________________
જેમ બાળકને માનું મિલન સુખદાયી લાગે છે. તેમ સાધકને ચૈતન્યની ભક્તિ સુખદાયક છે.
જગતના કેટલાક પદાર્થો જોઈને માનવ આશ્ચર્યચકિત થાય છે, તેથી તે પદાર્થને જોતાં તે કેવું અદ્ભુત છે તેવી પ્રસન્નતા અનુભવે છે. હિમાચલ પ્રદેશના ઉત્તુંગ હિમશિખરો, ગંગાસાગરનો પ્રવાહ, વનરાજીનું કુદરતી સૌંદર્ય. હવે વિચારો કે એવી અભુત વસ્તુને જોનાર ચૈતન્ય કેવું અદ્ભુત હશે !
આવો મહિમા લાવી જે વારંવાર ચૈતન્યનું નિરંતર સ્મરણ કરે છે તેને આત્મશાંતિનો અનુભવ થાય છે ભલે પછી સંસારી જીવન હોય, પરંતુ આ જ્ઞાન તેના મોહ અને ક્ષોભને સમાવી દે છે. આ થઈ સ્વ ચૈતન્યની ફળશ્રુતિ. ચૈતન્યની ભક્તિની બીજી ફળશ્રુતિ ચૈતન્યમાત્ર સાથે એકતા. સર્વ જીવો પ્રત્યે સમાનતા. જે પરિણામ સ્વરૂપની અભેદતા અને વૈશ્વિક ચૈતન્ય સાથે પણ અભેદતા આપશે જે સાધકને સિદ્ધિદશા પ્રત્યે લઈ જાય છે.
અશાંતિ, મોહ, શોક, સંતાપને વધારનારી કે ઉપજાવનારી ભેદબુદ્ધિ છે. ચૈતન્યની નિર્ભેળ અને નિર્મળ ભક્તિ અર્થાત્ સર્વ અપેક્ષારહિત ભક્તિ, નિષ્કામભક્તિ સર્વ ભેદનું ઉમૂલન કરી સ્વરૂપની અભેદ દશાને પામે છે.
“ચૈતન્યનો મહિમા જોવો, ચૈતન્યના કારણે સર્વત્ર તુલ્યતાનો (સમાનતાનો) અનુભવ કરવો, એ સુખ અને શાંતિ મેળવવાનો સર્વ દેશકાળમાં અનુભવસિદ્ધ માર્ગ છે.”
૦ આત્મશાંતિ કેમ થાય ? ૦ સંસારના પ્રસંગો, પ્રકારો, વ્યવહાર અને વ્યાપાર સર્વ શુભાશુભ ઉદયકર્મ ઉપર આધારિત છે, અર્થાત્ પરાધીન છે, તેમાં શાંતિની અપેક્ષા કેવી રીતે રખાય ? પ્રસંગાદિ આપણી ધારણા પ્રમાણે પાર પડતા નથી, તેથી પ્રતિકૂળતા આવતાં જીવ અશાંત બને છે. શુભના સંયોગને આપણે શાંતિ માની લીધી છે, તે સંયોગો બદલાતાં જીવ અશાંતિનો અનુભવ કરે છે. તે પછી ભલે તે ધર્મમાર્ગની રુચિવાળો હોય, તો પણ તેને આત્મશાંતિ પ્રાપ્ત થઈ નથી.
માનવમાત્ર સુખશાંતિ ઇચ્છે છે છતાં તેને દુ:ખ અને અશાંતિ કેમ મળતાં હશે ? કોઈ સંતસમાગમે જો તે સમજે કે અશાંતિનું મૂળ
૩૪ x ધૃતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org