________________
ધર્મને પ્રત્યક્ષ કરવામાં બીજા ચક્ષુ એ કેવળ જ્ઞાનરૂપી ચહ્યું છે. અને શ્રુત ચક્ષુ વડે કારણના કારણને જાણી શકાય છે.”
૦ વીતરાગ પ્રરૂપિત ધર્મનો પ્રભાવ છે વિશ્વમાં પૃથ્વી આદિ અનેક તત્ત્વો છે, પ્રાણી માત્રમાં પ્રકૃતિ અને ચેતના છે. પ્રાણી પ્રકૃતિવશ છે, જ્ઞાની ચેતના વશ છે. બંનેમાં મહાસત્તાનો નિયમ સમાન છે, ચેતના લક્ષણથી સમાન હોવા છતાં પૃથ્વી આદિની પ્રકૃતિ – ચેતના સુષુપ્ત છે, અજાગૃત છે. અન્ય પ્રાણીઓની ચેતનાનું પણ એમ જ છે. બુદ્ધજનોની ચેતના જાગૃત છે. નિશ્ચયથી લક્ષણે સમાન હોવા છતાં વિરલ સ્થાને જ ચેતના જાગૃત છે.
જેની ચેતના અત્યંતપણે જાગૃત થઈ જાય છે તેઓ દ્વારા ધર્મપ્રભાવના થતી રહે છે. તેનો વિશ્વ ઉપર ઘણો પ્રભાવ પડે છે. સૂર્યચંદ્રનું નિયમસર પ્રકાશવું. પૃથ્વીનું સ્વયં સ્થિર રહેવું. ભયાનકતાઓનું શમી જવું આમ ધર્મની મહાસત્તાની કરુણાનો સ્રોત વહેતો રહે છે. સર્વજીવહિતની ભાવના ઘણી સામગ્રી માંગે છે. વ્યક્તિ સાપેક્ષ ચારિત્રધર્મનું નિર્માણ છે. તે સમભાવથી પ્રારંભીને સર્વવિરતિ સુધીનો છે. શ્રાવક માટે વિરમણવ્રત – સંક્ષેપ ધર્મ છે. સાધુ માટે સર્વ જીવોના હિત-રક્ષણ ધર્મ છે. સવિશેષ ક્ષમાદિ ધર્મો સર્વના હિતમાં પ્રેરક બળ છે.
સર્વ જીવોને દુઃખથી મુક્ત કરવાના ભાવ, પૂર્ણ સુખ પ્રાપ્ત થાય તેવા ભાવની શુદ્ધિ માટે ક્ષમાદિ દસ ગુણની આવશ્યકતા છે. જો ક્ષમાદિ ગુણ ન હોય તો સર્વ જીવના હિતવિષયક ભાવ ટકે નહિ. અપરાધી પ્રત્યે ગુસ્સો થાય. વિરોધી પ્રત્યે દ્વેષ થાય. માયા કપટ થઈ જાય, તેથી સર્વજીવના હિત માટે જીવને ક્ષમા, સરળતા, નમ્રતા, સંતોષ જેવા ગુણોની સામગ્રી જોઈએ. તો જ વિશ્વવ્યવસ્થાનું સમતુલન ટકી
રહે.
સહન કરવું તે કાયરતા નથી. સ્વાત્મ વિજય છે. પ્રતિકૂળતાનો ઉપસર્ગનો સ્વીકાર સાધુતામાં છે. પ્રતિકારમાં નથી. પ્રતિકારમાં પાપ થઈ જાય છે. અનુકૂળતા શોધવામાં સાધુતાનો લોપ થાય છે. સહવું એ જ્ઞાન, ધ્યાન, તપ, જપની નીપજ છે. તેમાં જિનાજ્ઞા ગર્ભિત છે. કર્મગ્રસ્ત અને દુ:ખગ્રસ્ત જીવો પ્રત્યે અનુકંપા રાખી તેમના અપરાધોને સમભાવે સહન કરવા તે સાચી ક્ષમા છે. વળી ગમે તેવા પાપી જીવો પ્રત્યે પણ તિરસ્કારવૃત્તિ ન થવી તે સાધુતા છે. જિનાજ્ઞાનું બહુમાન
૭૬ * શ્રુતસાગરનાં બિંદુ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org