________________
અજ્ઞાન છે. વાસ્તવમાં પ્રતિકૂળતા મને સૂતેલાને જગાડે છે, આ સમય વહ્યો જાય છે. પૂર્વકૃત કર્મવિપાકનું આ નાટક છે. મારે તેમાં અટકવા જેવું કે ખેદ પામવા જેવું નથી. પરંતુ સમતાપૂર્વક તેનો સ્વીકાર કરી લેવો. એ કટોકટીના સમયે ધર્મનો સહારો લઈ, કર્મની વિચિત્રતાને જાણી સંતોએ આપેલા મર્મ વડે તેમાંથી બહાર નીકળવું તો શાંતિનો અનુભવ થશે.
વાસ્તવમાં શાંતિ-અશાંતિનો આધાર આપણા જ મન-ચિત્ત-હૃદય રૂપી સ્થાન છે. કેવળ બાહ્ય પરિસ્થિતિ અશાંતિ પેદા કરે તો તો જીવ ક્યારે પણ શાંતિ ન પામે. કારણ કે સંસાર તો ધંધથી ભરેલો છે, ત્યાં શાંતિ ક્યાંથી હોય ? વળી બાહ્ય પરિસ્થિતિ સ્વતંત્ર છે. દરેક પદાર્થોનું પરિણમન સ્વતંત્ર છે. તેને કોઈ ફેરવી શકતું નથી. એટલે સમજવું કે શાંતિ આપણા અંતરની વસ્તુ છે.
સ્વાધીન શાંતિ ક્યાં છે ?
સ્વાધીન શાંતિનું સ્થાન તારો આત્મા છે. તારું વર્તમાન જીવન દેહ અને આત્માની વચ્ચે છે, હવે જો તું આત્માના આધાર પર, ગુણાત્મક વલણ પ્રત્યે કે જ્ઞાનમય ઉપયોગનો આધાર લે તો અવશ્યઆત્મશાંતિ પ્રાપ્ત થાય છે. હવે જો તું દેહાધ્યાસી થઈ દેહનો આધાર લે, તો દેહ અને તેની પ્રકૃતિ સ્વતંત્ર દ્રવ્ય છે. અથવા કર્માધીન છે, તે તારા કાબૂમાં રહે તેમ નથી તે તને શાંતિ નહિ આપે.
દેહના આધારે જીવવું એટલે ખાવું-પીવું, હરવું-ફરવું વગેરે, તે સર્વ ક્રિયામાં મૈત્રી આદિ ભાવના ન હોય. અહિંસાદિ ઉપયોગ ન હોય તો શાંતિ કેવી રીતે મળે ? યદ્યપિ આત્માને આધારે જીવતાં સંયમ અપનાવવો પડે, તે પ્રારંભમાં કષ્ટદાયક લાગવા છતાં પરિણામે શાંતિદાયક છે.
શાંતિ એ આત્માનો ગુણ અને આત્માનું સ્વરૂપ હોવાને લીધે આત્માના આધારે જીવન જીવનારને શાંતિનો જ અનુભવ થયા કરશે.” તમે કોના આધારે જીવો છો ?
તમારી પાસે બે પદાર્થો છે : એક આત્મા; બીજો દેહ. બંને એક ક્ષેત્રમાં છે. જીવન આત્માને આધારે જીવાય તો જ તેમાં મનુષ્યત્વ છે. અન્ય આધારની કલ્પના, કલ્પના જ છે. દેહથી માંડીને ધનાદિ, માતાપિતા કે અન્ય પાર્થિવ સુખના સર્વ આધારો સ્વયે નિરાધાર છે, તે સ્વયંભૂ
સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ * ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org