હોય તો તેનો ઉપાય સરળ છે. દિવસ દરમિયાન અમુક સમયે થોડી નિવૃત્તિ લેવી અને અંતરમાં સત્યનું સંશોધન કરવું. જ્યાં સત્ય સમજાય ત્યાં તરત જ તે પ્રમાણે `આચરણની દૃઢ ભાવના કરવી. દા.ત. તમે એકાંતમાં જ્યારે આવું સંશોધન કરો અને સમજાય કે મારી જીવનપદ્ધતિમાં મને વારંવાર આવેશ આવે છે, માયા થઈ જાય છે. અહંભાવ ઊઠે છે, ત્યારે પેલી સત્યની સમજણ દ્વારા નિર્ણય કરવો કે મારે એવી ક્ષુદ્રતામાં જવું નથી હું શુદ્ધાત્મા છું. શક્તિનો પુંજ છું. સમતાથી ભરપૂર છું અને પ્રાર્થના જેવા અભિગમથી પ્રભુ પાસે બળ માંગવું. ગુરુજનોના આશીર્વચન માંગવા, સર્વ જીવો પ્રત્યે ૧૨૦ × શ્રુતસાગરનાં બિંદુ Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રેમની ભાવના કરવી. આવા સરળ ઉપાય વડે નિકૃષ્ટ વૃત્તિઓ પલાયન કરશે અને આત્મશક્તિ કાર્યશીલ સિદ્ધ થશે. આપણા જીવનની ચર્ચાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરશું તો આપણને સમજાશે કે આપણામાં કેટલી ક્ષુદ્રતા અને અપૂર્ણતા છે. પુનઃ પુન; પ્રકૃતિને વશ થવું. ઇચ્છાને આધીન થવું બાહ્ય સુખબુદ્ધિને વિવશ થવું. આવી અવદશા જોઈને સાધકને વેદના થાય છે. ત્યારે પરમતત્ત્વ પ્રત્યે આપણી ભાવનાઓને વાળવાની જિજ્ઞાસા જન્મે છે. જ્ઞાની પુરુષોના જીવનથી કે વચનથી આપણે પૂર્ણતાની જિજ્ઞાસા પ્રત્યે વળીએ છીએ, ત્યારે આપણને આપણામાં રહેલા પૂર્ણ તત્ત્વ પ્રત્યે દૃષ્ટિ જાય છે. પરંતુ એ દષ્ટિ ઘણી ઝાંખી હોવાથી આપણે ત્યાં પહોંચી શકતા નથી એથી એ પૂર્ણ સ્વરૂપ દર્શન આપણને દૂરનું લાગે છે. જ્ઞાનીજનોએ જેને આત્મા કહ્યો છે, તેનો આપણને વિશ્વાસ પેદા થયો છે. પરંતુ તેનો અવાજ આપણા અંતઃકરણમાં સ્થાયી થયો નથી. તે માટે આપણે આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવી પડશે કે જે આપણને શુદ્ધતા અને શુદ્રતાનું નિત્યતા અને અનિત્યતાનું, સમતાનું અને વિષમતાનું ભાન કરાવી શકે. જન્માંતરે શરીર બદલાતા છતાં જે સ્થિર અને નિત્ય રહે છે, તે ધ્રુવ તત્ત્વને સર્વશે આત્મા કહ્યો છે. જેની પૂર્ણતાનો પ્રકાશ પરમાત્માપણે પ્રગટે છે. તત્ત્વચિંતકો, શાસ્ત્રજ્ઞો પોકારીને કહે છે તે તેનો પરિચય કર, તેને ઓળખ, તેનો બોધ પ્રાપ્ત કર એ આત્મા જ આપણો મંત્ર, સૂત્ર અને શાસ્ત્ર છે. એને વિસ્તૃત કરીને આપણે દીનહીન થઈ વ્યર્થ “હું”ની આજુબાજુ ચક્કર મારીએ છીએ એમાંથી જન્મ મરણના ચક્કર પેદા થાય છે. તેનાથી મુક્તિ મેળવવાની જિજ્ઞાસાને પરિપક્વ કરવી તે માટે સર્વ સામાન્ય સરળ ઉપાય દુર્ગુણોને દૂર કરવા સગુણોનું સ્થાપન કરવું. જેથી જીવનનું વહેણ બદલાઈ જાય, અને જીવનમાં આત્મશક્તિનું સિંચન થયા કરે. ત્યારે જીવ અધોગામી મટી ઊર્ધ્વગામી બને છે. પરંતુ એક વાત ખાસ સમજી લેવી મુદ્ર સુખમાં પડી રહેવાથી શાતાશીલતામાં રાચી રહેવાથી આવી અદમ્ય શક્તિઓને પ્રગટ થવાનું વહેણ મળતું નથી, તેને માટે આંતરિક બળ, તપ, તિતિક્ષા સાત્ત્વિકતાની જરૂર છે. તે તાત્ત્વિકતા પ્રત્યે જવાનું ચરણ છે. શું માનવચેતનાનું કાર્ય શરીર ભોગ સુધી સીમિત રહેશે ? આપણા જીવન પર આપણા પ્રત્યેક ક્રિયા-કર્મની અસર પડે છે. જીવન ઉન્નત શ્રતમ: અખિલ સર્વ લોકૈક સાર” * ૧૨૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ ભાવે જીવવા માટે છે, તેને શુદ્ર ભારથી ભારે બનાવી વ્યર્થ કરવા જેવું નથી. માનવ જીવનનું દરેક કર્તવ્ય આત્મભાવને પ્રગટ કરતું રહે તો તેની ઉત્તમતા છે. તમે એકાંતમાં વ્યક્તિગત જીવન માણો, તેમાં તમારી પવિત્રતાને ખીલવા દો. ત્યારે પ્રાર્થનાથી ભરપૂર થઈ અંત:કરણને કોમળ, પવિત્ર, અને ઉદારતા જેવા ઉદાત્ત વહેણમાં જોડી દો. પરિવારમાં જીવો ત્યારે સૌની સાથે પ્રેમ અને સરળતાથી જીવો. આગ્રહ ત્યજીને સૌની સાથે સૌમ્યતા કેળવો. બિહારના સમાજમાં જીવો ત્યારે મૈત્રી અને પ્રમોદભાવથી જીવો. આખરે સર્વ જીવ સમૂહના કલ્યાણમાં ઓતપ્રોત બની જાવ પછી અધોગામી વૃત્તિઓનું સ્થાન જ નાબૂદ થશે તમે ઊર્ધ્વગામી બનશો. નિજાનંદની મસ્તીને માણજો. માટીના દેહમાં માંહ્યલો-ચેતનવંતો પ્રાણ ધબકી ઊઠશે. ૦ આધ્યાત્મિક જીવનનો સાર – બોધિ ૦ ઉત્તમ મનુષ્યજીવન પામીને પામવા જેવું સારતત્ત્વ બોધિ છે. સર્વ કાળ માટે તે દુર્લભ મનાઈ છે. કારણ કે અનાદિના અબોધતાના સંસ્કારની જડ મૂળમાંથી છેદવાની છે. દેહાધ્યાસથી ભેદ કરવાનો છે. આ છેદ અને ભેદની જડ ગુરુગમે દૂર થવા સંભવ છે. તે માટે આધ્યાત્મિક જીવનની લગની, જૂના અભિપ્રાયોનું નિરસન કરવાનું છે, જીવને આત્મસ્વરૂપનું ભાન પ્રમાદ અને અજ્ઞાનવશ કઠિન થયું છે તેથી બોધિની દુર્લભતા મનાઈ છે. પરંતુ આ મનુષ્યદેહે આ જન્મની યત્કિંચિત સાર્થકતા છે કે દેવાદિનો યોગ, અંતરંગ રુચિ અને ઉત્તમ નિમિત્તો મળ્યાં છે માટે જીવ ! જાગૃત થા, સત્પુરુષના વચનોમાં વિશ્વાસ કરી લે અને આત્મપુરુષાર્થમાં તત્પર થા. બોધિ આધ્યાત્મિક જીવનનો સાર છે, શ્રદ્ધા અને જ્ઞાન પ્રબળ સત્ત્વ છે, ચારિત્ર તો પ્રાણ છે. એ ત્રણેના અંશનું પ્રાગટ્ય બોધિ છે. બોધિ એ સમાધિનું બીજ છે. સમાધિ મોક્ષનું બીજ છે. બોધિ, જીવનની શુદ્ધિ માટેનું અવલંબન છે. બોધિ એટલે અનાદિકાળના વિપરીત પ્રવાહનું યોગ્ય સ્થાને સંક્રમણ. બોધિ એટલે શુદ્ધાત્માનો અર્ક છે. બોધિ એટલે ઉપશમ-નિર્મળભાવની પાવન સરિતા ૧૨૨ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #134 -------------------------------------------------------------------------- ________________ છે. પરમ સુખ સમાધિ પ્રત્યે લઈ જનાર અમૂલ્ય સાધન છે. જેના સમ્યગદર્શન-સમ્યકત્વ સૂચક નામો છે. બોધિનું સામર્થ્ય આત્માના અનાદરને ચૈતન્ય પ્રત્યેના દ્વેષને, જડ પ્રત્યેના રાગને દૂર કરે છે, ત્યારે જીવ અપૂર્વ આહલાદ અનુભવે છે એ અપૂર્વતા શુદ્ધ સ્વરૂપને પૂર્ણપણે પ્રગટ કરે છે. અર્થાત્ મુક્તિદાયક બોધિ રહિત જીવન એટલે સત્ત્વહીનતા કે દીનતા છે તે શા માટે ? એ વિચારવાનું સ્થાન માનવદેહની આકૃતિમાં છે. બુદ્ધિ એ જ્ઞાનનું એક અપેક્ષિત અંગ છે. પણ તે અણ શોધ્યું કે અવ્યવસ્થિત પડ્યું છે એ અવ્યવસ્થા બાહ્ય જગતમાં નથી પણ માનવના ચિત્તતંત્રમાં છે. ચિત્તની એ અવ્યવસ્થાને જ અસમાધિ કહી છે. ચિત્તની સ્વસ્થતા એ સમાધિ છે. અસમાધિના કારણોને દૂર કરવા સમય અને શક્તિનો સદ્ધપયોગ જરૂરી છે. એમાં કયા વિનો નડે છે ? એ વિનો પણ બહાર નથી. રાગ દ્વેષ મોહ, અજ્ઞાન, સંશય વિપર્યય આદિ વિનો જીવે અણસમજથી પેદા કર્યા છે. જડ ચેતનના ઉભયના વાસ્તવિક સ્વરૂપનો જીવને બોધ થાય તો રાગાદિ ટળે અને સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્રાદિ ગુણો તેનું સ્થાન લે. સંસારી જીવોને અનેક પ્રકારની માંગ હોય છે. હવે માંગો તો રત્નત્રય જ માંગવું, તે માંગ પણ તને પૂર્ણ તૃપ્તિમાં લઈ જનારું સાધન છે. તારા હૈયામાં જેવી લાગણી તેવી માંગણી રહેશે. એ માંગણી મુક્તિની જ હોઈ શકે. તેવી માંગણી વિતરાગ પાસે જ થઈ શકે કે જેઓ આત્યંતિકપણે ઇચ્છા રહિત છે. એટલે પૂરું વિશ્વ પણ કોઈની ઇચ્છાનુસાર નહિ પણ સના નિયમ અનુસાર ચાલી રહ્યું છે. માટે ઇચ્છા રહિત થવાથી ધર્મની તીવ્ર જિજ્ઞાસા જન્મે છે. એવા ધર્મમાર્ગમાં જેને વિશ્વાસ છે તે સમ્યગૃષ્ટિ છે, તત્ત્વદષ્ટિ છે. બોધિ - સમ્યકત્વની પૂર્વ ભૂમિકા જ્ઞાનીના બોધવચન કે શાસ્ત્રાનુસાર પ્રથમ સ્વાત્માના અવ્યાબાધ અને અપરિમિત જ્ઞાન સ્વભાવનું લક્ષ્ય કરે. ઊઠતાં, બેસતાં, જાગતાં, સૂતાં એ સ્વભાવ પ્રત્યે જવાની ભાવના, વિચારો અને એકાંતે ચિંતન કરો. એક લગની સાથે વહેતું એ ઝરણું અંતરંગને ભર્યું કરી દે. એથી “શ્રતમ: અખિલ સર્વ લોક સાર” x ૧૨૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ દેહાદિના વિકલ્પનો રસ તૂટી, સ્વભાવનો રસ ઘૂંટાય. જેથી પરિણતિ - ઉપયોગ પણ ત્યાં જ વળે. ચિંતનમાં અરિહંતના સ્વરૂપનું અવલંબન હો, સિદ્ધ સ્વરૂપનું અવલંબન હો કે ભૂમિકા પ્રમાણે શુદ્ધાત્માની અનંત શક્તિનું અવલંબન હો, એમ વિવિધ પ્રકારે સ્વભાવ તરફ ઉપયોગને પ્રેરવો. પુનઃ પુનઃ આ અભ્યાસ થવાથી કોઈ ધન્ય પળે પ્રથમ એક શુભધારાનું વહેણ વહેતું થશે જે અશુભના અંતરાયોને આંતરતું જશે. ત્યાર પછી એ ધારા-લગની સ્વભાવનું અવલંબન લઈ શુદ્ધતાની એક નાની સરખી રેખા અંકિત કરશે. ત્યારે જ્ઞાન અને રાગની જે મિશ્રતા હતી તેમાં ભેદ પડશે રાગ રાગના પડખામાં વિલીન થશે જ્ઞાન પ્રકાશરૂપે પ્રગટતો રહેશે. કેવી અદ્ભુતતા સર્જાશે ? હવે એ સમજણ દેઢ થઈ છે કે રાગાદિ જ દુઃખની જડ હતી. જ્ઞાનસ્વરૂપી હું સ્વયં સુખનો સાગર છું. રાગનું પરિણમન સ્વતંત્ર છે. મારા સ્વભાવનું પરિણમન સ્વતંત્ર છે. હું તો જ્ઞાન-દર્શન શુદ્ધ તત્ત્વ છું, હું મારા ગુણો વડે મારું કાર્ય કરવા સમર્થ છું. બોધિની પ્રાપ્તિ થતાં હવે સંસાર ક્ષીણ થવાનો પ્રારંભ થઈ જીવ સંસારથી સંપૂર્ણ મુક્ત થાય છે. બોધિ ભાવથી ભાવિત થયેલો આત્મા શું અનુભવે છે ? ઓહો ! અનાદિથી રાગાદિમાં જે જોયું જાણ્યું કે અનુભવ્યું તે તો નર્યું અજ્ઞાન જ હતું. દુઃખથી ભરપૂર હતું. સ્વભાવના સંવેદનનું આવું સુખ ત્યજી મારે હવે શા માટે અન્યત્ર જવું ? નિર્દોષ સુખ અને આનંદ સ્વરૂપ હું છું. રાગાદિ પર્યાય તે મારાથી અત્યંત ભિન્ન છે. હું સ્વાત્મપણે સિદ્ધ છું. નિરંતર આવી ભાવના કરવાથી રાગદ્વેષથી મુક્ત થવાય છે. આ જન્મે આ કાર્યનો પ્રારંભ થાય તો અલ્પ કાળે મોક્ષ પામી આનંદમાં વિચરવાનું થાય. માત્ર એક જ ધ્યેય રાગાદિના દુઃખથી છૂટવું અને સ્વભાવના સુખને પામવું. તે માટે જ્ઞાનીજનોનો સંપર્ક, સત્સમાગમ અવશ્ય ઉપાસવો. સાચી જિજ્ઞાસા તેવા યોગોને મેળવી આપશે. તું કંઈ પણ જાણતો હોય તે ગૌણ કરજે. વિસ્મૃત કરજે. અત્યાર સુધી તેં જે જાણ્યું તે સર્વે અસતું હતું. હવે ૧૨૪ * શ્રુતસાગરનાં બિંદુ Page #136 -------------------------------------------------------------------------- ________________ સને જાણવાનો આ અવસર ક્ષણભર પણ ચૂકતો નહિ. સત્સમાગમે આત્મસ્વભાવ પ્રત્યેની દૃષ્ટિ દેઢ અને નિર્મળ થાય છે. સંભવ છે કે તેમાં કંઈ વિઘ્ન આવે તોપણ મૂંઝાતો નહિ. સર્વજ્ઞ ધિંગ ધણી માથે છે, સત્ પુરુષ સાથે છે. સ્વરૂપરુચિ તારે હાથે છે, હવે મૂંઝવણ શાને ? સર્વ પરિસ્થિતિમાં તારું જ્ઞાન, બોધિનું સત્ત્વ તારી સાથે છે. હવે તારું નિશ્ચયબળ તને ઊર્ધ્વગામી બનાવશે. પોતાના ઉદાત્ત આત્મતત્ત્વને આરાધ્યા સિવાય હવે કોઈ અન્ય સ્થળે ચૈતન્યનો હવાલો આપવા જેવો નથી. બોધિની પ્રાપ્તિનો અમૂલ્ય અવસર આત્મસાત્ કરી લેવો. હવે એક લગની કે – હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન દર્શન મય ખરે, કંઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર જરી અરે ! સમસ્ત વિશ્વ જડ ચેતનાત્મક છે. તેમાં ચૈતન્યની વિશેષતા છે, એ ચૈતન્યનો વિલાસ એટલે સમતા રમણીયતા, ઉર્ધ્વતા, જ્ઞાયકતા આદિ ફૂરણાઓ છે. જડ તત્ત્વ ચૈતન્યના લક્ષણથી વિરોધવાળું હોવાથી ચૈતન્યના અસ્તિત્વને વધુ સ્પષ્ટપણે જણાવે છે. જડ તત્ત્વો સાથેનો એકત્વભાવ મનના રાગાદિને કારણે છે. જડ તત્ત્વ કંઈ બોલતું ચાલતું તત્ત્વ નથી કે ચૈતન્યને તેની સાથે લક્ષણથી એકતા થાય. પોતાને સ્વરૂપે રહેવું તે ઐક્ય છે. “કૃતમઃ અખિલ સર્વ લોકેક સાર” x ૧૨૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૭. સ્વતઃસિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા કર્મ શું છે ? સંસારી અક્ષ જીવો પર કર્મનું એકછત્રી સામ્રાજ્ય સ્વયંસંચાલિત છે. જેમાં કોઈ વ્યક્તિવિશેષને ફળ આપવાનો વિકલ્પ નથી. જેવું બીજ તેવું ફળ સ્વતઃ બેસે છે. જીવની જેવી કરણી તેવી ભરણી સ્વતઃ પરિણમે છે. તે કર્મ છે. કર્મ સંસારનું બીજ છે, ધર્મ મુક્તિનું બીજ છે. સમગ્ર સૃષ્ટિમાં અનેક રૂપી-અરૂપી પદાર્થો પોતાનું અસ્તિત્વ ધરાવે છે. જૈન દર્શન સૃષ્ટિના સર્જન-વિસર્જનની સ્વાયત્ત સત્તા માને છે. છ દ્રવ્યો અને નવ તત્ત્વો ઉત્પાદ, વ્યય અને ધ્રુવના નિયમથી પરિવર્તન પામે છે. વળી જૈનદર્શનમાં સર્વજ્ઞ ભગવાને આઠ વર્ગણાનું નિરૂપણ કર્યું છે. જે લોકાકાશમાં સંપૂર્ણપણે વ્યાપ્ત છે. તેમાં અત્રે કાર્યણવર્ગણાને સમજવા પ્રયત્ન કરીશું. વિશ્વમાં મુખ્યત્વે ચૈતન્ય અને જડ બે પદાર્થો છે. કાર્મણવર્ગણા પુદ્ગલ પરમાણુ રૂપે જડ પદાર્થ છે. જેમાં આકર્ષણ થવાનું લક્ષણ છે. ચૈતન્ય એટલે આત્મા. આત્મા સ્વભાવથી શુદ્ધ છે, છતાં માટી અને સોનાની જેમ અનાદિથી કર્મ સાથે તેનો સાંયોગિક સંબંધ છે. આત્મા જ્યારે સ્વભાવને ત્યજીને વિભાવ રૂપે કે રાગાદિ રૂપે પરિણમે છે, ત્યારે તે ક્ષેત્રમાં રહેલી કાર્યણવર્ગણા આકર્ષાઈને આત્મપ્રદેશોના સંયોગમાં આવે છે. લોઢું લોહચુંબકના પ્રદેશમાં આવે ત્યારે ચોટે છે, પકડાય છે, તેમ આત્મના પ્રદેશોમાં કાર્યણવર્ગણા ચોંટે છે. દૂધપાણીની જેમ એકમેક થાય છે. આત્મા જ્યાં સુધી કર્મથી પ્રભાવિત થાય છે. ત્યાં સુધી તેના ઉપર કર્મસત્તાનું એકછત્રી રાજ્ય પ્રવર્તે છે. વાસ્તવમાં આત્મા અને કાર્યણવર્ગણા લક્ષણથી નિતાંત ભિન્ન છે. પરંતુ એકક્ષેત્રમાં ઉભયનો સંયોગ છે, કર્મ જડ છે, તેમાં સુખદુઃ ખનો અનુભવ નથી. આત્મા ચૈતન્ય હોવાથી તે વેદક-અનુભવશીલ છે, તેથી કર્મના પરિણમનને તે રાગાદિને કારણે સુખ-દુ:ખ રૂપે અનુભવે છે. વાસ્તવમાં આત્મા અબદ્ધ છે, પરંતુ તેની વૈભાવિક અવસ્થામાં ૧૨૬ * શ્રુતસાગરનાં બિંદુ Page #138 -------------------------------------------------------------------------- ________________ કષાયોના યોગ વડે કર્મનું નિમિત્ત પામીને બંધાય છે. સ્વરૂપથી શ્રુત થયેલો આત્મા પોતે જ વિકાર કરી નવો કર્મબંધ કરે છે. રાગાદિ ભાવ આત્મામાં જ થાય છે. તે ભાવબંધ છે અને કર્મ તે દ્રવ્યબંધ છે. આમ જ્ઞાનમાં રાગાદિનું ભળવું તે અજ્ઞાન છે. કર્મ શુભ-અશુભ એમ બે પ્રકારનાં છે. અશુભ ભાવથી જીવ અશુભ કર્મનું ઉપાર્જન કરે છે જેના વડે દુઃખ પામે છે. શુભ ભાવ વડે શુભ કર્મનું ઉપાર્જન કરી સુખ પામે છે. શુભાશુભ બંને ભાવનો છેદ થતાં શુદ્ધ સ્વભાવ રૂપે જીવ પરિણમન કરે છે. “શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિ માંય, અશુભ કરે નરકાદિ ફળ, જીવ કર્મરહિત ન ક્યાંય, વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ તેહ શુભાશુભ છેદતાં ઉપજે મોક્ષ સ્વભાવ.” શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર જેમ કોઈ ભોજન કરે પછી તે આહાર સપ્તધાતુ રૂપે પરિણમે છે, તેમ જીવ કામણવર્ગણા ગ્રહણ કરે પછી તે આઠ પ્રકૃતિ રૂપે પરિણમે છે. તે પ્રકૃતિ તેના ઉદયકાળે ફળ આપે છે તેને આત્મા સુખદુ:ખાદિ રૂપે ભોગવે છે. જ્યારે આત્મા જ્ઞાનસ્વરૂપે રહે છે ત્યારે તે કર્મો તેને છોડી દે છે. વિભાવદશામાં આત્મા કર્મનો કર્તા હોવાથી ભોક્તા છે. સ્વભાવદશામાં સ્વરૂપનો કર્તા હોવાથી સ્વરૂપનો ભોક્તા કરણી તેવી ભરણી આ પ્રકારે સંસારી જીવ કર્મના રંગમંડપમાં અનેક અભિનય કરે છે. વળી કર્મસત્તા શુભ અને અશુભ બે ભાગમાં કામ કરે છે. એટલે કર્મયુક્ત જીવ કેવળ સુખ જ મેળવે કે ભોગવે તેવું બને નહિ. રાગદ્વેષની જેમ શુભ અને અશુભનું યુગલ છે તેથી દરેક જન્મમાં શુભનું જ ફળ મળે અને અશુભનું ન જ મળે એમ બનતું નથી. રામ ઘણા પુણ્યશાળી હતા છતાં વનવાસ ભોગવ્યો. કૃષ્ણ ઘણા ઐશ્વર્યશાળી હતા છતાં વનમાં એકાકી દેહોત્સર્ગ થયો. નળ-દમયંતી ઘણા સુખભોગવાળાં હતાં છતાં દુઃખ ભોગવ્યાં. સનત ચક્રવર્તીએ મુનિપણામાં રોગની વેદના ભોગવી. અતિપુણ્યાતિશયવાળા વર્ધમાનસ્વામીએ ઘોર ઉપસર્ગ સહ્યા. અજ્ઞાનદશામાં બાંધેલું કર્મ તેના સમયે સ્વતઃ સિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા + ૧૨૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ હાજર થઈ ફળ આપે છે. તે ભોગવ્યા વગર કોઈ છૂટતું નથી. સુજ્ઞજનો પાપભીરુ હોય છે. છતાં અશુભ કર્મ ઉદયમાં આવે સમતાથી સહી લે છે. જેથી કર્મ જ સ્વતઃ તેમને ત્યજી દે છે. જ્યારે અજ્ઞજનો કર્મની સાથે લડતા નથી, પણ કર્મફળ સામે ઝઝૂમે છે. જો પ્રથમ અશુભ કર્મને દૂર કરે તો તેના ફળથી મુક્ત થાય, પછી શુભ કર્મના ઉદયમાં તેનો સઉપયોગ કરી ધર્મમાર્ગમાં પ્રવેશ કરે. પછી સ્વભાવ ધર્મમાં સ્થિર થઈ સર્વથા સર્વ કર્મથી મુક્ત થાય. • ક્રિયા તે કર્મ, કર્મનો અર્થ પણ ક્રિયા. પ્રાણીમાત્રનાં શરીરમાં પ્રત્યેક પળે ક્રિયા થયા જ કરે છે. તેને રોકી શકાતી નથી. જ્યાં સુધી આ ક્રિયાઓ ચાલશે ત્યાં સુધી આત્માનો કર્મ સાથે સંબંધ રહેવાનો છે. કારણ કે શરીરાદિની ક્રિયા સમયે આત્મપ્રદેશોમાં સ્પંદન પેદા થાય છે, તે તે ક્રિયા સમયે જીવમાં રાગાદિ ભાવ પેદા થાય છે, ત્યારે કાર્મણવર્ગણા આત્માની સાથે સંબંધમાં આવે છે. કોઈ વ્યક્તિ વિચાર કરે કે ક્રિયા છોડી દઉં ? તે તો સંસારી જીવ માટે સંભવ નથી. ફક્ત અયોગી કેળવી જ તેમ કરવા સમર્થ છે. વળી પૂર્વે આદરેલાં કૃત્યો અને કરેલા ભાવ પ્રમાણે જે જે કર્મબંધન થયાં તે તેના સમયે ફળ આપે તે ભોગવ્યા વગર પણ જીવનું છૂટવું અશક્ય છે. આમ નિતનિત થતી નવી ક્રિયાઓથી કર્મનું બંધાવું, અને જૂની ક્રિયાઓ જે કર્મ રૂપે બદ્ધ છે તેના ફળને રોકી શકાતું નથી, ભાગી છુટાતું નથી. તો શું કરવું ? હે સુજ્ઞ ! આત્માને કર્મના બંધનમાં રાખનાર કોઈ બાહ્ય કારણ કે પદાર્થ નથી. જીવ જ અજ્ઞાનવશ રાગદ્વેષમાં પરિણમે છે, તે ભલે વનમાં હો કે ભવનમાં પણ મનમાં જ્યાં રાગાદિની આંધી ચઢે છે ત્યાં સુધી કર્મનું તોફાન પણ ઊઠવાનું. જો મનને રાગાદિ વિકલ્પથી દૂર કરી શકાય તો કર્મફળ આપમેળે નષ્ટ થઈ જશે. તે માટે પ્રથમ તો તારે આત્માની શુદ્ધતાનો મૂળ સ્વરૂપે સ્વીકાર કરી, પછી સંતોની નિશ્રામાં ઉપદેશ ગ્રહણ કરી, તેમાં શ્રદ્ધા અને રુચિને જોડીને કર્મ અને ધર્મનો ભેદ સમજી લેવો. ભલે વર્તમાન જીવ કર્મથી આવૃત્ત થયો હોય તોપણ આત્મસત્તા જ બળવાન છે, તેની શ્રદ્ધા ચૂકવી નહિ. જેથી સઘળો પુરુષાર્થ આત્માશ્રયી થાય જે કર્મમુક્તિનો સાચો ઉપાય છે. ૧૨૮ * કૃતસાગરનાં બિંદુ Page #140 -------------------------------------------------------------------------- ________________ પોતે જ વાવેલા કર્મબીજનું ફળ અવશ્ય મળે છે. ત્યારે શુભ ફળમાં હર્ષ કરવા જેવો નથી અને અશુભ ફળમાં શોક કરવા જેવો નથી. કારણ કે કર્મ બાંધતી વખતે જીવ એક સંયોગમાં હોય છે. ઉદય વખતે બીજા જ સંયોગમાં હોય છે. દા. ત. સત્તા, સુખ કે સંપન્નતાના સંયોગમાં જીવના અહંકારયુક્ત જે પરિણામ હોય છે તે પ્રમાણે કર્મ બંધાય. અર્થાત્ તે સમયે ભલે પોતે સત્તારૂઢ હોય, સુખમાં મહાલતો હોય શુભયોગમાં હોય. પરંતુ હિંસાદિ નિર્દય પરિણામ કરે ત્યારે ભાવિ કર્મ અશુભ બંધાય છે, તેનું ફળ દુઃખદાયી જ હોવાનું બીજી રીતે જીવ સ્વાધીન છે, દુઃખ-દરિદ્રતામાં છે પરંતુ તે દુઃખને સમતાથી ભોગવી લે તો તે સમયે ભલે દુઃખમાં હોય પરંતુ પરિણામ શુભ હોવાથી તેનું ભાવિ કર્મ શુભ બંધાય છે. તેનું ફળ સુખદ હોય વળી શુભ યોગના સમયમાં દાનાદિ શુભ કાર્યોનું નવું પુણ્ય ઉપાર્જન કરે છે. પૂર્વનું પુણ્ય પાપમાં ફેરવતો નથી. પુણ્યનું સુખ ભોગવે છે, નવું પુણ્ય ઉપાર્જન કરે છે. આવા ઉત્તમ જીવો પુણ્યના ઉદયમાં રોકાતા નથી અને લેપાતા નથી. પુણ્યયોગે મળેલાં સાધનો વડે મોક્ષમાર્ગની સાધનામાં ઉદ્યમી બને છે અને આત્માનો આશ્રય કરી શુદ્ધાત્મસ્વરૂપને પામે છે. કર્મફળ પોતે જ વાવેલું છે તેમ માની તેના ઉદય વખતે હર્ષ-શોક કરવો નહિ. પરંતુ તે નિર્વિકારીભાવે, શુદ્ધભાવે, તત્ત્વદેષ્ટિ વડે, ખપાવી દેવું, તે શ્રેષ્ઠ માર્ગ છે. પરંતુ સુખમાં હર્ષ કે રાગ કરવો, દુઃખમાં શોક કે દ્વેષ કરવો તે કર્મફળ સાથેનો સંઘર્ષ છે. નવા બંધનમાં ઝડપાઈ જવાનું છે. સુખ કે દુઃખ ઉભય પ્રસંગમાં સમતામય ઉપયોગથી બંધનરહિત થવાય છે. અથવા આત્માની શુદ્ધતાનો-વીતરાગભાવનો આશ્રય લેવો કે રાગાદિ કે સુખાદિ મારો સ્વભાવ નથી, તે સર્વથી મુક્ત ચૈતન્યમાત્ર છું. વારંવાર એ પ્રયાસથી જૂનાં કર્મ છૂટતાં જાય અને નવાં કર્મનો બંધ ન થાય ત્યારે ક્રમે કરી જીવ કર્મથી મુક્ત થઈ સ્વસ્વરૂપમાં સ્થિત થાય છે. જીવમાત્ર સુખ ઇચ્છે છે, દુઃખને ઇચ્છતો નથી. પરંતુ કોઈક વિરલા જીવને સુખ-દુઃખના ભેદની સાચી સમજ હોય છે. જે સુખની પાછળ દુઃખની છાયા હોય તે સુખ નથી. સુખ-દુ:ખથી પર સ્વરૂપની પ્રાપ્તિ એ સાચું સુખ છે. તે કોઈ વિરલા જીવ પ્રાપ્ત કરે છે. માટે સ્વતઃસિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા * ૧૨૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ તમે શું ઈચ્છો છો તે નક્કી કરી લેવું. જુવાર વાવીને ઘઉંની આશા વ્યર્થ છે. તેમ સંસારનું બીજ વાવીને મુક્તિની આશા રાખવી તે વ્યર્થ છે. અશુભનું બીજ વાવી સુખની આશા રાખવી વ્યર્થ છે. કર્મમુક્તિનો સચોટ ઉપાય પર વસ્તુના રાગનો ત્યાગ કરવો, જીવા જ્યારે પર વસ્તુમાં મારાપણાનો ભાવ કરે છે ત્યારે ભવ રૂપી બંધનના પિંજરામાં પુરાય છે. આવા જન્મમરણયુક્ત ભવ પ્રત્યે અત્યંગ ઉદ્વેગ થવો જોઈએ. ભવનિર્વેદ થવો જોઈએ. ભવનિર્વેદ એટલે દેહનો પણ જીવને ભાર લાગે, ક્યારે છૂટું તેવું ચિત્તમાં ચૂંટાયા કરે. કારણ કે દેહ પણ કર્મફળ છે, કર્મનું સર્જન છે, તેનું વિસર્જન જડનો રાગ ત્યજી આત્મા પ્રત્યે ઝૂકી એક તેના જ આશ્રયે જીવન જીવવું થાય ત્યારે ભવથી નિર્વેદ થઈ દેહાદિ સર્વ પદાર્થોનો ભાવરોગ ટળી જાય. ઉત્તમ ફળનું બીજ ઉત્તમ જોઈએ. અધમ ન ચાલે કુકર્મનું ફળ કાળાંતરે પણ સારું ન આવે, કર્મના આ અબાધિત નિયમનો ભંગ કરનાર જીવનમાં દુઃખી થાય છે. આ નિયમના પાલનમાં જ જીવનની આંતર-બાહ્ય શાંતિ અને ઉન્નતિનો આધાર છે.” ૦ કારણ તેવું કાર્ય છે વાસ્તવમાં કર્મ ન્યાયી સત્તા છે. પક્ષપાતરહિત તેનો સનાતન નિયમ છે, જેનું કારણ તેવું કાર્ય નીપજે. જે કાર્ય સિદ્ધ કરવું હોય તેને અનુરૂપ કાર્યનો પ્રારંભ કરવો જોઈએ. સુખની ઇચ્છાવાળાએ સુખ મળે તેવાં કાર્યોનું નિર્માણ કરવું જોઈએ. કારણ-કાર્યનું આ રહસ્ય ગહન છે. | યોગ્ય ઔષધના ઉપચારથી રોગ દૂર થાય ત્યારે ઔષધ કારણ અને રોગનું દૂર થવું તે કાર્ય હતું. કોઈ વાર એવું બને કે ઔષધની વિપરીત અસર થાય તો રોગની વૃદ્ધિ થાય ત્યારે તેમાં પણ કારણ-કાર્ય ભાવનો સંબંધ છે. પ્રથમ પ્રકારમાં રોગ ટળવાનો – અશાતાનું કર્મ ખરવાનું હતું ત્યારે ઔષધનું નિમિત્ત કામ લાગ્યું. બીજા પ્રકારમાં અશાતાનું કર્મ હજી શેષ હતું તેથી ઔષધ કાર્યકારી ન થયું. જગતમાં પરમાણુમાત્ર જીવના પરિણામ કાર્યકારણભાવના સંબંધથી કામ કરે છે. જીવ અજ્ઞાનવશ કર્તાભાવ કરે છે. કારણ-કાર્યભાવના સંબંધ થતાં કાર્યને જાણતો ન હોવાથી તે કર્મનો કર્તા થાય છે. ધાર્યું પરિણામ ન આવે ત્યારે દુઃખી થાય છે. વિસ્મય પામે છે. જ્ઞાનીજનો કાર્યકારણભાવને જાણતા હોવાથી કબુદ્ધિ કરતા નથી કે વિસ્મય પામતા ૧૩૦ * શ્રુતસાગરનાં બિંદુ Page #142 -------------------------------------------------------------------------- ________________ નથી. કારણજોગે હો કારણ નીપજે રે, તેમાં કોઈ ન વાદ; કારણ વિણ જો કારજ સાધીયે રે, એ નિજ મત ઉન્માદ. શ્રી આનંદઘનજી અજ્ઞ જીવો ધર્મ-કર્મને માને કે ન માને પણ સૃષ્ટિ જ સ્વયં નિયમથી ચાલે છે. જેવું કારણ તેવું કાર્ય નીપજે છે. સાત્ત્વિક જીવો સુકૃત્યો દ્વારા પુણ્યઉપાર્જન કરી સુખ પામે છે. દુરાચારી માનવ દુષ્કૃત્યો દ્વારા પાપ ઉપાર્જન કરી સ્વયં દુઃખ પામે છે. અને જે જીવો શુદ્ધ ઉપયોગ અને સમતાયુક્ત છે, તે જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્ય વડે સંસારના શુભાશુભ આશ્રવથી મુક્ત થઈ પરમ સુખ પામે છે. જગતમાં સુખ-દુઃખનું દ્વંદ્વ આ પુણ્યપાપ પર આધારિત છે. ચાર ગતિના પરિભ્રમણ અને અનેક પ્રકારની વિચિત્રતાઓ પણ આ શુભાશુભ કર્મને આધારે છે. કોઈ દુઃખ ઇચ્છતું નથી છતાં દુઃખ આવે છે. વળી કેટલાક મનુષ્યો વિના પરિશ્રમે સાધનસંપન્ન હોય છે. તેમાં કારણ વિના કાર્ય હોય નહિ. કોઈ પણ જીવને જન્મતાની સાથે જે સંયોગો મળે છે, તેમાં તે જ સમયનો કોઈ પુરુષાર્થ જોવામાં આવતો નથી. એકેન્દ્રિયાદિ સ્થાનોમાં જન્મ થવો કે માનવ તરીકે જન્મ થવો. જન્મીને નિરોગિતા મળવી કે રોગથી ઘેરાઈ જવું. દરિદ્રતા મળવી કે સંપત્તિ મળવી તેનું વર્તમાનમાં તો કોઈ કારણ દેખાતું નથી. તેથી સ્વીકારવું જ રહ્યું કે આવાં સર્વ કારણોની પાછળ કોઈ ગૂઢ રહસ્ય છે. તેને તમે પ્રારબ્ધ કહો, નસીબ કહો. અંગ્રેજીમાં કહો ગુજરાતીમાં કહો, પણ આ સર્વનું ગૂઢ રહસ્ય કર્મ' છે. સુખ ઇચ્છે ને પુણ્ય ન કરે, દુઃખ ન ઇચ્છે અને પુણ્ય ન કરે, તો તેને માથે કારણ પ્રમાણે કાર્ય નીપજવાનું છે. સુકૃત્ય અને શુભ ભાવના દ્વારા મળેલા સુખનાં સાધનો, સંપત્તિ, સદ્ગુણી પરિવારને તારે તારા માની લોભાવું નહિ. કારણકે પુણ્યપ્રકૃતિના ઉદયે મળેલા છે. તે તારું નથી કારણકે આયુ પૂર્ણ થયે તે સર્વે ત્યજીને જવાનું છે. માટે પુણ્યના માલિક ન બનવું. એ પુણ્યની પાછળનું કારણ તો અરિહંતાદિ છે. તેમણે સ્થાપેલો ધર્મનો પ્રભાવ છે, માટે પુણ્યયોગમાં જેના વડે તે સર્વે મળ્યું તેને અર્પણ કરી મુક્ત થવું. અર્થાત્ અરિહંત તીર્થંકર પરમાત્માની પૂજા-સત્કાર વડે ઋણમુક્ત થવું. પરમાત્મા આપણું કશું સ્વતઃસિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા × ૧૩૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરતા નથી. પરંતુ તેમનું અસ્તિત્વ એવું છે કે તેમની પૂજાસત્કાર આદિ આપણા અહમ્-મમતાનો નાશ કરી આપણને મુક્તિધામે પહોંચાડે છે. જીવનું સાચું નિવાસસ્થાન મોક્ષ, સાચી કાયા આત્મા, સાચું ધન કેવળજ્ઞાન, સાચો પરિવાર ચતુર્વિધ સંઘ છે. જે મુક્તિનાં સાધન છે. જ્યારે મોટી મહેલાતો પણ બંધનકર્તા, કાયાની માયા, સોના આદિ ધન, અને પરિવારની માયા સર્વ બંધનનાં કારણો છે. ૦ કર્મના ભેદ-પ્રભેદ ૦ કર્મના બે ભેદ શુભ અને અશુભ કર્મ. સાધનામાર્ગમાં પ્રારંભમાં અશુભ કર્મોનો ક્રમિક ક્ષય અને નવીન અશુભ કર્મોનો નિરોધ થાય છે, ત્યારે શુભ કર્મોનો આશ્રવ થાય છે. પરંતુ જીવના પરિણામમાં શુદ્ધતાના અંશો પ્રગટે છે ત્યારે નવાં પાપકર્મોનો સંવર અને પૂર્વગત કર્મોની નિર્જરા થાય છે. તે સમયના જીવના ઉત્તમ પરિણામના પરિપાકે સંવ-નિર્જરાના અધ્યવસાય તે પુણ્યાનુબંધી પુણ્યની કોટિના હોય છે. તે અનુક્રમે મોક્ષમાર્ગની સાધનામાં સહાયક છે. - સામાન્ય બુદ્ધિજીવી પણ સમજી શકે છે, અતિશય પાપવૃત્તિ કે પ્રવૃત્તિવાળો જીવ ધર્મમાર્ગની રુચિ જ કરી શકતો નથી. પાપના ઉદયે મળેલી દરિદ્રતા, રોગીપણું, આધિ, વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલો પણ પુણ્યમાર્ગમાં ડગલાં ભરી શકતો નથી. આથી પાપથી છૂટવા પ્રથમ તો તેને પુણ્યમાર્ગ પકડવો પડે છે. એ પછી જો પુણ્યના સુખમાં રોકાય તો તે વળી પાપને નોતરે છે, છતાં પુણ્યના યોગમાં મનુષ્યજન્મ જેવું સાધન-મળતાં વળી તે પુણ્યના ભોગને બદલે એ પુણ્યથી છૂટી નિરાબાધ સુખ સ્વરૂપ એવા આત્માને-મુક્તિને કેમ પામું એવી ઉત્તમ ભાવના કરે છે. આથી પુણ્યના બે વિભાગ શ્રી જિને કહ્યા છે. પુણ્યના બે પ્રકાર છે. એક પાપાનુબંધી પુણ્ય. જેના બદલામાં જીવ સુખભોગની ઇચ્છા રાખે છે. આથી વર્તમાનમાં પુણ્ય ખર્ચે છે અને ભાવિમાં પાપનું ઉપાર્જન કરે છે. બીજો પ્રકાર પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્યના ઉદય સમયે પણ સ્વ-પરના હિતની ભાવનાનું લક્ષ્ય છે. વળી તે નિષ્કામભાવવાળું હોવાથી તે પુણ્ય મુક્તિનાં સાધનો સુધી લઈ જવામાં સહાયક છે. પ્રથમ પ્રકારનું પુણ્ય પ્રાયે મિથ્યાર્દષ્ટિ જીવને હોય છે. પુણ્યાનુબંધી પુણ્યનો પ્રારંભ પ્રત્યેક સમ્યગ્દષ્ટિ જીવને અલ્પાધિકપણે હોય છે. જેથી ૧૩૨ * શ્રુતસાગરનાં બિંદુ Page #144 -------------------------------------------------------------------------- ________________ ગમે તેવા પુણ્યના ઉદયમાં તે જીવનું ખમીર જ એવું છે કે ભોગસુખની સામગ્રી છે. તે ભોગવે છે છતાં તેનું શ્રદ્ધાન તે પ્રત્યેથી છૂટવાનું છે. આ બંને પ્રકારના પુણ્યમાં પ્રથમ પ્રકારનું પુણ્ય હેય-ત્યજવા યોગ્ય છે. કારણ કે તેમાં આસક્તિ હોવાથી ભવભ્રમણ થાય છે. બીજા પ્રકારનું પુણ્ય અંતે ત્યજવાનું હોવા છતાં તે ઉપાદેય છે, સુખસામગ્રી છતાં નિષ્કામવૃત્તિને કારણે જીવને સહાયક બને છે. પાપનાશક અને મોક્ષસાધકની ઉત્તમ સામગ્રી પાપના ઉદયમાં ફરકતી જ નથી, પુણ્યયોગે મળે છે. ભવભ્રમણમાં દુઃખ સહીને અકામ નિર્જરા કરતો જીવ સ્થાવર આદિ સ્થાનોમાંથી આગળ વધતો મનુષ્યજન્મ પામે છે. હવે કેવળ દુ:ખ સહીને કામ થવાનું નથી પણ જિનભક્તિ. ગુરુઆજ્ઞા, સુપાત્રે દાન, યોગની શુભ પ્રવૃત્તિ અને વૃત્તિ, અનુકંપાદાન જેવાં કાર્યો વડે પુણ્ય એકઠું કરવાનું છે. સુકૃતની અનુમોદના, દુષ્કૃતની ગહ અને પંચપરમેષ્ઠિનું શરણ જેવાં અનુષ્ઠાનો વડે પુણ્યનું સર્જન થાય છે ત્યારે તે કારણોથી પુનઃ મનુષ્યજન્મ અને મોક્ષસાધનસામગ્રી મળે છે. એવી સામગ્રીના યોગમાં મનુષ્ય ધન્ય બની જાય. વચમાં ભોગસામગ્રીનો યોગ થાય પણ સમ્યમ્ શ્રદ્ધાનું સાધન જેને પ્રાપ્ત થયું છે, તે પુણ્યયોગનાં સુખ ભોગવવા છતાં તેમાં તીવ્ર આસક્તિ નથી તેથી બંધાતો નથી. પુણ્યની પણ નિર્જરા કરે છે. તમારે ડરવું છે તો પાપથી ડરો, પુણ્યના હેય - ઉપાદેયનો વિવેક જાણો અને તે ઉત્તમ પુણ્યના દોર વડે ઊર્ધ્વગામી ધર્મનું આરક્ષણ કરી આત્માનો આશ્રય કરી મુક્તિધામ પહોંચો. પાપના ઉદયમાં આત્માશ્રયી થવાનું અંદરનું સામર્થ્ય જ પ્રગટ થતું નથી, કોઈ વાર તો પાપનો ઉદય પાપ બંધાવી અધોગામી બનાવે છે. જ્ઞાની જનોએ પ્રારંભની ભૂમિકામાં પાપથી દૂર થવા પુણ્યનાં દ્વાર ખોલી આપ્યાં છે તેનો સઉપયોગ કરી આપણે તે દ્વારને વટાવી સ્વભાવધર્મમાં પ્રવેશ કરવાનો છે. પુણ્યબંધની ક્રિયાને સહાયક માનવામાં ન આવે કે અપેક્ષાએ ધર્મરૂપ માનવામાં ન આવે તો પછી ચૌદમાં ગુણસ્થાનક સિવાય બીજા કોઈ ગુણ-સ્થાનકે પુણ્યબંધ સિવાયનો ધર્મ ઘટી શકશે નહિ, બુદ્ધિવશ કે ભૂમિકાનુસાર અબુદ્ધિવશ પુણ્યનો બંધ - ઉદય હોય છે. જો પુણ્યને કેવળ હેય માનવામાં આવે તો મોક્ષમાર્ગમાં જેનું સહજપણે વ્યવહારધર્મનું સ્થાન છે તેનો લોપ થઈ જાય. સ્વતઃસિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા ૪ ૧૩૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૦ પાપનું ઉગમસ્થાન – બાહ્ય ઇચ્છા ૦ પાપ કોણ કરે છે ? કોણ કરાવે છે ? ભાઈ ! પુણ્ય અને પાપના ભાવ કરનારો તું જ અર્થાત્ તારું અજ્ઞાન છે, અશુદ્ધાત્માની એ અવસ્થા છે. વૈભાવિક દશામાં જેમ તું શુભાશુભ ભાવનો કરનારો છું તેથી કર્મનો ભોગવનારો છું. પરંતુ જ્ઞાન-સ્વભાવદશામાં તું તારા સ્વરૂપનો – સુખનો કર્તા અને ભોક્તા છું. તારી ભૂમિકા નિમિત્તાધીન છે. તેથી તારી ભૂમિકામાં તું બાહ્ય નિમિત્તથી – સુકૃત્યોથી પુણ્યનો બંધ કરે છે, તેમ બાહ્ય પદાર્થોનો રાગ, તે પ્રાપ્ત કરવાની ઇચ્છા, તે અજ્ઞાન કે અનાત્મભાવ હોવાથી તે પાપબંધનું કારણ છે. અરે ! પુણ્યકાર્ય સાથે પણ જો મલિન ભાવના, માન, મમત્વ, કે લૌકિક ભાવ ભળે છે તો તે પુણ્ય પણ પાપમાં ફેરવાઈ જાય છે. તે પુણ્ય તેનું પૂર્ણફળ આપવા સમર્થ બનતું નથી. કે પુણ્ય ઉત્તમતા સાધ્ય કરતું નથી, પરંતુ તે સત્કાર્યોમાં ફળની મલિન ઇચ્છા ભળવાથી તે પુણ્ય લોભામણી ક્ષણિક સુખસામગ્રી આપી અંતે જીવને દારુણ દુઃખ આપનારું બને છે. આથી એ અપેક્ષાએ તે પુણ્ય હેય મનાયું. પાપજનિત મનાયું છે. કોઈપણ પુણ્યકાર્યના સમયે તેના લોભામણા પ્રકારોથી દૂર રહી એક જ ભાવના રાખવી કે મારા પાપજનિત ભાવોનો ક્ષય થાઓ. કર્મક્ષય થાઓ. મોક્ષાભિલાષીએ તે માટે ખૂબ સજાગ રહેવું. ચિત્તના કોઈ ખૂણે નિદાન-લૌકિક માગ તને છેતરી ન જાય. સમસ્ત વિશ્વ ભૌતિક જડ વસ્તુની આધુનિકતાથી પ્રભાવિત થયું છે. આથી તે ચૈતન્યના ગુણો, સંપત્તિ, ઐશ્વર્ય કે અન્યોન્ય મૈત્રી આદિ ભાવોથી વિમુખ રહી પાપ પ્રત્યે દોરાય છે. જડના રાગની ભુલભુલામણી એક પરિવારના બે ભાઈઓમાં સ્નેહ હતો. વ્યાપાર વૃદ્ધિ પામ્યો. શ્રીમંતાઈ વધી, પણ હૃદય સાંકડાં થયાં. બંને ભાઈઓનાં દિલ અલગ થયાં. ઘરધંધા અલગ થયા. ભાગ પડ્યા તેમાં વસ્તુઓની વહેંચણીની અલ્પાધિકતાએ ઠેષ ઊભો કર્યો. કહો, દ્વેષ કયા પદાર્થોથી થયો ! ક્યાં થયો ! અને રાગ ક્યાં થયો ? દેષ પરિવારમાં થયો એટલે ચૈતન્ય પ્રત્યે થયો. રાગ વસ્તુમાં થયો એટલે જડ પદાર્થોમાં થયો. અહંકાર કહે છે ભલે વસ્તુ જડ રહી પણ ૧૩૪ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #146 -------------------------------------------------------------------------- ________________ એમ કંઈ જતું કરાય ? હવે આ જડ વસ્તુ અહીં રહી જશે અને તે જીવો વેરના સંબંધ કોણ જાણે કેટલા ભવ સુધી ભોગવશે ! એક પરિવારમાં બે બહેનો પ્રેમથી રહેતી હતી વિધવા માએ પિતાની અનુપસ્થિતિમાં કન્યાઓને શિક્ષણ આપ્યું. યોગ્ય પતિ શોધી સાસરે વળાવી. સમય જતાં માએ બંને દીકરીઓને તેની પાસે જે કંઈ હતું તે વહેંચી આપ્યું. નાની દીકરી વધુ જરૂરિયાતવાળી હતી તેને કંઈ વધુ આપ્યું. મોટી દીકરીનું અહં ઘવાયું. મને ઓછું કેમ ? નાની બહેન ઉપર દ્વેષ થયો, મા પ્રત્યે અનાદર થયો. કહો કઈ વસ્તુ ખાતર ભગિનીનો ઉત્તમ સ્નેહ અને માનો આદર જતો કર્યો ? જડ વસ્તુઓએ કેવી થાપ ખવરાવી ? ભાઈ એ વસ્તુ સ્વયં જડ છે, તેનામાં કોઈ ભાવ જ નથી તો તને કેવી રીતે રાગ કે દ્વેષ કરાવે ? પણ તારું અજ્ઞાન, પાપજનિત સંસ્કાર તને એવી કુબુદ્ધિ કરાવે છે. તું તે જડ પદાર્થોના મોહમાં ખોવાઈ જાય છે. એમાં પાપનો ડર પણ તને હોતો નથી. જ્ઞાની જનોએ અહં આદિ પાપના અઢાર પ્રકારો કહ્યા છે. તેના અંતરગત ભેદો વડે તે અસંખ્ય બને છે. જો કે એક પણ પાપ સ્વપ્ન પણ આદરવા જેવું નથી. પુણ્યનું ફળ સાદા વ્યાજથી આવે છે. પાપનું ફળ ચક્રવૃદ્ધિ વ્યાજથી આવે છે. વળી એક પાપ બીજાં પાપો કરવાની વૃત્તિને ઉત્તેજિત કરે છે. હિંસાના ભાવ કરી અન્ય જીવનો ઘાત કરવો, દુઃખ પહોંચાડવું તે મોટું પાપ છે. એક વાર વ્યક્તિ અસત્ય બોલે છે, ત્યારે કદાચ વિચાર કરે કે હવે ફરી નહિ બોલું, આ વખતે વાંધો નહિ. પરંતુ વળી પાછી એ જ મનોવૃત્તિ કામ કરે છે. પછી અસત્ય તેને કોઠે પડી જાય છે. એવું ચોરી ઈત્યાદિ દોષોનું. એ પ્રમાણે પાપ જ જીવનો સંસ્કાર બને છે. તેમાં પણ પરિગ્રહની મૂછ તો અનેક પ્રકારનાં પાપો પ્રત્યે દોરી જાય છે. અગાઉ જણાવ્યું તેમ ભૌતિક સામગ્રી એ જ જાણે જીવન હોય તેમ તે તેમાં જ રાચીમાચીને પાપ કરે છે. વિષયોની કામપીડા માનવને કમજોર બનાવે; સ્વદારા-પુરુષથી સંતોષવાળું જીવન સંસારી માટે આદર્શ છે. પણ જો એ મર્યાદાની બહાર તે નીકળ્યો તો પછી એ નરકનું ભયંકર દ્વાર ખોલે છે. આ જન્મની ઉત્તમતા, પારિવારિક ખાનદાની, લોકલજ્જા સઘળું તેને માટે વ્યર્થ બની જાય છે. સ્વત સિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા * ૧૩૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ ક્રોધાદિ કષાયોથી તપ્ત જીવ ક્યારેય શાંતિ પામતો નથી. જેમ અતિ ગરમ પાત્રમાં પ્રથમના જળકણો શોષાઈ જાય છે. તેમ જીવ અનાદિથી ક્રોધાદિ કષાયોમાં તપ્ત થયેલો છે. તેમાં કેટલાય ઉપદેશો, અનુષ્ઠાનો, દાન, તપ વગેરે શોષાઈ જાય છે. છતાં પણ જો તે કષાયોની જગાએ ક્ષમાને ધારણ કરે પુનઃ પુનઃ સંતોનો સમાગમ સેવે તો એ પાપોથી મુક્ત થાય. કષાયો એ પાપોના રખેવાળ છે. તને પાપમાં જ પૂરેલો રાખે છે. છતાં તું જાણે રક્ષિત હોય તેમ ઊંઘતો જ રહેશે. રાગ અને દ્વેષનું યુગલ તો જીવને ભૂતની જેમ વળગ્યું છે. તે ધુણાવે તેમ જીવ ધૂણે છે. નિરંતર અશુભ યોગ પ્રવૃત્તિ પ્રેરે છે. અને પાપથંકમાં જીવને ખૂપાવી દે છે. કલહ-કજિયા, પરદોષારોપ, નિંદા જેવા દોષો જીવને કંઈ લાભદાયી નથી. પણ અજ્ઞાનતાથી અને પૂર્વના પાપસંસ્કારોથી ઘેરાયેલો તે કજિયા કરવામાં શૂરો હોય છે અને પોતે ગુણવાન છે તેમ માની અન્યના દોષ જોવામાંથી પાછો પડતો નથી. નિંદાનો રસ તો તેને શેરડી કરતાં પણ મધુર લાગે છે. કહો, પાપ જ પાપ ન લાગે તો તેનાથી છૂટે કેવી રીતે ? ભૌતિક પદાર્થોની પ્રાપ્તિમાં, ગમતા વિષયોમાં હર્ષ-રતિ કરે છે, તેના અભાવમાં શોક-અરતિના સાગરમાં ડૂબી જાય છે. ભાઈ ! તારી ચેતના આવી અધમ નથી. પરંતુ રતિ-અરતિ, હર્ષ-શોકના વાવાઝોડામાં તું તણાઈ જાય છે. અને અચેતન પદાર્થોના સંપર્કમાં પાપવૃત્તિને સેવે છે. આખરે આવા પાપપંકમાં ખૂંપીને તું માયા-કપટ સહિત જૂઠાણાને પનારે પડે છે. તું તારી જાતને બચાવી શકતો નથી. અને માયાચાર, દુરાચાર જેવાં દૂષણોથી ઘેરાયેલો તું માનવજન્મ હારી જાય છે. આ સર્વ દોષો છતાં તું નિશ્ચિત રહે છે, તેવી તારી વિપરીત બુદ્ધિ, મિથ્યામોહ છે. જેને કારણે તને તારું જ હિત જણાતું નથી. પાપની આ લીલાનો કોઈ પાર નથી. તું ત્રણ સાંધે અને તેર તૂટે તેવી તારી દશામાંથી તને ધર્મ જ એક તરણોપાય છે. તારા કોઈ પુણ્યયોગે તું તે દિશામાં તારું વલણ જવા દે તો આ પાપના પોટલા કે તારે શિરેથી દૂર થશે. “પરવશ દીનતા કીની, પાપકી પોટ શિર લીની નરક દુઃખ વેદના ભારી, નીકળવા ના રહી બારી.” ૧૩૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૦ ક્યાંક અટકો પછી સાચી દિશામાં વળો છે હે જીવ ! પાપની લીલા જાણીને તારા દિલ દિમાગમાં ઝબકારો થાય તો હવે સાચી દિશા તરફ વળી જા. પાપની પ્રવૃત્તિની તાળાબંધી કરતો જા. જોકે સંસારી ગૃહસ્થનું જીવન કેવળ, નિષ્પાપ બનતું નથી પરંતુ જો તે ગુણ ગ્રાહક બને તો તીવ્ર રસથી થતા રાગાદિ છૂટતાં તેવા પાપો પણ છૂટી જાય છે. તારા જીવનની દિશાનો પ્રારંભ મંદ કષાયથી થશે. પછી ગુણનો વિકાસ થતાં તારી જીવનરેખા બદલાઈ જશે. માનવજન્મની સાર્થકતા એ તારું ધ્યેય બન્યા પછી તારો પુરુષાર્થ સને માર્ગે ઊપડશે. એકવાર એ દિશામાં પ્રયાણ કર. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે નિશ્ચિત લક્ષ ધારણ કરી તેને અનુકૂળ પુરુષાર્થ યોજવો પડે. તું હાલ જે ભૂમિકામાં છું તે મહદ્અંશે અશુભની વૃત્તિ અને પ્રવૃત્તિમાં છું. આથી તેમાંથી નીકળવા લક્ષમાં ભલે સ્વરૂપ પ્રાપ્તિની પ્રધાનતા હો, પરંતુ પ્રવૃત્તિમાં તારે વ્યવહારધર્મને સ્વીકારવો પડશે. જે ધર્મ ગુણ વૃદ્ધિરૂપ ક્રિયાત્મક છે. વ્યવહારધર્મ અશુભનો સંવર અને શુભ ભાવની ભૂમિકાથી થશે. જેમાં સ્વ - પર હિતની ભાવનાની જોડ કરવી પડશે. દાન-પરોપકાર વડે પેલા તપ્ત માનસપટ પરના કષાયો અને સ્વાર્થીદિનો પરિહાર કરવો પડશે. આત્મિક ગુણોની પ્રાપ્તિ વડે ચિત્તની પ્રસન્નતા અને નિર્દોષતા કેળવાતા જશે. આમ સ્વઉપકાર એ નિશ્ચયથી લક્ષ બનશે અને પરોપકાર એ તે સમયની ભૂમિકા પ્રમાણે વ્યવહાર ધર્મ બનશે. સ્વ-ઉપકાર સાધ્ય છે તો પરોપકાર સાધન છે. “મોક્ષ સાધનાનો માર્ગ છે. વ્યવહાર અને નિશ્ચય ઉભયાત્મક છે. નિશ્ચયનું લક્ષ રાખીને વ્યવહારધર્મનું પાલન કરવાથી સાધ્ય-મોક્ષ પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિમાં વ્યવહારની અને લક્ષમાં નિશ્ચયની પ્રધાનતા હોય તો જ કાર્યની સિદ્ધિ થાય છે. અન્યથા લક્ષ વિનાનો વ્યવહાર એટલે નિશ્ચય વિનાનો પુરુષાર્થ અને વ્યવહાર વિનાનું લક્ષ એટલે કે પુરુષાર્થ વિનાનું લક્ષ એ બંને એકલા હોવાથી કાર્યસાધક બની શકતા નથી.” ધર્મ અનુષ્ઠાન શુષ્કતાપ્રધાન નથી પરંતુ ભાવથી ભરપૂર છે. અહિંસાદિ વ્રતો કોઈ બાહ્ય ક્રિયા કે રૂઢિ નથી, પરંતુ પરપીડાનો પરિહાર છે. અન્યને પીડા ન પહોંચે તેવી સભાનતા છે. ત્રણે યોગમાં સ્વતઃસિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા ૪ ૧૩૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ તેવું માધુર્ય છે. આથી અહિંસાદિ વ્રતો મૈત્રી આદિ ભાવનાઓથી ભૂષિત થાય છે, ત્યારે જીવ અધ્યાત્મયોગને પામે છે. અર્થાત્ ધર્મ અનુષ્ઠાનો માત્ર ક્રિયા રૂપ નથી. મારું અનુષ્ઠાન થઈ ગયું. તેની સાથે વિચારવું કે મૈત્રી આદિ ભાવનાઓ કેટલી વૃદ્ધિ પામી ? પરહિત ચિંતનની વૃત્તિ કેવી ઉદાત્ત રહી ? જો આવી પ્રવૃત્તિ અને વૃત્તિનું અનુસંધાન રહે તો સમજવું કે અનુષ્ઠાન સ્વ-પર હિતકારક હતું. તને પીડાની-અહિતની ખબર છે પરંતુ તે ફક્ત સ્વહિત - સ્વાર્થ પૂરતી છે, તેને થોડી વિસ્તૃત કર. સ્વ સાથે પરને જોડ. પર પીડા પરિહાર અને પરહિત ચિંતામાં તારી પીડા શમી જવાની છે. સ્વ-પીડા શમી જતાં તે નિરોગી થઈશ. સ્વ-પર બંને પીડા શમી જતાં તું નિર્દોષ સુખ પામીશ. વાસ્તવમાં બુદ્ધિમાન માનવને જો સ્વહિત વહાલું હોય તો પણ તેણે સ્વાર્થોધતા તો ત્યજવી જ રહી. તેને સ્થાને પરપીડા પરિહાર, પરહિત ચિંતા, પરગુણ દૃષ્ટિ, વગેરે ભાવનાઓનું ભાવન કરવાથી સ્વાર્થોધતાનું પાપ ટળે છે. કૃતજ્ઞભાવે પરોપકાર થવાથી નિર્દોષ આનંદ મળે છે. માટે સ્વાર્થ જેવા પાપથી અટકો, સાચી દિશામાં વળો. ૦ પુણ્યથી પુણ્યની વૃદ્ધિ ગુણથી ગુણની વૃદ્ધિ = શુદ્ધિ ૦ ચિત્તશુદ્ધિનો ક્ષણનો અવકાશ પણ કેમ કઠિન છે ? ભાઈ ! તારી પાસે અશુભભાવના પાપપંકના ગંજ ખટકાઈ ગયા છે, ત્યાં પુણ્યની વૃદ્ધિ થતી નથી. તેથી ગુણવૃદ્ધિ થતી નથી તેથી ચિત્ત શુદ્ધિ થતી નથી. સુકૃત્યો, નિઃસ્વાર્થપણું, સર્વજીવહિત દૃષ્ટિ વગેરે પુષ્યવૃદ્ધિનાં કારણો છે. પરમાત્મા, સદ્ગર, ગુણી પુરુષોનો આદર-બહુમાન ગુણવૃદ્ધિનું કારણ છે. સેવાભક્તિથી ચિત્ત ઉપર પડેલી કષાયાદિની મલિનતા દૂર થઈ ચિત્ત-શુદ્ધિ થાય છે. એ ચિત્તશુદ્ધિ આત્મજ્ઞાનનું કારણ બને છે. મન-વચન-કાયાના યોગોની શુભ પ્રવૃત્તિ અને વૃત્તિ, ધનાદિનો સદવ્યય, વડીલોનો આદર, પગલે પગલે પુણ્યનો પ્રકાશ પાથરે છે. અને જો તે અસતુમાં પ્રવર્તે છે તો પગલે પગલે પાપને પામે છે. આસક્તિ જનિત પાપપ્રવૃત્તિ તારા મળેલા પુણ્યના ભંડારનું તળિયું બતાવે છે. પુણ્યનો નિઃસ્વાર્થે ઉપયોગ જ તારા પુણ્યની વૃદ્ધિ કરે છે. ૧૩૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #150 -------------------------------------------------------------------------- ________________ સત્ કાર્યોનું સર્જન જ જીવને ઉપર ઉઠાવવા માટે છે. નીચેથી ઉપર ચઢીને માનવદેહ મલ્યા પછી, હવે પાછા નીચે શા માટે જવું ? તું તિર્યંચ પશુ આદિ સ્થાનોમાં શું સુખ પામ્યો હોઈશ ? તે કલ્પના જ તને સજાગ કરી દેશે. સત્કાર્યોમાં જોડાયેલું જીવન સ્વ-પર હિતકારી છે. તેમાંથી હૃદયમાં લેવાયેલા શુભ ભાવો તને સુખ આપે છે. શુભ ભાવોની વૃદ્ધિ અમુક હદે જઈને પછી જીવને શુદ્ધતામાં વાળે છે. જ્યાં કેવળ આત્માનંદ જ પ્રગટ થતો રહે છે. જેમ ધનથી ધન વધે છે. તેમ પુણ્યથી પુણ્ય વધે છે. એવા કોઈ પુણ્યયોગે માનવજન્મ મળ્યો. મન, વચન, કાયાના યોગ મળ્યા. ધનાદિ બાહ્ય પદાર્થો. મળ્યા. જે મળવા પુણ્યયોગ નિમિત્ત હતો એ પુણ્ય તને મુક્તિના સાધનો સુધી પહોંચાડે, તે માટે તું ભોગવૃત્તિનો ત્યાગ કરી દે. કારણ કે ભોગ કે સ્વાર્થવૃત્તિ તારા પુણ્યની બાદબાકી કરી દેશે. ધનાદિનો સવ્યય ગુણોની વૃદ્ધિ કરે છે. અન્યનું હિત કરવું, * ઇચ્છવું તે પુણ્ય પ્રત્યેનો અભિગમ છે. સ્વાર્થ આસક્તિ એ પાપનું સર્જન કરે છે. તું સુખ તો ઇચ્છે છે ને ! તો પછી સુખ મળે તેનું સર્જન કરજે. દુઃખ ઇચ્છતો નથી એ છતાં આવી પડે તો પાપનો એકરાર કરી તેનાથી મુક્ત થવા સુકૃત્યો તરફ વળી જજે. તને આ જન્મમાં જે કંઈ સુખ-સામગ્રી મળ્યાં છે તે ક્યાંથી આવ્યાં ? તું સુખ-સંપત્તિમાં જન્મ્યો, ત્યારે જન્મ સાથે કયો પરિશ્રમ કર્યો હતો કે તને સુખસામગ્રી મળી ? તને ખબર હોય કે ન હોય પરંતુ એની પાછળનું ગૂઢ રહસ્ય છે તે દેવગુરુની કૃપા છે. સંસારના કયા સાધન વડે તે પુણ્યનું ઉપાર્જન કરીશ ! જે સાધનો સ્વયં ભોગ પ્રત્યે લઈ જનારા છે તે તારા પુણ્યનું સર્જન કેવી રીતે કરશે ? પુણ્યના સર્જનમાં જે શુભ ભાવ જોઈએ તેનું નિમિત્ત મૂળમાં દેવગુરુની કૃપા છે. તે ક્યારે મળે ? જે જીવ દેવગુરુની આજ્ઞા પ્રમાણે પરહિતની ભાવના વાળો છે. ઉદાત્ત ચિત્તવાળો છે. સંયમની વૃત્તિવાળો છે. તે કૃપાને પાત્ર થાય છે. તેનાં દુઃખો દૂર થાય છે. “જલથી જેમ મલ, અગ્નિથી જેમ કલંક, અને સૂર્યથી જેમ પંક શોષાય છે, શુદ્ધ થાય છે તેમ ધ્યાનરૂપી જલથી કર્મરૂપી મલ, ધ્યાન રૂપી અગ્નિથી કર્મરૂપી કલંક અને ધ્યાનરૂપી સૂર્યથી કર્મરૂપી પંક સોષાય છે. શુદ્ધ થાય છે.” હે સુજ્ઞ ! પાપ આશ્રવ જીવને ધર્મના યોગ તરફ લઈ જવા સ્વત સિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા ૪ ૧૩૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ સમર્થ નથી. પુણ્ય આશ્રવ છતાં તેનાથી મળેલો માનવદેહ, ધન, વગેરે સામગ્રીનો સદ્ધપયોગ પુણ્યના આશ્રવથી છૂટવાનો ઉપાય છે. તેમાં દાનાદિ જેવા કાર્યો જીવને સન્માર્ગે લઈ જાય છે, સુપાત્ર દાન શ્રેષ્ઠ છે, અનુકંપાદાન પણ આવશ્યક છે. કદાચ દાન ગ્રહણ કરનાર મોહથી ઘેરાયેલો હોય. તેની યાચના કેવળ પૌદ્ગલિક હોય તો પણ દાતાએ તેની લાચારી પ્રત્યે અનુકંપા રાખી તેના જીવત્વ-ચેતનત્વ પ્રત્યે જ દષ્ટિ રાખવી; તે જીવ ભલે મૂઢ હોય પણ તારી ભાવના જ તેની મનોવૃત્તિને બદલશે. દાતાની ભાવના એ જ હોય કે દુખી જીવની પીડા દૂર થાય તે શાતા અને સાંત્વન અનુભવે. દાતાની ઉદારતા એ છે કે મારી પાસે જે કંઈ સારી સામગ્રી છે તે અન્યના સુખ માટે થાઓ. મારી પરિગ્રહની મૂચ્છ ક્ષીણ થાઓ. વળી દાન ગ્રહણ કરનારની ભાવના પણ દાતા પ્રત્યે આદરણીય હોય તેને પણ વિચાર થાય કે હું યાચક મટી દાતાર બનું. તો તેનું પાપ ક્ષીણ થઈ તે પુણ્યને પાત્ર બને છે. મનુષ્ય જન્મ પામીને નિઃસ્પૃહ ભાવે કરેલો પરોપકાર જીવમાં ઉત્તમતા લાવે છે, એ પરોપકારનો ભાવ સમગ્ર જીવરાશિના સુખ સુધી પહોંચે છે. ત્યારે પરાર્થભાવવાળો જીવ ધન ધાન્યાદિથી મૂચ્છ રહિત થઈ સંયમને માર્ગે પ્રયાણ કરે છે. અનુક્રમે સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે, ત્યારે સેવેલી પરોપકારવૃત્તિ પણ ચરમસીમાને પામે છે. તે જીવ સિદ્ધિપદને પામે છે ત્યારે અવ્યવહાર રાશિ જેવી દુ:ખદ સ્થિતિમાંથી એક જીવનો ઉદ્ધાર થાય છે. સિદ્ધિપદને પામ્યા પછી તે પદનું અસ્તિત્વ એવું સૂક્ષ્મ બને છે કે તેમની પરમ શુદ્ધ ચેતનાની અચિંત્ય શક્તિ જગતના જીવોને સમ્યકત્વના લક્ષમાં ઉપકારી થાય છે. સિદ્ધનું ધ્યાન કરી પાત્ર જીવો સિદ્ધિ પદને પામે છે. આથી પરોપકારની ભાવના થવી તે પણ મહાપુણ્યનો હેતુ છે. એ મહાપુણ્ય પણ જીવને ઉપકારી છે. અશુદ્ધ અવસ્થામાંથી શુદ્ધ અવસ્થામાં જવા માટે શુભ ભાવ આશ્રવ છતાં માધ્યમ છે. ભૂમિકા અનુસાર શુભભાવ પલટાતો જાય છે. અશુભમાંથી ખસેલો ઉપયોગ શુભમાં ટકીને શુભને ત્યજીને શુદ્ધ ઉપયોગને ધારણ કરે છે. આમ શુભયોગથી અશુદ્ધ ઉપયોગનો પરિહાર થઈ શુદ્ધ ઉપયોગ આવિષ્કાર પામે છે. વાસ્તવમાં પુણ્ય એ મેલ નથી. મનને પવિત્ર કરે તે પુણ્ય. ત્રણ ૧૪૦ * શ્રુતસાગરનાં બિંદુ Page #152 -------------------------------------------------------------------------- ________________ યોગની શુભ પ્રવૃત્તિ પુણ્ય સ્વરૂપ છે. મન વચન કાયા વગર કોઈ પ્રવૃત્તિ શક્ય નથી. ત્રણે યોગ શુભ પ્રવૃત્તિમય હોય તો પુણ્ય પ્રદાતા છે. ત્રણે યોગ અશુભ પ્રવૃત્તિમય હોય તો પાપ પ્રદાતા છે. જિન ભક્તિ, વ્રત તપ, નિયમ, આવશ્યક ક્રિયાઓ શુભ છે. ભલે એ પ્રવૃત્તિઓ પુણ્યબંધક હોય છતાં આદરણિય છે. તેની કેવળ ઉપેક્ષા કરનાર પરિભ્રમણ પામે છે. નિશ્ચયથી સર્વ દુ:ખથી મુક્ત થવાનો ઉપાય જ્ઞાન છે તે આત્માના જ્ઞાનસ્વરૂપના માહાભ્યનું સૂચક છે. તેથી કહેવામાં આવ્યું છે કે પોતે આત્મસ્વરૂપ જ છે, તે આત્મસ્વરૂપનું પ્રત્યક્ષ ભાન થાય ત્યારે સ્વરૂપ અનુભવમાં આવે છે. માટે તે તરફ લક્ષ રાખવું. આપણી પ્રવૃત્તિ તે પ્રમાણે ન થાય ત્યાં સુધી આપણી પ્રવૃત્તિઓ-ક્રિયાઓ લક્ષ વગરની વ્યર્થ છે. માટે આત્મજ્ઞાનનો પુરુષાર્થ કરો. પ્રારંભમાં ગુરુગમથી તેને અનુમાન-યુક્તિથી ગ્રહણ કરો, તો જ બંધાયેલો છૂટશે. ૦ જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષ ૦ અર્થાત સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્ર ત્રણે સાધનો મોક્ષ માર્ગનાં છે. જ્ઞાન-દર્શન સમુuત્ર છે. ક્રિયા એ ચારિત્રસૂચક છે. બંને રથના પૈડા જેવા છે. જ્ઞાન અને ક્રિયા બંનેનો સુમેળ મોક્ષ સાધક છે. વસ્તુના સ્વરૂપને જાણવાનો વ્યવહાર પ્રયોજન ભૂત છે. નિશ્ચયના લક્ષ વિનાનો વ્યવહાર નિષ્ફળ છે. વ્યવહારની પ્રવૃત્તિ વિનાનો નિશ્ચય અને નિશ્ચયના લક્ષ વિનાની વ્યવહાર-પ્રવ-ત્તિ નિષ્ફળ છે. ક્રિયા વ્યવહાર સ્વરૂપ છે, જ્ઞાન નિશ્ચયસ્વરૂપ છે. જ્ઞાન પ્રાપ્તિના જે નિમિત્તો છે તે વ્યવહાર છે. પુણ્યની સર્વથા નિવૃત્તિ ચૌદમા ગુણ સ્થાનકે સહજ છે. તે પહેલાના ગુણસ્થાનકોએ જ્ઞાન અને ક્રિયાની મુખ્યતા-ગૌણતા હોય છે. તેની ઉપેક્ષા કરવાથી જીવ માર્ગથી યુત થાય છે. એક વાર તું પાપથી ખસતો જા. સંસારભાવથી ખસતો જા પછી પુણ્ય તારા પગલે પગલે ચાલશે. પુણ્યને પકડવું સરળ છે, જો તારું મન ઉદાર હોય, ગુણગ્રાહી હોય, મન-વચન-કાયાના ત્રણે યોગ જો શુભ પ્રવૃત્તિવાળા હોય તો તે પુણ્ય સ્વરૂપ હોય છે. ત્રણે યોગ વડે શુભ પ્રવૃત્તિ કરો-કરાવો, છેવટે કરનારનું અનુમોદન કરો, તેમ કરવા જેવા નમ્ર બનો, ઉદાર બનો, તે પણ પુણ્યસ્વરૂપ છે. સ્વત સિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા + ૧૪૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ તમે કહેશો કોઈ શુભ કાર્ય કરે તેનું અનુમોદન કરવામાં શું ? કરવું નહિ કેવળ વાહ વાહ કરવી ? ભાઈ અનુમોદન કરવું તે મનનું કાર્ય છે, અને મનને શુભ ભાવમાં જોડવું તે મહત્ત્વનું છે. શુભ કાર્ય કરવું તે તનનું કાર્ય છે, તે તન સુધી મર્યાદિત છે. કરાવવું તે વચનનું કાર્ય છે, તે પણ મર્યાદિત છે. જ્યારે મન દ્વારા ત્રણે કાળે, ત્રણ લોકના સત્ કાર્યનું અનુમોદન થઈ શકે છે, તેથી તેનું ક્ષેત્ર વિશાળ છે. વળી શક્તિના અભાવે કોઈ જીવ શુભ કાર્ય ન કરી શકે પરંતુ જે કરતા હોય તેનું પ્રસન્નતાપૂર્વક સાચા હૃદયથી અનુમોદન કરે, ત્યારે મનના ભાવોની શુદ્ધિ થાય. વાસ્તવમાં કરવું કરાવવું અને અનુમોદનનું ફળ સરખું બતાવવાનું કારણ એ છે કે ત્રણે યોગ પરસ્પર સંબંધ ધરાવે છે. અનુમોદન કરનાર એવી ભાવના રાખે છે કે હું પણ આવાં કાર્યો કરું. જે સુકૃત કરે છે તે દેવગુરુની કૃપા માને છે, કરાવનાર અન્યને સહાય કરી પોતે સદ્ભાગી માને છે અને શુભ કાર્ય કરવાનું પુણ્ય ઉપાર્જન કરે છે. ચૈતન્ય સૃષ્ટિ ભાવાત્મક છે, જીવે કરેલા ભાવો દ્વારા કાર્ય નિષ્પન્ન થાય છે. કોઈને એમ ભાવ થાય કે રૂડા જીવો તપ કરે છે, હું ક્યારે કરી શકીશ ! આવી ભાવનાથી તેનો અંતરાય તૂટે છે, અને તપ ઉદયમાં આવે છે. કોઈને થાય કે હું ક્યારે દહેરાસર જેવા કાર્યનું સર્જન કરીશ. મારે કરવું જ છે, અને તેને એવા યોગ મળે છે. એકવાર એવું બન્યું કે કોઈ ભાઈ યાત્રાએ ગયા હતા. તે તીર્થમાં શાંતિનાથ ભગવાનની અલૌકિક મૂર્તિ જોઈ ભાવવિભોર થઈ ગયા. પ્રતિમાની આજુબાજુ ફરીને નીરખ્યા જ કરે. તે સમયે એક બહેન પૂજા સ્તવન કરતાં હતાં. તેને વચમાં આડ પડતી હતી. તે બહેન કહે ભાઈ ! પ્રતિમાની આજુબાજુ ક્યાં સુધી ફરશો ? શું તમારે દહેરાસર કરવું છે ? પ્રતિમાજી પધરાવવા છે ? પેલા ભાઈ કહે “બહેન, તારા મોંમાં સાકર, પણ મારી સ્થિતિ એવી નથી કે દહેરાસર બાંધું. પણ તમારા વચન પર વિશ્વાસ રાખી, ઉત્કૃષ્ટ ભાવના લઈને જાઉં છું.” પેલા ભાઈને રઢ લાગી. રાત્રિ-દિવસ દહેરાસર નિર્માણની ભાવના ૧૪૨ x ધૃતસાગરનાં બિંદુ Page #154 -------------------------------------------------------------------------- ________________ થાય. એકવાર કોઈ આચાર્ય ભગવંત પધાર્યા. નિમિત્તના જાણનાર હતા. આ ભાઈ વંદન કરવા ગયા અને પોતાના ભાવ જણાવ્યા. આચાર્યશ્રીએ તેના મુખની રેખા જોઈને કહ્યું : મહાનુભાવ ! તારી ભાવના ફળશે. - પેલા ભાઈનો યોગ પણ જાગ્યો હતો તે વ્યાપારમાં ખૂબ જ કમાયા અને ભાવના પ્રમાણે શાંતિનાથ ભગવાનના દહેરાસરનું નવનિર્માણ કર્યું. પેલાં બહેનને આમંત્રણ આપી તેડાવ્યાં. આમ શુભ સંકલ્પ ફળે અશુભ કર્મોથી દુઃખનું સર્જન થાય છે તો શુભ ભાવનાઓથી સુકૃત્યનું સર્જન થાય તેમાં શું આશ્ચર્ય છે ? પરંતુ મહઅંશે જીવ શુભ ભાવનાઓનાં ફળ ભોગવે છે, તેટલી શુભભાવનાઓ કરતો નથી. વળી શુભ કાર્યો કરવાનો અને કરાવવાનો અવસર તો કવચિત મળે છે. પરંતુ આ વિશાળ સૃષ્ટિમાં શુભ કાર્યોની પરંપરા ચાલુ છે. તમે અનુમોદના કરો તે યોગ્ય ક્ષેત્રે પહોંચે છે અને તે સાત્ત્વિકતાનું બળ આપે છે. સત્ત્વથી તત્ત્વમાં જવાનું સરળ છે. પરંપરાએ પંચમગતિનું નિમિત્ત બને છે. જૈનદર્શનમાં પુણ્ય પાપની જે સમાલોચના છે તેવી કોઈ દર્શનમાં નથી. જૈનદર્શન નવ તત્ત્વમય જગતનું સ્વરૂપ જણાવે છે તેમાં પુણ્ય ત્રીજું અને પાપ ચોથું તત્ત્વ છે. જીવ સ્વયં તેનું સર્જન કરે છે. પુણ્યોદય સુખદ છે તેથી તેમાં મોહ પામી અટકવા જેવું નથી. અને પાપોદય દુ:ખદ છે માટે તિરસ્કાર કરવા જેવું નથી. બંનેનો અનુબંધ વિચારવા જેવો છે. જે પુણ્યોદયમાં મોહ પામે છે, તે પાપનો બંધ કરે છે અને પાપનો તિરસ્કાર કરે છે તે પણ પાપનો બંધ કરે છે. જે આત્માને ઊંચેથી નીચે લઈ જાય છે. પુણ્યોદય વડે સુકૃત્યાદિ કરીને જે પુણ્યની વૃદ્ધિ કરે છે તે પુણ્ય વડે આત્મવિકાસનો પંથ પકડી મુક્ત થાય છે. પુણ્યનું સર્જન પરોપકારથી થાય છે. પાપનું સર્જન સ્વાર્થથી થાય છે. પુણ્ય પરંપરા એ મુક્તિનું કારણ બને છે. પાપ સીધું જ સંસારના પરિભ્રમણનું કારણ બને છે. પુણ્ય પ્રકાશમય છે, પાપ અંધકારમય છે. સંસારની સમગ્ર લીલા આ પુણ્ય અને પાપ તત્ત્વને આધારે ચાલે સ્વતઃસિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા : ૧૪૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ છે. પુણ્ય પાપ વિરોધી તત્ત્વ છે તેથી બંનેની ફળશ્રુતિમાં મહદ્ અંતર છે. ગમે તેવા પાપને નષ્ટ કરવાની શક્તિ ઉત્તમ પુણ્યમાં રહેલી છે. એક નાના સરખા સુકૃત્યનું પરિણામ સંચિત પાપ કર્મોને નષ્ટ કરે છે. પાપ અને પુણ્યનું પરસ્પર યુદ્ધ ચાલે છે. જો તમારી પાસે ઉત્તમ પુણ્ય હશે તો પાપનો પરિહાર થશે. એક ગૃહસ્થ અસહ્ય બિમારીથી પીડાતો હતો. ઘણી ઔષધિ-ઉપચાર કર્યા પણ વ્યર્થ. છેવટે તેણે કોઈ જ્યોતિષીનો સહારો લીધો. જ્યોતિષીએ કહ્યું તમે જીવનમાં કરેલા કોઈ નાના સુકૃતનું પુણ્ય આના બદલામાં આપી દો. તમારી બિમારી દૂર થશે. અરે ! તે દર્દીની પાસે જીવનના છ દસકા પૂરા થવા છતાં, સાધન સંપન્નતા હોવા છતાં તેને સુકૃતની કૃપણતા જ વરી હતી. તેની પાસે એટલું પણ પુણ્ય ન હતું. અને જે લાવ્યો હતો તે તો ખર્ચાઈ ગયું હતું. - આપણા જીવનમાં આવું ન બને તે માટે સજાગ થઈ જજો. પૂર્વનું ખર્ચાઈ જાય તે પહેલાં મળેલા પુણ્ય વડે પુણ્યની વૃદ્ધિ કરી, સર્વ પ્રકારે આત્મ સન્મુખ થવાય. સમ્યગ્દર્શનનું લક્ષ બની રહે તેવો દઢ સંકલ્પ આ કાયાનો વિયોગ થાય તે પ્રથમ કરી લેવો. પુણ્યબંધના જિનભક્તિ ઇત્યાદિ નવ ભેદ છે. તે સર્વમાં કલગી રૂપ, સરળતાથી સાધ્ય પુણ્ય નવકાર મંત્રના આલંબનમાં રહેલું છે, તે વિધિથી, શુધ્ધથી બુદ્ધિથી અને શ્રદ્ધાથી ગણવામાં આવે તો તે સર્વ પાપનો નાશ કરવા સમર્થ છે. દાનાદિ સર્વ ક્રિયાઓની પાછળ જીવોની ભાવના સંસારથી, સંસારના સંતાપથી મુક્ત થવાની છે. જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય, ને સંસારમાં જન્મ લેવો પડે ત્યારે મોક્ષના સાધનો મળે, પાત્રતા કેળવાય તેના મૂળમાં દાન, પુણ્ય, પરોપકાર, ધર્મ અનુષ્ઠાનોનું આલંબન રહેલું છે. નિઃસ્પૃહભાવે કરેલા એ સર્વ કાર્યો પુણ્યની વૃદ્ધિ કરી મોક્ષપંથના પથિક થવામાં સહાય કરે છે. સંયમાદિના સેવનથી ભાવની નિર્મળતા થાય છે ત્યારે અશુભ કર્મોનો બંધ અટકે છે. પૂર્વનાં કર્મો નાશ પામે છે. દાન, શીલ, તપ એ પુણ્યની પરંપરા સર્જીને વિશુદ્ધ ભાવને પ્રગટ કરે છે. જે મુક્તિનું કારણ બને છે. તમને જે ગમે છે તે આપો તેમાં આનંદની વૃદ્ધિ છે. તમારી પાસે જે સામગ્રી સારી છે, જે ઉત્તમ વિચારો કે શીલાચાર, તે પણ ૧૪૪ x ધૃતસાગરનાં બિંદુ Page #156 -------------------------------------------------------------------------- ________________ વહેંચો, તે તમારા જીવનનો સંદેશ બની રહેવો જોઈએ. તમને જીવવું ગમે છે તો અન્યને જીવતદાન આપો. તમને સન્માન ગમે છે તો તમે અન્યને સન્માન આપો. પ્રાણ રક્ષા માટે તમને જેની જરૂર પડે છે, તે તમે અન્યને આપો. તે બધું તમને વળતર સાથે પાછું મળશે. તેથી પણ વિશેષ આ જન્મમાં તમે સાચા સુખનો અનુભવ કરશો. જે તમને તમારા ભોગ સુખમાંથી નહિ મળે. વાસ્તવમાં આત્માની વિકાસયાત્રાનો પ્રારંભ પુણ્યથી થાય છે. માનવજન્મમાં તે વિકાસના શિખરે પહોંચવાની સુગમતા છે. તે પુણ્ય તેરમાં ગુણસ્થાનક સુધી સાથે રહે છે, છતાં તે બાધક થતું નથી. ભોગવૃત્તિ, સ્વાર્થ, અહંકાર જેવા દૂષણ રહિત જેનું પુણ્ય છે તે બાધક થતું નથી. એ પુણ્ય પાત્રને અનુસરીને લૌકિક કે લોકોત્તરપણાનું સ્વરૂપ પામે છે. જો પાત્ર લૌકિક દૃષ્ટિવાળો છે તો તેનું પુણ્ય લૌકિક પરિણામ પામશે. જે બાધક છે. જો પાત્ર લોકોત્તર ભાવવાળો છે તો તેનું પુણ્ય લોકોત્તર પરિણામ પામી પરંપરાએ મુક્તિદાતા બને છે. ૦ પુણ્ય-પાપ છે જિનાગમોમાં પુણ્યબંધના નવ અને પાપના અઢાર પ્રકાર બતાવ્યા છે તમને થશે કે પાપની તીવ્રતા વધુ હોય છે તેને દૂર કરવા પુણ્યની સંખ્યા છત્રીસ કેમ નહિ ? અર્થાત્ પુણ્ય વધુ તીવ્ર કેમ નહિ ? ભાઈ પુણ્ય ભલે સંખ્યામાં ઓછું હોય પરંતુ શક્તિમાં પુણ્ય પ્રબળ છે. જેમ અગ્નિનો કણ મણ કચરાને બાળીને ભસ્મ કરી શકે છે, તેમ પાપના ગંજને ઉત્તમ પુણ્ય ભસ્મ કરી શકે છે. નવ પ્રકારનાં પુણ્ય ૧. અન્નપુણ્ય, ૨. જલપુણ્ય, ૩. વસ્ત્રપુણ્ય, ૪. આસનપુણ્ય, ૫. શયનપુણ્ય, ૬. મનોયોગપુણ્ય, ૭. વચનયોગપુણ્ય, ૮. કાયયોગપુણ્ય, . ૯. નમસ્કારપુણ્ય. પાપના અઢાર પ્રકાર ૧. હિંસા, ૨. અસત્ય, ૩. ચૌર્ય, ૪. મૈથુન, ૫. પરિગ્રહ, ૬. ક્રોધ, ૭. માન, ૮. માયા, ૯. લોભ, ૧૦. રાગ, ૧૧. વૈષ, ૧૨. કલહ, ૧૩. અભ્યાખ્યાન (આરોપ) ૧૪. પૈશુન્ય (ચાડીચૂગલી), ૧૫. રતિ-અરતિ, (ગમો-અણગમો), ૧૬. પરપરિવાદ (નિંદા), ૧૭. માયામૃષાવાદ, ૧૮. મિથ્યાત્વ શલ્ય. સ્વત:સિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા ૪ ૧૪૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ નવ પુણ્ય હો કે એક પુણ્ય હો નવપદ હો કે એક પદ હો નવકાર હો કે એક નમસ્કાર હો. દરેકમાં રહેલા ઉત્તમ ભાવ પાપનાશક છે. જેને પુણ્યતત્ત્વના સ્વરૂપનું જ્ઞાન છે, તે પુણ્યના પ્રભાવે મળેલી વસ્તુને જાણતા કે પામતા, તેમની દૃષ્ટિ એ પુણ્યનો સ્ત્રોત જ્યાંથી આવ્યો તેવા પરમાત્મા પ્રત્યે હોવાથી તેમને તે પુણ્યનું કથંચિત સુખ બાધક થતું નથી. પુણ્ય-પાપની સાચી પરીક્ષા શુભાશુભ ક્રિયાથી થતી નથી. કોઈ સાધક સામાયિક કે ધ્યાન જેવી ક્રિયામાં આર્તધ્યાનમાં જતો રહે અને કોઈને બાહ્ય પ્રવૃત્તિનો ઉદય હોય છતાં તે સમતામાં ટકી રહે. તેથી પ્રવૃત્તિ-ક્રિયા ઉપરથી પુણ્ય કે પાપ પરખાતું નથી. પરંતુ તે ક્રિયા સમયે અંતરમાં જે શુભાશુભ ભાવ છે તેના પર પુણ્ય-પાપના અનુબંધનો આધાર છે. સમગ્ર આરાધનાઓ પાપનું શોષણ અને પુણ્યનું પોષણ કરે છે. પાપનું શોષણ થતાં બંધ હેતુઓનો ત્યાગ થવાથી જીવ સમ્યક્તવાદિ પામે છે. પ્રભુ પૂજાનો આરાધક પાપનો પરિહાર કેવી રીતે કરે છે ? ચૈત્યવંદનાદિ ભાવ સ્તુતિ વડે જ્ઞાનાવરણીય, દર્શનાદિ વડે દર્શનાવરણીય વીતરાગ ભાવ વડે મોહનીય અને યોગમુદ્રા વડે અંતરાય કર્મ, એમ ચારઘાતી કર્મના ઉપદમાદિ થાય છે. , પ્રભુના નામનું સ્મરણ કરવા વડે અશુભ નામકર્મનો નાશ, પ્રભુને વંદન કરવા વડે અશુભ ગોત્રનો નાશ. જીવોની રક્ષા વડે અલાભ વેદનીયનો નાશ અને પ્રભુના અક્ષયપદને ભાવવા વડે આયુષ્ય કર્મનો નાશ થાય છે. અંતે આયુષ્ય પૂર્ણ થતાં અઘાતી કર્મો સંપૂર્ણ નાશ પામે છે. જીવ મુક્ત થાય છે. ૦ કર્મ સિદ્ધાંત ઉપકારી છે ? ૦ તમે સાંભળ્યું હશે કે આત્મા જ સ્વયં પરમાત્મા છે. પણ તે ક્યારે ? , આત્મા પરમાત્મ સ્વરૂપ હોવા છતાં તે વર્તમાનમાં કર્માવૃત્ત છે તે કર્મોનો નાશ કરવાથી પરમાત્મસ્વરૂપ પ્રગટ થાય છે. અર્થાત્ આત્માનું પરમાત્મ સ્વરૂપમાં ભળી જવું, અભેદ થઈ જવું, તે કર્તવ્ય છે. કારણ ૧૪૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #158 -------------------------------------------------------------------------- ________________ કે સંસારી જીવ મહદ્અંશે દેહ સાથે અભેદ થઈ ગયો છે. તેથી તેનું પરમાત્મસ્વરૂપ તે અનુભવી શકતો નથી, કે તેને તેવી શ્રદ્ધા થતી નથી. કર્મશાસ્ત્રો ભલે કર્મની મુખ્યતાથી કથનલેખન કરે પરંતુ તેનો સંદર્ભ તો કર્મ સ્વરૂપને જાણીને દેહથી, ભેદજ્ઞાન કરાવવાનો છે. જેથી સ્વાભાવિક અભેદ ધ્યાનની ઉચ્ચ ભૂમિકા પર આત્માને લઈ જવો તે કર્મના સિદ્ધાંતોમાં ગર્ભિત છે. કર્મ : કર્મના બે ભેદ છે, ભાવકર્મ અને દ્રવ્યકર્મ જીવ દ્રવ્યકર્મનું નિમિત્ત પામી સ્વયં રાગ દ્વેષાદિ રૂપે પરિણમે છે તે ભાવકર્મ છે, અને ભાવકર્મનું નિમિત્ત પામી કામણવર્ગણાના પરમાણુનો આત્મા સાથે સંયોગ થવો તે દ્રવ્યકર્મ છે. જો રાગાદિ ભાવની મંદતા થાય તો કર્મ પણ મંદ થાય. કર્મ એ ક્રિયા કહેવાય છે ! જીવ દ્વારા મિથ્યાત્વાદિ દ્વારા જે પરિણામ થાય (કરાય) તે કર્મ. આ ભાવકર્મ જીવનો સ્વભાવ નથી, વૈભાવિક, વિકારજનિત ક્રિયા છે. કષાય એ કર્મનું પડળ છે. લેપ છે. કષાયમુક્તિ નિર્લેપતાથી થાય છે. વીતરાગભાવ એ નિર્લેપતાનો સૂચક છે. તેથી ક્રિયા મુક્તિ નહિ પણ કષાયમુક્તિ આવશ્યક છે. જીવ કર્મથી બંધાય છે, એટલે રાગાદિ કષાયથી બંધાય છે. ભેદ જ્ઞાન કર્મથી જીવને જુદો પાડે છે એમ જ્ઞાન-ક્રિયાનો સમુચ્ચય સંબંધ છે. મનોનિગ્રહ ઇન્દ્રિયવિજય અહિંસાદિ ક્રિયા મૂલક છે. ચિત્ત શુદ્ધિ, ધ્યાન, ચિંતન ઈત્યાદિ જ્ઞાનમૂલક છે. દેહ દૃષ્ટિ પશુતામૂલક છે. આત્મદષ્ટિ આત્માની દિવ્યતા પ્રગટ કરે અંતર દૃષ્ટિ દ્વારા પોતામાં વર્તમાન પરમાત્મ ભાવ દેખાય છે. તેને પૂર્ણપણે અનુભવવો તેનું નામ જીવનું શિવ થવું છે. * વાસ્તવમાં આત્મા મન, વચન, કાયા-કર્મથી ભિન્ન છે. સંયોગ અપેક્ષાએ એકમેક થયો છે. મન દ્વારા જીવ રાગાદિ ભાવ કર્મથી બંધાય છે. વચન દ્વારા ઠેષ વ્યક્ત કરી બંધાય છે અને કાયા દ્વારા અશુભ કર્મ દ્વારા મોહમાં ફસાઈને બંધાય છે. આ ત્રણે યોગને તેના રાગાદિ ભાવને જીતનારો પરમાત્મ સ્વરૂપ પામે છે. જીવ કર્મના સંબંધમાં ક્યારથી છે ? જીવ અનાદિ છે, કર્મ અનાદિ છે. સંસાર અનાદિ છે. મોક્ષ અનાદિ છે. સ્વભાવથી મુત, વિભાવમાં રહેનારો જીવ કર્મના સંબંધમાં સ્વત:સિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા * ૧૪૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ આવવાની શક્તિ સ્વયંસ્કૂરણા અનાદિથી છે, તે સહજમળ છે. સ્વભાવથી કર્મના સબંધથી છૂટવાની જીવની શક્તિ તે તથાભવ્યત્વ છે જે મુક્તિ ગમનની યોગ્યતા ધરાવે છે. સહજમળ એટલે જીવ સાથે કર્મનું સાતત્ય. એ સાતત્ય અનાદિથી ચાલ્યું આવે છે, અને જો તથાભવ્યત્વનો કે આધ્યાત્મિકતાનો વિકાસ ન થાય તો તે અનંતકાળ ચાલવાની શક્યતા છે. તથાભવ્યત્વનો પરિપાક અરિહંતાદિના શરણ અને શ્રદ્ધાથી થાય છે. એ શરણ દુષ્કતની-દોષોની ગર્તા-પરિહારથી દઢ થાય છે. સુકૃતની અનુમોદનાથી ચિત્ત શુદ્ધ થાય છે. શરણમાં શ્રદ્ધા વડે ગુણો વૃદ્ધિ પામે છે ત્યારે તથાભવ્યક્ત (મોક્ષમાર્ગને યોગ્ય પાત્રતા) પરિપાક થાય છે. જીવને સંસાર પ્રત્યે આકર્ષણ સહજમળ - કર્મની અનેક પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે જીવને મુક્તિ પ્રત્યે દેઢતા કરાવવાનું કાર્ય તથાભવ્યત્વ કરે છે. સહજમળ કર્મનો નાશ થવાથી પાપનો નાશ થાય છે, તથા ભવ્યત્વના વિકાસથી સ્વભાવરૂપ ધર્મનું સેવન થાય છે. સ્વભાવ સન્મુખ થવા અને સંસારથી વિમુખ થવાનું પ્રયોજન દુતની ગર્તાથી થાય છે. મુક્તિ સન્મુખ થવાનું કારણ-પ્રયોજન સુકૃતાનુમોદનથી સિદ્ધ થાય છે. વિષય અને કષાય સહજમેળના સાથીઓ છે, તે સહજમળની વૃદ્ધિ કરે છે. દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ સ્વભાવરૂપ હોવાથી સહજમાનો નાશ કરે છે. વાસ્તવમાં કર્મપ્રકૃતિ અચેતન છે પરવસ્તુ છે, છતાં તેને સહજમળની ઉપમા આપવામાં આવી છે. કારણ કે જીવે અનાદિથી તેની સંગત કરી છે હજી પણ તેનાથી છૂટવાનો પુરુષાર્થ કરતો નથી, તેથી સ્વભાવની સહજતા મૂકીને પરાયી વસ્તુમાં રાચીને તેને સ્વભાવ માનીને સંસારમાં રખડે છે. કર્મ અને તેના ફળનો કાર્યકારણ સંબંધ છે. કર્મ અને તેના ફળની પાછળ એક વ્યવસ્થિત તંત્ર ચાલે છે. અજ્ઞાનવશ જીવ કર્મનો કર્તા હોવાથી ફળનો ભોક્તા થાય છે. મહદ્અંશે જીવો કર્મ અને તેના ફળ વિષે અજ્ઞાન છે. તેથી લાચાર થઈ દુઃખ ભોગવે છે અને દુરાચારનું સેવન કરે છે. એ દુઃખ ક્યાંથી ઉત્પન્ન થયું ? ન ઈચ્છવા છતાં કેમ દુઃખ ભોગવવું પડ્યું ? તેવી વિચારશક્તિ પણ તે જીવો ધરાવતા નથી એટલે દુઃખનું મૂળ તેઓ જાણતા નથી પછી તેનો ઉપાય તેઓ કેમ કરી શકે ? ૧૪૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #160 -------------------------------------------------------------------------- ________________ વળી ભૌતિક જગતના સુખના કારણને પણ તેઓ જાણતા નથી. આવા સત્યને નહિ સમજવાથી જીવો વિના પરિશ્રમે, વિના અધિકાર ઇચ્છિત વસ્તુનું સુખ મેળવવાની મનોદશા ધરાવે છે, અને તેથી સદાચારને બદલે દુરાચાર સેવે છે અને એ સુખનાં સાધન મેળવવા અન્ય દેવ-દેવીઓને માનીને, તેના ચમત્કારનો ભ્રમ સેવે છે. વળી તે દેવ દેવીઓ સુખ આપશે તેવા ભ્રમમાં સત્ય પુરુષાર્થને છોડી દે છે. આમ જીવનનું અવમૂલ્યન કરે છે. જીવ ! તું ભલે અજ્ઞાન છે, પરંતુ કર્મ ફળના કાર્ય કારણનો સંબંધ કંઈ ભૂલથાપ ખાવાનો નથી. અશુભ કર્મ કરીને સુખને ઇચ્છનારા, યોગ્યતા વગર ઇચ્છિત ફળને ઇચ્છનારા, વિના પરિશ્રમે મેળવેલું, કે અનીતિથી મેળવેલું હશે તેનું ફળ અચૂક પામે છે. તેવો અવિચળ નિયમ છે. જેવું કર્મ હોય તેવું સ્વતઃ ફળ આવે છે. માટે જ્યારે દુઃખદ ફળ મળે ત્યારે વિચારવું કે આ મારું કરેલું જ પાછું મળ્યું છે, કંઈ અધ્ધરથી આવ્યું નથી. માટે જો દુઃખ ન જોઈતું હોય તો દુઃખના કારણરૂપ પાપનો દુરાચરનો, દુષ્કૃત્યનો, સાથ ત્યજી દે, તે તને કેવળ હલાહલ વિષનું પાન કરાવનાર છે. વળી કોઈ સુકૃત કરીને ફળાસક્ત ન થતો. તેવી મનોવૃત્તિ જીવને સ્વાભાવિકતાથી ટ્યુત કરે છે. જીવનું લક્ષ્ય ઉત્તમ પ્રકારના વાવેતરનું હોય તો તેને આસક્તિ રહિત બનાવે છે. કાર્ય-કારણ સર્વથા ભિન્ન નથી. પરંતુ એક જ ક્રિયાની વહેલી મોડી થતી અવસ્થાઓ છે. એ રીતે કર્મ અને ફળ જુદાં નથી. કર્મ કારણ છે તો ફળ કાર્ય છે. કર્મના પ્રારંભ સાથે જ ફળની શરૂઆત થાય છે. આપણને દેખાય કે ન દેખાય પણ કર્મના ફળનો નિયમ અસંદિગ્ધ છે, સત્ય છે, અફર છે. સાવ મફતમાં કદી કોઈને કંઈ પ્રાપ્ત થતું નથી. પ્રાપ્ત થાય તો પચતું નથી, કેવળ ફળાશક્તિ જીવને અશક્ત બનાવે છે. જીવનું લક્ષ ઉત્તમ પ્રકારના વાવેતર તરફ વળે તો ફળાશક્તિ નામશેષ થાય છે. સ્વત સિદ્ધ ન્યાયતંત્ર: કર્મસત્તા * ૧૪૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ પર છે ૮. અહિંસા પરમો ધર્મ ક આ સૂત્ર પરમાર્થ પંથના પથિકને શ્રવણમાં આવ્યું હોય છે. એ સૂત્રના ધર્મને પાળવાનો અને પામવાનો તે યત્કિંચિત પ્રયાસ કરતો હોય છે. પરંતુ સામાન્ય માનવોને આવાં સૂત્રો હવે પૂરાણાં જણાય છે, તેનું તાત્પર્ય તેથી તેમની સમજમાં બોધરૂપે પરિણમતું નથી. એટલે તે ધર્મ પરમ હોવા છતાં જીવ પામરતા ખંખેરીને જાગૃત થતો નથી. વળી પ્રસંગે તેનો થોડોક મહિમા જાણી જણાવી સૌ સંતુષ્ટ થઈ જાય છે. તેવા આ કળિયુગમાં પૂજ્ય પંન્યાસજીએ પોતાના અનુભવના નિચોડરૂપે કેટલાંક રહસ્યો આપણને ખોલી આપ્યાં છે. ' “જીવમાત્ર સાથે દ્વેષનો અભાવ અને પ્રેમનો સદ્ભાવ તે અહિંસા છે. જીવમાત્ર સાથે અભેદનું અનુસંધાન તે સમાપત્તિ છે. “આત્મવત્સભૂતેષુ સુખ દુઃખે પ્રિયા પ્રિયે, ચિત્ત યજ્ઞાત્મનોડ નિષ્ઠાં હિંસામન્યસ્ય નાચરેત” સુખમાં કે દુઃખમાં, પ્રિયમાં કે અપ્રિયમાં સર્વ પ્રાણીઓ પ્રત્યે આત્મવત્ જોનારો પોતાને માટે હિંસાને અનિષ્ટ માનતો અન્યની હિંસા ન કરે. સામાન્ય રીતે આપણે અહિંસાનો અર્થ એમ કરીએ છીએ કે કોઈની હિંસા ન કરવી કે કોઈ જીવને મારવો નહિ. અહિંસાનો અર્થ આટલો સીમિત નથી. સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત થાય તેવો એ પરમ ધર્મ છે. ૦ દ્રવ્ય અહિંસા ભાવઅહિંસા ૦ મનુષ્યનો જીવો સાથેનો સંબંધ રાગદ્વેષયુક્ત હોય છે. તે દ્વેષયુક્ત કે દ્વેષની છાયાવાળા રાગને પ્રેમની ઉપમા મળતી નથી. પ્રેમ શબ્દનો અર્થ સ્થૂલ કરવાથી તેમાં કંઠ ઊભું થવાનું. પરંતુ અહિંસાભાવથી ફલિત થતો પ્રેમનો અર્થ એકમાર્ગી છે. અપેક્ષા, અભાવ, આકુળતા રહિત ભાવ તે પ્રેમ છે. જેના સંસારની આસક્તિ ટળી છે, સ્વાર્થીદિ શમ્યા છે તે આ તત્ત્વને ઉપાસે છે, તેને યોગી કહેવામાં આવે છે. માનવી જગતમાં ઋણાનુબંધ લઈને જન્મે છે. જેવા ભાવે તેણે - જીવો સાથે વ્યવહાર કર્યો છે, તેવા ભાવોનો પ્રત્યુત્તર મળે છે. પ્રેમનો ૧૫૦ ૪ શ્રુતસાગરનાં બિંદુ For private & Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ જવાબ પ્રેમથી મળે છે, વેરનો જવાબ વેરથી મળે છે. પ્રેમથી વેર શમે છે. વેરથી ઝેર ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં કોઈ કોઈને સુખ-દુઃખ આપી શકતું નથી પરંતુ નિમિત્તાધીન સંયોગમાં પરસ્પર જીવો સુખ-દુઃખનું કારણ બને છે. પ્રિય-અપ્રિયનું કારણ બને છે. પરંતુ યોગી, કે સાધક સુખના કે દુઃખના નિમિત્તમાં, અન્ય પ્રત્યે આત્મવત્ દૃષ્ટિ રાખી સુખનાં કારણોને ઇષ્ટ કે દુઃખના કારણો અનિષ્ટ માનતો નથી. મને આ વ્યક્તિ પ્રિય છે અને અમુક અપ્રિય છે તેવા ભાવથી તેવા સંયોગમાં રાગદ્વેષ કરતો નથી, પરંતુ સર્વમાં આત્મવત્ ભાવના રાખે છે. પોતાને કોઈ હશે કે દુ:ખ આપે તો તેને દુઃખદાયક લાગે છે. તેમ અન્યને પણ તેમ કરવાથી દુઃખ થશે તેમ માની હિંસા કરતો નથી. આથી જીવમાત્ર પ્રત્યે દ્વેષનો અભાવ પ્રેમનો સદ્ભાવ તે અહિંસા કહી. જીવમાત્ર ચૈતન્ય લક્ષણથી સમાન છે તે ભાવને જીવમાત્ર સાથે જોડવો તે અભેદનું અનુસંધાન છે. અહિંસાના મુખ્યત્વે બે ભેદ છે. દ્રવ્ય અહિંસા (બાહ્ય) અને ભાવ અહિંસા (અંતરંગ). બાહ્ય અહિંસા અન્ય જીવોને હણવા નહિ. મન, વચન, કાયાથી તે જીવો પ્રત્યે પ્રેમ-વાત્સલ્ય રાખવા. ભાવ અહિંસા એટલે જીવે પોતાના જ કલ્યાણ માટે રાગાદિભાવ રૂપ હિંસા ન કરવી. રાગાદિ ભાવ વડે સ્વના ગુણો હણાય છે. આમ દ્રવ્ય અને ભાવ અહિંસાની ઉપાસનાથી અહિંસા પરમો ધર્મ મનાય છે. અન્ય જીવો પ્રત્યે રાગ કે દ્વેષ કરવો એટલે સ્વભાવથી ચ્યુત થઈ વિભાવમાં જવું, તે સ્વભાવનો ઘાત-ડ્રાસ છે. તેથી જીવનું અનિષ્ટ થાય છે. અન્યને હણવામાં ભાવ તો દૂષિત છે, પરંતુ અન્યના દુઃખનું કારણ થવું તે સ્વને અપરાધી બનાવીને સ્વનું જ અનિષ્ટ છે. અહિંસાનું પાલન શુરાતન માંગે છે. અર્થાત્ દુવૃત્તિઓને વશ રાખવી પડે છે. ક્રોધાદિ કષાયનો નિગ્રહ કરવો પડે છે. વિષયોથી દૂર થવું પડે છે. અસત્ ક્રિયાઓ વર્જ્ય થાય છે. અહિંસા પાલન પળે પળનો હિસાબ માંગે છે. બહારમાં મન, વચન કે કાયાએ કોઈ જીવ દુભાતો નથી કે હણાતો નથી. અંતરંગ તો જાણે સર્વ જીવોના વાત્સલ્ય અને નિર્દોષ પ્રેમથી ભરપૂર છે. “અહિંસા એ સાક્ષાત પરમાત્મ સ્વરૂપ છે, પ્રેમ અને પરમાત્મા અહિંસા પરમો ધર્મ × ૧૫૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ પૂર્ણ શુદ્ધ થા મા કિથિત એક જ છે. અભેદનું પણિધાન અને પરમાત્માનું ધ્યાન અભિન્ન છે.” વીતરાગ માર્ગ શુષ્ક નથી, પ્રેમ તત્ત્વથી મધુર છે. વીતરાગ માર્ગનો અનુયાયી અહિંસા અને પ્રેમનો આરાધક છે. અનુષ્ઠાનો, વ્રત, તપ, જપ, સ્વરૂપ પ્રત્યે લઈ જનારા નિમિત્તો છે, તો અહિંસા અને પ્રેમ સ્વયં સ્વરૂપમય છે. પૂર્ણ શુદ્ધ સ્વરૂપે, પરમાત્માનું સહજ પ્રાગટ્ય પ્રેમ દ્વારા વિશ્વના પ્રાણી માત્રના કલ્યાણ માટે સતતપણે થતું રહે છે. એથી ત્રિવિધ તાપથી તપ્ત સંસારમાં જીવોને યત્કિંચિત સુખશાતા મળે છે. જો આ પ્રેમતત્ત્વનું સતત વહન થતું ન હોત તો માનવની પૃથ્વી નરકમાં પરિવર્તિત થવાની સંભાવના છે. તેને માટે અલગ પૃથ્વીની જરૂર ન રહેત. એ પ્રેમનું ઝરણું મહાપુરુષો, સતીઓ કે ઉત્તમ જીવો દ્વારા વહેતું રહે છે. અંતરમાં જેને કરુણા છે તેનો આચાર અહિંસાપ્રધાન હોય છે. તેમાં પાંચ ઇન્દ્રિયોનો અને મનનો નિગ્રહ થાય છે. એવી કરુણા અસંયમી સાધી શકતો નથી. કારણ કે સુખભોગ ખાતર, મનની તૃષ્ણાના પોષણ ખાતર જીવો અનુચિત કાર્યો કરતાં અટકતા નથી. તેથી અહિંસા સંયમનું શુરાતન માંગે છે. એ શુરાતન અહિંસામૂલક હોવાથી કરુણામાં પરિવર્તિત થઈ જીવો સુધી પહોંચે છે. સર્વોચ્ચે કરુણાના સ્વામી તીર્થકર પરમાત્મા છે. ૦ અહિંસામાં પરમાર્થ પરાયણ જીવન ૦ સર્વજ્ઞ પરમાત્માએ ઉપદેશેલું વિશ્વનું વિધાન પ્રાણીમાત્રના કલ્યાણ માટે અવિરતપણે ચાલી રહ્યું છે. ભલે તે પ્રગટપણે અલ્પસંખ્ય માનવો દ્વારા પ્રગટ થતું જણાય, છતાં એ કાર્યની સ્વયં શ્રેષ્ઠતા છે, એવી શ્રદ્ધા સમ્યગુ છે, એનો બોધ સમ્યગૃજ્ઞાન છે. અને તેવું આચરણ સમ્યગું ચારિત્ર છે. આ રત્નત્રયી વડે જીવ અગાધ સંસાર સાગરને તરી જાય છે. અને જ્યાં સુધી તે ભવ ધારણ કરે છે ત્યાં સુધી આરોગ્ય, બોધિલાભ અને સમાધિને સિદ્ધ કરતો જાય છે. કારણ કે એ રત્નત્રયી સ્વયં ધર્મસત્તા છે. તે સ્વયં પ્રાણીઓનું હિત કરનારી છે. એ સભ્ય જ્ઞાનાદિ રાગી કે અજ્ઞાનીને પલ્લે પડતા નથી. એ જ્ઞાન કે વીતરાગતા, અંતરંગ શુદ્ધતાથી પ્રાપ્ત થાય છે અને આત્મવિશુદ્ધિ અહિંસા, તપ અને સંયમ દ્વારા શક્ય છે. સંયમાદિ દ્વારા સંકલ્પ-વિકલ્પ ૧૫ર * શ્રુતસાગરનાં બિંદુ Page #164 -------------------------------------------------------------------------- ________________ શમી જવાથી એ જ્ઞાન પૂર્ણ જ્ઞાન રૂપે પ્રગટ થાય છે. અહિંસાથી કાયા, સંયમથી ઇન્દ્રિયો અને તપથી મનની યતના થાય છે. ત્રણે સ્નેહરૂપ છે, તે ઉત્કૃષ્ટ વાત્સલ્ય છે એ વીતરાગતા સુધી લઈ જાય છે. નાનીસરખી આગને ઘડો પાણી શાંત કરી શકે પરંતુ વનના દાવાનળને તો મેઘની ધારા જ શાંત કરી શકે. તેમ તપ જપાદિ અનુષ્ઠાનો નિર્જરા કરે પરંતુ સર્વ જનહિતાયની સર્વોત્કૃષ્ટ ભાવના સંસારના સંપૂર્ણ દુઃખોને શમાવી શકે. તપ આદિ દ્રવ્યક્રિયાને ભાવક્રિયામાં પરિવર્તિત કરનાર જ્ઞાન ઉપયોગ છે તેની યતના કે જાગૃતિ સર્વ કર્મ ખપાવે છે. પરમાર્થ પરોપકારનું મહાન કાર્ય વિશ્વ કલ્યાણના પ્રણેતા તીર્થંકર દ્વારા થાય છે. તેની ફળશ્રુતિરૂપે વિશ્વપ્રકૃતિ તેમના જન્મકલ્યાણ ઊજવે છે. ક્ષણમાત્ર સુખનો અનુભવ કરે છે. તીર્થંકરના દિવ્ય બોધનો ધોધ શાસ્ત્રરૂપી ગાગરમાં ઝિલાય છે. તેમાંથી સત્ય શાશ્વત તત્ત્વો મંત્ર, યંત્ર અને તંત્ર જેવાં રહસ્યો પ્રગટ થાય છે. તે દ્વારા વિશ્વ કલ્યાણનું કાર્ય અવિરતગતિએ ચાલે છે. માટે તીર્થંકરાદિની ભક્તિને મુક્તિની યુક્તિ કહી છે. ૦ અહિંસા હિંસાનું નિદાન ૦ સંસારમાં મહદ્અંશે અલ્પ-અનિયત આયુષ્ય, દુ:ખ, રોગ, સંઘર્ષ, આકુળતા જોવા કે અનુભવવામાં આવે છે, તે હિંસાનું પરિણામ છે. તે પૂર્વે આચરેલા હિંસાયુક્ત કાર્ય ભાવનું પરિણામ હોય છે. અને જ્યાં દીર્ઘાયુષ્ય સજ્જનતા, નિરોગીતા કે માન આદર છે તે સર્વે અહિંસાનું પરિણામ છે. જે પરંપરાએ યથાર્થ જ્ઞાનાદિની સન્મુખ કરે છે. આમ હિંસાથી દુઃખ અને અહિંસાથી સુખ તેવું યથાર્થ ભાન થયા પછી દુઃખમૂલક હિંસાથી બચવા માટે અને અહિંસાના પાલન માટે અંશે પણ તેની ગૌણતા થવી ન જોઈએ. જે વસ્તુ મને દુઃખદાયક છે તે અન્યને માટે ઇષ્ટ ન જ હોય. એથી જ્ઞાની અને નિઃસ્પૃહ આત્માઓએ સ્વ-પર ઉભય હિંસાને દુઃખરૂપ માની છે અને સ્વ-પર અહિંસાને સુખરૂપ માની છે. એમાં જેટલી ક્ષતિ તેટલી બાધા છે. હિંસા દુઃખરૂપ છે. દુઃખના કારણરૂપ છે, અને દુઃખની પરંપરાનું અહિંસા પરમો ધર્મ × ૧૫૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ સર્જન કરનાર છે. અહિંસા સુખરૂપ, સુખના કારણરૂપ અને સુખની પરંપરાનું સર્જન કરનાર છે. પ્રાણનાશ એ દ્રવ્યહિંસા છે. દુષ્ટ અધ્યવસાય એ ભાવહિંસા છે. દુષ્ટ અધ્યવસાય શું છે ? આર્તધ્યાન અને રૌદ્રધ્યાન દુષ્ટ અધ્યવસય છે. સઘળા કર્મબંધનો દુષ્ટ અધ્યવસાયને આધીન છે. તેમાં અસંયમાદિ, કષાય, વિકથા, રાગાદિ સર્વ દુષ્ટ અધ્યવસાય છે. જેના દ્વારા હૃદય કઠોર બને છે. એવો કઠોર હૃદયવાળો માનવ ગમે તેવા દુષ્કૃત્યો કરતાં અટકતો નથી. કાલ સૌરિકની જેમ કાલ્પનિક હિંસા કર્યા જ કરે છે. આર્તધ્યાન વડે પૌગલિક સુખોના ભોગની કે ઉપભોગની પીડા પામે છે. છેદન, ભેદન, તાડનની ક્રિયાની ક્રૂરતા તે રૌદ્રધ્યાન છે. જેના પરિણામે જીવ અનુક્રમે તિર્યંચ અને નરક ગતિ પામે છે. ૦ દુષ્ટ અધ્યવસાયના અનેક પ્રકારો છે (૧) જાણીને, હેતુપૂર્વક, અન્યને રિબાવવા કે દુ:ખી કરવા હિંસા કરવી. ઘાત કરવો. (૨) આવેશ, કામ, ક્રોધાદિને વશ થઈ, હિતાહિત ભૂલીને પાપ જનિત ક્રિયા કરવી. (૩) પોતાની હલકી વૃત્તિને પોષવા, હાસ્ય કે મજા ખાતર અન્યને દુઃખ આપવું કે સ્વયં દોષોનું સેવન કરવું. (૪) દુષ્ટ સંગતથી, કુમતિ કે કુમતથી પોતાની વાસના કે વિકારને વશ થઈ અનુચિત આચરણ કરવું. આવા અધ્યવસયાયને કારણે જીવના ભાવ કઠોર બને છે પછી તો અન્યનું દુઃખ જાણે તેનું સુખ બને છે, પણ ભાઈ એવું નથી, એ સુખ નથી પણ તારા મહા દુઃખનું કારણ છે. અન્યને પીડા ત્રણ પ્રકારે પહોંચે છે. પ્રાણનો વિયોગ થવો. પ્રાણનો વિયોગ ન થાય પણ શારીરિક પીડાઓ ઊપજે. પ્રાણીને વિયોગ કે શારીરિક પીડા થવાનો ભય ઉપજાવવો. આવા દુષ્કૃત્યનું પરિણામ અવશ્ય આવે છે. કારણ કે આત્મા નિત્યાનિત્ય છે, તેથી ભલે પ્રાણ વિયોગ થતા મરણ પામ્યો પણ જીવ અન્યત્ર ઉત્પન્ન થાય છે, તેથી હિંસા દ્વારા થતાં વેરના સંબંધો વળી ૧૫૪ : શ્રુતસાગરનાં બિંદુ Page #166 -------------------------------------------------------------------------- ________________ પાછા આવી મળે છે. વળી જીવ શરીરથી ભિનાભિન્ન છે. તેથી પ્રાણ વિયોગથી શરીર છૂટી જાય છે પરંતુ એક ક્ષેત્રમાં રહેલો જીવ શરીર દ્વારા પીડા પામે છે. આવું યથાર્થ જ્ઞાન થાય તો હિંસાનો ત્યાગ થઈ અહિંસાનું પાલન થાય છે. આમ જો જિનમત પ્રમાણે જીવને નિત્યાનિત્ય કે ભિન્નાભિન્ન ન માને તો તો હિંસકને હિંસા કરું છું તે ખોટું છે તેનું ભાન ક્યારે પણ ન થાય. એથી અન્યને હણવા છતાં હું હણતો નથી જીવ પોતાના જ આયુષ્યકર્મ પૂરું થતાં મર્યો છે તેવો ભ્રમ સેવે છે, અને હિંસાથી અટકતો નથી. તે સ્વયં અપરાધી છે. ૦ અહિંસા અને આત્માનું ઐક્ય ૦ આત્માના વાસ્તવિક-સ્વાભાવિક સ્વરૂપને જાણવું તે અહિંસા છે. આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. જો હું મને પોતાને યથાર્થપણે જાણું તો સર્વ જીવમાં રહેલા આત્માને જાણી શકીશ અને એવા જ્ઞાનથી આત્મામાં પ્રેમતત્ત્વ પ્રગટે છે. ત્યારે કોઈને દુઃખ આપી શકે તેમ બનતું નથી. આમ કોઈ પણ જીવને દુઃખ દેવાની સંભાવના દૂર થાય છે. પરંતુ જો આત્માને યથાર્થ જ્ઞાન નથી તો આત્મઅજ્ઞાનમાંથી અહં ઉત્પન્ન થાય છે. તે પરમતત્ત્વથી દૂર કરે છે. તેથી જીવ સ્વાર્થમય બને છે. પ્રેમમાંથી પ્રગટતો પરોપકાર કે અન્ય જીવહિતચિંતા અહિંસાનું સ્વરૂપ લે છે. અહંનું વિસર્જન થાય ત્યાં પ્રેમ પૂર્ણપણે પ્રગટે છે. અહં અતિ ક્ષુદ્ર અને સંકીર્ણ છે. પ્રેમ બ્રહ્મસ્વરૂપ છે. વિરાટ છે. અહં વ્યક્તિમાં જીવે છે. પ્રેમ સમિષ્ટમાં વ્યાપ્ત છે. અહં સ્વકેન્દ્રિત છે, પ્રેમ સર્વવ્યાપક છે. પ્રેમપૂર્વકના સેવા-પરોપકારમાંથી અહિંસા વિકસે છે. (૧) અહં સંકીર્ણ છે, પ્રેમ વિરાટ છે. (૨) અહંનું કેન્દ્ર વ્યક્તિ છે. પ્રેમનું કેન્દ્ર સમષ્ટિ છે. (૩) અહંમાં ગુણોનું શોષણ છે. પ્રેમમાં ગુણોનું પોષણ છે. પ્રેમ કેવી રીતે મેળવવો કે કેળવવો ? આજના યુગમાં પ્રેમ શબ્દ ઘણો નીચેની ભૂમિકાએ વપરાતો થયો છે. એ પ્રેમ નથી પરંતુ લાગણીના આવેગો છે. જે ગરમીથી ઓગળતી મીણબત્તી જેવા છે. કંઈક પ્રતિકૂળતા થઈ, વિચારભેદ થયો, પરિસ્થિતિ પલટાઈ જાય ત્યારે પેલી આવેગવાળી લાગણી કે જેને પ્રેમની ઉપમા મળી છે, તે ઓગળી જાય છે. રાગયુક્ત પ્રેમ અશુદ્ધ છે. તે કોઈ જડ કે ચેતન પદાર્થ પ્રત્યે હોય છે. રાગમુક્ત પ્રેમ સર્વ તરફ હોય અહિંસા પરમો ધર્મ × ૧૫૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ છે. રાગ રહિત પ્રેમ એ સ્વની અનુભૂતિ છે. સૌ પ્રેમ ઇચ્છે પણ આપવામાં કૃપણ રહે છે. પ્રેમને વિકૃત કરનાર અહં છે. અહં લાગણીઓને ઓગાળી નાખે છે. અહંની આગમાં પ્રેમ ભસ્મ બને છે. નિર્દોષ પ્રેમ - સાચો પ્રેમ મેળવી શકાતો નથી કે કેળવી શકાતો નથી. પ્રેમ તો અંતરંગનું વિશિષ્ટ બળ છે. તે દરેક સંયોગમાં ટકી રહે છે. પ્રેમ એ સુખ આપનારું અને સુખેથી જીવડનારું તત્ત્વ છે. પ્રેમ સ્વયં દુ:ખનું વિસર્જન છે. કારણ કે તે સર્વત્ર ચેતનાના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. આથી પ્રેમ પાત્રના વિયોગમાં પ્રેમનું વિસર્જન થતું નથી, કે વિસ્મરણ થતું નથી. વળી પ્રેમ દુઃખને દૂર કરે છે. જે સુખ આપણને ઈષ્ટ છે, તે બીજાને માટે ઇચ્છવું તેવો આત્મવત્ સહજ ભાવ તે પ્રેમ છે. ઉદારતા જેવા ગુણમાંથી કે સત્યનિષ્ઠામાંથી પ્રેમની નિર્દોષતા પ્રગટ થાય છે. - સાંસારિક દુઃખોમાં જીવ મૂચ્છિત થઈ જાય છે. હિતાહિત સમજી શકતો નથી. જો એ દુઃખ પોતાના જ કર્મફળની પેદાશ છે તેમ માને તો તે દુઃખ તેને આત્મપ્રકાશ આપે છે. પૌદ્ગલિક ઉપાયો વડે જે તે દુ:ખને દૂર કરવા મથે છે, તે વધુ દુ:ખને ઉત્પન્ન કરે છે. માટે દુઃખનું, પરમાર્થ દુઃખનું કે જ્ઞાનના અભાવનાં દુઃખનું વિસ્મરણ નહિ પણ ભવ સ્વરૂપચિંતન કરવું. વિપાક વિચયની જેમ ધ્યાન કરો તો દુ:ખનો સાક્ષાત્કાર આત્માને જાગૃત કરશે. તે જાગૃતિ મોહ નિદ્રાને તોડે છે અને ચેતનાની અલૌકિકતાને અનુભવે છે. ૦ આત્મજ્ઞાન-અહિંસા ૦ જે જ્ઞાનનું ફળ વિરતિ છે તે જ્ઞાન સત્ ક્રિયા સહિત હોય છે. જ્ઞાનીજનોની પરિણતિ અહિંસાયુક્ત હોય છે. જ્ઞાન સહિતની અહિંસા પરમધર્મ મનાય છે. આત્મજ્ઞાન હોય અને સર્વ જીવ હિત ચિંતારૂપ મૈત્રી ભાવ ન હોય કે અહિંસા ન હોય તેવું જ્ઞાનનું સ્વરૂપ નથી. સાચું જ્ઞાન અહિંસા અને પ્રેમથી નિખરે છે, દઢ બને છે. અલ્પ જ્ઞાનનું વિશેષ નિર્મળ થવું તે પ્રજ્ઞા છે. જ્ઞાન અને અહિંસાની જેમ પ્રજ્ઞા અને પ્રેમ અભિન્ન છે. પ્રજ્ઞા એટલે વિષય - કષાય રહિત જ્ઞાનનું પ્રાગટ્ય. તે જ્ઞાન સ્વ-પર પ્રકાશક હોય છે. જ્ઞાનની શુદ્ધ શક્તિ કેવળ જ્ઞાતાપણે ટકે છે. બાહ્ય પદાર્થોમાં વિકાર ૧૫૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #168 -------------------------------------------------------------------------- ________________ સહિત જ્ઞાન છે તે વિપરીત જ્ઞાન છે. તેથી તેને અજ્ઞાન કહેવાય છે. બહારમાંથી જ્ઞાનનું પાછા ફરવું અને સ્વભાવમાં રહેવું તે માનવચેતનાની ઉત્ક્રાંતિ છે. આવી ક્રાંતિથી માનવનું જ્ઞાન વિશ્વવ્યાપક બને છે એ જ્ઞાન સાથે અહિંસા પણ વ્યાપક બને છે. અહિંસાની અનુભૂતિ શુદ્ધ પ્રેમમાં પરિણત થાય છે. તેથી તે પરમધર્મ કહેવાય છે. બાહ્ય સંબંધમાંથી સ્વભાવમાં જવું તે ભાવ અહિંસાની સાધના છે, જેમાં દ્રવ્ય અહિંસા સમાઈ જાય છે. તેમાં કેવળ કોઈને હણવારૂપ હિંસાનો ત્યાગ એટલું જ નથી પણ જે ભાવ અહિંસા આત્મસ્ફુરણથી નિપજે છે તે સ્ફૂરણામાં પ્રેમમય અનુભૂતિ રહી છે. “અહિંસા એ સત્યના દીવાનો પ્રકાશ છે. સમાધિના છોડ પર સત્યના ફૂલ ઊગે છે, ને અહિંસાની સુવાસ અવકાશમાં ફેલાઈ જાય છે. અહિંસા અનુભૂતિની એક સ્થિતિ છે. આનંદધન આત્માના સ્વભાવમાં રહેનાર સદા અહિંસક છે. સર્વત્ર નિર્મળ સ્નેહ વહાવનાર છે.” ૦ અહિંસા-સંયમ-તપ ૦ અહિંસા સર્વ જીવો સાથે ઔચિત્ય ભર્યું વર્તન તે અહિંસા. તેના પાલન માટે ક્રોધાદિ કષાયોની પરવશતાનો નિગ્રહ કરવો જેથી બાહ્ય હિંસાના દુર્ભાવ ટળે. રાગાદિ ભાવહિંસા ઘટે અહિંસાના પાલનથી વિષય લોલુપતા ઘટે છે તેથી હિરાત્મ ભાવનો ત્યાગ થાય છે. તેથી તે સ્વભાવધર્મ થાય છે. જ્ઞાન અને ધ્યાન બંને સાધનામાં અહિંસા અગ્રગણ્ય હોય તો જ્ઞાન ધ્યાનની ફળશ્રુતિ મુક્તિમાં પરિણમે છે. અહિંસા તપ અને સંયમ વડે સેવાય તો તે સ્વભાવરૂપ બને છે. જેની પરિણતિ સદા આત્મામય છે તે પૂર્ણ અહિંસામય છે, તેની ચિત્તની નિર્મળતા વૃદ્ધિ પામે છે. આવી અહિંસા પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે. અહિંસા વડે પાપ નાશ થાય છે. બાહ્ય પરિસ્થિતિમાં પ્રતિકૂળતા થાય ત્યારે માનવ આવેશમાં આવે છે, ક્રોધથી ઘેરાઈ જાય છે. પરંતુ એ દુઃખથી બચાવનો ઉપાય નથી. માનવને એવી સમજ હોવી જરૂરી છે કે દુઃખથી બચવાનો ઉપાય શાંતિ સમતા છે. જેને સમતા બોધરૂપે પરિણમી છે તેને જગતમાં કોઈ શત્રુ નથી. તેની શાંતિને ગમે તેવી વિકટ પરિસ્થિતિ હણી શકતી નથી. તો પછી અહિંસા પરમો ધર્મ * ૧૫૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિમાન ! તું શા માટે તારા જ સમતા સ્વભાવને ક્રોધ વડે હણે છે. પ્રથમ પોતાના ક્રોધ વડે પોતે જ દુઃખ પામે છે, અને પછી બહારમાં જેનો સંયોગ છે તેને પણ દુઃખ પહોંચાડે છે. જો માનવ પોતાના સ્વભાવમાં રહે તો તેની આત્મિક શાંતિ જળવાઈ રહે છે. સંયમ સ્વાત્મા સાથે ઔચિત્યભર્યું વર્તન તે સંયમ છે. જીવને એમ પ્રશ્ન થાય કે દરેક પોતાના આત્મા માટે યોગ્ય જ કરેને ! ભાઈ ! એમ હોત તો ચારગતિના ચક્કરની સમાપ્તિ થઈ ગઈ હોત, પરંતુ વિષયાકાંક્ષી જીવો સ્વનું હિત કે ઔચિત્ય-ચિત શું તે જાણતા નથી. પોતાના જ આત્માને જાણવો, ઉપાસવો. વિભાવથી મુક્ત કરી સ્વભાવમાં સ્થિત કરવો, તેનું જ ધ્યાન કરવું તે સ્વાત્મા સાથે ઔચિત્યભર્યું છે, તેવું જાણતા નથી. પાંચ ઇન્દ્રિયોના નિગ્રહથી, દેહબુદ્ધિના ત્યાગથી મન, વચન, કાયાના યોગની સ્થિરતાથી સ્પર્શાદિ વિષયોની મુક્તિથી સંયમ સાધ્ય થાય છે. એ સંયમમાં દ્રવ્યહિંસા અને ભાવહિંસા બંનેથી રક્ષા થાય છે. સંયમ વડે દુ:ખ નાશ પામે છે. આ સંયમમાં ક્ષમાદિ ધર્મો પ્રગટે છે, તેથી સંવર અને નિર્જરા થાય છે. ચિત્તની સ્થિરતા વધે છે. સંયમમાં ઇચ્છાઓ પ્રશસ્ત બને છે. મોક્ષાભિલાષની જિજ્ઞાસા રહે છે. સંયમ સ્વયં શુદ્ધ ભાવને પ્રગટ કરે છે. તપ : તપના બાહ્ય છ અને અત્યંતર છ મળીને કુલ બાર પ્રકાર છે. તેમાં ધ્યાન તપ શ્રેષ્ઠ છે, જે કર્મોની નિર્જરા કરે છે. તપ વડે પરમાત્મભાવનું ધ્યાન થાય છે, પરમાત્મા પ્રત્યે આદર સત્કાર વધે છે. સમર્પણ ભાવની પુષ્ટિ થાય છે. તપ વડે દેહાધ્યાસ ઘટે છે. અને ઇચ્છાઓનો નિરોધ શક્ય બને છે. તેથી આત્મભાવમાં તન્મયતા થાય છે. તપ વડે આત્મા અને પરમાત્મા અભેદ બને છે. કારણ કે આત્મા પરમાત્મ સ્વરૂપ છતાં વર્તમાન અવસ્થામાં ભેદ થયો છે. તે કર્માવરણના નિમિત્તથી છે, તપથી કર્મનો છેદ થાય છે. તેથી આત્મસ્વરૂપમાં તન્મય થવાથી પોતે શુદ્ધાત્મા તરીકે પ્રગટ થાય છે. અહિંસા, તપ અને સંયમનું પ્રદાન મહાન છે. અહિંસા વડે સર્વ જીવી સાથે ઐક્યતાનો ભાવ આવે છે તેથી ઉચિત વ્યવહાર થાય છે ૧૫૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #170 -------------------------------------------------------------------------- ________________ અને ક્રોધ જેવાં પાપ નષ્ટ થાય છે. સંયમ વડે સ્વાત્મા સાથે ઐક્યની તન્મયતા થવાથી સ્વાત્મા સાથે ઉચિત વ્યવહાર જળવાય છે. તેથી ઇન્દ્રિયો અને મનનો સંયમ થાય છે. ભાવ વડે પરમાત્મા સાથે ઐક્ય ભાવના થાય છે, તેથી તેમની આજ્ઞાનું આરાધન પ્રબળ બને છે. તેથી અભેદભાવનો આનંદ અનુભવાય છે. અહિંસા ધર્મના પાલનથી, ક્રોધાદિ કષાયો જિતાય છે, તેથી જીવની ચિત્તશુદ્ધિ થતાં ચોથા ગુણસ્થાનકે ક્ષમાદિ ગુણો વિકાસ પામે છે. છઠ્ઠા ગુણસ્થાનકે અહિંસા, સંયમ, તપ એ ત્રણે સહજ બને છે. અને પછીના ગુણસ્થાનકે વિકલ્પ રહિત આત્મા તે જ અહિંસા સંયમ અને તારૂપ બને છે. પછી તે અહિંસાદિ પાલનના ઉપચારથી મુક્ત થાય છે. તેમની પવિત્રતા-નિર્ભયતા વિશ્વવ્યાપી બને છે. જીવને સુખ-શાંતિ ક્યાંય શોધવાની જરૂર નથી. દુઃખ મુક્તિ માટે મુંઝાવાની જરૂર નથી પરંતુ સમજ પ્રાપ્ત કરવાની છે કે પાપનું સાધન, દુઃખનું કારણ અને ભવ રોગનું મૂળ શું છે ? ૦ પાપનું સાધન ક્રોધાદિ કષાયો છે. ૦ દુઃખનું કારણ બીજ અસંયમ છે. ૦ ભવરોગનું મૂળ ઇચ્છા-વાસના છે. ૦ પાપને દૂર કરવાનું સાધન ક્ષમા છે. ૦ દુઃખથી મુક્ત થવાનું કારણ ઇન્દ્રિયસંયમ છે. ૦ વાસનાથી મુક્ત થવા ઇચ્છા નિરોધ છે. એ સર્વે ક્ષમાભાવ કે મૈત્રી ભાવનાથી કેળવાય છે. વૈરાગ્ય વડે સંયમ સાધ્ય છે. ત્યાગથી વૈરાગ્ય ટકે છે. જ્ઞાન સહિત ઉભય વૃદ્ધિ પામે છે. અહિંસા દ્વારા જીવરાશિ સાથે એકતા સધાય છે. સંયમ દ્વારા નિજાત્મા સાથે અને તપ દ્વારા પરમાત્મા સાથે એકતા સધાય છે. વિતરાગની અચિંત્ય શક્તિનો પાયો રાગ-દ્વેષરહિતતા જન્ય શુદ્ધ આત્મ પરિણતિ અને તજ્જન્ય આત્મસ્થિતિ છે. શુદ્ધ આત્મસ્થતાનો સહજ પ્રભાવ કલ્પનાતીત છે. તેને પામવાના સર્વ શાસ્ત્રોક્ત સાધનોનો વ્યવસ્થિત નિર્દેશ છે.” આવું માહભ્ય સમજવા માટે યથાર્થ જ્ઞાન હોવું જરૂરી છે. જગતના જીવો કર્માધીન છે. કર્મસત્તાના દોરડા પર નટ થઈને નાચે છે. તે જીવો કર્મવશ વિચિત્રપણે વર્તે છે. તેવા જીવોની વિચિત્રતા સહેવી, નિંદા કે ઉપેક્ષા ન કરવી તેનું આત્મકલ્યાણ થાઓ તેવી ભાવના-પરિશ્રમ અહિંસા પરમો ધર્મ * ૧૫૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ અહિંસા મૂલક છે. તે સૌને આત્મામાં સમાવવા આત્મસમ જાણવા તે મૈત્રી ભાવ છે. વળી પૂર્વ પુણ્યયોગે તમને કંઈ સુખ સામગ્રી મળી છે તેની ભોગબુદ્ધિ એ સ્વછંદ કે અસંયમ છે. આવશ્યકતા પ્રમાણે જાગૃતિપૂર્વક, સુખબુદ્ધિમાં અટક્યા વગર, તે સામગ્રીનો સદ્ઘપયોગ થાય તો તે સંયમનું લક્ષણ છે. સુખોને નિષ્કામ ભાવે સહી લેવા તે સંયમ છે. અર્થાત્ સુખોને સ્વેચ્છાએ ત્યજવા કે તે સહી લેવા તે ત્યાગ છે. વળી પૂર્વના પાપના ઉદયે દુઃખો આવી પડે તો તે નિજકર્મનું ફળ છે. સારું છે કે સમજણની અવસ્થામાં આવ્યું છે. નિર્જરવા માટે આવ્યું છે. સુભટ મેદાને પડે તેમ શૂરવીરતાથી કે સમતાથી સહી લેવું તે તપ છે. કારણ કે કર્મને તપાવવા દુઃખની પણ જરૂર છે. તેમ વિચારી તેને વધાવી સમતાથી શમાવી દેવું. વિશ્વમાં આવી વિચિત્ર જીવરાશિ ન હોત તો તમે કોની મૈત્રી ભાવના કરશો ? કોના ગુણની પ્રશંસા કરશો. કોના પ્રત્યે કરુણા કરશો અને ક્યાં મધ્યસ્થ ભાવ રાખશો ! જગતના સર્વ જીવો છૂપાં રહસ્યની જેમ કેવા ઉપકારી છે ? ભલે ભવ્ય હોય કે અભવ્ય. દોષી કે નિર્દોષ હોય. નિકટ હોય કે દૂર હોય, જંતુથી માંડીને સર્વ જીવો આ રીતે ધર્મધ્યાનના દ્વારરૂપ ચાર ભાવનાનું નિમિત્ત છે. માટે તેમનો ઉપકાર છે. જીવમાં આવી ઉદાત્ત ભાવના કેળવાય તો મોક્ષ વિકટ નહિ પણ નિકટ થાય. ૦ અણમોલ વારસો ૦ જૈનદર્શનના પ્રણેતા સર્વોચ્ચ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ પોતાનું વસિયતનામું જાહેર કર્યું. તેમાં સાધકોને અણમોલ વારસો આપ્યો. તેમાં મુખ્ય ત્રણ વસ્તુનો વિચાર કરશું. અહિંસાનો આચાર, અનેકાંતનો વિચાર, અનાસક્ત યોગ. સમભાવને અનેક રીતે વહેતો રાખવો તે અહિંસાનો આચાર. ૦ વસ્તુના સ્વરૂપને જાણવાની યથાર્થ દૃષ્ટિ તે અનેકાંત. ૦ ભૌતિક જગતના વિસ્તૃત સાધનસામગ્રી પ્રત્યે અનાસક્ત ભાવ. આ અણમોલ વારસો સ્વ-પરને સદા ઉપકારક છે. જીવનમાં કે અન્યત્ર સંઘર્ષને શમાવનારો, માયા પ્રપંચ કે દંભથી દૂર રાખનારો અને સમતાને ટકાવનારો છે. ૧૬૦ * શ્રુતસાગરનાં બિંદુ - Page #172 -------------------------------------------------------------------------- ________________ અહિંસામાં સમભાવ, પ્રેમ અને નિર્મળતા રહેલી છે. અનેકાંત ધર્મમાં યથાર્થ અને વિશાળ દૃષ્ટિનાં દર્શન થાય છે. દરેક દર્શનના સત્યાંશને ગ્રહણ કરનારી દૃષ્ટિ છે. વિરુદ્ધ ધર્મવાળા પદાર્થમાં સમન્વયકારી અનાસક્તયોગ વડે ગમે તેવા ભોગની સામગ્રીમાં પણ સાધક તૃષ્ણાથી દૂષિત થતો નથી. આ અણમોલ વારસો માત્ર શાબ્દિક કે વૈચારિક નથી, પરંતુ આચરણ તેનું મુખ્ય અંગ છે. અનેકાંત દષ્ટિ : અનેક પ્રમાણિત દષ્ટિઓનો સમુચ્ચય. તેમાં મુખ્ય બે દૃષ્ટિથી વિચારીએ તો વ્યવહાર દૃષ્ટિ અને નિશ્ચય દષ્ટિ છે. વ્યવહાર દૃષ્ટિ : સ્કૂલ અનુભવ પર અવલંબે છે. પદાર્થની બાહ્ય અવસ્થાને જાણે છે. વિશેષ જ્ઞાનને ગ્રહણ કરે છે. તેથી પદાર્થને વિવિધ રૂપે જાણી શકાય છે, જેમ કે આંબાનું વૃક્ષ તેની બાહ્ય અવસ્થાથી ઓળખાય છે. ડાળાં પાંદડાં ફળ તે તેની વિશેષતા છે, તેના વડે વૃક્ષની જાતનો નિર્ણય થાય છે. વ્યવહારદષ્ટિ પદાર્થમાં ઘણા અંગોનો સમાવેશ કરે છે. જેમકે આત્મા સત્તાથી શુદ્ધ છતાં કર્મથી બંધાયેલો છે. વળી સાધનામાં સાધ્ય ને સાધનનો ભેદ છે. જેમકે મોક્ષ સાધ્ય છે. અને મોક્ષનાં સાધનો સમ્યક્ દર્શનાદિ છે, તેથી પ્રથમ દૃષ્ટિથી સાધનામાર્ગમાં સરળતા રહે છે. પરિણામે તે નિશ્ચયમાં લઈ જનારી છે. નિશ્ચય દૃષ્ટિ સૂક્ષ્મ અનુભવના આધાર પર ઘડાયેલી છે. વસ્તુના મૂળ સ્વરૂપને અવલંબે છે. સાધ્ય અને સાધનની એક્તા છે. સાધ્ય મોક્ષ છે. છતાં આત્મા સ્વયં મોક્ષ સ્વરૂપ હોવાથી આત્મા જ સાધન છે, આવી નિશ્ચય દૃષ્ટિના અધિકારી અસંગપણાને પ્રાપ્ત મુનિજનો હોય છે. નિશ્ચય દૃષ્ટિને ધ્યાનમાં રાખીને, લક્ષ બનાવીને જે યથાર્થ વ્યવહાર દૃષ્ટિને આરાધે છે તેનો ક્રમિક વિકાસ અવશ્ય થાય છે. એવું ગૂઢ રહસ્ય સમજાય તો સ્થિરતા ટકે છે. શ્રદ્ધા પુષ્ટ થાય છે આથી વ્યવહારદષ્ટિ આરાધકને નિશ્ચયનું લક્ષ અવશ્ય હોવું જોઈએ. કારણ કે સાધનાકાળના પ્રારંભમાં કે અંતમાં લક્ષ તો એક જ છે. પ્રારંભમાં મોક્ષની પ્રાપ્તિની અભિલાષા છે અને અંતમાં તેનું પ્રાગટ્ય કે પરિણમન છે. લક્ષ અને પરિણામમાં વિપરીતતા નથી. સાધ્ય અને સાધનની એકતા નિશ્ચય બતાવે છે. આમ અનેક દૃષ્ટિયુક્ત અનેકાંતષ્ટિ વસ્તુતત્ત્વના અહિંસા પરમો ધર્મ + ૧૬૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ અખંડ સ્વરૂપનું દર્શન કરાવે છે. મિથ્યા આગ્રહો છૂટી જાય છે. અહિંસા ને અનેકાંત બંને પાંખો વડે મુક્તિયાત્રા સફળતાથી થઈ શકે છે. વિચારની વિશાળતા, અનેકાંત દષ્ટિ, અહિંસાના પાલનમાં ઉપયોગી છે. વિચારોની વિશાળતા અન્યની દૃષ્ટિમાંથી સત્યના અંશને શોધી લેશે. બીજાના સત્ય વિચારને અસત્ય માનવાનો આગ્રહ રાખવો તે હિંસાનું અંગ છે. માટે અહિંસક થવું જરૂરી છે. અહિંસા જીવનનું મૂલ્યવાન તત્ત્વ છે તેને આત્મસાત કરવા મૂલ્ય ચૂકવણી જરૂરી છે. વાસ્તવમાં અહિંસા એ જીવનતત્ત્વનું અંગ છે. તેના વડે જ જીવો પરસ્પર સંવાદિતા સાધી શકે છે. અહિંસાનું પાલન પ્રથમ જીવમાં રહેલા મલિન ભાવોને નષ્ટ કરે છે. સૌ પ્રથમ અહિંસા સમતા, સમભાવ, મૈત્રી, તરફ લઈ જાય છે એટલે અહિંસાનું પાલન કરનારે ક્રોધનો નિગ્રહ કરવો જોઈએ જેથી ક્રોધની અન્ય સંતતિ દ્વારા, આક્રોશ, રીસ, દ્વેષ, અપમાન, ઈર્ષા, મત્સર દ્વારા અન્ય જીવોને દુઃખ ન થાય, પીડા ન થાય. અને આક્રોશ આદિ ભાવો દ્વારા જીવના ગુણોનો ઘાત ન થાય. આમ દ્રવ્ય અહિંસા અને ભાવ અહિંસા કેવળ ક્રોધના નિગ્રહથી સરળ બને છે. જૈન દર્શનની ઉપાસનાના બે અંગો છે વિધિ અને નિષેધ. અહિંસા આચરો તે વિધિ છે. હિંસા ન કરો એ નિષેધ છે. જૈનદર્શનમાં મૈત્રી આદિ ભાવના દ્વારા અહિંસા ધર્મનો પ્રારંભ થાય છે. અહિંસા પાલનથી અણુવ્રત કે મહાવ્રતનો પ્રારંભ થાય છે. સર્વાગી અહિંસા પાલન સિદ્ધત્વમ પ્રગટ થાય છે. વળી અણુવ્રત કે મહાવ્રતાદિ સંયમના પાલનમાં ઈન્દ્રિય નિગ્રહની આવશ્યકતા છે. તેમાં અહિંસા અભિપ્રેત છે. તપમાં ઈચ્છા નિરોધની મુખ્યતા છે ત્યાં ભાવ અહિંસાનું મૂલ્ય સ્થાપિત થાય છે. અર્થાત્ : ૦ અહિંસા એ સક્રિય મૈત્રી છે, ૦ સંયમ એ સક્રિય વૈરાગ્ય છે. ૦ તપ એ સક્રિય અનાસક્તિ છે. અહિંસાધર્મ મૈત્રીભાવનાના પ્રસારથી, પાલનથી અને વિસ્તારથી સક્રિય બને છે. જીવમાત્ર પ્રત્યે પ્રેમ, વાત્સલ્ય, સમભાવ, પરોપકારવૃત્તિ, અનુકંપા દ્વારા સક્રિય થાય છે. આ અહિંસાનું ક્ષેત્ર સર્વ જીવો પ્રત્યે ઉદાર વર્તનથી વિકાસ પામે છે. ૧૯૨ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #174 -------------------------------------------------------------------------- ________________ સંસારની વ્યવસ્થમાં શુભ મળો અશુભ મળો, ઈષ્ટ મળો અનિષ્ટ મળો, સુખ મળો કે દુ: મળો, પરંતુ સંયમીને તેમાં હર્ષ શોક નથી. કારણ કે તે વૈરાગ્યથી વાસિત થયેલો છે. માન-અપમાન, શત્રુતા કે મિત્ર સર્વત્ર તેને સમતા છે. સંયમીને વૈરાગ્ય આત્મસાત્ છે. તેની દૃષ્ટિમાં આત્મૌપમ્ય હોય છે. બાહ્ય કે અત્યંતર તપનું અંતરંગ કાર્ય જીવને અનાસક્ત ભાવમાં સ્થાપિત કરવાનું છે. સંસારના વૈયિક પદાર્થો પ્રત્યે તે અનાસક્ત છે. તેથી એ સાધક ઔચિત્ય પૂર્ણપણે પામે છે. ૦ સમાપત્તિ ૦ આથી જીવ માત્ર પ્રત્યે અદ્વેષ, પ્રેમનો સદ્ભાવ તે અહિંસા છે, અને સર્વ જીવો પ્રત્યે ચૈતન્યમૂલક અભેદનું અનુસંધાન એ સમાપત્તિ ઐક્ય છે. અંતરંગ શુદ્ધ પરિણતિ છે તે ધ્યાનજન્ય સ્પર્શના છે. મૈત્રી આદિ વડે ધર્મ ધ્યાનમાં પ્રવેશનું પરિણામ છે. સમાપત્તિ અભેદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર છે. અનંત દર્શન અનંત જ્ઞાન, અનંત ચારિત્રમય પરમાત્મ સ્વરૂપની સાથે શુદ્ધ સ્વરૂપની અત્યંત સમાનતા તે જ સમાપત્તિ છે. પરમાત્મ સ્વરૂપ તે જ હું છું એવું શ્રદ્ધાબળ જ્યારે અભેદપણે વર્તે છે તે સમાપત્તિ છે. પ્રેમ અને પરમાત્મા અભિન્ન છે. તે જ અહિંસાની વાસ્તવિકતા છે. આવી સમાપત્તિના પાત્ર યોગી છે. તેથી સમાપત્તિ એવા યોગીઓની જનેતા છે, અર્થાત્ મોક્ષને પ્રગટ કરનાર જનેતા છે. અહિંસા સાક્ષાત પરમ ધર્મ હોવાથી પરમાત્મ સ્વરૂપ છે. પ્રેમ એ સર્વ હિત ચિંતારૂપ વાત્સલ્ય હોવાથી પરમાત્મ સ્વરૂપ છે. આમ અહિંસા ધ્યાન મૂલક છે. તપ, સંયમ, વીતરાગ આદિ સર્વ ગુણો રૂપ તત્ત્વ તે જ હું છું. સ્વાત્મા પરમાત્માનું અભેદ દર્શન થવું તે તાત્ત્વિક પ્રતિષ્ઠા છે. અહિંસા શબ્દની કાયા અને પ્રેમ શબ્દની છાયા બંનેનું ઐક્ય છે. જ્યાં કાયા છે ત્યાં તેની છાયા છે. પ્રેમનું આચરણ જ અહિંસા છે. જેમ પ્રાણ વિનાનું ખોળિયું નિઃસાર છે. તેમ અહિંસા રહિત પ્રેમ નિઃસાર છે. પ્રેમએ સર્જન સ્રોત. છે, વેર એ વિધ્વંસ પરિણામ છે. તેમ અહિંસા સર્જનનો સ્રોત છે. હિંસા એ વિધ્વંસ પરિણામ છે. હિંસાનું ક્ષેત્ર વિસ્તાર પામે તો તે વિશ્વના સમગ્ર ચૈતન્ય સાથે સંબંધ ધરાવે છે. તેથી હિંસા ન કરવી, કોઈને હણવા નહિ તેટલી અહિંસા પરમો ધર્મ × ૧૬૩ Page #175 -------------------------------------------------------------------------- ________________ જ અહિંસા છે તેવો ક્ષુદ્ર અર્થ નથી. અથવા શત્રુતા ન કરવી, કોઈ સાથે વેર ન કરવું તે પ્રેમ, એટલું જ પ્રેમ તત્ત્વ નથી. પરંતુ કોઈને હણવા નહિ તે ઉપરાંત જીવ સાથે વાત્સલ્ય કેળવવું, પરોપકાર વૃત્તિ રાખવી, રાગાદિભાવ ન કરવા, વિગેરે મૂલ્યો અહિંસાના પરમ ધર્મ સુધી લઈ જવાના હેતુ છે. શત્રુતા ન કરવી તેની સાથે સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને સમભાવ કેળવવો તે પ્રેમ તત્ત્વની સર્વોચ્ચતા છે. કેવળ નિષેધાત્મક વલણ વસ્તુના સ્વરૂપનો અને જીવન દૃષ્ટિનો સંકોચ કરે છે. નિષેધાત્મક અને વિધેયાત્મક વલણ જીવન દૃષ્ટિનો વિસ્તાર કરે છે. સંકોચ એ વિકલ્પાત્મક હોવાથી બંધન છે. વિસ્તારમાં નિર્દોષતા હોવાથી મુક્તિનું કારણ્ છે. જેમ સરિતા સાગર સુધી ન પહોંચે તો ખાબોચિયું બની સૂકાઈ જાય છે, તેમ અહિંસા અને પ્રેમ જેવા તત્ત્વો સંકોચ પામી ચૈતન્ય સુધી પહોંચતા નથી પરંતુ અહંમ જેવા દુષણમાં શોષાઈ જાય છે. વિશ્વમાં આજના વૈજ્ઞાનિક યુગમાં તેની સાધન સંપન્નતામાં જનતા ખોવાઈ ગઈ. તેનું ચૈતન્ય પણ તેમાં અબોધ બનતું ગયું. કારણ કે વિજ્ઞાનની દરેક નિપજ ભોગ પ્રધાન છે. કેવળ માનવના દેહ સુધી સીમિત છે તેથી તેમાં હિંસાનું પ્રાબલ્ય છે અને તેથી સ્વાર્થવૃત્તિઓ વૃદ્ધિ પામે છે. વિજ્ઞાન સાથે ધર્મ વિજ્ઞાનને જોડવાની જરૂર છે. જેથી અહિંસા પ્રસાર પામે અને હિંસા ઘટતી જાય. જીવન સુખ અને શાંતિમય બને. “અહિંસા સર્વનું મૂળ છે જે બીજાને અભય આપે છે તે સ્વયં અભય પામે છે. અભવ્ય પ્રત્યેની ભવ્ય ભાવનામાંથી અહિંસા અને મૈત્રીનો જન્મ થાય છે. હું જગતનો અને જગત મારું એ અહિંસાનું દર્શનશાસ્ત્ર છે. મારું સુખ સર્વનું સુખ, અને સર્વનું સુખ મારું સુખ એ અહિંસાનું વર્તનશાસ્ત્ર છે. પ્રથમ નિશ્વય પક્ષ છે, બીજો વ્યવહાર પક્ષ છે. બંનેનું મિલન અનેકાંત છે.” વ્યવહાર પક્ષ પ૨ને વિષય કરે છે, નિમિત્તની હાજરીને સ્વીકારે છે, નિમિત્તમાં કાર્યની નિષ્પન્નતાનો આરોપ કરે છે. વ્યવહાર વિશ્વના નિયમો સાથે સંકળાયેલું હોય છે. મુક્તિગમનમાં ભવ્યત્વની યોગ્યતા વ્યવહારનય સ્વીકારે છે. નિશ્ચય નય આત્માની યોગ્યતા અને ઉપાદાનનો સ્વીકાર કરે છે. ગુણસ્થાનકની દૃષ્ટિએ આત્મ વિકાસ એક ક્રમ બને છે. નિશ્ચયદૃષ્ટિથી ગુણસ્થાનક એ આત્માનું પૂર્ણસ્વરૂપ નથી પરંતુ વિકસતી અવસ્થાઓ ૧૬૪ * શ્રુતસાગરનાં બિંદુ Page #176 -------------------------------------------------------------------------- ________________ છે. આત્મા પૂર્ણ મોક્ષરૂપ હોવા છતાં તેની યાત્રા બીજથી પૂનમ જેવી છે. માટે નિશ્ચયદૃષ્ટિ લક્ષ્યમાં રાખીને વ્યવહાર દૃષ્ટિને અનુસરવાથી ક્રમિક વિકાસ પૂર્ણ મોક્ષને સાધ્ય કરે છે. સાધક અવસ્થામાં સમ્યગ્ દર્શનાદિની જે સાધના હોય છે, તે જેટલે અંશે સિદ્ધ થાય છે તેટલું સાધનાનું ફળ છે. તેથી સાધકનો પુરુષાર્થ વૃદ્ધિ પામે છે. સ્થિરતા આદિ વિકસતા જાય છે. વ્યવહારદૃષ્ટિ એ કાર્યનો આરંભ કે અનેકવિધ અનુષ્ઠાનો પૂર્ણતાના પ્રેરક છે. નિશ્ચયદૃષ્ટિએ જોતાં આત્માના મૂળ સ્વરૂપને લક્ષમાં લેવું અને તેને માટે જ પ્રયત્ન કરવો તો જ પૂર્ણતા પામી શકાય છે. સર્વોત્તમ તત્ત્વો વિશ્વમાં ચાર તત્ત્વો સર્વોત્તમ છે. ૦ અરિહંતા લોગુત્તમ્મા ૦ સિધ્ધા લોગુત્તમા ૦ સાહૂ લોગુત્તમા ૦ કેલિ પણત્તો ધમ્મો લોગુત્તમો. અરિહંત લોગુત્તમા : વિશ્વના સર્વ જીવોને સુખના શાસનમાં પ્રેરનાર અરિહંત છે. સ્વંય સંપૂર્ણપણે જ્ઞાતા છે. પરમ શુદ્ધ છે. ત્રણે લોકને પૂજનિય છે. બાર ગુણના ધારક છે. અષ્ટ પ્રાપ્તિહાર્યરૂપી સમૃદ્ધિના નિઃસ્પૃહપણે ધારક છે. આત્મ શુદ્ધિના પ્રેરક છે. તે સર્વોત્તમ છે. સિદ્ધા લોગુત્તમા ઃ સિદ્ધ ભગવંતો સંસારથી સર્વથા મુક્ત છે. અષ્ટ મહાગુણના સ્વામી છે. લોકોગે તેમનું સ્થાન છે. સિદ્ધ અવસ્થા સાધકને ધ્યાન માટે ઉત્તમ છે. સાહૂ લોગુત્તમા આચાર્યજી, ઉપાધ્યાયજી, અન્ય સર્વ સામાન્ય સાધુપદથી વિચારતા લોકમાં એ સાધુ પદ ઉત્તમ છે. ચવિધ આરાધનાનું અને સંયમના આરાધનનું પ્રેરક બળ છે. કેવળ પણત્તો ધમ્મો લોગુત્તમા : ધર્મ ધારણ કરવો એટલે કેલિ ભગવંતોએ આરાધેલો અનુભવેલો અને પ્રરૂપેલો ધર્મ ધારણ કરવો, જે ધર્મ વિશ્વમાં દુ:ખથી પીડાતા જીવોને ધારણ કરવા સમર્થ છે. આવા ધર્મનું આરાધન કરવાનું ભાગ્ય મહદ્અંશે માનવને મળ્યું છે. માનવજીવનમાં આવો ઉત્તમ ધર્મ કેવી રીતે પામી શકાય તેનો વિચાર હવે કરવાનો છે. અહિંસા પરમો ધર્મ × ૧૬૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૯. માનવજીવન ઉત્તમ છે માનવજીવન ઉત્તમ છે, તે વિચારનું ક્ષેત્ર જ માત્ર નથી પણ તેમાં આચારનું પ્રાધાન્ય છે. જીવનની ઉત્તમતા એટલે ગુણોથી ભરપૂર જીવન. માનવ પૂરાણા સંસ્કાર લઈને જન્મે છે. વળી સંયોગાધીન નવા કર્મ-સંસ્કારો તેમાં ઉમેરાય છે. આ સંસ્કારોનું મિશ્રણ હોય છે. તેથી વિચાર પણ સત કે અસરૂપે પરિણમે છે. અર્થાતુ ગુણ-દોષના કંઠવાળું માનવજીવન છે. ગુણ વિકાસનો પ્રકાશ છે. દોષ રકાસનો અંધકાર છે. શું ધારણ કરવું તેને માટે માનવ સ્વતંત્ર જવાબદારી ધરાવે છે. સમગ્ર વિશ્વ મહદ્અંશે સ્પર્શાદિના વિષયમાં પ્રવૃત્ત છે, એવા વિષય મૂચ્છિત આત્માની રક્ષા કરવી તેમાં જીવનની ઉત્તમતા છે. ઉત્તમ જીવન એ માનવજીવનનો અમૂલ્ય અવસર છે. માનવદેહની વિશિષ્ટતા એ છે કે તેને વાચા સહિત વિચારશક્તિ મળી છે. યદ્યપિ માનવ સારા વિચારો કરી શકે તેટલું પૂરતું નથી. વળી તેવી મન:સ્થિતિ દીર્ઘકાળ ટકતી નથી. તેથી વળી અસદ્ વિચારો પણ થાય છે. એટલે સદ્ વિચાર કરવા અને અસદ્ વિચારોને શમાવવા એવી રીતે મનને કેળવવાનું છે, તેમાં પ્રેરકબળ સદાચાર છે. જીવમાત્ર પોતાની ભૂમિકા પ્રમાણે સક્રિય હોય છે. કીડી કણનો પુરુષાર્થ કરે છે, હાથી મણનો પુરુષાર્થ કરે છે, અને માનવ ધનાદિનો પુરુષાર્થ કરે છે. યોગી મુક્તિનો પુરુષાર્થ કરે છે. જેને જેવો રસ તેવી પ્રવૃત્તિ હોય છે. પ્રવૃત્તિના સદ્ અને અસદ્ બે પ્રકારો છે. જીવમાત્ર સદ્ પ્રવૃત્તિ જાણે છે, પણ નિરંતર તેમ કરે છે તેવું નથી. અસદ્ પ્રવૃત્તિ જાણે છે અને તે પ્રમાણે કરે છે તેવું પણ નથી. એનો અર્થ એ થયો કે ઉત્તમ વસ્તુઓની જાણકારી જીવને ઉત્તમ બનાવતી નથી. પરંતુ અંતરંગ અભિરૂચી કેળવાય તો જીવ ઉચ્ચતા પ્રત્યે પ્રેરાય છે. આજે ભૌતિક જગતની પ્રતિષ્ઠા એવી વધી છે કે સામાન્ય માનવ કંઈ વિચાર કરે તે પહેલાં તે વહેણમાં વહ્યો જાય છે. વળી સંસારનાં ૧૬૬ * શ્રુતસાગરનાં બિંદુ Page #178 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રોમાં સ્પર્ધાદિ વિષયોનો વિસ્તાર એટલો વિસ્તૃત છે કે તે તેના તરફ આકર્ષાયેલો રહે છે. તેને પાછા વળવું કઠણ છે. વળી અમૂલ્ય ઝવેરાતની જેમ ઉત્તમ તત્ત્વો કે પદાર્થોની પ્રાપ્તિ અપેક્ષાએ વિરલ છે, છતાં સાચા જિજ્ઞાસુ તેને શોધી લે છે. સામાન્ય માનવ તે તરફ ફરકતો પણ નથી. જો તેને એકવાર યોગ મળે અને પારમાર્થ પદાર્થોનો સંયોગ થાય તો તે તુચ્છ વસ્તુઓ ત્યજી દે ખરો. ઉત્તમ સંગે ઉત્તમતા વધે. ભલે જગતમાં ઉત્તમ વસ્તુઓની અલ્પતા હોય પરંતુ વ્યવહારમાં અછતવાળી વસ્તુની જરૂર હોય ત્યારે વ્યક્તિ તેની શોધ કરીને તે વસ્તુ મેળવે છે, તેમ ઉત્તમ વસ્તુની રુચિવાળાએ ઉત્તમ વસ્તુની શોધ કરવી જોઈએ. તે વસ્તુઓની ઊંચાઈને પહોંચવા જે પ્રયત્ન કરે છે તે જરૂર પહોંચી જાય છે. તે માટે પૂર્વે ન કરેલો એવો પરિશ્રમ કરવો પડે છે. પરંતુ પરિણામે તે વ્યક્તિ કલ્પનાતીત સુખ અને શાંતિ પામે છે. એક વાર ઉત્તમ વસ્તુઓની રુચિ થઈ પછી તુચ્છ વસ્તુઓ પ્રત્યે દષ્ટિ કે રુચિ થતી નથી. જેમ કોઈ ગરીબ માણસ ધનના અભાવે હલકા ધાન્ય, વસ્ત્રો લેતો હતો, પરંતુ જ્યારે તેની પાસે શ્રીમંતાઈ આવે છે ત્યારે તે ઉચ્ચ કક્ષાના ધાન્યાદિ મેળવે છે. તેમ એકવાર ઉત્તમ તત્ત્વોની રુચિ થાય તે જગતના પૌદ્ગલિક તુચ્છ વસ્તુઓને ત્યજતો જાય છે. માટે તમે જે ક્ષેત્રમાં હોવ તે ક્ષેત્રમાં ઉત્તમ વસ્તુઓની સ્થાપના કરો, પ્રસાર અને પ્રચાર કરો. વિચાર અને આચાર કેળવો. તમે જે ક્ષેત્રમાં હોવ ત્યાં તેનો વિસ્તાર કરો. તમારો એ પરિશ્રમ જરૂર સફળ થશે. ૦ ગૃહસ્થધર્મ છે ગૃહસ્થધર્મ સદાચાર શીલથી પ્રારંભ થાય છે. એ સદાચાર પ્રજ્ઞાયુક્ત હોય તો તે માનવને પૂર્ણતા સુધી લઈ જાય છે. પારમાર્થિક પૂર્ણતાનું સાધન સમ્યકત્વ છે. સદાચારીની યાત્રા સમ્યકત્વ લક્ષી હોય તો તે પૂર્ણતાને પહોંચી શકે છે. પરંતુ સમ્યગદેષ્ટિ સદાચારી હોય છે, હોવો જોઈએ ત્યારે તેની સાધના આગળ વધે છે. જે અવિરતિમાંથી અણુવ્રત દ્વારા દેશવિરતિમાં આવે છે. અણુવ્રત એ સદાચારનું પરમાર્થ લક્ષણ છે. સદાચાર અને અણુવ્રત નિકટવર્તી છે. આથી સમ્યક્ત્વની પ્રાપ્તિની પાત્રતા પહેલા માર્ગાનુસારિતાના પાંત્રીસ ગુણોનું નિરૂપણ કર્યું છે. માનવજીવન ઉત્તમ છે * ૧૬૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારિતાના ગુણોવાળો સત્યનિષ્ઠ હોય છે. તે સંસારના પ્રયોજનવાળો હોવા છતાં તેના જીવનમાં સદાચારની મુખ્યતા છે. તે સત્યનિષ્ઠ હોય છે. બીજાનાં સુખદુ:ખ મારાં છે તેવું ભાન સત્યનિષ્ઠને હોય છે. જેવું સુખ મને મળો તેવું સર્વને મળો. મને દુઃખ ન મળો, તેમ કોઈને ન મળો સર્વનાં દુઃખ દૂર થાઓ આવું જ્ઞાન અને આચરણ સત્યનિષ્ઠને હોય છે. સર્વને આદરથી જોવા તે ઉદારતા સમ્યગદષ્ટિવંત આત્માનું લક્ષણ છે. પ્રજ્ઞાયુક્ત સદાચારમાં બીજા ઘણા ગુણોની સંપત્તિ હોય છે. સત્યનિષ્ઠા, ઉદારતા, ન્યાયી વલણ અને પ્રેમ એવા ગુણો સહિત સદાચારી અનુક્રમે સાધુતાને પામે છે. તે સત્પુરુષ હોય છે. પ્રજ્ઞા રહિત સદાચાર ગુણ છે. પરંતુ તેમાં કથંચિત અન્યગુણો ન હોય તો તે સદાચારી આગ્રહી બને છે. અહંકારમાં આવી જાય છે. એટલે તેનો સદાચાર અમુક ક્ષેત્ર અને અમુક વિચાર પૂરતો મર્યાદિત થઈ જાય છે. તે લોકપ્રશંસા પામે છે. પરંતુ અધ્યાત્મ પામતો નથી. કારણ કે તેની દૃષ્ટિ મર્યાદિત થઈ જાય છે. કોઈ ધર્મ માર્ગે જનારને અનીતિ કે અસત્ય કરતાં જુએ ત્યારે પ્રજ્ઞા રહિત સદાચારી તેના ધર્મનો અપલાપ-નિંદા કરે છે. વાસ્તવમાં તેની અનીતિ દૂષિત છે. ધર્મ દૂષિત નથી. તેનું અજ્ઞાન દૂષિત છે. તેથી પ્રજ્ઞાવંત તેની નિંદા કરતો નથી પરંતુ અનુકંપા કરે છે. એથી સદાચારીમાં પ્રજ્ઞા હોવી આવશ્યક છે. ૦ પ્રજ્ઞાવંતનો આચાર ૦. પ્રજ્ઞા દ્વારા ઉદારતાનું સેવન થાય છે. પ્રજ્ઞાવંત સ્વનો ઉત્કર્ષ અને પરનો અપકર્ષ – અવનતિ સ્વપ્ન પણ ન વિચારે. તેનામાં અન્યના દોષ જોવા જેવી સંકુચિતતા નથી, સર્વને આદરથી જોવા તેવી ઉદારતા છે. પ્રજ્ઞાવંત ન્યાયયુક્ત હોય છે. પોતાની યોગ્યતાથી અધિક ઈચ્છવું નહિ, અન્યને જરૂર હોય તેનાથી અલ્પ આપવું નહિ. યથાશક્તિ પુરૂષાર્થ કરતો હોય છે. પ્રજ્ઞાવંત નિર્દોષ પ્રેમયુક્ત હોય છે. જેવું સુખ પોતાના આત્માને - ઇષ્ટ છે તેવું જ સુખ તે અન્યને માટે ઈચ્છે છે. તે તેના નિર્દોષ પ્રેમનું લક્ષણ છે. સત્યમાં ટકી જવું તે સત્યનિષ્ઠા છે. કારણ મુક્તિના ઉત્તમ તત્ત્વો ૧૬૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #180 -------------------------------------------------------------------------- ________________ સત્યને આધારિત છે, તેવું સત્ય શાશ્વત અને સર્વ વ્યાપી છે. તેવી શ્રદ્ધા પ્રજ્ઞાવંત ધરાવે છે. અન્યનું સુખ મારે છે તેમ વિચારી પ્રસન્ન થવું અને અન્યનું દુઃખ મારું છે તેમ વિચારી તે દૂર કરવા પ્રયત્ન કરવો તે સત્યનિષ્ઠા છે. પ્રજ્ઞાવંત સાધકમાં પોતાના અધિકારની મર્યાદાની સમજ હોય છે. અનુચિત કાર્ય કરવામાં તે લજ્જાયુક્ત હોય છે. એ લજ્જામાં મર્યાદાઓનો સમાવેશ હોય છે. પ્રજ્ઞાવંત સાગર જેવો ઊંડો હોય છે. તે પોતે જે સ્થાને છે તેની મર્યાદા ઓળંગતો નથી. વ્યવહાર ક્ષેત્રે આ લજ્જા દરેક સ્થાનના કાર્યોમાં ઉચિત મર્યાદા સાચવે છે. મોટા નાના વચ્ચે વિવેક, શિક્ષક વિદ્યાર્થી વચ્ચે વિવેક, સ્ત્રી-પુરુષ વચ્ચે વિવેક, ગુરુ-શિષ્ય વચ્ચે વિવેક આમ અનેક ક્ષેત્રે ઉચિત હોય તેમ વર્તવું તેનો સદાચારમાં સમાવેશ થાય છે. એ મર્યાદાનો લોપ તે સ્વચ્છંદતા છે. જેનું પરિણામ સંઘર્ષ, અશાંતિ અને દુ:ખ છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ સમજવો જરૂરી છે. અનેક ભૌતિક પદાર્થોથી પરાધીન સ્વતંત્રતાનું હાર્દ સમજતો નથી, તેથી તે સ્વચ્છંદતાને સ્વતંત્રતા માને છે અને જીવનને નિરર્થક બનાવે છે. સદાચારીને લજ્જા અને મર્યાદાનું ભાન હોય છે. આ લજ્જા અને મર્યાદાનું ભાન છૂટી જવાથી આધુનિકતાના જબરજસ્ત વહેણમાં તણાવાથી આજે જનસમૂહ ક્યાં જઈ રહ્યો છે ? જનસમૂહ તો વૈજ્ઞાનિક પ્રગતિથી અંજાતો રહ્યો છે, તે તો કહે છે કે : ક્યાં પ્રાચીન દશાની અગવડો ! અને ક્યાં આજની વૈજ્ઞાનિક સગવડો ? ક્યાં પુરાણા માટીના ઘરો અને ક્યાં આજના ગ્રેનાઈટના મહેલો ? ક્યાં પુરાણા કાળનાં જાડાં વસ્ત્રો અને ક્યાં આજના મુલાયમો વસ્ત્રો ? ક્યાં મંદગતિવાળાં પ્રાચીન વાહનો અને ક્યાં આજે તીવ્ર ગતિયુક્ત જેટ વિમાનો ? ક્યાં પૂરાણા તીર કામઠાં, અને ક્યાં આજના અણબોમ્બ ? ક્યાં પુરાણકાળનાં સંદેશા તંત્ર અને ક્યાં આજના ફેક્સ અને ઈમેલ ? આમ માનવજાત માને છે કે તે કેવો દૂરનું જોઈ શકે છે. તીવ્ર ગતિ પકડી શકે છે. દૂરનાને નજીક લાવી શકે છે. રાત્રિને પણ અજવાળી દે છે. આ સઘળા ભૌતિક વિકાસમાં સામગ્રી અને સગવડ જરૂર છે. પણ તે માનવના જીવનની પ્રગતિ છે ? ઉન્નતિ માનવજીવન ઉત્તમ છે * ૧૬૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ જીવનને રાક્ષસી વૃત્તિને છે ? કે રાક્ષસી સાધનો ઊભા કરી માનસને હવાલે કર્યું છે ? શું વધ્યું શું ઘટ્યું ? જન્મપ્રમાણ વધ્યું, આયુષ્ય પ્રમાણ વધ્યું, મૃત્યુ આંક ઘટ્યો, સલામતી ઘટી કે વધી ? ધનધાન્યાદિ વધ્યાં, નફાખોરી વધી, સ્પર્ધાઓ વધી. શાંતિ ઘટી. આરોગ્યનાં સાધનો વધ્યાં, રોગના પ્રકારો વધ્યાં. વૈભવ વધ્યા, તૃષ્ણા વધી. સુખસગવડ વધ્યાં, પણ દુ:ખ કેટલાં ઘટ્યાં ? આને પ્રગતિ કહેવી કે અવગતિ કહેવી ? જાણે કે માનવમાં પશુતાના અંશો પ્રગટવા માંડ્યા. આકૃતિથી દેખાતો માનવ પ્રકૃતિમાં ક્યાં ઊભો છે ? મનુષ્ય જેટલે અંશે સ્વાર્થ, પ્રપંચ આદિને છોડશે, અને સદાચાર કે શીલને માર્ગે જશે તેટલો પ્રગતિમાન ગણાશે. સન્માર્ગે જવું તે પ્રગતિ છે. બહારનાં સાધનો કે સમૃદ્ધિ વધે અને સાથે સ્વાર્થાદિ વધે તે પ્રગતિ નથી. માનવમન ઘણી વિચિત્રતા અને સંસ્કારથી ભરેલું છે. તે વસ્તુને જુએ જાણે તેના જેવું થઈ જાય છે. જો તેને એ સંસ્કારો પ્રમાણે વર્તવા દઈએ તો તે અધમતાને આધીન થાય તેવું છે. જો તેને અનેક વિષયોમાંથી પાછું વાળી ઉત્તમ પદાર્થો સાથે જોડવામાં આવે તો તેની અદ્ભુત શક્તિઓ પ્રગટ થાય છે. પાણીને પાળ બાંધીને વહેવડાવવામાં આવે તો ઘણું ઉપયોગી બને છે. તેમ મનને સંયમ નિયમની પાળ બાંધીને વ્યક્ત કરવામાં આવે તો તે મન માનવજીવનના પારમાર્થિક ઉત્થાનનું કારણ બને છે. પશુઓને માત્ર પ્રકૃતિ છે, મનુષ્યને પ્રકૃતિ અને વ્યક્તિત્વ બંને છે. વ્યક્તિત્વના વિકાસમાં અહંમ ભળે તો માનવ સંકુચિત બની પશુની જેમ પ્રકૃતિને વશ પડે છે. જો તે વ્યક્તિત્વને વિશ્વ કલ્યાણમાં સમાવે, પુણ્ય-શક્તિ પ્રગટ ત્યારે થઈ વિશ્વમાં ફેલાઈ જાય છે. માનવ સ્વાર્થ ત્યજે, સત્યને આગળ રાખે તો તે પરમાર્થને પ્રાપ્ત કરી સર્વોચ્ચ પદને પામે છે. તે માનવની પ્રગતિ છે. એ પ્રગતિનો અર્થ આત્મવિકાસ છે. તેમાં ગુણની વૃદ્ધિ છે. દોષ ઘટે છે. એ પ્રગતિ ગુણોના વિકાસથી માપી શકાય છે, બાહ્ય સામગ્રીથી માપી શકાતી નથી. પ્રગતિ કેવળ ભૌતિક કે સ્કૂલ શક્તિના વિકાસમાં નથી પણ વ્યક્તિના સમગ્ર સ્વરૂપના વિકાસમાં છે. જડત્વના આકર્ષણ કે વિકાસથી નથી. પરંતુ આત્મત્વના લક્ષ્યમાં વિકાસ છે. આત્માની શુદ્ધિમાં જે સહકારી બને, જે કારણભૂત ૧૭૦ × શ્રુતસાગરનાં બિંદુ Page #182 -------------------------------------------------------------------------- ________________ હોય તે બધું જ હિતાવહ છે, તે સાચી પ્રગતિ છે. ૦ દોષ એ દીવાલ છે, ગુણ એ દ્વાર છે” ૦ દિવાલથી પ્રવેશ ન મળે, ક્યાં દીવાલ તોડવી પડે. દીવાલ તોડીને આવે તે ચોર કહેવાય છે, અને સૌ તેને કાઢવાનો પ્રયત્ન કરે છે, વળી તેનાથી ભય પામે છે. આવકાર આપતા નથી. આ નિયમ આપણા દોષને લાગુ પડે છે. આત્મગુણમાં છિદ્ર પાડી દોષ ઘૂસે છે, તેને આવકાર ન અપાય તેનાથી ભય પામીને ભગાડી મુકાયા સામાન્ય રીતે પૂર્ણતા પામતા સુધી મનુષ્યમાં ગુણ-દોષનું, સદ્અસત્ વિચારનું મિશ્રણ રહેવાનું છતાં લોકોત્તર માર્ગમાં દોષનું મૂલ્ય નથી. તેનું વર્જન જ થવું યોગ્ય છે. દોષને પોષવાથી દોષ વધે છે. તેમ ગુણને વિકસાવવાથી ગુણ વધે છે અને તે ગુણ સ્વયં ધર્મમાર્ગ બને છે. છદ્મસ્થપણું તે અલ્પજ્ઞાનયુક્ત દશા છે. તેથી તે દશામાં દોષ રહેવાના. પછી ભલે તે આચાર્યાદિ પદે હોય. પરંતુ તેમના ગુણોને આગળ કરીને આદર થાય છે. તેમ જગતના જીવો ગુણ-દોષ મિશ્રિત હોય છે. તેમના ગુણ જોઈને તેમની સાથે મૈત્રીભાવ શક્ય બને છે. મૈત્રીભાવ નિર્દોષ પ્રેમ-પરિણામ છે. વૈષનું છિદ્ર એ મૈત્રી ભાવનું શોષણ કરે છે. માટે ગુણ દૃષ્ટિનો વિકાસ કરવો. ગુણદૃષ્ટિવાનને સદાય સમ્યગુ કમાણી થાય છે. દોષવાન હંમેશા ખોટના ધંધામાં હોય છે. જીવનો આદર દોષનું પોષણ એ માનવજીવનની મજબૂરી કે નિર્બળતા છે. મહદ્ અંશે માનવને ચૈતન્યનો પ્રેમ થયો નથી. સ્વાત્મા કરતાં પણ તેને દેહાત્મભાવનો પ્રેમ છે. પછી અન્ય જીવો પ્રત્યે પ્રેમઆદર થવો કેમ સંભવે ? આથી મનુષ્ય કોઈના દોષને જાણે ત્યારે તેમાં પોતાના જેવી જ નબળાઈ છે, તેમ માનવાને બદલે મનુષ્ય તે વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર કરે છે. આપણે જોયું માનવમાં ગુણ-દોષનું મિશ્રણ છે. છતાં હલકી મનોવૃત્તિમાં તિરસ્કાર પેદા થાય, પરંતુ તેની શક્તિ, બળ કે ગુણ પ્રત્યે આદર થતો નથી. જો કોઈ તક મળી ગઈ તો તે વ્યક્તિ પ્રત્યે મનુષ્ય તેના દોષ પર ઘા કરીને તેને આઘાત પહોંચાડવામાં ચૂકતો નથી. પરંતુ તેનો ગુણ જોઈને તેને જરા પણ આદર થતો નથી. હે સુજ્ઞ ! તું સમજ કે દરેક વ્યક્તિમાં અબોધતા અને ચૈતન્ય બન્ને વસેલા છે. અબોધતા અધોગતિમાં ધકેલે છે, ચૈતન્ય ઊર્ધ્વગામી માનવજીવન ઉત્તમ છે * ૧૭૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ હોવાથી ઊર્ધ્વગમન શક્ય છે. જડ અને ચૈતન્ય બે શક્તિ વચ્ચે માનવ નિરંતર સંઘર્ષ અનુભવી રહ્યો છે. વળી અબોધતા, જડત્વ દીર્ઘકાળથી સેવાયેલું છે તેથી એકાએક વિચાર કરવાથી તે ટાળી શકાતું નથી. છતાં જો ચેતના જાગૃત બને, ચેતનાનું આધિપત્ય વધે તો જડતા દૂર થવાનો સંભવ છે. તમને થશે કે નીચે પડવું સહેજે થઈ જાય છે. વિકાર અને ક્ષુદ્રતાને આધીન થઈ જવાય છે, તે હકીકત અનુભવગમ્ય છતાં ચઢવું તદ્દન જ અસંભવિત છે તેવું નથી. તત્ત્વ દષ્ટિથી જોતાં માનવની ચેતનામાં દિવ્ય શક્તિ રહેલી છે. તે જીવનના ઘણા પ્રસંગોમાં વ્યક્ત થવા મથે છે. જેમકે અસત્ય બોલતાં માનવને એકાદ ક્ષણ ખટકે છે, ગુસ્સો થયા પછી માનવને રંજ થાય છે. પરંતુ વળી પ્રકૃતિની પરવશતામાં તે હારી જાય છે, છતાં ચેતના પોતાનો સ્વભાવ ત્યજી નથી દેતી. માનવ જો તેના પ્રત્યે આદર કરે તો ચેતના જડતાને નષ્ટ કરી શકે છે. આમ ચૈતન્યનો આદર સર્વ જીવરાશિમાં વ્યાપક બને ત્યારે માનવચેતના પણ વિશ્વવ્યાપક પ્રેમનું સ્થાન લે છે. મનુષ્ય તે સર્વ જીવમાં રહેલી ચેતનાની આ ઊર્ધ્વગામિતા પ્રત્યે દૃષ્ટિ કરે તો તેને જીવનો અનાદર છૂટી જાય છે પછી તે દોષીના પરિચયમાં સ્વસ્થ રહે છે. કોઈ દુષ્ટો પ્રત્યે તિરસ્કાર કરતો નથી. સ્ત્રી આદિ પ્રત્યે તુચ્છ વૃત્તિ સેવતો નથી, તે માને છે કે જગતના જીવો કર્મને આધીન છે, તેથી કોઈ પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી. અધમ કૃત્ય કરનારા પણ યોગ્ય નિમિત્ત મળતાં, તેનો સ્વકાળ પરિપક્વ થતાં અધમતા ત્યજીને ઉત્તમતા પ્રાપ્ત કરી ગયા. તે જ જણાવે છે, કે જીવમાત્રમાં ઉત્તમતા રહેલી છે. માટે તમારા સંપર્કમાં આવતા સુદ્ર માનવોનો તિરસ્કાર ન કરતાં તેને સહયોગ આપી ઊર્ધ્વગમન પ્રત્યે દોરજો. મહાપુરુષોએ અધમ માનવામાં પણ પેલી ઉત્તમતાનો વિશ્વાસ મૂક્યો. તેમનો તિરસ્કાર ન કર્યો. પરંતુ પ્રેમ, અહિંસા અને સમભાવના ધાગાથી તેમને બાંધ્યા અને ઉત્તમતા પ્રત્યે લઈ ગયા. માટે જીવનો ત્યાગ કરવાનો નથી પણ દોષનો ત્યાગ કરવાનો છે. દોષ સ્વના જોવા, ગુણ પરના જોવા તેમાં હિત છે. ચૈતન્યનો તિરસ્કાર તે મહાદોષ છે. માટે ચૈતન્યના પક્ષપાતી બનવું. ચૈતન્યના આદરથી પ્રભુના દરબારમાં ખૂનીઓ મુનિપણું ગ્રહણ કરી લેતા. ૧૭૨ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૦ જીવોને જગત કેવું ભાસે છે? ૦ ૦ કાળાં ચશ્માં પહેરીને જુએ તેને કાળું દેખાય. ૦ લીલાં ચશ્માં પહેરીને જુએ તેને લીલું દેખાય. ૦ પીળિયો થયો હોય તો તેને પીળું દેખાય. ૦ મોતીયા આવે તો બે દેખાય. અર્થાત દૃષ્ટિ તેવી સૃષ્ટિ જગત જેવું છે તેવું જોવાનું આપણને આવડતું નથી કે પરવડતું નથી પણ આપણી જેવી દૃષ્ટિ છે તેવું જગત આપણને જણાય છે. અને આપણી ભૂમિકા, દૃષ્ટિ નિરંતર કૂદકા મારે છે, બદલાય છે. એટલે જગતને જાણવાની પદ્ધતિ પણ બદલાઈ જાય છે. આપણને કોઈ વ્યક્તિ ગુણવાન દેખાય છે. કોઈ વ્યક્તિ દોષિત દેખાય છે. તેનો અર્થ એ નથી તે વ્યક્તિ તે પ્રમાણે છે. પણ આપણને આપણી દૃષ્ટિ પ્રમાણે તેવું દેખાય છે. તેવી રીતે અન્યનો આપણા વિષેનો અભિપ્રાય તેની જેવી દષ્ટિ હોય છે તેવો આપે છે. લગભગ પૂરો જનસમૂહ આ પદ્ધતિને અનુસરે છે. આથી લોક અભિપ્રાયે ચાલવું તે હિતાવહ નથી, પરંતુ જ્ઞાનીના અભિપ્રાયે શાસ્ત્રના બોધ પ્રમાણે ચાલવું તે હિતાવહ છે. લોકસંજ્ઞાને અનુસરવું તેને બદલે લોકનાનાથના બોધને અનુસરવું તેમાં શાંતિ અને સમાધાન છે. સાધુ સંતોના જ્ઞાનનો આદર કરી તે પ્રમાણે જીવન દૃષ્ટિ ઘડવી. જેથી વૈષમ્ય ઘટે છે. સામ્યભાવ સુલભ બને છે અને રાગદ્વેષ વિલીન થાય છે. વસ્તુ એક જ છતાં માનવની ભૂમિકા પ્રમાણે તે વસ્તુનું દર્શન કરે છે. દાગીના ઘડતા સોનીનું મન સોનાના મૂલ્યમાં છે. ગ્રાહકનું મન સોનામાંથી ઘડાતા ઘાટમાં છે. જગતના પદાર્થો જોવામાં ભોગીનું મન ભોગવૃત્તિ પ્રત્યે આકર્ષાય છે. ત્યાગી તે પદાર્થોના ભોગના પરિણામને જાણીને ત્યાગ કરે છે. યોગી તે જ પદાર્થોની ક્ષણભંગુરતા જોઈ વૈરાગ્ય પામે છે. માર્ગમાં અકસ્માત વડે મૃત્યુ પામેલી કોઈ સુંદર સ્ત્રીનું શરીર પડ્યું છે. ત્યાંથી કોઈ ભોગી નીકળે છે તે એ શબમાં સૌંદર્ય જોઈ વિચારે છે કે આ સ્ત્રી જીવીત હોત તો ભોગને યોગ્ય હતી. ત્યાંથી કોઈ ત્યાગી નીકળે છે તે વિચારે છે કે અહો ! શરીર આવું ક્ષણભંગુર છે. એક વાહનના અકસ્માતથી મરણને શરણ બન્યું છે. માનવજીવન ઉત્તમ છે # ૧૭૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ એ માથી એક સોની નીકળ્યો. તેની દષ્ટિ એ સ્ત્રીના શરીર પર રહેલા અલંકારો પ્રત્યે જાય છે. તે એ સ્ત્રીના શબને જોતો નથી પણ વિચારે છે કે એ શરીર પર રહેલા અલંકારોના ઘાટ સુંદર છે. વસ્તુ એક જ પરંતુ માનવની મનોવૃત્તિ તેનું ભિન્ન ભિન્નપણે દર્શન કરે છે. એ મનને જાણવું જરૂરી છે. ૦ મન શું છે ? – શાસ્ત્રવિધિ પ્રમાણે મનોવર્ગણાના પુદ્ગલોના ગ્રહણ વિસર્જનનું કાર્ય કરનાર યંત્ર તે મન છે. એ મનોવર્ગણા પરિણામ પ્રમાણે શુભાશુભ વિચાર રૂપે પરિણમે છે. આથી મન એટલે એકત્ર કરેલા સંસ્કારો, શુભાશુભ વાસનાઓ, વિકલ્પો, ઈચ્છાઓનો સંગ્રહ છે. આ સંગ્રહ પણ અવ્યવસ્થિત છે. જે સમયે જે જોઈએ તે જ વિચાર આવે, તે જ વાસના ઊઠે એવું નથી પણ ગમે ત્યારે ગમે તે સંસ્કાર જાગે અને મનને ખળભળાવી દે. આ મન સ્પર્ધાદિ ઇન્દ્રિયો જેવું સ્થૂલ નથી, પણ સૂક્ષ્મ છે. એવા અણુ જેવા મનને વશ રાખવાનું કામ મેરૂ પર્વતનું ઉમૂલન કરવા કરતાં પણ કઠણ છે. કારણ કે એ મન વાસના અને વિકારોનો ઢગલો - રાશિ હોવાથી નિરંતર ગતિમાન હોય છે. તેના પર સંયમની લગામ મારવા છતાં પણ તે વળી ક્યાંય ગતિ કરી લે છે. “મેં જાણ્યું એ લિંગ નપુંસક સકલ મરદને ઠેલે, બીજી વાતે સમરથ એ નર તેહને કોઈ ન ઝેલે.” હો કુંથુનિ. મનનું લિંગ નપુંસક છે, પરંતુ રાવણ જેવા સમર્થને પણ તેણે એક વૃત્તિને વશ કરી મૃત્યુને ઘાટ ઊતરવા સુધી નીચે પાડ્યો. બીજી બાજુ તે રાવણ અષ્ટાપદ પર્વત પર ભક્તિ કરવામાં જરા પણ ચલાયમાન થયો નહિ. મન આવું દોરંગી-તરંગી છે. ગાડી-વાહન જેમ બેક વગર ભયાનક છે, તેમ મન સંયમાદિ વગર ભયાનક પરિણામ ઉપજાવનારું શસ્ત્ર છે. મનની આજુબાજુ ચાર કષાય, ચાર સંજ્ઞા, પંચ વિષયો, લેશ્યા, દુર્ગાન વગેરેનું સૈન્ય નિરંતર રોકાયેલું છે. એકને ત્યજે છે ત્યાં બીજું આવીને હાજર થાય છે. આમ મન સતત ગતિમાન રહેવાથી અશાંત રહે છે. અશાંતિ એ દુઃખની જડ છે. સંસ્કારવશ મન ભોગ્ય પદાર્થને મેળવવા ઈન્દ્રિયોને પ્રેરે છે. ઇન્દ્રિયોને વિષયો મળતાં વળી મન ઉત્તેજિત થાય છે. આમ એક ચક્ર ૧૭૪ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #186 -------------------------------------------------------------------------- ________________ નિરંતર ચાલ્યા કરે છે. છતાં સ્કૂલ કે સૂક્ષ્મ બંને પ્રકારે મન એક મૂલ્યવાન સાધન છે. જ્યાં સુધી તે વિષયોમાં ભમે છે ત્યાં સુધી સ્થૂલતા છે. અને તે મન શુદ્ધ અવલંબનને ગ્રહણ કરે છે ત્યારે સૂક્ષ્મપણે વિષયોને ત્યજી શાંત થાય છે. આમ મન જ્યારે વિષયાકારે પરિણમે છે ત્યારે તે પાપમૂલક હોય છે. પરંતુ તે જ્યારે નિર્મળ બોધ પામે છે ત્યારે ધર્મનું સાધન બને છે. મન ચંચળ છે, તે દોષ હોવા છતાં તે તેનો સ્વભાવ છે. મન વિષયોને પકડી ચંચળ બને છે, તેમ શાસ્ત્ર સિદ્ધાંત, જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રે ચિંતન પ્રધાન બની શકે છે. મન એક શ્રેષ્ઠ શક્તિયુક્ત પદાર્થ છે. તે ચિંતનશક્તિથી ભૌતિકક્ષેત્રે પણ ઘણા વૈભવાદિની પ્રાપ્તિ કરી શકે છે. શાસ્ત્રાદિના સિદ્ધાંતને ગ્રહણ કરનાર મનની શક્તિ છે, તેથી ધર્મક્ષેત્રે શ્રેષ્ઠ, નિર્મળ બોધનરૂપ શ્રુતજ્ઞાનનું કારણ બની શકે છે. અર્થાત્ મનવાળું જીવન મળવું તે અપેક્ષાએ પુણ્યોદય છે. સિંહ કે હાથી જેવા બળવાન પશુને બુધ્ધિમાન મનુષ્ય વશમાં રાખી શકે છે, બળવાન મનનો સઉપયોગ તે માનવની શક્તિનો આવિર્ભાવ છે. જગતમાં શ્રેષ્ઠ મનાતા પદાર્થોનો માનવી વિવેકપૂર્વક ઉપયોગ કરે છે. અમુક કિંમતી અલંકાર કે વસ્ત્રો અમુક સમયે પહેરે છે. તેની રક્ષા કરે છે. તેમ મનને શ્રેષ્ઠ સમજી યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો મહાન કાર્યોનું સંપાદન થઈ શકે. મનનો સદુઉપયોગ એટલે શું ! સદ્ એટલે સતુ, મનને સમાં જોડી રાખવું તે સપયોગ. સત્ એટલે શુદ્ધ તત્ત્વ. આવું શક્તિમાન, સ્કૂર્તિમાન મન મળ્યા પછી, પ્રમાદવશ રહેવું તે જીવનને વ્યર્થ કરવા જેવું છે. તે સમુદ્ર ઘણો ઊંડો અને વિશાળ છે, તેને તરીને પાર જવા માનવે બુદ્ધિબળથી સ્ટીમરો બનાવી છે. સમુદ્રનું પાણી ઉલેચીને પાર નથી જવાતું પણ સાધન દ્વારા પાર જવાય છે. તેમ નિરર્થક વિકલ્પો કે પ્રમાદ દ્વારા સંસાર સમુદ્ર પાર પમાતો નથી પરંતુ મનને સારી વસ્તુમાં જોડવાથી પાર પમાય છે. આવા શક્તિયુક્ત મનને કેવળ દમન કરીને કચડીને કાર્ય થતું નથી. તેજવાન ઘોડાને મારીને મડદાલ બનાવી દેવાથી તેના દ્વારા દૂરનો માનવજીવન ઉત્તમ છે * ૧૭૫ Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસ શક્ય નથી, તેમ મનને ખોટી રીતે દમવાથી સંસારસમુદ્રને પાર કરવો શક્ય નથી. તેજવાન ઘોડાને લગામ વડે વશ રખાય મારીને મુડદાલ કરીને તેની શક્તિનો યથાર્થ ઉપયોગ ન થાય. મનને વશ રાખવું તે તથ્ય છે, પરંતુ કેવળ દમન વડે નહિ પરંતુ સમજપૂર્વક યોગ્ય જગ્યાએ તેને જોડવું. મનને વશ રાખવાનું શ્રેષ્ઠ સાધન જ્ઞાન છે. તે જ્ઞાનની પૂર્તિના સાધનો છે, સંયમ સ્વાધ્યાય, ચિંતન, ધ્યાન વગેરે. જેથી મન કચડાતું નથી, પણ યોગ્ય દિશા પકડી હોશથી અને હોંશથી કેળવાય છે, જો મન અહંકાર, તૃષ્ણા, ક્રોધ, કે માયા જેવા ક્ષુદ્ર પદાર્થમાં ફસાયું તો તે અનર્થકારક છે. ઇન્દ્રિયાદિ વિષયોમાં પરાધીન બનેલા મનને મિત્ર માની સંઘર્ષમુક્ત કરવા તેની નજીકમાં આત્મા જેવું સર્વોત્કૃષ્ટ અવલંબન છે, તેમાં જોડવા પ્રયત્ન કરવો. તેમાં જ્ઞાન ધ્યાન અને વૈરાગ્યની વિશેષતા હશે તો મન અત્યંત શાંત થઈ શકશે. જો તેને વાસના વિકારમાં જોડ્યું તો તે શત્રુ બની શસ્ત્ર ઉપાડશે અને જીવને દુઃખની ગર્તામાં ધકેલી દેશે; માટે મન દ્વારા આત્મસ્વરૂપનું ચિંતન કરતાં રહેવું તે મંગળકારી છે. મનુષ્યની સલામતી માટે ભયંકર જંગલી પશુઓને વશ કરવાની જેટલી જરૂર છે તેનાથી પણ વધુ જરૂર મનના સ્વચ્છંદી મનને વશ કરવાની છે. કારણ કે તેનો સ્વછંદ પુરાણો છે, વિનાશકારી છે. સૌ પ્રથમ તેને વિષયથી વિરક્ત કરવું જોઈએ. મનને સ્વછંદપણે વિહરવા દેવું અને ઇન્દ્રિયોને વશ રાખવી શક્ય નથી. ઊઠવું, બેસવું, આવવું કે જવું સર્વ ક્રિયામાં ઈન્દ્રિયોની કે કાયાની પ્રધાનતા છે. મનન ચિંતન ભાવના કે અનુપ્રેક્ષા આદિમાં મનની પ્રધાનતા છે. મનને વશ કરવાથી ઇન્દ્રિયો વશ થઈ જાય છે. બધા દુઃખનું વિષમતાનું કારણ નિરંકુશ મન છે. યદ્યપિ આ મનની બે શક્તિ છે. શાસ્ત્ર અને શસ્ત્ર જેવો મહા ભેદ તેમાં રહેલો છે. મનની સ્વાધીનતા ઉન્નતિના શિખરે લઈ જાય છે અને નિરંકુશતા અવનતિની ખીણમાં જીવને ધકેલી દે છે. સાધના આરાધના કે ઉત્તમ જીવનના સંકલ્પને સિદ્ધ કરવા સૌ પ્રથમ મનને જ અંકુશમાં લેવું જરૂરી છે. પવનવેગી મન એકાએક અંકુશમાં આવતું નથી. અશ્વ લગામથી, હાથી અંકુશથી વશમાં વર્તે છે તેમ મન જ્ઞાન વડે અંકુશમાં આવે છે. જ્ઞાન માર્ગે જવા માટે પ્રથમ વિષયોનું ચિંતન ત્યજીને તેને ભક્તિ આદિ શુભ ચિંતનમાં જોડવું ૧૭૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #188 -------------------------------------------------------------------------- ________________ જોઈએ પછી તત્ત્વરૂપી દૃષ્ટિથી તેને બાંધવું જોઈએ. પછી તે મન સ્વયં પ્રજ્ઞાપણે કાર્યાવિત થશે. આમ સતત શુભચિંતનના અભ્યાસથી અને વિષયોથી વિરક્ત થઈ અનાસક્ત થવાથી મન શાંત અને પવિત્ર બને છે. મન, બુદ્ધિ, વિચાર, હૃદય અને સ્પષ્ટ વાચા મનુષ્યને મળેલી અદ્ભુત શક્તિ છે. મૂલ્યવાન મૂડી છે. તેને વિષયો અને કષાયોને હવાલે કરવા જેવી નથી. પરંતુ ઉત્તમ જીવનનો પરિશ્રમ ઉઠાવવો જોઈએ તે માટે ત્યાગ વૈરાગ્ય જરૂરી છે. ઇન્દ્રિયો વડે ત્યાગ થઈ શકે છે અને મન વડે વૈરાગ્યની ભાવના થઈ શકે છે. મનુષ્યનું શરીર નાનું પાત્ર છે, પણ તેમાં રહેલું તત્ત્વ મૂલ્યવાન મહિમાવાન અને અનંત શક્તિ યુક્ત છે. જેમ પાત્રમાં રહેલું ગંગાજળ અને ગંગા નદીનું ગંગાજળ એક જ છે, તેમ માનવમાં રહેલો શુદ્ધાત્મા અને પરમાત્મામાં પ્રગટ થયેલો આત્મા શક્તિપણે સમાન છે. અપ્રગટ આત્મા ઉપરના આવરણને મનના સંયમ દ્વારા દૂર કરી શકાય છે. સંયમ દ્વારા વૈરાગ્યદિ દઢ રહે છે. મન સ્વયં કાર્યશીલ છે. બાબરાભૂત જેવું છે, તેને કામ આપશો નહિ તો તે તમારા જીવનને ભરખી જશે. મન વૃદ્ધ થતું નથી, થાકતું નથી. તેને સંયમના સર્જનાત્મક માર્ગે વાળીને મિત્ર બનાવો, તે તમારો સાથી થઈને મુક્તિ સુધી લઈ જશે. શત્રુ માનીને તેની સામે નિરંતર ઝઝૂમો નહિ. સ્નેહપૂર્વક સન્માર્ગે વાળો. મનને જીતવું દુરારાધ્ય છે. અસંભવ કે અશક્ય નથી. મહાત્માઓએ તેને જ્ઞાન વડે વશ કર્યું છે. ન દમન ન શત્રુતા. મનની શક્તિઓ અભુત છે. જ્ઞાન તેને નિશ્ચિત માર્ગે લઈ જાય છે. જેમ વહેતા પાણીને નિશ્ચિત માર્ગે લઈ જઈ શકાય છે. નદીના પૂરને બંધમાં સંગ્રહી શકાય છે. પાત્રમાં ભરી ઘાટ આપી શકાય છે. તેમ મનને જ્ઞાન વડે નિશ્ચિત માર્ગે લઈ જઈ શકાય છે. તેની શક્તિનો સંચય કરી યથા સમયે મહાન કાર્યમાં જોડી શકાય છે. તેને સન્માર્ગે લઈ જવા તપ, જપ, વ્રતથી ઘડી શકાય છે. મન દીર્ઘકાળના સંસ્કારવાળું છે તે અથાક યંત્ર છે. કદી વૃદ્ધ થતું નથી. સદા યૌવનવયમાં રહેતું અત્યંત ઉન્મત્ત બને છે. ઘણી શક્તિઓનો એ પુંજ છે. પરંતુ રાગદ્વેષરૂપી સંસ્કારોથી એ વાસિત થયેલું છે. તેને એકદમ સમજાવી દેવું શક્ય નથી. છતાં મનની નજીક રહેલું આત્મતત્વ જે જ્ઞાન દર્શનથી ભરપૂર છે. તે જ્ઞાન અને દર્શન વડે માનવજીવન ઉત્તમ છે * ૧૭૭ Page #189 -------------------------------------------------------------------------- ________________ મન નિર્મળ બને છે. વશમાં રહે છે. ચારિત્રની સત્ ક્રિયા વડે મનની સ્થિરતા પેદા થાય છે. મનને મિત્ર બનાવી તેની સાથે સંવાદ કરો. હે મનાજી ! તમે તો માનસરોવરના હંસની જેમ મોતીનો નિર્મળતાનો ચારો ચરો તેવા છે. તમે આત્મ ઉપયોગને વહન કરનારા તમારે ઇન્દ્રિયોના ક્ષુદ્ર વિષય પ્રત્યે શા માટે દોડવું પડે ? તમારી શક્તિમાં, પૂરા મનના બ્રહ્માંડમાં પવિત્રતા હોવી જોઈએ. તમારા મનોરાજ્યમાં ક્ષુદ્રતા ન છાજે. મનની શક્તિનું ખૂબ સ્મરણ કરો, તેને આદર આપો એમ ઉત્તમ રુચિ પ્રત્યે લઈ જતા મન શુદ્ધ એવા આત્માને સમર્પિત થશે. આત્માને સમર્પિત થવામાં કદાચ ન ટકી શકાય તો પરમાત્માનું સ્મરણ સ્તવનો કે પૂજન વડે મનને પવિત્ર કરવું. ગુરુની નિશ્રામાં તેમની આજ્ઞામાં રહેવાથી મન ઉત્તમતાને ગ્રહણ કરે છે, ઉન્મમતા ત્યજી દે છે. - મૌન વડે મનને શાંત કરી શકાય છે. વિચારોનું વિરમવું તે મૌન છે. અંતરવાચા અને બાહ્ય વાચાનું શમી જવું તે મહામૌન છે. તેનો સંધિકાળ લાંબો ટકે છે, ત્યારે આત્માકારતા થાય છે. ત્યારે મનની શંકાઓ શમી જાય છે. આ મહામૌન વડે મન અને બુદ્ધિને પૂર્ણ વિશ્રામ મળે છે. ૦ ગૃહસ્થજીવનનું પ્રેરકબળ : સદાચાર ૦ જીવનમાં સદાચારનું સત્ત્વ નથી, તો તેમાં આત્મિક તત્ત્વ પણ પ્રગટવાનું નથી. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, વર્તમાનમાં જ્ઞાન આવૃત્ત છે, તેને પ્રગટ થવાનાં ઘણાં સાધનો પૈકી સદાચાર પ્રેરક બળ છે, મન-વચન કાયાના યોગોનો શુભપણે પ્રવર્તવું તે જેમ આત્મવિકાસમાં જરૂરી છે તેમ જીવનના વ્યવહારાદિમાં સદાચાર આવશ્યક છે. સદાચાર રહિત માનવનું સત્વ નથી. તેથી તેનામાં રહેલું શુદ્ધ તત્ત્વ પણ વિકાસ પામતું નથી. યોગોનું અશુભ પ્રવર્તન અશુભમાં વૃદ્ધિ કરે છે. તેથી જીવ શુદ્ધતત્ત્વમાં સામર્થ્યને યોજી શકતો નથી. સ્વાર્થ, મોહ કે અજ્ઞાનની જાળમાં જીવ એવો મૂંઝાઈ ગયો છે કે પ્રાથમિક ભૂમિકાયોગ્ય સદાચારનું સેવન પણ કરી શકતો નથી. ઉત્તમ જીવન, માર્ગાનુસારિતા, કે સમ્યક્ત્વની પ્રાથમિક ભૂમિકામાં જે ગુણો જરૂરી છે તેમાં ન્યાયસંપન્નવૈભવ ગુણ પ્રથમ છે, જેમાંથી સદાચાર ફલિત થાય છે. ૧૭૮ * શ્રુતસાગરનાં બિંદુ Page #190 -------------------------------------------------------------------------- ________________ જીવને જો તાત્ત્વિકતા પામવી છે તો તેને સદાચાર જેવા પ્રેરક બળની આવશ્યકતા છે. અમુક કાર્ય ખોટું છે કે અમુક કાર્ય સારું છે, એમ જાણવા માત્રથી ખોટું કરવાની આદત છૂટી શકતી નથી. ત્યાં કોઈવાર વાણી પણ કાર્યકારી થતી નથી. કેવળ ઉચ્ચ વસ્તુઓનું જ્ઞાન કે સ્મૃતિ જીવનમાં ઉત્તમતા લાવતી નથી. તેના નિમિત્તથી ઉચ્ચ રુચિ પેદા થાય અને આચાર શુદ્ધ થાય તો જીવન ઉત્તમતાને પામે છે. મહદ્અંશે સામાન્ય જનતાની રુચિ હલકા-તુચ્છ વસ્તુઓ પ્રત્યે હોય છે, જેમથી જીવનમાં દૂષણો પ્રવેશ પામે છે. ભલે પછી તે ભૌતિક જગતમાં અદ્યતન કે મૂલ્યવાન ગણાતા સાધનો હોય. જેમકે ટી.વી.નાં ચિત્રો કદાચ બુદ્ધિમાં વધારો કરે પરંતુ જીવના વિચાર તંત્રને કામુક અને ઉત્તેજિત બનાવે છે. અદ્યતન સાધનો તેનું મમત્વ કે મોટાઈ લાવે છે, ધનનો દુર્વ્યય થાય છે. એમાં ઉત્તમતા ક્યાંથી આવે ? વળી આ હલકી વસ્તુઓની પ્રતિષ્ઠા વધી રહી છે, તેની છત વધી રહી છે. તેથી લોકોની અભિરુચિ પણ તે તરફી હોય છે. તેથી તેમને ઉચ્ચ વસ્તુઓની રુચિ થતી નથી. વળી આ કંઈ પ્રૌઢો કે વૃદ્ધોમાં છે એવું નથી. માટે બાળવયથી બાળકોને ઉત્તમ પદાર્થોની-વસ્તુઓની રુચિ કરાવવી જોઈએ. જેમ બાળવયથી બાળકોને આહાર સ્વાદિષ્ટ ખાવાની આદત પડે પછી તેને હલકી વસ્તુઓ કે સ્વાદરહિત વસ્તુઓ રૂચતી નથી. તેમ એકવાર ઉત્તમ વસ્તુઓ, સાત્વિક વૃત્તિઓ, સપ્રવૃત્તિઓ કે સાચા જ્ઞાનની રુચિ થાય પછી જીવને તુચ્છ વસ્તુઓની રુચિ થતી નથી. ઉત્તમ વસ્તુઓની અલ્પતા છે તેથી તેની શોધ કરીને મેળવવી પડે છે. તે પ્રમાણે પોતાની પાત્રતા કરતા જ્ઞાની પુરુષોનું યોગબળ ઉચ્ચ હોય છે, તેમનું સાન્નિધ્ય મેળવવા માનસિક રીતે ઊંચે ચઢવાનો અર્થાત્ સંયમાદિનો પરિશ્રમ કરવો પડે છે. જીવનમાં એવો અવસર મળે એક વાર ઉંચે ચઢવાનો પ્રયાસ કરનારને પ્રથમ સાત્ત્વિક આનંદ મળે છે, અને જેમ જેમ સૂમ વિચારથી ઊંડો ઉતરે તેમ શુદ્ધ-આનંદનો તે અધિકારી બને છે, તેના દુ:ખ દારિદ્ર દૂર થાય છે, સુખ, સંપત્તિ વૃદ્ધિ પામે છે. ઉત્તમતાની, ઉત્તમ વસ્તુઓની ઉત્તમ પાત્રોની તેની રુચિ દઢ થતાં, તુચ્છ વસ્તુઓને સહી શકતો નથી . પછી તો તેના જીવનમાં સહજતા હોવાથી ઉત્તમ વસ્તુઓ સ્વયં તેને મળે છે. માનવજીવન ઉત્તમ છે * ૧૭૯ Page #191 -------------------------------------------------------------------------- ________________ “ઉચ્ચ વસ્તુઓના જ્ઞાનમાત્રથી ઉચ્ચ બનાતું નથી, પરંતુ ઉચ્ચ પ્રકારની ભૂમિકા અભિરુચિ કેળવવાથી ઉચ્ચ બનાય છે. અભિરુચિ તરફ દુર્લક્ષ્ય કરીને હકીકતોના ઢગલાને જ્ઞાન કહેવાથી એ ઢગલા પર બેસીને સર્પની જેમ ફૂંફાડા મારનારને કેળવાયેલો માનવાની એક પ્રથા પડી છે. તેની પાછળ વિચાર નથી. જ્ઞાનમાં રહેલા રસને ચાખી શકવાની જેનામાં શક્તિ નથી. તેને જ્ઞાની કહેવાને બદલે શુષ્ક જ્ઞાની કહેવો વધુ યોગ્ય છે.” પ્રકૃતિની વિચિત્રતાને કારણે માનવના વ્યક્તિત્વમાં પણ વિચિત્રતા હોય છે. વળી મોટા ભાગે આચારવિચારમાં અસતુનું પ્રમાણ વધુ હોવાથી તેમાં સને આધારે જીવવું કઠણ પડે છે. છતાં સફળતા પ્રાપ્ત કરવા માટે જેને ઉત્તમ જીવન જીવવું છે તેણે સહિષ્ણુતા કેળવવી પડશે. અનેક પ્રકારની પ્રકૃતિવાળી વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું થાય છે, ત્યારે અન્યની પ્રકૃતિને ફેરવવાનું કાર્ય મુશ્કેલ બને છે. એટલે પડોશીને પતિ-પત્નીને કે પુત્રાદિને ફેરવવાને બદલે પોતે જ ફરવું જરૂરી બને છે. પરંતુ સ્વનું મન પણ પુરાણી આદતો ત્યજીને કંઈ એકાએક બદલાઈ જશે તેવું બનતું નથી. 9 ત્યારે શું કરવું ? 9 ભાઈ ! તેં ઉત્તમ જીવન જીવવાનો પુણ્યયોગે શુભ સંકલ્પ કર્યો છે. આત્મમંથન અને આત્મસંશોધન દ્વારા તે નક્કી કર્યું છે કે મારે પરમાર્થ માર્ગે જવું છે. તેથી અન્ય વ્યક્તિ તને અણગમતું બોલે ત્યારે તારા પક્ષે તારે તો સહિષ્ણુતા રાખવી પડે. કદાચ તારી વાત સાચી હોય તો પણ ધીરજ રાખવી. અંતે સત્ પ્રગટ થશે તે સામી વ્યક્તિને પણ પ્રકાશ આપશે. શ્રી બુદ્ધ એક વૃક્ષ નીચે બેઠા હતા. વિરોધ પક્ષની કોઈ વ્યક્તિએ અપશબ્દોની ઝડી વરસાવી. શ્રી બુદ્ધને શબ્દભેદ ન હતો કે અમુક શબ્દો ગમે અને અમુક શબ્દો ન ગમે. તેમની મુખમુદ્રા પ્રસન્ન હતી. પેલો માણસ થાક્યો. શાંતિથી બેઠો, પરંતુ તેના મન પર પેલા મૌને અજબ અસર કરી. તે બુદ્ધનો શિષ્ય થઈ ગયો, પછી તો તે સ્વયં સને પ્રકાશિત કરવા લાગ્યો. બુદ્ધને સહન કરવાની શું જરૂર હતી ? બુદ્ધને જે જ્ઞાન લાગ્યું તે અભેદ હતું. તેમાં રહેલું સત્ તેમને પ્રગટ કરવું હતું. જે પ્રગટ કરવાનો એ અવસર હતો કે જ્ઞાનીને કોઈ ઊંચ કે નીચ નથી. શત્રુ ૧૮૦ ૪ શ્રતસાગરનાં બિંદુ Page #192 -------------------------------------------------------------------------- ________________ કે મિત્ર નથી, પક્ષપાતી કે વિરોધી નથી. સહન કરવાનો વિકલ્પ નથી. સઘળા મહાપુરુષોએ આ રીતે સને પ્રગટ કર્યું હતું. ભલે તે પ્રગટ થતાં સમય જાય, કાળ પાકે તેની રાહ જોવી પડે. પરંતુ સત્ પ્રગટ થયા વગર રહેતું નથી. પ્રારંભમાં કદાચ મન મૂંઝાય પરંતુ શ્રદ્ધાબળે એ સમયે મૌન રાખી, ધીરજ કર્તવ્ય છે. મૌન રાખવાથી પોતાના વિચારોને સમાં ટકવાનો, પરિપક્વ થવાનો સમય મળે છે. અને સામી વ્યક્તિને પણ વિચાર કરવાની તક મળે છે. આમ મૌન, ધીરજ, સહિષ્ણુતા સ્વ-પર શ્રેયકારી છે. - સત્યના આગ્રહીને પણ જો ધીરજ કે સહિષ્ણુતા નહિ હોય તો તે સાચું કહેવામાં પણ ઊછળી પડશે. અન્યની ભૂલ બતાવવા આવેગમાં આવી જશે. વળી મહદ્ અંશે કોઈ પોતાની ભૂલ કબૂલ કરતું નથી. તેથી વ્યક્તિ સામાની ભૂલને સમજાવી શકતી નથી ને આવેશમાં આવીને જે કંઈ બોલાઈ જવાયું તેનો પસ્તાવો પોતાને જ કરવાનો રહે છે, માટે ધીરજ રાખવી, મૌન રાખવું, અને સમયની રાહ જોવી, એ સાધક માટે લાભદાયી છે. ૦ શિવ સંકલ્પમસ્તુ છે ? ઘણી વાર માનવ અન્યને માટે ખોટી કલ્પનાઓ કરી મૂંઝાય છે. એટલે શુભ સંકલ્પનું બળ વધતું નથી. પોતે આનંદ સ્વરૂપ છે તેવી શ્રદ્ધા ન હોવાથી તે અશુભ કલ્પનાને પનારે પડી પસ્તાય છે. બીજી બાજુ પોતામાં ક્ષુદ્રતા રહેલી છે તે સ્વીકારતો નથી તેથી અહંકાર જીવે છે. આમ મનની દશા કેવળ નિરર્થક કલ્પનાવાળી હોય છે તે સમજાય છે. આથી મહાપુરુષો મનને શુભ સંકલ્પવાળું કરવા કહે છે. શિવસંકલ્પ એ કલ્યાણનો - પરમાર્થનો પંથ છે. તે પંથ સત્સંગાદિથી પ્રહણ થાય છે. જાગૃતપણે, દઢ મનોબળથી મનને વારંવાર શુભ સંકલ્પમાં યોજવું. જેથી અશુભ સંસ્કારોનું બળ ઘટી જાય છે. અંતઃકરણ શુદ્ધ થતાં શક્તિ અને પ્રગતિ વધે છે. પરંતુ પૂર્વના વિપરીત સંસ્કારો, આ જન્મમાં જીવનનાં થયેલા અવમૂલ્યનને કારણે જીવને પોતામાં રહેલી શુધ્ધતા સમજાતી નથી. જગતના પદાર્થોના વિષયોનું આકર્ષણ તેને પેદા થાય છે. પરંતુ દેઢ મનોબળ વડે કાચ અને હીરાની ઓળખાણ થયે કાચનો ટુકડો છૂટી જાય છે, તેમ જીવને પદાર્થોની તુચ્છતા જણાય છે, ત્યારે તેને વિશ્વાસ માનવજીવન ઉત્તમ છે * ૧૮૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ થાય છે કે પોતે આનંદસ્વરૂપ છે. આત્મા આત્મા વડે સંતુષ્ટ થાય હાથી મહાકાય-સ્થૂલ શરીરવાળો છે. મહાવત તેનાથી નાનો સૂક્ષ્મ છે, પરંતુ હાથીને વશ કરવાની કળાવાળો છે. તે તેનાથી પણ સૂક્ષ્મ એવા અંકુશ વડે હાથીને વશ કરે છે. એ અંકુશથી પણ સૂક્ષ્મ મનોબળ છે. અને એ મનોબળથી પણ સૂક્ષ્મ આત્મા છે. તે પ્રજ્ઞા વડે ગ્રહણ થાય છે. પ્રજ્ઞા વડે આત્મબોધ થાય છે. મોહાદિ વિકલ્પ રહિત જ્ઞાન તે જ્ઞાન છે, પ્રજ્ઞા છે. “અશુભની સામે શુભનું બળ ઘણું છે. આ વિશ્વમાં અશુભ ઘણું છે. પંચ પરમેષ્ઠિ ભગવંતોનો શુદ્ધભાવ એટલો બધો પ્રબળ છે કે તેની સામે અનંત જીવોનું અશુભ એકઠું થાય તોપણ તે પ્રચંડ દાવાનળથી આગમાં ઘાસના તૃણ તુલ્ય છે.” દીવા નીચે અંધારું ? બાહ્ય જગતમાં સાધનની કેવી વિપુલતા ? માનવી રોજબરોજ આશ્ચર્ય પામતો જાય છે. એ વિચારે છે ક્યાં પુરાણા યુગના માનવીની ત્રીજા વર્ગ જેવી અત્યંત નીચી દશા, માટીનાં ઘર, લાકડાના ચૂલા, પાણીના ઘડા ઊચકવાનો અતિ શ્રમ, રોગમાં નિરાધારતા. આ સઘળું આજના માનવને થર્ડ ક્લાસ જેવું લાગે છે. આજનાં યાંત્રિક સાધનો ગ્રેનાઈટનાં મકાનો, મોટા વીજળીના ગોળાના પ્રકાશ દેહની જેમ નજીક ફોન (કાર ફોન) જેવી સગવડો બધું જ ફર્સ્ટ ક્લાસ. પરિણામ ? પુરાણા યુગમાં બધું થર્ડ ક્લાસ માનવી ફર્સ્ટ ક્લાસ ? (ઉદાર-સરળ) આજના યુગમાં બધું ફર્સ્ટ ક્લાસ માનવી થર્ડ ક્લાસ ? (સ્વાર્થી) શાંતિ અને સંતોષનો જ્યાં દુષ્કાળ છે ત્યાં માનવને સુખ ક્યાંથી હોય ? એટલે આજનો એકનો વૈભવ અન્યને આંજી તો નાંખે, જોનારને તેમાં સુખ દેખાય અને ભોગવનાર તો સુખી નથી. વધુ મેળવવાની દોડમાં અશાંત છે. આવું દીવા નીચે જ અંધારું ? માનવ જીવનમાં સુખ-દુઃખ એ એક ઘટના છે, તે માટે જવાબદાર માનવ પોતે જ છે. અમુક પદાર્થોથી માનવ સુખી છે તેમ કહેવું તે યથાર્થ નથી કારણ કે સુખ એવી સ્કૂલ વસ્તુ નથી. માનવે સુખની ૧૮૨ * શ્રુતસાગરનાં બિંદુ Page #194 -------------------------------------------------------------------------- ________________ પરિભાષા બદલી નાંખી છે. એટલે તે સુખી થવાને બદલે સુખનાં સાધનો ભેગાં કરવામાં જિંદગી ખર્ચી નાંખે છે. સુખ શોધવાને બદલે સાધનો શોધે છે. પળે પળે બદલતાં સાધનો સુખ ક્યાંથી આપે ? તે તો અસંતોષની આગ ઊભી કરે છે, માટે હે ! સુજ્ઞ ! સમજ અને સાચા સુખનો સંકલ્પ કર. માનવજન્મમાં ક્યારેક મહાપુરુષોને મળાયું પણ ભળાયું નહિ. મહાપુરુષોને મળવાનું સદ્ભાગ્યથી બને છે, પરંતુ તેમના સાન્નિધ્યમાં અંતર પડે છે. ક્યાંક છૂપો અહંકાર કહે છે કે દૂરથી દર્શન સારા. પાંચે ઇન્દ્રિયોના વિષયમાં જીવ એવું કેમ માનતો નહિ હોય ? કે તેનાથી દૂર જ સારા. ત્યાં મમત્વ કહે છે, ભોગવો, તેમાં સુખ છે. એક જગાએ અહંકાર કહે છે દૂર સારા. બીજી જગાએ મમત્વ કહે છે નજીક સારા. જીવના આવા દો રંગી વલણથી મહાપુરુષોનો ક્યારેક ભેટો થયો પણ જીવ દૂર રહ્યો. મળ્યો પણ ભળ્યો નહિ, સમર્પણ ન થયો. નજીકમાં નજીક રહેલા પરમાત્મસ્વરૂપને જણાવનાર સદ્ગુરુજનો છે. એ ગૂઢ રહસ્ય પ્રગટ થવામાં મહાપુરુષોની કૃપા જરૂરી છે. પ્રભુ જે ગૂઢ છૂપો છે, બધાનામાં તે વસેલો છે. છુપાયેલા પ્રભુને પ્રગટ કરવા, સહૃદયથી જીવીએ. જીવ મનુષ્યજન્મનું માહાત્મ્ય સમજે કે ન સમજે પરંતુ તેના સંસ્કારમાંથી તે નષ્ટ થવાનું નથી. કારણ કે કોઈ મનુષ્ય પશુ થવાનું પસંદ કરતો નથી. પશુઓમાં કોઈ પ્રકારનું સુખ હોવા છતાં મનુષ્ય પશુ થવાનું પસંદ કરતો નથી. કારણ કે સુખનો સ્પષ્ટ વિચાર કરવાનું સામર્થ્ય માનવમાં છે. તે પશુમાં નથી તે માનવની બુદ્ધિ કહે છે. એ બુદ્ધિને ઉત્તમતા તરફ વાળવી એ માનવજીવનની ઉત્તમતા છે. તું તારા આ જન્મનો કે ઘણા જન્મોનો સરવાળો માંડજે, અને વિચારજે કે તેં શું મેળવ્યું ? અને જો તને પૂરી બાજી ખોટમાં લાગે, કંઈ સાથે લઈ જવા જેવું તારી પાસે બચ્યું ન હોય તો હજી સમય છે જાગી જા અને ઉત્તમતા શોધી લે. તેને જ વરી લે. અને તેને જ પ્રાપ્ત કરી લે. * માનવજીવન ઉત્તમ છે * ૧૮૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સુખ ક્યાં સમાણું? ) ૦ સુખ અને દુઃખ કલ્પના છે ? ૦ વિશ્વમાં પ્રાણીઓ જેને સુખ માને છે, તે સર્વે શરીર ઇન્દ્રિય અને મનને મળતી અનુકૂળતાઓ છે. ઇચ્છાઓની આંશિક પૂર્તિ છે અને તેનાથી વિપરીત પ્રતિકૂળતા કે વસ્તુનો અભાવ તે દુ:ખ છે. વળી ઇચ્છવા ન છતાં જે જે સંયોગો આવે છે તે દુઃખ છે, અને જેને રાખવાની ઇચ્છા છતાં ચાલ્યું જાય છે તે દુઃખ કહેવાય છે ! આમ દુઃખનું આવવું અને સુખનું જવું તે વાસ્તવિક જીવન નથી. વળી જેના વડે એક વ્યક્તિને સુખ ઊપજે છે, તે સંયોગમાં બીજાને દુ:ખ ઊપજે છે, તેથી પણ તે સુખ-દુ:ખ કેવળ સાચાં નથી. દુઃખ તેના સ્વભાવથી દુઃખદાયક હોવાથી કોઈને પ્રિય લાગતું નથી, અને જેમાં સુખની કલ્પના છે તે સુખ સ્થિર નથી, તે ક્યારે દુઃખમાં પરિવર્તિત થાય તે પ્રાણીના હાથની વાત નથી માટે તે વાસ્તવિક નથી. છતાં અજ્ઞાનવશ સુખ અને દુ:ખ જીવને અનુભવમાં આવે છે તે નકારી કેમ શકાય ? સંયોગાધીન સુખ-દુઃખ એ જ જીવન છે તેમ માની લઈએ તો વિકાસ રૂંધાઈ જાય. પરંતુ સુખના સમયમાં જે કંઈ સંયોગો, સાધન, શક્તિ છે તેનો સદ્ઉપયોગ કરતા જવું અને દુ:ખના સમયમાં અહંકાર અને માયા ત્યજી સમતાથી જીવવું તે દુ:ખનો ઉપયોગ કે છૂટવાનો સાચો ઉપાય છે. એમાં જીવનવિકાસ છે. પરંતુ સુખમાં આસક્ત થવું, દુઃખમાં નબળા થવું તે અજ્ઞાન અને પ્રમાદ છે. દુઃખ આવે રડવાથી, સંતાપથી તે ઘટતું કે મટતું નથી. સુખ સમયમાં પદાર્થોની આસક્તિથી જીવનવિકાસ થતો નથી. વળી જો આ જન્મમાં પૂર્વનાં સંચિત કર્મોના ઉદયથી મળેલું દુઃખ ભોગવતાં દુ:ખ થાય છે, તો તેનું દુ:ખ ફરી ન મળે તેમ જીવ સાવધાન રહે તો તે દુઃખ પણ સુખનું કારણ બને છે. સુખથી પરવશતા કરવી અને દુ:ખનો દ્વેષ કરવો તે મૂછ છે. સુખનાં સાધનોની પરવશતાથી જીવનવિકાસ નથી. પણ દુઃખને સમતાથી સહેવું તે વિકાસ છે. લાચારી નથી કારણ કે જીવના પોતાના કર્તુત્વથી જ સુખ કે દુઃખનું સર્જન થાય છે. ૧૮૪ x ધૃતસાગરનાં બિંદુ Page #196 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય રીતે માનવીને યથાર્થ સમજ ન હોવાથી તે સુખ-દુઃખ પાછળના ન્યાયી તંત્રનો સ્વીકાર કરતો નથી. વળી જે આવે અને જાય તેવાં સુખ- દુઃખાદિમાં તે ઘેરાઈ જાય છે. પરંતુ જેમાં આવવાનું નથી કે જવાનું નથી તેવા અવિનાશી ચૈતન્ય તત્ત્વ પ્રત્યે તેનો પ્રેમ કે આદર થાય તો આ સુખ-દુઃખના કંઠનો છેદ થઈ શકે. સુખ અને દુઃખનું યુગલ સાથે રહે છે. તેમાં ગૌણતા મુખ્યતા થાય છે. બંને પરિવર્તનશીલ અને અસ્થિર છે. તેથી જીવ જ્યાં સુધી સુખના પ્રલોભનમાં પડે છે, ત્યારે દુઃખ પણ તેની સાથે જ હોય છે. તેથી મહાપુરુષોએ દુઃખનો અંત લાવવા સુખની ઇચ્છાઓને જ સમાપ્ત કરી. સુખ-દુઃખથી પર થઈ અભિન્ન એવા આનંદ સ્વરૂપ ચૈતન્યને જ તેમણે સ્વીકાર્યું અનુકૂળતા એટલે સુખ અને પ્રતિકૂળતા એટલે દુઃખ આવી માન્યતા ઐહિક ઇચ્છાન્ય છે. ત્રણે કાળમાં ધાર્યું મળે તેવું બનવું સંભવ નથી, પરંતુ ત્રણે કાળની અપેક્ષાએ જે સુખ છે, તે સ્થિર છે. માટે સાધક આવવા-જવાના સ્વભાવવાળા આવા સુખ-દુ:ખમાં રોકાતો નથી. પરંતુ સુખ સમયમાં નમ્ર અને વિવેકી રહી, સ્વસ્થ ચિત્તે સુખને ભોગવી, આસક્તિ રહિત થઈ કર્મનું પુનરાવર્તન કરતો નથી. અને દુ:ખ સમયે પાતોના જ કર્મનો સ્વીકાર કરી સમતાભાવે તે દુ:ખ ભોગવીને પુનઃ તેનાથી બંધાતો નથી. આવી સર્વોચ્ચ ભાવના વડે જીવન સાર્થક કરે છે. દુઃખને ખમવું, સુખને દમવું, પાપને ઉપશમાવવું એ ધર્મ છે. મનને દમવું, વચનને ખમવું, અને કાયાના કષ્ટને સહવું, એ આરાધના છે.” 0 સુખ ક્યાં છે ? ૦ સામાન્ય જીવો માને છે કે ધનના ઢગલામાં, સુંદર સ્ત્રી મેળવવામાં લોકોમાં પ્રતિષ્ઠા મેળવવામાં, પોતાની સત્તા જમાવવામાં, વાસનાઓની પૂર્તિમાં સુખ છે. પણ સુજ્ઞ ! તે માનવનો જન્મ ધર્યા હતો તે એવી ક્ષુદ્રતા માટે નહિ પરંતુ એ ક્ષુદ્રતા ત્યજી શુદ્ધતા પ્રગટાવવા. વળી વિચાર કે ધનના ઢગલા વાળા સુખી છે કે તેની પળોજણમાં દુઃખી છે ? સુંદર સ્ત્રીવાળો સ્વદારા સંતોષી છે ? લોકપ્રતિષ્ઠા મેળવનારો માયા પ્રપંચ રહિત છે ! સત્તાવાળો પ્રેમમય છે ! જીવમાં આવું કંઈ જ મનોબળ સુખ ક્યાં સમાણું? * ૧૮૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ નથી તો તે મળેલું સુખ મિથ્યા છે. જ્ઞાનીઓએ એવા મિથ્યા સુખનો નિર્દેશ કરી સાચું સુખ બતલાવ્યું. તે સુખ બાહ્ય પદાર્થોમાં નથી પણ તે આત્મિક-આંતરિક અનુભવ છે. તેમાં બાહ્ય પદાર્થોની દોડ ન હોય, તે મેળવવાનો અજંપો ન હોય, તે ગુમાઈ જવાનો ભય ન હોય અર્થાત અજ્ઞાન ન હોય ત્યારે તે સુખનો અનુભવ થાય છે. જેમ સાચી ભૂખ સૂકા રોટલાથી સંતોષાય છે. સાચી ઊંઘ તૂટેલા ખાટલામાં આવે છે. તેમ મહાત્માઓને બાહ્ય વિકટ પરિસ્થિતિ હોય છતાં આંતરિક દશામાં સુખનો અનુભવ થાય છે. કારણ કે એ સુખ બાહ્ય પદાર્થોની જેમ કોઈ હાટમાં મળતું નથી, પરંતુ નિજ ઘરમાં રહેવાથી પ્રાપ્ત થાય છે. આત્મા સુખનું ભાજન છે, સુખમય છે. તેથી આત્માનું સુખ આત્મામાંથી પ્રાપ્ત થાય છે. નિજ ઘરમાં વસવાટ કરવાથી એ સુખ સહેલાઈ અનુભવાય છે. મનુષ્યને મળેલી બુદ્ધિનો વ્યવહારમાં ઉપયોગ થઈ શકે છે, પરંતુ આત્મસુખને પ્રાપ્ત કરનારી પ્રજ્ઞા આત્મામાં જ સ્થિર થાય છે. સબુદ્ધિને અનુકૂળ મન વર્તે તો જીવનનો વ્યવહાર પ્રજ્ઞાયુક્ત બને. ૦ એવા સુખનું દર્શન કરો ૦. ભલે તું યોગી નથી પણ કથંચિત ભોગી છું. સુખનો રાગી છું, પરંતુ જો તું પરમાર્થ પંથનો અર્થી છું તો તને સાચા સુખનું દર્શન થવું સંભવ છે. ભ્રાંતિ સ્વરૂપ સંસારના પદાર્થોના સુખની વ્હાલપ ઘટે તને સુખનું દર્શન થવું શક્ય છે. તેનો તદ્દન સરળ ઉપાય છે કે તું જ્યાં છું ત્યાં ભલે દુન્યવી દૃષ્ટિએ દુઃખી માનવોને જોઈને તેને અનુકંપા થાય, તેમનાં દુઃખો દૂર કરવાનો તને ભાવ થાય તો તારુ દુઃખ હળવું બની જશે. વળી તારાથી અધિક સુખ સમૃદ્ધિવાળાને જોઈને તને નિર્દોષ હર્ષ થશે તો તારા સુખની લોલુપતા કે ગર્વ જેવા દોષો નાશ પામશે. પરમાર્થ દેષ્ટિથી વિચારે તો આ સૃષ્ટિની જીવ રાશિમાં વધુમાં વધુ દુઃખી નિગોદના જીવો છે, કે નારકના જીવો છે. તને એવું કંઈ દુ:ખ નથી. તને તો પંચેન્દ્રિય સંજ્ઞીપણું મળ્યું છે. વળી જો તું સુખનો વિચાર કરે તો ફક્ત એક જ સિદ્ધના સુખમાં અનંત સુખ સમાઈ જાય છે. અર્થાત્ તને કંઈ મોટું દુઃખ નથી કે તારે દીન થવું પડે ૧૮૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #198 -------------------------------------------------------------------------- ________________ અને એવું કંઈ મોટું સુખ નથી કે તારે સુખનો ગર્વ કરવો પડે. આવા ચિંતનથી તને સાચા સુખનું દર્શન થાય છે. આમ દુઃખનો વિચાર કરીને સંસારથી ખેદ વર્તે છે. સુખનો વિચાર કરી મોક્ષની અભિલાષા દૃઢ થાય છે. જેની પાસે સુખનું આવું યથાર્થ દર્શન નથી, અને સુખ-દુઃખના મૂળ કારણનું અજ્ઞાન છે, ભૂતકાળની ભૂલોની ખબર નથી. તેઓ દુઃખ સમયે કલ્પાંત કરી, પુનઃ પુનઃ તેનું સ્મરણ કરી અન્ય પાસે વર્ણન કરી, દીન હિન થઈ આર્તધ્યાન કરે છે. જેનાથી દુઃખમાં વૃદ્ધિ થાય છે. માટે ઉત્તમ શ્રાવકોએ, શ્રાવિકાઓએ, મહાત્માઓએ દુઃખ સમયે શું કર્યું તે જાણવું, સમજવું, તો તમને સમાધાન થશે. પર પદાર્થોના સંયોગથી થતું દુ:ખ સુખનું આવાગમન જાણવામાં કુશળ થવું. જેથી તેવા સંયોગોમાં વિચલિત થવાય નહિ. ઘણી વાર એવું કહેવામાં આવે છે કે ‘ધર્મીને ઘેર ધાડ'' અર્થાત્ ધર્મીને દુઃખ પડે છે. સંસારમાં જેમ કરોડપતિઓને મૂડી રક્ષાની ચિંતા હોય છે. ચોકીદાર રાખવા પડે છે તેમ ધર્મરૂપ ધન હોય ત્યાં કસોટી થાય, ત્યારે સમતા અને શ્રદ્ધા જેવા ચોકીદારો રાખવા પડે અથવા આપત્તિને સમયે સાધક પોતાની શક્તિને પ્રગટ કરે છે, અને દુઃખને પણ ઉપકારક માને છે. પર્વતારોહણ કરતાં શ્વાસ ચઢે છે, થાક લાગે પણ પર્વતના શિખરે પહોંચવા ચઢ્યા વગર છૂટકો નથી, તેમ સાધના કાળમાં જેને ભૌતિક સુખ કહીએ તેનો ત્યાગ કરી જે કંઈ કષ્ટ આવે તેને સાધક સહર્ષ વધાવે છે. આત્મા ઉપર દેહાધ્યાસથી લાગેલી મલિનતા આપત્તિઓ દ્વારા દૂર થાય છે. કારણ કે દુઃખ પર સંયોગથી, કર્મના સંયોગથી પોતાની સર્જાયેલી ઘટના છે, તેને પોતે જ સમતાથી સહવી પડે, તો જ તે કર્મથી મુક્તિ થાય. તત્ત્વદૃષ્ટિએ જોતાં આત્માનું સુખ સ્વકીય છે, તેને માટે આત્માભિમુખ થવું પડે. ધર્મથી સુખ છે કારણ કે ધર્મ જ આત્માની સંપત્તિ છે. જે આપત્તિ દૂર કરી શકે છે. તત્ત્વતઃ હું દુ:ખી છું નહિ. એવો બોધ થવો જોઈએ. એ બોધ ટકે ત્યારે મન સ્વયં તેને અનુસરે છે, એટલે સુખ-દુઃખની કલ્પનાઓ પણ શાંત થઈ જાય છે. આ બોધ આત્મભાવરૂપે પરિણમે છે ત્યારે અંતરંગ શાંતિ વધે છે. આપત્તિ દૂર થઈ સંપત્તિ ચરણોમાં ઝૂકે છે. વિષ ખાવાથી મૃત્યુ સુખ ક્યાં સમાણું ? * ૧૮૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ થાય છે એવો બોધ થયા પછી કોઈ વિષપાન કરતું નથી પરંતુ અમૃત મેળવવા પ્રયત્ન કરે છે. તેમ બોધનું પરિણમન જીવને પરપદાર્થોની પરાધીનતા થવા દેતું નથી. પરંતુ સાચા સુખની ભાવનાને દૃઢ કરે છે. ૦ સાચુ સુખ શું છે ? ૦ હે સુજ્ઞ ! સાચા સુખની પરિભાષા જગતના શાબ્દિક રચનામાં સમાઈ શકે તેવી નથી. પાર્થિવ સુખનાં સાધનો કે શબ્દો ત્યાં વામણા દિસે છે. એ સુખને શાશ્વત, નિરાબાધ, નિર્વિકાર નિત્ય, આત્મિક કે આધ્યાત્મિક સુખ કહે છે તે સુખના ધારકને સચ્ચિદાનંદ કે નિર્વિકલ્પ સમાધિ કહે છે. આ સુખ મન કે બાહ્ય સંયોગોને આધીન નથી પરંતુ સમાધિદશાને આધીન છે. જગતમાં સર્વ જીવો સુખ ઇચ્છવા છતાં સુખને પ્રાપ્ત કરતા નથી. વળી કોઈ વિરલ જીવો જ સાચા સુખને શોધે છે અને પ્રાપ્ત કરે છે. આત્મિક સુખની, શુદ્ધ દશાની એક ક્ષણની દશામાં જે સુખ યોગીઓ અનુભવે છે તે ચક્રવર્તી તેના પૂરા આયુષ્યકાળ સુધી અનુભવતો નથી. તેનું વર્ણન કરતા કવિવરો પણ થાક્યા છે. સત્ પુરુષો એ સુખની પૂર્ણતાએ પહોંચે પછી મૌન થાય છે. એથી તેમણે સાધનાકાળમાં જે તથ્ય અનુભવ્યું અને કહ્યું તેની શ્રદ્ધા કરી, સંયમ દ્વારા સુખ પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવો. પ્રારંભમાં એ સાધનામાં કષ્ટ રહેલું હોય છે. પરંતુ જે સત્ પુરુષોના બોધમાં વિશ્વાસ પેદા થયો છે, તે એવા કષ્ટને ઓળંગી નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરે છે. એ સમાધિમાં દૃઢ થઈ શાશ્વત સુખને પામે છે. વાસ્તવમાં સુખ એ ઇષ્ટના સંયોગથી અને દુઃખ ઇષ્ટના વિયોગથી છે એમ નથી પણ તે સમયે જીવની આકુળતા એ દુઃખ છે, અને નિરાકૂળતા એ સુખ છે. ચેપી રોગચાળામાં જંતુઓથી રક્ષણ માટે ઇન્જેક્શન લઈને તે સ્થળે કામ થઈ શકે છે તેમ માનવ સંયમ દ્વારા ગમે તેવા ઝંઝાવાતોમાં પણ પોતાનું રક્ષણ કરી શકે છે. સુખની પ્રાપ્તિનો અને દુઃખને દૂર કરવાનો ઉપાય પ્રથમ જીવે એવા નિર્ણય પર આવવું જોઈએ કે સુખ કે દુઃખ પર વસ્તુ ઉપર આધારિત છે, અથવા મનના અભિપ્રાયને આધારિત છે. વળી પર પદાર્થો અને મન નિરંતર પરિવર્તનશીલ છે. તેના પર ૧૮૮ * શ્રુતસાગરનાં બિંદુ Page #200 -------------------------------------------------------------------------- ________________ કેવળ સુખનો આધાર સંભવ નથી. કારણ કે ઘણા સુખના વૈભવમાં મનની અશાંતિ અનુભવનારા હોય છે. અને સુખની સામગ્રીના અભાવમાં, દુઃખથી ઘેરાઈ જવા છતાં મનની શાંતિ અનુભવનારા છે. આમ શાંતિ કે અશાંતિનો અનુભવ કરનાર મુખ્યત્વે મન છે. ચારે ગતિની અપેક્ષાએ મનુષ્યભવમાં દુ:ખની ઓછાઈ છે, તેમ સુખની ઓછાઈ છે. મનુષ્યને નરક તિર્યંચ જેવાં દુ:ખ નથી અને દેવલોક જેવાં અતિ સુખ પણ નથી. પરંતુ એ ગતિઓમાં ધર્મની માત્રા નહિવત્ કે અલ્પ છે, મનુષ્ય ગતિમાં ધર્મની સામગ્રીની માત્રા અન્ય ગતિઓ કરતાં વિશેષ છે. માટે એ સામગ્રીનો પૂરો સદ્ઉપયોગ કરવાથી શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. “પ્રામનો અસંતોષ અને અપ્રાપ્તનું ઔસુક્ય એ અશાંતિનું બીજ છે. થોડા દુઃખ વખતે અધિક દુઃખનો અભાવ દૃષ્ટિપથમાં લાવવો જોઈએ. સુખની અલ્પતા વખતે ધર્મ સામગ્રીની અધિકતાનો વિચાર મુખ્ય બનાવવો જોઈએ. આ રીતે ચિત્તવૃત્તિને વલણ આપવાનો અભ્યાસ કેળવવાથી શાંતિ અખંડ રહી શકે છે.’ દુઃખ મૂળમાંથી ઉચ્છેદ નથી થતું જ્યાં સુધી દુઃખનાં મૂળ એવા પાપ હિંસાદિ દુર્ભાવ, પ્રમાદ જેવા દોષથી પાપનું પોષણ થાય છે. પાપની જુગુપ્સા દુઃખ દૂર કરી શકે. માટે દુઃખનું સહવું પણ પાપને પોષવું નહિ. એ જ્ઞાન છે. બોધ છે. સમજ છે. મનુષ્યને જેમ સાચા સુખની ખબર નથી તેમ સાચા દુ:ખની પણ ખબર નથી. તેથી તેની દૃષ્ટિ દુઃખનું મૂળ એવા દોષો પર જતી નથી. દુઃખમાં રડનારા દોષોના સેવનમાં રડતા નથી. દુ:ખથી મૂંઝાય ત્યારે દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરશે, પણ દોષો દૂર કરવાની પ્રાર્થના કરવાનું તેને સૂઝશે નહિ. કારણ કે તે પોતાને ક્યારે પણ દોષમુક્ત માનતો નથી. આથી દુ:ખ સમયે દુઃખ બીજાને ભળાવવા તત્પર થાય છે. પણ ભાઈ દુ:ખને ભળાવવાનું નથી પણ વળાવવાનું છે. માનવીને દેહમાં રોગ થાય ત્યારે ડૉક્ટર પાસે દોડી જાય. ઝઘડો થાય તો વકીલ પાસે જાય. તેમ જો તે દોષો દૂર કરવા સદ્ગુરુ પાસે જાય તો દોષ મુક્ત થઈ દુઃખ મુક્ત થાય અને સુખ પ્રાપ્ત થાય. સુખને શોધવું નહિ પડે. એ તારા આત્મામાં જ સમાયેલું છે. ૦ સમજ પછી માર્ગ સરળ છે ૦ સુખ ક્યાં સમાણું ? * ૧૮૯ Page #201 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારનાં તથ્યો પણ બોધ આપી જાય છે. જો જીવ બોધ પામવા ઇચ્છતો હોય તો. કેરી ગરમી સહીને મીઠાશ આપે છે. માટલું અગ્નિમાં તપ્યા પછી પાણીને ઠંડું બનાવવા યોગ્ય નિવડે સાગરનું પાણી પીને બાષ્પિભવન થઈ મીઠું બને છે. મલિન સોનું અગ્નિમાં તપીને શુદ્ધ બને છે. મનુષ્ય દુઃખ સહીને સરળ બને છે. સાધક બને છે. સામનો કરે છે, પણ સહન નથી કરતો તે દુઃખમાં વધારો કરે છે. ભાઈ લક્ષ મોક્ષનું તો લક્ષણો પણ તેવાં જોઈએ, અગર જિંદગી લક્ષ વગર વહી જશે. વનમાં પ્રવેશ કરશો અને ઉપવનમાં પ્રવેશ કર્યા વગર જ ચાલ્યા જશો. અર્થાત્ ઉપવન જેવો માનવજન્મ મળ્યો, પણ વનમાં ભટકવાનું જ રહે. ચૌદ રાજલોકની સૃષ્ટિમાં તારા ઉતારા ચાલુ જ રહેશે. મોક્ષનું લક્ષ તમને સમતાના પક્ષમાં લઈ જશે. દરેક પરિસ્થિતિમાં સમતા એ તમારો ધર્મ બનશે. તારે કંઈ આખા લોકનું સહન કરવાનું નથી. સમાજનું કથંચિત સહન કરવાનું નથી. ફક્ત કુટુંબમાં, સ્વજન, મિત્રોમાં કંઈક સહન કરવાનું છે તેમાં કંઈ તારે માથે આકાશ તૂટી પડવાનું નથી. વળી તે દુઃખ કે પ્રતિકાર પણ તારા જ કરેલા કર્મોનું વળતર છે. મનુષ્ય જન્મમાં તે પડતર કિંમતે મળ્યું છે તો હવે ઘડતર કરી લે. વૃત્તિમાં સમતા હશે, પ્રવૃત્તિમાં સમતા આવશે તો વિષમતાથી નિવૃત્તિ થવી સંભવ છે. આટલા દીર્ઘકાળની યાત્રામાં અનેક જન્મોમાં તું શું રૂપવાન, બળવાન, ધનવાન, કીર્તિવાન નહિ બન્યો હોય ! એક ગુણવાન, લક્ષવાન બનવાનું બાકી રહ્યું તેમાં તારી આ સંસારયાત્રા ચાલુ જ રહી. આ સંસારમાં પુત્રો કે મિત્રોનો અભાવ ન હતો પણ સ્વભાવનો અભાવ હતો તેથી તારી સંસારયાત્રા ચાલુ રહી. હજી પણ બહાર કંઈ મેળવું તેવો કકળાટ ચાલુ છે. પછી તારો ઉકળાટ કેવી રીતે સમી જશે ? તમારી પાસે જે છે તેનાથી તમે સુખ મેળવી શકતા નથી તો જે નથી તેનાથી તમે સુખ કેવી રીતે મેળવશો ? સંપૂર્ણ સુખ જ્યાં છે તેવા આત્મામાં આત્માના ગુણોમાં જીવને શ્રદ્ધા નથી. એટલે તે ૧૯૦ x ધૃતસાગરનાં બિંદુ Page #202 -------------------------------------------------------------------------- ________________ સુખ સુધી તો તેની દૃષ્ટિ જતી નથી. અને જે સુખો પાછળ દુઃખ છે તેની પાછળ જીવ દોડે છે. કથંચિત ભૌતિક સગવડ સામગ્રીમાં સુખ છે તેનાથી તેને સંતોષ નથી. આમ સુખનો આકાંક્ષી અજ્ઞાનના અભાવે વ્યવહાર અને પરમાર્થ બંને રીતે સુખ હોવા છતાં સુખને જાણી કે માણી શકતો નથી. જ્ઞાનીજનોએ સુખ માટે અપરિગ્રહ કે પરિગ્રહ પરિમાણ વ્રત બતાવ્યું છે, કે જે વડે સંતોષ પેદા થાય, સંતોષ એ સુખનું સાધન છે, ગુણ છે. સંતોષ થયો કે જે હશે તેમાં સુખ લાગશે. આ સંતોષ પૌગલિક પદાર્થોની પ્રીતિને ઘટાડી દેશે, જેથી તારી ચિંતાઓ પણ ઘટશે. મનુષ્ય પૌદ્ગલિક પદાર્થોમાં પ્રીતિ પથારો પસારીને બેઠો છે. એટલે તેને આત્મિક સુખ પ્રત્યે હજી દૃષ્ટિ ગઈ નથી. તે સામાન્ય બુદ્ધિથી એ ગુણોનો બીજામાં આરોપ કરે છે, પણ પોતે તે પ્રમાણે કરી શકતો નથી. તે એમ વિચારે છે, સૌએ સંતોષ રાખવો જોઈએ. તે એમ બોલે છે કે કોઈએ લોભ કરવા જેવો નથી. તે એમ કહે છે કે કોઈ વસ્તુ આપણી સાથે આવવાની નથી. પણ આ “કોઈ ને બદલે એ “મારે” શબ્દનો પ્રયોગ કરે તો પથારો કંઈક ગૌણ બને. પણ આત્મિક સુખનો વિચાર કંઈ સંસારીઓ પાસેથી મળવાનો નથી, ભાઈ એ વિચાર મૂલ્યવાન છે તે તેને સંતો પાસેથી જ મળવા સંભવ છે. આત્મિક સુખના વિચાર પ્રત્યે જતા પહેલા તો કષાયો અને વિષયો તારા આત્મસામર્થ્યના રસકસને શોષી લે છે. રસકસ વગરનો નબળો આત્મા મનમાતંગને કેવી રીતે વશમાં રાખશે ? એ મનને તું કોઈ પરમાર્થ પ્રયોજનમાં પ્રયોજિત કરે તો, મનની શક્તિ વળાંક લે, દષ્ટિ પરિવર્તન પામે, અને તે આત્મપ્રેમ પ્રત્યે વળે એમ બની શકે. 0 જિનવાણીનો પ્રભાવ છે દીર્ધકાળથી વિષયો અને કષાયોના અંગારાથી આત્માના રસકસનું શોષણ થઈ રહ્યું છે. તે શોષણને અટકાવવાનું સાધન છે જિનભક્તિ અને જિનવાણી. જિનભક્તિ તપ્ત થયેલા રસકસ રહિત આત્માને પ્રથમ તો શાંતિ આપે છે અને જિનવાણી આત્માને પોષણ આપે છે. શોષણ અટકે, પોષણ મળે આત્માનું સામર્થ્ય પ્રગટ થાય છે. એકવાર આત્માની શક્તિ જાગૃત થાય પછી વિષયાદિ તેને વશ વર્તે છે. માટે મૂંઝાવું સુખ ક્યાં સમાણું? * ૧૯૧ . Page #203 -------------------------------------------------------------------------- ________________ નહિ પણ જિનભક્તિમાં સમર્પિત થઈ જાવ. મને ગમે તે પદાર્થો વગર ચાલશે પણ પરમાત્માને મળ્યા વગર ભક્તિ વગર તેના ગુણગાન ગાયા વગર, તેના બહુમાન વગર નહિ ચાલે. આ પરમતત્ત્વ એવું ઉપકારક છે કે તમે તે પ્રત્યે ઝૂક્યા કે તમને તારવાની તેમની જવાબદારી થાય છે. તે તમને તેમના યોગબળ વડે ફૂરણા આપે છે, જે વડે તમે ઔચિત્ય આચરો છો, અને સ્વ-પરના હિતમાં જ વર્તો છો. તેમાં વળી જિનવાણી, સતશાસ્ત્રનો બોધ મળે, મન આત્મા પ્રત્યે વળે, સોનામાં સુગંધ ભળે. જિનવાણીનું પ્રભુત્વ એવું છે કે તે પાંત્રીસ અતિશયો – વિશિષ્ટતા સહિત વ્યક્ત થાય છે, તેથી જે જીવને જેવા બોધની, જે ભૂમિકાએ જેની જરૂર છે, તે રીતે સ્પર્શે છે. એ વાણીના બોધનો ધોધ શાસ્ત્રરૂપી સાગરમાં ઝિલાયો, એટલે તેનું પ્રભુત્વ પણ તે જ રીતે પ્રગટ થાય. એ વાણીનું શ્રવણ જીવ જે ભૂમિકામાં છે તે પ્રમાણે બોધદાયક થાય. રોહણક ચોર અભયમંત્રીથી બચવા દોડ્યો જાય છે, જંગલની કેડીએથી પસાર થાય છે ત્યાં તેના કાને મધુર સ્વર સંભળાય છે. અને તેને ખ્યાલ આવે છે કે આતો પેલા જ્ઞાતપુત્ર મહાવીરની વાણી છે, અરે ! મેં તો પિતાને વચન આપ્યું છે. કે મહાવીરની વાણી નહિ સાંભળું. એટલે તરત જ બંને કાનમાં આંગળી દબાવી દે છે. પરંતુ કોણ જાણે એના કયા ભાગ્ય જાગ્યા ? કે દોડતા દોડતા પગમાં કાંટો વાગ્યો. શારીરિક રીતે તે બળવાન હતો. કાંટાને કાઢવા રોકાય તો પકડાઈ જવાય, અને વળી મહાવીરના શબ્દો કાને પડે. એટલે દોડે છે પણ હવે કાંટો પગમાં ઊંડો ઊતરી ગયો હતો. વેદના થાય છે. તે પોતાને દુર્ભાગી માને છે. પિતાને આપેલું વચન ન પળાય તેનો અફસોસ થાય છે. પણ તેને માનેલા દુર્ભાગ્યમાં જ તેનું સદ્ભાગ્ય છુપાયેલું હતું. તે દોડવાને અસમર્થ બને છે. એક હાથે કાંટો નીકળે તેમ નથી. એટલે બંને હાથે કાંટો કાઢવા માટે કાનમાંથી આંગળીઓ કાઢવી પડી અને અને શબ્દોનું શ્રવણ થયું. દેવદેવીઓ ધરતીથી અધ્ધર ચાલે, દેવદેવીઓની આંખો પલક ન થાય, દેવદેવીઓને પસીનો ન વળે, દેવદેવીઓની ફૂલની માળા ન કરમાય, ૧૯૨ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #204 -------------------------------------------------------------------------- ________________ રોહણકને પોતાની જાત પ્રત્યે ધિક્કાર છૂટ્યો. આ વેદના સહન ન થઈ. અને મહાવીરના શબ્દોનું શ્રવણ થયું. ત્યાં તો અભયમંત્રી નજીક આવી ગયા, દોરડાનો ફાંસલો નાંખી તેને પકડી લીધો. અભયમંત્રી અને સાથીઓ ખુશ થયા. તેને નગરમાં ફેરવીને લઈ જવામાં આવ્યો. આગળ અભયમંત્રી અને સુભટો ચાલે છે, પાછળ એક ઘોડા પર દોરડાથી બાંધેલો રોહણક છે. તેની પાછળ કેટલાક સુભટો છે. રોહણક જરાય ખસી શકે તેમ નથી. પણ આ શું ? નગરજનો માથું ધુણાવે છે, હસે છે, આશ્ચર્ય પામે છે. ત્યાં તો અભયમંત્રીને કાને શબ્દો પડ્યા. આવો નબળો, કૃશકાય રોહણક હોય ? અભયમંત્રીએ પાછળ ફરી ઘોડા પર રોહણક જોયો, આ શું ? આ રોહણક ન હોય. કંઈ દગો થયો છે કે કોઈ મંત્રવિદ્યાનું આ કામ છે. રોહણકને રાજદરબારમાં હાજર કરવામાં આવ્યો, રાજદરબારે પૂરો ભરાયો છે. સૌની નજરમાં આશ્ચર્ય છે. છેવટે માતંગ જે રોહણકના સમાજનો જૂનો માણસ હતો. તેને બોલાવવામાં આવ્યો. તેણે નકારમાં માથું ધુણાવ્યું કે આ રોહણક નથી. અભય મંત્રીને ખાતરી હતી કે આ રોહણક છે. તેને કોઈ મંત્રવિદ્યા વડે પોતાનું રૂપ બદલ્યું છે. શ્રેણિક રાજાએ જાહેર કર્યું કે ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી સજા ન થાય. રોહણકના ગુનાને પુરવાર કરવા અભયમંત્રીએ તેને નિલકમલ મહેલમાં રાખ્યો. ત્યાં અતિ રૂપાળા દાસદાસીઓ મૂક્યાં. જાણે સ્વર્ગલોક ખડું કર્યું. રોહણકને મેવા-મીઠાઈ ખાવા મળે. કેફી પીણાં મળે. ત્રીજો દિવસ છે. પણ રોહણક કળવા દેતો નથી કે પોતે રોહણક છે. તેની પાસે રૂપપરિવર્તનની મંત્રવિદ્યા હતી. જ્યારે તેને જંગલમાં પકડવામાં આવ્યો ત્યારે તેણે તે વિદ્યા વડે પોતાની કાયાને પલટી નાંખી હતી. કૃશકાય સામાન્ય ખેડૂતનું તેણે રૂપ ધારણ કર્યું હતું. આથી તેની પાસેથી એ બોલાવવાનું હતું કે તે રોહણક છે. અંતિમ દિવસ છે. રૂપાળા - સૌંદર્યવાન પરિચારકો થાક્યા છે. સુખ ક્યાં સમાણું? * ૧૯૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ રોહણક કંઈ કળવા દેતો નથી. આથી હવે તેને કહેવામાં આવ્યું કે તમે દેવલોકમાં આવ્યા છો. એટલે હવે તમારે જાહેર કરવાનું છે કે તમે ધરતી પર કોણ હતા ? અને શું શું સારાં ખોટાં કાર્યો કર્યા હતાં ? રોહણક કેફી પીણાના અર્ધા ઘેનમાં હતો. અને તેને આ પ્રશ્નનો જવાબ આપવાનો હતો. તે તરત સજાગ થઈ ગયો. તેણે જોયું કે આ દેવલોક જેવું છે. પણ હા, પેલા જ્ઞાતપુત્ર મહાવીરની વાણીમાં મારે કાને શબ્દો પડ્યા હતા, દેવદેવીઓ ધરતીથી અધ્ધર ચાલે, દેવદેવીઓની આંખો પલક ન થાય. દેવદેવીઓને પસીનો ન વળે દેવદેવીઓની ફૂલની માળા ન કરમાય. તેણે જોયું કે આ બધા છે તો સૌંદર્યવાન પણ દેવદેવીઓથી બધું વિપરીત છે, આ સર્વે ધરતી પર પગ મૂકીને ચાલે છે, આંખો પલક થાય છે, નૃત્ય કરે ત્યારે પસીનો થાય છે. અને માળા કરમાઈ છે. એ સમજી ગયો કે આ તો અભયમંત્રીની કુશળતા છે. અને સજાગ થઈ ગયો. જો રોહણક તરીકે જાહેર થયો તો જિંદગી પૂરી સડીને મરવાનો વારો આવશે. તેણે જવાબ આપ્યો હું તો એક સામાન્ય ખેડૂત હતો. સંતોષી હતો. મેં કોઈ ખોટાં કૃત્ય કર્યા નથી, અને તેથી જ આ દેવલોકમાં આવ્યો છું ને ? ગુનાને પુરવાર કરવાની અવધિ પૂરી થઈ હતી. તેને રાજદરબારમાં લાવવામાં આવ્યો. આ રોહણક છે તે પુરવાર ન થયું. તેથી તેને નિર્દોષ ગણી છોડી મૂકવામાં આવ્યો. રોહણક નિર્દોષ છૂટ્યો. પણ મનમાં પેલી વાણી ગુંજન કરતી રહી. અને તેને સમજાઈ ગયું કે હું મહાયાતનામાંથી આ ભવે અને ભાવિના ભવથી છૂટ્યો છું, તેનો પ્રભાવ આ મહાવીરની વાણીનો છે. પિતાએ અજ્ઞાનવશ મને ગેરમાર્ગે દોર્યો હતો. પણ જગતપિતાએ મને તારી દીધો. હવે આ જિંદગી એ મહાવીરના ચરણે સમર્પિત કરી દઉં. રોહણક છૂટ્યો. દોડ્યો, માર્ગમાં અસલ રૂપમાં આવી ગયો, અને સમવસરણમાં પહોંચ્યો. પ્રભુના ચરણમાં નમીને ઊભો રહ્યો. પ્રભુ ! ૧૯૪ * શ્રુતસાગરનાં બિંદુ Page #206 -------------------------------------------------------------------------- ________________ હું રોહણક છું. મહાઅપરાધી છું. મારો સ્વીકાર કરશો ? પ્રભુએ અમદષ્ટિ વડે તેને પ્રત્યુત્તર આપ્યો. આ સમવસરણમાં સૌને સ્થાન છે. અને રોહણક સંસારથી, ઘોર પાપોથી મુક્ત થયો. જિનવાણીના પ્રભાવથી ખૂની પણ મુની થયો, મોક્ષાર્થી થયો. આ છે જિનવાણીનો પ્રભાવ, રોહણકને પ્રભુની વાણી સાંભળવી ન હતી. વેષમાં આવી ગયો હતો. પરંતુ તેના ભાગ્યમાં કોઈ અદ્ભુત યોગ હતો. તે જિનવાણી વડે તરી ગયો. તેને કંઈ ઉપદેશ સાંભળ્યો ન હતો કે તું પાપી છે. આ પાપોનું ફળ નરકની વેદના છે. માટે આ પાપકૃત્યો છોડી દે, અને પ્રાયશ્ચિત વડે પાપોનો નાશ કર. એણે તો દેવલોકનું વર્ણન સાંભળ્યું હતું. જિનવાણીની ઉચ્ચતા જ એ છે કે જેને જેની જરૂર હોય તેવો બોધ મળે. અને તે જીવને માર્ગ મળે. ગર્ભશ્રીમંત માતાપિતાના પુત્રને વળી મામાનો વારસો મળે, સંપત્તિની વૃદ્ધિ થાય. તેમ બુદ્ધિમાન માનવને મળેલા બુદ્ધિના વારસામાં ભગવાનનો પ્રરૂપેલો ધર્મ મળે તેનો આત્મવૈભવ વૃદ્ધિ પામે. પણ મળેલા વારસાને સ્વછંદથી વેડફે તો એ કરોડપતિ પુત્ર રોડપતિ થઈ જાય. તેમ જન્મથી મળેલા બુદ્ધિના વારસાને કેવળ વિષયોમાં, ભૌતિક પદાર્થોમાં જ પ્રયોજે તો તે માનવી મટી પશુતામાં સ્થાન લે. વૈજ્ઞાનિક યુગમાં માનવી પોતાના શબ્દને અવાજને હજારો માઈલ દૂર પહોંચાડે છે, પરંતુ પોતાની તદ્દન નજીક એવા અંતઃકરણમાં એ અવાજને પહોંચાડતો નથી. એટલે બહારમાં મળેલી અઢળક સામગ્રી છતાં પોતે સંત કે અશાંત રહે છે. જો તેનો અવાજ જિનાજ્ઞા પ્રમાણે અંતરમાં પહોંચે તો તેનું જીવન નિર્દોષ અને નિષ્પાપ બને. જો માનવીની બુદ્ધિ પશુ જેવી પ્રાકૃત હશે, અંતઃકરણ રાક્ષસીવૃત્તિવાળું કઠોર હશે તો તે પોતે અધઃપતન પામશે. અને સમાજને પણ હાનિ કરશે. માટે બુદ્ધિને સમાં જોડી સબુદ્ધિ પ્રાપ્ત કરે. અને અંતઃકરણને નિર્દોષ રાખે તો માનવનો આત્મા જ પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે. માનવમાં રહેલી શક્તિઓ દૈવી છે, તે પ્રગટ થાય તો માનવ સ્વયં દેવસ્વરૂપે જીવતો થાય. સુખ ક્યાં સમાણું ? * ૧૯૫ Page #207 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧. અધ્યાત્મનું રહસ્ય શુદ્ધ દષ્ટિ છે ) અધ્યાત્મમાં આત્મદષ્ટિ હોવાથી સર્વ જીવો પ્રત્યે સમભાવ અને મનુષ્યમાં બંધુત્વ ભાવના વિકસાવે છે, વળી સમગ્ર જીવરાશિને એક આત્મભાવના સૂત્રમાં બાંધે છે. કારણ કે ચૈતન્ય માત્રનું લક્ષણ સિદ્ધત્વ છે. ભલે પછી જે બોધ પામે તે સિદ્ધ થાય, પરંતુ સર્વ ચૈતન્ય આદરણિય છે. વ્યક્તિ વ્યક્તિમાં પ્રકૃતિ, વૃત્તિ, પ્રવૃત્તિ વગેરેની ભિન્નતા છે. પણ વ્યક્તિ અન્ય કરતાં પોતે કંઈ વિશેષ છે તેવું સમજે છે ત્યારે સંઘર્ષ પેદા થાય છે. પરંતુ જ્યારે તે અન્યમાં પોતાના જેવો આત્મા જુએ છે ત્યારે અભેદ દષ્ટિનો સ્વીકાર કરે છે. તેથી સર્વ લેશો નાશ પામે છે. આવી અભેદદષ્ટિ અધ્યાત્મ પરિણામ વગર સંભવ નથી. ભૌતિક જગતમાં વિજ્ઞાન ક્ષેત્રે પદાર્થની ખોજનું મહત્ત્વ છે. પરમાર્થમાં ધર્મ વિજ્ઞાન ક્ષેત્રે શુદ્ધ દર્શનનું મહત્ત્વ છે. શુદ્ધ દર્શન અધ્યાત્મ યોગનું ચાલક બળ છે. આ યોગ એટલે જોડવું. ક્યાં ? પરિણામ કે ભાવનું મોણસ્વરૂપ સ્વયં શુધ્ધાત્મામાં જોડાવું તે યોગ છે. જેટલો જેટલો યોગ સાધ્ય થાય તેટલું આત્મદર્શન વિકાસ પામે છે. પ્રત્યેક સાધક સાધના કાળમાં અમુક સીમાએ પહોંચી યોગી હોય છે. વળી વૈરાગ્ય અને અધ્યાત્મના નિરંતર અભ્યાસ વડે તે સીમાઓને ઉલ્લંઘી અયોગી બને છે. અર્થાત અનાદિ યોગનો સંપૂર્ણ નિરોધ કરી મુક્ત થાય છે. મનુષ્યનું વ્યાવહારિક જીવન બાહ્ય સ્થિતિઓ વડે પ્રભાવિત હોય છે. બાહ્ય સંયોગો એનું ચાલક બળ બને છે ત્યારે જાગૃત અવસ્થામાં એ સંયોગોને તે વાસ્તવિક માને છે. અને સ્વપ્ન સમયે જોયેલી સૃષ્ટિને જાગૃત થતાં અવાસ્તવિક માને છે. પરંતુ યોગી બાહ્ય સંયોગો અને સ્થિતિને સ્વપ્નવત માની તેનાથી પ્રભાવિત થતો નથી પરંતુ યોગ નિરોધ વડે તે નિઃસંગ બને છે. પછી તેને સ્થળ કે કાળ બાધા પમાડતા નથી. દેહમાં પુરાયેલો દેહી ૧૯૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપરતિ થવો જોઇએ નવું ઇતિઓથી ત્યારે પરમાત્મા આત્મના વિરુદ્ધાત્મા શુદ્ધાત્મા મટી હવે તે વિદેહી અવસ્થાને અનુભવે છે. દેહની સીમા ઓળંગી તે નિઃસીમ એવા વિશ્વ ચૈતન્યનો અનુભવ કરે છે. આવા યોગના ચરમ લક્ષ્ય સુધી પહોંચવા માટે વૃત્તિઓથી ઉપરતિ થવી જોઈએ. કામ, ક્રોધ, લોભાદિ વડે થતી ક્ષતિઓથી દૂર રહેવું જોઈએ, અને જીવન પરમ પવિત્ર બનવું જોઈએ. હિંસા, અસત્ય, પાપાદિના વ્યાપારોનો ત્યાગ થવો જોઈએ. અહિંસાદિ સત્ ક્રિયાનો આદર હોવા જોઈએ. અધ્યાત્મ ઉપાસનામાં એ સર્વે આવશ્યકતા છે. ૦ યોગનું અન્ય સામર્થ્ય છે “પરમાત્મા સાથે આત્માનો યોગ કરાવી આપે તે યોગ છે.' પરમાત્મા : પ્રગટ થયેલો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા સાથે આત્માનો યોગ ક્યારે થાય ? આત્માના વિભાવ ટળે-શમે અને ભાવ નિર્મળ બને ત્યારે પરમાત્મા સાથે યોગ થયો કહેવાય. વળી પરમાત્માના ગુણોનું અત્યંત બહુમાન આવે એ ગુણ સાથે ઉપયોગ તદાકાર બને પરમાત્મા સાથે યોગ થયો કહેવાય. વિભાવ એટલે મિથ્યાત્વાદિ વિકલ્પોથી મનનો પ્રદેશ ભરેલો છે. જ્ઞાનયોગી શુદ્ધાત્માનુભવ વડે કે સ્વસંવેદન દ્વારા સ્થિર થઈ મનને મિથ્યાત્વાદિ વિકલ્પોથી ભરેલા પ્રદેશને ખાલી કરે છે. અને સ્વસંવેદનના જ્ઞાન દ્વારા તે પ્રદેશમાં આનંદને વસાવે છે. ત્યારે મન નિર્વિકલ્પ થાય છે. મનની નિર્મળતા અને નિર્વિકલ્પતા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ મન દેહાધ્યાસથી છૂટું પડે છે. તેથી નિર્વિકલ્પ સમાધિમાં મન સ્વંય સ્થિર થાય છે. આ સ્થિતિમાં કર્મોનો ક્ષય થાય છે. ત્યારે આત્મા સ્વયં પરમાત્મ સ્વરૂપે થઈ રહે છે. પરંતુ વિષયાકાર બનેલું મન એવું ક્ષુદ્ર બને છે કે વ્યક્તિ સ્વયં પોતાને કેન્દ્ર સ્થાન બનાવે છે. અથવા પોતાના પરિવારના રાગાદિમાં જ સીમિત કરે છે. અને તેને માટે તે સમાજ સાથે ઝઝૂમે છે. છતાં પણ ત્યાં તેનું વ્યક્તિત્વ તો સીમિત જ રહે છે. આથી તેને વિશ્વવ્યાપક ચૈતન્યનું ભાન કે જ્ઞાન થતું નથી. છતાં દુન્યવી પ્રસંગમાં વ્યક્તિનો ભાવ ભેદ રહિત થઈ શકે છે. કોઈ વાર અજાણી વ્યક્તિ ડૂબી રહી હોય. તેની સાથે કોઈ સંબંધ અધ્યાત્મનું રહસ્ય શુદ્ધ દષ્ટિ છે કે ૧૯૭ Page #209 -------------------------------------------------------------------------- ________________ ન હોય તો પણ બીજી વ્યક્તિ તેને બચાવવા પાણીમાં કૂદી પડે છે. ડૂબતી વ્યક્તિને બચાવે છે એમ ભેદ રહિત વ્યવહાર સંભવ બને છે. અને તેટલો સમય બચાવનાર વ્યક્તિને આનંદ અને સંતોષ થશે. એની મૃતિ આનંદ આપશે. ભેદભાવથી પર બની જવામાં આવો આનંદ આવવો તે કંઈક અંશે ધાર્મિક કાર્યનો પ્રભાવ અને પરિચય છે. ભલે તે ગૂઢ રીતે કામ કરે. જીવનો ય એવા આદિ વડે પછી અથએટલે આત્મ અને ઉપાસ્ય એવા આત્મતત્ત્વની અવગણના જીવ કરતો જ આવ્યો છે. સ્વ-પ૨ આત્મહિતદષ્ટિ વડે તે દોષ ટાળી શકાય છે. તેમાં જ માનવભવની સાર્થકતા છે. ત્યાર પછી અધ્યાત્મયોગ પરિણમે છે. તેને આત્મસાક્ષાત્કાર સહજ છે. આત્મસાક્ષાત્કાર એટલે આત્માનો આનંદ. સિદ્ધ દશામાં તે પરિપૂર્ણ પ્રગટે છે. આત્માનો આનંદ આત્મ અનુભવ વડે શક્ય બને છે. ઇન્દ્રિયોના વિષયોમાં જે આનંદ આવે છે તે આનંદની વિકૃતિ છે કારણ કે તે આત્માના ઘરનો નથી પણ નિમિત્તાધીન છે. પરાશ્રયી છે. વૈરાગ્યભાવમાં નિરાકૂળતા છે, રાગાદિ વિભાવમાં આકૂળતા છે. જ્ઞાન ઉપયોગમાં અનાકૂળતા છે. રાગ કઠોર છે. કર્મબંધન કરી આત્માનું અહિત કરનાર છે. જ્ઞાન કોમળ છે. કર્મથી મુક્ત કરનારું હિતદાયી તત્ત્વ છે. રાગાદિ કઠોરતાનો નાશ જ્ઞાનગુણની કોમળતાથી થાય છે. જેમ કઠણ લોઢું પણ પાણીમાં નાંખી રાખો તો ભેજ વડે કાટથી ખવાઈ જશે તેમ જ્ઞાનગુણ વડે રાગનો નાશ થાય છે. આત્મા સ્વ સન્મુખ ઉપયોગ અને સ્વપુરુષાર્થ વડે તરે છે, ત્યારે તેને બાહ્ય નિમિત્તો મળી રહે છે. એ ઉપયોગ અને પુરુષાર્થ શુદ્ધતાથી ભરપૂર હોય છે. શુદ્ધ જ્ઞાન ઉપયોગ સવળા અને સ્વપુરુષાર્થ વડે સર્જન થાય છે. દ્રવ્ય અને પર્યાય (વર્તમાન અવસ્થા) ઉભયથી આત્માને જાણવો તે જ્ઞાન છે. ૦ દ્રવ્ય અને પર્યયનું સ્વરૂપ છે આત્મદ્રવ્ય એટલે પૂર્ણ શુદ્ધાત્મા, પર્યાય એટલે વર્તમાન અવસ્થા. જીવો બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ, ઉભયનું મૂળ સ્વરૂપ શુદ્ધાત્મા છે. પરંતુ સિદ્ધની વર્તમાન અવસ્થા જેવું દ્રવ્ય છે તેવી જ પરિપૂર્ણ ૧૯૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #210 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ છે, અને સંસારીની વર્તમાન અવસ્થા રાગાદિ વાળી અશુદ્ધ છે. આવો નિર્ણય સ્વ પુરુષાર્થને જાગૃત કરી આત્મ જ્ઞાન પ્રગટ કરે છે. આત્મદ્રવ્યને કેવી રીતે વિચારશો ? નિશ્ચય અને વ્યવહાર બંને દૃષ્ટિથી વિચારણા કરવી તે સમ્યગ્ વિચારણા છે. નિશ્ચય દૃષ્ટિથી આત્મા નિત્ય છે. ગુણથી પરિપૂર્ણ-એકેએક પ્રદેશથી ભરેલો છે, પર્યાય દૃષ્ટિથી આત્મા જન્મમરણના કારણથી, શુભાશુભ ભાવના પરિણમનથી અનિત્ય છે અને ગુણોના અપ્રાગટ્યથી અપૂર્ણ છે. તેમ વિચારવું તે વ્યવહાર દૃષ્ટિ છે. નિશ્ચયનય સમ્યગ્દર્શન અને જ્ઞાનને વિકસાવે છે. વ્યવહારનો નય ચારિત્રને વિકસાવે છે. બંને નય સાથે ચાલે છે, સાધકની ભૂમિકા પ્રમાણે મુખ્યતા ગૌણતા રહે છે. અથવા પોતપોતાને સ્થાને બંને મુખ્ય છે. લક્ષ થવા નિશ્ચય વિચારની મુખ્યતા છે, સાધના માટે વ્યવહાર વિચારની મુખ્યતા છે. આથી પ્રથમ સમ્યક્ત્વમાં દર્શન મોહ જતાં શ્રદ્ધા દૃષ્ટિ નિર્મળ બને છે. પછીના ગુણસ્થાનકો ચારિત્ર મોહનીયનો છેદ કરવામાં પ્રવૃત્ત છે. એ ચારિત્રના વિકાસની મુખ્યતા દસમા ગુણસ્થાનકને અંતે પૂર્ણ થતાં બારમા ગુણસ્થાનકને અંતે ત્રણ ઘાતી કર્મ નાશ થઈ શુદ્ધ ચારિત્ર પ્રગટ થાય છે, તેના બીજે સમયે કેવળ જ્ઞાન પ્રગટે છે. ત્યારે ચોથે ગુણ સ્થાનકે પ્રગટ થયેલા આંશિક દર્શન અને જ્ઞાન પૂર્ણપણે પ્રગટ થાય છે. આમ નિશ્ચય વ્યવહાર પોતાના સ્થાને મુખ્ય રહેવાથી રત્નત્રયની આરાધના અસ્ખલિત થઈને મોક્ષને સાધ્ય કરે છે. જ્યાં નયાતીત દશા આવે છે. આવી દૃષ્ટિ વડે સાધક જો એક ક્ષણ માટે પોતાને પરિપૂર્ણ જુએ જાણે અને વિચારે તો તેને અભ્યાસ વડે આત્માનુભવ થાય. ધર્મની આરાધના આ લક્ષે થવાથી પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. વૈકાળિક ધ્રુવ એવા દ્રવ્યનું લક્ષ જ જીવને જ્ઞાન સ્વરૂપે પ્રગટ કરે છે. કર્મગ્રસ્ત આત્મા સ્વભાવે પૂર્ણ છે. વાદળાથી ઢંકાયેલા સૂર્યથી દેખાતો અંધકાર વાદળાના ઘરનો છે. સૂર્ય તો ત્યારે પણ પ્રકાશિત છે તેમ કર્મગ્રસ્ત આત્મામાં પ્રવર્તતું અજ્ઞાન કે અપૂર્ણતા કર્મના ઘરનું છે. ત્યારે આત્માદેવ તો પરિપૂર્ણ છે. પરંતુ માનવી કર્મગ્રસ્તરૂપી અંધકારને અધ્યાત્મનું રહસ્ય શુદ્ધ દૃષ્ટિ છે * ૧૯૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ અગ્રીમતા આપી દે છે ત્યારે જીવનન ક્ષુદ્ર બને છે. પણ પૂર્ણ આત્માને લક્ષમાં લેવામાં આવે તો જીવન શુદ્ધ બને છે. યોગ દ્વારા આત્મસાક્ષાત્કાર કરવો એ સૌથી મોટો ધર્મ છે. અને એથી જ ઉપાસનાને પણ ધર્મના અંગોમાં મહત્ત્વનું સ્થાન છે.” મનુસ્મૃતિ “આત્મસાક્ષાત્કાર એ ધર્મની અચૂક કસોટી છે. વિશ્વનાં બધાં પ્રાણીઓ બ્રહ્મથી ભિન્ન નથી. છતાં એ અભેદનો અનુભવ સર્વને થતો નથી. - “ઉપાસ્ય તત્ત્વની અવહેલના તો આ જીવને અનાદિથી કોઠે પડેલી છે. આત્મૌપમ્ય દષ્ટિ વડે તેને ભેદવામાં આ માનવ ભવની સાર્થકતા છે. પછી આત્મસાક્ષાત્કાર સ્વાભાવિક ક્રમે પ્રગટે જ છે. અને તાત્ત્વિક વિશ્વેક્ય અનુભવાય છે.” અધ્યાત્મનો અર્થ છે આત્મા પ્રત્યે, આત્માની નજીક રહેવું. અધ્યાત્મ જીવનનો પ્રારંભ મોહના દૂર થવાથી થાય છે. અધ્યાત્મ જીવનમાં મોહ અને દંભ અત્યંત બાધક તત્ત્વ છે. મમત્વનો ત્યાગ અને સમત્વનું સર્જન એ અધ્યાત્મ પ્રત્યેની શુદ્ધ દૃષ્ટિનું સ્થાપન છે. અધ્યાત્મનું રસાયણ મોક્ષપ્રાપ્તિનું ગૂઢ રહસ્ય છે. યોગના ઘણા પ્રકારોમાં અધ્યાત્મયોગ સર્વોચ્ચ છે. અધ્યાત્મયોગની સાધનામાં એકાંતની મુખ્યતા છે. જનસંપર્ક ઘણા વિકલ્પનું અને માયા-પ્રપંચનું નિમિત્ત બને છે. ધર્મ ક્ષેત્રે પણ જનસંપર્કથી મહાત્માઓ પણ ભ્રમમાં પડે છે. જનસંપર્કને જનઉત્કર્ષ માની બહિર્મુખતાની વિશેષતા થાય છે, ત્યારે અધ્યાત્મ યોગ ટકતો નથી. આથી આનંદઘનજી જેવા અધ્યાત્મયોગીઓએ એકાંતનું સેવન કર્યું. પૂ. પંન્યાસજી જેવા અધ્યાત્મયોગીએ નિર્લેપ રહી પૂરા વાત્સલ્યભાવે જનસંપર્ક સેવ્યો પરંતુ બાહ્યાંડબરને ગૌણ કર્યો હતો. અથવા એમ કહી શકાય કે અધ્યાત્મ યોગને સાધ્ય કરી પછી જરૂરી જનસંપર્ક રાખ્યો હતો. આ અધ્યાત્મનો યોગ અત્યંત વૈભવશાળી મહિમાવંત પદાર્થ છે, તેનું એકાંતથી રક્ષણ થાય છે, અસંગથી તે ફળવાન થઈ જીવને મોક્ષદાયક છે. તે પહેલાની ભૂમિકાએ જીવને અવલંબન જરૂરી છે. તે અવલંબનો શુદ્ધ હોવાથી જીવને અધ્યાત્મમાં પ્રવેશ કરાવે છે. ૨૦૦ x શ્રુતસાગરનાં બિંદુ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૦ અવલંબન ૦ ઉપાસ્ય તત્ત્વ બાહ્ય અવલંબન માટે સત્ દેવ-ગુરુ-ધર્મ છે. અંતરંગ અવલંબન માટે વૈરાગ્ય છે. જે નિમિત્તમાંથી વૈરાગ્ય ભાવના દઢ બને તેમ વિચારવું, પછી મનને તે બાહ્ય નિમિત્તમાંથી પાછું ખેંચી શુદ્ધાત્મામાં જોડવું. તેનું મનન કરવું. જેમકે દેહ અશુચિથી યુક્ત છે. તેમાં મમત્વ કરવા જેવું નથી. સાધન સામગ્રીઓ અનિત્ય છે. તેનું અહંમત્વ કરવા જેવું નથી. એક શાદ્ધાત્મા જ ઉપાસ્ય છે. ઉપયોગનું આત્મ સન્મુખ થવું તે પુરુષાર્થ છે, અને તે જ અંતરંગ કારણ તારક બને છે. બધા જ મહાપુરુષો સ્વવીર્ય અને શુદ્ધોપયોગ વડે જ તર્યા છે. સંસાર દુઃખરૂપ અને અસાર લાગે છે ત્યારે જ આત્મા સારરૂપ લાગે છે. એવું નિજ સ્વરૂપનું શ્રદ્ધાન દુર્લભ છે. આ દેહની હૃદયરૂપી ગુફામાં મોહની બેઠક છે, તેને સ્થાને મોક્ષ ભાવની બેઠક જમાવવી જોઈએ. બાહ્ય દોડને છોડી મનને અંદર લઈ જવું તે અંતર્મુખતા સમ્યગ્દ ર્શનનું દ્વાર ખોલી નાંખે છે. જે દેહ માટે જીવ પોતાનું જ વિસ્મરણ કરે છે તે દેહ તો આવાગમનવાળો છે. આત્મા આત્માને ક્યારે પણ ત્યજી દેતો નથી એમ બોધ થવો તે જ્ઞાન છે. આત્મામાં ઉપયોગનું એકત્વ એ સમ્યકત્વ છે. આ શુદ્ધાત્માને જાણવો તે જ્ઞાન છે, અને એ જ્ઞાન મુજબ તેનું જ ધ્યાન કરવું તે ક્રિયા છે. જ્ઞાન વગર ધ્યાનમાં ટકાતું નથી. જે વિષયમાં એકાગ્રતા કરવી છે, તે વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે. તે જ્ઞાન મોહનીય આદિ વિકલ્પ રહિત નિર્વિકલ્પ હોય તો આત્મસાક્ષાત્કાર થાય છે. આત્મસાક્ષાત્કાર એટલે આત્માનું સ્વસંવેદન. સ્વસંવેદન સહિત ધર્મક્રિયા ધર્મસ્વરૂપ-આત્મસ્વરૂપ બને છે, ત્યારે જીવ દેહબુદ્ધિથી છૂટે છે. ૦ દેહબુદ્ધિ ક્યારે છૂટે ? ૦ દેહબુદ્ધિ સંસારનું મૂળ છે. સંસાર બહાર નથી તેટલો બુદ્ધિમાં વર્તે છે. જ્ઞાનીઓએ જ્ઞાન વડે સંસારનો સંક્ષેપ કરી શુદ્ધ ઉપયોગ વડે કર્મોને ક્ષીણ કર્યા. સંસારીએ જ્ઞાન સ્વરૂપને ભૂલીને હું રાગાદિભાવ અને દેહ સ્વરૂપ છું તેવી માન્યતા કરી છે. આથી માનવદેહાદિ સર્વ અનુકૂળતા મળવા છતાં પણ સમ્યગ્દર્શન ન થયું. ગમે તે સંયોગમાં હું જ્ઞાન સ્વરૂપ છું એ ભાવ ટકી રહેતો સમ્યગદર્શનને પાત્ર બને. સમ્યગ્દર્શન રહિત જીવ અંધ જેવો છે. અધ્યાત્મનું રહસ્ય શુદ્ધ દૃષ્ટિ છે કે ૨૦૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ હું દેહાદિ સર્વ પર પદાર્થોથી ભિન્ન છું. સ્વરૂપથી પૂર્ણ છું. એમ વિચારી બાહ્યભાવથી પાછો ફરે તો ઉપયોગ સ્વમાં ઠરે, ત્યારે આત્મસુખ પામે. કારણ કે આત્મા ઉપયોગ વડે જીવે છે, દેહની જેમ ખોરાક વડે જીવતો નથી. આત્માનો આનંદ આત્મામાં જ હોય, દેહાદિના રાગાદિમાં ન હોય તે અનુભવી શકાય છે. ઇન્દ્રિય અને મનથી જે ઉપયોગ પર વિષયમાં એકાગ્ર થાય છે તેને પાછો ફેરવીને સ્વમાં એકાગ્ર કરવો તે આત્મ અનુભવ છે તે સમ્યગૂ જ્ઞાન છે, દેહ અને રાગમાં એકત્વ બુદ્ધિ તે મિથ્યાત્વ છે. શુભ વિકલ્પવાળો રાગ સ્વર્ગમાં લઈ જાય પણ આત્મામાં ન લઈ જાય. નિર્વિકલ્પ જ્ઞાન આત્મરૂપ છે, તે મોક્ષનું કારણ છે. જીવ જ્યાં સુધી કોઈ પણ જડ પદાર્થની થતી ક્રિયા પોતે કરી છે કે રાગના વિકલ્પની ક્રિયા પોતા વડે થઈ છે તેમ એકાંત માને ત્યાં સુધી તેને સાચો બોધ પરિણમતો નથી. દરેક દ્રવ્ય પોતાના લક્ષણ કે ભાવ રૂપે પરિણમે છે. ત્યારે તેમાં કોઈ પદાર્થ નિમિત્ત હોય છે છતાં નિમિત્ત પોતે તે ક્રિયારૂપ બનતું નથી. સૂર્યનાં કિરણો વડે પૃથ્વી ગરમ થાય છે. પણ સૂર્ય પૃથ્વીરૂપ થતો નથી. મીઠાની ગાંગડી વસ્તુને ખારાશ આપે છે ત્યારે પણ જે પદાર્થનું લક્ષણ જેમ છે તેમ રહે છે. તેમ જ્યારે દેહના નિમિત્તે જે ક્રિયા થાય છે, તે દેહમાં થાય છે. સ્પર્શાદિ વડે દેહ પરિણમે છે, ત્યારે આત્મા જ્ઞાનરૂપે પરિણમીને સ્પર્શાદને જાણે છે. માટે શ્રુતના અવલંબન વડે જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે તો અનુભવ થાય. આખરે સ્વની ક્રિયામાં કારણ કાર્ય એક જ દષ્ટામાં ઘટે છે. જેમ આત્માના અનુભવ રૂપી કાર્યમાં આત્મસ્વરૂપનો નિર્ણય તે કારણ છે. તે પ્રથમનું બાહ્ય અવલંબન શ્રુતજ્ઞાન છે. ઈન્દ્રિયોના અવલંબન વડે મતિજ્ઞાનનો ઉપયોગ પરલક્ષે પ્રવર્તે છે. તે પર પદાર્થોને વિષયભૂત બનાવે છે. તે અજ્ઞાન છે. શુદ્ધ જ્ઞાનસ્વભાવરૂપ આત્મા તે શુદ્ધ નિશ્ચય છે અને પરિણતિને સ્વભાવ તરફ વાળવી તે શુદ્ધ વ્યવહાર છે. નિર્વિકલ્પ થવાનો આ ઉપાય છે. આમ જ્ઞાન સ્વભાવની દઢતાથી જ જ્ઞાન થાય તે સિવાય સઘળો બાહ્ય ધર્મ છે કારણ કે સ્વાનુભવરૂપે પરિણમેલો આત્મા સ્વયં સમ્યગુ જ્ઞાન દર્શન સ્વરૂપ છે. આવા નિર્ણયમાં જ આત્મહિત રહેલું છે. ૦ સ્વધર્મ-પરધર્મ ૦ જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું જ આપણું સ્વરૂપ છે, તેવી શ્રદ્ધા ૨૦૨ - શ્રુતસાગરનાં બિંદુ Page #214 -------------------------------------------------------------------------- ________________ કરી તેનો જ પરિચય કરે તો પ્રભુતા પ્રગટ થાય. એ શુદ્ધ સ્વભાવ જ્ઞાનસ્વરૂપે વિશ્વ વ્યાપક છતાં વિશ્વથી ભિન્ન છે. તેમાં વિકલ્પોનો પ્રવેશ નથી, તેથી અનાકુળ છે એવો નિર્ણય તે સ્વધર્મ છે, બાકી સર્વ પરધર્મ છે. પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબને આત્માને સાંભળવો, વિચારવો. શ્રુતજ્ઞાન અનેકાંત સ્વરૂપ છે. તે જણાવે છે કે દરેક પદાર્થ સ્વસ્વરૂપે રહી પરિણમે છે. પરરૂપ થઈ પરિણમતો નથી. મતિજ્ઞાન વસ્તુની સ્વતંત્રતા દર્શાવે છે. શ્રુતજ્ઞાન વસ્તુની પૂર્ણતા સિદ્ધ કરે છે. પર્યાય નિરંતર પલ્ટાય છે, તે ક્ષણિક હોવાથી વિકારી છે. આત્મા ત્રૈકાળિક દ્રવ્ય છે. તેથી અવિકારી છે. માટે સ્વભાવને જાણવો, અને તેમાં જ સ્થિર થવું. વસ્તુને-દ્રવ્યને પરાધીન માની કર્તૃત્વ બુદ્ધિ કે રાગાદિ કરવાથી સ્વભાવથી ચુત થવાય છે. ભાવનું પુણ્યાનુબંધી પુણ્ય રૂપે પરિણમવું તે મોક્ષમાર્ગનું અવલંબન છે. પુણ્યમાં ભોગ બુદ્ધિ કરી મોક્ષમાર્ગનો અપલાપ કરવો કોડીને ગ્રહણ કરી રત્ન ગુમાવવા જેવું છે. સુખ માટે પુણ્યનો આશ્રય લેવાને બદલે ચિદાનંદમય આત્માનો આશ્રય કરવો. પુણ્યના યોગે ચૈતન્ય અને સુખ બુદ્ધિ વચ્ચેનો ભેદ સમજી ચૈતન્યનો આશ્રય લેવો તે સ્વધર્મ છે. સ્વધર્મમાં રહેવાને બદલે વ્યક્તિ બહાર કંઈ મેળવવા ઇચ્છે છે એટલે પરપદાર્થની ગુલામી સ્વીકારે છે, આત્મ વસ્તુ સ્વતંત્ર છે. આત્મસ્વરૂપની શોધને જીવન સાધના બનાવવી તે માનવભવની સાર્થકતા છે. તે શોધ માટે શુદ્ધ ઉપયોગ શ્રેષ્ઠ સાધન છે. તે સાધનની પ્રાપ્તિ પુણ્યયોગે થાય છે. પુદ્ગલ સ્વયં જડ છે, તેનામાં સુખ આપવાનો ગુણ નથી. પુદ્ગલ પદાર્થો સંસારી જીવન નભાવવાનાં સાધનો છે. જીવમાં સ્વભાવથી દુઃખ નથી તેથી જીવના સેવનથી સુખ જ ઊપજે છે. પરંતુ અજ્ઞાની માને છે કે પુદ્ગલમાં સુખ આપવાની શક્તિ છે. તેથી એ તે પદાર્થોની પાછળ દોડે છે, પરંતુ તે દોડ નિરર્થક છે. તેમ વિચારી તે પ્રત્યે ઉદાસીનતા સેવવી. મોક્ષ ન મળે ત્યાં સુધી મૈત્રી આદિ ભાવના ભાવવી. મુક્ત જીવોનું ધ્યાન કરવું તે ઉત્તમ કર્તવ્ય છે. સિદ્ધત્વમાં દૃઢ શ્રદ્ધા વડે પુરુષાર્થ કરવો. સિદ્ધત્વ પ્રાપ્તિનો એ ઉપાય છે. ભય શું છે ? આપણે ક્યાં છીએ ? શું કરી રહ્યા છીએ, આપણે શું કરવું અધ્યાત્મનું રહસ્યઃ શુદ્ધ દૃષ્ટિ છે * ૨૦૩ Page #215 -------------------------------------------------------------------------- ________________ જોઈએ તે સમજવું એ જીવનનું એક મહત્ત્વનું અંગ છે. પોતાની જાતને ઓળખવા માટે કસોટીએ ચઢાવવી જોઈએ. કસોટીથી ભય પામનાર પ્રગતિ સાધી શકતો નથી. તે ભૌતિક સુખના સમયમાં પણ દુ:ખની કલ્પનાથી ભય પામે છે, તે આત્મિક સુખથી તો વંચિત છે જ. જો તેની પાસે અંતર્મુખ થવાનો ઉપાય હોય તો તે ભયમુક્ત થાય છે. તેને આત્મ સ્વરૂપના સુખની ઝંખના હોય છે. તેથી તે સતત ચૈતન્યના વિકાસ તરફ જતો હોય છે. તે ઝંખના તેને અધ્યાત્મયોગ સુધી પહોંચાડે છે જ્યાં આત્મ સાક્ષાત્કારનું સુખ પ્રગટ થાય છે. આત્મોત્થાનની ઝંખના જ સોટીથી પાર કરે છે, એટલું જ નહિ પણ એ કસોટી તેના આત્મ વિકાસનું કારણ બને છે. જેમ જેમ કસોટીમાંથી પાર ઊતરે છે તેમ તેમ ભયમુક્ત થઈ આત્મશ્રદ્ધામાં દેઢ થાય છે. સંસારમાં ભયમુક્ત કોઈ સ્થાન હોય તો વૈરાગ્ય છે. જીવોને ક્યાં તો રાગથી કે ક્યાં તો દ્વેષથી ભય પેદા થાય છે. રાગથી મારું, પરિવારનું, ધનાદિનું શું થશે તેવો ભય રહે છે. દ્વેષથી અન્ય મારા માટે શું વિચારશે શું કરશે ? તેનો ભય રહે છે. આવા રાગ દ્વેષ કોઈ વિચારથી જતાં નથી પણ મૈત્રી જેવી ભાવનાઓથી રાગાદિ ઘટે છે. ત્યારે જીવ પણ ભયરહિત નિઃશંક બને છે. સંસારમાં શરીર છે તો રોગનો ભય છે. રૂપ છે તો તે કરમાઈ જવાનો ભય છે. યૌવન છે તો પાછળ વૃદ્ધત્વનો ભય છે. ધન છે તો રક્ષાનો ભય છે પરિવાર છે તો તેમના સુખદુઃખ, નિભાવનો ભય છે, માન છે તો અન્યના માન વધી જવાનો ભય છે. વાહનનું સુખ છે તો અકસ્માતનો ભય છે. જન્મની સાથે મરણનો ભય તો છે જ. આમ સંસારમાં ભય વગરના સ્થાન ક્યાં શોધશો ? જે મહાત્માઓએ ભયના સ્થાનો ત્યજી દીધાં તેમને જંગલમાં મંગલ લાધ્યું અને મહેલ સ્મશાન જેવા જણાયા. વન્ય પશુઓ તેમના મિત્ર થઈ ગયા. ધન અને માન તો તેમના ચરણમાં આળોટવા લાગ્યા. દેહ છતાં દેહાતીત દશાનું દર્શન પ્રાપ્ત થયું. રોગ જરા અને મરણ તો તેમને સ્પર્શી શક્યા નહિ એ મહાપુરુષો હતા. “નમો જીણાણું જીવ ભયાણં' સ્વયં ભયમુક્ત હતા અન્યને સર્વથા અભયદાન દાતા હતા. ભયમુક્ત દશા એ તો વીતરાગના માર્ગનું વરદાન છે. અધ્યાત્મયોગનું ૨૦૪ * શ્રુતસાગરનાં બિંદુ Page #216 -------------------------------------------------------------------------- ________________ રહસ્ય છે. “અબ હમ અમર ભયે ન મરેંગે” જન્મેલો મરણ ન પામે નિર્વાણ પામે. તે તેમની અમરતા છે. ક્યાં આવી આત્મોત્થાનની દશા અને ક્યાં ડગલે ને પગલે સાત ભયોથી આક્રાંત મનુષ્ય ? આ ભય મોહનીય કર્મની પ્રકૃતિ છે. સંસારના જીવ માત્રને સતાવતો એ અઢી અક્ષરનો શબ્દ “કર્મ” છે. પણ ભાઈ કર્મ માત્રને ભસ્મિભૂત કરનાર અઢી અક્ષરનો શબ્દ “ધર્મ” પણ છે. જેની પાસે ધર્મ છે તેને કર્મ શું કરી શકે ? ધર્મ નથી તે કર્મથી ગ્રસિત છે. આત્મોત્થાન એ ધર્મનું રહસ્ય છે. સર્વ શાસ્ત્રનું એમાં ગુંજન છે. જીવનને જાણો - સમજો અને સિદ્ધત્વ પામો મહદ્ અંશે આપણે જીવનને જાણતા નથી. જમ્યા આવ્યા અને વિદાય થયા. જીવન આ ત્રિરંગમાં સમાઈ જતું નથી, જીવન એટલે ચૈતન્યનું સૌંદર્ય, શુદ્ધતાનું સૌરભ, ચૈતન્યમાં અભેદનું ઔદાર્ય. તે જેમ સંસારના ક્ષેત્રે સમાઈ જતું નથી તેમ મંદિર કે અન્ય સ્થાનોમાં સમાઈ જતું નથી. તે તે ક્ષેત્રો જાણવા માટે છે. ઉત્થાન માટે તો ચૈતન્ય મહાપ્રભુનો આદર છે. તે પ્રાપ્તનું પ્રાગટ્ય એ માનવજીવનનો મંત્ર છે. કર્તવ્ય હોવું જરૂરી છે. કીડીથી માંડીને કુંજર સુધીના સર્વ જીવો સુખ શોધે છે કારણ કે સુખ આત્માનો સ્વભાવ છે. એ સુખ ભૌતિક સાધનોમાં સમાઈ જતું નથી. ચિત્ત જેનાથી રીઝે તે સુખ અને ચિત્ત જેનાથી ખીજે તે દુઃખ આ તો માનવીની નબળાઈ છે. એ સુખ-દુઃખ પૂર્વિત કર્મના ચમકારા છે. તેમાં અટકવાનું નથી. પરંતુ તેનું ઉલ્લંઘન કરવાનું છે. તેને માટેનો મંત્ર સમતા છે. કર્તવ્ય છે જ્ઞાન સ્વરૂપે ટકવું. દૂધનું પાત્ર છટકે તો દૂધ ઢળી જાય, પરંતુ જો માનવનું ચિત્ત વિષયોમાં ભટકે કે છટકે તો આત્મવિકાસ અટકી જાય. છતાં પણ વિષયોનો રાગ નબળો છે. આત્મ સ્વભાવરૂપ વૈરાગ્ય સબળો છે. રાગ મોહની નીપજ છે. વૈરાગ્ય આત્માની નીપજ છે. વિષયોથી તૃપ્તિ મળતી નથી માટે તો મહાજનો મુક્તિને શોધે છે. આત્મોત્થાનનું અંતિમ ચરણ મુક્તિ છે. સિદ્ધ સ્વભાવી આત્માને સિદ્ધત્વ બક્ષવું એ ઉત્તમ માનવજીવનનું વરદાન છે. અધ્યાત્મનું રહસ્ય શુદ્ધ દૃષ્ટિ છે : ૨૦૫ Page #217 -------------------------------------------------------------------------- ________________ હિમાલય પણ નડતો નથી મનુષ્ય જન્મ પામીને હજી જેને એ સમજાયું નથી, કે આ જન્મ કોઈ ઉત્તમ કર્તવ્ય માટે મળ્યો છે, તેને આ મળેલી તકનું ભાન નથી. પણ જેને ભાગ્યયોગે એ સમજાય છે, તે જિંદગી હોડમાં લગાવીને પણ માર્ગ કરી લે છે. કદમ અસ્થિર છે તેને, મારગ મળતો નથી, અડગ મનના માનવીને, હિમાલય નડતો નથી. " હરિનો મારગ, પરમાર્થનો પંથ, મુક્તિ પ્રત્યે પ્રયાણ, નિર્વાણનું શિખર વગેરે શૂરવીરો માટે છે. આ શૂરવીરતા બહારની નથી. બહારમાં તો હજારો સુભટોને જીતનારા પડ્યા છે. પરંતુ ચિત્તમાં પડેલા સંસ્કારોના ગંજના ગંજને ખાળવા શૂરવીરનું કામ છે. એ સંસ્કારોના ગંજને સત્પુરુષોએ સ્વપુરુષાર્થ વડે ક્ષણમાત્રમાં ખાળી નાંખ્યા. અલબત્ત તેમ કરવામાં તેમણે જન્મોનો દાવ લગાવ્યો હતો. જેને સાંસારિક સુખ કહીએ તેવા તમામ સુખોને તેમણે દુઃખમય જાણ્યા હતા. પરંતુ આ ધર્મમાર્ગમાં જેનું ચિત્ત ચોંટતું નથી, કદમ અસ્થિર છે, તેને માર્ગ મળતો નથી. પણ જેણે નિર્ધાર કર્યો છે કે જન્મમરણથી મુક્તિ જોઈએ જ જોઈએ, તેવા અડગ મનના માનવીને ભાઈ ધન, માન, પુત્ર, મિત્ર, સ્ત્રી કે કોઈ પણ બાહ્ય વસ્તુ નડતી નથી. કારણ કે અંતરંગની નબળાઈનાં જે નડતર હતાં તે તો હવે દૂર થયાં છે. - જીવને માયિક સુખ છૂટતું નથી. જે લાવ્યો ન હતો અને લઈ જવાનો નથી તે સઘળું માયિક છે. પુણ્યયોગે મળ્યું તેનો વળગાડ કેવો ભયંકર થઈ ગયો છે. એ પુણ્યયોગને પણ ખતમ કરવા પાપનું અનુકરણ માનવી કર્યે જ જાય છે. કોઈનાં નવાં વસ્ત્રો જોઈ નવાં વસ્ત્રો લેવાની ઈચ્છા થાય. કોઈના બંગલા જોઈ તેવા કે તેનાથી વિશેષ સુંદર બંગલા બાંધવાનું મન થાય. કોઈના અલંકાર જોઈ અલંકાર લેવાની ઇચ્છા થાય. મારું છે. મારી પાસે છે, તેનાથી સંતોષ નથી અને નિત નવી ઇચ્છાઓ જાગે છે. ભાઈ, તું જાણે છે કે આ પાપનું અનુસરણ છે ? વળી તે વસ્તુઓ મેળવીને પણ શું ? આ ભૌતિક વિજ્ઞાનમાં નિત નવું અને ઇન્દ્રિયોને આકર્ષક થયા જ કરવાનું તારી ઈચ્છાઓનો ત્યાં કેમ પાર આવશે ? મન અને ઈન્દ્રિયો નિત નવું માંગશે. . ૨૦૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Page #218 -------------------------------------------------------------------------- ________________ શરીરમાં હાડકું વધે કપાવવા ડોક્ટર પાસે જવું પડે. વાળ વધે વાળંદ પાસે વાળ કપાવવા જવું પડે. નખ વધે સાધન વડે કાપવા પડે. પણ ઈચ્છાઓ વધે ત્યારે શું કરે ? ક્યાં જઈ કપાવશો ? - જો ઇચ્છાઓ પૂરી ન થાય. ધનધાન્યાદિની વિપુલતા ન થાય તો દેવદેવીઓ પાસે દોડે અને ઇચ્છાપૂર્તિ માટે આંટાફેરા કરે. આકુળ થાય. આ ઉપાય સાચો નથી. જેમ હાડકું આદિને કપાવવાં પડે છે, તેમ ઇચ્છાઓને સદ્ગુરુ પાસે, ભગવાનની કૃપા ભક્તિ દ્વારા કપાવવી પડે. ઇચ્છા કોના જેટલી ! સાગરથી પણ વધારે, નદીથી વધારે, પર્વતથી પણ વધારે, આકાશ જેવી અનંત. અને જિંદગી ટૂંકી. પણ જો ઇચ્છાઓ ટૂંકી થાય તો ટૂંકી જિંદગીમાં સુખ સંતોષ દ્વારા મળે છે. સુખ શોધવાથી મળતું નથી અન્યને સુખ આપવાથી સુખ મળે છે. અન્યના સુખમાં પ્રસન્ન થવાથી સુખ મળે છે. ભલે તું કોઈને સુખ આપવા જેવાં સાધનો ધરાવતો ન હોય, પણ કોઈને દુઃખ ન થાય તેવા આચારવિચાર કરી શકે તો પણ તે તારા સુખનું કારણ બનશે. સુખદુઃખની શું ચિંતા કરો, તેનું આવાગમન થાય, ગુલાબ કાંટા સાથે ખીલે, ફૂલદાનીમાં મુરઝાય. પૂર્વે જે લખ્યું કે વર્તમાનમાં વંચાય છે. વળી સુખ કે દુઃખ કાયમનાં નથી અને અન્યોન્યનાં સાથી છે. સુખ ભોગવે દુઃખ લખાય. દુઃખ ભોગવે સુખ લખાય. પરંતુ આવા પૌદ્ગલિક સુખ દુઃખથી પર આત્મિક સુખ છે ત્યાં આવું બંધ નથી. આવાગમન નથી. પ્રાપ્તિ થઈ પછી જતું નથી. આત્માની બે અવસ્થા આત્મિક સુખ આત્મામાં જ રહેલું છતાં અનુભવમાં કેમ આવતું નથી. કયા અવરોધ આ માર્ગમાં બાધક છે, તે સમજવા માટે આત્માની અવસ્થા - સ્વરૂપ સમજવું જરૂરી છે. આત્માની બે અવસ્થા, ૧. શુદ્ધ અવસ્થા ૨. અશુદ્ધ અવસ્થા સદગુરુના યોગે અશુદ્ધ અવસ્થામાં રહેલો જીવ અશુદ્ધ અવસ્થાના દુઃખને જાણે અને શુદ્ધ અવસ્થાના સુખને જાણે તે જ્ઞાન છે. અશુદ્ધ અવસ્થા ટાળી શુદ્ધ અવસ્થા મેળવવાનો ઉપાય કરવો તે ક્રિયા છે. આમ સાચું જ્ઞાન અને સાચી ક્રિયા બે સાથે જ હોય છે. એકનું અધ્યાત્મનું રહસ્ય શુદ્ધ દૃષ્ટિ છે : ૨૦૭ Page #219 -------------------------------------------------------------------------- ________________ આરાધન કરનાર આરાધક નથી પણ વિરાધક છે. જ્ઞાનથી આત્મસ્વરૂપનું જ્ઞાન છે, અને ક્રિયાથી પરહિત ચિંતાજનક અહિંસાદિ સત્ ક્રિયાઓ છે. સજ્ઞાન અને સક્રિયાનું પ્રદાન કરનાર અરિહંત છે. અરિહંત દીવાદાંડી જેવા છે. સાગરની મધ્યમાં રહેલી દીવાદાંડી કંઈ કરતી નથી પરંતુ નાવિક સાગરમાં અટવાય નિહ તેનો નિર્દેશ કરે છે. અરિહંતનું અસ્તિત્વ ભવ્યાત્માને સંસાર સાગરમાં ડૂબતા બચાવે છે. તેમનું શરણ અને સ્મરણ દીવાદાંડી જેવા છે. અરિહંત કોઈના કર્તા નથી પરંતુ પરમ તારક છે. તેમનું વિશ્વમાં અસ્તિત્વ છે તે જ પરમ ઉપકારક છે. તારે અરિહંતનું શરણ લેવામાં શું કરવાનું ? ન સાગરમાં ડૂબકી મારવી, ન પર્વતારોહણ કરવું. ન ધરતીમાં શમાઈ જવું, ફક્ત તારે તારા મન સુધી આત્મા સુધી પહોંચવાનું અને અન્યના આત્મા સુધી પહોંચવાનું છે. ન તારા આત્માનો અનાદર ન અન્યના આત્મા પ્રત્યે દુર્ભાવ. આ તદ્દન સરળ છે. છતાં કઠણ કેમ લાગે છે ? અહંકાર કહે છે હું કંદમૂળ ત્યાગ કરું પરંતુ કંદમૂળ ખાનાર પ્રત્યે દુર્ભાવ કરું. હું તપ કરું પણ તપ ન કરનાર પ્રત્યે અભાવ કરું. હું પ્રભુદર્શન કરું પણ દર્શન ન કરનારની નિંદા ન ત્યજું. ભાઈ આવા તારામાં રહેલા દુર્ભાવ જ તારું દુર્ભાગ્ય છે. દરેક જીવ પોતાના કર્મને આધીન છે, તેમાં તારે દુર્ભાવ કરવાની શી જરૂર છે ? વિધિની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર થાય. પ્રારબ્ધ તો છાપેલો કાગળ છે, તેમાં કંઈ ફેર ન થાય. સામાન્ય રીતે દુઃખ નદીના પૂર જેવું છે. સારુંખોટું નાનુંમોટું બધું જ ઘસડે, પશુને ઘસડે, માનવીને ઘસડે, તૃણને ઘસડે, વૃક્ષને ઘસડે, પણ જો વચમાં પર્વત આવે તો સ્વયં માર્ગ કરીને આગળ વધે. તેમ એક વાર અશુભનો ઉદય થયો, ધન, માન બધું જવા માંડે. શરીર કૃશ થઈને રહે સગાં અળગાં થઈને રહે. મિત્રો મુખ મરડે. છતાં તારી પાસે ધર્મ છે. ધર્મનો બોધ છે તો નદી જેમ પર્વત બાજુએથી માર્ગ કરી લે છે તેમ તું તારી આત્મશક્તિ વડે, સમતાથી સહીને માર્ગ કરી શકીશ. * ૨૦૮ * શ્રુતસાગરનાં બિંદુ Page #220 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં વ્યક્તિત્વને સમર્પણ દેવાનો પુરુષાર્થ એ ત્યાગીની સાધના છે. જેમ સરિતા સાગરમાં સમાઈ ( ગયા પછી પોતાની સ્વાદિષ્ટતાના મીઠાશના ગુણ નીચે અર્પણતા કરે છે, સ્વ-પર ભેદ ત્યાં લય પામે છે. તેમાં ત્યાગી અહંન્દુ અને મમત્વનો ત્યાગ. કરી સમત્વ ધારણ કરે છે. સમસ્ત ચૈતન્યમાં એકતા અનુભવે છે. ત્યારે મહાસાગર જેવા મહાવિશ્વમાં તેમનાથી અજ્ઞાત કંઈ રહેતું નથી. તેમનું અસ્તિત્વ જ સને પ્રગટ કરે છે. સમસ્ત વિશ્વનું તે કેન્દ્રસ્થાન બને છે. Internatio al al Use On wwwijainelibrary.org