SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જેઓ સહવામાં કાયર છે, ખમવામાં નબળા છે, તેઓ સંસારમાં સબડવાના છે. કારણ કે સહ્યા સિવાય ખમ્યા સિવાય, કોઈ જીવ શિવપદને લાયક બનતો નથી કર્મઋણ, વિશ્વત્રણ ચૂકવવાનો ઉત્તમ માર્ગ સહવું તે છે, ખમવું તે છે. તેનો પ્રતિકાર તે સંસાર, અને સ્વીકાર તે ધર્મ છે.” ૦ ધર્મનું સત્ત્વ-તત્ત્વ છે ધર્મનું તત્ત્વ સવિચાર – આત્મવિચાર છે. સત્ત્વ સદાચાર-શુદ્ધાચાર છે, જેમ પદયાત્રા ક્ષેત્રનું અંતર કાપે છે, અંતરશુદ્ધિ દોષોનું અંતર કાપે છે. તેમ સત્ત્વ અંતરાત્મા પ્રત્યે લઈ જાય છે, તત્ત્વ પરમાત્મા પ્રત્યે લઈ જાય છે. સંસારનો ત્યાગ કરવો તે સાત્ત્વિકતા છે. સંસારના સ્વરૂપ પ્રત્યે જાગૃત થવું તે તાત્ત્વિકતા છે. નહિ તો વનમાં પણ સંસાર હાજર થશે. જાગ્યા પછી ધરતીના કોઈ છેડે તમને સંસાર સ્પર્શ નહિ કરે. આચાર અને વિચાર ધર્મની બે પાંખો છે. સવિચાર વગર સદાચાર સંભવ નથી, અને સંસારભાવનો, આરંભ, પરિગ્રહના સંક્ષે વગર આત્મવિચાર સંભવ નથી. આત્મ-વિચાર વગર શુદ્ધાચાર સંભવ નથી. આચાર-વિચાર અન્યોન્ય સાપેક્ષ છે. જીવશુદ્ધિની તીવ્ર જિજ્ઞાસા આચાર-વિચારના સત્ત્વને અને તત્ત્વને ટકાવે છે. સપુરુષોના વિચાર-વચન સત્ય હોય, તેમણે સ્વ-પરનું જે સ્વરૂપ ઉપદેશ્ય તેને ગ્રહણ કરવું, સમજવું, વિચારવું, આચરવું. જિનેશ્વર પ્રણીત જૈન વિચારનું સ્વરૂપ નિર્દોષ છે, કારણકે તેનું કથન કરનાર નિર્દોષ છે. તેમાં એકાંગીપણું, અપૂર્ણતા કે અસત્યનો આત્યંતિક નિષેધ છે. પૂર્વાપર અવિરોધ વચન છે, અત્યંત હિતકારી છે. જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન જગત છે, જીવ છે, કર્મ છે. ત્રણે અનાદિ – અનંત છે. જીવ અને કર્મનો સંયોગ છે તે સંસાર છે, જગત છે. જીવથી કર્મનો વિયોગ થવો તે મોક્ષ છે. આ તત્ત્વજ્ઞાનમાં જીવનું સ્વરૂપ સમજાય છે. જીવ અનાદિ – અનંત છે, વિભાવથી સ્વકર્મનો કર્તા છે, કર્મના ફળનો ભોક્તા છે. તે ફળના પરિણામે સંસારની ચારે ગતિમાં ભ્રમણ કરે છે. સમ્યગ્ગદર્શનાદિ ગુણ વડે મોક્ષને પામે છે. કર્મના આવરણવાળો આણાએધમ્મો * ૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy