________________
માટે આ અતી મહત્વનું નિત
નથી. ચેતનાને ચલાવવા માટે સાધનની જરૂર નથી. વળી તેને જાણવા માટે અન્ય સાધનની જરૂર નથી, તે સ્વયં સ્વ-પરપ્રકાશક જાણનાર છે.
આવું અદ્ભુત સાધન આપણી પાસે છતાં આપણે તેના પ્રત્યે લક્ષ્ય નથી. તેના નિરંતર વિસ્મરણની સજા આપણે ભોગવતા જ આવ્યા છીએ. પરંતુ જો આપણે આ ચૈતન્યનું નિરંતર સ્મરણ કરીએ અને એ અભ્યાસ દૃઢ થાય તો દેહના કષ્ટ વખતે ચૈતન્યનું સ્મરણ એ દેહના કષ્ટથી આપણને દૂર રાખશે.
જો આપણો જીવ દેહાદિની આસક્તિમાં અટવાયો તો ચૈતન્યનું સ્મરણ રહેવું અસંભવ છે. કારણ કે આસક્તિ, મોહ, અજ્ઞાન એ પણ આત્માની વૈભાવિક શક્તિ છે. શક્તિ શક્તિરૂપે કાર્ય કરે. પછી તે આત્મહિતનું હો કે અહિતનું હો. એ શક્તિને આપણે કેવું વહેણ આપીએ છીએ તે વિચારણીય છે. એ શક્તિને ચૈતન્ય તરફ વાળીએ તો ચૈતન્ય પ્રત્યે ભક્તિ થશે, દેહાદિની આસક્તિ ઘટશે.
૦ ચૈતન્યની ભક્તિનો મર્મ ૦ માનવને જ્યાં પ્રીતિ થાય ત્યાં ભક્તિ થાય. પુદ્ગલના પદાર્થોની પ્રીતિ રુચિ મનને તે પ્રત્યે મોહ-માયા પેદા કરે છે. તે પછી તે તે પદાર્થો મેળવવા માનવ પ્રયત્ન કરે છે. હવે જો પારમાર્થિક સાધનો કે માર્ગ પ્રત્યે પ્રીતિ કે રુચિ થાય તો માનવ તેની પ્રાપ્તિ માટે તેની ભક્તિ અવશ્ય કરે. તે માટે ભક્તિને યોગ્ય સર્વતોમુખી તેવા વીતરાગની ભક્તિ છે, સાથે નિગ્રંથગુરુજનોની ભક્તિ, ત્યાર પછી તે ઉભય તત્ત્વોમાં જેની ભક્તિ છે તેવા ભક્તિમાનોની ભક્તિ માનવને ચૈતન્ય પ્રત્યે પ્રીતિ-રૂચિ પેદા કરે છે..
એવું બને કે સાધક વર્ષો સુધી સત્સંગાદિ કરે છતાં તેને સમાધાન મળતું નથી. ચેતન્ય પ્રત્યે અનન્ય ભાવ પરિણમતો નથી. ત્યારે પ્રભુભક્તિ પ્રત્યે વિશેષ ભાવના કરીને તે દિશામાં ગતિ કરવી. જેથી આત્મા કે પરમાત્માનું અર્થાત્ શુદ્ધ ચૈતન્યનું સ્મરણ થતાં ઉપયોગ-મન આનંદથી પુલકિત બને, એક ક્ષણ પણ તેનું વિસ્મરણ જીરવી ન શકાય.
મેળામાં આંગળીથી છૂટું પડેલું બાળક કેવી આતુરતાથી માને શોધે છે ? ગમે તેવા મનગમતા પદાર્થો આપો તો પણ તેનું એક જ રટણ હોય છે “મારી મા'. એ પ્રમાણે સાધકને ચૈતન્યનું વિસ્મરણ વિરહની વેદના પેદા કરે, એક જ રટણ શુદ્ધાત્મા, સોહ, આત્માથી સૌ હીન
સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ * ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org