________________
તેવું વિચાર – આચારનું અંતર તેને ક્યારે પણ શાંતિ આપી શકે નહિ, નિર્બળ બનાવે.
સવિચારોને ટકાવવા માટે અન્ય પ્રેરણા જરૂરી છે અને તે છે ત્યાગ, સંયમ, શીલ ઇત્યાદિ. વૈરાગ્ય વડે જેમ વિષયવાસના શમે છે, પદાર્થોની આસક્તિ ઘટે છે, તેમ શીલ કે બ્રહ્મચર્ય આદિ સંયમ વડે આચાર-વિચારમાં સમત્વ જળવાય છે, તે સમત્વ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શાંતિને ધારણ કરવામાં મહા બળવાન સાધન છે. આ રીતે આત્મા વડે જીવતા આત્મા સાચા સ્વરૂપે પ્રગટ થાય છે.
વળી દેહને આધારે જીવી દેહને સુખ આપવા પ્રયત્ન કરો ત્યારે પણ દેહ બિચારો જડ હોવાથી તેને કંઈ સુખ પહોંચતું નથી અને સંયમ કરો ત્યારે દેહને કંઈ દુઃખ પહોંચતું નથી. પરંતુ મનમાં રહેલી મોહની પ્રકૃતિએ જીવને ભ્રમ પેદા કર્યો છે, અને જીવે તે ભ્રમ સ્વીકારી લીધો છે, તેથી પોતે જ મહાન સમ્રાટ હોવા છતાં નિર્બળને પકડી રાખે છે. અને ત્યાં સુખ માનવા પ્રયત્ન કરી અંતે દુ:ખ પામે છે. આવી પ્રતીતિને ધારણ કરી ચેતનના આધારે જીવનને દોરી જવું.
૦ સુખ દુઃખનું મૂળ ૦ ઘણા પ્રકારે સંશોધન કરીને મહાત્માઓએ જગતના ભવ્ય જીવોને સુખ અને દુઃખના મૂળનું રહસ્ય આપ્યું કે આત્માનું અભાન કે અજ્ઞાન તે દુઃખનું મૂળ છે, આત્માનું ભાન અને જ્ઞાન એ સુખનું મૂળ છે.
અજ્ઞાન કેમ ટળે ? જ્ઞાન કેમ પ્રગટે ?
આગમ-સત્શાસ્ત્રો, આત્માદિ તત્ત્વયુક્ત ગ્રંથો વડે આત્મઅજ્ઞાન ટળે. અને જિનમૂર્તિના દર્શન-પૂજન દ્વારા આત્મજ્ઞાન મળે. આગમો આત્માનું અજ્ઞાન શું છે તે બતાવે છે, જ્ઞાનની ચાવી આપે છે. મૂર્તિ આત્માનું સ્વરૂપ દર્શાવે છે, જે જ્ઞાનનું કારણ બને છે, ત્યારે જ્ઞાનસ્વરૂપ આત્મા સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે છે.
આગમના કથનારા અરિહંત-તીર્થકર છે, આગમના રચનારા ગણધરો છે, તેને લેખનમાં ઉતારનારા મુનીશ્વરો છે.
“અર્પદ્ વત્ર પ્રસૂત, ગણધર રચિતં દ્વાદશાંગ વિશાલ, ચિત્ર બડ્યર્થ યુક્ત, મુનિગણ વૃષભૈર્ધારિત બુદ્ધિ અભિઃ”
તીર્થકરાદિનું અસ્તિત્વ, ભવ્ય જીવોના જ્ઞાન માટે છે. તીર્થકરો, ગણધરો સિદ્ધિપદને પામ્યા છે, તેથી તેઓએ સિદ્ધિગતિની કેડીને કંડારી
સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ ૪ ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org