________________
છે. માટે આત્મજ્ઞાન અને આત્મભાન માટે તેઓનું દર્શન-પૂજન મહિમાવંત છે. તેવો મહિમા આવવાથી જીવમાં શ્રદ્ધા પ્રગટે છે, એ શ્રદ્ધા તારો પથપ્રદીપ બને છે.
આત્મશ્રદ્ધા જ્ઞાનને આત્મરૂપે યોજે છે. ત્યારે આત્માનું જ્ઞાનસ્વરૂપ પ્રકાશમાં આવે છે, એ આત્મજ્ઞાન વડે આત્મસ્વરૂપ અનુભવગમ્ય થાય છે એ અનુભવ મન, વચન અને કાયાના પૌલિક સાધનો કરતાં નિરાળો છે, મનાદિના રાગાદિના વિકલ્પોથી વિરક્તિ થયા સિવાય આત્માનુભવ થતો નથી. અહો ! આવું અનુભવનું અનુપમ દ્વાર ખોલવા માટે પ્રભુ પ્રત્યે, વૈશ્વિક ચૈતન્ય પ્રત્યે, અનન્ય પ્રેમનો સાદ પૂરતો છે. બીજાં સાધન બહુ કર્યા પણ પાર ન પામ્યો. આ પ્રેમના સાદ વડે તું પરમ તત્ત્વને, પરમ શાંતિને પ્રાપ્ત કરીશ. બસ આ જન્મમાં એક દાવ લગાવી દે. પૌલિક પદાર્થોના પ્રેમને એક વળાંક આપી દે, અને પરમાર્થ પ્રત્યે, વિશ્વ પ્રત્યે સાચા પ્રેમથી સમર્પિત થઈ જા એ જ તારો આત્મિક અનુભવ બનશે. રાગ સીમિત છે, પ્રેમ અસીમ છે. આનંદ પૂર્ણ છે. ભાઈ ! એ મળ્યા પછી તને શું જોઈએ ?
o રાગની લીલા ૦ વિષયોની કામનાથી રાગ સીમિત છે. કામરાગમાં વ્યક્તિના સંબંધોમાં રાગ સીમિત છે. સ્નેહરાગમાં અને ધર્મક્ષેત્રમાં ગયો તો ત્યાં તને ગુરુની નિશ્રા આવશ્યક છે, પરંતુ ત્યાં તને માલિકીભાવ આપ્યો, મુખ્ય શિષ્યત્વનું અહમ્ પેદા થયું કે અન્ય તરફ ઢષ પેદા થયો તો ત્યાં રાગ સીમિત થયો દૃષ્ટિરાગમાં. આમ મનુષ્ય પોતાને મળેલું અનન્ય પ્રેમસ્વરૂપ તત્ત્વ ક્ષુદ્ર પ્રકારોમાં વિખેરી નાખે છે. ઘણા ખાડામાં ભરાયેલું પાણી ખાબોચિયાનું ઉપનામ પામી સુકાઈ જાય છે, સરોવરમાં એકત્ર થયેલું પાણી સરોવરને સૌંદર્ય આપે છે, પ્રાણીમાત્રની તૃષા છિપાવે છે.
ભાઈ ! તારો અમુક વિષયમાં અમુક વ્યક્તિમાં સીમિત થયેલો રાગ જેને તું પ્રેમ કહે છે, તે ખાબોચિયા જેવો છે. પ્રસંગની લીલામાં એ ધરતી સુકાઈ જાય છે, તારો એ રાગ સીમામાંથી બહાર નીકળે છે ત્યારે તે પ્રેમનું ઉપનામ પામી પવિત્રતાનું નિર્માણ કરે છે. તારી પાસે આવો પ્રેમ નથી અને કેવળ શાસ્ત્રના જ્ઞાનની સ્મૃતિ છે, તે તને જ સ્વયં શુષ્ક બનાવશે, તારું જીવન પ્રેમતત્ત્વથી સ-રસ હોવાને બદલે નિરસ બનશે, જે તને છઠ્ઠી આંગળી જેવું પીડાદાયક હશે.
૩૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org