________________
કૂવાકાંઠે પહોંચેલા મુસાફરને તૃષા લાગી, તેણે બાલ્ટી કૂવામાં નાખી, બાલ્ટી કૂવામાં ડૂબી, પાણી ભરાયું. પરંતુ બાલ્ટી ઉપર આવતાં સાવ ખાલી હતી કારણ કે છિદ્રોવાળી હતી. તેમ તું લાખ ધર્મઅનુષ્ઠાન કરે પણ કર્તાભાવનો અહં તારા મનમાં છિદ્રો પાડશે તેથી તે સદા ખાલી રહેશે. પરમતત્ત્વ તેમાં સ્થાન લઈ નહિ શકે. માટે પહેલાં મનને શુદ્ધ કરી લે.
અરે એવા છે વીતરાગ ને રાગ ન લૅષ લગારે જેને સર્વ સમાન.” પૂ. પન્યાસજીએ આ ઉક્તિ પર સુવર્ણ કળશ ચઢાવી દીધો.
“વીતરાગ એટલે આત્મામાં જ આત્માની વૃત્તિને અનુભવનાર પૂર્ણ પુરુષ.”
આ વચનનું શ્રવણ, ચિંતન પણ જીવને ધન્ય કરી દે. મન એવા વીતરાગ પર ઓવારી જાય. એવા પૂર્ણ પુરુષની આરાધના જીવને પૂર્ણતા સુધી પહોંચાડી દે છે.
તેમના વચનને હૃદયમાં લખવાથી, આજ્ઞાપણે સ્વીકારવાથી આરાધક આરાધ્ય જેવો થાય છે. વીતરાગ પૂર્ણપુરુષ છે, તેમનાં નામસ્મરણથી, વચનથી આરાધન થાય છે, અર્થાત્ તેમના વચનોનું જીવનમાં આચરણ કરવાથી આરાધના સાર્થક બને છે.
- છટકી જાય તેવો પારો થર્મોમીટરમાં બંધાય છે, તેમ વિચલિત મન આરાધનાથી બંધાય છે તે આરાધનાનાં અંગો મૈત્રી આદિ ભાવયુક્ત ક્ષમાદિ ધર્મો છે. ધર્મધ્યાનરૂપી ચિંતન છે. તે ક્રમે કરી જ્ઞાનને પ્રગટ કરે છે. જ્ઞાનનો અંશ સમ્યગુ-મતિજ્ઞાન છે. પૂર્ણ કેવળજ્ઞાન છે.
ઘડામાં ઘડાનું આકાશ છે. આલોકનું આકાશ વિરાટ છે. ઘડાના આકાશમાં વાદળાં ગાજે નહિ. પક્ષી ઊડે નહિ. વીજળી ચમકે નહિ, મેઘધનુષની શોભા થાય નહિ. આકાશમાં એ સર્વેની સંભાવના છે. તેમ મતિજ્ઞાનમાં સ્વસંવેદન કે પૂર્ણતાનો પ્રકાશ ન હોય. કેવળજ્ઞાનમાં શાશ્વતતા પ્રગટ થાય છે, બધું જ પૂર્ણ છે. અગાધ છે. એ વીતરાગ-પૂર્ણ પુરુષનું સ્વરૂપ છે.
“સુખના કારણનું કારણ ધર્મ છે. કારણના કારણને જોવા સૂક્ષ્મ દષ્ટિ અને તત્ત્વની ખરી જિજ્ઞાસા હોવી જોઈએ. તત્ત્વ જિજ્ઞાસુ શાસ્ત્રાભ્યાસ વડે તે ચક્ષુને પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્ર એ સર્વજ્ઞના વચન સ્વરૂપ છે.
આણાએ ધમ્મો * ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org