________________
તે બહાર પ્રયત્ન કરે છે, અને તેમાં નિષ્ફળ જાય છે, ત્યારે અત્યંત અશાંતિનો અનુભવ કરે છે. તો પછી આનંદસ્વરૂપ ચૈતન્યનો અનુભવ કેવી રીતે કરવો ?
કેવું આશ્ચર્ય છે કે પોતાના જ આનંદસ્વરૂપને શોધવા માનવે મૂંઝાવું પડે છે; જેમ ગજવામાં મૂકેલી કિમતી વીંટીનું વિસ્મરણ થતાં માનવ મૂંઝાઈને આખું ઘર ઊંચુંનીચું કરી નાંખે, તેમ જીવ પોતામાં રહેલા આનંદસ્વરૂપનું વિસ્મરણ થવાથી કે અજ્ઞાનને કારણે સારી સૃષ્ટિમાં દોડે છે.
વાસ્તવમાં તેને બાહ્ય પદાર્થ માટે જેટલો પ્રેમ છે, તેટલો ચૈતન્ય પ્રત્યે પ્રેમ નથી. ચૈતન્યના અનુભવ માટે ચૈતન્યની ભક્તિ કરવી. પ્રથમ એ ચૈતન્યને આપણે જાણવું જોઈએ, તે જાણવા માટે આપણી પાસે મન અને બુદ્ધિનું સાધન છે. બુદ્ધિને તીક્ષણ અને નિર્મળ કરવાથી તે ચૈતન્યને ગ્રહણ કરે છે. સ્થૂલ કે કુટિલતાયુક્ત બુદ્ધિ ચૈતન્યને ગ્રહણ કરી નહિ શકે.
પરંતુ બુદ્ધિની સરળતા એમ જાણે છે કે મારી શારીરિક તમામ પ્રવૃત્તિ ચેતનાના આધાર પર થાય છે, જો આ ચેતના ન હોય, તો શરીર શબ બની જાય તો આપણી સર્વ ક્રિયાઓ નિષ્ઠાણ બની જાય. અરે ! તું કોણ અને ક્યાંથી આવ્યો એ સઘળું અસ્તિત્વ જ ટળી જાય. અને શબ બનેલા શરીરનો હવાલો અગ્નિ-સંસ્કારને મળી જાય.
ચેતનાની અદ્ભુતતા કેવી છે ? વિશ્વમાં સર્વ વિલાસ આ ચેતનાના આધારે થાય છે. ચેતના જ પોતાને યોગ્ય શરીર બનાવી લે છે, તેમાં રહેવાની મુદત પૂરી થતાં તે તેને ત્યજી દે છે. આપણે એક લોહીનું ટીપું કે કેળા જેવા ફળ પણ બનાવી શકતા નથી. સૃષ્ટિમાં સર્વત્ર ચેતનાનું આધિપત્ય છે. તેને કોઈ ઉત્પન્ન કે નાશ કરી શકતું નથી. તે સ્વયંભૂ છે તત્ત્વદૃષ્ટિથી વિચારતાં ચેતના કેવળ શુદ્ધ પદાર્થ છે. તેની સમાનતા ધરાવતો વિશ્વમાં કોઈ શુદ્ધ પદાર્થ નથી. વિશ્વમાં પદાર્થો પરિવર્તનશીલ છે, તેમ ક્ષણિક છે, ક્યાંક મલિનતાના દોષવાળા છે, પરંતુ આ ચેતના અનાદિકાળથી દેહ ધારણ કરે છે, છોડે છે, આ જન્મમાં આ શરીરમાં પાંચ, પચાસ, કે સો વર્ષ રહેશે તો પણ તે ચૈતન્યરૂપે જ રહેશે. દેહ તમારા આયુષ્યકર્મનું પ્રદર્શન બાળાદિ વયથી કરતું જ રહેશે.
માનવયંત્ર જેવાં ગમે તેવાં યંત્રોનો ચાલક માનવ છે એટલે ચૈતન્યયુક્ત પદાર્થ છે. નાનાં યંત્ર કોઈ મોટું યંત્ર ચલાવી શકે તેમ
૩૨ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org