________________
નથી. તે તમને કેવી રીતે આધાર આપશે ? સર્વ સૃષ્ટિનું અધિષ્ઠાન ચૈતન્ય છે એટલે જે આત્માને આધારે જીવે છે તે આત્મત્વ પ્રાપ્ત કરી પરમતત્ત્વને પામે છે.
દેહને આધારે જીવવામાં તમારે શું કરવાનું છે ? ખવરાવવું, પીવરાવવું, પહેરાવવું, નવડાવવું, ફેરવવું. છતાં આ ઔદારિકાદિ શરીર જ કર્માધીન છે, દેહ માંગ કરે તે પ્રમાણે જીવવું પરાધીનતા છે. તમે જ્યારે આત્માને આધારે જીવવાનો દઢ સંકલ્પ કરો છો તેની સાથે જ તમારામાં ત્યાગ-સંયમની ફુરણા થાય છે, આત્મશક્તિની પ્રેરણા તમને દેહાદિક સંજ્ઞાઓથી પાછા વાળે છે. પ્રારંભમાં તેમાં કષ્ટ પડે તો તમને અંતરમાં અલ્પાંશે શાંતિનું વદન થવાથી તમારો પુરુષાર્થ વિકસે છે.
જ્યારે તમે આત્માનો આધાર લો છો ત્યારે તમને તેમાં શાશ્વતતાનો, સ્વાધીનતાનો ભાવ જન્મે છે તે સાધક જ્યારે દેહાદિના આધારે જીવતા જગતનું સ્વરૂપ જુએ ત્યારે સર્વત્ર ક્ષણિકપણું, મિથ્યાપણું, નિઃસારપણું જણાય છે. સૃષ્ટિનું આવું સ્વરૂપ જોતાં સાધકને ઉદાસીનતા, નિર્વેદ કે વૈરાગ્ય આવે છે, એથી સંસારનાં કાર્યો કરવા છતાં તેને મનમાં આત્માથી સૌ હીન છે તેવો ભાવ સતત રહ્યા કરે છે, અને તે જે ભાવ તેની શાંતિને સ્થિર રાખે છે.
કાર્ય કર્યું, પ્રસંગે પ્રસંગે તેની વિચારમાળા ગણ્યા કરે છે કે હું કોણ ? દેહ શું છે ? આત્મા શું છે ? બંનેના સંયોગ-વિયોગનું કારણ શું છે ? મારી સ્વાભાવિક સ્થિતિ શું છે ? મારી શાંતિ ક્યાં છે ? અશાંતિનું કારણ શું છે ? આવા સંશોધનને કારણે તેને સમજાય છે, કે દેહના સંબંધે તેને સ્વરૂપભ્રાંતિ થઈ હતી. મારું સ્વરૂપ જ શાંતિમય છે. પ્રત્યક્ષપણે જ જણાય છે કે ચૈતન્ય જ શાશ્વત અને અખંડ છે. જાગતા કે ઊંઘતાં, હરેકપણે તેનો ધબકાર હું અનુભવું છું. હવે મને ભ્રમ શા કારણે થાય ? આમ તેને શાંતિનો અનુભવ થાય છે. માટે જીવે હંમેશાં ચેતનાના-જ્ઞાનના આધારે જીવવા પ્રયત્ન કરવો.
માનવજીવનમાં વિચારશક્તિ અણમોલ સાધન છે, એ વિચાર જો આત્માને આધારે છે તો તે સને અનુસરે છે, સદ્વિચારને આચાર અનુસરે છે. આચાર-વિચારનો મેળ એ જ શાંતિનું પ્રેરકબળ છે. તે વિચારોનું સ્તર ઊંચું છે, જેમકે હું હંમેશાં સત્ય બોલીશ, સૌની સાથે ઉદારતા અને પ્રેમથી રહીશ તો તેનું સત્ત્વ પ્રગટ થાય છે. પરંતુ પ્રસંગ આવે અસત્ય બોલે, કૃપણ થાય કે વેરઝેરમય આચાર કરે તે
૩૬ x ધૃતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org